અ - પૂર્ણતા

(356)
  • 104.2k
  • 24
  • 74.8k

એસીપી મીરા શેખાવતની ગાડી સડસડાટ રસ્તા પર દોડી રહી હતી. રવિવાર હોવાથી રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હતો. એસીપી મીરા શેખાવત પાંચ ફૂટ નવ ઇંચની હાઇટ ધરાવતી સ્ત્રી હતી. એક પોલીસ ઓફિસરના ચહેરા પર હોવી જોઈએ એવી કડપ ન હતી પણ એક સૌમ્યતા હતી. શરીર કસાયેલું હતું, પોલીસની આકરી તાલીમ જો લીધી હતી. એક ખૂન કેસના વહીવટમાં રવિવાર સવારની ચા પણ પીવાની રહી ગઈ હતી. ફટાફટ ઘટના સ્થળે પહોંચવાની ઉતાવળમાં તેણે ડ્રાઈવરને ગાડી થોડી વધુ સ્પીડ ચલાવવાની સૂચના આપી. સાથે સાથે એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને પણ ઘટના સ્થળે જલ્દીથી પહોંચવાની સૂચના ફોન કરીને તેણે આપી દીધી.

1

અ - પૂર્ણતા - ભાગ 1

એસીપી મીરા શેખાવતની ગાડી સડસડાટ રસ્તા પર દોડી રહી હતી. રવિવાર હોવાથી રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હતો. એસીપી શેખાવત પાંચ ફૂટ નવ ઇંચની હાઇટ ધરાવતી સ્ત્રી હતી. એક પોલીસ ઓફિસરના ચહેરા પર હોવી જોઈએ એવી કડપ ન હતી પણ એક સૌમ્યતા હતી. શરીર કસાયેલું હતું, પોલીસની આકરી તાલીમ જો લીધી હતી. એક ખૂન કેસના વહીવટમાં રવિવાર સવારની ચા પણ પીવાની રહી ગઈ હતી. ફટાફટ ઘટના સ્થળે પહોંચવાની ઉતાવળમાં તેણે ડ્રાઈવરને ગાડી થોડી વધુ સ્પીડ ચલાવવાની સૂચના આપી. સાથે સાથે એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને પણ ઘટના સ્થળે જલ ...Read More

2

અ - પૂર્ણતા - ભાગ 2

" મિસિસ દેવિકા વિક્રાંત મેહરા." મીરાએ એક નજર દેવિકા પર ફેંકી. અત્યારે વિખરાયેલા વાળ, ચહેરો થોડો આંસુ વડે ખરડાયેલો, ગુસ્સો, દુબળી ન કહી શકાય એવી, માપસરનું શરીર ધરાવતી દેવિકા રૂપાળી તો ન હતી. છતાંય એની ઘઉંવર્ણી ત્વચામાં નમણાશ હતી. રેડ કુર્તી અને વ્હાઇટ બ્લેક ડિઝાઇનના પ્લાઝોમાં એ અત્યારે પણ સુંદર લાગી રહી હતી. " મિસિસ દેવિકા, પતિ તમારા છે તો તમને ખબર હોવી જોઈએને કે આ ઘરમાં તેમની સાથે શું થયું એમ. આમ મારી પર રાડો પાડવાનો કોઈ મતલબ નથી." મીરાએ થોડા કડક અવાજમાં કહ્યું. " હું કાલે આખી રાત મારી ફ્રેન્ડના ઘરે હતી તો મને કેવી રીતે ખબર ...Read More

3

અ - પૂર્ણતા - ભાગ 3

રેના જે કેટલાય સમયથી વૈભવની રાહ જોઈ રહી હતી પણ જ્યારે વૈભવ આવ્યો ત્યારે જાણે કેમ વાવાઝોડું લઈને આવ્યો એવી પ્રતીતિ થઈ રેનાને. વૈભવએ રેનાને બાવડેથી પકડી અને ગુસ્સામાં હલબલાવી, "સમજવા માટે બાકી જ શું રહ્યું છે રેના? તારા કાળા કરતૂતના પુરાવા છે મારી પાસે. તે ખૂબ છેતરી લીધો મને, પણ હવે નહિ. આ વૈભવ શાહ દગો કરનારને ક્યારેય માફ નથી કરતો. લે આ ડિવોર્સ પેપર. મારી જિંદગીમાં તારા દિવસો અહી જ પૂરા. મારા પરિવાર અને મારી પરીને હું સાચવી લઈશ." વૈભવ ડિવોર્સ પેપર રેનાના મોં પર ફેંકીને ત્યાંથી જતો રહ્યો. રેના તેની પાછળ દોડી, "વૈભવ , પ્લીઝ સાંભળ....તું ...Read More

4

અ - પૂર્ણતા - ભાગ 4

મીરાએ દેવિકા પાસે સીસીટીવી ફૂટેજ માંગી અને દેવિકાએ તે આપી. ફૂટેજમાં સૌથી છેલ્લી જે વ્યક્તિ વિક્રાંતને મળવા આવી હતી એક સ્ત્રી હતી. મીરાએ ફૂટેજ દેવિકને બતાવી અને પૂછ્યું, "આ સ્ત્રીને તમે ઓળખો છો?" દેવિકા ફૂટેજ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. તેના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો,"આ તો...આ તો...વિક્રાંતની ફ્રેન્ડ છે...પણ આ રાતે અહી...એટલે કે..." દેવિકાને શું બોલવું ખબર ન પડી. પોતાના પતિને રાતે કોઈ સ્ત્રી મળવા આવે એનો શું મતલબ થાય એટલું તો દેવિકા અને મીરા બેય સમજતાં હતાં. જો કે હમેશા જે દેખાય એ જ સત્ય હોય એવું જરૂરી નથી. મીરાએ દેવિકાને પાણીનો ગ્લાસ આપ્યો. "રિલેક્સ મિસિસ મેહરા. પહેલા પાણી ...Read More

