ખજાનો

(16)
  • 10.7k
  • 0
  • 6.4k

દેશ આઝાદ થયા પછી પણ થોડા સમય સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ પ્રજાનું શાસન રહ્યું. ભારતમાં દિવ,દમણ અને દદરા નગરહવેલીમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યા બાદ પણ કેટલાક પોર્ટુગીઝોએ ભારતની ભૂમિને જ પોતાની કર્મભૂમિ માની ભારતમાં જ રહી ગયા. આવા જ એક પોર્ટુગીઝ પરિવારની સાહસ કથા રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તા કાલ્પનિક છે, તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. રહસ્ય, રોમાંચ અને કલ્પનાથી ભરપૂર મારી આ સાહસ કથા વાંચી તમારા અણમોલ ને સુંદર પ્રતિભાવો જરૂરથી આપજો.

1

ખજાનો - 1

દેશ આઝાદ થયા પછી પણ થોડા સમય સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ પ્રજાનું શાસન રહ્યું. ભારતમાં દિવ,દમણ અને દદરા પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યા બાદ પણ કેટલાક પોર્ટુગીઝોએ ભારતની ભૂમિને જ પોતાની કર્મભૂમિ માની ભારતમાં જ રહી ગયા. આવા જ એક પોર્ટુગીઝ પરિવારની સાહસ કથા રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તા કાલ્પનિક છે, તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. રહસ્ય, રોમાંચ અને કલ્પનાથી ભરપૂર મારી આ સાહસ કથા વાંચી તમારા અણમોલ ને સુંદર પ્રતિભાવો જરૂરથી આપજો.. * * * * * સાંજનો સમય હતો. સૂરજ તેના સોનેરી કિરણોને ફેલાવતો દરિયામાં ડૂબકી લગાવી રહ્યો હતો. ત્યારે દરિયા ...Read More

2

ખજાનો - 2

" વાઉ..ગ્રેટ યાર..સુપર્બ ટેસ્ટ છે. આટલી ટેસ્ટી ડિસ તો રેસ્ટોરન્ટમાં પણ નથી મળતી સૂસ..!નાઇસ ક્રિએશન યાર..સુપર્બ..!" લિઝાએ આંગળીથી ઈશારો ખાતાં ખાતાં કહ્યું." બેટા..તું રેસ્ટોરન્ટ ખોલી દે..સરસ ચાલશે." જેનિશાએ કહ્યું." આંટી વિચાર તો એ જ છે..ને મારુ ડ્રિમ પણ..દરિયા કિનારે મસ્ત રેસ્ટોરન્ટ ખોલવાનું..પણ રેસ્ટોરન્ટ ખોલવા ઘણા રૂપિયા જોઈએ..હું રહ્યો સાધારણ પરિવારનો દીકરો..!જોઈએ હવે શું થાય છે..?" સુશ્રુતે કહ્યું." બાય ધ વે.. તે તારા એકલા માટે આ ડિશ બનાવવાની મહેનત કરી..ગુડ જોબ..પણ હું એકલી હોઉં તો સ્નેક્સથી જ કામ ચલાવી લઉં..આટલી બધી જફામારી હું ન કરું." લિઝાએ કહ્યું. " અરે મારા એકલા માટે નહી..! આજ મારો મિત્ર આવ્યો છે..હર્ષિત..બસ એટલે મન ...Read More

3

ખજાનો - 3

" જેનિશા..જેનિશા ક્યાં છે..? મારે તેને જરૂરી વાત કરવી છે." ડેવિડે ઘરમાં પ્રવેશતાં કહ્યું. " મૉમ કિચનમાં છે,આવે છે. બોલોને અંકલ..! વાત શું છે..? તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો..? અને ડેડ..! તમારી સાથે ડેડ ન આવ્યા..?" લિઝાએ પાણી આપતા કહ્યું. ત્યાં જ જેનિસા કિચનમાંથી હાથ લૂછતી આવી. ડેવિડને જોઈ તે બોલી, " અરે ડેવિડભાઈ..! આટલા ગભરાયેલા કેમ લાગો છો..? વાત શું છે..? અને માઈકલ..? માઈકલ કયાં છે..? દેખાતો નથી..?" જેનિશા હાથ બહાર જઈ આજુબાજુ જોવા લાગી. " જેનિસા..! અહીં બેસ..! મારી વાત શાંતિથી સાંભળ..!" જેનિસાને સોફા પર બેસાડતાં ડેવિડે કહ્યું અને પેન્ટના ચોર ખિસ્સામાંથી એક ડબ્બી જેવું કાઢી, ...Read More

