જાણીતા વ્યક્તિઓની અજાણી વાતો

(41)
  • 35.8k
  • 6
  • 16.4k

આપણા જીવનના આમ તો આપણે જ આર્કીટેક્ટ હોઇએ છીએ અને સગવડ-અનુકુળતા મુજબ ડીઝાઇન બનાવતા કે બદલતા હોઇએ છીએ, આગળ વધીએ છીએ. આ આગળ વધવાની પ્રક્રીયામાં કોઇ એકાદ હાથ પકડે, કોઇ પ્રેરણાસ્રોતને ઝંખે, તો કોઇ પ્રેરણામૂર્તિ શોધે.. સાદી ભાષામાં સૂરજ સામે ઉભા રહીએ તો એનાં એક કિરણનો સ્પર્શ પણ ઘણી ઉર્જા આપી શકે. આ 'પ્રેરણાદાયી પ્રતિભાઓ' શ્રેણીમાં વિશ્વના કેટલાક એવા વ્યક્તિઓની વાત છે કે જેના જીવનમાંથી ઘણું શીખવા મળે છે. આ સફળ લોકો ચપટી વગાડતા જ ટોચ પર નથી પહોંચ્યા, સંઘર્ષમાંથી સમૃધ્ધિ મળી છે એમને. એમની લાર્જર ધેન લાઇફ જેવી કથામાથી થોડું સંકલિત-સંક્ષિપ્ત અહીં મુક્યું છે.. આચમન છે પણ, અસરકારક છે.

New Episodes : : Every Tuesday & Friday

1

એડ શીરન

માથામાં લાલ વાળ, જાડા કાચના ચશ્મા અને થોથવાતી જીભ - ઘણા બાળકોમાં હોય એવી આ શારીરીક ઉણપો આ બાળકમાં હતી. જો કે, એ જે સ્કુલમાં ભણતો હતો ત્યાં આ ઉણપો શિક્ષા,અણગમા અથવા હાંસીને પાત્ર બનતી. આ જ બાળક એની સંગીતની ઘેલછાને કારણે ગલીઓમાં, રસ્તા પર ગાતો અને ક્યારેક સુઈ જતો રસ્તા પર. પણ, પોતાના મસ્ત ગિટાર વાદન, મધુર શબ્દો અને કર્ણપ્રિય અવાજના જોર પર દુનિયા સર કરવાના ઇરાદા હતા અને એવી સંભાવનાઓ પણ હતી એના સંગીતમાં એટલે જ એ એક લોકપ્રિય સંગીતકાર,ગાયક બની શક્યો. વાત કરવાની છે પ્રખ્યાત ગાયક, સોંગ રાઇટર એડ શીરન વિશે. ઇંગ્લેન્ડમાં વેસ્ટ યોર્કશાયરના હેલીફેક્સ શહેરમાં ...Read More

2

ઇલોન મસ્ક

ઇલોન મસ્ક - Elon Musk દક્ષિણ આફ્રીકાનું પ્રિટોરીયા શહેર. ત્રિતાલી મગજ અને પથ્થર હ્રદયનો એક માણસ. એ એટલો કઠોર કે એના કુમળા પુત્રને પણ હેરાન કરે છે. એ બાળકની બદનસીબી એ છે કે એની સ્કુલમાં પણ એને શિક્ષકો અન્ય વિદ્યર્થીઓની મારઝુડ અને ગુસ્સાનો ત્રાસ સહન કરવો પડે છે. સ્કુલમાં મસ્તીથી ભણવાની અને ખેલ-કુદની, ઘરમાં મા-બાપના લાડ-પ્રેમ મેળવવાની ઉમરમાં એક બાળક બન્ને જ્ગ્યાએથી ત્રાસ અને હેરાંગતી સહન કરે છે. બાળપણ નંદવાઇ જાય છે. શું આ બાળક આ સ્થિતીને સ્વીકારી લે છે ? આ બાળક જુદી માટીનો અને જુદા જુસ્સાનો છે. એ આ પારાવર મુશ્કેલી, વિઘ્નો, અને કપરા સંજોગો સામે લડે ...Read More

