દેશ આઝાદ થયા પછી પણ થોડા સમય સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ પ્રજાનું શાસન રહ્યું. ભારતમાં દિવ,દમણ અને દદરા નગરહવેલીમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યા બાદ પણ કેટલાક પોર્ટુગીઝોએ ભારતની ભૂમિને જ પોતાની કર્મભૂમિ માની ભારતમાં જ રહી ગયા. આવા જ એક પોર્ટુગીઝ પરિવારની સાહસ કથા રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તા કાલ્પનિક છે, તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. રહસ્ય, રોમાંચ અને કલ્પનાથી ભરપૂર મારી આ સાહસ કથા વાંચી તમારા અણમોલ ને સુંદર પ્રતિભાવો જરૂરથી આપજો.
ખજાનો - 1
દેશ આઝાદ થયા પછી પણ થોડા સમય સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ પ્રજાનું શાસન રહ્યું. ભારતમાં દિવ,દમણ અને દદરા પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યા બાદ પણ કેટલાક પોર્ટુગીઝોએ ભારતની ભૂમિને જ પોતાની કર્મભૂમિ માની ભારતમાં જ રહી ગયા. આવા જ એક પોર્ટુગીઝ પરિવારની સાહસ કથા રજૂ કરવા જઈ રહી છું. મારી આ વાર્તા કાલ્પનિક છે, તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ જ સંબંધ નથી. રહસ્ય, રોમાંચ અને કલ્પનાથી ભરપૂર મારી આ સાહસ કથા વાંચી તમારા અણમોલ ને સુંદર પ્રતિભાવો જરૂરથી આપજો.. * * * * * સાંજનો સમય હતો. સૂરજ તેના સોનેરી કિરણોને ફેલાવતો દરિયામાં ડૂબકી લગાવી રહ્યો હતો. ત્યારે દરિયા ...Read More
ખજાનો - 2
" વાઉ..ગ્રેટ યાર..સુપર્બ ટેસ્ટ છે. આટલી ટેસ્ટી ડિસ તો રેસ્ટોરન્ટમાં પણ નથી મળતી સૂસ..!નાઇસ ક્રિએશન યાર..સુપર્બ..!" લિઝાએ આંગળીથી ઈશારો ખાતાં ખાતાં કહ્યું." બેટા..તું રેસ્ટોરન્ટ ખોલી દે..સરસ ચાલશે." જેનિશાએ કહ્યું." આંટી વિચાર તો એ જ છે..ને મારુ ડ્રિમ પણ..દરિયા કિનારે મસ્ત રેસ્ટોરન્ટ ખોલવાનું..પણ રેસ્ટોરન્ટ ખોલવા ઘણા રૂપિયા જોઈએ..હું રહ્યો સાધારણ પરિવારનો દીકરો..!જોઈએ હવે શું થાય છે..?" સુશ્રુતે કહ્યું." બાય ધ વે.. તે તારા એકલા માટે આ ડિશ બનાવવાની મહેનત કરી..ગુડ જોબ..પણ હું એકલી હોઉં તો સ્નેક્સથી જ કામ ચલાવી લઉં..આટલી બધી જફામારી હું ન કરું." લિઝાએ કહ્યું. " અરે મારા એકલા માટે નહી..! આજ મારો મિત્ર આવ્યો છે..હર્ષિત..બસ એટલે મન ...Read More
ખજાનો - 3
" જેનિશા..જેનિશા ક્યાં છે..? મારે તેને જરૂરી વાત કરવી છે." ડેવિડે ઘરમાં પ્રવેશતાં કહ્યું. " મૉમ કિચનમાં છે,આવે છે. બોલોને અંકલ..! વાત શું છે..? તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો..? અને ડેડ..! તમારી સાથે ડેડ ન આવ્યા..?" લિઝાએ પાણી આપતા કહ્યું. ત્યાં જ જેનિસા કિચનમાંથી હાથ લૂછતી આવી. ડેવિડને જોઈ તે બોલી, " અરે ડેવિડભાઈ..! આટલા ગભરાયેલા કેમ લાગો છો..? વાત શું છે..? અને માઈકલ..? માઈકલ કયાં છે..? દેખાતો નથી..?" જેનિશા હાથ બહાર જઈ આજુબાજુ જોવા લાગી. " જેનિસા..! અહીં બેસ..! મારી વાત શાંતિથી સાંભળ..!" જેનિસાને સોફા પર બેસાડતાં ડેવિડે કહ્યું અને પેન્ટના ચોર ખિસ્સામાંથી એક ડબ્બી જેવું કાઢી, ...Read More
ખજાનો - 4
l" પછી શું થયું અંકલ..? તેઓના કપડાંમાંથી તમને આ ડબ્બી મળી..?" સુશ્રુતે પૂછ્યું. " આખી રાત તેઓ સૂતાં જ સવાર પડી. પણ બે માંથી માત્ર એક જ વ્યક્તિ ઉઠ્યો. પગ અને પીઠ પર જેને વાગ્યું હતું તે ઊંઘમાં જ ખલાસ થઈ ગયો." " ઓહ..માય ગોડ..! પછી શું થયું..?" લિઝાએ કહ્યું. " અમે તેની ઝાંઝીબાર ટાપુ પર અંતિમ ક્રિયા કરી. ત્યાર બાદ અમને તે વ્યક્તિએ જ કહ્યું કે તે સામોલિયાનો જાસૂસ હતો. પોતાની ઓળખ છુપાવી તે ખજાનાની શોધમાં નીકળ્યા હતાં.આ નકશા મુજબ તેઓ દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં કિંમબર્લિના એક પર્વતની આજુબાજુના વિસ્તારમાં ખરેખર સોનાના નાના નાના ટુકડા અને હીરા મળી ...Read More
