તારી પીડાનો હું અનુભવી

(1)
  • 27.2k
  • 2
  • 12.2k

બહાર ખૂબ ઉકળાટ હતો. ગરમીમાંથી છુટકારો મળે અને મેઘરાજાની મહેર વરસે એવી આશ દરેક મનુષ્યમાં જ નહીં પણ મૂંગા પશુઓમાં પણ દેખાતી હતી. વાદળ ઘેરાયેલા હતા. બફારાથી બધા કંટાળેલા હતા. હા, હું પણ. છતાં મારા મનમાં ખૂબ જ શાંતિ હતી અને સાથે સાથે સ્થિરતાની ઠંડક. હું રૂમમાં એકલી હતી, જેમ જીવનમાં હતી એમ. પણ હવે નહીં, બહુ રહી લીધું એકલું. હવે હું મારી પોતાની કંપનીને એન્જોય કરવા લાગી હતી. રૂમમાં બારી પાસે મારું સ્ટડી ટેબલ હતું અને તેના પર મારી જીવનની આપવીતીને સાચવીને પડેલી મારી ડાયરી હતી. આ ડાયરીએ મારા જીવનના એક- એક સારા-નરસા પ્રસંગોને સંભાળી રાખ્યા હતા. એમ જ કહોને કે બધા જ નરસા પ્રસંગો એમાં દટાયેલા હતા કારણ કે સારા પ્રસંગો મેં જીવ્યા જ નહોતા. પણ હવે આ ડાયરીનો નવો અધ્યાય ચાલુ થવાની તૈયારીમાં હતો, એ પણ તમારી હાજરીમાં.

1

તારી પીડાનો હું અનુભવી - ભાગ 1

બહાર ખૂબ ઉકળાટ હતો. ગરમીમાંથી છુટકારો મળે અને મેઘરાજાની મહેર વરસે એવી આશ દરેક મનુષ્યમાં જ નહીં પણ મૂંગા પણ દેખાતી હતી. વાદળ ઘેરાયેલા હતા. બફારાથી બધા કંટાળેલા હતા. હા, હું પણ. છતાં મારા મનમાં ખૂબ જ શાંતિ હતી અને સાથે સાથે સ્થિરતાની ઠંડક. હું રૂમમાં એકલી હતી, જેમ જીવનમાં હતી એમ. પણ હવે નહીં, બહુ રહી લીધું એકલું. હવે હું મારી પોતાની કંપનીને એન્જોય કરવા લાગી હતી.રૂમમાં બારી પાસે મારું સ્ટડી ટેબલ હતું અને તેના પર મારી જીવનની આપવીતીને સાચવીને પડેલી મારી ડાયરી હતી. આ ડાયરીએ મારા જીવનના એક- એક ...Read More

2

તારી પીડાનો હું અનુભવી - ભાગ 2

વીસ મિનિટમાં અમે નાટક હોલ પહોંચી ગયા. લોકોની નજર કોઈ એલિયનને જોતા હોય એમ મારા પર સ્થિર થઈ જતી. પસાર કરતા હું અને રોનક આગળ વધ્યા.‘રોનક, પોપકોર્ન ખાશે?’‘હા, હું જઈને લઈ આવું.’ રોનક આગળ વધ્યો.‘આજે હું લઈ આવું છું.' મેં તેનો હાથ પકડીને તેને રોક્યો.એ નવાઈ પામ્યો. કંઈ બોલ્યો નહીં પણ એની આંખોમાં આનંદ દેખાતો હતો. પોપકોર્નની લાઈનમાં મારી પાછળ બે આન્ટી ઊભા હતા. એમણે ધીમેથી મારા પર કમેન્ટ કરી,‘એ, આને જો તો, વાળ કેવા વિચિત્ર છે.'‘છે કે નથી એ જ ખબર પડતી નથી.’‘કદાચ કોઈ બિમારી હશે.' એક આન્ટીના મનમાં અચાન ...Read More