5

અ - પૂર્ણતા - ભાગ 5

વૈભવ તેના પરિવાર સાથે નાસ્તો કરવા બેઠો હતો. આ તેમના ઘરનો વણલખ્યો નિયમ હતો કે સવારનો નાસ્તો અને રાતનું બધાએ સાથે જ કરવું. વૈભવના ફોનમાં એક મેસેજ આવ્યો જે જોઈ તેના ચહેરાના હાવભાવ ફરી ગયા. પરંતુ મમ્મી પપ્પા સામે વધુ વખત મોબાઈલ હાથમાં નહિ રાખી શકાય એ વિચારી તેણે નાસ્તામાં ધ્યાન પરોવ્યું. ફટાફટ નાસ્તો પતાવીને તે બેડરૂમમાં જતો રહ્યો. સામાન્ય સંજોગોમાં રવિવારે બેય બાપ દીકરો સાથે બેસીને ટીવી જોતાં કે પછી વાતો કરતાં. આજે મનહરભાઈને થોડી નવાઈ લાગી કે વૈભવ કેમ બેડરૂમમાં જતો રહ્યો. પછી મન મનાવ્યું કે કઈક કામ યાદ આવી ગયું હશે એમ વિચારી તે ટીવીનું રિમોટ ...Read More

6

અ - પૂર્ણતા - ભાગ 6

વૈભવ અને રેનાનો ઝગડો સાંભળી રેવતીબહેન તેમના બેડરૂમ તરફ જતાં હતાં ત્યાં જ ડોરબેલ વાગી. મનહરભાઈએ ઊભા થઈ દરવાજો દરવાજે એસીપી મીરા શેખાવત બે મહિલા કોન્સ્ટેબલ સાથે ઊભાં હતાં. "આ રેના શાહનું જ ઘર છે?" "હા, બોલો શું કામ છે રેનાનું?" મનહરભાઈને થોડીક નવાઈ લાગી કે એમના ખાનદાનનો દૂર દૂર સુધી કોઈ દિવસ પોલીસ સાથે ક્યાંય કોઈ સંબંધ નથી અને આજે પોલીસ તેમના દરવાજે ઊભી છે. એક ઈજ્જતદાર માણસના ઘરે પોલીસ આવે એટલે લોકો જાત જાતના તર્ક કરવા લાગે. શું સાચું શું ખોટું એ તો પછીની વાત છે પણ માણસોને ગોસીપ કરવાનો નવો મસાલો મળી જાય અને જ્યાં સુધી ...Read More

7

અ - પૂર્ણતા - ભાગ 7

એસીપી મીરા શેખાવતની સામે બે ફાઈલ પડી હતી. એક જેમાં વિક્રાંત મહેરાની ઇન્ફોર્મેશન હતી અને બીજી જેમાં પોસ્ટમોર્ટમના રિપોર્ટ મીરાએ ફરી એક ચા મંગાવી અને વિક્રાંતની ઇન્ફોર્મેશન વાળી ફાઈલ હાથમાં લીધી. એટલામાં જ કિશન ઓફિસમાં આવીને સેલ્યુટ કરીને ઉભો રહ્યો. મીરાએ આંખોથી જ તેને બેસવા માટે ઈશારો કર્યો. મીરાની હમેશાથી આદત હતી કે કોઈ પણ કેસ એ કિશન સાથે ડિસ્કસ કરતી. એનો ફાયદો એ રહેતો કે ક્યારેક કોઈ વાત મીરાના ધ્યાન બહાર રહી ગઈ હોય તો કિશન તરત જ તેનું ધ્યાન દોરી શકે. ફાઈલ ખોલતાં જ મીરાએ કિશનને પૂછ્યું, "કિશન, શું લાગે છે આ કેસમાં તને??" "મેડમ, આમ તો ...Read More

8

અ - પૂર્ણતા - ભાગ 8

મનહરભાઈના ઘરે સોપો પડેલો હતો. બધાના કાનમાં ફક્ત રેનાના શબ્દો ગુજતા હતાં. રેવતી બહેને ફરી એકવાર રેનાને પૂછ્યું, "શું તે?" રેના ફરી ચોધાર આંસુએ રડતાં બોલી, "હા મમ્મી, વિક્રાંતએ મારી સાથે બળજબરી કરવાની કોશિષ કરી હતી." રેના આગળ હજુ કઈ બોલે એ પહેલા જ ફરી વૈભવના નંબર પર એક મેસેજ આવ્યો જે એક વીડિયો હતો. વૈભવે જેવો વિડિયો ઓપન કર્યો કે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. વિડિયો જોઈને રેના પર રીતસરનો તેને કાળ ચડ્યો. તે રેના તરફ ધસ્યો અને ફરી જોરથી હાથ ઉપાડવા જ જતો હતો કે પાછળથી અવાજ આવ્યો, "મમ્મી..." આ બધા અવાજ અને વૈભવના ઘાંટાથી પરી ...Read More

9

અ - પૂર્ણતા - ભાગ 9

વૈભવે દરવાજો ખોલ્યો તો સામે એસીપી મીરા શેખાવત ઊભા હતાં. વૈભવને અનુમાન તો થઈ જ ગયું કે મીરા શેખાવત માટે આવ્યાં હશે છતાંય તેણે ચહેરા પર પરાણે સ્મિત લાવીને પૂછ્યું, "યેસ મેમ, બોલો શું સેવા કરી શકું તમારી?" મીરા હસી પડી. "મિસ્ટર વૈભવ, સેવા કરવા તો અમે લઈ જઈશું તમારી વાઇફને. હું મિસિસ રેના શાહની ધરપકડનું વોરંટ લઈને આવી છું." આમ કહી મીરા અંદર આવી અને તેણે એક નજર રેના પર નાંખી. રેના એટલી ગભરાઈ ગઈ હતી કે તેને પરસેવો છૂટી ગયો. "કોન્સ્ટેબલ, અરેસ્ટ હર." મીરાનો ઓર્ડર મળતાં જ લેડી કોન્સ્ટેબલ આગળ આવી અને રેનાના હાથમાં હાથકડી પહેરાવી દીધી. ...Read More