ખજાનો - 5
લિઝાના મક્કમ ઇરાદાને સુશ્રુતે ટેકો આપતાં કહ્યું, " લિઝા..! જો તેં ખરેખર નક્કી કરી લીધું જ છે કે તું છોડાવવા દરિયો ખેડી દક્ષિણ આફ્રિકા જઈશ..તો તું ચિંતા ન કર..!તારો આ દોસ્ત સૂસ..હરપળ તારી સાથે રહેશે.આપણે જરૂરથી અંકલને આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવી લાવીશું." સુશ્રુતની વાત સાંભળીને હર્ષિત પણ બોલ્યો," તમારાં બન્નેની સાથે હું પણ આવીશ. બોલો ક્યારે નીકળવું છે..?" " અરે..ત્યાં જવું..તમે ધારો છો એટલું સરળ નથી..! તમે લોકો હજુ નાના છો..અમારાથી તમને ત્યાં એકલાં ન મોકલાય..!" ડેવિડે કહ્યું. " ડેવિડભાઈ બરાબર કહે છે.ત્યાં જવું જોખમભર્યું છે. માઈકલને આદિવાસીઓની કેદમાંથી છોડાવવાનો કોઈ બીજો ઉપાય શોધીએ." જેનિસાએ કહ્યું. " બીજો કોઈ ઉપાય ...Read More
ખજાનો - 6
" પણ..પણ તે ડેવિડ અંકલને પૂછ્યું કે નહીં..? " સુશ્રુતે કહ્યું. " ના, મૉમની પરમિશન લઈને આવ્યો છું." દૂર ડેવિડ અને જેનિસાને તેણે હાથ હલાવી બાય કર્યું. ડેવિડે પણ હસીને બાય કહ્યું. લિઝાએ ફરી જહાજનું એન્જીન ચાલુ કર્યું. જહાજ ઘરથી દૂર દૂર જવા લાગ્યું. ડેવિડ અને જેનિસા જહાજ દેખાતું બંધ ન થયું ત્યાં સુધી અનિમેષ નજરે જહાજને જોઈ રહ્યાં. લિઝા,સુશ્રુત,હર્ષિત અને જોની ચારેય જહાજની ઉપરની ખુલ્લી અગાસીમાં ભેગા થયા. સુસવાટાભર્યો ઠંડો પવન વાતો હતો. ચારેય બાજુ બસ પાણી જ પાણી હતું. ખુલ્લા આકાશમાં તારલાઓ ટમટમતાં હતા. ચમકતાં તારલાઓ અને અર્ધચંદ્રમાનું પ્રતિબિંબ સમુદ્રના પાણીમાં પડતાં અદ્દભુત દ્રશ્ય સર્જાયું હતું. ચારેય ...Read More
ખજાનો - 7
"અરે આતો શાર્ક માછલી છે. આટલી મોટી..!જહાજ ની સ્પીડ વધારી આપણે તેનાથી આગળ નીકળી જવું પડશે. નહીતર આપણા જહાજને તેને વાર નહીં લાગે..! " જોનીએ સબમરીનમાં જોતા કહ્યું. " એક જ શાર્ક છે કે તેના જેવી બીજી પણ છે.?” લિઝાએ જહાજની સ્પીડ વધારતા કહ્યું. " અત્યારે તો એક જ લાગે છે, પણ તેના જેવી બીજી પણ હોઈ શકે. આપણે ઝડપથી આ એરિયામાંથી નીકળી જવું પડશે." જોનીએ કહ્યું. “લિઝા...! એ શાર્ક આપણા જહાજ બાજુ જ આવે છે. કમોન યાર સ્પીડ વધાર..!" સબમરીનમાં જોતા જોતા જોની એ ઉતાવળે કહ્યું. એટલામાં સુશ્રુત અને હર્ષિત આવી ગયા. " શું થયું મિત્રો..? જહાજને અચાનક ...Read More
ખજાનો - 8
" મિત્રો સાંજ થવા આવી છે આપણે ચર્ચા કર્યા વિના પહેલા અહીં ફરીને થોડું જાણી લઈએ. જો કોઈ જોખમ લાગે તો રાત્રી રોકાણ અહિ કરીશું. નહિતર આપણું જહાજ તો છે જ ને..!" જોનીને ટેકો આપતા કહ્યું. ચારેય મિત્રો ટાપુનું ભ્રમણ કરવા લાગ્યા. દરિયા કિનારા થી થોડે દુર નાના નાના છૂટાછવાયા પર્વતો હતા. થોડું થોડું ઘાસ ઊગેલું હતું. ક્યાંક વિચિત્ર પ્રકારના વૃક્ષો જોવા મળ્યા. હર્ષિત તો તેના ફોટા પાડવા લાગ્યો. “આતે કેવા પ્રકારનું વૃક્ષ છે..? આવુ વૃક્ષ તો મેં પહેલીવાર જોયું.બિલકુલ છત્રી જેવું જ લાગે છે.” સુશ્રુતે કહ્યું.  " આ વૃક્ષનું નામ 'ડ્રેગન બ્લડ ટ્રી' છે. આ વૃક્ષ આ ...Read More
ખજાનો - 9
ત્રણેય એકસાથે બૂમ પાડી, “ સુશ્રુત..” મોટેથી અવાજ સાંભળી સુશ્રુત ચોકી ગયો. તે ત્રણ ના હાવભાવ જોઈ સુશ્રુતે તરત પાછળ વળી જોયુ. ઇમુ જેવા દેખાતા પક્ષીઓનું ટોળું પૂર ઝડપે તેની તરફ આવી રહ્યું હતું. એક સાથે આટલા મોટા પક્ષીઓના ટોળાને જોઈ સુશ્રુત સુધબુધ ખોઈ બેઠો. તે કંઈ એક્શન લે તે પહેલાં તો તે પક્ષીઓના ટોળાએ સુશ્રુતના કિચન અને ટેન્ટને વેરવિખેર કરી દીધુ. સુશ્રુત દોડવા જતો હતો પણ તેના ભારે શરીરને કારણે તે દોડી શક્યો નહીં. એક પક્ષી તેના ખભે વજન દઈ કૂદયુ તો સુશ્રુત જમીન પર જ લાંબો થઈ ગયો. તેના ઉપરથી બીજા ઘણા પક્ષીઓ કૂદીને ગયા. સુશ્રુતના હાલ ...Read More
ખજાનો - 10