3

તારી પીડાનો હું અનુભવી - ભાગ 3

બહાર રોડ પર આવી હું એક કોર્નર પર ઊભી રહી. રોનક બાઈક લઈને આવ્યો. હું જ્યાં બાઈક પર બેસવા ત્યાં તો...હુ૨૨૨રે... જોરથી અવાજ સંભળાયો.મેં પાછું વળીને જોયું તો મારી સ્કૂલમાં ભણતો છોકરો મીત પાછળ ઊભો હતો.‘હાય,’ હું બાઈક પરથી નીચે ઊતરી. ‘આજે ક્લાસમેટ્સ ડે લાગે છે.’ ‘કેમ?’‘હમણાં જ ઈશિતા મળી અને હવે તું.’‘હવે બીજી પંદર-વીસ મિનિટ પાક્કી.’ રોનક મનમાં જ બબડ્યો. પણ એય આજે મારામાં આવેલા બદલાવને આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણીથી નિહાળી રહ્યો હતો. આજે એને મોટી બહેનને જોવી ગમતી હતી.‘હાઉ આર યૂ?’ એણે નવાઈભરી દ્રષ્ટિથી મારી સામે જોયું.‘ફાઈન, તું કેમ છે?’ મારા મોઢા પર ખુશીનો ઊભરો હતો.‘બંદા ...Read More

4

તારી પીડાનો હું અનુભવી - ભાગ 4

બરાબર દસ વાગે હું ત્યાં પહોંચી. મીતે દરવાજો ખોલ્યો. એના મમ્મી સામે સોફામાં બેઠા હતા. એક વિશાળ ડ્રોઈંગ રૂમમાં સોફાસેટ અને એક સુંદર કાર્પેટ સૌથી પહેલા જ ધ્યાન ખેંચી લે એવા દેખાતા હતા. બારી પર ગોલ્ડન અને રેડ કલરનાપડદા હતા. ઘર વેલ ડેકોરેટેડ હતું.‘કેમ છો આન્ટી?’‘મજામાં બેટા. તું કેમ છે? ઘણા વર્ષે દેખાઈ.’‘હા આન્ટી. ઘણા વર્ષે મીત મળી ગયો. એટલે પાછું આવવાનું થયું.'‘મિરાજ ક્યાં છે? દેખાતો નથી?’ આગળ શું વાત કરવી એ ખબર ના પડતા મેં પૂછ્યું.‘મિરાજ બેટા, સંયુક્તાદીદી આવી છે.’ આન્ટીએ એને બોલાવ્યો.‘આવું છું.’ અંદર રૂમમાંથી જવાબ આવ્યો.‘શું લઈશ તું?’ આન્ટીએ પાણીનો ગ્લાસ મને આપતા કહ્યું.‘કંઈ નહીં આન્ટી.’“તમે ...Read More

5

તારી પીડાનો હું અનુભવી - ભાગ 5

હું ઘરે જઈને થોડું રિલેક્સ થઈ. મિરાજને જોઈને મને મારા પર વીતેલા દિવસો યાદ આવી ગયા પણ મારા ભૂતકાળમાં ઊતરવાની મને જરાય ઈચ્છા નહોતી.ભૂતકાળને યાદ કરવામાં મજા નથી. જો એ સારો હોય અને વર્તમાનમાં તકલીફો હોય તો ભૂતકાળ યાદ કરીને માણસ દુઃખી થાય. અને જો ભૂતકાળ ખરાબ હોય અને વર્તમાનમાં બધું બરાબર ચાલતું હોય તો ભૂતકાળમાં ગરકાવ થઈને આપણે સારા વર્તમાનને પણ વેડફી નાખીએ છીએ.ખુરશી પર બેસી મેં પલંગ પર પગ લંબાવ્યા. હું બારીની બહાર જોવા લાગી. આજે આછો તડકો હતો. વાદળા ઘેરાયેલા હતા, છતાં વરસાદની આ સીઝન નહોતી. ક્યારેક સીઝન વિના જ વરસાદના છાંટા આવી જાય એવું બને. ...Read More