10

અ - પૂર્ણતા - ભાગ 10

રેના એસીપી મીરાને કહે છે કે વિક્રાંતને તે મળી હતી ત્યારે વિક્રાંતે તેના પર બળજબરી કરવાની કોશિષ કરી હતી. સાંભળી મીરા રેના પર કટાક્ષ કરે છે. "તમારા જેવી સેક્રેટરી કમ મેનેજરને અમે સારી રીતે ઓળખીએ છીએ." આ સાંભળી રેનાનો અવાજ થોડો ઉંચો થઇ ગયો. "મારા જેવી એટલે? તમે કહેવા શું માંગો છો?" "અવાજ કાબૂમાં રાખીને વાત કરો મિસિસ રેના. એ ન ભૂલો કે તમે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠાં છો. એ પણ એસીપી મીરા શેખાવતની સામે. મને મારી સામે ઊંચા અવાજે વાત કરતી વ્યક્તિ પસંદ નથી." રેનાએ એક ઊંડો શ્વાસ લીધો. "ઓકે, સોરી. જુઓ મેમ, હું એક સારા ઘરની ઇજ્જતદાર ...Read More

11

અ - પૂર્ણતા - ભાગ 11

"હેલો ગોલુ...? "રેના....!!!! "હા , હું રેના. તું ક્યાં છે? આઈ નીડ યુ. પ્લીઝ સેવ મી. હું....હું...." આટલું કહેતાં રડી પડી. "ડોન્ટ ક્રાય. શું થયું?? તું ક્યાં છે?" "હું...હું...સુરત પોલીસ સ્ટેશનમાં છું. પ્લીઝ તું જલ્દી આવ. બાકી ટીવીમાં ન્યૂઝ ચેનલ જોઈ લેજે બધું ખબર પડી જશે. મારી પાસે વધુ સમય નથી ફોન પર વાત કરવાનો. પ્લીઝ કમ ફાસ્ટ. પ્લીઝ...પ્લીઝ..." રેના હજુ કઈ બોલે એ પહેલા જ મીરાએ ફોન કટ કરી નાખ્યો. રેના લાચારીથી મીરા સામે જોઈ રહી. "કોઈ દેવદૂત આવવાનો છે તમને બચાવવા?" રેનાના જવાબની રાહ જોયા વિના તેણે ફરી કિશનને રેનાને લોક કરી દેવા ઓર્ડર કર્યો. રેના ફરી ...Read More

12

અ - પૂર્ણતા - ભાગ 12

રિઝલ્ટનું પૂછતાં જ હેપ્પી બોલી, "તું ઉપરથી ટોપ પર અને હું નીચેથી ટોપ પર." "હે???" રેના આશ્ચર્યથી બોલી. થોડી તો હેપ્પીનું મોઢું ગંભીર જોઈ રેનાને નવાઇ લાગી. જો કે હેપ્પી જેનું નામ હોય એ વધુ વખત ગંભીર મોં રાખીને કઈ રીતે બેસી શકે. રેનાનો ચહેરો જોઈ હેપ્પી ખડખડાટ હસી પડી. "તને બુદ્ધુ બનાવવું કેટલું સહેલું છે નહિ?" હવે રેનાને લાઈટ થઈ કે હેપ્પી મજાક કરે છે આથી તે પોતાના હાથમાં રહેલું પુસ્તક લઈ હેપ્પીને ધીબેડવા લાગી. "અરે, સોરી...સોરી...યાર, તું ટોપ પર છે અને હું ત્રીજા નંબર પર બસ...શાંત થઈ જા મારી મા..." આમ કહી હેપ્પીએ બે હાથ જોડયા. હેપ્પીને ...Read More

13

અ - પૂર્ણતા - ભાગ 13

હેપ્પી પેલા છોકરા પર પડી અને હેપ્પીના વજનથી પેલાએ હેપ્પીને જાડી કીધી એટલે હેપ્પી ફરી રોષે ભરાઈ અને તેના ખેંચવા લાગી. પેલાએ ફરી બૂમ પાડી, "પ્લીઝ મને કોઈ બચાવો..." આ બધી ધમાચકડીથી બધા જ સ્ટુડન્ટ ત્યાં ભેગા થઈ ગયાં. પેલા છોકરાનો અવાજ પરમને જાણીતી લાગ્યો એટલે તે પણ હોલમાંથી ત્યાં આવ્યો. તે હેપ્પીને બાવડેથી પકડીને ખેંચીને ઊભી કરવા લાગ્યો, "હેપ્પી છોડ એને..મરી જશે એ બિચારો." પરમનો અવાજ સાંભળી હેપ્પી તરત જ તેનો ટેકો લઈને ઉભી થઇ ગઈ. તે પરમને પકડે એ પહેલાં જ રેના તેની અને પરમ વચ્ચે આવીને ઊભી રહી ગઈ. "હેપ્પી , છોડ હવે આ બધું. આખી ...Read More

14

અ - પૂર્ણતા - ભાગ 14

પરમ વિકીની ઓળખાણ બધા સાથે કરાવે છે. પેસ્ટ્રીની સાથે નાસ્તો પણ આવી જાય છે અને સૌ નાસ્તો કરતાં કરતાં વળગે છે. રેનાએ પરમને પૂછ્યું, " આ નવો મિત્ર ક્યારે બની ગયો પરમ તારે?" પરમે નાસ્તાની ચમચી મોઢામાં મુક્ત કહ્યું, "અરે રેના, આ અમારા ઘરની સામે એક મકાન ખાલી પડ્યું હતું ને ત્યાં આ લોકો ભાડે રહેવા આવ્યાં છે. વિકીએ આપણી જ કોલેજમાં એડમિશન લીધું છે એ જાણવા મળ્યું એટલે મે એને મારી સાથે રાખી લીધો જેથી એને કઈ અજાણ્યું ન લાગે." "થેંકયું પરમ. તારા લીધે મને કોલેજમાં ઘણી હેલ્પ મળી જશે. મારા પપ્પાએ અહી એક કાપડની ફેક્ટરી ચાલું કરી ...Read More