3

સર આઈઝેક ન્યુટન

"તમે જે જાણો છો એ એક બુંદ માત્ર છે, જે નથી જાણતા એ અગાધ સમુદ્ર છે". આવું ગહન વિધાન વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકના જીવન વિશે, એમના વિકટ સમય વિશે કે પાંગળા બાળપણ વિશે જાણીએ તો એમના પ્રત્ય્રેના આદર અને સન્માનમાં ચોક્કસ વધારો થશે. 4 જાન્યુઆરી 1643 ના દિવસે, ઇંગ્લેન્ડના વુલ્સથોર્પે ગામમાં એક અભણ ખેડુતના ઘરે આ 'જીનીયસ' નો જન્મ થયો. પ્રિ-મેચ્યોર જન્મ હોવાને કારણે શરીરે સાવ નાજુક અને નબળુ બાળક એક દિવસ પણ જીવશે કે નહીં એ પ્રશ્ન હતો. દુનિયામાં આવ્યાના પ્રારંભે જ અંતનો પ્રતિકાર કરનાર આ બાળક સામે અનેક પડકારો હતા. કમભાગ્યની શરૂઆત જન્મ પહેલા જ થઈ ગયેલી, પિતાએ આ ...Read More

4

યુ.વી.એસ. પ્રભાસ રાજુ

ઉપ્પલાપતિ વેંક્ટ સત્યનારાયણ પ્રભાસ રાજુ. આ માણસ અત્યારે સમગ્ર ભારતમાં મોટો ચાહક વર્ગ ધરાવે છે... હા, યુ,વી,એસ, પ્રભાસ રાજુ તો આખાવિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે એના એક અજાયબ કામને કારણે. એને જોવા, ઓટોગ્રાફ લેવા લોકો પડાપડી કરે હો !. પછી એ ચેન્નાઇમાં હોય, બેંગલુરૂ કે અમદાવાદ કે અમેરીકા. છે કોણ પણ આ આટલા મોટા નામ વાળો માણસ. અરે ! સિલ્વર સ્ક્રીનનો સ્ટાર છે. નામ મોટું તો ખરૂં...ને કામ તો આહા.. 2015 નું એ વર્ષ ને .. મહામોટું નામ કરી ગયો આ માણસ એની મહાકાય સ્ક્રિન પ્રેઝંસને કારણે..! 23 ઓક્ટોબર 1979. ચેન્નાઇમાં શ્રી એસ.રાજુ,તેલુગુ ફિલ્મોના પ્રખ્યાત પ્રોડ્યુસરને ત્યાં આ સ્ટારનો ...Read More

5

ગેરી વેનરચક

"માય ડીયર ફાધર. આપણા ઘરની બહાર.. આઇ વોન્ટ ધેટ શુ કહેવાય એને .. આઇ ફરગોટ.. ..યેસ - સ્ટેન્ડ... !! યુ નોવ ! - મુકી આપોને !" "ઓહ ! યુ આર જ્સ્ટ 6 યર્સ ઓલ્ડ.... રમવા અને ભણવાની આ ઉંમર છે.. બાય ધ વે શું કરવું છે આ Stand મુકીને ?" "Lemonade - લીંબુનું શરબત વેચીશ" આંત્રપ્રિનોરશીપ - સ્વતંત્ર વ્યવસાય - ની ઇચ્છા હોવી, એ માટેની સજ્જ્તા કેળવવી એ આજના સમયના સંદર્ભે સામાન્ય વાત કહેવાય પણ,, માત્ર 6 વર્ષના ટાબરીયાને એનો ચસકો લાગે એ સુખદ આશ્ચર્યની વાત છે. આપણે ત્યાં એક કહેવત છે 'પુત્રનાં લક્ષણ પારણામાથી'. આ એને થોડેઘણે અંશે ...Read More

6

લીઓનાર્ડ દ વીંચી

2024 ની આ સાલ છે. શહેરોથી દુર કુદરતી ખજાનથી ભરપૂર એક જ્ગ્યા પર થોડા શિલ્પકારો, ચિત્રકારો, લેખકોને 30 દિવસ સગવડ સાથે રાખવામા આવે છે.. એ સહુને ઉત્તમ કૃતિ સર્જવાનું કહેવામાં આવે છે.. 30મા દિવસે જાહેરાત થાય કે આનો રીવોર્ડ 400 વર્ષ પછી મળશે !! કોણ સ્વીકાર્શે ? .. ... હતો એક ચિત્રકાર જેણે સદીઓ પહેલા કંડારેલ કલાકૃતિઓ ખરેખર 400 વર્ષ પછી જ ધ્યાનમાં આવી..ને હવે આજ સુધી લોકોના દિલમા રાજ કરે છે ..... આ મુફલિસ, અલ્ગારીની ઝીંદગીના કલરફુલ અને બ્લેક & વ્હાઇટ કેનવાસ જોવા જેવા છે .. .......... .......... .......... યુગે યગના સર્વોચ્ય પ્રેરકબળ એવા શ્રીકૃષ્ણે કહેલ ...Read More