4

ખજાનો - 4

l" પછી શું થયું અંકલ..? તેઓના કપડાંમાંથી તમને આ ડબ્બી મળી..?" સુશ્રુતે પૂછ્યું. " આખી રાત તેઓ સૂતાં જ સવાર પડી. પણ બે માંથી માત્ર એક જ વ્યક્તિ ઉઠ્યો. પગ અને પીઠ પર જેને વાગ્યું હતું તે ઊંઘમાં જ ખલાસ થઈ ગયો." " ઓહ..માય ગોડ..! પછી શું થયું..?" લિઝાએ કહ્યું. " અમે તેની ઝાંઝીબાર ટાપુ પર અંતિમ ક્રિયા કરી. ત્યાર બાદ અમને તે વ્યક્તિએ જ કહ્યું કે તે સામોલિયાનો જાસૂસ હતો. પોતાની ઓળખ છુપાવી તે ખજાનાની શોધમાં નીકળ્યા હતાં.આ નકશા મુજબ તેઓ દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં કિંમબર્લિના એક પર્વતની આજુબાજુના વિસ્તારમાં ખરેખર સોનાના નાના નાના ટુકડા અને હીરા મળી ...Read More

5

ખજાનો - 5

લિઝાના મક્કમ ઇરાદાને સુશ્રુતે ટેકો આપતાં કહ્યું, " લિઝા..! જો તેં ખરેખર નક્કી કરી લીધું જ છે કે તું છોડાવવા દરિયો ખેડી દક્ષિણ આફ્રિકા જઈશ..તો તું ચિંતા ન કર..!તારો આ દોસ્ત સૂસ..હરપળ તારી સાથે રહેશે.આપણે જરૂરથી અંકલને આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવી લાવીશું." સુશ્રુતની વાત સાંભળીને હર્ષિત પણ બોલ્યો," તમારાં બન્નેની સાથે હું પણ આવીશ. બોલો ક્યારે નીકળવું છે..?" " અરે..ત્યાં જવું..તમે ધારો છો એટલું સરળ નથી..! તમે લોકો હજુ નાના છો..અમારાથી તમને ત્યાં એકલાં ન મોકલાય..!" ડેવિડે કહ્યું. " ડેવિડભાઈ બરાબર કહે છે.ત્યાં જવું જોખમભર્યું છે. માઈકલને આદિવાસીઓની કેદમાંથી છોડાવવાનો કોઈ બીજો ઉપાય શોધીએ." જેનિસાએ કહ્યું. " બીજો કોઈ ઉપાય ...Read More

6

ખજાનો - 6

" પણ..પણ તે ડેવિડ અંકલને પૂછ્યું કે નહીં..? " સુશ્રુતે કહ્યું. " ના, મૉમની પરમિશન લઈને આવ્યો છું." દૂર ડેવિડ અને જેનિસાને તેણે હાથ હલાવી બાય કર્યું. ડેવિડે પણ હસીને બાય કહ્યું. લિઝાએ ફરી જહાજનું એન્જીન ચાલુ કર્યું. જહાજ ઘરથી દૂર દૂર જવા લાગ્યું. ડેવિડ અને જેનિસા જહાજ દેખાતું બંધ ન થયું ત્યાં સુધી અનિમેષ નજરે જહાજને જોઈ રહ્યાં. લિઝા,સુશ્રુત,હર્ષિત અને જોની ચારેય જહાજની ઉપરની ખુલ્લી અગાસીમાં ભેગા થયા. સુસવાટાભર્યો ઠંડો પવન વાતો હતો. ચારેય બાજુ બસ પાણી જ પાણી હતું. ખુલ્લા આકાશમાં તારલાઓ ટમટમતાં હતા. ચમકતાં તારલાઓ અને અર્ધચંદ્રમાનું પ્રતિબિંબ સમુદ્રના પાણીમાં પડતાં અદ્દભુત દ્રશ્ય સર્જાયું હતું. ચારેય ...Read More

