લોહિયાળ નગર

(28)
  • 15k
  • 2
  • 6.7k

ગાંધીનગરના હૃદયમાં, ભારતની ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી) અને અમેરિકા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફ.બી.આઈ) એકજુથ થઈ ભયાનક આતંકવાદી સંગઠનના આગલા હુમલાના યોજનાઓને રોકવા માટે સંયુક્ત પ્રયાસ કરે છે. જેમ જેમ તણાવ વધે છે, શહેરમાં એક ક્રૂર સીરિયલ કિલર ભય અને રહસ્યના નિશાન છોડી જાય છે. આ બધી હલચલ વચ્ચે, ઓફિસ રોમાન્સ અને થ્રિલિંગ સસ્પેન્સના જડાયેલ પ્લોટલાઈન એક આકર્ષક કથાની રચના છે જેમાં રસપ્રદ વળાંક અને ખતરાનો સામનો થાય છે. ઘડિયાળના આગળ વધતાં કાંટાએ દરેક ખૂણામાં છુપાયેલા ખતરાઓ બહાર નીકળી આવે છે, સત્યને ખુલ્લું કરવા અને શહેરને અંધકારમાં ધકેલતા મરણની તાકાતોને રોકવાની આ દોડમાં કોણ વિજય પામે છે? જાણો લોહિયાળ નગરમાં. -કીર્તિદેવ.

Full Novel

1

લોહિયાળ નગર - પ્રકરણ 1

ગાંધીનગરના હૃદયમાં, ભારતની ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી) અને અમેરિકા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફ.બી.આઈ) એકજુથ થઈ ભયાનક આતંકવાદી સંગઠનના આગલા યોજનાઓને રોકવા માટે સંયુક્ત પ્રયાસ કરે છે. જેમ જેમ તણાવ વધે છે, શહેરમાં એક ક્રૂર સીરિયલ કિલર ભય અને રહસ્યના નિશાન છોડી જાય છે. આ બધી હલચલ વચ્ચે, ઓફિસ રોમાન્સ અને થ્રિલિંગ સસ્પેન્સના જડાયેલ પ્લોટલાઈન એક આકર્ષક કથાની રચના છે જેમાં રસપ્રદ વળાંક અને ખતરાનો સામનો થાય છે. ઘડિયાળના આગળ વધતાં કાંટાએ દરેક ખૂણામાં છુપાયેલા ખતરાઓ બહાર નીકળી આવે છે, સત્યને ખુલ્લું કરવા અને શહેરને અંધકારમાં ધકેલતા મરણની તાકાતોને રોકવાની આ દોડમાં કોણ વિજય પામે છે? જાણો લોહિયાળ નગરમાં. -કીર્તિદેવ. ...Read More

2

લોહિયાળ નગર - પ્રકરણ 2

પ્રકરણ:૨ અવૈધ આજે પવન ફૂંકાઈ રહ્યો હતો. જો બે મિનિટથી વધારે સમય કાન ખુલ્લા રાખી બ્હાર ફરો તો દુખવા લાગે, માથું ચડે અને શરદી લાગવાની સંભાવના પણ વધી જતી. વાહનો પસાર થતાં બંધ થઈ ગયા હતા. અજવાળું પોંઢવા લાગ્યું. આવી તીવ્ર ઠંડીમાં સૌ પોત-પોતાના ઘરમાં અને ગરમ વસ્ત્રોમાં લપાઈ ગ્યાં’તા. પંખીઓનો કલરવ સંભળાતો બંધ થઈ ગયો. આકાશ આખું સાફ. એક પક્ષી ગગનમાં નહીં. આદમી રખેપાતમાં આવ્યો. ખડકી ખુલવાનો અવાજ સંભળાતા અંદર હુક્કો ગગડાવતો ખેડૂત સજાગ બન્યો. તે ઊભો થઈ દરવાજા પાસે આવ્યો. જાળી પાસે ઉભેલા આદમીએ બંદૂક કાઢી અને સામે તાકી. પળ વારમાં ખેડૂતના કપાળમાં ગોળી ...Read More

