ખજાનો

(66)
  • 22.9k
  • 0
  • 13.9k

દેશ આઝાદ થયા પછી પણ થોડા સમય સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ પ્રજાનું શાસન રહ્યું. ભારતમાં દિવ,દમણ અને દદરા નગરહવેલીમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યા બાદ પણ કેટલાક પોર્ટુગીઝોએ ભારતની ભૂમિને જ પોતાની કર્મભૂમિ માની ભારતમાં જ રહી ગયા. આવા જ એક પોર્ટુગીઝ પરિવારની સાહસ કથા રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તા કાલ્પનિક છે, તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. રહસ્ય, રોમાંચ અને કલ્પનાથી ભરપૂર મારી આ સાહસ કથા વાંચી તમારા અણમોલ ને સુંદર પ્રતિભાવો જરૂરથી આપજો.

1

ખજાનો - 1

દેશ આઝાદ થયા પછી પણ થોડા સમય સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ પ્રજાનું શાસન રહ્યું. ભારતમાં દિવ,દમણ અને દદરા પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યા બાદ પણ કેટલાક પોર્ટુગીઝોએ ભારતની ભૂમિને જ પોતાની કર્મભૂમિ માની ભારતમાં જ રહી ગયા. આવા જ એક પોર્ટુગીઝ પરિવારની સાહસ કથા રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તા કાલ્પનિક છે, તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. રહસ્ય, રોમાંચ અને કલ્પનાથી ભરપૂર મારી આ સાહસ કથા વાંચી તમારા અણમોલ ને સુંદર પ્રતિભાવો જરૂરથી આપજો.. * * * * * સાંજનો સમય હતો. સૂરજ તેના સોનેરી કિરણોને ફેલાવતો દરિયામાં ડૂબકી લગાવી રહ્યો હતો. ત્યારે દરિયા ...Read More

2

ખજાનો - 2

" વાઉ..ગ્રેટ યાર..સુપર્બ ટેસ્ટ છે. આટલી ટેસ્ટી ડિસ તો રેસ્ટોરન્ટમાં પણ નથી મળતી સૂસ..!નાઇસ ક્રિએશન યાર..સુપર્બ..!" લિઝાએ આંગળીથી ઈશારો ખાતાં ખાતાં કહ્યું." બેટા..તું રેસ્ટોરન્ટ ખોલી દે..સરસ ચાલશે." જેનિશાએ કહ્યું." આંટી વિચાર તો એ જ છે..ને મારુ ડ્રિમ પણ..દરિયા કિનારે મસ્ત રેસ્ટોરન્ટ ખોલવાનું..પણ રેસ્ટોરન્ટ ખોલવા ઘણા રૂપિયા જોઈએ..હું રહ્યો સાધારણ પરિવારનો દીકરો..!જોઈએ હવે શું થાય છે..?" સુશ્રુતે કહ્યું." બાય ધ વે.. તે તારા એકલા માટે આ ડિશ બનાવવાની મહેનત કરી..ગુડ જોબ..પણ હું એકલી હોઉં તો સ્નેક્સથી જ કામ ચલાવી લઉં..આટલી બધી જફામારી હું ન કરું." લિઝાએ કહ્યું. " અરે મારા એકલા માટે નહી..! આજ મારો મિત્ર આવ્યો છે..હર્ષિત..બસ એટલે મન ...Read More

3

ખજાનો - 3

" જેનિશા..જેનિશા ક્યાં છે..? મારે તેને જરૂરી વાત કરવી છે." ડેવિડે ઘરમાં પ્રવેશતાં કહ્યું. " મૉમ કિચનમાં છે,આવે છે. બોલોને અંકલ..! વાત શું છે..? તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો..? અને ડેડ..! તમારી સાથે ડેડ ન આવ્યા..?" લિઝાએ પાણી આપતા કહ્યું. ત્યાં જ જેનિસા કિચનમાંથી હાથ લૂછતી આવી. ડેવિડને જોઈ તે બોલી, " અરે ડેવિડભાઈ..! આટલા ગભરાયેલા કેમ લાગો છો..? વાત શું છે..? અને માઈકલ..? માઈકલ કયાં છે..? દેખાતો નથી..?" જેનિશા હાથ બહાર જઈ આજુબાજુ જોવા લાગી. " જેનિસા..! અહીં બેસ..! મારી વાત શાંતિથી સાંભળ..!" જેનિસાને સોફા પર બેસાડતાં ડેવિડે કહ્યું અને પેન્ટના ચોર ખિસ્સામાંથી એક ડબ્બી જેવું કાઢી, ...Read More

4

ખજાનો - 4

l" પછી શું થયું અંકલ..? તેઓના કપડાંમાંથી તમને આ ડબ્બી મળી..?" સુશ્રુતે પૂછ્યું. " આખી રાત તેઓ સૂતાં જ સવાર પડી. પણ બે માંથી માત્ર એક જ વ્યક્તિ ઉઠ્યો. પગ અને પીઠ પર જેને વાગ્યું હતું તે ઊંઘમાં જ ખલાસ થઈ ગયો." " ઓહ..માય ગોડ..! પછી શું થયું..?" લિઝાએ કહ્યું. " અમે તેની ઝાંઝીબાર ટાપુ પર અંતિમ ક્રિયા કરી. ત્યાર બાદ અમને તે વ્યક્તિએ જ કહ્યું કે તે સામોલિયાનો જાસૂસ હતો. પોતાની ઓળખ છુપાવી તે ખજાનાની શોધમાં નીકળ્યા હતાં.આ નકશા મુજબ તેઓ દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં કિંમબર્લિના એક પર્વતની આજુબાજુના વિસ્તારમાં ખરેખર સોનાના નાના નાના ટુકડા અને હીરા મળી ...Read More