7

ખજાનો - 7

"અરે આતો શાર્ક માછલી છે. આટલી મોટી..!જહાજ ની સ્પીડ વધારી આપણે તેનાથી આગળ નીકળી જવું પડશે. નહીતર આપણા જહાજને તેને વાર નહીં લાગે..! " જોનીએ સબમરીનમાં જોતા કહ્યું. " એક જ શાર્ક છે કે તેના જેવી બીજી પણ છે.?” લિઝાએ જહાજની સ્પીડ વધારતા કહ્યું. " અત્યારે તો એક જ લાગે છે, પણ તેના જેવી બીજી પણ હોઈ શકે. આપણે ઝડપથી આ એરિયામાંથી નીકળી જવું પડશે." જોનીએ કહ્યું. “લિઝા...! એ શાર્ક આપણા જહાજ બાજુ જ આવે છે. કમોન યાર સ્પીડ વધાર..!" સબમરીનમાં જોતા જોતા જોની એ ઉતાવળે કહ્યું. એટલામાં સુશ્રુત અને હર્ષિત આવી ગયા. " શું થયું મિત્રો..? જહાજને અચાનક ...Read More

8

ખજાનો - 8

" મિત્રો સાંજ થવા આવી છે આપણે ચર્ચા કર્યા વિના પહેલા અહીં ફરીને થોડું જાણી લઈએ. જો કોઈ જોખમ લાગે તો રાત્રી રોકાણ અહિ કરીશું. નહિતર આપણું જહાજ તો છે જ ને..!" જોનીને ટેકો આપતા કહ્યું. ચારેય મિત્રો ટાપુનું ભ્રમણ કરવા લાગ્યા. દરિયા કિનારા થી થોડે દુર નાના નાના છૂટાછવાયા પર્વતો હતા. થોડું થોડું ઘાસ ઊગેલું હતું. ક્યાંક વિચિત્ર પ્રકારના વૃક્ષો જોવા મળ્યા. હર્ષિત તો તેના ફોટા પાડવા લાગ્યો. “આતે કેવા પ્રકારનું વૃક્ષ છે..? આવુ વૃક્ષ તો મેં પહેલીવાર જોયું.બિલકુલ છત્રી જેવું જ લાગે છે.” સુશ્રુતે કહ્યું.  " આ વૃક્ષનું નામ 'ડ્રેગન બ્લડ ટ્રી' છે. આ વૃક્ષ આ ...Read More

9

ખજાનો - 9

ત્રણેય એકસાથે બૂમ પાડી, “ સુશ્રુત..” મોટેથી અવાજ સાંભળી સુશ્રુત ચોકી ગયો. તે ત્રણ ના હાવભાવ જોઈ સુશ્રુતે તરત પાછળ વળી જોયુ. ઇમુ જેવા દેખાતા પક્ષીઓનું ટોળું પૂર ઝડપે તેની તરફ આવી રહ્યું હતું. એક સાથે આટલા મોટા પક્ષીઓના ટોળાને જોઈ સુશ્રુત સુધબુધ ખોઈ બેઠો. તે કંઈ એક્શન લે તે પહેલાં તો તે પક્ષીઓના ટોળાએ સુશ્રુતના કિચન અને ટેન્ટને વેરવિખેર કરી દીધુ. સુશ્રુત દોડવા જતો હતો પણ તેના ભારે શરીરને કારણે તે દોડી શક્યો નહીં. એક પક્ષી તેના ખભે વજન દઈ કૂદયુ તો સુશ્રુત જમીન પર જ લાંબો થઈ ગયો. તેના ઉપરથી બીજા ઘણા પક્ષીઓ કૂદીને ગયા. સુશ્રુતના હાલ ...Read More

