શ્રાપિત પ્રેમ

(45)
  • 43.8k
  • 4
  • 27.8k

શ્રાપિત પ્રેમ, વાર્તા એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક કહાની છે. આપણી પ્રેમને પવિત્ર માનતા હોઈએ છીએ પણ ક્યારેક આ પવિત્ર પ્રેમ ક્યારે શ્રાપિત બની જાય એ કહેવું મુશ્કેલ હોય છે. રાધા નામની ફક્ત ૧૯ વર્ષની યુવતી ની સાથે એવું થયું જેનાથી તેને પણ તેનો પવિત્ર પ્રેમ શ્રાપિત લાગવા લાગ્યો. રાધાનો તે પવિત્ર પ્રેમ સાબિત કેવી રીતે બની ગયો? તેની આ કહાની છે. આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવશે કારણ કે સામાજિક વાર્તાઓ લખવી મારા માટે થોડી મુશ્કેલ છે હું હંમેશા હોરર ટેગરીમાં જ પોતાની વાર્તા લખું છું. કંઈ ભૂલ ચૂક થઈ હોય તો તેને માફ કરીને મારી વાર્તાને વાંચજો. તો આપણે વાર્તા શરૂ કરીએ,,,

1

શ્રાપિત પ્રેમ - 1

નમસ્તે મિત્રો,,શ્રાપિત પ્રેમ, વાર્તા એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક કહાની છે. આપણી પ્રેમને પવિત્ર માનતા હોઈએ છીએ પણ આ પવિત્ર પ્રેમ ક્યારે શ્રાપિત બની જાય એ કહેવું મુશ્કેલ હોય છે. રાધા નામની ફક્ત ૧૯ વર્ષની યુવતી ની સાથે એવું થયું જેનાથી તેને પણ તેનો પવિત્ર પ્રેમ શ્રાપિત લાગવા લાગ્યો.રાધાનો તે પવિત્ર પ્રેમ સાબિત કેવી રીતે બની ગયો? તેની આ કહાની છે. આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવશે કારણ કે સામાજિક વાર્તાઓ લખવી મારા માટે થોડી મુશ્કેલ છે હું હંમેશા હોરર ટેગરીમાં જ પોતાની વાર્તા લખું છુ ...Read More

2

શ્રાપિત પ્રેમ - 2

રાધા તેની બહેન તુલસીની સાથે કોલેજ ગઈ હતી કારણ કે રાધા ને થોડી પુસ્તકો ખરીદવાની હતી. તેની મોટી બહેન રાધા ને તેના સમ ખવડાવી ને કીધું કે જે કંઈ પણ તે જોઈ તેમાંથી એક પણ શબ્દ માં અને બાપુજીને કહેવાનું નથી. નાનકડી અને ભોળી રાધા એ હા કહી દીધું.રાધા કોલેજને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી, કારણ કે ત્યાંનુ વાતાવરણ તેના સ્કૂલ કરતા એકદમ અલગ હતું. તેના ગામડાના સ્કૂલમાં તો છોકરાઓ અને છોકરીઓની અલગ અલગ લાઈન હોય છે. એક આખી લાઈન છોકરીઓની તો સામેની પૂરી લાઈન છોકરાઓની હોય છે અને છોકરાઓ અને છોકરીઓ એકબીજાની સાથે બિલકુલ વાતો કરતા ન ...Read More

3

શ્રાપિત પ્રેમ - 3

રાધા જ્યારે ઘરે બેસીને ભણી રહી હતી ત્યારે તેને તેના પિતા છગનલાલ નો અવાજ આવ્યો જે તુલસીને મારી રહ્યા અને ધમકાવી રહ્યા હતા. રાધા ને તેના પિતા પાસેથી ખબર પડી કે તે તુલસીને કોઈ યુવક ના લીધે મારી રહ્યા છે. છગનલાલ એક તુલસીને એક રૂમના અંદર બંધ કરી દીધી અને દરવાજા પર કરી લગાવીને મનહર બેન ના તરફ જોઈને ગુસ્સામાં કહ્યું." આ દરવાજાને હવે ખોલવાની જરૂરિયાત નથી. આ છોકરી ત્યારે જ ઘરની બહાર નીકળશે જ્યારે તેના લગ્ન થવાના હશે."મનહર બેન તેના પતિથી એટલા બધા ડરી ગયા હતા કે તેમણે તરત જ ડોક હા માં હલાવી દીધી. તેમના ગયા બાદ ...Read More