5

ખજાનો - 5

લિઝાના મક્કમ ઇરાદાને સુશ્રુતે ટેકો આપતાં કહ્યું, " લિઝા..! જો તેં ખરેખર નક્કી કરી લીધું જ છે કે તું છોડાવવા દરિયો ખેડી દક્ષિણ આફ્રિકા જઈશ..તો તું ચિંતા ન કર..!તારો આ દોસ્ત સૂસ..હરપળ તારી સાથે રહેશે.આપણે જરૂરથી અંકલને આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવી લાવીશું." સુશ્રુતની વાત સાંભળીને હર્ષિત પણ બોલ્યો," તમારાં બન્નેની સાથે હું પણ આવીશ. બોલો ક્યારે નીકળવું છે..?" " અરે..ત્યાં જવું..તમે ધારો છો એટલું સરળ નથી..! તમે લોકો હજુ નાના છો..અમારાથી તમને ત્યાં એકલાં ન મોકલાય..!" ડેવિડે કહ્યું. " ડેવિડભાઈ બરાબર કહે છે.ત્યાં જવું જોખમભર્યું છે. માઈકલને આદિવાસીઓની કેદમાંથી છોડાવવાનો કોઈ બીજો ઉપાય શોધીએ." જેનિસાએ કહ્યું. " બીજો કોઈ ઉપાય ...Read More

6

ખજાનો - 6

" પણ..પણ તે ડેવિડ અંકલને પૂછ્યું કે નહીં..? " સુશ્રુતે કહ્યું. " ના, મૉમની પરમિશન લઈને આવ્યો છું." દૂર ડેવિડ અને જેનિસાને તેણે હાથ હલાવી બાય કર્યું. ડેવિડે પણ હસીને બાય કહ્યું. લિઝાએ ફરી જહાજનું એન્જીન ચાલુ કર્યું. જહાજ ઘરથી દૂર દૂર જવા લાગ્યું. ડેવિડ અને જેનિસા જહાજ દેખાતું બંધ ન થયું ત્યાં સુધી અનિમેષ નજરે જહાજને જોઈ રહ્યાં. લિઝા,સુશ્રુત,હર્ષિત અને જોની ચારેય જહાજની ઉપરની ખુલ્લી અગાસીમાં ભેગા થયા. સુસવાટાભર્યો ઠંડો પવન વાતો હતો. ચારેય બાજુ બસ પાણી જ પાણી હતું. ખુલ્લા આકાશમાં તારલાઓ ટમટમતાં હતા. ચમકતાં તારલાઓ અને અર્ધચંદ્રમાનું પ્રતિબિંબ સમુદ્રના પાણીમાં પડતાં અદ્દભુત દ્રશ્ય સર્જાયું હતું. ચારેય ...Read More

7

ખજાનો - 7

"અરે આતો શાર્ક માછલી છે. આટલી મોટી..!જહાજ ની સ્પીડ વધારી આપણે તેનાથી આગળ નીકળી જવું પડશે. નહીતર આપણા જહાજને તેને વાર નહીં લાગે..! " જોનીએ સબમરીનમાં જોતા કહ્યું. " એક જ શાર્ક છે કે તેના જેવી બીજી પણ છે.?” લિઝાએ જહાજની સ્પીડ વધારતા કહ્યું. " અત્યારે તો એક જ લાગે છે, પણ તેના જેવી બીજી પણ હોઈ શકે. આપણે ઝડપથી આ એરિયામાંથી નીકળી જવું પડશે." જોનીએ કહ્યું. “લિઝા...! એ શાર્ક આપણા જહાજ બાજુ જ આવે છે. કમોન યાર સ્પીડ વધાર..!" સબમરીનમાં જોતા જોતા જોની એ ઉતાવળે કહ્યું. એટલામાં સુશ્રુત અને હર્ષિત આવી ગયા. " શું થયું મિત્રો..? જહાજને અચાનક ...Read More

8

ખજાનો - 8

" મિત્રો સાંજ થવા આવી છે આપણે ચર્ચા કર્યા વિના પહેલા અહીં ફરીને થોડું જાણી લઈએ. જો કોઈ જોખમ લાગે તો રાત્રી રોકાણ અહિ કરીશું. નહિતર આપણું જહાજ તો છે જ ને..!" જોનીને ટેકો આપતા કહ્યું. ચારેય મિત્રો ટાપુનું ભ્રમણ કરવા લાગ્યા. દરિયા કિનારા થી થોડે દુર નાના નાના છૂટાછવાયા પર્વતો હતા. થોડું થોડું ઘાસ ઊગેલું હતું. ક્યાંક વિચિત્ર પ્રકારના વૃક્ષો જોવા મળ્યા. હર્ષિત તો તેના ફોટા પાડવા લાગ્યો. “આતે કેવા પ્રકારનું વૃક્ષ છે..? આવુ વૃક્ષ તો મેં પહેલીવાર જોયું.બિલકુલ છત્રી જેવું જ લાગે છે.” સુશ્રુતે કહ્યું.  " આ વૃક્ષનું નામ 'ડ્રેગન બ્લડ ટ્રી' છે. આ વૃક્ષ આ ...Read More

