' મારૂં નામ રોશની છે જેનો મતલબ થાય છે પ્રકાશ . હું તમારા માર્ગમાં ઉજાશ પાથરીશ . તમને ખૂબ જ પ્રેમ અાપીશ , તમારી દોસ્ત બની રહીશ ! 'પ્રથમ મુલાકાતમાં જ તેણે પોતાનો પરિચય અાપતાં વાયદો કર્યો હતો . તે સાંભળી સત્યમે ધન્યતાની લાગણી અનુભવી હતી . સ્નેહા તેને માટે પ્રેમનો શ્રેષ્ઠ ઉપહાર લઈને તેની જીંદગીમાં દાખલ થઈ હતી . તે બદલ સત્યમે પરમ કૃપાળું ઈશ્ર્વરનો પાડ માન્યો હતો ! તેના અા શબ્દો તેના માટે જીવન ભાથું બની ગયા હતા . તે કાદવમાં ખીલેલ કમળ જેવી હતી . સત્યમ અને તેની મુલાકાત કામાઠી પુરાની ૬૦૭ નંબરની ચેમ્બરન
Full Novel
બડે પાપા - નવલકથા
' મારૂં નામ રોશની છે જેનો મતલબ થાય છે પ્રકાશ . હું તમારા માર્ગમાં ઉજાશ પાથરીશ . તમને ખૂબ પ્રેમ અાપીશ , તમારી દોસ્ત બની રહીશ ! 'પ્રથમ મુલાકાતમાં જ તેણે પોતાનો પરિચય અાપતાં વાયદો કર્યો હતો . તે સાંભળી સત્યમે ધન્યતાની લાગણી અનુભવી હતી . સ્નેહા તેને માટે પ્રેમનો શ્રેષ્ઠ ઉપહાર લઈને તેની જીંદગીમાં દાખલ થઈ હતી . તે બદલ સત્યમે પરમ કૃપાળું ઈશ્ર્વરનો પાડ માન્યો હતો ! તેના અા શબ્દો તેના માટે જીવન ભાથું બની ગયા હતા . તે કાદવમાં ખીલેલ કમળ જેવી હતી . સત્યમ અને તેની મુલાકાત કામાઠી પુરાની ૬૦૭ નંબરની ચેમ્બરની ...Read More
બડે પાપા - પ્રકરણ બીજું
સ્નેહાની વાત સાંભળી મારા હૈયામાં વેદનાના શૂળ ભોંકાયા .' તમે મારા પતિને હોટલમાં લઈ જઇ મોંઘેરા ખાણા ખવડાવી ભડકાવો ! તમારે કારણે અમારી વચ્ચે ટેન્શન ઊભું થાય છે ! 'સ્નેહાએ તો હદ જ કરી દીધી હતી ! અાટઅાટલું થવા છતાં પણ સત્યમ તેને છોડી શકતો નહોતો .તે કેમ અાવું કરતી હતી ? સત્યમ અા વાત જાણતો હતો . સ્નેહા દુનિયાદારીથી અજાણ હતી . લોકોની વાતોમાં અાવી જતી હતી . હર કોઈ પર અાંધળો વિશ્ર્વાસ મૂકી પોતાના જ પગ પર કુહાડી મારતી હતી . સત્યમ સદૈવ પ્રેમ માટે તલસ્યો હતો . તેની જિંદગીમાં અનેક લોકોની પધરામણી થઇ હતી . પણ ...Read More
બડે પાપા - પ્રકરણ ત્રીજું
સત્યમે અવનિની સાડીનો પાલવ ખેંચી સવાલ કર્યો :' શીદ જઈ અાવ્યા ? 'સત્યમનું વર્તન નિહાળી ક્ષણભર તેની અાંખોમાં અણગમાનો સ્ફૂર્યો . તે તરત જ કૌશિકના ઘરમાંથી બહાર નીકળી જતી રહી . તેની પાછળ સત્યમ પણ બહાર નીકળી ગયો .અને થોડી વાર પછી અવનિના ઘરે ગયો . ત્યારે અવનિએ સસ્મિત તેને અાવકાર અાપ્યો . તેની કેડે હાથ રાખી સત્યમને કિચનમાં લઈ જઈ એક ડિશ ભરીને ભેળ ખવડાવી . અાથી તેણે ધન્યતાની લાગણી અનુભવી . સ્વર્ગ મળી ગયા સમી ખુશીનો અહેસાસ કર્યો . રાત ભર તે અવનિનો પ્રેમાળ , હૂંફાળો વ્યવહાર વાગોળતો રહ્યો .પણ બીજે દિ ...Read More