7

જસપ્રીત બુમરાહ

'આ બોલીંગ સ્ટાઇલ સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ્સ માટે પણ વેલીડ નહીં થાય' - ક્રિકેટ એકેડેમી. "મારી બોલીંગમાં પેસ છે, અટેકીંગ છે, વિકેટો તો લઉં છું " "સ્ટ્રીટ ક્રિકેટમા ચાલે, પ્રોફેશનલ ક્રિકેટ માટે યુ હેવ ટુ ચેઈન્જ ધેટ - વર્ક હાર્ડ !" "આઇ વીલ કીપ બોલીંગ વીથ ધીસ સ્ટાઇલ, વીલ મેઈક ઇટ હાર્ડ ટુ પ્લે ફોર ધ બેટ્સમેન" "મા, મારે ક્રિકેટના મેદાનમાં ધુમ મચાવવી છે, એને માટે સાધનો - કીટ - જોઇશે" "પુત્તર, તુ ઠહર જા કુછ દીન.. લા દુંગી. અભી પૈસે નહીં હૈ ઇસકે લીએ": .......... .......... .......... Bumrah is ready to bowl next delivery, his captain ...Read More

8

જીમ કેરી

"આજે મારે નામે 10 મીલીયન ડોલરનો ચેક લખી રાખું છું. આ રકમ મારા એકાઉન્ટમાં ખરેખરે જમા થાય એ માટે એક કરી દઈશ. લોકોને ખડખડાટ હસાવું છું , એક સ્માઇલ મારે પણ કરવુ છે...." Teen Age માં 8 મહીના એવા ગયા કે દિવસ-રાત ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક થયેલી કેમ્પર વાનમાં વિતાવવા પડ્યા.. રહેવા માટે ઘર પણ ન હતું એટલી ગરીબી હતી. .......... .......... .......... કેનેડા કે અમેરીકા જેવા વિકસીત દેશોમાં જન્મ હોય, કેટલીક ખાસ કળા આવડતી હોય એવા દરેકના ભાગ્યમાં ગુલાબની પાંદડીઓ પર ચાલવા જેવું મસ્ત અને મોહક જીવન નથી હોતું. ડગલે ને પગલે કાંટા ભોંકાતા હોય એવી પીડા ...Read More

9

Mr.Bean

આ નામમાં એવો જાદુ છે કે, નામ કાને પડે ને તરત જ એનો ચહેરો, એ પરાણે હસાવે એવા હાવભાવ સામે આવી જાય. એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર અભિનય અને ચહેરાના હાવભાવ પર જ લોકોને દરેક ટી,વી, શોમાં સતત હસાવવાની વિશીષ્ટ ક્ષમતા ધરાવનાર આ સુપર્ સક્સેસફુલ કોમેડી લીજેન્ડ Mr.Bean કોઇ જ ઓળખાણના મોહતાજ નથી. અહીં ઉદ્દેશ્ કેટલીક હકીકતો જણાવવાનો છે. આપણને હાસ્યની છોળો ભરેલા મસ્તમજાના મેદાનમા લઈ જનાર આ અદભૂત કલાકાર પોતે કેવા અટપટા અને કાંટાળા રસ્તે ચાલીને અહી પહોંચ્યા છે એ એમની અંગત ડાયરીનાં પાનાં સમાન વાતો બધા સામે મુકવી છે. એ સહજ દેખાતા હાસ્યને ચહેરા સુધી પહોંચાડતા ...Read More