15

અ - પૂર્ણતા - ભાગ 15

વેલકમ પાર્ટી માટે બધા જમાં થઈ ગયાં હોય છે. વિકી બધાને શોધે છે ત્યાં જ પરમ પાછળથી આવી તેને મારે છે. વિકી કહે છે કે તે તો ડરાવી દીધો. તો પરમ એવું કહે છે કે એ કામ તો હેપ્પીનું છે. એટલામાં ફરી પાછળથી અવાજ આવ્યો, "કોણ ડરાવે છે?" વિકી અને પરમે પાછળ ફરીને જોયું તો હેપ્પી પોતાના બન્ને હાથ કમર પર રાખી ઊભી હતી અને એક નેણ ઉંચો કરી પુછી રહી હતી. તેને જોઈ વિકી ગભરાઈ ગયો કે જો આને સાચું કહીશ તો એ કાલની જેમ વિફરી જશે. "અરે... એ...તો..આ પરમ...પરમ છે ને હમણાં મને ડરાવી ગયો." માંડ માંડ ...Read More

16

અ - પૂર્ણતા - ભાગ 16

હેપ્પી રેનાને ઘરે મૂકવા આવી બદલામાં તેણે તો વૈભવના કટાક્ષ જ સાંભળવા મળ્યા. છતાંય તે આજ એકદમ શાંત હતી. ધીમેથી વૈભવ પાસે ગઈ. "એમાં એવું છે ને વૈભવજી કે જો હસબંડ તમારા જેવા હોય ને તો મદદ માટે મારા જેવી જાડીની જ જરૂર પડે. હું તો ફક્ત શરીરથી જાડી છું પણ તમે તો કઈ પ્રકારની જાડી ચામડી ધરાવો છો એ જ ખબર નથી." હેપ્પીના ધારદાર શબ્દો સાંભળી વૈભવ ઉકળી ગયો. "હેપ્પી, મહેમાન બનીને આવી છે મહેમાન બનીને જ રે તો સારું છે. મારા બાપ બનવાની કોશિષ ન કરતી." "અરે, તમને કોણે કહ્યું કે હું મહેમાન બનીને આવી છું? સાળી ...Read More

17

અ - પૂર્ણતા - ભાગ 17

રેનાના ગાલ પર વૈભવએ હાથ ફેરવી સોરી કહ્યું. રેના વિચારી રહી કે આ કોઈ સપનું તો નથી ને. વૈભવ રેનાની નજીક આવ્યો અને હળવેથી તેનું કપાળ ચૂમ્યું. "રેના, હું તને ખૂબ પ્રેમ કરું છું. દિલથી કહું છું આઇ રિયલી લવ યુ. સવારે મારાથી તને થોડુક વધુ જ મરાઈ ગયું." આમ કહી તેણે રેનાને આલિંગનમાં લઈ લીધી. રેનાની આંખમાંથી ફરી આંસુ વહી નીકળ્યાં. તેના લાવા નીકળતા હદયને જાણે શાતા મળી ગઈ. તે વૈભવથી અળગી થતાં બોલી, "વૈભવ...." "શશશ...મારે કઈ જ નથી સાંભળવું." એમ કહી વૈભવએ રેનાના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી. રેનાએ ફરી બોલવાની કોશિષ કરી પણ આ વખતે ...Read More

18

અ - પૂર્ણતા - ભાગ 18

હેપ્પી મિશાને લઈ રેનાને શોધવા જાય છે. ગર્લ્સને ફાળવેલા રૂમમાંથી એક રૂમ બંધ હોય છે. હેપ્પી રૂમના દરવાજા પર મારે છે. "રેના, તું અંદર છે?" "હા હેપ્પી, તું જા, હું દસ મિનિટમાં આવું છું." "કઈ હેલ્પ જોતી હોય તો કે..હું કરી આપુ." "નહિ હેપ્પી તું જા...હું બસ આવું જ છું." "ઓકે." આમ કહી હેપ્પી મિશાને લઈ ફરી પાછી હોલમાં આવી જાય છે. પરમ ઇશારાથી જ તેને પૂછે છે કે રેના ક્યાં? "એ બસ થોડી વારમાં આવે છે. તૈયાર થાય છે." પરમ બોલ્યો, "આ છોકરીઓને આટલી બધી તૈયાર થવામાં વાર કેમ લાગતી હશે?" "ઘરે સરખું નહાતી નહિ હોય પછી મેકઅપ ...Read More

19

અ - પૂર્ણતા - ભાગ 19

જોરદાર ગરબા પછી રેનાએ બધાને જમવા માટે પાછળ ગાર્ડનમાં જવા કહ્યું. વિકી તરત જ રેના પાસે પહોંચી ગયો. હજુ તે કઈ બોલે એ પહેલા જ રેના વિકીનો હાથ પકડી બોલી પડી, "તારો જેટલો પણ આભાર માનું ઓછો છે યાર, આજે તું ના હોત તો મારા ડાન્સનો તો ફિયાસ્કો જ થઈ જાય. બાય ધ વે, કહેવું પડે હો, તું તો કેટલું મસ્ત ગાઇ છે. અમને તો આવી ખબર જ ન પડત કોઈદી, જો આજે આ ગરબડ ન થઈ હોત તો." વિકી તો રેનાએ એનો હાથ પકડ્યો એથી ઊંચા આસમાનમાં જ ઉડવા લાગ્યો જાણે. એમાંય રેનાનો મધુર ઘંટડી જેવો અવાજ, ગરબાના ...Read More

20

અ - પૂર્ણતા - ભાગ 20

હેપ્પી અને વિકી વચ્ચે ટોમ એન્ડ જેરીની રમત ચાલતી હતી. "મારે આ ગ્રુપ જ છોડી દેવું છે" આ સાંભળી ચૂપ થઈ ગયા. વિકીએ ડરતાં ડરતાં પૂછ્યું, "પણ...કેમ? મારા લીધેને? તો હું જ નીકળી જાવ બસ. પણ તું તો જાન છે આ ગ્રુપની. પ્લીઝ તું..." "અરે, તમે બન્ને જો રોજ આમ જ કચકચ કરવાનાં હો તો તમે બે જ રયો આ ગ્રુપમાં એમ કહું છું. કોઈ એકના લીધે નથી કહેતી." રેના ગુસ્સા સાથે બોલી. પરમે વાત સંભાળતા કહ્યું, "હા, એ છે બન્ને કૂતરા બિલાડી જેવા પણ મને તો મજા આવે છે. હેપ્પીનું મગજ ખાઈ શકે એવું કોઈક તો છે." આમ ...Read More