4

શ્રાપિત પ્રેમ - 4

" એય શું કરે છે જલ્દી બહાર નીકળ."રાધા પોતાના હાથમાં ઝેરનું પડીકું લઈને ઊભી હતી ત્યાં જ બહારથી એક દરવાજા ને મારીને કહ્યું. રાધા એ તરત જ તે પડીકાને સંભાળીને બંધ કર્યું અને તેના બ્લાઉઝમાં છુપાવીને રાખી દીધું. તે જલ્દીથી સફેદ રંગની સાડી પહેરીને બહાર આવી ગઈ." આટલી વાર કેમ લાગી ગઈ શું કરી રહી હતી અંદર?"" સારી પહેરવામાં તકલીફ થતી હતી એટલે."રાધાએ જૂઠું બોલી દીધું." અંદર ચાલ, તને કામ બતાવવાનું છે."તેને ખાખી કલરની સાડી પહેરી હતી તેને રાધા નો હાથ જોરથી પકડી લીધો જેના લીધે રાધા ને દર્દ પણ થયું. " મારું નામ કોમલ છે અને જે કંઈ ...Read More

5

શ્રાપિત પ્રેમ - 5

" નામ શું છે તારું અને શું કામ કર્યું છે તે તારે અહીંયા આવવું પડ્યું?"રાધા તેના ભૂતકાળ વિશે પોતાની તાજા કરી રહી હતી ત્યારે આ અવાજથી તેનું ધ્યાન તૂટ્યું. તેને તો ખબર જ ન પડી કે તે ક્યારનીય અહીંયા જ બેઠી છે. રાધાએ સામે જોયું તો તેની સામે એક 35 વર્ષથી સ્ત્રી બેઠી હતી અને તેની સાથે બીજી એક સ્ત્રી હતી જે કદાચ 30 થી 32 વર્ષની દેખાતી હતી." મારું મોઢું શું જોવે છે? જવાબ આપ શું નામ છે તારું."" રાધા, મારું નામ રાધા ત્રિવેદી છે."જે સ્ત્રી પાત્રીસ વરસની આસપાસની દેખાતી હતી તેને બાજુમાં બેઠેલી બીજી સ્ત્રીના તરફ જોઈને ...Read More

6

શ્રાપિત પ્રેમ - 6

રાધા એના જેલમાં આવી ગઈ હતી પણ ત્યાંનું વાતાવરણ થોડું ગરમ હતું. ક્યાંથી હવા આવવાની જગ્યા ન હતી અને પંખા ની પણ વ્યવસ્થા ન હતી. તેની સાથે રહેતી પહેલી પાંચ કેદીઓએ પોતાનું ગાદલું પાથરી લીધું હતું અને તે જેલના સળિયા ની એકદમ સામે હતું એટલે તે લોકોને બહારથી થોડી ઘણી હવા આવી રહી હતી.એ લોકો ગાદલામાં સુતા હતા અને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા જ્યારે રાધા ત્યાં આવી ત્યારે ચંદા ઊઠીને બેસી ગઈ અને તેના તરફ જોઈને કહેવા લાગી. " તું ઓફિસમાં કેમ ગઈ હતી?"રાધા એ તેની વાતમાં ધ્યાન ન દીધું અને તેને ચૂપચાપ પોતાનું ગાદલ લીધું અને ...Read More

7

શ્રાપિત પ્રેમ - 7

ટન્ ટન્ ટન્ ટન્રાધા ની નીંદર ઘટ વાગવાના અવાજથી તૂટી ગઈ. તેણે જોયું તો બાકીના લોકો પણ ધીરે ધીરે આંખો ખોલી રહ્યા હતા. " બાકી બધું તો ઠીક છે પણ સવારે વહેલા શા માટે ઉઠાવી દે છે આ લોકો?"ચંદા એ ઉઠતા ની સાથે જોરથી કહ્યું. ધીરે ધીરે કરીને બધા દરવાજાને ખોલવામાં આવ્યા અને બધા એક લાઈનમાં પ્રાર્થના માટે બહાર આંગણામાં પહોંચી ગયા. કેમ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી અને પછી બધા દૈનિક કાર્યમાં લાગી ગયા.બધા પોતપોતાના કામ કરી રહ્યા હતા કોઈ બ્રશ કરી રહ્યા હતા અને તેના માટે બધાને દાતણ નાખવામાં આવ્યા હતા. રાધાએ જોયું તો તે બાવડના દાંતણ હતા. ...Read More