6

તારી પીડાનો હું અનુભવી - ભાગ 6

મમ્મી કાયમની જેમ રસોડામાં વ્યસ્ત હતી. ‘રોનક ક્યાં છે?’ ‘બહાર ગયો છે, આવતો હશે.’મમ્મી નાસ્તાની પૂરી બનાવતી હતી. મેં પૂરી ખાધી અને પાણી પીધું. મને હતું કે મમ્મી મને પૂછશે કે મીતને મળવા ક્યાં ગઈ હતી અને શું વાતો કરી. પણ મમ્મીએ કંઈ ના પૂછ્યું. મમ્મીની આ ઓપનનેસ મને સ્પર્શી ગઈ. જો કે એ સાધારણ રીતે મારી ઈન્કવાયરી કરત તો પણ મને કોઈ વાંધો નહોતો. મા તરીકે એને હક છે પૂછવાનો.ક્યારેક સંબંધોમાં કોઈ સવાલ-જવાબ હોય કે ના હોય પણ એમાં વિશ્વાસનું બળ હોય એ અગત્યનું છે. અને જો કોઈ આવો વિશ્વાસ કરે તો એનો વિશ્વાસ કેમ કરીને તોડી શકાય?રોનક ...Read More

7

તારી પીડાનો હું અનુભવી - ભાગ 7

મીતના ગયા પછી હું મિરાજ સાથે સામેના બાંકડા પર બેઠી.‘તમે બેડમિન્ટન સારું રમો છો, દીદી.’ એણે વાતની શરૂઆત કરી.‘સાચું બસ આ એક જ આઉટડોર સ્પોર્ટ્સ છે જે મને સારી રીતે રમતા આવડે છે.’ એ આછું હસ્યો.‘બાકી તું મને ક્રિકેટ રમવાનું કહે ને, તો મારા હાથમાંથી બેટ જ છટકી જાય.’‘ક્રિકેટ વોઝ માય ફેવરિટ ગેમ.’‘વોઝ કેમ? ઈઝ કેમ નહીં?’ મેં પૂછ્યું.‘હવે મેં ક્રિકેટ રમવાનું જ છોડી દીધું છે.’‘આઈ થિંક કોઈ પણ એક સ્પોર્ટ્સ એક્ટિવિટીને હોબી તરીકે રાખવી જોઈએ. કારણ કે, સ્પોર્ટ્સમાંથી માણસને ઘણું બધું શીખવા મળે છે. લાઈફ લેસન્સ.’‘બધા એવું નથી સમજતા. મારા પેરેન્ટ્સને મારી પાસેથી ફક્ત ભણવામાં હોશિયાર થવાની જ ...Read More

8

તારી પીડાનો હું અનુભવી - ભાગ 8

ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. એવું લાગ્યું કે જાણે બધા કોઈ સેન્સિટિવ ટોપિક પર વાત કરી રહ્યા હતા. ઘરનું તંગ લાગતું હતું.‘આ અત્યારના છોકરાંઓને શું થઈ ગયું છે ખબર નથી પડતી.’ અંદરના રૂમમાંથી આવી રહેલા દાદીના અવાજમાં દુઃખ છલકતું હતું.‘ખરેખર, આટલી નાની નાની વાતોમાં આવું કરે છે. બિચારા મા-બાપ શું કરે?’ મમ્મી પણ એટલી જ ઉકળાટમાં જણાતી હતી.‘રોનકને કંઈ કહેતા નહીં. હજુ એ છોકરું કહેવાય.’ દાદીએ મમ્મીને કડક અવાજમાં કહ્યું.‘અરે બા, એ તો સોસાયટીમાંથી ખબર પડ્યા વિના રહેવાની જ નથી.’‘છતાં આપણે બહુ ચર્ચા ના કરવી ઘરમાં.’આ શું ચર્ચા થઈ રહી હશે? ભારે મન સાથે મેં રૂમ તરફ માંડ પગલા ...Read More