બડે પાપા - 4
અવનિ સત્યમની ખબર કાઢવા નહોતી અાવી . તે વાતનો તેને ખૂબ જ અફસોસ થતો હતો. નાજુક સ્વભાવ એક ઘાતક બીમારી છે . માનવી જિંદગીભર તેની અાગમાં બળતો રહે છે ! તે સમયે તેને કોઈ સમજનાર ન હોય તો ? તેના મનને કદી શાંતિ મળતી નથી . ડો કારીન હાઈનના કથનનું જીવતું જાગતું ઉદાહરણ સત્યમ હતો . ગીતા બહેન પણ તે જ કક્ષામાં ફીટ થતા હતા .એક વાર કોઈ વાત પર મા દીકરા વચ્ચે ખટપટ થઈ હતી . ગીતા બહેન નાના છોકરાની માફક રિસાઈને બપોરના બાર વાગ્યે જ કયાંક ચાલી ગયા હતા .! સત્યમ અાખો દિવસ ઘરમાં એકલો જ હતો . ...Read More
બડે પાપા - પ્રકરણ પાંચમું - રંજનકુમાર દેસાઈ
ગરિમાની સગાઈ થઈ ગઈ હતી . સત્યમ તે વિશે બિલકુલ અજાણ હતો .ગરમીની છુટ્ટીમાં તેના લગ્ન થવાના હતા .તેના મિત્ર અનુરાગે તેને જાણકારી આપી હતી . પણ સત્યમ તે વાત માનવા સ્વીકારવા તૈયાર નહોતો ! તેની બહુ જ મોટી વજહ હતી . શાળામાં તેની સાથે ભણતા એક મિત્ર સુદેશે તેના કૉલેજના મિત્રો વિશે તેના કાનમાં વિષ રેડ્યું હતું .' તારા બધા જ મિત્રો બોગસ છે . કોઈનો પણ વિશ્વાસ નહીં કરીશ .'અનુરાગે તેને માહિતી આપી ત્યારે તેનાં કાનમાં તે મિત્રની વાતો ગુંજી રહી હતી . તેથી જ સત્યમને તેની વાતમાં વિશ્વાસ આવ્યો નહોતો અને તે બિન્દાસ ગરિમાની દિશામાં આગેકૂચ ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - 6
ગરિમા પોતાના પતિ ગૌરવ સાથે તેજ ગેસ્ટ હાઉસ માં ઉતરી હતી . . આ એક જોગાનુજોગ હતો ..ગરિમાના પતિને સત્યમના હૈયામાં ગુન્હાની લાગણી સળવળી ઊઠી હતી ..તેની પાસે ગરિમા ના પતિ જોડે આંખ મેળવવાની પણ હિંમત નહોતી . ... તે પોતાને માટે શું ધારતો હશે ? આ સવાલ તેને કળ વાળી બેસવા દેતો નહોતો . તે ગરિમાના પતિનો સામનો કરી શકતો નહોતો . તેના દિલો દિમાગ પર ફરીથી આત્મહત્યા ના વિચારો રૂઢ ' થઈ ગયા હતા . આ હાલતમાં ગૌરવે તેને અગાસી પરથી પડતું મૂકવા જતા તેને બચાવી લીધો હતો .ભગવાન દરેક વખતે તેને એક જ મુકામ પર લાવીને ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ 7 - રંજનકુમાર દેસાઈ
