કર્મયોગી કાનજી

(81)
  • 18.3k
  • 20
  • 8.1k

કર્મયોગી કાનજી 'કાનજી, શું તમે આમ ચૂપ બેસી રહ્યા છો?? કશું કેહવું નથી તમારે? ચૂપ રેહવું એ તમારા અસ્તિત્વને ઠેસ પહોંચાડે છે, તમારી પ્રતિષ્ઠાને પગ નીચે કચડી નાખશે. સાહેબ, હાથ જોડું છું તમને, કાંઈક બોલો. તમારા શબ્દોના વજ્રઘાથી વળતો જવાબ આપો.', સોમજીએ કહ્યું. નાંદોલ ગામ,સીમાડાની નજીકનો પટ્ટો, એમાં કાનજી અને એનો પરિવાર રહે. કાનજી ઉંમરમાં તો 50 વટાવી ચુક્યા હતા છતાં આખા ગામમાં બધા એમને 'કાનજી' કહીને જ બોલાવે. ગામ આખું ગોટે ચડે ત્યારે કાનજી પાસે કોઈકને કોઈક રસ્તો મળી જ રહે. ભણતરમાં તો શું હવે, ૭ ચોપડી ભણ્યા પછી પરિવારની પરિસ્થિતિ લથડતી ગઈ અને માં-બાપ બંનેનો સાથે ઘણા

Full Novel

1

કર્મયોગી કાનજી

કર્મયોગી કાનજી 'કાનજી, શું તમે આમ ચૂપ બેસી રહ્યા છો?? કશું કેહવું નથી તમારે? ચૂપ રેહવું એ અસ્તિત્વને ઠેસ પહોંચાડે છે, તમારી પ્રતિષ્ઠાને પગ નીચે કચડી નાખશે. સાહેબ, હાથ જોડું છું તમને, કાંઈક બોલો. તમારા શબ્દોના વજ્રઘાથી વળતો જવાબ આપો.', સોમજીએ કહ્યું. નાંદોલ ગામ,સીમાડાની નજીકનો પટ્ટો, એમાં કાનજી અને એનો પરિવાર રહે. કાનજી ઉંમરમાં તો 50 વટાવી ચુક્યા હતા છતાં આખા ગામમાં બધા એમને 'કાનજી' કહીને જ બોલાવે. ગામ આખું ગોટે ચડે ત્યારે કાનજી પાસે કોઈકને કોઈક રસ્તો મળી જ રહે. ભણતરમાં તો શું હવે, ૭ ચોપડી ભણ્યા પછી પરિવારની પરિસ્થિતિ લથડતી ગઈ અને માં-બાપ બંનેનો સાથે ઘણા ...Read More

2

કર્મયોગી કાનજી-૨

કર્મયોગી કાનજી-૨ જિંદગીની સફરમાં સમયના સકંજામાં બંને ખેડૂત દોસ્તારોની ધર્મસંકંટમાં પડેલી પરિસ્થિતિ આપણે જોઈ સાથે સમયે કેવું પાનું ફેરવ્યું એ પણ આપણે જોયું. વિજય શહેરમાંથી અચાનક આવે છે અને બધી જ ચર્ચાનો ભાગ બને છે સાથે ઈંસ્પેક્ટર વાકાણી અભિવાદન કરીને પોતાને કામે જાય છે હવે આગળ. 'કાનજી, આજે તો તારો જ દિવસ છે દોસ્ત, મન ભરીને માણી લે. જમીનનું કામ ઉકેલાયું સાથે દીકરો પણ આજે જ આવ્યો અને સૌથી વધારે સારું તો એ થયું કે તારા સારા વિચારની ચમક માનનાં કોઈક ઊંડા ખૂણામાં થઇ અને બીજી વ્યક્તિના ...Read More

3

કર્મયોગી કાનજી-૩

કર્મયોગી કાનજી-૩ આપણે આગળના ભાગમાં જોયું કે શેઠ ધરમચંદ અને વાકાણી વચ્ચે વાતોનો દોર ચાલુ થયો. શેઠ થોડા ઉગ્ર જાય છે એટલે પોલીસ સ્ટેશનમાં શાંતિ જાળવવા વાકાણી કહે છે હવે આગળ, 'વાકાણી સાહેબ, એક વાતની ૧૦૦ વાત કે એ જમીન ખાનદાની લોકોને શોભે એવી છે. જમીનદાર અને જાગીરદાર લોકોના તોલે આવે એ પ્રકારનો ભાગ છે અને એ જમીનના ભોગે અમે કાનજીને પૈસા આપવા તૈયાર છીએ કારણ કે એ જમીન ગામના સીમાડા પાસે છે એટલે આજે નહિ તો ભવિષ્યમાં એના ભાવ આવશે અથવા તો એ જગ્યા પર કોઈ હોસ્પિટલ કે કોઈ કારખાનું બની શકે એવી સરસ જગ્યાને આ કાનજી બરબાદ ...Read More

4

કર્મયોગી કાનજી-૪

કર્મયોગી કાનજી-૪શેઠ ધરમચંદ, વેવાઈ અને શ્વેતા બેઠા છે ત્યાં શેઠાણીજી આવે છે અને કાંઈક અનુરોધ કરવા ઈચ્છે છે.હવે આગળ, આજ દિન સુધી મેં ક્યારેય તમારી સામે બોલવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યારેય કોઈ નિર્ણય પર આશંકા કરી નથી પરંતુ આજે મારુ મન વ્યાકુળ થઇ ગયું છે. આજે વાત મારી દીકરીના ઘરની છે, એના સંસારની છે અને હું મારી દીકરીના આંખના આંસુ જોઈ નથી શક્તિ એટલે આજે મારે બોલવું પડ્યું છે એની માફી ઈચ્છું છું.', શેઠાણી નમ્રતાથી બોલ્યા. 'બોલો શેઠાણી, શું કેહવું છે તમારે?', શેઠ આજુ-બાજુ જોઈને બોલ્યા. 'શેઠ, હું સાચી છું કે ખોટી એ વાતની પુષ્ટિ તમે જ કરજો ...Read More

5

કર્મયોગી કાનજી-૫

કર્મયોગી કાનજી-૫આગળના ભાગમાં આપણે જોયું કે શેઠ ધરમચંદ અને એમના પત્ની સાથેની વાટાઘાટોમાં ખુબ ગહનતા હતી. થોડી ક્ષણોમાં શેઠ વેવાઈ અને જમાઈ સાથે ચાલી નીકળે છે અને કાનજી પાસે આવી પહોંચે છે હવે આગળ,'શેઠ, આપ અહીંયા?? આવો, બિરાજો... આમ ભર તડકે તમારે આવવું પડ્યું? વાત શી છે ?', કાનજીએ નમ્રતાથી કહ્યું. શેઠ ખાટલામાં બિરાજે છે અને સાથે વિજય અને શેઠના જમાઈ પણ બેસે છે. બધા બેઠા પછી કાનજી ચાહ માટે ખેતરમાં કામ કરતા મજુરને બોલાવે છે અને ચાહ-નાસ્તાની વ્યવસ્થા કરવા કહે છે. ગમે તે હોય સાહેબ, ઘરે આવેલ દરેક માણસ દેવ સમાન છે એટલે એમની અગતા-સ્વાગત તો કરવી જ ...Read More