9

તારી પીડાનો હું અનુભવી - ભાગ 9

હું સમયસર ઘરે તો પહોંચી ગયો, પણ આખા રસ્તે મારું મન સતત પોતાની લિમિટ કેટલી હોવી જોઈએ? વધારે પડતા રહેવું એ આજના જમાના પ્રમાણે અનફિટ કહેવાય? બધાના મમ્મી-પપ્પાના વિચારો કેમ જુદા જુદા હોય છે? શું ખરેખર મારા પેરેન્ટ્સ ઓર્થોડોક્સ છે? પરમની ફ્રીડમ એના પેરેન્ટ્સના બ્રોડ માઈન્ડેડ વલણ પર આધારિત છે, પણ મારી ફ્રીડમનું શું? હું તો ખાલી મોબાઈલમાં ગેમ્સ રમું કે વ્હોટ્સએપ જોઉ તોય મમ્મી ઊકળી જાય છે અને પરમ તો એનાથી ઘણો આગળ વધી ગયો છે. તો પણ એના ઘરમાં છે કોઈ રોકટોક? અને મારી મમ્મી તો કાયમ ટોક્યા જ કરે કે તારા પપ્પાની હાજરીમાં તો મોબાઈલ હાથમાં ...Read More

10

તારી પીડાનો હું અનુભવી - ભાગ 10

એટલામાં મારા ફોનની રિંગ વાગી. મિરાજ બોલતા અટકી ગયો.‘એક્સક્યુઝ મી.’ કહીને મેં મિરાજની પરમિશન માંગી.‘નો પ્રોબ્લેમ.’ એણે મને ફોન વાત કરી લેવા માટે મંજૂરી આપી. મારે એની લિંક અધવચ્ચેથી તોડવી નહોતી, પણ આ ફોન ઉપાડવો પણ મારા માટે જરૂરી હતો. આખરે મિરાજ માટે જ તો આ ફોન હતો.સામે છેડેથી વાત કરનાર વ્યક્તિ પાસેથી મારે મિરાજ માટે થોડું માર્ગદર્શન લેવાનું હતું. એ વિરલ વિભૂતિના માર્ગદર્શન વિના મિરાજને મદદરૂપ થવાનું મારું શું ગજું! હું મિરાજથી થોડી દૂર ગઈ. વાત પૂરી થતા મેં મિરાજ સામે જોયું. એની હાલતમાં મારી હાલતનો પડઘો પડતો હતો. બંનેના જીવનમાં કારણો જુદા હતા પણ પરિણામમાં ઘણા અંશે ...Read More

11

તારી પીડાનો હું અનુભવી - ભાગ 11

મિરાજ, આજે સાંજના શોમાં સીટ ખાલી છે. મેં ઓનલાઈન જોઈ લીધું છે. તું કહે તો ટિકિટ બુક કરાવી દઉં.’ કહ્યું.‘મૂવી? પણ મારે પહેલા ઘરે પૂછવું પડે.’‘અત્યારે જ ફોન કરીને પૂછી લે ને.’ પરમે શોર્ટ કટ બતાવ્યો.‘ના, આવી બધી વાતો માટે એમ ફોન પર જવાબ ના મળે.’આ સાંભળીને પરમ અને નિખિલ બંને એકબીજા સામે હસતા હસતા રહી ગયા. એ બંને માટે આ વાત મજાક જેવી હતી. પણ મારા માટે આ બધી બાબત બળતામાં ઘી હોમવા જેવી હતી.ટીનેજમાં આવેગ અને ઉશ્કેરાટના વેગ એવા હોય છે કે બીજા પાસે હોય એ પોતાની પાસે પણ હોવું જ જોઈએ, એ એમની જિદ બની જાય ...Read More

12

તારી પીડાનો હું અનુભવી - ભાગ 12

પરમ અને નિખિલ ત્યાંથી નીકળી ગયા પણ એમની વાતોની પ્રિન્ટ મારા મનમાં જ રહી ગઈ. નિખિલની ગર્લફ્રેન્ડ કોણ હશે? ટાઈપની છોકરી કેવી હોઈ શકે? શિવાંગી તો આટલી બધી મોર્ડન છે, તો એનામાં નિખિલને કેમ ઈન્ટરેસ્ટ નહીં હોય? પરમને પણ તો બે ચેટ ફ્રેન્ડ્સ છે. મારે આ બધું વિચારવાની શું જરૂર છે? હશે, એમને જે કરવું હોય એ બધું એ લોકો જાણે! મારે એનાથી શું લેવાદેવા? અંદર ઊભા થતા પ્રશ્નોના જાતે જ સમાધાન લાવવા મેં પ્રયત્ન કર્યો, છતાં વિચારો અટકતા નહોતા. મારે કોઈ લેવાદેવા નહોતી, છતાં પણ કંઈક હતું જે મને વિચારતા અટકાવી નહોતું શકતું.એ દિવસે મને શું સૂઝ્યું કે ...Read More