હોળી - ધુળેટીના દિવસે બધા હોળી રમી રહ્યાં હતા . એકમેકને રંગ લગાડતા હતા . ભાવિકા અને નિરાલી પણ ખેલી રહ્યાં હતા . સત્યમ સાઇડમાં ઊભો રહી તેમની રમત નિહાળી રહ્યો . હતો . તે હોળી ખેલતો નહોતો છતાં સુહાનીએ આવીને તેને ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - 8 - રંજનકુમાર દેસાઈ
દસ બાર દિવસના સહવાસમાં સત્યમ અને સુહાની એકમેકની ખૂબ જ નિકટ આવી ગયાં હતા . પુત્ર જન્મ બાદ બંને નિકટતા અત્યંત ગાઢ બની ગઈ હતી . સત્યમ પોતાની સાળી પ્રત્યે એક વિશેષ લગાવ અનુભવી રહ્યો હતો .તેના મનમાં સપનાંનો સૂરજ ઊગ્યો હતો .તેના હૈયે પોતાની સાળી પ્રત્યે લાગણીનો નાયગ્રા વહી રહ્યો હતો ..બંને મોકો મળતાં સાથે બેસી એકમેકની બધી જ વાતો શેર કરતા હતા ! તેનું એક મન તેને મુમ્બઈ ભણી ખેંચી રહ્યું હતું તો બીજું મન સુહાનીનો મળેલો સહવાસ છોડવા તૈયાર નહોતો .હસમુખના આગમન બાદ જીજુ સાળીનો વિવાદ શમ્યો હતો . કુળ દીપક માતાની સૂરત પર ગયો હતો ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - 9
તે જ દિવસે સાંજના ત્રિવિધિ એ તેને માહિતી આપતા કહ્યું હતું .' જીજુ ! તમે નાહકની પળોજણ શિરે ઓઢી છે . તેને તમારી લાગણીની કોઈ કિંમત નથી . તેણે તમને જૂઠું કહ્યું છે . હકીક્ત કંઈ ઑર છે . આગલી રાતે જ બંને એ સાથે જવાનો પ્રોગ્રામ તૈયાર કરી લીધો હતો ..સુહાની પોતાની માતાના નક્શ કદમ પર ચાલી રહી હતી . તેનો એહસાસ જાગતા સત્યમ અસ્વસ્થ થઈ ગયો હતો .તેની રગરગમાં જૂઠાણાનો વાસ હતો . તે જાણી સત્યમના હૈયે વિષાદની લાગણી જાગી હતી . સુહાની તેને મન એક સગી બહેનથી પણ વિશેષ હતી . પણ એકાંતમાં સત્યમ ભાન ભૂલ્યો ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ 10
દિવસો વીતતાં જતાં ઘણુ બધું બદલાઈ ગયું હતું .અનીસનો જૉબ છૂટી ગયો હતો . તેની પાછળ ખુદ તે જ હતો . તેનો હાથ છૂટો હોવાથી તેને ગલત આદતો ગળે વળગી હતી . તે ઑફીસના પૈસા તફડાવી લેતો હતો . ચોરી પણ કરતો હતો . તેની આદતોને લઈને તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો . તેની દાદીની મિલ્કત પરનો હક પણ તેના પિતરાઈ ભાઈઓએ છીનવી લીધો હતો . આ હાલતમાં સુહાની પાસે તેને છોડવા સિવાય અન્ય વિકલ્પ બચ્યો નહોતો ..! છતાં તે અનીસને છોડી શક્તિ નહોતી . તેણે પ્રેમના નામે બધી જ મર્યાદા ઓળંગી લીધી હતી .તેના પેટમાં અનીસનું બીજ આકાર ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ -11