10

જેનીફર લોપેઝ

"એ દિવસોમાં રોજ પીઝાનો એક ટુકડો ખાવા મળતો આ સ્થિતિ 2 વર્ષ સુધી સહન કરી. આ દરમિયાન ક્લ્બ્સમાં ડાન્સ સિંગીંગ કરતી. છેવટે એક બહુ મોટું કામ મળ્યુ. આ કામ મળવું એ મારે માટે તો સ્વપ્ન સાકાર થવા સમાન હતું. અહીં પહોંચવા માટે આખું જગત ઉંધું-ચત્તું કરવા તૈયારી હતી. સહેજ પણ નમતું જોખ્યું નથી એ માટે." - જેનીફર લોપેઝ કેટલીયે રાતો ડાન્સ સ્ટુડીયોમાં સુઈને ગાળી છે, કેટલાય વર્ષો ઘરની છત વગર વિતાવ્યાં છે અને દિવસોના દિવસો ભૂખ્યા પેટે કાઢ્યા છે ..વિશ્વ વિખ્યાત હોલિવુડ એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ફેશન ડીઝાઇનરની ભવ્ય ઓળખાણ મળી એ પહેલા. જાણીએ એ વ્યક્તિ વિશ.. 24 જુલાઇ ...Read More

11

મેકડોનાલ્ડ બ્રધર્સ - રે ક્રોક

વિશ્વના 118 દેશોમાં, 40,275 રેસ્ટોરન્ટ્સ - અલગ - અલગ નહીં એક જ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝ - લંડન હોય કે લક્ઝેમ્બર્ગ, હોય કે એમ્સ્ટર્ડમ બર્ગરથી માંડીને મેનુમાં હોય એ બધી જ વસ્તુઓ એક જ ટેસ્ટની મળે. (દેશ અને સ્થળ પ્રમાણે વેજ-નોનવેજ મેનુ અલગ હોય એ સિવાય). ફુડ ચૈનઈન ક્ષેત્રે આ અનોખી સિધ્ધી છે. આ ચેઈનની પહેલી કડી સુધી પહોંચવા ક્યાં જવું પડે ? કોણ છે આના પાયામા અને ચણતરમાં? - વાત બ્રાન્ડની છે પણ, એની પાછળ તો ખાસ વ્યક્તિઓ છે જે આ 'યમીઇઇઇ.. ' પ્રોડકટસના પ્રોડ્યુસર્સ છે - ડીરેક્ટર્સ છે- બન્ને એક જ છે કે અલગ છે ? આ જ તો ...Read More

12

તબ્બુ

તારે ફિલ્મો નથી કરવી, એક ફિલ્મ માત્ર નામની જ કરી, બીજી કારકિર્દીમાં રસ છે બધું બરાબર - આ એક ફિલ્મ બસ, પછી આ રંગીન દુનિયા છોડી શકે છે." 1987 નું એ વર્ષ હિન્દી ફિલ્મોના દિગ્ગજ દિગ્દર્શક શેખર કપુર નવી ફિલ્મ બનાવી રહ્યા હતા. 'પ્રેમ'. જેમાં સંજય કપુર સાથે હિરોઇનનો રોલ તબ્બુને ઓફર કર્યો. તબ્બુએ એ સમયગાળામાં 'ફિલ્મ તો નહીં જ કરૂં' એવો સ્પષ્ટ નિર્ણય લઈ લીધેલો. એ સમયે પારખુ દિગ્દર્શકે પોતાની ફિલ્મ માટે તબ્બુને મનાવી, એક સંકેત આપ્યો કદાચ. ફિલ્મી દુનિયામાં ન પ્રવેશવાનું કોઇ ખાસ કારણ ન હતુ, એટલે જ 1994માં માતા રીઝવાનાના પક્ષે સગપણમાં થતા જાણીત ફફિલ્મ કલાકાર ...Read More

13

ચાર્લી ચેપ્લિન

ધારો કે તમને કોઇ મિત્ર એવી ઓફર આપે છે કે - થિએટરમાં એક ફિલ્મ જોવા જવાનું છે. ફિલ્મ શરૂ એ પહેલા આંખ બંધ કરી દેવાની. ફિલ્મ શરૂ થાય એટલે મિત્ર સ્ક્રીન પર આવતા એક કેરેક્ટરનું વર્ણન કરશે. ફિલ્મ - મૂક ફિલ્મ (Silent Movie) છે. જો તરત ઓળખી જાવ તો ફિલ્મની ટીકીટ્ના પૈસા એ આપશે. ન ઑળખો તો તમારે આપવાના, તમે ઓફર સ્વીકારો છો. થિએટરમાં પહોંચ્યા. આંખો બંધ કરી, ફિલ્મ શરૂ થઈ, મિત્ર વર્ણન કરે છે - બેગી પેન્ટ. ઇન-શર્ટ. કોટ. માથે નાની હેટ, ટીપીકલ મુછ. હાથમાં નેતરની લાકડી. શુઝ. વિશીષ્ટ ચાલ. સાચુ કહેજો માત્ર મિત્રનો ઉત્સાહ ટકી ...Read More