10

ખજાનો - 10

થોડા દિવસ આમ જ ગયા. એકાદ દિવસમાં તેઓ સોમાલિયા પહોંચી જવાના હતા. પરંતુ તેમના નક્કી કરેલા દિવસ અનુસાર આજનું સમાપ્ત થઈ ગયું હતું. આખો દિવસ ખાધા-પીધા વગર ચલાવવું કેમ..? જેમ તેમ કરીને એક દિવસ કાઢવાનો હતો. સુશ્રુત થી તો ભૂખ્યા જ રહેવાય નહીં. “અરે યાર એક દિવસ ખાધા વિના કેવી રીતે ચાલશે..?” સુશ્રુતે કહ્યું. “એમ સમજવાનું કે એક દિવસનો આપણે ઉપવાસ કર્યો છે..!” હર્ષિતએ હસીને કહ્યું. “ના હોં મારાથી એક દિવસ શું એક ટંક પણ ખાધા વિના ન ચાલે..! આટલું મોટું મારું શરીર ખાધા વિના કેવી રીતે ચાલે..!” સુશ્રુતે પેટે હાથ ફેરવતા કહ્યું. “જો સૂસ આમ તો તું ડાયટ ...Read More

11

ખજાનો - 11

" સૉરી ફ્રેન્ડ્સ..! મેં દરિયામાં બધે તપાસ કરી પણ ક્યાંય મને જોની દેખાયો નહિ." હર્ષિતે નિરાશ થઈ કહ્યું. હર્ષિતની સાંભળી સૂસ અને લિઝા પણ હતાશ થઈ ગયાં. ત્રણેયને જોનીની ચિંતા થવા લાગી. શું થયું હશે તેને..? ક્યાં ગાયબ થઈ ગયો તે..? જેવા પ્રશ્નોએ ત્રણેયના મગજને ચકરાવે ચડાવ્યા હતાં." સૂસ..! જોનીને શું થયું હશે..? તેને કંઈ થઈ ગયું તો હું ડેવિડ અંકલને શું જવાબ આપીશ..?" રડમસ અવાજે લિઝાએ કહ્યું." ઓહ..ગોડ..! પ્લીઝ જોનીને અમારી પાસે જલ્દી લાવી દો." ભગવાનને પ્રાર્થના કરતા સુશ્રુતે કહ્યું. હર્ષિત પણ ચિંતા કરવા લાગ્યો.ત્રણેય મિત્રો નિરાશ થઈ દરિયા સામે નજર રાખી બેસી ગયા. તેઓનું મન નહોતું માનતું ...Read More

12

ખજાનો - 12

" જોની..! તું પહેલાંથી કહે કે તું દરિયામાં ગયો ત્યારે શું થયું અને તે જલપરીને કેવીરીતે જોઈ.!" લિઝાએ પૂછ્યું." દરિયામાં ગયો. કિનારાથી થોડે દુર અને ઊંડો ઉતર્યો. મને એમ કે ત્યાં જઈશ તો ખાવા માટે નવા જીવ મળી રહેશે. પણ ત્યાં એક મોટી માછલી મને ખાવા મારી પાછળ પડી. તેનું સ્વરૂપ રાક્ષસી હતું. મને એમ કે આજ તો હું ગયો જીવથી. પણ અચાનક શું સુજ્યું કે મેં તે માછલીને બરાબર જોવા તેની સામે ટૉર્ચ કરી. તો માછલી ત્યાં જ અટકી ગઈ. તે મારી નજીક નહોતી આવતી, પણ મારાથી દૂર પણ નહોતી જતી. મને થયું હવે અહીંથી બહાર કેમ નીકળવું..? ...Read More