બધું હેમખેમ પાર પાડી ગયું હતું . છતાં સત્યમને એક વાતનો સતત અફસોસ થતો હતો . તેના હાથે એક બાળકની હત્યા થઈ ગઈ હતી .આ વાત તેના આત્માને સતત કચોટી રહી હતી .તેણે પોતાની માનસિક યાતનાઓને પોતાની ડાયરીમાં શબ્દશઃ ઉતારી લીધી હતી . અને ડાયરી જાણી જોઈને ગીતા બહેનની નજરમાં આવે તેવી રીતે રાખી દીધી .અને તેમણે તરતજ સત્યમ ની ડાયરી વાંચી લીધી હતી .પોતાનો દીકરો સુહાની શું માનીને ચાલતો હતો ? તેમણે અજાણતામાં દીકરાને અન્યાય કર્યો હતો . તેની લાગણી દુભાવી હતી . આ વાતનો તેમને સતત રંજ થઇ રહ્યો હતો. તેમણે દીકરાને મહેણું માર્યું હતું જેનો મતલબ ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ 12
બંને ઘરે પહોંચ્યા . સુહાની બે દિવસમાં જ પાછી આવી ગઈ હતી . તે બદલ દેરાણી જેઠાણીએ કોઈ અચરજની વ્યક્ત કરી નહોતી ! તે જોઈ સાળી જીજુને નવાઈ લાગી હતી .લલિતા બહેને તરતજ પોતાના જમાઈને ખખડાવી નાખ્યો .:' તમને ના પાડી હતી છતાં તમે સુહાનીને હસમુખના ઘરે શા માટે લઇ ગયા ? :આનાથી એક વાત સાબિત થતી હતી . હસમુખે ફોન કરી સારો હવાલો આપી દીધો હતો !સત્યમ તેનો કોઈ જવાબ આપે તે પહેલા જ સુહાનીએ દરમિયાનગીરી કરી પોતાના જીજુનો બચાવ કર્યો .' તમારે આ મામલામાં જીજુને જવાબદાર ગણવાની કોઈ જરૂર નથી . હસમુખને ત્યાં જવાનો નિર્ણય મારો હતો ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૩
૧૫ દિવસ બાદ અનિકેત ઑફિસનું કામ પટાવી સ્વદેશ પાછો આવવાનો હતો .તે આવે કે તરતજ સુહાની તેની જોડે પરણવાની . લગ્ન પછી તે દૂર ચાલી જશે . તે વિચાર સત્યમને સતત પરેશાન કરી રહ્યો હતો . કલ્પના પટ પર તો તેણે કેટલી વાર સુહાનીને પરણાવી દીધી હતી અને વિદાયની કલ્પના કરી રોયો પણ હતો . હર વખતે તેની આંખો સામે વિદાયની છબી તરી આવતી હતી . સુહાનીને છાતીએ વળગાડી વિદાય આપતા તેની આંખો છલકાઈ ઉઠતી હતી . દર વખતે એક ગીત તેના હોઠે ગૂંજતું રહેતું હતું :બાબુલ કી દુવાયે લેતી જા ,જા તુઝ કો સુખી સંસાર મિi લે ,મૈકે ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ ૧૪
સુહાનીએ જ આ ભેદ ખોલ્યો હતો ..હકીકત જાણી સત્યમ ચોકી ઉઠ્યો હતો .સોમેશ્વર પુરુષમાં જ નહોતો . લલિતા બહેને આવી જઈને કોઈ પણ જાતની તપાસ કર્યા વિના પૈસો જોઈને દીકરીને વળાવી દીધી હતી .કુલ દિપકનાં આગમને ઘરમાં આનંદ ઉલ્લાસનું મોજું ફરી વળ્યું હતું . તૃષાલીના સાસુ સસરાને વંશ જોઈતો હતો . પેદાશ કયા ખેતરની હતી તેઓ બધું જાણતા હતા ? . તેમને કેવળ કેરી ખાવાથી મતલબ હતો . લાલુને તેમણે પૈસા આપી ખુશ કરી દીધો હતો ! તેના તો બંને હાથોમાં લાડવા હતા . તે ગમે ત્યારે તૃષાલી પાસે પહોંચી જતો હતો . તેણે કીધેલ વાત એક બહુ જ ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ ૧૫