21

અ - પૂર્ણતા - ભાગ 21

વિકીની ફૂલ સ્પીડમાં જતી બાઈક અને સાથે તેના વિચારો, કોલેજમાં પ્રવેશતાં જ રેનાને જોઈ અટકી ગયાં. રોજે ભારતીય પહેરવેશમાં રેના આજે બ્લેક જીન્સ અને તેના પર લાઈટ ગુલાબી કલરની શોર્ટ કુર્તીમાં હતી. તેના પર શોર્ટ ભરત ભરેલી કોટી પહેરેલી હતી જે વચ્ચેથી દોરીથી બાંધેલી હતી. વાળને ઊંચી પોનીમાં બાંધેલા હતાં. એક લટ ગાલને સ્પર્શીને લહેરાતી ખુલી મુકેલી હતી. હોઠો પર આછી ગુલાબી લિપસ્ટિક હતી. કામણગારી આંખો કાજળથી શોભતી હતી. પીઠ પાછળ એક બેગ લટકતું હતું. હાથમાં વોચ અને બીજા હાથમાં નાની પાંદડીની ડીઝાઈનવાળું સિલ્વર બ્રેસ્લેટ શોભતું હતું. આજ પહેલા રેનાને ક્યારેય જીન્સ પહેરતાં જોઈ ન હતી એટલે વિકી તેને ...Read More

22

અ - પૂર્ણતા - ભાગ 22

પાણી ભરવાનું અને લાકડાં ભેગા કરવાનું તો એક બહાનું હતું. હેપ્પીને તો જંગલમાં રખડવું હતું. એટલે ચારેય નીકળી પડયાં કરવાં. પરમ જ્યાં પણ થોડાક સૂકાં લાકડાં કે ડાળીઓ દેખાય તે એક બાજુ ભેગા કરતો જતો જેથી વળતાં એ લેતાં જવાય. ઘણું ચાલ્યા પછી હેપ્પી થાકી ગઈ. "અરે, આ નદી કેટલી દૂર છે યાર? હું તો થાકી ગઈ." આમ કહી હાંફતી તે ત્યાં જ સાઇડમાં એક પથ્થર પર બેસી ગઈ. વિકી તેની પાસે આવી બોલ્યો, "રખડવાનો શોખ તને જ હતો ને? તો હવે થાકી ગયે થોડું ચાલશે? ઊભી થા જલ્દી." "ના હો, હું હવે એક ડગલુંય નહિ ચાલુ. જેને જવું ...Read More

23

અ - પૂર્ણતા - ભાગ 23

રેના નદીમાંથી બહાર નીકળતા તેનો પગ લપસ્યો અને તેણે બૂમ પાડી , "વિકી..." અવાજ આવતાં જ વિકીએ પાછળ ફરીને તો તેને લાગ્યું રેના નદીમાં નાહવાનાં મૂડમાં છે એટલે તે બોલ્યો, "રેના, નદીમાં નાહવા માટે પાછા આવશું, અત્યારે ચાલ, બહાર નીકળ. મોડું થાય છે યાર..." રેના નદીના પાણીમાં ડૂબકીઓ ખાવા લાગી હતી કેમકે એ જ્યાં પડી હતી ત્યાં પાણી ઊંડું હતું અને તેને તરતાં આવડતું ન હતું આથી ફરી તેણે બૂમ પાડી, "વિ....કી.... બ....ચાવ....પ્લીઝ..." રેના પાણી પર રહેવા માટે હાથ પગ મારી રહી હતી તો પણ એ પાણીની અંદર જઈ રહી હતી. હજુ પણ વિકીને લાગ્યું કે રેના મજાક કરે ...Read More

24

અ - પૂર્ણતા - ભાગ 24

વિકીએ રેનાનો જીવ બચાવ્યો એ જાણી હેપ્પી વિકીને ભેટી પડી. સૌ હસતાં મસ્તી કરતાં જ્યાં બધા ટેન્ટ બનાવી રસોઈની કરતાં હતાં ત્યાં પહોંચ્યા. તેમને જોઈને પ્રોફેસર પહેલા તો ખિજાઈ ગયાં."આટલી બધી વાર લાગે કઈ પાણી ભરીને આવતાં? અહી અમે બધા કેટલી ચિંતા કરતાં હતાં કે તમે જંગલમાં ક્યાંક ભૂલા તો નથી પડ્યાં ને.""અરે, સર અમે ક્યાંય ભૂલા નથી પડ્યાં પણ એક ઘટના એવી ઘટી કે અહી પહોંચતા મોડું થઈ ગયું." આમ કહી પરમે આખી વાત પ્રોફેસરને કહી. જે સાંભળી પ્રોફેસર બોલ્યા, "વિકી, મને તારા પર ગર્વ છે કે તે રેનાનો જીવ બચાવ્યો." આમ કહી બધાએ વિકી માટે તાળીઓ વગાડી. ...Read More

25

અ - પૂર્ણતા - ભાગ 25

હેપ્પીના વિચારો વિકીને નવાઈ પમાડે એવા હતાં. એટલે જ તે પૂછી બેઠો કે ,"આ જંગલમાંથી તારી અંદર કોઈ ભૂત નથી આવી ગયું ને? તું હેપ્પી જ છે ને?" આ સાંભળી હેપ્પી હસી પડી. "તારા જેવું ભૂત અમારા ગ્રુપને વળગ્યું છે એટલું જ બસ છે." આમ કહી તે પોતાની ડીશ લઈ ભાત લેવા જતી રહી. પરમ હેપ્પીને જતી જોઇ બોલ્યો, "આ હસતી રમતી અલ્લડ છોકરી અંદરથી કેટલી સમજદાર છે હે ને?" "હમમ." રેના બસ એટલું જ બોલી. જમીને સૌ ટેન્ટમાં થોડી વાર આડા પડ્યાં. અમુક આજુબાજુ રખડવા ગયાં. રેનાનું ગ્રુપ પણ આરામ કરી રહ્યું હતુ. હેપ્પી , રેના, મિશા અને ...Read More

