લોચો પડ્યો

(19)
  • 11.1k
  • 0
  • 5k

જો ભી મેં કેહના ચાહું...બરબાદ કરે....અલફાઝ મેરે... મેં શૉવર માં નહાતા નહાતા રોકસ્ટાર મુવી નું સોન્ગ સાંભળતો હતો. 'ઓ યે ઇ યે.... ઓ યે યે યે...' મેં પણ મોહિત ચૌહાણ ની જેમ શેમ્પુ ની બોટલને માઇક ની જેમ પકડીને જોર થી બૂમ પાડી ને ગાવા લાગ્યો. 'ધબ...ધબ... ધબ...' જોર થી બાથરૂમ નો દરવાજો કોઈએ ખખડાવ્યો. મેં ભીના હાથે જેમતેમ કરીને મોબાઈલમાં સોન્ગ બંધ કર્યું. એવા માં બારણું ફરી વાર ખખડાવ્યું. આટલા અધિરીયા તો આમારા ઘર માં બસ મારા પપ્પા જ હતા. "શુ છે?" મેં જોર થી પૂછ્યું. "બુમો શુ લેવા પાળે છે?" "સોન્ગ છે પપ્પા" મારા સોન્ગ ની લિંક તોડી એનો જીનો ગુસ્સો મારા અવાજ માં પપ્પાને જણાઈ ગયો. બહારથી કોઈ જવાબ ના આવ્યો એટલે ફરી થી સોન્ગ ચાલુ કરી દીધું. લગભગ અડધી ટાંકી ખાલી થયા પછી હું નાહીને બહાર નીકળ્યો.

1

લોચો પડ્યો - 1

ભાગ - 1. નવા જનરેશન માટે કંઈક નવું શીખવી જતી એક વાર્તા. ...Read More

2

લોચો પડ્યો - 2

¶સાંજે છોકરી વાળા જોવા આવ્યા. તે લોકો બે ગાડી ભરીને ટોટલ ૧૧ લોકો આવ્યા હતા. જાણે આજે છોકરીને અમારા મૂકીને જ જવાના હોય. છોકરી સિવાય દરેક લોકો એકદમ જાડા હતા. મને સમજાયું નહિ કે છોકરી આટલી પાતળી કેમ રહી ગઈ. "આ મારા હસબન્ડ છે." છોકરીની મમ્મીએ નેવું એક કિલોના મીની હાથી તરફ ઈસરો કરીને ચોખવટ કરી. એક એક કરીને તેમને દરેકનો પરિચય આપ્યો."...અને આ અમારા દ્રાઈવર છે." તેમને છેલ્લા એક દુબલા-પતલા હાડપિંજર જેવા વ્યક્તિ તરફ ઈસરો કરીને કહ્યું. "પણ તે અમારા ઘર ના સભ્ય જ સમજી લ્યો. છેલ્લા વિસ વર્ષથી તે અમારે ત્યાં જ કામ કરે છે." મેં કોઈ ...Read More

3

લોચો પડ્યો - 3

છોકરીની ચર્ચા પૂરી થયા બાદ રાત્રે દસ વાગે હું થોડો ફ્રી થયો. હું ઇન્સ્ટાગ્રામ પર મિમ્સ જોવા લાગ્યો જેથી મારુ મગજ થોડું શાંત કરી શકું. આખરે હું મોબાઈલ પર જ જીવતો હતો. મને મોબાઈલ એડીક્ટેડ હોવામાં કાંઈ ખોટું પણ લાગતું નથી. મહિને બસ ૧૫૦-૨૦૦₹નું રિચાર્જ કરાવો અને આખી દુનિયાના કોઈપણ છેડાનું મનગમતું એન્ટરટેઇનમેન્ટ આપના અંગુઠાના ટેરવાથી જ હાજર થઈ જતું. આનાથી વિશેષ જીવનમાં જોઈએ પણ શું? આવી જિંદગી તો રાજાઓએ પણ નહીં જીવી હોય. જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં એક પછી એક પોસ્ટ સ્ક્રોલ કરીને ઉપર ધકેલતો હતો ત્યાંજ વોટ્સએપ પર પપ્પાનો મેસેજ આવ્યો. તે સમયે પપ્પા બહાર ચાલવા માટે ગયા ...Read More

4

લોચો પડ્યો - 4

'હર્ષયા ઉઠ....' કોઈ મારા ગાલ થપથાપાવતું હતું. પણ મારી ઊંઘ કુંભકરણ જેવી હતી. જે જલ્દી ઉડે તેવી નહતી.મને દીપે થી હલાવી ને ઉઠાડ્યો. મારી સામે દીપ નું મોટું માથું દેખાતું હતું. તે પેપર લઈને મને કાંઈક બતાવતો હતો. મેં મોબાઈલ ઓન કરીને ટાઈમ જોયો. સવારના છ વાગ્યા હતા."હજી તો છ વાગ્યા છે...મને આઠ વાગ્યા વગર ઉથડવાનો ટ્રાય ન કરતો. પ્લીઝ." મેં ફરી બ્લેન્કેટ મારા મોઢા પર ઢાંકી દીધો."લ્યા બબુચક ઉઠ... એક મોટો લોચો પડ્યો છે." દિપ મને જોર જોરથી હલાવવા લાગ્યો. હું હજી વધારે સુવા માંગતો હતો. તેનું ઓવર રીએક્ટ કરવું ખૂબ સામાન્ય હતું તેથી હું તેની વાત અવગણીને ...Read More

5

લોચો પડ્યો - 5

"મને કાંઈ સૂઝતું નથી." મેં કહ્યું."મારુ માને તો સીધો ઘરે જવા કરતા પહેલા તારા પપ્પા સાથે એક વાર ફોન વાત કરી જો." દિપે કહ્યું. મને તેની વાત વ્યાજબી લાગી. મેં મારો મોબાઈલ સ્વીચઓન કર્યો અને એક મિનિટ સુધી ખચકાયા બાદ પપ્પા ને કોલ કર્યો. ચોથી રીંગ માં જ પપ્પાએ ફોન ઉપાડી લીધો. મને એમ હતું કે ફોન ઉઠાવતા જ પપ્પા ઈમોશનલ થઈ જશે પણ ફોન માંથી કોઈ અવાજ ન આવ્યો.'હેલ્લો?? પપ્પા??' 'પપ્પા નઈ હસમુખ ભાઈ વાત કરું છું.' પપ્પાનો ગુસ્સામાં એટલો ઊંચો હતો કે દિપ પણ સતર્ક થઈ ગયો. "તને શું લાગે છે કે તું ન્યૂઝપેપર ચોરી કરી જઈશ ...Read More