ભગવાન બહુજ મોટો નાટ્યકાર છે !એક લેખક છે !તે આપણને ગમતા લોકો આપણી પાસેથી છિનવી લે છે , આપણને આંસુ રોવડાવે છે . જખ્મોની લહાણી કરે છે , અને તે જ મલમ પટ્ટી લગાવે છે અને આપણા મન ગમતા પાત્રની જગ્યાએ બીજાને ગોઠવી દે છે .સત્યમ તે દિવસોમા' શેઠ બ્રધર્સ ' નામની જાણીતી એક્સપોર્ટ ઈમ્પોર્ટ પેઢીમા ઓફિસર તરીકે કામ કરતો હતો ! આ જોબ તેને અનિકેતના પિતરાઈ ભાઈ થકી હાથ લાગ્યો હતો .સુહાનીના મોતનો જખમ હજી રૂઝયો નહોતો . તે ઘણો જ અપ સેટ રહેતો હતો . સુહાનીના મૃત્યુ બાદ કુદરતે તેને જબરો ફટકો માર્યો હતો . તેની માતા ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૬
સ્ટેશન ભણી તેઓ આગળ વધી રહ્યા હતા . તે જ વખતે સત્યમના દિમાગમાં ખ્યાલ જાગ્યો ! ' મારે ખબર કાઢવા જવું જોઈએ ! ' આથી તેણે ફ્લોરાને અરજ કરી . ' મને રવિનું સરનામું આપીશ . હું કાલે યા તો પરમ દિવસે તેની ખબર જોવા જઈ આવીશ ! ' તે સાંભળી ફ્લોરાએ સૂચન કર્યું હતું . તમારે આવવું હોય તો સાથે જ આવી જાવ . તમને ઘર ગોતવા ની મહેનત નહીં કરવી પડે ! ' ' ઇટ ઈઝ રાઇટ ! સારો સુઝાવ છે ! હું હમણા જ તારી સાથે આવું છું . તે પહેલાં હું ઘરે ફોન કરી લઉં ! ' પબ્લિક ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૭
' દિન કો સિસ્ટર રાત કો બિસ્તર ! ' ' દિન કો દીદી રાત કો ! ' આ બે સતત સત્યમના કાનમાં તમરાંની માફકગુંજી રહી હતી .રમણની વાતે સત્યમ ઘણો જ અપ સેટ થઈ ગયો હતો . તે રમણને ચોપડાવા માંગતો હતો .પણ તેના બોલવાથી સ્થિતિ વધારે વણસી જશે .તે ખ્યાલે સત્યમે ચૂપ રહેવું મુનાસિબ લેખ્યું હતું ! સોન્યા ખુદ અનિકેતના ભાઈ સાથે સત્યમ અને ફ્લોરા જેવી આત્મીયતા ધરાવતી હતી . પોતે શું કરતી હતી ? . તે વાતથી અજાણ તે સત્યમ અને ફ્લોરા વિશે એલફેલ વાત કરતી હતી . પણ એટલું સમજતી નહોતી . તેમના સંબંધ વિશે પણ ' દિન કો ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૮