13

ખજાનો - 13

" અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર જ જંગલ હશે. જંગલમાંથી કંઇક તો ખાવા લાયક મળી રહેશે." હર્ષિતે જંગલ નજર કરતાં કહ્યું. જહાજને બરાબર લાંગરી ચારેય જંગલ તરફ ગયા. ગાઢ જંગલમાં વૃક્ષોમાં ઘણી અજાયબીઓ હતી. વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળ્યા.ઘણાબધા એવા વૃક્ષો હતા કે જેને નાના મોટા ફળ આવેલ હતા. સુશ્રુત તો ફળોથી લચેલા વૃક્ષોને જોઈ ગાંડોતુર બની ગયો અને દોડ્યો ફળ ખાવા. તેણે જેવું ફળ હાથમાં લીધું ને જોનીએ બૂમ પાડી. " સૂસ..! તે ફળ ખાતો નહિ...! જલ્દી તેને નીચે ફેંકી દે ..!"જોનીની ચીસ સાંભળીને સુશ્રુત ફળ ખાતો અટકી ગયો. તેને સમજ ન પડી કે જોનીએ તેને ...Read More

14

ખજાનો - 14

“આ ફળ આપણા માટે ખાવાલાયક છે. ભાવે તેટલા ખાઓ.” જોનીએ તે ફળને બચકું ભરતા કહ્યું. સૌથી પહેલા સુશ્રુતે ફળ ખાધું.“અરે કેટલું મીઠું ફળ છે..? આટલું સ્વાદિષ્ટ ફળ તો મેં ક્યારેય નથી ખાધું..! ” સુશ્રુતે કહ્યું. તે ફટાફટ સારા સારા ફળ શોધવા લાગ્યો અને તેના પેટમાં આરોગવા લાગ્યો. ચારે મિત્રોને ફળો ભાવ્યા. બધાએ પેટ ભરીને ફળ ખાધા. ઘણા બધા ફળ તેઓએ સાથે લઈ જવા માટે એકઠા કર્યા.“આ ઠળિયા આપણે ઘરે લઈ જઇએ તો..! ઘરે લઈ જઈને વાવીએ તો આપણને ઘરે પણ આવા સ્વાદિષ્ટ અને મીઠા ફળ ખાવા મળે.” બાજુમાં પડેલ પથ્થરથી ઠળિયાને તોડતા લિઝાએ કહ્યું.“હા હા.. વિચાર ખોટો નથી. પણ ...Read More

15

ખજાનો - 15

ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા પર પહેરેલી કેપ પર નાની ટૉર્ચ હતી જ પણ તે ટોર્ચનો પ્રકાશ સીધો માછલીની આંખોમાં જતો નહોતો. ચારે જણા છૂટા છૂટા થઈ ગયા. જોની તેના અનુભવને આધારે મિત્રોને ઈશારા કરી રાક્ષસી માછલીથી કેવી રીતે બચવું તે સમજાવી રહ્યો હતો. ચારેયને પોતાના પેન્ટના ખિસ્સામાં રાખેલ ટૉર્ચ કાઢી અને એક સમયે બધાએ ટૉર્ચ ચાલુ કરી. એકસાથે બધી બાજુથી પ્રકાશ આવતાં માછલીની આંખો અંજાઇ ગઈ. તે પ્રકાશની વિરુદ્ધ દિશામાં ભાગી ગઈ. તે રાક્ષસી માછલીને જતી જોઈ ચારેયને રાહત થઈ. ચારેયને હવે રાક્ષસી માછલીનો ડર રહ્યો નહોતો. જો માછલી આવી ...Read More