થોડા દિવસ આમ જ ગયા. એકાદ દિવસમાં તેઓ સોમાલિયા પહોંચી જવાના હતા. પરંતુ તેમના નક્કી કરેલા દિવસ અનુસાર આજનું સમાપ્ત થઈ ગયું હતું. આખો દિવસ ખાધા-પીધા વગર ચલાવવું કેમ..? જેમ તેમ કરીને એક દિવસ કાઢવાનો હતો. સુશ્રુત થી તો ભૂખ્યા જ રહેવાય નહીં. “અરે યાર એક દિવસ ખાધા વિના કેવી રીતે ચાલશે..?” સુશ્રુતે કહ્યું. “એમ સમજવાનું કે એક દિવસનો આપણે ઉપવાસ કર્યો છે..!” હર્ષિતએ હસીને કહ્યું. “ના હોં મારાથી એક દિવસ શું એક ટંક પણ ખાધા વિના ન ચાલે..! આટલું મોટું મારું શરીર ખાધા વિના કેવી રીતે ચાલે..!” સુશ્રુતે પેટે હાથ ફેરવતા કહ્યું. “જો સૂસ આમ તો તું ડાયટ ...Read More
ખજાનો - 11
" સૉરી ફ્રેન્ડ્સ..! મેં દરિયામાં બધે તપાસ કરી પણ ક્યાંય મને જોની દેખાયો નહિ." હર્ષિતે નિરાશ થઈ કહ્યું. હર્ષિતની સાંભળી સૂસ અને લિઝા પણ હતાશ થઈ ગયાં. ત્રણેયને જોનીની ચિંતા થવા લાગી. શું થયું હશે તેને..? ક્યાં ગાયબ થઈ ગયો તે..? જેવા પ્રશ્નોએ ત્રણેયના મગજને ચકરાવે ચડાવ્યા હતાં." સૂસ..! જોનીને શું થયું હશે..? તેને કંઈ થઈ ગયું તો હું ડેવિડ અંકલને શું જવાબ આપીશ..?" રડમસ અવાજે લિઝાએ કહ્યું." ઓહ..ગોડ..! પ્લીઝ જોનીને અમારી પાસે જલ્દી લાવી દો." ભગવાનને પ્રાર્થના કરતા સુશ્રુતે કહ્યું. હર્ષિત પણ ચિંતા કરવા લાગ્યો.ત્રણેય મિત્રો નિરાશ થઈ દરિયા સામે નજર રાખી બેસી ગયા. તેઓનું મન નહોતું માનતું ...Read More
ખજાનો - 12
" જોની..! તું પહેલાંથી કહે કે તું દરિયામાં ગયો ત્યારે શું થયું અને તે જલપરીને કેવીરીતે જોઈ.!" લિઝાએ પૂછ્યું." દરિયામાં ગયો. કિનારાથી થોડે દુર અને ઊંડો ઉતર્યો. મને એમ કે ત્યાં જઈશ તો ખાવા માટે નવા જીવ મળી રહેશે. પણ ત્યાં એક મોટી માછલી મને ખાવા મારી પાછળ પડી. તેનું સ્વરૂપ રાક્ષસી હતું. મને એમ કે આજ તો હું ગયો જીવથી. પણ અચાનક શું સુજ્યું કે મેં તે માછલીને બરાબર જોવા તેની સામે ટૉર્ચ કરી. તો માછલી ત્યાં જ અટકી ગઈ. તે મારી નજીક નહોતી આવતી, પણ મારાથી દૂર પણ નહોતી જતી. મને થયું હવે અહીંથી બહાર કેમ નીકળવું..? ...Read More
ખજાનો - 13
" અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર જ જંગલ હશે. જંગલમાંથી કંઇક તો ખાવા લાયક મળી રહેશે." હર્ષિતે જંગલ નજર કરતાં કહ્યું. જહાજને બરાબર લાંગરી ચારેય જંગલ તરફ ગયા. ગાઢ જંગલમાં વૃક્ષોમાં ઘણી અજાયબીઓ હતી. વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળ્યા.ઘણાબધા એવા વૃક્ષો હતા કે જેને નાના મોટા ફળ આવેલ હતા. સુશ્રુત તો ફળોથી લચેલા વૃક્ષોને જોઈ ગાંડોતુર બની ગયો અને દોડ્યો ફળ ખાવા. તેણે જેવું ફળ હાથમાં લીધું ને જોનીએ બૂમ પાડી. " સૂસ..! તે ફળ ખાતો નહિ...! જલ્દી તેને નીચે ફેંકી દે ..!"જોનીની ચીસ સાંભળીને સુશ્રુત ફળ ખાતો અટકી ગયો. તેને સમજ ન પડી કે જોનીએ તેને ...Read More
ખજાનો - 14
“આ ફળ આપણા માટે ખાવાલાયક છે. ભાવે તેટલા ખાઓ.” જોનીએ તે ફળને બચકું ભરતા કહ્યું. સૌથી પહેલા સુશ્રુતે ફળ ખાધું.“અરે કેટલું મીઠું ફળ છે..? આટલું સ્વાદિષ્ટ ફળ તો મેં ક્યારેય નથી ખાધું..! ” સુશ્રુતે કહ્યું. તે ફટાફટ સારા સારા ફળ શોધવા લાગ્યો અને તેના પેટમાં આરોગવા લાગ્યો. ચારે મિત્રોને ફળો ભાવ્યા. બધાએ પેટ ભરીને ફળ ખાધા. ઘણા બધા ફળ તેઓએ સાથે લઈ જવા માટે એકઠા કર્યા.“આ ઠળિયા આપણે ઘરે લઈ જઇએ તો..! ઘરે લઈ જઈને વાવીએ તો આપણને ઘરે પણ આવા સ્વાદિષ્ટ અને મીઠા ફળ ખાવા મળે.” બાજુમાં પડેલ પથ્થરથી ઠળિયાને તોડતા લિઝાએ કહ્યું.“હા હા.. વિચાર ખોટો નથી. પણ ...Read More
ખજાનો - 15
ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા પર પહેરેલી કેપ પર નાની ટૉર્ચ હતી જ પણ તે ટોર્ચનો પ્રકાશ સીધો માછલીની આંખોમાં જતો નહોતો. ચારે જણા છૂટા છૂટા થઈ ગયા. જોની તેના અનુભવને આધારે મિત્રોને ઈશારા કરી રાક્ષસી માછલીથી કેવી રીતે બચવું તે સમજાવી રહ્યો હતો. ચારેયને પોતાના પેન્ટના ખિસ્સામાં રાખેલ ટૉર્ચ કાઢી અને એક સમયે બધાએ ટૉર્ચ ચાલુ કરી. એકસાથે બધી બાજુથી પ્રકાશ આવતાં માછલીની આંખો અંજાઇ ગઈ. તે પ્રકાશની વિરુદ્ધ દિશામાં ભાગી ગઈ. તે રાક્ષસી માછલીને જતી જોઈ ચારેયને રાહત થઈ. ચારેયને હવે રાક્ષસી માછલીનો ડર રહ્યો નહોતો. જો માછલી આવી ...Read More
ખજાનો - 16
એક સાથે જલપરીઓના વૃંદે તેઓને ઘેરી લીધાં હતાં. ચારેય માંથી કોઈએ નહોતું વિચાર્યું કે આટલી સુંદર જલપરીઓને તેઓ આટલી જોશે. ચારેય એકબીજા સામે જોતા અને પછી જલપરીઓને જોતાં. ચારેય જલપરીઓની સુંદરતામાં ખોવાયેલા હતાં ને ઘડીભરમાં તો જલપરીઓએ ચારેયને વેલ જેવા દોરડાંથી બાંધી દીધાં. " અરે આ શું થયું..? જલપરીઓએ આપણને આમ, બાંધી કેમ દીધાં ? " સુશ્રુતે કહ્યું. " હા, યાર..! આપણે ક્યાં એમને કોઈ નુકસાન કર્યું છે કે તેઓએ આપણને આમ બાંધી દીધાં..?" લિઝા બોલતી જ હતી ત્યાં એક ઝાટકો લાગ્યો અને એકસાથે બંધાયેલા ચારેય જલપરીઓનાં ટોળાં સાથે ખેંચાવા લાગ્યા. " અરે..! આ શું થાય છે ? આ ...Read More
ખજાનો - 17
“હા અમે તમારું કંઈ નથી બગાડયો..! અમે તો ખાલી તમને જોવા અહીં આવ્યા હતા. પ્લીઝ અમને જવા દો.” સુશ્રુતે કરતાં કહ્યું. બધી જલપરીઓ એકબીજા સામે જોવા લાગી. દરેક અંદરોઅંદર વાતો કરવા લાગ્યા અને કોલાહલ મચી ગયો. જ્યારે મહાજલપરી તેના આસન પર સ્થિતપ્રજ્ઞ થઈ વિચારી રહી હતી. મહા જલપરીએ પોતાના સ્થાન પર બેઠા બેઠા ઘંટડી વગાડી. ઘંટડીનો અવાજ સાંભળતાં જ સૌ શાંત થઈ ગયા. " તમે માનવો પોતાનો વિકાસ સાધવા માટે અને પોતાના આર્થિક ઉત્થાન માટે દિવસેને દિવસે પાણીના પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છો. તમને સૌને ખબર છે કે દરિયામાં રહેનાર દરેક સજીવ પાણીના પ્રદુષણથી મુશ્કેલી અનુભવે છે. તમે માનવો ...Read More
ખજાનો - 18
“અમે જરૂરી કામથી દરિયો ખેડી રહ્યા છીએ. મારા પિતા મુશ્કેલીમાં છે. તેઓને બચાવવા અને તેઓને સલામત રીતે ઘરે પહોંચાડવા મેં મારી માતાને વચન આપ્યું છે. જો હું મારું કામ પૂર્ણ નહીં કરું તો મારી માતા નિરાશ થઈ જશે. મહેરબાની કરીને અમને જવા દો. અમે તમને વચન આપીએ છીએ કે તમે બધા અહીં નિવાસ કરો છો તે વાત અમે ક્યારેય કોઈને પણ કહીશું નહીં.” લિઝાએ કહ્યું. “મને લાગે છે કે આ લોકો સાચુ કહી રહ્યા છે. જો તેઓ વચન આપતા હોય કે આપણે અહીં નિવાસ કરીએ છીએ તે વાતની જાણ તેઓ કોઈને નહીં કરે, તો આપણે તેઓને જવા દેવા જોઈએ.” ...Read More
ખજાનો - 19
" તને કેવીરીતે ખબર કે તેઓ કોઈ સાથે દગો કરતાં નથી..? તું વાત તો એવી રીતે કરે છે જાણે તું વર્ષોથી જાણતો ન હોય..!" હર્ષિતે કહ્યું. " હર્ષિત..! હું ભલે તેઓને વર્ષોથી જાણતો નથી, પણ મને તેઓની વાતો પરથી સમજાયું કે તેઓમાં માનવ જેવા દુર્ગુણો તો નથી જ. તું એક વાત વિચાર. માનવીઓએ તેઓ સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો છે. માનવીએ પોતાના સ્વાર્થ ખાતર જળચર પ્રાણીઓને કેટલી હાનિ પહોંચાડી છે. છતાં તેઓએ ક્યારેય માનવીઓને હાનિ પહોંચાડી નથી. તેઓને માનવ સાથે બદલો જ લેવો હોત તો તેઓ માનવ વસાહત કે માનવસૃષ્ટિથી આટલે દૂર આવીને ન વસ્યા હોત. "જોનીએ હર્ષિતને સમજાવતાં ...Read More
ખજાનો - 20
" માફ કરજો માનવમિત્રો..!આના સિવાય અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી..!" આટલું કહી મહાજલપરીએ તેની કાળીભમ્મર આંખોમાંથી ગુલાબી રંગનો છોડ્યો. તે પ્રકાશથી ચારેય મિત્રોની આંખો અંજાઈ ગઈ. ચારેય મિત્રોને આંખે અંધારા આવી ગયા. તેઓને સમજાતું નહોતું કે તેઓ સાથે શું થઈ રહ્યું હતું. મહામુશ્કેલીથી તે ચારેય મિત્રોએ આંખો ખોલી. દરિયાકિનારાની રેતીમાંથી ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ ચારેય મિત્રોએ આળસ મરડી અને બેઠા થયા. " કોઈ ભયાનક સ્વપ્ન જોયું હોય તેમ મારુ હૃદય ડરનું માર્યું ઝડપથી ધબકી રહ્યું છે." પોતાના હૃદય પર હાથ મૂકી સુશ્રુતે કહ્યું. " મને પણ કંઈક એવું જ ફીલ થાય છે." લિઝાએ કહ્યું. " પણ આપણે અહીં ...Read More