8

શ્રાપિત પ્રેમ - 8

આજે ઘંટ વાગવાના પહેલા જ રાધા ને નીંદર ખુલી ગઈ હતી. તેને જલ્દીથી નહાઈને તૈયાર થવું હતું પરંતુ ઘંટ પહેલા જેલના દરવાજા ખુલવાના ન હતા એટલે તે પોતાના જગ્યાએ જ બેસી ગઈ. ત્યાં સમય જોવા માટે કોઈ વ્યવસ્થા ન હતી. જેલની બહાર એક જગ્યાએ ઘડિયાળ હતી તો ખરી, પણ તે અંદરથી દેખાતી ન હતી એટલે સમયનો અંદાજો લગાડવો રાધા માટે મુશ્કેલ હતો. બેસતા બેસતા જ રાધા ને તે દિવસે યાદ આવી જ્યારે પહેલીવાર તુલસી અને મયંક તેમના ઘરમાં આવ્યા હતા.તુલસી જ્યારે તેમના ઘરના બહાર આવી હતી ત્યારે તેણે સલવાર કમીઝ પહેર્યા હતા. તેનું પેટ ખૂબ મોટું દેખાતું હતું અને ...Read More

9

શ્રાપિત પ્રેમ - 9

તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મળવાનો સમય ન હતો અને તેને પણ ન હતી કે તે લોકો કઈ જગ્યાએ છે પરંતુ કોમ્પ્યુટર રૂમમાં અને લાઇબ્રેરીમાં તે લોકોને મુલાકાત થઈ જતી હતી. જમતી વખતે પણ તેને બાકી લોકોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે લોકોની મુલાકાત થઈ ન હતી. સવિતાની સાથે રાધા ને સારી એવી મિત્રતા થઈ ગઈ હતી જ્યાં બીજી તરફ ચંદા અને કિંજલ આમ તો રાધાની સાથે વધારે વાત કરતા ન હતા પરંતુ વચ્ચે વચ્ચે તેની સાથે જ તોછડાઈથી વાત કરી લેતા હતા. તેની સાથેની જે પાંચમી છોકરી હતી તે ...Read More

10

શ્રાપિત પ્રેમ - 10

આજે રવિવાર હતો એટલે રાધા પાસે કરવા માટે કંઈ વિશેષ ન હતું. બાકીના કામ કર્યા બાદ તે થોડીવાર પુસ્તક બેસી ગઈ હતી. જે લોકોના સંબંધીઓથી આવવાના હતા તે બધા ખૂબ ઉત્સાહી હતા. તેને જોયું કે ચંદા અમે કિંજલ પણ ખુશ દેખાય રહ્યા હતા, હંમેશા થી કંઈક અલગ." કિંજલ, તને ખબર છે આજે મારા મા અને બાપુજી આવવાના છે. બે વર્ષથી તેમને જોયા નહોતા પણ આ વખતે તે આવવાના છે."ચંદા ની વાત સાંભળીને કિંજલ એ પણ ખુશ થતા કહ્યું." હા ચંદા બહેન તમને ખબર છે મારો ભાઈ આવવાનો છે. બિચારા પાસે સમયે જ નથી હોતો એ તો આ વખતે મેં ...Read More

11

શ્રાપિત પ્રેમ - 11

બીજા દિવસે સોમવાર હતો એટલે બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા. પાછલો દિવસ એટલે કે રવિવાર જે કેદીઓને માટે ગયો હતો એ લોકો ખુશ હતા અને તેમની ફેમિલીના વિશે વાતો કરી રહ્યા હતા પરંતુ એમાંથી ઘણા એવા લોકો પણ હતા જે દુઃખી હતા અને ગુમસુમ હતા.ઘણા લોકો તેમના પરિવાર વિશે વાત કરી રહ્યા હતા અને તેમને જે લોકો મળવા આવ્યા હતા તેમની જાણકારી આપી રહ્યા હતા પરંતુ રાધા ને તે બધી વાતો સાંભળવામાં કોઈ પણ રસ નહોતો. થોડીવાર પછી તેને ઓનલાઈન ક્લાસ માટે જવાનો હતો એટલા માટે તે જલ્દી જલ્દી પોતાનું કામ કરી રહી હતી.તેનું ધ્યાન એક વખત ચંદાના ...Read More