સત્યમે પોતાની માતા ગીતા બહેન સમક્ષ ના પીવાના શપથ લીધા હતા ! પણ સાથે કોઈ અણબનાવ બનતા સત્યમ ઘણો જ અપ સેટ થઈ ગયો હતો ! તેને કોઈ રીતે જંપ વળતો નહોતો ! વાત સામાન્ય હતી . સત્યમને એક અર્જેંટ લેટર ટાઇપ કરવાનો હતો . તે માટે તેણે ફ્લોરાને બોલાવી હતી ! પણ તે કિચનમાં હતી અને તે કોઈની સાથે વાતચીત કરી રહી હતી .સામે પક્ષે તે જ શખ્સનો હતો જેની સાથે ફ્લોરાને લઈ તેની ચડભડ થઈ હતી .તેની સાથે એવી તે શી વાત હતી ? સત્યમે તેને બોલાવી હતી . ના તો તે આવી નહોતી ના તો કોઈ સંદેશ ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૯
દુનિયામાં અહમ ભંગ થતાં ભલભલા દેવતા શૈતાન બની જાય છે ! જગતનું આ એક મહાન સત્ય હતું જે સત્યમે લીધું હતું . સિનેમા , વાર્તા નવલકથા કે સિરિયલ પણ આ જ વાતને સાર્થક કરતા હતા ! ફ્લોરાએ વારંવાર કૈલાસ ભાઈના અહમ પર જાણ્યે અજાણ્યે પ્રહાર કર્યો હતો . જેનો તેઓ બદલો લીધા વગર નહીં રહે . આ વાતની સત્યમને ધાસ્તી લાગી રહી હતી . કૈલાસ ભાઈ જરૂૂર આ વાતનો બદલો લેશે . સત્યમનેે ગળા સુુધી ખાતરી હતી . પરાજિત ખેલાડી બમણો જુગાર રમે તેવી હાલત હતી .થોડા જ દિવસમાં ફ્લોરાની હકાલપટ્ટી કરવામાં આવી હતી . જેનો ડર લાગતો હતો તે જ ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૦
રાજીવ કુમાર ભલે પોતાના ધંધામાં માહેર હતા છતાં તેઓ સત્યમના હાથે પરાસ્ત થઈ ગયા હતા ! અંદર થી હચમચી હતા ! તેમણે પોતાની અસલી જાત દેખાડી સત્યમને મેનેજમેન્ટ સામે બદનામ કર્યો હતો . આ જ કારણે સત્યમ તે કંપનીમાં કામ કરી શકતો નહોતો . તેણે પુનઃ પ્રેમસનમાં જવાનો નિર્ણય કર્યો હતો . એક ચિઠ્ઠી લખી તેણે રાજીવ કુમારની માફી માંગી પાછા આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી . તેના આવા પગલાંથી રાજીવ કુમારના અહમને પોષણ મળ્યું હતી . તેમણે તરત જ સત્યમને જોબમાં પાછો લઇ લઈ લીધો હતો . ત્યારે તેને રાજીવ કુમારના કારસ્તાનની જાણ નહોતી . જોબ છોડ્યો તે દિવસે ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૧
૬ મહિનાની અંદર જ સત્યમ અખબારી આલમમાં થયેલા અનુભવોથી ત્રાહિમ ત્રાહિમ પોકારી ગયો હતો . તે દરમિયાનમાં સત્યમને શેઠ એસોસિયેટ સાથે સંકળાયેલા એક પરિચિત વ્યકિતની ભલામણથી પુનઃ એક્સપોર્ટ ઇમ્પોર્ટ લાઈનમાં જોબ મળી ગયો હતો .પણ તે વધુ સમય ટકી શક્યો નહોતો . શેેેઠ બ્રધર્સમાં કામ કરતી વેેળા સુુશીલ ગાંધી કંપનીના મુખ્ય કાર્યકર્તા હતા સત્યમને જોડે બિલકુલ ફાવતું નહોતું . સુશીલ ગાંઘીના અતીત વિષે સત્યમ પાસે અમુક વિગતો હતી જેના આધારપર તેણે એક કાલ્પનિક વાર્તાનું સર્જન કર્યું હતું . સુશીલ ગાંધીના કારનામાની આડમાં તેણે કંપનીના અનેક બખાડા સત્યમે ઉઘાડા પાડ્યા હતા . રમેશ દેસાઈની ગાંડી વર્તણુક તેમ જ વ્યવહારે સત્યમને તે જોબને ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૨