9

ખજાનો - 9

ત્રણેય એકસાથે બૂમ પાડી, “ સુશ્રુત..” મોટેથી અવાજ સાંભળી સુશ્રુત ચોકી ગયો. તે ત્રણ ના હાવભાવ જોઈ સુશ્રુતે તરત પાછળ વળી જોયુ. ઇમુ જેવા દેખાતા પક્ષીઓનું ટોળું પૂર ઝડપે તેની તરફ આવી રહ્યું હતું. એક સાથે આટલા મોટા પક્ષીઓના ટોળાને જોઈ સુશ્રુત સુધબુધ ખોઈ બેઠો. તે કંઈ એક્શન લે તે પહેલાં તો તે પક્ષીઓના ટોળાએ સુશ્રુતના કિચન અને ટેન્ટને વેરવિખેર કરી દીધુ. સુશ્રુત દોડવા જતો હતો પણ તેના ભારે શરીરને કારણે તે દોડી શક્યો નહીં. એક પક્ષી તેના ખભે વજન દઈ કૂદયુ તો સુશ્રુત જમીન પર જ લાંબો થઈ ગયો. તેના ઉપરથી બીજા ઘણા પક્ષીઓ કૂદીને ગયા. સુશ્રુતના હાલ ...Read More

10

ખજાનો - 10

થોડા દિવસ આમ જ ગયા. એકાદ દિવસમાં તેઓ સોમાલિયા પહોંચી જવાના હતા. પરંતુ તેમના નક્કી કરેલા દિવસ અનુસાર આજનું સમાપ્ત થઈ ગયું હતું. આખો દિવસ ખાધા-પીધા વગર ચલાવવું કેમ..? જેમ તેમ કરીને એક દિવસ કાઢવાનો હતો. સુશ્રુત થી તો ભૂખ્યા જ રહેવાય નહીં. “અરે યાર એક દિવસ ખાધા વિના કેવી રીતે ચાલશે..?” સુશ્રુતે કહ્યું. “એમ સમજવાનું કે એક દિવસનો આપણે ઉપવાસ કર્યો છે..!” હર્ષિતએ હસીને કહ્યું. “ના હોં મારાથી એક દિવસ શું એક ટંક પણ ખાધા વિના ન ચાલે..! આટલું મોટું મારું શરીર ખાધા વિના કેવી રીતે ચાલે..!” સુશ્રુતે પેટે હાથ ફેરવતા કહ્યું. “જો સૂસ આમ તો તું ડાયટ ...Read More

11

ખજાનો - 11

" સૉરી ફ્રેન્ડ્સ..! મેં દરિયામાં બધે તપાસ કરી પણ ક્યાંય મને જોની દેખાયો નહિ." હર્ષિતે નિરાશ થઈ કહ્યું. હર્ષિતની સાંભળી સૂસ અને લિઝા પણ હતાશ થઈ ગયાં. ત્રણેયને જોનીની ચિંતા થવા લાગી. શું થયું હશે તેને..? ક્યાં ગાયબ થઈ ગયો તે..? જેવા પ્રશ્નોએ ત્રણેયના મગજને ચકરાવે ચડાવ્યા હતાં." સૂસ..! જોનીને શું થયું હશે..? તેને કંઈ થઈ ગયું તો હું ડેવિડ અંકલને શું જવાબ આપીશ..?" રડમસ અવાજે લિઝાએ કહ્યું." ઓહ..ગોડ..! પ્લીઝ જોનીને અમારી પાસે જલ્દી લાવી દો." ભગવાનને પ્રાર્થના કરતા સુશ્રુતે કહ્યું. હર્ષિત પણ ચિંતા કરવા લાગ્યો.ત્રણેય મિત્રો નિરાશ થઈ દરિયા સામે નજર રાખી બેસી ગયા. તેઓનું મન નહોતું માનતું ...Read More

12

ખજાનો - 12

" જોની..! તું પહેલાંથી કહે કે તું દરિયામાં ગયો ત્યારે શું થયું અને તે જલપરીને કેવીરીતે જોઈ.!" લિઝાએ પૂછ્યું." દરિયામાં ગયો. કિનારાથી થોડે દુર અને ઊંડો ઉતર્યો. મને એમ કે ત્યાં જઈશ તો ખાવા માટે નવા જીવ મળી રહેશે. પણ ત્યાં એક મોટી માછલી મને ખાવા મારી પાછળ પડી. તેનું સ્વરૂપ રાક્ષસી હતું. મને એમ કે આજ તો હું ગયો જીવથી. પણ અચાનક શું સુજ્યું કે મેં તે માછલીને બરાબર જોવા તેની સામે ટૉર્ચ કરી. તો માછલી ત્યાં જ અટકી ગઈ. તે મારી નજીક નહોતી આવતી, પણ મારાથી દૂર પણ નહોતી જતી. મને થયું હવે અહીંથી બહાર કેમ નીકળવું..? ...Read More