26

અ - પૂર્ણતા - ભાગ 26

સૌના આગ્રહથી વિકીએ ગીત ગાયું અને રેના શરમથી લાલ થઈ ગઈ. વિકી વારાફરતી બધા પર નજર ફેરવી લેતો જેથી એમ ન થાય કે વિકી ફક્ત રેના સામે જોવે છે. જ્યારે પણ વિકીની નજર રેના પર ઠરતી ત્યારે ત્યારે રેના નીચું જોઈ જતી. તેરી નજર જુકે તો શામ ઢલે જો ઉઠે નજર તો સુબહ ચલે તું હસે તો કલિયા ખીલ જાયે તુજે દેખ કે નુર ભી શરમાએ તેરી મીઠી મીઠી બાતે જી ચાહે મેરા મેં યુ હી કરતાં રહું તેરા દીદાર કુદરતને બનાયા હોગા.... ગીત તો સરસ તેના લયમાં ચાલી રહ્યું હતું પણ રેના તો ક્યાં વિચારોમાં ખોવાઈ હતી એ ...Read More

27

અ - પૂર્ણતા - ભાગ 27

"તું જો આમ જ મારા પર પડવાની હોય તો હું રોજ તને ચીડવવા તૈયાર છું." વિકી બોલ્યો. "શું કહ્યું?" એમ કે તારું વજન હેપ્પીની સાથે રહીને વધતું જાય છે એમ." વિકીએ વાત ફેરવી લીધી એને તેના ખરાબ નસીબ કહો કે આ વાત હેપ્પી સાંભળી ગઈ. "તને બઉ પ્રોબ્લેમ છે ને મારા વજનથી? લાવ, આજ તો તને બતાવી જ દઉં કે મારું વજન કેટલું છે." આમ કહી તેણે રેનાને ખેંચી અને ઊભી કરી અને પોતે વિકી પર બેસી જવા તૈયાર થઈ ગઈ. આ જોઈ વિકીએ હાથ જોડયા, "અરે મારી મા, હું તો ફક્ત મજાક કરતો હતો." રેનાએ પણ હેપ્પીને પકડીને ...Read More

28

અ - પૂર્ણતા - ભાગ 28

"તને આ વિકીનું રેના પ્રત્યેનું વર્તન કઈક અલગ નથી લાગતું?" પરમના પૂછાયેલા પ્રશ્નથી હેપ્પીને ખાતરી થઈ ગઈ કે પોતે નથી. "જો પરમ, હું એમ નથી કહેતી કે વિકી સારો છોકરો નથી પણ જો એના મનમાં રેના પ્રત્યે કઈ પણ હશે ને તો રેના અને વિકી બન્ને હેરાન થશે." હેપ્પીએ પોતાની રીતે જ વાત રજૂ કરી. "જો હેપ્પી, રેના મારી બહેન છે અને હું એવું તો ન જ ઇચ્છુ કે એ દુઃખી થાય. જો કે વિકી અને તેનો પરિવાર બન્ને સારા છે. મારા ઘરની સામે જ રહે છે એટલે હું તેમને સારી રીતે ઓળખું છું. બસ, એટલું ઇચ્છુ કે આ ...Read More

29

અ - પૂર્ણતા - ભાગ 29

પરમ, રેના અને હેપ્પી ત્રણેય નાસ્તો કરી રહ્યા હતાં. રેના વિચારી રહી હતી કે હેપ્પી સાથે વાત કઈ રીતે એ પણ પરમની હાજરીમાં. હેપ્પીએ બટાકા પૌવાની ચમચી મોંમાં મૂકીને તરત જ બોલી, "વાહ આંટી, વર્લ્ડના બેસ્ટ પૌવા તમે જ બનાવો છો. હું તો કહું છું તમે પૌવાનો બીઝનેસ જ કેમ નથી કરતાં. અરે, કરોડપતિ થઈ જશો પૌવા વેચીને, એવા બેસ્ટ ક્વોલિટીના પૌવા બનાવો છો તમે." "હેપ્પી, મારે કોઈ બીઝનેસ નથી કરવો. તમે બધા ખાઈને ખુશ થાઉં એ જ બહુ છે મારા માટે." બધાએ નાસ્તો કરવામાં ધ્યાન પરોવ્યું. કંચનબેન રેના તરફ જોઈ બોલ્યા, "રેના, મારે એક સામાજિક પ્રસંગમાં જવાનું છે ...Read More

30

અ - પૂર્ણતા - ભાગ 30

પરમની વાતોએ રેનાને એક હૂંફ આપી દીધી અને કોઈ પણ નિર્ણય લેવા માટે તેણે પોતાની જાતને તૈયાર કરી લીધી. દિવસે કોલેજ જઈ તેણે વિકીના મનમાં શું છે અને તેના વિચારો કેવા છે એ જાણવાનું નક્કી કર્યું. પરમ રેનાના ચહેરા પર આવેલી ચમક જોઈ રહ્યો. સાથે સાથે બે વર્ષ પહેલા બનેલી ઘટના પણ તેના દિમાગ પર છવાઈ ગઈ. બે વર્ષ પહેલા રેનાની જ્યારે કોલેજ હજુ ચાલુ જ થઈ હતી ત્યારની વાત છે. એક દિવસ રેના અને હેપ્પી કૉલેજથી ઘરે આવ્યા તો ઘરનું વાતાવરણ એકદમ ગંભીર હતું. રોજ મસ્તી મજાક કરતી હેપ્પી પણ ઘરનું વાતાવરણ જોઈ ચૂપ જ રહી. રેનાના પપ્પા ...Read More

31

અ - પૂર્ણતા - ભાગ 31

"તું ક્યારેય લવ મેરેજ નહિ કરે, પ્રોમિસ આપ." કિશોરભાઈની વાત સાંભળી રેના ઘડીભર સ્તબ્ધ થઈ ગઈ. પોતાના પિતાની આંખોમાં માટે અપાર પ્રેમની સાથે ચિંતા પણ છલકી રહી હતી. વિશાખાદીદીએ જે પણ કર્યું એના જ આ પડઘા છે એ રેના સમજી રહી હતી. તેણે પ્રેમથી કિશોરભાઈનો હાથ પોતાના હાથમાં લીધો. "પપ્પા, હું સમજુ છું કે દીદીએ જે કર્યું એ જોઈ તમે મારી ચિંતા કરો છો પણ વિશ્વાસ રાખો પપ્પા કે હું આવું પગલું ક્યારેય નહી ભરું. હું પ્રોમિસ કરું છું કે કે તમે જેની પસંદગી મારા માટે કરશો, હું એની જ સાથે લગ્ન કરીશ. મા બાપથી વધુ દીકરીની ભલાઈ કોણ ...Read More