14

વીનસ અને સેરેના વિલીયમ્સ - રીચર્ડ વિલીયમ્સ

"ઓહ ગોડ ! એક ટેનિસ ટુર્નામેન્ટ જીતવાનું ઇનામ 40,000 ડોલર ! આટલા તો હું આખા વર્ષમાં નથી કમાતો !" ટેલિવીઝન પર ટેનિસની એક મેજર ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોઈને, જીતેલી ટેનિસ પ્લેયરને મળેલ આ ઇનામી રકમ જાણીને રીચર્ડ વિલીયમ્સનો આ ઉદગાર હતો. આ કિસ્સો બન્યો 1980 માં. આ પછી તરત જ રીચર્ડને નિર્ણાયક વિચાર આવ્યો "આવનારા વર્ષોમાં મારી દિકરીઓ પણ ટેનિસ રમશે":. રીચર્ડની પ્રકૃતિ 'તરત દાન ને મહાપુણ્ય' પ્રકારની હશે, એણે તો એની દિકરીઓ ટેનિસમાં આગળ કઈ રીતે વધશે એનો પ્લાન બનાવવાનુ શરૂ કરી દીધુ ને 78 પાનાનો દસ્તાવેજ બનાવી દીધો. અમેરીકાના કેલિફોર્નિયા સ્ટેટના કોમ્પટન શહેરમાં આ લોકો રહે. એ ...Read More

15

સચિન તેંડુલકર

મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા મારી દીધા હોય એ આગળ જતા ચાહકો માટે 'ક્રિકેટના ભગવાન' તરીકે જ પુજાય ને ! સ્કુલે જાય પણ, ભણે નહીં. મન જ ન લાગે એનું. ક્લાસ રૂમમા હોય ત્યારે પણ જીવ તો રમતના મેદાનમાં જ હોય. 4 સંતાનોમાં સૌથી નાના એવા 'બરખુરદાર' ના માતા-પિતાને ખ્યાલ આવી ગયો કે આનો 'ક્લાસ' અલગ છે. જો કે, એ વખતે કોઇને એ ખબર ન હતી કે આ એક અદ્વીતીય સિધ્ધીઓ સર્જવા સર્જાયેલ વ્યક્તિત્વ છે જેને 'ટેક્સ્ટ બૂક્સ' કરતા 'રેકોર્ડ બૂક્સ' ને વધારે મહત્વ હશે. એ પોતે બહુ મોટો શિક્ષક બનશે. ...Read More

16

સ્મ્રુતિ મંધાના

ભારતમાં ક્રિકેટની રમતમાં મહિલાઓ ઘણા વર્ષોથી આગવું પ્રદાન કરે છે.1976થી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે રમે છે. એ લોકોને કદાચ શાંતા રંગાસ્વામી કે ડાયેના એદલજી જેવાં નામો યાદ પણ હશે. છેલ્લા દ્સકાથી આખા વિશ્વનું ધ્યાન ખેંચે છે આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. એનું પહેલું કારણ આ રમતની સમગ્રપણે વધેલી લોકપ્રિયતા. યુવક-યુવતીઓનો કોમન ઇન્ટરેસ્ટ બની ગઈ છે આ રમત. બીજું મહત્વનું કારણ છે કે છેલ્લા થોડાં વર્ષોથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રય સ્તરે ખૂબ સારૂં પ્રદર્શન કરી રહી છે. વિશ્વના અન્ય દેશોની મહિલા ક્રિકેટ ટીમ પણ એવો જ સબળ દેખાવ કરી રહી છે. આ બધાં જ કારણોસર મહિલા ક્રિકેટમાં ...Read More