13

તારી પીડાનો હું અનુભવી - ભાગ 13

હવેની મીટિંગ કોઈ એવી જગ્યાએ હોય જ્યાં એ સંપૂર્ણપણે પોતાનું મન ખાલી કરી શકે. ત્યાર બાદ એ ભૂતકાળ એની પીડારૂપે નહીં પણ ફક્ત એક તારણરૂપે રહે, જે એને આગળની જિંદગીમાં ફરી એવી ભૂલો કરતા અટકાવે. હવે એ એના જીવનની એક નવી શરૂઆત કરે એવી મારી આશા હતી. આખરે એવી કઈ જગ્યા હોઈ શકે?હું ઘરે પહોંચી. બા ઘરમાં આરતી કરી રહ્યા હતા. ઘરમાં પહોંચતા જ એકદમ શાંતિનો અનુભવ થયો. હું પણ આરતીમાં જોડાઈ.‘બેટા, બે દિવસથી નવરાત્રી ચાલુ થયા છે, ખબર છે ને તને?’ આરતી પૂરી થયા બાદ આરતીની થાળી મારી સામે ધરતા બા બોલ્યા.‘હા, બા.’ મેં આરતી લીધી. દીવા ઉપરથી ...Read More

14

તારી પીડાનો હું અનુભવી - ભાગ 14

અઠવાડિયાને જતા ક્યાં વાર લાગે? મેં મિરાજ અને મીતને બીજા દિવસે સવારના સાત વાગે મારા ઘર પાસે બોલાવ્યા. સાઈકલિંગ જઈશું એવું નક્કી કર્યું હતું. થોડા ટાઈમમાં મિરાજનો ફોન આવ્યો.‘હાય મિરાજ.’‘હેલ્લો દીદી.’‘કેમ છે? બધું ઓલરાઈટ?’‘હા. બસ તમારી સાથે વાત કરવી હતી.’‘એમ? એટલી જલદી હતી? કાલે તો મળીએ જ છીએ ને?’‘મેં અત્યાર સુધી તમને જેટલી વાતો શેર કરી છે, એટલી હજી કોઈ સાથે નથી કરી. મીત સાથે પણ નહીં.’‘મને ખ્યાલ છે એનો.’‘તમે કહ્યું એટલે અત્યાર સુધી મેં મીતની સામે બધી વાત કરી પણ હવે નહીં કહી શકું.’‘તને મારા પર કેટલો વિશ્વાસ છે મિરાજ?’ મીતની સામે કેમ નહીં કહી શકે એ પ્રશ્ન ...Read More

15

તારી પીડાનો હું અનુભવી - ભાગ 15

'મૂવી , ગેમ્સ, ચેટિંગ... મારું એ જ રૂટીન ચાલુ રહ્યું. એ જ અરસામાં મારા જીવનમાં કંઈક નવું બન્યું જેના મારી અંદર સ્ટ્રોંગ ઈચ્છા તો પહેલા જ ઊભી થઈ ગઈ હતી. અને એ ઈચ્છા હતી એક ચેટ ફ્રેન્ડ બનાવવાની.જ્યારે બધેથી નિરાશા જ મળતી હતી, ત્યારે એક આશારૂપી કિરણના રૂપમાં મને એક નવી ફ્રેન્ડ મળી, પ્રિયંકા. પહેલા દિવસથી જ એની સાથે મને બીજા બધા ચેટ ફ્રેન્ડ્સ કરતા વધારે ફાવવા લાગ્યું. અમારા બંનેની લાઈકિંગ અને થિંકિંગ અમુક હદ સુધી મેચ થતા હતા.’‘મારા અત્યાર સુધીના જેટલા ચેટ ફ્રેન્ડ્સ બન્યા છે એ બધામાં તું બેસ્ટ છે.’ પ્રિયંકાની આ વાત મારા માટે સૌથી મોટી ખુશીનું ...Read More