32

અ - પૂર્ણતા - ભાગ 32

રેનાના લગ્ન માટેના વિચારો જાણવા માટે વિકી ઉતાવળો થઈ ગયો એટલે તે વચ્ચે જ બોલી પડ્યો. રેનાએ સામે એક આપ્યું અને બોલવાનું શરુ કર્યું. "જે લોકો લવ મેરેજ કરે છે એ લોકો એવું વિચારે છે કે ભવિષ્યમાં કઈ પણ તકલીફ પડે તો એના માટે જવાબદાર પોતે જ રહેશે પોતાના મા બાપ નહિ. આવું હમણાં મિશાએ જ કહ્યું. એક રીતે સાચું પણ છે. જો કે ભવિષ્યમાં કઈ પણ તકલીફ થઈ અને ત્યારે મા બાપની જરૂર પડી તો મા બાપ મદદ જરૂર કરશે પણ એકવાર કહેશે પણ ખરા કે આ તો તારી પસંદ હતી, હવે તારે ભોગવ્યે જ છૂટકો." બધા રસપૂર્વક ...Read More

33

અ - પૂર્ણતા - ભાગ 33

"હેપ્પી, હું બધું કરીશ તારા માટે પણ એક વસ્તુ નહિ કરી શકું?" "શું?" "હું તને ઊંચકી નહિ શકું." પરમે મોઢું રડમસ બનાવ્યું. "હા, તો કઈ નહિ, હું તને ઊંચકી લઈશ." એમ કહી હેપ્પીએ જ પરમને ઊંચકી લીધો. "એવું ક્યાં લખ્યું છે કે છોકરો જ છોકરીને પોતાની બાંહોમાં ઊંચકે એમ હે? છોકરી મારી જેવી ખમતીધર હોય તો એ પણ ઊંચકી લે." આ જોઈ ફરી બધાએ ચિચિયારી પાડી. હેપ્પીએ પરમને નીચે ઉતાર્યો. પરમે હેપ્પીનો હાથ પકડ્યો અને જે લોકોએ હેપ્પીની મજાક કરી હતી તેમની તરફ જોઈ બોલ્યો, "પ્રેમ કોઈના શરીર સાથે નહિ, મન સાથે થતો હોય છે. હેપ્પીનું મન સુંદર છે. ...Read More

34

અ - પૂર્ણતા - ભાગ 34

કોલેજમાં ધીમે ધીમે સ્ટુડન્ટ બધા ભેગા થઈ રહ્યાં હતાં. પરમ અને વિકી બન્ને બેચેન થઈને વારે વારે દરવાજા તરફ કરી રહ્યાં હતાં. પરમની ધ્યાન બહાર આ વાત ન રહી એટલે એણે પૂછ્યું, "વિકી, હું તો મારી હેપ્પીની રાહ જોઈને ઊભો છું. તું કોની રાહ જોઈને આટલો બેચેન થાય છે?" વિકીએ દરવાજા તરફ નજર કરતા કહ્યું, "રેનાની..." પછી લાગ્યું કે પોતે કઈક બાફી માર્યું છે એટલે તેણે તરત જ વાત વાળી લીધી. "એટલે કે રેના , હેપ્પી અને મિશાની. ક્યાં રહી ગયા આ લોકો એમ." પરમ મનમાં જ હસી પડ્યો. એટલામાં જ મિશા આવી. તે તરત જ વિકી પાસે પહોંચી ...Read More

35

અ - પૂર્ણતા - ભાગ 35

વિકીના ચિત્રમાં દિલવાળા ટુકડામાં લાઈટ થઈ અને તેમાં પોતાનો ફોટો જોઈ રેના અચંબિત થઈ ગઈ. પોતાની સામે ઘુટણ પર વિકીને અને ચિત્રને તે વારા ફરતી જોઈ રહી. આ બાજુ મિશાએ વિકી અને રેનાને આગળ પાછળ જ બહાર નીકળતા જોયાં. જો કે મિશાને લાગ્યું કે રેના વોશરૂમ ગઈ હશે પણ ઘણી વાર થવા છતાંય રેના પાછી ન આવી એટલે તે રેનાને શોધવા નીકળી. શોધતાં શોધતાં તે ગાર્ડન સુધી પહોંચી ગઈ પણ અહી આવીને જે નજારો તેણે જોયો એ તેની કલ્પના બહાર હતો. વિકી રેના સામે ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહ્યો હતો આ જોઈ મિશાનું હદય ટુકડે ટુકડાં થઈ ગયું. ...Read More

36

અ - પૂર્ણતા - ભાગ 36

વિકી અને રેના હોલમાં પહોંચ્યા તો પાર્ટી પૂરી થવામાં હતી. સમય ક્યાં પસાર થઈ ગયો બેમાંથી એકેયને ખબર ન રેનાના આવતાં જ હેપ્પી ખિજાઈ ગઈ. "આટલી સરસ પાર્ટી છોડી ક્યાં ભાગી ગઈ હતી? એક તો મિશા પણ જતી રહી, આ નમૂનો પણ ક્યાંક ગાયબ હતો." વિકી તરફ જોઇ એ બોલી. હેપ્પીના પ્રશ્નને અવગણી રેનાએ પૂછ્યું, "કેમ મિશાને શું થયું તો એ જતી રહી?" "હવે એ નથી ખબર મને. તું એ છોડ, મને એ કે તું ક્યાં ગઈ હતી?" હેપ્પી જાણે લડી લેવાના મૂડમાં હતી. "અરે, શાંત થઈ ...Read More

