‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત એટલી જાણીતી છે કે દરેક જણ તે જાણે છે. જોકે આ કહેવતના અર્થ મુજબ તંદુરસ્તીના નિયમોનું પાલન કરીને આ પહેલું સુખ મેળવવાના પ્રયત્નો બહુ ઓછા લોકો કરે છે એ જુદી વાત છે. પરંતુ જો સાચે જ પ્રયત્નો કરે અને દિલથી કરે, તો પછી સપનાના મહેલમાં રહેતા હોય એવો જીવનનો આનંદ જરૂર પ્રાપ્ત કરી શકે. જીવનમાં સૌથી પહેલું, સૌથી મોટું અને સૌથી અગત્યનું સુખ પોતાની તંદુરસ્તી છે, એ હકીકત એટલી સર્વમાન્ય છે કે તેના વિષે વધુ ચર્ચા જરૂરી નથી. માણસ પાસે ગમે તેટલી દોલત, એશોઆરામ, માન-અકરામ, હોદ્દો, સત્તા, પ્રતિષ્ઠા, કુટુંબ, સગાંવહાલાં, મિત્રો, નોકરચાકર, અનુયાયીઓ, એવાં દુનિયાભરનાં સુખ અને સવલત હોય, પણ જો પોતે તંદુરસ્ત ના હોય, તો આમાંથી કોઈપણ સુખ તેને સારું લાગતું નથી. બીમાર વ્યક્તિ આમાંથી એક પણ સુખની ચીજનો સાચો અને પૂરેપૂરો આનંદ લઇ શકતો નથી. એટલે પહેલું સુખ તે જાતે નર્યા એ નિસંદેહ સત્ય હકીકત છે.
દવા વગર તંદુરસ્ત રહો - 1
(૧) એક મહલ હો સપનોં કા: પહેલું સુખ તે... ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત એટલી જાણીતી કેદરેક જણ તે જાણે છે. જોકે આ કહેવતના અર્થ મુજબ તંદુરસ્તીના નિયમોનું પાલન કરીને આ પહેલું સુખ મેળવવાના પ્રયત્નો બહુ ઓછા લોકો કરે છે એ જુદી વાત છે. પરંતુ જો સાચે જ પ્રયત્નો કરે અને દિલથી કરે, તો પછી સપનાના મહેલમાં રહેતા હોય એવો જીવનનો આનંદ જરૂર પ્રાપ્ત કરી શકે. જીવનમાં સૌથી પહેલું, સૌથી મોટું અને સૌથી અગત્યનું સુખ પોતાની તંદુરસ્તી છે, એ હકીકત એટલી સર્વમાન્ય છે કે તેના વિષે વધુ ચર્ચા જરૂરી નથી. માણસ પાસે ગમે તેટલી ...Read More
દવા વગર તંદુરસ્ત રહો - 2
૨) જાને સે ઉસકે આયે બહાર: કબજિયાતનો ક.. તંદુરસ્તી વિષે લખવાનું શરુ કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે કરવામાં થોડી મૂંઝવણ થઇ. એટલે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર 'ક' થી જ શરુઆત કરીએ અને ક પરથી વિષય મળ્યો કબજિયાત. પ્રિય સ્વજનના આગમનથી જીવનમાં બહાર એટલે કે પ્રેમ અને આનંદની ઋતુ, વસંત ઋતુ આવે છે અને તેના જવાથી આ વસંત જતી રહે છે. પરંતુ કેટલીક તકલીફ એવી હોય છે કે જેના જવાથી જીવનમાં વસંત આવે છે અને આ વાત કબજિયાતના દર્દી જેવુ બીજું કોઈ જાણતું હોતું નથી! ઘણા બધા લોકોને જેની તકલીફ હોય, ...Read More
દવા વગર તંદુરસ્ત રહો - 3
૩) ચૌદહવીં કા ચાંદ: લોહીમાં લોખંડ ટાઈટલમાં લોહીમાં લોખંડ શબ્દો વાંચીને આશ્ચર્ય ના અનુભવતા, કારણ કે ફક્ત મનુષ્ય જ દરેક પ્રાણીના લોહીમાં લોખંડ એટલે કે ‘લોહતત્વ’ હોય જ છે. અરે લોહી નામ જ લોહ એટલે લોખંડ શબ્દ પરથી જ પડ્યું છે! શરીરમાં લોહીની અને લોહીમાં લોહતત્વની અગત્ય એટલી બધી છે કે તેને ‘ચૌદહવીં કા ચાંદ’ની ઉપમા આપી છે. લોહીનો લાલ રંગ લોહીના એક ઘટક રક્તકણને લીધે હોય છે અને રક્તકણનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબીન નામના તત્વને લીધે હોય છે. આ હિમોગ્લોબીન શરીરની તંદુરસ્તી અને શક્તિ માટેનું એક ખૂબ અગત્યનું તત્વ છે અને લોહીમાં તેનું પ્રમાણ ઓછું હોય, ...Read More
દવા વગર તંદુરસ્ત રહો - 4
૪) ચોર મચાયે શોર: શરીરમાં રોગ આપણને રોગ શા માટે થાય છે તે જાણી લઈએ, તો આપણે રોગ થતા શકીએ. મનુષ્યને રોગ થવાનાં કારણો અલગ અલગ સારવાર પધ્ધતિઓ દ્વારા અલગ અલગ રીતે સમજાવેલ છે. આ દરેક પધ્ધતિમાં સારવારના પ્રકાર અને દવાઓના પ્રકાર પણ અલગ અલગ છે. ૧) એલોપથી: આધુનિક વિજ્ઞાન એટલે કે એલોપથી મુજબ રોગો થવાનાં કારણો આ મુજબ છે: બાહ્ય કારણો: Ø બેક્ટેરિયાથી (ટાઇફોઇડ, કોલેરા, ટીબી, ન્યુમોનીયા વિગેરે) Ø વાયરસથી (શરદી, ફ્લુ, ડેંગ્યુ, પોલીયો, કમળો, શીતળા, હડકવા વિગેરે) Ø પ્રોટોજોઆથી (મેલેરિયા, પાયોરિયા વિગેરે) Ø ફૂગથી (ખસ, દાદર, ખરજવું વિગેરે) Ø ભૌતિક કારણો જેવાં કે બહુ ઠંડી, બહુ ગરમી, ...Read More