13

ખજાનો - 13

" અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર જ જંગલ હશે. જંગલમાંથી કંઇક તો ખાવા લાયક મળી રહેશે." હર્ષિતે જંગલ નજર કરતાં કહ્યું. જહાજને બરાબર લાંગરી ચારેય જંગલ તરફ ગયા. ગાઢ જંગલમાં વૃક્ષોમાં ઘણી અજાયબીઓ હતી. વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળ્યા.ઘણાબધા એવા વૃક્ષો હતા કે જેને નાના મોટા ફળ આવેલ હતા. સુશ્રુત તો ફળોથી લચેલા વૃક્ષોને જોઈ ગાંડોતુર બની ગયો અને દોડ્યો ફળ ખાવા. તેણે જેવું ફળ હાથમાં લીધું ને જોનીએ બૂમ પાડી. " સૂસ..! તે ફળ ખાતો નહિ...! જલ્દી તેને નીચે ફેંકી દે ..!"જોનીની ચીસ સાંભળીને સુશ્રુત ફળ ખાતો અટકી ગયો. તેને સમજ ન પડી કે જોનીએ તેને ...Read More

14

ખજાનો - 14

“આ ફળ આપણા માટે ખાવાલાયક છે. ભાવે તેટલા ખાઓ.” જોનીએ તે ફળને બચકું ભરતા કહ્યું. સૌથી પહેલા સુશ્રુતે ફળ ખાધું.“અરે કેટલું મીઠું ફળ છે..? આટલું સ્વાદિષ્ટ ફળ તો મેં ક્યારેય નથી ખાધું..! ” સુશ્રુતે કહ્યું. તે ફટાફટ સારા સારા ફળ શોધવા લાગ્યો અને તેના પેટમાં આરોગવા લાગ્યો. ચારે મિત્રોને ફળો ભાવ્યા. બધાએ પેટ ભરીને ફળ ખાધા. ઘણા બધા ફળ તેઓએ સાથે લઈ જવા માટે એકઠા કર્યા.“આ ઠળિયા આપણે ઘરે લઈ જઇએ તો..! ઘરે લઈ જઈને વાવીએ તો આપણને ઘરે પણ આવા સ્વાદિષ્ટ અને મીઠા ફળ ખાવા મળે.” બાજુમાં પડેલ પથ્થરથી ઠળિયાને તોડતા લિઝાએ કહ્યું.“હા હા.. વિચાર ખોટો નથી. પણ ...Read More

15

ખજાનો - 15

ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા પર પહેરેલી કેપ પર નાની ટૉર્ચ હતી જ પણ તે ટોર્ચનો પ્રકાશ સીધો માછલીની આંખોમાં જતો નહોતો. ચારે જણા છૂટા છૂટા થઈ ગયા. જોની તેના અનુભવને આધારે મિત્રોને ઈશારા કરી રાક્ષસી માછલીથી કેવી રીતે બચવું તે સમજાવી રહ્યો હતો. ચારેયને પોતાના પેન્ટના ખિસ્સામાં રાખેલ ટૉર્ચ કાઢી અને એક સમયે બધાએ ટૉર્ચ ચાલુ કરી. એકસાથે બધી બાજુથી પ્રકાશ આવતાં માછલીની આંખો અંજાઇ ગઈ. તે પ્રકાશની વિરુદ્ધ દિશામાં ભાગી ગઈ. તે રાક્ષસી માછલીને જતી જોઈ ચારેયને રાહત થઈ. ચારેયને હવે રાક્ષસી માછલીનો ડર રહ્યો નહોતો. જો માછલી આવી ...Read More

16

ખજાનો - 16

એક સાથે જલપરીઓના વૃંદે તેઓને ઘેરી લીધાં હતાં. ચારેય માંથી કોઈએ નહોતું વિચાર્યું કે આટલી સુંદર જલપરીઓને તેઓ આટલી જોશે. ચારેય એકબીજા સામે જોતા અને પછી જલપરીઓને જોતાં. ચારેય જલપરીઓની સુંદરતામાં ખોવાયેલા હતાં ને ઘડીભરમાં તો જલપરીઓએ ચારેયને વેલ જેવા દોરડાંથી બાંધી દીધાં. " અરે આ શું થયું..? જલપરીઓએ આપણને આમ, બાંધી કેમ દીધાં ? " સુશ્રુતે કહ્યું. " હા, યાર..! આપણે ક્યાં એમને કોઈ નુકસાન કર્યું છે કે તેઓએ આપણને આમ બાંધી દીધાં..?" લિઝા બોલતી જ હતી ત્યાં એક ઝાટકો લાગ્યો અને એકસાથે બંધાયેલા ચારેય જલપરીઓનાં ટોળાં સાથે ખેંચાવા લાગ્યા. " અરે..! આ શું થાય છે ? આ ...Read More