16

ખજાનો - 16

એક સાથે જલપરીઓના વૃંદે તેઓને ઘેરી લીધાં હતાં. ચારેય માંથી કોઈએ નહોતું વિચાર્યું કે આટલી સુંદર જલપરીઓને તેઓ આટલી જોશે. ચારેય એકબીજા સામે જોતા અને પછી જલપરીઓને જોતાં. ચારેય જલપરીઓની સુંદરતામાં ખોવાયેલા હતાં ને ઘડીભરમાં તો જલપરીઓએ ચારેયને વેલ જેવા દોરડાંથી બાંધી દીધાં. " અરે આ શું થયું..? જલપરીઓએ આપણને આમ, બાંધી કેમ દીધાં ? " સુશ્રુતે કહ્યું. " હા, યાર..! આપણે ક્યાં એમને કોઈ નુકસાન કર્યું છે કે તેઓએ આપણને આમ બાંધી દીધાં..?" લિઝા બોલતી જ હતી ત્યાં એક ઝાટકો લાગ્યો અને એકસાથે બંધાયેલા ચારેય જલપરીઓનાં ટોળાં સાથે ખેંચાવા લાગ્યા. " અરે..! આ શું થાય છે ? આ ...Read More

17

ખજાનો - 17

“હા અમે તમારું કંઈ નથી બગાડયો..! અમે તો ખાલી તમને જોવા અહીં આવ્યા હતા. પ્લીઝ અમને જવા દો.” સુશ્રુતે કરતાં કહ્યું. બધી જલપરીઓ એકબીજા સામે જોવા લાગી. દરેક અંદરોઅંદર વાતો કરવા લાગ્યા અને કોલાહલ મચી ગયો. જ્યારે મહાજલપરી તેના આસન પર સ્થિતપ્રજ્ઞ થઈ વિચારી રહી હતી. મહા જલપરીએ પોતાના સ્થાન પર બેઠા બેઠા ઘંટડી વગાડી. ઘંટડીનો અવાજ સાંભળતાં જ સૌ શાંત થઈ ગયા. " તમે માનવો પોતાનો વિકાસ સાધવા માટે અને પોતાના આર્થિક ઉત્થાન માટે દિવસેને દિવસે પાણીના પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છો. તમને સૌને ખબર છે કે દરિયામાં રહેનાર દરેક સજીવ પાણીના પ્રદુષણથી મુશ્કેલી અનુભવે છે. તમે માનવો ...Read More

18

ખજાનો - 18

“અમે જરૂરી કામથી દરિયો ખેડી રહ્યા છીએ. મારા પિતા મુશ્કેલીમાં છે. તેઓને બચાવવા અને તેઓને સલામત રીતે ઘરે પહોંચાડવા મેં મારી માતાને વચન આપ્યું છે. જો હું મારું કામ પૂર્ણ નહીં કરું તો મારી માતા નિરાશ થઈ જશે. મહેરબાની કરીને અમને જવા દો. અમે તમને વચન આપીએ છીએ કે તમે બધા અહીં નિવાસ કરો છો તે વાત અમે ક્યારેય કોઈને પણ કહીશું નહીં.” લિઝાએ કહ્યું. “મને લાગે છે કે આ લોકો સાચુ કહી રહ્યા છે. જો તેઓ વચન આપતા હોય કે આપણે અહીં નિવાસ કરીએ છીએ તે વાતની જાણ તેઓ કોઈને નહીં કરે, તો આપણે તેઓને જવા દેવા જોઈએ.” ...Read More

19

ખજાનો - 19

" તને કેવીરીતે ખબર કે તેઓ કોઈ સાથે દગો કરતાં નથી..? તું વાત તો એવી રીતે કરે છે જાણે તું વર્ષોથી જાણતો ન હોય..!" હર્ષિતે કહ્યું. " હર્ષિત..! હું ભલે તેઓને વર્ષોથી જાણતો નથી, પણ મને તેઓની વાતો પરથી સમજાયું કે તેઓમાં માનવ જેવા દુર્ગુણો તો નથી જ. તું એક વાત વિચાર. માનવીઓએ તેઓ સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર જળચર પ્રાણીઓને કેટલી હાનિ પહોંચાડી છે. છતાં તેઓએ ક્યારેય માનવીઓને હાનિ પહોંચાડી નથી. તેઓને માનવ સાથે બદલો જ લેવો હોત તો તેઓ માનવ વસાહત કે માનવસૃષ્ટિથી આટલે દૂર આવીને ન વસ્યા હોત. "જોનીએ હર્ષિતને સમજાવતાં ...Read More