12

શ્રાપિત પ્રેમ - 12

કિંજલના મૃત્યુ બાદ બે લોકો ત્યાં પૂછપરછ કરવા આવ્યા હતા અને લગભગ બે દિવસ પછીની પૂછતાછ બાદ તે લોકો ચાલ્યા ગયા. રાધા ના જેલના અંદર એક નહીં પણ હવે બે વ્યક્તિ હતી જે કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેઠી રહેતી હતી. એક તો તે છોકરી જે હંમેશા ચૂપચાપ બેસતી હતી અને હવે ચંદા.આમને આમ એક અઠવાડિયું વીતી ગયું પરંતુ ચંદા હવે પહેલાંના જેવી કોઈ ઉપર રાડો પાડી પાડીને બોલતી ન હતી, તે બસ એક જગ્યાએ બેસી રહેતી હતી. એક દિવસ ચંદા તેના ઓનલાઈન ક્લાસીસ થી જ્યારે ફરી પાછી તેના જેલમાં આવી ત્યારે તેને એક નવી દેખાઈ.ચંદા એ જોયું કે ...Read More

13

શ્રાપિત પ્રેમ - 13

" રાધા તું અત્યારે શું કરી રહી છે?"રાધા તેના ભૂતકાળના વિચારોમાં હતી ત્યારે અલ્કા મેડમના અવાજથી તેનું ધ્યાન તૂટ્યું. તેના વિચારોમાં એટલી અટવાઈ ગઈ હતી કે તેને સમયનું ભાન જ ન રહ્યું. તેણે જોયું તો જેલના સળિયા પાસે જ અલ્કા મેડમ ઊભા હતા અને તે રાધા ના તરફ જોઈ રહ્યા હતા." મેડમ મને નીંદર આવતી ન હતી તો મનમાં થયું કે થોડું વાંચી લઉં."રાધા જેલના સળિયા થી થોડી દૂર હતી એટલે તે ઊભી થઈ અને અલ્કા મેડમના પાસે આવીને ઊભી રહી ગઈ, જેનાથી બંનેના વાતચીત થી બાકી લોકોને નીંદર ન ઉડી જાય." અરે પણ અંદર કેટલું અંધારું છે, તને ...Read More

14

શ્રાપિત પ્રેમ - 14

મંગળવારે ઓનલાઈન ક્લાસના ટીચર તેની ટેસ્ટ લેવાના હતા પરંતુ રાધા પાસે સમય નો અભાવ હતો. ક્લાસીસ થી છુટ્યા બાદ રસોઈ બનાવવામાં મદદ કરવા જવાનું હતું અને ત્યારબાદ તે બધા વાસણોને ઘસવામાં પણ મદદ કરવાનું હતું.આ બધું ખતમ કરવા બાદ રાત્રે જેલના અંદર નામ માત્ર ના અજવાળાથી તે બરાબર વાંચી શકતી ન હતી. આ બધું વિચાર કરતા કરતા તે તેના જેલના તરફ જઇ રહી હતી કે કોમલ એ તેને અવાજ દેતા રોકી અને કહ્યું." તને અલ્કા મેડમ બોલાવી રહ્યા હતા."રાધા યાદ કરવા લાગી કે શું એવું કોઈ કામ હતું જેનાથી અલ્કા મેડમ તેને બોલાવી શકે, રાધા ને એવું કંઈ યાદ ...Read More

15

શ્રાપિત પ્રેમ - 15

૨૦૨૦ ના લોકડાઉનના સમયમાં તુલસીના નવમા મહિનાનો કાર્યક્રમ મનહરબેન ની સામાન્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. સુંદર ચણીયા ચોલી રાધા ને જોઈને મયંક તેની નજર રાધા ઉપરથી હટાવી શકતો જ ન હતો.તુલસીનો ખોળા ભરત નો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો અને હવે બસ થોડા દિવસો બાદ જ તેની ડિલિવરી થવાની હતી. મનહર બેન એ પાંચ સ્ત્રીઓને તેમ બોલાવી હતી જે તુલસીને સારા જીવનનો આશીર્વાદ આપી શકે." મનહર બેન આવા શુભ પ્રસંગમાં રાધા અહીંયા શું કરી રહી છે?"બાજુમાં રહેતા રંભી કાકી એ રાધા ના તરફ જોઈને મનહર બેન ને પૂછ્યું. મનહર બેને કાકીના તરફ જઈને કહ્યું." કેવી વાત કરે છે ...Read More

16

શ્રાપિત પ્રેમ - 16

જેલમાં ચારો તરફ શાંતિ હતી અને એવા સમયમાં જે ગાર્ડ બધાનું ધ્યાન રાખતા હોય છે તે પણ ક્યાંક સુસ્તાવી હતા. અડધી રાતનો સમય થઈ ગયો હતો અને એવા સમયે વિભા જે હમણાં હમણાં જેલના અંદર આવી હતી તેને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી.રાધા અને સવિતાબેન એ જોર જોરથી અવાજ કરવાનું શરૂ કરી દીધું હતું જેના લીધે ચંદા પણ ઉઠી ગઈ હતી અને તેની સાથે જે પાંચમી સ્ત્રી હતી તે પણ ઉઠી ગઈ હતી. તે લોકોના અવાજ ના લીધે આજુબાજુમાં જેલમાં આ સુતેલી સ્ત્રીઓ પણ ઉઠી ગઈ હતી." ડરવાની જરૂર નથી લાંબા લાંબા શ્વાસ લે."રાધાએ અવાજની દિશામાં જોયું હતું ...Read More