17

ખજાનો - 17

“હા અમે તમારું કંઈ નથી બગાડયો..! અમે તો ખાલી તમને જોવા અહીં આવ્યા હતા. પ્લીઝ અમને જવા દો.” સુશ્રુતે કરતાં કહ્યું. બધી જલપરીઓ એકબીજા સામે જોવા લાગી. દરેક અંદરોઅંદર વાતો કરવા લાગ્યા અને કોલાહલ મચી ગયો. જ્યારે મહાજલપરી તેના આસન પર સ્થિતપ્રજ્ઞ થઈ વિચારી રહી હતી. મહા જલપરીએ પોતાના સ્થાન પર બેઠા બેઠા ઘંટડી વગાડી. ઘંટડીનો અવાજ સાંભળતાં જ સૌ શાંત થઈ ગયા. " તમે માનવો પોતાનો વિકાસ સાધવા માટે અને પોતાના આર્થિક ઉત્થાન માટે દિવસેને દિવસે પાણીના પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છો. તમને સૌને ખબર છે કે દરિયામાં રહેનાર દરેક સજીવ પાણીના પ્રદુષણથી મુશ્કેલી અનુભવે છે. તમે માનવો ...Read More

18

ખજાનો - 18

“અમે જરૂરી કામથી દરિયો ખેડી રહ્યા છીએ. મારા પિતા મુશ્કેલીમાં છે. તેઓને બચાવવા અને તેઓને સલામત રીતે ઘરે પહોંચાડવા મેં મારી માતાને વચન આપ્યું છે. જો હું મારું કામ પૂર્ણ નહીં કરું તો મારી માતા નિરાશ થઈ જશે. મહેરબાની કરીને અમને જવા દો. અમે તમને વચન આપીએ છીએ કે તમે બધા અહીં નિવાસ કરો છો તે વાત અમે ક્યારેય કોઈને પણ કહીશું નહીં.” લિઝાએ કહ્યું. “મને લાગે છે કે આ લોકો સાચુ કહી રહ્યા છે. જો તેઓ વચન આપતા હોય કે આપણે અહીં નિવાસ કરીએ છીએ તે વાતની જાણ તેઓ કોઈને નહીં કરે, તો આપણે તેઓને જવા દેવા જોઈએ.” ...Read More

19

ખજાનો - 19

" તને કેવીરીતે ખબર કે તેઓ કોઈ સાથે દગો કરતાં નથી..? તું વાત તો એવી રીતે કરે છે જાણે તું વર્ષોથી જાણતો ન હોય..!" હર્ષિતે કહ્યું. " હર્ષિત..! હું ભલે તેઓને વર્ષોથી જાણતો નથી, પણ મને તેઓની વાતો પરથી સમજાયું કે તેઓમાં માનવ જેવા દુર્ગુણો તો નથી જ. તું એક વાત વિચાર. માનવીઓએ તેઓ સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર જળચર પ્રાણીઓને કેટલી હાનિ પહોંચાડી છે. છતાં તેઓએ ક્યારેય માનવીઓને હાનિ પહોંચાડી નથી. તેઓને માનવ સાથે બદલો જ લેવો હોત તો તેઓ માનવ વસાહત કે માનવસૃષ્ટિથી આટલે દૂર આવીને ન વસ્યા હોત. "જોનીએ હર્ષિતને સમજાવતાં ...Read More

20

ખજાનો - 20

" માફ કરજો માનવમિત્રો..!આના સિવાય અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી..!" આટલું કહી મહાજલપરીએ તેની કાળીભમ્મર આંખોમાંથી ગુલાબી રંગનો છોડ્યો. તે પ્રકાશથી ચારેય મિત્રોની આંખો અંજાઈ ગઈ. ચારેય મિત્રોને આંખે અંધારા આવી ગયા. તેઓને સમજાતું નહોતું કે તેઓ સાથે શું થઈ રહ્યું હતું. મહામુશ્કેલીથી તે ચારેય મિત્રોએ આંખો ખોલી. દરિયાકિનારાની રેતીમાંથી ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ ચારેય મિત્રોએ આળસ મરડી અને બેઠા થયા. " કોઈ ભયાનક સ્વપ્ન જોયું હોય તેમ મારુ હૃદય ડરનું માર્યું ઝડપથી ધબકી રહ્યું છે." પોતાના હૃદય પર હાથ મૂકી સુશ્રુતે કહ્યું. " મને પણ કંઈક એવું જ ફીલ થાય છે." લિઝાએ કહ્યું. " પણ આપણે અહીં ...Read More

21

ખજાનો - 21

" ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતાં આ કેટલી સુંદર પળ છે આ સમય મને હંમેશાં યાદ રહેશે." સુશ્રુતે કહ્યું. " હા, અહીંનું વાતાવરણ, સુંદર કિનારો, ખુલ્લું ગગન..! કેટલું સુંદર છે. હું પણ આ સમયને ક્યારેય નહીં ભૂલી શકું." લિઝાએ કહ્યું. એટલાંમાં જોની અને હર્ષિત પણ આવી ગયા. " ખાવાનું કંઈ મળ્યું કે નહીં...?" સુશ્રુતે પૂછ્યું. " હા, જો આ ગુલાબી ફ્રૂટ મળ્યા. ટેસ્ટ તો કર..કેટલા મીઠા છે !" હર્ષિતે કહ્યું. લિઝાએ ફ્રૂટ ટેસ્ટ કર્યું. " અમેજિંગ ટેસ્ટ છે યાર..? આટલું ટેસ્ટી ફળ તો મેં પહેલીવાર ખાધું છે. સૂસ તું પણ ટેસ્ટ ...Read More