ખજાનો - 21
" ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતાં આ કેટલી સુંદર પળ છે આ સમય મને હંમેશાં યાદ રહેશે." સુશ્રુતે કહ્યું. " હા, અહીંનું વાતાવરણ, સુંદર કિનારો, ખુલ્લું ગગન..! કેટલું સુંદર છે. હું પણ આ સમયને ક્યારેય નહીં ભૂલી શકું." લિઝાએ કહ્યું. એટલાંમાં જોની અને હર્ષિત પણ આવી ગયા. " ખાવાનું કંઈ મળ્યું કે નહીં...?" સુશ્રુતે પૂછ્યું. " હા, જો આ ગુલાબી ફ્રૂટ મળ્યા. ટેસ્ટ તો કર..કેટલા મીઠા છે !" હર્ષિતે કહ્યું. લિઝાએ ફ્રૂટ ટેસ્ટ કર્યું. " અમેજિંગ ટેસ્ટ છે યાર..? આટલું ટેસ્ટી ફળ તો મેં પહેલીવાર ખાધું છે. સૂસ તું પણ ટેસ્ટ ...Read More
ખજાનો - 22
" ડોન્ટ વરી યાર..! તે માત્ર બેભાન થયો છે તેને બીજી કોઈ તકલીફ નથી. બસ તું માની લે કે પાંચ છ કલાક માટે સુઈ ગયો છે. " જોનીએ હર્ષિતને સમજાવતાં કહ્યું. " પણ કોઈ આપણને બેભાન કેમ કરે ? આપણી અહીંના કોઈ લોકો સાથે શું દુશ્મની છે કે તેઓ આપણને બેભાન કરી પકડવા ઈચ્છે છે ?" હર્ષિતે પૂછ્યું. " આપણી તેઓ સાથે કોઈ દુશ્મની નથી માન્યું. પણ અહીં પ્રજા આપણને નવા વિદેશી સમજી આપણા પર આક્રમણ કરે. કેમકે તેઓને પણ પ્રશ્નો તો થતાં હશે ને કે આપણે કેમ તેમનાં પ્રદેશમાં આવ્યાં છીએ ? તેઓને ડર હોય કે આપણે તેઓની ...Read More
ખજાનો - 23
" પણ તેને આવું કેમ થયું ? તેને ભાન આવ્યું, તે મારી પાસે આવ્યો અને ઢળી પડ્યો. પાંચેક કલાક ગયા. તોપણ તે ફરી બેભાન કેમ થઈ ગયો ?" નવાઈ સાથે હર્ષિત એ જોનીને પૂછ્યું. " માઈકલ અંકલ અને મારા પપ્પા આ વિશે વાતો કરતા હતા. તે મુજબ તો ચાર-પાંચ કલાકમાં ભાન આવી જવું જોઈએ. " હવે સુશ્રુતને ક્યારે ભાન આવશે ?" " કંઈ ખબર નથી યાર. આ વિશે હું વધુ જાણતો નથી. તેને ભાન આવે એ માટે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી." સુશ્રુતને વ્યવસ્થિત જગ્યા પર સુવાળ્યો. અંધારું થઈ ગયું હતું. જોની જહાજ ચલાવવા એન્જિન ...Read More
ખજાનો - 24
પોતાના લક્ષ્ય અને મંજિલથી સાવ અજાણ ચારેય મિત્રોની અવળી ગંગા વહેવા લાગી. જવાનું હતું આફ્રિકાના જંગલમાં ને જલપરીઓના અભિશ્રાપથી ભૂલી ચારેય મિત્રો ઘર તરફ પાછા ફરી રહ્યાં હતા. લક્ષ્ય ભૂલ્યાને લગભગ ચાર દિવસ થઈ ગયાં હતાં. પાંચમાં અને છેલ્લા દિવસે તેઓ એક નાનકડા ટાપુ પર જઈ પહોંચ્યા. તેઓ તેને સોકોટ્રા ટાપુ સમજતાં હતા પણ તે સોકોટ્રા નહિ પણ કોઈ બીજો જ અનામી ટાપુ હતો જેનો નિર્દેશ તેઓનાં નકશામાં નહોતો કર્યો. જોનીએ ટાપુના કિનારે જહાજ લાંગર્યું. ચારેય મિત્રો અજાણ્યાં પ્રદેશની ધરતી પર ઉતર્યા. પગ મૂકતાની સાથે જ જાણે ત્યાંના ગજબના વાતાવરણનો અહેસાસ થયો. સૂર્યના આકરા તાપમાં પણ વૃક્ષોથી ઘીચોઘીચ આ ...Read More
ખજાનો - 25
" શું થયું જોની..! કંઈ ખબર પડી મિસ્ટર સાયન્ટિસ્ટ..! આ તળાવમાં તો જોખમ નથી ને ?" કટાક્ષ કરતાં હર્ષિતે " આ એમોનિયમ નાઈટ્રેટ છે. જે એક પ્રકારનું મીઠું જ છે." જોનીએ હર્ષિત સામે જોઈ કહ્યું. " ઓહ..વગર લેબમાં ટેસ્ટ કર્યા વિના તું કેવીરીતે કહી શકે કે તે એમોનિયમ નાઇટ્રેટ છે ?" હર્ષિતના આ સવાલ સાથે જ જૉનીએ હર્ષિતને તળાવમાં ધક્કો માર્યો. " ઓહ..માય ગોડ..! આ તો બરફ જેવું પાણી છે. આટલી ગરમીમાં આટલું ઠંડું પાણી..! " ગરમીમાં ઠંડા પાણીમાં નાહવાની મજા લેતાં હર્ષિતે કહ્યું. " હવે ખબર પડી..! હું કહું છું તે સાચું છે અને હા માત્ર કિનારા પર ...Read More
ખજાનો - 26