17

શકીરા

"ડેડી એન્ડ મોમ, લીસન ટુ ધીસ સોંગ. પછી તમારે મને એ કેવું છે એ કહેવા 10 સ્ટારમાંથી સ્ટાર આપવાના." 8 વર્ષની નાની છોકરીએ આટલું કહી, હાથમાં ગીટાર લઈ ગાવાનું શરૂ કર્યુ. બન્ને જણા ભાવવિભોર થઈ ગયાં. બે કારણો હતાં. પહેલું તો લાડકી દિકરી ગાઇ રહી હતી. બીજું એના શબ્દો બહુ મસ્ત, અસરકારક હતા જે દિકરીએ જ લખ્યા હતા અને કમ્પોઝ કર્યા હતા, 8 વર્ષની પુત્રીનું ભવિષ્ય ઉજળું જોઈ રહ્યા હતા એ લોકો. "10 માંથી 11 સ્ટાર !! " "હાઉ કમ - 11 Out of 10 ?" "10 સ્ટાર પુરા અને 1 તું પોતે માય ડીયર ચાઇલ્ડ !" "લવ યુ ...Read More

18

જય શેટ્ટી - ભાગ 1

ભાગ 1 લંડનની એક શાળામાં પ્રાયમરી સ્ટાન્ડર્ડનો ક્લાસ છે ક્લાસના એક ખૂણામાં એક પ્રમાણમાં વધુ વજન વાળો બાળક, કશું વગર બેસી રહે છે. બીજા છોકરાંઓ એને 'જાડીયો' કહીને ખીજવ્યા કરે. આ કારણે બાળકને શરમ આવે. રડવું આવે. આ શરમ અને સંકોચની પ્રકૃતિને કારણે ક્લાસમાં શિક્ષકો કંઇ પુછે તો એનો જવાબ ન આપે- ભણવામાં રસ પણ ઓછો થતો જાય - એટ્લે શિક્ષકોનો ગુસ્સો અને માર સહન કરવો પડે. ઘરે જઈ માતા-પિતાને વાત કરે. માતા પ્રેમથી સમજાવે.... શાળામાં આવીને શિક્ષકો સાથે વાત કરે .. બીજા છોકરાંઓને પણ પ્રેમથી સમજાવે - બાળકને શાળા પ્રત્યે અણગમો રહે પણ મા ના પ્રેમ ને કારણે ...Read More

19

જય શેટ્ટી - ભાગ 2

ભાગ 2 (વિશ્વ પ્રસિધ્ધ પોડકાસ્ટર, ઇન્ફ્લુઅન્સર, ઓથર જય શેટ્ટી વિશે પહેલા ભાગમાં એમના સ્કુલ સમયના અનુભવો - એમના વધારે કારણે થતી તકલીફો, એમનો એ સમયનો સ્વભાવ્, હાઇસ્કુલમાં ટીન એજ તોફાનો - કોલેજ અને કારકિર્દી વિશેના વિચારો અને એ જ સમય દરમિયાન ઇસ્કોનના એક 'મોન્ક' - સાધુના લેક્ચરમાં મળેલ એક મહા પરીવર્તનના સંકેત સુધી જાણ્યુ . હવે આગળ) "મારે ભારત જઈ અને IsKCon મા જોડાઇ સધુ જીવનનો અનુભવ કરવો છે." ઘરમાં લગભગ બોમ્બ પડ્યો હોય અને જે આંચકો લાગે,સન્નાટો છવાઇ જાય એવું વાતાવરણ થઈ ગયું. કેટલીયે મિનીટો એ ઘેરી ચુપકીદીમાં પસાર થઈ ગઈ. "નક્કી કોઈએ બ્રઈન વોશ કર્યો છે. આજકાલ ...Read More

20

જસ્ટીન બીબર

જસ્ટીન બીબર 2017 નું વર્ષ હતું એ.. આખા ભારતમાં સંગીતના ચાહકો. પાશ્ચાત્ય સંગીતના ચાહકોમાં ભારે ઉત્સાહ હતો. એક વિશ્વ ગાયક ભારતમાં કોન્સર્ટ કરવા આવી રહ્યા હતા. કોન્સર્ટની ટીકીટ મળવાની શરૂ થઈ .. ઓછામાં ઓછી ટીકીટ Rs.4000 માં મળતી હતી. હ્જી એ સ્લોટમાં ટીકીટ બુક થઈ ન થઈ ત્યાં તો ટીકીટના દરનો ફૂગ્ગો ઉંપરને ઉપર જતો ગયો - આ સિંગર વિશે જાણતા હતા એ આ ઉંચા રેઈટ્સને સ્વીકારીને કહેતા - ' આવે છે કોણ ? એ તો જુઓ' અજાણ્યા અને માત્ર ગોસીપ કરનારા કહેતા 'એવો તો કોણ ગાવા આવે છે ? - 76,000 ! એક ટીકીટના બોલાય છે - લુંટે ...Read More

