નિયતી

(33)
  • 7.9k
  • 0
  • 3.5k

આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એકદમ ચૂપચાપ કામ કરી રહ્યા હતા. જે જગ્યા પર હમેશાં બધા મજાક મસ્તી સાથે ખૂબ હળવાશથી કામ કરતા એ જ જગ્યા પર આજે બધા લોકો એકદમ ગંભીર થઈ પોતાનું કામ કરી રહ્યા હતા. નિત્યા તો એટલી ગંભીર દેખાઈ રહી હતી કે જોઈ ને લાગતું હતું કે કદાચ થોડી વારમાં એનો શ્વાસ બંધ થઈ જશે. બીજા લોકો કામ કરવાની કોશિશ કરી રહ્યા હતા. " નિત્યા, આર યુ ઓકે..??" સર એ આવી ને પૂછ્યું. નિત્યા એ જાણે કાઈ પણ સાંભળ્યું જ ન હોય એમ સર સામે એકદમ ગુમસુમ ચહેરે જોઈ રહી. " આઈ થીંક યુ આર નોટ વેલ.... તારે રેસ્ટ ની જરૂર છે. માનસી પ્લીઝ નિત્યા ને ઘરે છોડી ને આવ. ટેક કેર નિત્યા...!!" સર નિત્યા ને ઘરે જવાનું કહી ને પોતાના કેબિન આવી ગયા.

1

નિયતી - 1

આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એકદમ ચૂપચાપ કામ કરી રહ્યા હતા. જે જગ્યા પર બધા મજાક મસ્તી સાથે ખૂબ હળવાશથી કામ કરતા એ જ જગ્યા પર આજે બધા લોકો એકદમ ગંભીર થઈ પોતાનું કામ કરી રહ્યા હતા. નિત્યા તો એટલી ગંભીર દેખાઈ રહી હતી કે જોઈ ને લાગતું હતું કે કદાચ થોડી વારમાં એનો શ્વાસ બંધ થઈ જશે. બીજા લોકો કામ કરવાની કોશિશ કરી રહ્યા હતા. " નિત્યા, આર યુ ઓકે..??" સર એ આવી ને પૂછ્યું. નિત્યા એ જાણે કાઈ પણ સાંભળ્યું જ ન હોય એમ સર સામે એકદમ ગુમસુમ ચહેરે જોઈ રહી. " ...Read More

2

નિયતી - 2

Part :- 2 " હેલ્લો, મિસ નિયતી...??" નિયતિ ના ફોન પર કોઈ અજાણ્યો કોલ આવ્યો હતો. " યસ... આપને કામ છે મારું..??" નિયતિ એ આતુરતાથી પૂછ્યું. " કોંગ્રેચ્યુલેશન્સ... યુ આર સિલેક્ટ ફોર ધી જોબ. ઓફર લેટર મેઈલ કરી દીધો છે. તમે આવતા મહિનાથી જોબ શરૂ કરી શકો છો." રીસેપ્સનિસ્ટ એ બધી માહિતી આપતા કહ્યું. " યસ.... યસ...." નિયતિ તો એકદમ ખુશ થઈ ગઈ હતી. * નિયતી નો ઓફિસ નો પેહલો દિવસ હતો. નિયતી એકદમ ખુશ હતી અને સાથેસાથે એટલી જ નર્વસ. એક તો આ સાવ અજાણી જગ્યા હતી એના માટે અને ઉપરથી કોઈ વર્ક એક્સપરિન્સ પણ નહોતો. નિયતી ઓફિસ ...Read More

3

નિયતી - 3

Part :- 3 નિયતી ને આખી રાત પણ આ એક જ વિચાર મગજમાં ઘૂમ્યા કર્યો હતો કે એ સ્વીટ વાળો હેન્ડસમ બોય હતો કોણ..?? નિયતી સવારે આવી ને પોતાની જગ્યા પર બેસી ગઈ અને પોતાનું પીસી ઓન કરવા લાગી. " નિયતી, હવેથી તારે અહી નથી બેસવાનું. તારું પીસી અરેંજ થઈ ગયું છે એટલે તારે સામેના ટેબલ પર બેસવાનું છે." કાર્તિકે નિયતિ ને જણાવ્યું. " પણ કેમ..?? " નિયતી હજુ માંડ અહી સેટ થઈ હતી કાર્તિક સાથે જાન પેહચાન થઈ હતી એટલે નિયતિ ને જગ્યા બદલાવની ઈચ્છા બિલકુલ નહોતી. " એ તો ટેમપરરી તારી આ સીટ હતી. તારે ત્યાં અભિષેક ...Read More