" ફટાફટ જહાજ તરફ ચાલો..! હા..હા..હા..! જહાજ પર જઈને કહું કે આપણે કેમ હસીએ છીએ..!" જોનીએ જહાજ તરફ જવાનો કરતાં કહ્યું. ચારેય મિત્રો જોર જોરથી હસતા હસતા જહાજ પર ગયા. જોનીએ એન્જીન ચાલુ કરી જહાજને કિનારાથી દૂર લઈ ગયો. ધીમે ધીમે બધાનો પોતાના હાસ્ય પર કન્ટ્રોલ થયો. " થેન્ક ગોડ..! હવે મારી હંસી બંધ થઈ..! હસી હસીને તો મારું પેટ ને ગાલ બન્ને દુઃખી ગયા..! બાપ રે..! આટલું બધું તો હું મારા જીવનમાં નથી હસી..!" લિઝાએ નોર્મલ થતાં કહ્યું. " સાચું કહ્યું યાર..! આજ આપણે બહુ હસ્યાં..! હસી હસીને થાકી જ ગયા." સુશ્રુત બોલ્યો. " હસવું સ્વાસ્થ્ય માટે સારું ...Read More
ખજાનો - 27
" પણ અત્યારે તમારે ફ્રૂટ જ્યુસથી કામ ચલાવવું પડશે. ડેઝર્ટ તો આવતી કાલે જ ખાવા મળશે." સુશ્રુતે કહ્યું. " અમારે તો બધાંથી ચાલશે..! ઈવન કંઈ નહીં મળે તો પણ અમે ત્રણ તો ચલાવી લઈશું. પણ તારે ખાલી જ્યુસથી પેટ ભરાશે..? એ કહે પહેલાં..!" લિઝાએ સુશ્રુતની મજાક ઉડાવતા કહ્યું. " લિઝા વાત તો સાચી છે. પણ બેટા તું ભૂલે છે. આપણા જહાજમાં અનાજ પાણીનો મહિનાઓ ચાલે તેટલો ભંડાર છે. પણ સાલું એક ના એક દાળ,ભાત અને રોટી ખાઈને કંટાળ્યા હવે..!" સુશ્રુતે કહ્યું. " સુશ્રુત..! એક કામ કર..! ફ્રૂટ પુલાવ બનાવી દે. ફ્રૂટ પુલાવ વીથ લાફિંગ જ્યુસ..!" જોનીએ કહ્યું. જોનીની વાત ...Read More
ખજાનો - 28
“સૂસની વાત કેટલી પણ સીરીયસ કેમ ન હોય..!અંતે ખાવાની વાત તો આવી જ જાય..!” લિઝાએ હસીને કહ્યું. “હા તે આટલું મોટું છે તો ખાવા તો જોઈએ જ ને..! મને તો નવાઈ એ વાતની લાગે છે કે તમને બધાને મારી જેમ ભૂખ કેમ નથી લાગતી..?” મૂંઝવણમાં મુકાઈ ગયો હોય તેવો ચહેરો બનાવી સુશ્રુતે કહ્યું. તેને જોઈ બાકીના ત્રણેય મિત્રો જોર જોરથી હસી પડ્યા. “સુશ્રુત તને ખબર નથી. ભૂખ તો અમને પણ લાગે છે. પણ અમે તારાથી સંતાઈને ખાઈ લઈએ છીએ. આપણા જહાજમાં સિલેક્ટેડ ખોરાકનો અલગ એક જથ્થો છે. જે વિપરીત સમયમાં કામ લાગે છે. અમે તો તેમાંથી ભરપૂર ખોરાકનો આનંદ ...Read More
ખજાનો - 29
ત્રણ-ચાર કલાક આમ જ વીતી ગયા. ત્યાં અચાનક જ જોર જોરથી કોઈ અવાજ સંભળાવા લાગ્યો. ધીમે ધીમે તે અવાજ આવતો હોય તેવો ભાસ થતો હતો. એક એક કરી ફટાફટ ચારે મિત્રો ઉઠી ગયા. અવાજની દિશા તરફ જોયું તો તે જોઈને ચારેય મિત્રો ચોંકી ગયા. ચારેયની આંખો ફાટી ગઈ. ચારેના મુખમાંથી એક જ વાક્ય નીકળ્યું, “ઓહ માય ગોડ..!” ઇમુ જેવા દેખાતા પક્ષીઓનું ટોળું તેઓની તરફ એક સાથે દોડીને આવતું હતું. એક સાથે આવતા પક્ષીઓના ટોળાને જોઈ ચારેય મિત્રો ઊભા થઈ ગયા અને દોડીને દરિયાના પાણીમાં ભાગી ગયા. ક્ષણભરમાં તો ટોળું ક્યાંય દૂર સુધી ચાલ્યું ગયું. પણ ગભરાયેલા આ ચારેય મિત્રોના ...Read More
ખજાનો - 29
" સોમાલિયાના રાજાને કેમ મળવાનું છે ? એ જણાવવા કે આફ્રિકાનાં જંગલોમાં ક્યાંય ખજાનો નથી..! " સુશ્રુતે કહ્યું. " સૂસ..! તેઓને ખજાનાં વિશે કંઈ જ નથી કહેવાનું." " તો કેમ તેમને મળવાનું છે ? " " મારાં ડેડને બચાવવા માટે તેમની મદદ લેવા માટે મળવાનું છે. આદિવાસીઓનું ટોળું મોટું હશે. તેઓ પાસે તીક્ષ્ણ હથિયારો હશે. આપણે ચાર વગર હથિયારે મારા ડેડને આદિવાસીઓનાં હાથમાંથી કેવીરીતે છોડાવી શકશું ? આ માટે આપણે સોમાલિયાના રાજા પાસેથી લશ્કરી મદદ લેવાની છે " લિઝાએ કહ્યું. " લિઝા..! તને શું લાગે છે ? આપણા કહેવાથી તે આપણને મદદ કરવા તૈયાર થઈ જશે ? " જોનીએ ...Read More
ખજાનો - 30
“લિઝા..! માઇકલ અંકલ કે ડેવિડ અંકલની આ રાજા સાથે કોઈ ઓળખાણ છે કે નહીં..? જો રાજા સાથે કોઈ ઓળખાણ તો નગરમાં પ્રવેશ કરવું અને રાજા ને મળવું થોડું સરળ થઇ જાય.” હર્ષિત બોલ્યો. “સોમાલિયાના રાજા સાથે કોઈ ઓળખાણ હોય એવું તો ડેવિડ અંકલે કંઈ કહ્યું નથી. ડેવિડ અંકલ અને મારા ડેડી સોમાલિયાના રાજાને જાસૂસ દ્વારા જ ઓળખતા થયા હશે. એવું મને લાગે છે. જાસૂસ નો સંદેશો મોકલવાનો છે કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. સાથે આપણો એક સ્વાર્થ છે કે તેઓ આપણને થોડી ઘણી મદદ કરે તો મારા ડેડીને આદિવાસીઓની ચુંગાલમાંથી બચાવવામાં સરળતા રહે." લિઝાએ કહ્યું. " ઊભાં ...Read More