22

ખજાનો - 22

" ડોન્ટ વરી યાર..! તે માત્ર બેભાન થયો છે તેને બીજી કોઈ તકલીફ નથી. બસ તું માની લે કે પાંચ છ કલાક માટે સુઈ ગયો છે. " જોનીએ હર્ષિતને સમજાવતાં કહ્યું. " પણ કોઈ આપણને બેભાન કેમ કરે ? આપણી અહીંના કોઈ લોકો સાથે શું દુશ્મની છે કે તેઓ આપણને બેભાન કરી પકડવા ઈચ્છે છે ?" હર્ષિતે પૂછ્યું. " આપણી તેઓ સાથે કોઈ દુશ્મની નથી માન્યું. પણ અહીં પ્રજા આપણને નવા વિદેશી સમજી આપણા પર આક્રમણ કરે. કેમકે તેઓને પણ પ્રશ્નો તો થતાં હશે ને કે આપણે કેમ તેમનાં પ્રદેશમાં આવ્યાં છીએ ? તેઓને ડર હોય કે આપણે તેઓની ...Read More

23

ખજાનો - 23

" પણ તેને આવું કેમ થયું ? તેને ભાન આવ્યું, તે મારી પાસે આવ્યો અને ઢળી પડ્યો. પાંચેક કલાક ગયા. તોપણ તે ફરી બેભાન કેમ થઈ ગયો ?" નવાઈ સાથે હર્ષિત એ જોનીને પૂછ્યું. " માઈકલ અંકલ અને મારા પપ્પા આ વિશે વાતો કરતા હતા. તે મુજબ તો ચાર-પાંચ કલાકમાં ભાન આવી જવું જોઈએ. " હવે સુશ્રુતને ક્યારે ભાન આવશે ?" " કંઈ ખબર નથી યાર. આ વિશે હું વધુ જાણતો નથી. તેને ભાન આવે એ માટે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી." સુશ્રુતને વ્યવસ્થિત જગ્યા પર સુવાળ્યો. અંધારું થઈ ગયું હતું. જોની જહાજ ચલાવવા એન્જિન ...Read More

24

ખજાનો - 24

પોતાના લક્ષ્ય અને મંજિલથી સાવ અજાણ ચારેય મિત્રોની અવળી ગંગા વહેવા લાગી. જવાનું હતું આફ્રિકાના જંગલમાં ને જલપરીઓના અભિશ્રાપથી ભૂલી ચારેય મિત્રો ઘર તરફ પાછા ફરી રહ્યાં હતા. લક્ષ્ય ભૂલ્યાને લગભગ ચાર દિવસ થઈ ગયાં હતાં. પાંચમાં અને છેલ્લા દિવસે તેઓ એક નાનકડા ટાપુ પર જઈ પહોંચ્યા. તેઓ તેને સોકોટ્રા ટાપુ સમજતાં હતા પણ તે સોકોટ્રા નહિ પણ કોઈ બીજો જ અનામી ટાપુ હતો જેનો નિર્દેશ તેઓનાં નકશામાં નહોતો કર્યો. જોનીએ ટાપુના કિનારે જહાજ લાંગર્યું. ચારેય મિત્રો અજાણ્યાં પ્રદેશની ધરતી પર ઉતર્યા. પગ મૂકતાની સાથે જ જાણે ત્યાંના ગજબના વાતાવરણનો અહેસાસ થયો. સૂર્યના આકરા તાપમાં પણ વૃક્ષોથી ઘીચોઘીચ આ ...Read More

25

ખજાનો - 25

" શું થયું જોની..! કંઈ ખબર પડી મિસ્ટર સાયન્ટિસ્ટ..! આ તળાવમાં તો જોખમ નથી ને ?" કટાક્ષ કરતાં હર્ષિતે " આ એમોનિયમ નાઈટ્રેટ છે. જે એક પ્રકારનું મીઠું જ છે." જોનીએ હર્ષિત સામે જોઈ કહ્યું. " ઓહ..વગર લેબમાં ટેસ્ટ કર્યા વિના તું કેવીરીતે કહી શકે કે તે એમોનિયમ નાઇટ્રેટ છે ?" હર્ષિતના આ સવાલ સાથે જ જૉનીએ હર્ષિતને તળાવમાં ધક્કો માર્યો. " ઓહ..માય ગોડ..! આ તો બરફ જેવું પાણી છે. આટલી ગરમીમાં આટલું ઠંડું પાણી..! " ગરમીમાં ઠંડા પાણીમાં નાહવાની મજા લેતાં હર્ષિતે કહ્યું. " હવે ખબર પડી..! હું કહું છું તે સાચું છે અને હા માત્ર કિનારા પર ...Read More

