ડાયરી સીઝન - 3

(4)
  • 2.1k
  • 0
  • 800

ઉનાળો આવે એટલે પોતાની સાથે બે વસ્તુ લઈને આવે, એક બેડ ન્યૂઝ જેવો અસહ્ય ધોમધખતો તાપ અને બીજું ગુડ ન્યૂઝ જેવું મસ્ત મજાનું મોટું વેકેશન. સવારે ઉઠતાં વેંત પાટી દફતર નહીં, પરંતુ બેટ દડો લઈને મેદાનમાં દોડી જવાનો જે સ્વાદ અને નશો છે એ તો જેણે માણ્યો હોય એને જ ખબર પડે. બેટિંગ, બોલીંગ અને ફિલ્ડિંગ, ચોગ્ગા, છક્કા અને આઉટની અપિલ, દોડા દોડી અને ભાગાભાગીનો જે મસ્તી ભર્યો રંગ જામ્યો હોય તેમાં જો કોઈ ભંગ પાડતું હોય તો એ હોય ધોમધખતો તાપ. હોઠ, જીભ અને ગળાને સૂકવવાથી માંડીને પરસેવે રેબઝેબ કરી મૂકવા મથતા તાપ સામે છેક ચક્કર આવવા માંડે ત્યાં સુધી ઝઝુમતા અમને બાળકોને આખરે મમ્મી કે મોટી બહેન ટીંગાટોળી કરીને ફરજિયાત ઘરમાં પૂરે.

1

ડાયરી સીઝન - ૩ - ધોધમાર માટે કાળજાળ

શીર્ષક : ધોધમાર માટે કાળજાળ ©લેખક : કમલેશ જોષી ઉનાળો આવે એટલે પોતાની સાથે બે વસ્તુ લઈને આવે, એક ન્યૂઝ જેવો અસહ્ય ધોમધખતો તાપ અને બીજું ગુડ ન્યૂઝ જેવું મસ્ત મજાનું મોટું વેકેશન. સવારે ઉઠતાં વેંત પાટી દફતર નહીં, પરંતુ બેટ દડો લઈને મેદાનમાં દોડી જવાનો જે સ્વાદ અને નશો છે એ તો જેણે માણ્યો હોય એને જ ખબર પડે. બેટિંગ, બોલીંગ અને ફિલ્ડિંગ, ચોગ્ગા, છક્કા અને આઉટની અપિલ, દોડા દોડી અને ભાગાભાગીનો જે મસ્તી ભર્યો રંગ જામ્યો હોય તેમાં જો કોઈ ભંગ પાડતું હોય તો એ હોય ધોમધખતો તાપ. હોઠ, જીભ અને ગળાને સૂકવવાથી માંડીને પરસેવે રેબઝેબ કરી ...Read More

2

ડાયરી સીઝન - 3 - યે જિંદગી હૈ એક જુઆ

શીર્ષક : યે જિંદગી હૈ એક જુઆ ©લેખક : કમલેશ જોષી "જિંદગીના જુગારમાં દૂડી, તીડી અને પંજાવાળો જેટલું હારે એનાથી અનેકગણું વધારે એકો, દૂડી, તીડી જેવા ઊંચા પત્તાવાળો હારતો કે ગુમાવતો હોય છે." અમારા એક સાહેબે જ્યારે આ વાક્ય કહ્યું ત્યારે અમે કોલેજીયન મિત્રો એકબીજા સામે અને પછી સાહેબ સામે નવાઈ ભરી નજરે તાકી રહ્યા હતા. અમારી તો માન્યતા એવી હતી કે બાવન પત્તા લઈને જ્યારે જુગારીઓ તીન પત્તી રમવા બેઠા હોય છે ત્યારે ઊંચા પત્તાવાળો જીતતો હોય છે અને નીચા પત્તાવાળો હારતો હોય છે પરંતુ અમારા ફેવરિટ સાહેબ તો એક્ઝેક્ટલી આનાથી ઉલટું કહી રહ્યા હતા. “શું તમે કદી ...Read More

3

ડાયરી સીઝન - 3 - પેટ સાફ તો સબ કુછ માફ

શીર્ષક : પેટ સાફ તો સબ કુછ માફ ©લેખક : કમલેશ જોષીઅમારા એક વડીલ કહેતા ‘પેટ સાફ તો સબ માફ’. અમારા એક મિત્રને ભજીયા બહુ ભાવે. પેટ ગમે તેવું બગડેલું હોય, ભજીયા જોઈને એનું મન કાબૂમાં ન રહે. સહેજ આગ્રહ કરો કે તરત જ એક પ્લેટ તો ચટ કરી જ જાય. બે વાર તાણ કરો એટલે બીજી પ્લેટ ઉપાડી લે. સહેજ વધુ ખેંચો તો ત્રીજી અને ચોથી પણ ગટકાવી જાય. એમાંય જો વચ્ચે યાદ કરાવો કે ‘ભાઈ, તું આવ્યો ત્યારે કહેતો હતો કે તારા પેટમાં ગરબડ છે, એટલે જરા ધ્યાન રાખજે’ એટલે એ ભાઈ બે ક્ષણ તમારી સામે તાકી ...Read More