16

તારી પીડાનો હું અનુભવી - ભાગ 16

‘ચાલ, આવે છે ને બહાર.’ ટ્યૂશનમાંથી છૂટ્યા પછી પરમે પૂછ્યું.‘ના.’‘કેમ?’‘બસ એમ જ. આજે મૂડ નથી.’ મેં નક્કી કર્યું હતું પરમ સાથે બહાર જવાનું ઓછું કરી નાખવું છે.‘અરે એટલે જ તો આવવાનું કહું છું. આખિર દોસ્ત કબ કામ આયેંગે.’‘ના પ્લીઝ, નોટ ટુડે.’‘ઘણીવાર આપણે બીજાથી એટલા બધા અંજાઈ જઈએ છીએ કે આપણું હિતાહિત ભૂલીને એમની પાછળ ખેંચાઈ જઈએ છીએ.’ મિરાજની વાતને અટકાવીને ફરીથી એની જિગ્સો પઝલને કમ્પ્લીટ કરવા માટે એક પીસ શોધી આપ્યો.‘એવું કેમ થાય, દીદી?’‘એકલા પડી જવાના ડરથી.’ મારો જવાબ મિરાજને સીધો એની વીકનેસ સુધી દોરી જશે એ મને ખબર હતી. પણ વાસ્તવિકતાને ઓળખ્યા વિના એમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવા ...Read More

17

તારી પીડાનો હું અનુભવી - ભાગ 17

પરમના હાથમાં હુક્કો હતો. થોડી ક્ષણો પહેલા જે પરમ મારી સામે હતો, એ અચાનક જ નવા રંગમાં રંગાઈ ગયો. આશ્ચર્યનો પાર ના રહ્યો.‘પરમ...’ મારાથી મોટા અવાજે બોલાઈ ગયું.‘ચિલ... આમાં નિકોટીન ના હોય!’ પરમે મારી સામે હાથ કરીને આરામથી કહ્યું.મેં નિખિલ સામે જોયું. એ અને શિવાંગી આજુબાજુમાં બેઠા હતા અને મોબાઈલમાં કંઈક જોઈને હરખાતા હતા. પછી એ લોકો સેલ્ફી લેવામાં પડી ગયા. એ લોકો એમની જ દુનિયામાં બિઝી થઈ ગતા હતા અને પરમ પણ પોતાના હાથમાંથી સરકી રહ્યો હતો. મારું મન કચવાવા લાગ્યું.‘બાય.’ બાજુના ટેબલ પર બેઠેલું ગ્રુપ પ્રિયંકા નામની પેલી છોકરીને બાય કહી રહ્યું હતું.ઘણી બધી અસમંજસ વચ્ચે ફરીથી ...Read More

18

તારી પીડાનો હું અનુભવી - ભાગ 18

પરમના મેસેજ હતા. એણે બધાના ફોટા મોકલ્યા હતા, જે જોવામાં મને કોઈ જ રસ નહોતો. થાક, કંટાળો, હતાશા અને દુખાવાથી ત્રસ્ત મેં મોબાઈલને પોતાનાથી દૂર હડસેલ્યો. જેની હું રાહ જોઉ છું એના જ મેસેજ નથી આવતા.એટલામાં મમ્મી રૂમમાં આવી.‘જોવા જ આવી હતી કે તું સૂઈ ગયો કે નહીં. તને માથું દુખે છે ને તો સૂઈ જા શાંતિથી.’ આટલું કહીને ચાદર ઓઢાડીને મમ્મી જતી રહી.ફરીથી મોબાઈલમાં મેસેજ આવવાના સ્ટાર્ટ થયા પણ મેં ના જોયા.પોણા કલાક પછી આંખ ખૂલી ત્યારે મોબાઈલ હાથમાં લીધો. મેસેજ વાંચ્યા.‘હાય, સોરી.’‘આઈ એમ નોટ એબલ ટૂ ગિવ રિપ્લાય ઓફ સો મેની મેસેજીસ એટ ધીસ ટાઈમ. આઈ એમ ...Read More