3

લોહિયાળ નગર - પ્રકરણ 3

લોહિયાળ નગર પ્રકરણ:૩ પરાનુભૂતિ ત્રિકાળનો અંધકાર ઉજાગર થવા લાગ્યો. એમ તો સવા છ વાગ્યા હતા પણ રાત ખંડિત કાજળ જેમ ઘેરાવા લાગી હતી. ગિફ્ટ સિટીનો અંતિમ દ્વાર ભાગ્યે જ ઉપયોગમાં લેવાતો. સુરક્ષાના ભાગે ત્યાં ચોકિયાત ફરજ બજાવતા. અંતિમ દ્વારનો રસ્તો કાચો-પાકો અને આસપાસ અનુત્પાદક જાડ છોડના થડ રહેવાસી. દ્વાર પાસે જ ચોકી હતી. જેમાં સુરક્ષાકર્મીઓ તેમનો સામાન મુક્તા. એકાદ બેરિયર પણ હાજર હતા પણ કોઈ આવતું-જતું ન હોવાથી ટોલ પાસે આડાઅવળા પડ્યા રહેતા. ઠંડીએ માઝા મૂકી હતી. બેય ચોકિયાત તાપણું કરી બેઠા. મેડ ઇન ચાઈના ફોનમાં ભોજપુરી ગીતો સાંભળી રહ્યા’તા. અર્ધા કલાક બાદ એક ચોકિયાત ...Read More

4

લોહિયાળ નગર - પ્રકરણ 4

લોહિયાળ નગર પ્રકરણ૪: સ્કવોડ સેવન પેયમાનામાં ભરેલો શરાબ અને અવકાશમાં ઢળતો તાપ ઘણીવાર રંગે સરખા લાગતાં, નગરની ઢળતી સંધ્યાએ પ્રસરવા લાગી. પોલીસની ગાડીઓ ઠેરઠેર ફરી રહી હતી. લાઉડ સ્પીકરમાં પોલીસકર્મીઓ ખેતરોમાં કામ કરતાં માણસોને ઘરે જવા કહી રહ્યા હતા. ઠંડીનો પારો સ્થિર થઈ ગયો હતો. આવામાં જો હાથ-પગ પર કોઈ આવરણ ન હોય તો ચામડી મહેસુસ થતી બંધ થઈ જતી, હાથ કડક લાકડા જેમ બરડ બની જતાં. સોસાયટી-મંદિરના બુઝુર્ગ ચોકિયાતો આવી ટાઢમાં ઠૂંઠવાઈ રહ્યા હતા. કોઇકે આમને ધાબળા આપવા જોઈતા હતા પણ કોણ આપે? ઉષ્મા મેળવવા તેમણે ગરમ કપડાં-ટોપી અને દસ્તાના પહેર્યા’તા. છતાં, ઠંડીના લીધે હાથ-પગના સાંધા ...Read More

5

લોહિયાળ નગર - પ્રકરણ 5

લોહિયાળ નગર પ્રકરણ૫: RESCUING THE BETA PILOT વાતાનુકૂલિનમાંથી નીકળતી શીતળ હવા ખંડમાં પ્રસરતી રહી. ખંડ ઠંડો થઈ હતો. એરફોર્સ કમાન્ડર કે.એમ. ભેયરપ્પા, ચીફ માર્શલ વી.આર. ચૌધરી અને આર્મી કમાન્ડર શ્રી પ્રણવ મુખરજી સામે લીએન શાઓ બેઠો હતો. લીએનનો નિર્ણય સાંભળી ત્રણેયે પ્રતિક્રિયા આપી દીધી હતી. તેમની પ્રતિક્રિયા સાંભળવા જ લીએન મૌન બેઠો હતો. સૌએ બોલી લીધા બાદ તેણે ખંડની ખામોશી તોડી. “સર યોજના હાલ અમલમાં નહીં લાવવા પાછળ કારણ છે.” “અને એ શું હશે?” લલાટ પર આંગળી મૂકી રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યું. “આ ડિવાઇસ ચાલુ થઈ જાય છે પણ તેને ડિસેબલ કેવી રીતે કરી શકાય? તે હજુ શોધવાનું બાકી ...Read More