26

ખજાનો - 26

" ફટાફટ જહાજ તરફ ચાલો..! હા..હા..હા..! જહાજ પર જઈને કહું કે આપણે કેમ હસીએ છીએ..!" જોનીએ જહાજ તરફ જવાનો કરતાં કહ્યું. ચારેય મિત્રો જોર જોરથી હસતા હસતા જહાજ પર ગયા. જોનીએ એન્જીન ચાલુ કરી જહાજને કિનારાથી દૂર લઈ ગયો. ધીમે ધીમે બધાનો પોતાના હાસ્ય પર કન્ટ્રોલ થયો. " થેન્ક ગોડ..! હવે મારી હંસી બંધ થઈ..! હસી હસીને તો મારું પેટ ને ગાલ બન્ને દુઃખી ગયા..! બાપ રે..! આટલું બધું તો હું મારા જીવનમાં નથી હસી..!" લિઝાએ નોર્મલ થતાં કહ્યું. " સાચું કહ્યું યાર..! આજ આપણે બહુ હસ્યાં..! હસી હસીને થાકી જ ગયા." સુશ્રુત બોલ્યો. " હસવું સ્વાસ્થ્ય માટે સારું ...Read More

27

ખજાનો - 27

" પણ અત્યારે તમારે ફ્રૂટ જ્યુસથી કામ ચલાવવું પડશે. ડેઝર્ટ તો આવતી કાલે જ ખાવા મળશે." સુશ્રુતે કહ્યું. " અમારે તો બધાંથી ચાલશે..! ઈવન કંઈ નહીં મળે તો પણ અમે ત્રણ તો ચલાવી લઈશું. પણ તારે ખાલી જ્યુસથી પેટ ભરાશે..? એ કહે પહેલાં..!" લિઝાએ સુશ્રુતની મજાક ઉડાવતા કહ્યું. " લિઝા વાત તો સાચી છે. પણ બેટા તું ભૂલે છે. આપણા જહાજમાં અનાજ પાણીનો મહિનાઓ ચાલે તેટલો ભંડાર છે. પણ સાલું એક ના એક દાળ,ભાત અને રોટી ખાઈને કંટાળ્યા હવે..!" સુશ્રુતે કહ્યું. " સુશ્રુત..! એક કામ કર..! ફ્રૂટ પુલાવ બનાવી દે. ફ્રૂટ પુલાવ વીથ લાફિંગ જ્યુસ..!" જોનીએ કહ્યું. જોનીની વાત ...Read More

28

ખજાનો - 28

“સૂસની વાત કેટલી પણ સીરીયસ કેમ ન હોય..!અંતે ખાવાની વાત તો આવી જ જાય..!” લિઝાએ હસીને કહ્યું. “હા તે આટલું મોટું છે તો ખાવા તો જોઈએ જ ને..! મને તો નવાઈ એ વાતની લાગે છે કે તમને બધાને મારી જેમ ભૂખ કેમ નથી લાગતી..?” મૂંઝવણમાં મુકાઈ ગયો હોય તેવો ચહેરો બનાવી સુશ્રુતે કહ્યું. તેને જોઈ બાકીના ત્રણેય મિત્રો જોર જોરથી હસી પડ્યા. “સુશ્રુત તને ખબર નથી. ભૂખ તો અમને પણ લાગે છે. પણ અમે તારાથી સંતાઈને ખાઈ લઈએ છીએ. આપણા જહાજમાં સિલેક્ટેડ ખોરાકનો અલગ એક જથ્થો છે. જે વિપરીત સમયમાં કામ લાગે છે. અમે તો તેમાંથી ભરપૂર ખોરાકનો આનંદ ...Read More

29

ખજાનો - 29

ત્રણ-ચાર કલાક આમ જ વીતી ગયા. ત્યાં અચાનક જ જોર જોરથી કોઈ અવાજ સંભળાવા લાગ્યો. ધીમે ધીમે તે અવાજ આવતો હોય તેવો ભાસ થતો હતો. એક એક કરી ફટાફટ ચારે મિત્રો ઉઠી ગયા. અવાજની દિશા તરફ જોયું તો તે જોઈને ચારેય મિત્રો ચોંકી ગયા. ચારેયની આંખો ફાટી ગઈ. ચારેના મુખમાંથી એક જ વાક્ય નીકળ્યું, “ઓહ માય ગોડ..!” ઇમુ જેવા દેખાતા પક્ષીઓનું ટોળું તેઓની તરફ એક સાથે દોડીને આવતું હતું. એક સાથે આવતા પક્ષીઓના ટોળાને જોઈ ચારેય મિત્રો ઊભા થઈ ગયા અને દોડીને દરિયાના પાણીમાં ભાગી ગયા. ક્ષણભરમાં તો ટોળું ક્યાંય દૂર સુધી ચાલ્યું ગયું. પણ ગભરાયેલા આ ચારેય મિત્રોના ...Read More

30

ખજાનો - 29

" સોમાલિયાના રાજાને કેમ મળવાનું છે ? એ જણાવવા કે આફ્રિકાનાં જંગલોમાં ક્યાંય ખજાનો નથી..! " સુશ્રુતે કહ્યું. " સૂસ..! તેઓને ખજાનાં વિશે કંઈ જ નથી કહેવાનું." " તો કેમ તેમને મળવાનું છે ? " " મારાં ડેડને બચાવવા માટે તેમની મદદ લેવા માટે મળવાનું છે. આદિવાસીઓનું ટોળું મોટું હશે. તેઓ પાસે તીક્ષ્ણ હથિયારો હશે. આપણે ચાર વગર હથિયારે મારા ડેડને આદિવાસીઓનાં હાથમાંથી કેવીરીતે છોડાવી શકશું ? આ માટે આપણે સોમાલિયાના રાજા પાસેથી લશ્કરી મદદ લેવાની છે " લિઝાએ કહ્યું. " લિઝા..! તને શું લાગે છે ? આપણા કહેવાથી તે આપણને મદદ કરવા તૈયાર થઈ જશે ? " જોનીએ ...Read More