છોકરા જોવાની પ્રક્રિયા જારી હતી . કાંઈ કેટલાય છોકરા નિહાળ્યા હતા . પણ ક્યાંય વાત જામતી નહોતી . કેટલાય ક્ષમતાને નાપસંદ કરી હતી . ક્ષમતાને પણ છોકરા પસંદ આવતા નહોતા . એકાદ બે જગ્યાએ વાત બનવાની સંભાવના જાગી હતી . પણ દહેજ નામના દૈત્યએ ખલનાયક બની તેમની આશા પર પાણી રેડી દીધું હતું ! આખરે તેમની આશા રંગ લાવી હતી . ક્ષમતાની સગાઈ થઈ ગઈ હતી . સત્યમે સાદાઈથી લગ્ન કરવાની વાત સ્પષ્ટ કરી દીધી હતી . છોકરાવાળાએ સત્યમની વાત માની પણ લીધી હતી . અને તેણે નિરાંતની લાગણી અનુભવી હતી .દીકરી ઠેકાણે લાગી રહી હતી . આ બદલ સત્યમે ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૩
ચાહ પી ને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા . કમલા તેને અંદર લઇ ગઈ . પોલિસ સ્ટેશન બિલકુલ ખાલીખમ હતું બસ એક માત્ર હવાલદાર સ્ટૂલ પર બેસી ઝોલા ખાતો હતો . કમલાએ તેને ઉંઘમાંથી જગાડ્યો . આંખો ચોળતા ચોળતા તેેેણે સવાલ કર્યો .' ક્યા બાત હૈં . ઇસ સમય ક્યોં આયે હો ? '' સાબ ! યહ મહાશય એક લેખક હૈં ઔર પ્રેમલી કે રિશતેદાર હૈં . વહ ખાસ મુંબઈસે ઉસે મિલને આયે હૈં . બસ દો મિનિટ મિલને દો ! '' અભી કુછ નહીં હો સકતા . આપ લોગ ચાર બજે આઇયે . મુઝે ભી યહાઁ કે કાયદે કાનૂનકો સંભાલનાહોતા ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૪
તે છોકરીએ ન જાન ન પહેચાન તેવી હાલતમાં સત્યમને સવાલ કર્યો હતો . સામાન્યતઃ અહીં આવતા લોકો ખુશી ખુશી જતાં હોય છે જ્યારે સત્યમનો ચહેરો વિલાઈ ગયો હતો . આથી જ તે છોકરીએ સૌજન્ય દાખવી તેને સવાલ કર્યો હતો . આવી ગંદી વસ્તીમાં માનવતાની મહેક નિહાળી સત્યમ ચકિત થઈ ગયો . અને પોતે લૂંટાઈ ગયો હતો . તેે વાત જાણી તે લનાએ સહાનુભૂતિ દર્શાવતા સવાલ કર્યો હતો !' કિસને આશાને આપ કે સાથ ઐસા કિયા ? 'તેનો સવાલ સુણી સત્યમ ચોંકી ઉઠ્યો . તેણે હકારમાં મસ્તક ધુણાવ્યું .' વહ એક હી ઇસ તાલાબ કી ગંદી મછલી હૈં જિસને સારે તાલાબ ...Read More
બડે પાપા-નવલકથા - પ્રકરણ - ૨૫