17

શ્રાપિત પ્રેમ - 17

એક રાત્રે અચાનક જ વિભા જે હમણાં હમણાં જેના અંદર આવી હતી તેને પ્રસવ પેદા શરૂ થઈ ગઈ હતી. સાથે રહેતી પાંચમી વ્યક્તિ એટલે કે નેન્સી ઓગસ્ટસ જે હકીકતમાં એક ડોક્ટર હતી તે વિભાને લઈને ચાલી ગઈ હતી.તેને આજે બે દિવસ થઈ ગયા હતા પરંતુ વધારે કોઈને કંઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. રાત્રે જ્યારે તે લોકો જેલના અંદર હતા ત્યારે ચંદાએ તેમને બાતમી આપતા કહ્યું." મેં બે લેડી પોલીસને વાતો કરતા સાંભળ્યા હતા કે વિભાને શહેરના મોટા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેને દીકરો અથવા દીકરી થઈ છે પરંતુ સરખી રીતે કોઈને ખબર નથી. ખુદા મેડમ પણ હજી ...Read More

18

શ્રાપિત પ્રેમ - 18

વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે તે વાત આખા જેલમાં ફેલાઈ ગઈ રાધા ની કોમલ થી એ વાતની પણ જાણકારી મળી કે બાળક ૯ મહિના પહેલા જન્મ્યું હતું એટલે તેને ૧૫ દિવસ સુધી કાચની પેટીમાં રાખવામાં આવશે.રાધા ને એ પણ ખબર પડી કે તે એક છોકરી હતી એટલે કે વિભા એ એક છોકરીને જન્મ આપ્યો હતો. વિભાગ ની તબિયત ઠીક હતી પરંતુ કદાચ ૨૦ થી ૨૫ દિવસ વધારે હોસ્પિટલમાં રહેવું પડશે કારણ કે બાળક હજી કાચની પેટીમાં હતું.સરકારી ખર્ચે તેને શહેરમાંથી સૌથી સારા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. રાધા એ વાત જાણીને ...Read More

19

શ્રાપિત પ્રેમ - 19

" રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."રાધા અને ડોક્ટર નેન્સી તેમના જેલ માં બેસીને વાતો કરી રહ્યા હતા એ કદાચ અને તેના જીવનની વાતો બતાવવાના હતા પરંતુ તેને પહેલા જ એક સિપાઈ એ આવીને કહ્યું હતું.રાધા અપલક તે સિપાઈ તરફ જોવા લાગી કારણ કે તેને તેની વાતો ઉપર વિશ્વાસ જ આવતો ન હતો. તેને મળવા માટે કોણ આવ્યું હશે એ તેના માટે સૌથી મોટો સવાલ હતો." મને લાગે છે તમે ભૂલથી મને કહી દીધું છે કે કોઈ આવ્યું છે કારણ કે મને મારવા માટે કોઈ નથી આવવાનું."" તારુ જ નામ રાધા મયંક ત્રિવેદી છે ને? જલ્દીથી ત્યાં આવી ...Read More

20

શ્રાપિત પ્રેમ - 20

મનહર બેન ના ચિઠ્ઠીથી રાધા આખો દિવસ ઉદાસ રહી અને તે રાત્રે પણ તેને વાંચવાનું મન ન હતું એટલે ચૂપચાપ તેની જગ્યાએ સુતી રહી. બીજા દિવસે જ્યારે તે ઓનલાઇન ક્લાસમાં ગઈ ત્યારે તેણે તેના સરથી પાછલા દિવસની બધી વાત કરી.તેની સામે તેના જે સર હતા તેનું ચહેરો તો દેખાતો ન હતો પરંતુ સામેથી કોઈ અવાજ આવતો ન હતો એટલે તેનો અર્થ રાધા એવો માની લીધો કે તે રાધા ની વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે. પૂરી વાત ખતમ કરેલા બાદ રાધા એ પૂછ્યું." સર મારે તમને પેરોલ ના વિશે વાત કરવી છે. શું હું થોડા દિવસ માટે ઘરે ન જઈ ...Read More