31

ખજાનો - 30

“લિઝા..! માઇકલ અંકલ કે ડેવિડ અંકલની આ રાજા સાથે કોઈ ઓળખાણ છે કે નહીં..? જો રાજા સાથે કોઈ ઓળખાણ તો નગરમાં પ્રવેશ કરવું અને રાજા ને મળવું થોડું સરળ થઇ જાય.” હર્ષિત બોલ્યો. “સોમાલિયાના રાજા સાથે કોઈ ઓળખાણ હોય એવું તો ડેવિડ અંકલે કંઈ કહ્યું નથી. ડેવિડ અંકલ અને મારા ડેડી સોમાલિયાના રાજાને જાસૂસ દ્વારા જ ઓળખતા થયા હશે. એવું મને લાગે છે. જાસૂસ નો સંદેશો મોકલવાનો છે કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. સાથે આપણો એક સ્વાર્થ છે કે તેઓ આપણને થોડી ઘણી મદદ કરે તો મારા ડેડીને આદિવાસીઓની ચુંગાલમાંથી બચાવવામાં સરળતા રહે." લિઝાએ કહ્યું. " ઊભાં ...Read More

32

ખજાનો - 31

" ઓય..! પાગલ..! તેં એકદમ સાચું કહ્યું છે. અમે તને એટલે જોઈ રહ્યા છીએ કે તારાં જેવો વિચાર અમને ન આવ્યો." લિઝાએ કહ્યું. આમ, વિચારી ચારેય મિત્રો સોમાલિયાના કિનારાના નગરમાં પ્રવેશ્યા. પ્રવેશતાં જ સોમાલિયાની સરહદી ધરતી ધ્રૂજવા લાગી. ચારેયને આજુબાજુ નજર કરી તો ખબર પડી માત્ર તેઓ જ્યાં ઉભા હતા ત્યાં જ ધરતી ધ્રૂજતી હતી. ચારેય મિત્રો દોડીને નગરમાં પ્રવેશ્યા. ગજબનું નગર હતું. કિનારાથી થોડે જ દૂર હોવા છતાં સુંદર અને આકર્ષક વૃક્ષો તેની ઘટાદાર કાયા વિવિધ રંગના ફૂલોથી શોભતા હતા. થોડે આગળ ગયા એટલે સોમાલિયા નગરનો વિશાળ દ્વાર નજરે ચડ્યો. વિશાળ બે હાથી સૂંઢમાં પાણી સાથે ફુલ છાંટતા ...Read More

33

ખજાનો - 32

" ઓય ચિબાવલી..! એ હજુ તારી ભાભી થઈ નથી.!" " થઈ નથી તો શું થયું..! પણ તમારો વ્યવહાર જોઈ એવું લાગી રહ્યું છે કે તે મારી ભાભી જરૂર થશે..!" જોનીને ખીજવતાં લિઝાએ કહ્યું. તેની વાત સાંભળીને જોની હસવા લાગ્યો. " અહીં આપણે વધુ સમય ન બગાડવો જોઈએ. ચલો ફટાફટ રાજદરબારમાં જઈએ.!" કહી જોની ઉતાવળે પગલે ચાલવા લાગ્યો. બાકીના પણ તેની સાથે ઉતાવળે ચાલવા લાગ્યા. થોડે આગળ જતાં જ બે પહેરેદારે તેઓને રોકયાં. " ઉભા રહો..! તમે લોકો આ પ્રદેશના તો નથી લાગતા..! ક્યાંથી આવ્યા છો ? શા માટે આવ્યા છો ?" એક પહેરેદારે કહ્યું. " અમે, હિન્દુસ્તાનમાંથી આવ્યા છીએ. ...Read More

34

ખજાનો - 33

" ઓ માય ગોડ આ રાજા છે કે રાક્ષસ ? આટલો બધો બિહામણો આદમી તો મેં મારા જીવનમાં પહેલીવાર ધીમેથી જોનીના કાનમાં કહેતા લિઝા જોનીની પાછળ સંતાઈ ગઈ. "ડરીશ નહીં લિઝા..! અમે બધા છીએ ને ? લિઝાનો જમણો હાથ પકડતા હર્ષિતે કહ્યું. " ડોન્ટ વરી લિઝા..! કહેતા સુશ્રુતે લિઝાનો ડાબો હાથ પકડી લીધો. " બોલો, શું સમાચાર લઈને આવ્યા છો ? શું અમારા જાસુસો ને ખજાનો મળી ગયો ?" પગ પર પગ ચડાવી ખૂબ જ ડરામણા સ્વરે રાજાએ કહ્યું. રાજાનો અવાજ સાંભળી લિઝા તો ચોકી જ ગઈ. સુશ્રુતની હાલત પણ લિઝા જેવી જ હતી. જ્યારે હર્ષિત અને જોની એકબીજાની ...Read More