શુ તે તેેના પિતાજીની છેલ્લી વાર સુુુરત નિહાળી શકશે ?તેેેઓ બધા હાલમાં મુંબઈ પાછા ફર્યા હતા . તો તેમનો થાક પણ ઉતર્યો નહોતો અને માથે મોટી આફત આવી પડી હતી .પિતાજીના મોતનો ભાવિકાને જબરો આઘાત લાગ્યો હતો . તેની આંખોના આંસૂ પણ અટકવાનું નામ લેતા નહોતા . કૃષ્ણ ભગવાને ઈશ્વર લાલની લાજ તો રાખી હતી , સાથોસાથ સત્યમની લાજ પણ રાખી હતી . અને તેને પિતાજીને અગ્નિદાહ દેવાનો મોકો મળ્યો હતો .સત્યમ તેઓ હંમેશા એકલા બધે જતા હતા . તેથી એક જાતની ભયની લાગણી અનુભવતો હતો . તેમને રસ્તામાં કાંઈ થઈ જશે તો ? આ સવાલ તેને ખૂબ જ પરેશાન ...Read More
બડે પાપા-નવલકથા - પ્રકરણ - ૨૬
એક તરફ તે જ્ઞાની હોવાનો દાવો કરતો હતો . અને બીજી તરફ ? સામાન્ય વાત પણ માનવા તૈયાર નહોતો મગજમાં જેે વિચાર આવતો હતો , ક્ષિતિજ એને જ સચ્ચાઈ માનીને ચાલતો હતો . તે અન્ય કોઈનો પણ વિશ્વાસ કરતો નહોતો . આ કારણે ઘરમાં સતત વિવાદ , કંકાસનું વાતાવરણ છવાયેલું રહેતું હતું . મા દીકરા વચ્ચે ૩૬નો આંક હતો . વાતવાતમાં તેઓ વિવાદ કરતા હતા . એક બીજાને ઉતારી પાડતા હતા . અને સત્યમની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી . તે ઘરમાં મિનિટે મિનિટે ઉભો થતો સિનારિયો નિહાળી ત્રાહિમ ત્રાહિમ પોકારી જતો હતો . તેને ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૭
કૃષ્ણા એક છોકરાને પ્રેમ કરતી હતી . તે હલકી જાતિનો હતો . નોન વેજ ખાતી કોમનો સભ્ય હતો . દારૂ શરાબનો પણ કોઈ છોછ નહોતો . એક થી વધારે પત્ની રાખવાનો શિરસ્તો હતો . એવું બધું તેના મોઢે સાંભળવામાં આવ્યું હતું . આ જ કારણે તેણે આ લગ્ન બાબત કોઈ ઉત્સાહ દાખવ્યો નહોતો . તેણે ખુદ પ્રેમ લગ્ન કર્યા હતા . તેમના લગ્ન કરીને ખાસ્સો સમય વીતી ગયો હતો . છતાં પતિ પત્નીમાં જોઈએ તેઓ સુમેળ કે સમજદારીનો અભાવ હતો . આ જ કારણે તેણે આ લગ્નમાં કોઈ ઉત્સાહ બતાવ્યો નહોતો . સત્યમની આર્થિક હાલત પણ કથળી ગઈ હતી ...Read More
બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૮
પૉપ ! નીલા આંટીને ઘરમાં લાવવાનો નિર્ણય કાબિલે તારીફ છે . અમે તો તેમને એક મા નો દરજ્જો આપવા છીએ . આવું કાંઈ થાય તો તમને બંનેને પાછલી ઉંમરે એક દોસ્ત એક સહારો મળી જાય . તેમને પણ પોતાનો રેડીમેડ પરિવાર મળી જાય . ' આ ની સામે ક્ષિતિજની નકારાત્મક સોચ આડે આવી ગઈ હતી . તેણે પોતાના સ્વભાવને આધીન વિરોધ જતાવવાની કોશિશ કરી તો રાધિકાએ તેને રોકી લેતા કહ્યું હતું . ' ક્ષિતિજ ! નીલા આંટી બિલ્કુલ નોખી માટીના છે . તેમના આવવાથી આપણું ઘર એક મંદિર બની જશે . અને જો તેમના લગ્ન બડે પાપા જોડે થઈ ...Read More