6

લોહિયાળ નગર - પ્રકરણ 6

પ્રકરણ૬: ફેરવેલ માય લવ “રામદયાલજી...” ખભેથી લીએનને ઊંચકી રહેલ ઉત્કર્ષ બોલ્યો: “અમારા પર ગોળીબાર કરવાવાળા આ લોકો કોણ તેની બાજુમાં ઈમેન્યુઅલ ઊભો હતો. જમણી દિશામાં સ્નિગ્ધા અને એથી આગળ દેવર્ષી ઊભી હતી. ડાબી તરફ ગીતાંજલી અને એની આગળ યશવી-અરશ ઊભા હતા. પરોઢના ૩:૪૭ થઈ રહ્યા હતા. ઠંડીથી જાડની ડાળખીઓ-પાન સજ્જડ થઈ ગયા હતા. બરફીલી હવા નિસંવેદનશીલ બની વાઇ રહી હતી. સ્ક્વોડ સેવન ભારતીય સરહદથી ૩.૫ કી.મી. દૂર હતા. ચોપટા ઘાટિ પહોંચવા હજી એક ચઢાણ ચઢીને ઊતરવું બાકી હતું. સામે તરફથી ૬૦ સેકંડમાં છ ગોળીઓ અલગ ખૂણાએ(angle)થી આવી રહી હતી. રામદયાલજીને ખ્યાલ આવી ગયો હતો. એ લોકો ...Read More

7

લોહિયાળ નગર - પ્રકરણ 7

લોહિયાળ નગર પ્રકરણ:૭ INSOMNIA આખી રાત તે જાગી હતી. ૦૨:૧૫ વાગે વૃશ્વિક ઘરની બ્હાર નીકળ્યો હતો. ગીતાંજલી એ જ સ્થિતિમાં બેસી રહી હતી, તે આખી રાત ઘરે ન આવ્યો. છ વાગ્યા. અલાર્મ વાગ્યો એટલે તે ઊભી થઈ અને નાહવા ગઈ. બાથરૂમમાં જઈ અરીસામાં મોઢું જોયું. અનિન્દ્રા અને ચિંતા ભારોભાર લાગી રહી હતી. પોતાની અંદર જીવવાની વૃત્તિ જ ન હોય એમ અનુભવી રહી હતી. જીવનમાં એક વ્યક્તિને અપનાવ્યો એનાથી તે દુખી પામી હતી. ઈચ્છાઓ, સપનાઓ અને શોખ બધા નીરસ લાગી રહ્યા હતા. સામે અરીસામાં એક જીવતી લાશ ઊભી હતી. મરી તો એ પછી હતી. * [૧૯/૦૨/૨૦૨૦] ...Read More

8

લોહિયાળ નગર - પ્રકરણ 8

લોહિયાળ નગર પ્રકરણ:૮ પૂર્વાર્ધ (રાત્રે ૨:૪૯ કલાકે) યોગીતાના પિતા ફોન કરી રહ્યા હતા. ગિફ્ટ સિટીના બંજર પ્રદેશમાં ફોન પડ્યો પડ્યો રણકી રહ્યો હતો, ફ્લેશલાઇટ ચાલુ હતી. લગભગ ૨:૦૦ કે ૨:૧૫એ તે ઘરે આવી જતી, અત્યારે ત્રણ વાગવા આવ્યા. યોગિતા ફોન ન હતી ઉપાડી રહી. તેના મમ્મી-પપ્પાને ચિંતા થવા લાગી. તેના પપ્પાએ ટાવર-IIમાં કોલ કર્યો. ગ્રાઉંડ ફ્લોરના રિસેપ્શન પરથી જાણવા મળ્યું, તે ૧:૩૦ વાગે જ નીકળી ગઈ હતી. હજુ તે ઘરે ન હતી આવી. તેમણે યોગિતાને શોધવા નીકળી પડ્યા. આ નગરમાં મોત આસપાસ ભટકે છે. એવામાં દીકરીનું ઘરે ન આવવું, ફોન ન ઉપાડવા સારા સૂચક ન હતા. મા-બાપ ...Read More

9

લોહિયાળ નગર - પ્રકરણ 9

લોહિયાળ નગર પ્રકરણ:૯ પારદર્શિતા રતનપુર ગામની સીમાએ ચાર બાળકો તેમની રમત પડતી મૂકી કુતૂહલપૂર્વક ટાવર-II તરફ જોઈ હતા. ધુમાડામાં લપટાયેલા ટાવર-II નજીક જવાની ઈચ્છા તો થઈ પણ ડર લાગતો હતો. ત્યાં કંઈક ડરાવનું હશે તો? તે કોઈના પગ ન ઉપડયા. આગળ ચાલવાની હિંમત ન થઈ. બીજી તરફ ઉજ્જડ વિસ્તારમાં ઊભેલો આરવ સફેદ આવરણમાં ઢંકાયેલા ટાવર-IIને જોઈ અચંબિત પામ્યો હતો. મોટરસાઈકલ પર સવાર થઈ તે પાછો ફર્યો. ભંવરે રોનાલ્ડને કોલ કરી પરિસ્થિતીની જાણકારી આપી હતી. ગિફ્ટ સિટી જતાં જતાં રોનાલ્ડને ખ્યાલ આવી ગયો ટાવર-IIમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે. તે ગાડી ચલાવી રહ્યો હતો. જે કર્મચારીઓ ...Read More