37

અ - પૂર્ણતા - ભાગ 37

વિકીએ રેનાને પ્રપોઝ કર્યું છે એ વાત સાંભળી પરમ અને હેપ્પી બંનેના મોઢામાંથી એક સરખો ઉદ્દગાર નીકળ્યો, "વોટ? ક્યારે?" બંનેના મોં ખુલ્લા અને આંખો મોટી થઈ ગઈ હતી. આ જોઈ રેના બે મિનિટ ચૂપ થઈ ગઈ. આ વાત આવી રીતે કહેવાની ન હતી એ એને હવે સમજાયું, પણ તીર કમાનમાંથી છૂટી ગયું હતું એટલે હવે પડશે તેવા દેવાશે એવું જ રેનાએ વિચાર્યું. હેપ્પી તો ગુસ્સાથી લાલ થઇ ગઇ. "વિકીની આટલી હિંમત કેમ થઈ કે એ તને પ્રપોઝ કરે?" પરમ હેપ્પીની વાત સાંભળી બોલ્યો, "જેમ મે હિંમત કરી એમ ...Read More

38

અ - પૂર્ણતા - ભાગ 38

મિશા બધાને નાસ્તા હાઉસમાં જ છોડીને ઘરે જવા નીકળી ગઈ. જ્યારથી તેને ખબર પડી હતી કે વિકી રેનાને પ્રેમ છે ત્યારથી એ બને ત્યાં સુધી વિકી સામે આવવાનું ટાળતી અને રેના માટે એને ગુસ્સો હતો કે કેમ એને જ વિકી પ્રેમ કરે છે પોતાને કેમ નહિ એટલે એ રેના સાથે પણ કામ પૂરતું જ બોલતી. મિશા કાર લઈને ઘરે પહોંચી અને ફટાફટ પોતાના રૂમમાં જવા લાગી.મિશાના પપ્પા અશ્વિનભાઈ કોઠારી હોલમાં જ બેસીને પેપર વાંચી રહ્યા હતાં. મિશાને આવીને તરત જ રૂમ તરફ જતાં જોઈ તેમણે બૂમ પાડી, "મિશા, ક્યાં ચાલી આટલી ફટાફટ? એ પણ પપ્પાને ...Read More

39

અ - પૂર્ણતા - ભાગ 39

વિકીની માહિતી મેળવવા માટે અશ્વિનભાઈએ જે વ્યક્તિને કૉલ કર્યો હતો તેણે પોતાનું કામ ખૂબ જ જલ્દી કરી લીધું. સાંજ તો અશ્વિનભાઈ પાસે વિકીની બધી જ માહિતી આવી ગઈ હતી. વિકિના પિતા બળવંત મહેરાએ થોડા સમય પહેલા જ કાપડની એક નાની એવી ફેક્ટરી ચાલુ કરી હતી. જેના માટે એમણે લોન લીધેલી હતી. સાથે થોડા ઘણાં પૈસા વ્યાજે પણ લીધા હતા. ઘર પણ ભાડે હતું અને આર્થિક પરિસ્થિતિ ઠીક કહી શકાય એવી હતી. બસ હવે એક જ કામ હતું કે વિકીને કઈ રીતે પોતાના તરફ કરવો એ અશ્વિનભાઈ વિચારી રહ્યાં. બીજે દિવસે સવારે અશ્વિનભાઈ જોગિંગ કરવા નીકળ્યા ...Read More

40

અ - પૂર્ણતા - ભાગ 40

મિશાના આગ્રહથી વિકીએ અશ્વિનભાઈની ઓફીસ જવાનું શરૂ કરી દીધું હતું. બે દિવસ એમ જ જતાં રહ્યાં. એક દિવસ અશ્વિનભાઈએ બોલાવ્યો. વિકી તેમની કેબિનમાં પહોચ્યો. "યસ સર, કઈ કામ હતું?" વિકી ઓફિસમાં અશ્વિનભાઈને સર કહીને જ બોલાવતો. વ્યક્તિગત અને ધંધાકીય સંબંધો અલગ રહે એ જ સારું એવું વિકિનું માનવું હતું. "વિકી, તારા પપ્પાની કાપડની ફેક્ટરી છે ને?" "હા સર..પણ શું થયું?" "વિકી, એક કાપડનો ખૂબ જ મોટો જથ્થો મારે વિદેશ મોકલવાનો છે. બધો જથ્થો એક સાથે એક જગ્યાએ બની શકે એમ નથી તો જો તારા પપ્પા એમાંનો ...Read More

41

અ - પૂર્ણતા - ભાગ 41

સૌ જમવા બેઠાં હતાં ને બળવંતભાઈનો ફોન વાગ્યો. ફોન ઉપાડતાં જ સામેથી જે કહેવાયું એ સાંભળી તેમના હાથમાંથી ફોન ગયો. આ જોઈ વિકી બોલ્યો, "પપ્પા, શું થયું? કોનો ફોન હતો?" બળવંતભાઈ દિગ્મૂઢ થઈ ગયા હતા. વિકી તેમને શું પૂછી રહ્યો છે એ પણ જાણે તેમને સંભળાતું ન હતું. વિકીએ જોરથી બળવંતભાઈને ખભા પકડી હલાવ્યા અને ફરી જોરથી પૂછ્યું, "પપ્પા? શું થયું? કઈક તો બોલો." "હે? હા...વિકી...રામસીંગનો ફોન હતો, ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે." બળવંતભાઈ આટલું તો માંડ બોલી શક્યા અને સીધા ઉભા થઈ ભાગ્યા. વિકી પણ તેમની પાછળ જ ભાગ્યો. અશ્વિનભાઈએ વિકીને ...Read More

42

અ - પૂર્ણતા - ભાગ 42

વિકી અશ્વિનભાઈ પાસે મદદ લેવા માટે ગયો. મદદ, આ શબ્દ જેટલો સરળ છે કાનાં માત્રા વિનાનો એટલો છે નહિ. મદદ કરવી છે એ પણ સો વાર વિચારે છે અને જે મદદ માંગે છે એ તો હજાર વાર વિચારે છે કેમકે ક્યાંક ને ક્યાંક વાત એના આત્મસન્માનની પણ હોય છે. માણસને હમેશા પોતાનું આત્મસન્માન વહાલું હોય છે પણ પરિસ્થિતિ ક્યારેક એવા વળાંક પર આવીને ઊભી હોય છે કે માણસને પોતાનું આત્મસન્માન પણ એક બાજુ મૂકીને મદદ લેવી પડે છે. વિકીની હાલત પણ કઈક આવી જ હતી. "અંકલ, મારે તમારી મદદ જોઈએ છે." વિકી સંકોચ સાથે બોલ્યો. ...Read More