21

લેરી પઈજ અને સર્જઈ બ્રીન

લેરી પઈજ અને સર્જઈ બ્રીન આપણે ઇતિહાસમાં નજર કરીએ તો એક પાત્ર છે જેને 'હાજર જવાબી' એવું કહેવાય વિશેષણ તરીકે. એ પાત્ર એટલે ??? - યેસ યુ ગોટ ઇટ રાઇટ - બીરબલ. બાદશાહ અકબરના દરબારનાં નવ રત્નોમાંના એક બીરબલ. એની પાસે કોઇ પણ પ્રશ્નનો જવાબ મળતો. કોઇ પણ સમસ્યાનો કે કોયડાનો ઉકેલ મળતો. વર્ષો વીતતાં ગયાં. જમાનાઓ બદલાતા ગયા. ઘણાં પાત્રો ઇતિહાસમાં આવીને ગયાં. હ્જી 'હાજરજવાબી' નું ટેગ બીરબલને નામે જ છે, એક આવું જ પાત્ર 'તેનાલીરામ' પણ મળે છે, ઇતિહાસમાં. બહુ ઓછા જાણતા હશે કે તેનાલીરામ - બીરબલથી આગળની સદીમાં જન્મેલા. વધુ રસપ્રદ વાત એ છે કે ...Read More

22

મુનીબા મઝારી

"મારી વાતઘાણા લોકો સુધી પહોંચશે કે કોઇને માટે પ્રેરણાદાયી બનશે એ તો જાણતી નથી પણ, એટલું જરૂર જાણું છું આટલી બધી તકલીફોમાં પણ મેં ક્યારેય લડત છોડી નથી" - મુનીબા મઝારી. પાકીસ્તાનની 'લોખંડી સ્ત્રી' તરીકે જાણીતી એક ચિત્રકાર. એનાં જીવનના કેનવાસ પર એક દિવસ એવું ચિત્ર દોરાયું કે એના જીવનનો રંગ ઉડી જાત. આ મુશ્કેલીને તકમાં ફેરવી મજબૂત ઇરાદા ધરાવનાર આ યુવતીએ. ચિત્રકલા` વિશે કશું જ ન જાણતી હોવા છતાં પીંછી ઉઠાવી, સામે કેનવાસ રાખ્યો. એવું ચિત્ર દોર્યું કે લોકો 'વાહ !' બોલી ઉઠ્યા. જો કે, એ ચિત્ર તો આ યુવતીની 'આહ !' નું હતું. પારાવાર પીડાનું હતું. હા, ...Read More

23

રતન તાતા

વિશ્વમાં કેટલીક એવી ગણનાપાત્ર કંપનીઓ છે જે એની સ્થાપનાથી તે આજ સુધી એનાં મુલ્યો, એની નૈતિકતા, એની સાતત્ય પૂર્ણ જાળવીને ચાલે છે. આ જ એની શાખ છે. એનિ ઓળખાણ છે. આપણે બહુ જ ગર્વ સાથે કહી શકીએ કે આ યાદીમાં ભારતમાં જ સ્થપાયેલી અને વિશ્વભરમાં ફેલાયેલી એક કંપની - એક ઔદ્યોગિક જુથ પણ સ્થાન ધરાવે છે. - TATA Group.. આ ઉચ્ચતમ સ્તરે પહોંચેલા વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યનાં મૂળ બહું ઊંડા છે. આ વટવૃક્ષ ઉછેરનાર વ્યક્તિઓ પણ વિશેષ યોગ્યતા ધરાવે છે. અહીંનું Work Culture સાવ જુદું છે કારણ, Wok જ Culture છે. દરેક કર્મચારીએ એને અનુસરવાનું હોય છે. એમાથી પસાર થવાનું ...Read More