10

લોહિયાળ નગર - પ્રકરણ 10

લોહિયાળ નગર પ્રકરણ:૧૦ વિરક્તિ અમદાવાદના પશ્ચિમ છેવાડે બાકરોળ ગામ આવેલું હતું. સાત હજારની વસ્તી હશે. ગામમાં સરકારી નિશાળ, દવાખાનું, પેટ્રોલ પંપ અને બે-ચાર ફેક્ટરીઓ આવેલી હતી. અન્ય નાની મોટી દુકાનો સિવાય કઈ ખાસ ઇમારત ન હતી. ચોતરફ ખેતરોથી આવરેલા ગામમાં સૌ સંપીને રહેતા. સાંજનો સમય થવા આવ્યો હતો. સીમથી ખેડૂત અને મજૂરો કામ પતાવી, પાછા વળવાની તૈયારી કરી રહ્યા હતા. સીમના માર્ગે ચાલતા-ચાલતા એક આદમી અવાવરું લાગતાં ખેતરમાં ઘૂસી ગયો. રખેપાતમાં એક ગોવાળિયો તેની સાઇકલ સરખી કરી રહ્યો હતો. આદમી ગોવાળિયા સાથે મારામારી કરવા લાગ્યો. લાત, ગડદા અને ધક્કા મારી તેણે ગોવાળિયાને ભોંય ભેગો ...Read More

11

લોહિયાળ નગર - પ્રકરણ 11

લોહિયાળ નગર પ્રકરણ:૧૧ મૃત કોણ? “બસ એક આખરી સવાલ જીસકા જવાબ દે તુ મુજે." શોએબે ગુલશોખને કહ્યું. ગુલશોખને ભવનાથ પોલીસ ચોકી લાવવામાં આવ્યો હતો. ઇક્કો દામોદર મંદિરના પાર્કિંગમાં મરાયો હતો. દામોદર કુંડના બ્લાસ્ટથી નગરજનો ગભરાઈ ગયા હતા. ગુજરાત આખામાં સૌને આઘાત લાગ્યો. આવા હમલાઓ આજકાલના નથી, વર્ષોથી થતાં આવ્યા છે. ક્યારેક સમુદાય દ્વારા, ક્યારેક રાજનેતાઓ દ્વારા તો ક્યારેક સંગઠનો અને રાષ્ટ્રો દ્વારા. અંતે મરાય છે તો સામાન્ય માણસ જ. આ નગર આજે લાચારીના શોકમાં ગર્ત થઈ ગયું હતું. બધા પોતપોતાના ઘર ભેગા થવા લાગ્યા, પળવારમાં તળેટી વિસ્તાર સૂમસામ થઈ ગયો. જુનાગઢ પોલીસ સ્ટેશનથી અન્ય ચાર પોલીસકર્મીઓ તળેટી ...Read More

12

લોહિયાળ નગર - પ્રકરણ 12 (છેલ્લો ભાગ)

લોહિયાળ નગર પ્રકરણ:૧૨ અપૂર્ણ ઈન્સ્પેકટર બોહરાએ દિલદારસિંહને કોલ કરી ટાવર-IIમાં જોયેલી લાશનો અહેવાલ આપ્યો. આરવને ત્યાં એમ શંકા લાગી રહી હતી કે તેનો કઈક ભાગ હશે આ બધામાં. માટે દિલદારે કહ્યું હાથકડી પહેરાવો અને એને રાંદેસણ પોલીસ ચોકી મોકલી દો. બંને અફસર જીપ લઈ આરવને રાંદેસણ પોલીસ ચોકી મૂકવા આવ્યા. દિલદારસિંહે ફોન મૂક્યો. વૃશ્વિક ભંવરે એને વાત કરતાં સાંભળ્યો હતો. તેને જાણવાની જિજ્ઞાસા થઈ. તે દિલદાર સમક્ષ જોઈ રહ્યો. “વેલ... જોયું ને, એફ.બી.આઇ.ના કપ્તાન વૃશ્વિક ભંવર... તમને અહીં લાવ્યા સારું થયુંને. અધૂરી કડીઓ જે છૂટી ગઈ હતી તે હવે જોડાવા લાગી છે. લાગે છે જૂની કેસ ફાઇલ ...Read More