ખજાનો - 31
" ઓય..! પાગલ..! તેં એકદમ સાચું કહ્યું છે. અમે તને એટલે જોઈ રહ્યા છીએ કે તારાં જેવો વિચાર અમને ન આવ્યો." લિઝાએ કહ્યું. આમ, વિચારી ચારેય મિત્રો સોમાલિયાના કિનારાના નગરમાં પ્રવેશ્યા. પ્રવેશતાં જ સોમાલિયાની સરહદી ધરતી ધ્રૂજવા લાગી. ચારેયને આજુબાજુ નજર કરી તો ખબર પડી માત્ર તેઓ જ્યાં ઉભા હતા ત્યાં જ ધરતી ધ્રૂજતી હતી. ચારેય મિત્રો દોડીને નગરમાં પ્રવેશ્યા. ગજબનું નગર હતું. કિનારાથી થોડે જ દૂર હોવા છતાં સુંદર અને આકર્ષક વૃક્ષો તેની ઘટાદાર કાયા વિવિધ રંગના ફૂલોથી શોભતા હતા. થોડે આગળ ગયા એટલે સોમાલિયા નગરનો વિશાળ દ્વાર નજરે ચડ્યો. વિશાળ બે હાથી સૂંઢમાં પાણી સાથે ફુલ છાંટતા ...Read More
ખજાનો - 32
" ઓય ચિબાવલી..! એ હજુ તારી ભાભી થઈ નથી.!" " થઈ નથી તો શું થયું..! પણ તમારો વ્યવહાર જોઈ એવું લાગી રહ્યું છે કે તે મારી ભાભી જરૂર થશે..!" જોનીને ખીજવતાં લિઝાએ કહ્યું. તેની વાત સાંભળીને જોની હસવા લાગ્યો. " અહીં આપણે વધુ સમય ન બગાડવો જોઈએ. ચલો ફટાફટ રાજદરબારમાં જઈએ.!" કહી જોની ઉતાવળે પગલે ચાલવા લાગ્યો. બાકીના પણ તેની સાથે ઉતાવળે ચાલવા લાગ્યા. થોડે આગળ જતાં જ બે પહેરેદારે તેઓને રોકયાં. " ઉભા રહો..! તમે લોકો આ પ્રદેશના તો નથી લાગતા..! ક્યાંથી આવ્યા છો ? શા માટે આવ્યા છો ?" એક પહેરેદારે કહ્યું. " અમે, હિન્દુસ્તાનમાંથી આવ્યા છીએ. ...Read More
ખજાનો - 33
" ઓ માય ગોડ આ રાજા છે કે રાક્ષસ ? આટલો બધો બિહામણો આદમી તો મેં મારા જીવનમાં પહેલીવાર ધીમેથી જોનીના કાનમાં કહેતા લિઝા જોનીની પાછળ સંતાઈ ગઈ. "ડરીશ નહીં લિઝા..! અમે બધા છીએ ને ? લિઝાનો જમણો હાથ પકડતા હર્ષિતે કહ્યું. " ડોન્ટ વરી લિઝા..! કહેતા સુશ્રુતે લિઝાનો ડાબો હાથ પકડી લીધો. " બોલો, શું સમાચાર લઈને આવ્યા છો ? શું અમારા જાસુસો ને ખજાનો મળી ગયો ?" પગ પર પગ ચડાવી ખૂબ જ ડરામણા સ્વરે રાજાએ કહ્યું. રાજાનો અવાજ સાંભળી લિઝા તો ચોકી જ ગઈ. સુશ્રુતની હાલત પણ લિઝા જેવી જ હતી. જ્યારે હર્ષિત અને જોની એકબીજાની ...Read More
ખજાનો - 34
" જ...જ...જો.. જોની... મારા પગ પાસે કંઈક છે." જોની અને લિઝાનો ફિટ હાથ પકડતા, આંખો બંધ કરી, ગભરાયેલા સ્વરે કહ્યું. જોની લિઝા અને હર્ષિતે ધીમે રહીને નીચે જોયું તો તેઓની આંખો પહોળીની પહોળી રહી ગઈ અંધારામાં સાપની ઝીણી ઝીણી ચમકતી આંખો દેખાઈ રહી હતી અને માત્ર એક સાપ નહીં ઘણા સાપોની આંખો ચમકતી દેખાઈ રહી હતી. લિઝાએ સુશ્રુત સામે જોયું. તે ડરનો માર્યો આંખ ખોલતો જ ન હતો. લિઝા પણ ખૂબ ડરી ગઈ હતી પરંતુ હાર માની લેશે તો તેના ડેડને કેવી રીતે બચાવશે ? આથી તેણે ઊંડો શ્વાસ લીધો અને હિંમત કરી સુશ્રુતના પગ પર ચડતા સાપને દૂર ...Read More
ખજાનો - 35
( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા માટે સોમાલીયાના રાજા પાસે મદદ લેવા માટે જાય છે, મદદ લેવાની જગ્યાએ તેઓ એક અણધારી મુસીબતમાં ફસાઈ જાય છે. સાપોથી ભરેલી કોટડીમાં સૈનિકો તેમને બંધ કરી દે છે. હવે આગળ જોઇએ....) " અરે સારું છે ને તે ડંખ્યા નથી. તે ડંખ્યા હોય તો આપણા તો રામ જ રમી જાત અને પ્લીઝ જોની...તું યાર સાપ બાબતે અમને ગભરાવીશ નહીં. ઓલરેડી આપણે બધા ગભરાયેલા છીએ." ગભરું સુશ્રુતે કહ્યું. " વાત ગભરાવવાની નથી વાત સત્યની છે જો આ સાપ.. આનું નામ બ્લેક મમ્બા છે. આ સાપ દક્ષિણઆફ્રિકાનો સૌથી ઝહેરીલો સાપ છે. જો ...Read More
ખજાનો - 36
" રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત છે. અહીના ખરેખર રાજા ગયા હશે ? અને આ નુમ્બાસા કેવી રીતે રાજાના સ્થાને આવ્યો ? એ પણ એક કોયડો છે. " હર્ષિતે કહ્યું. " ફ્રેન્ડસ હમણાં મારામાં કોઈ કોયડા ઉકેલવાની તાકાત નથી. કેમકે ડર અને થાકની સાથે મને ભૂખ પણ લાગી છે. આ નુમ્બાસા આપણને ખાવાનું આપશે કે આમ, ભૂખ્યા જ મારી નાખશે ?" સુશ્રુતે કહ્યું. " સુશ્રુતની જઠરાગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ છે. હવે જ્યાં સુધી તે શાંત નહિ થાય ત્યાં સુધી આપણા સૌનું તે માથું ખાશે. " ગંભીર વાતાવરણને હળવું બનાવવા લિઝાએ ...Read More
ખજાનો - 37
( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હોવા છતા તે કોઈને કરડ્યા નહોતા. સુશ્રુતને ભૂખ લાગતા મિત્રો ખોરાક પાણીની શોધ કરવા લાગ્યાં. એવામાં તેઓને તે જ કોટડીમાં ગાઢ નિંદ્રામાં સૂતો કોઈ માણસ મળ્યો. હવે આગળ...) " ભૂખ્યા તરસ્યા કોઈને આવી ગાઢ નિંદ્રા કેવી રીતે આવી શકે ? મને તો શાંતિથી બેસી પણ નથી શકાતું..!" સુશ્રુત બોલ્યો. સુશ્રુતની વાત સાંભળી બાકીના ત્રણે હસી પડ્યા. " એવું તો નહીં હોય ને કે સાપ કરડવાથી તેઓ બેભાન થઈ ગયા હોય ?" હર્ષિતે અનુમાન કર્યું. " શી ખબર ? હોઇ શકે...પણ આ માણસ કોણ હશે ? તેને કેમ નુમ્બાસાએ અહીં ...Read More
ખજાનો - 38
"આ....આ...હા...!" કરતા જોનીયે જોરથી છત પરની જાળી ને ખેંચી અને અચાનક જ ઝીણી ઝીણી કોતરણી વાળી જાળી તૂટી જતા સુંદર મજાનો પ્રકાશ કોટડીમાં આવવા લાગ્યો. બહારથી તેજ પ્રકાશ આવવાથી કોટડીની અંદર અજવાળું છવાઈ ગયું. ચારેય મિત્રો હવે એકબીજાને જોઈ શકતા હતા. કોટડીની અંદર ફરતા સાપ તેમજ અન્ય વસ્તુઓને સ્પષ્ટ પણે જોઈ શકતા હતા. " ઓહ.. માય.. ગોડ...! જોની તેં આ કેવી રીતે કર્યું ? અદ્દભૂત..!" લિઝાએ આશ્ચર્યચકિત થતા પૂછ્યું. " ભાઈ તે તો ગજબ કરી નાખ્યો સાવ અંધારી કોટડીમાં તે તો પ્રકાશ ભરી નાખ્યો." જોનીની પીઠ થાબડતા હર્ષિતે કહ્યું. " તે પણ ખરો પ્રાસ બેસાડી દીધો..! ગજબ કરી નાખ્યો... ...Read More
ખજાનો - 39
( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો. સુશ્રુતને પાણી મળી ગયું. જૉનીની સૂઝબૂઝ અને આવડતથી છત પરની બારી તોડી નાખી. કોટડીમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા લગભગ થઈ ગઈ હતી. પણ મૂર્છિત માણસ જાગતો નહોતો. એ સમયે કોટડી તરફ કોઈના આવવાનો અણસાર થયો. હવે આગળ...) કોઈના પગરવનો અવાજ આવ્યો. અવાજ સાંભળતાં જ સૌ ચોકી ગયા. " ઓહ...માય...ગોડ. .! કોઈ આ બાજુ જ આવતું હોય એવું લાગે છે...! હવે શું કરશું " જૉની તરફ જોતાં હર્ષિતે કહ્યું. " હર્ષિત..! હું બારીમાંથી આવતા પ્રકાશને રોકવાનો કોઈ ઉપાય કરું છું. કોઈપણ વ્યક્તિ અંદર આવે ત્યારે જો હું પ્રકાશને રોકવામાં અસમર્થ ...Read More
ખજાનો - 40
" નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મને અહીં સાપોની કોટડીમાં કેદ કરી મારું નગર હડપી લીધું રાજાએ કહ્યું. " અહીં તમે કેટલા સમયથી કેદ છો? આ ઝેરીલા સાપોની વચ્ચે તમે સલામત કેવી રીતે રહ્યા ? " સુશ્રુતે પૂછ્યું. "અહીં હું એક અઠવાડિયાથી છું. નુમ્બાસાને એમ હતું કે આ ઝહેરીલા સાપોની વચ્ચે મને રાખવાથી હું મરી જઈશ. પરંતુ સર્પપ્રેમ અને ઝહેરી તેમજ બિનઝહેરી બધા જ પ્રકારના સાપોના જ્ઞાનને કારણે આજે હું અહી જીવિત છું તથા તમે પણ...! બસ અઠવાડિયાથી માત્ર પાણી પર છું આથી હવે શરીરમાં સ્ફૂર્તિ કે તાકાત રહી નથી." " તમે આટલા બધાં સાપોની વચ્ચે ...Read More
ખજાનો - 41
( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિયાના રાજા ફારોહ સહુરે હતા. નુમ્બાસા સોમાલીયા નો નહીં પરંતુ મુંબાસા શહેરનો કુખ્યાત ડાકુ નીકળ્યો. સોમાલીયાના રાજા ખૂબ જ પ્રેમાળ અને સમજદાર હતા. ચારે મિત્રોએ રાજાને બહાર નીકળવાની યોજના બતાવી તથા રાજાએ મહેલના બાંધકામ વિશે જણાવ્યું.હવે આગળ..) ચારેય મિત્રોએ મહારાજને ફરી પાણી આપીને તેઓને ઊભાં કર્યા અને લાકડાં અને વેલાઓથી બનાવેલ નિસરણીથી છત સુધી પહોંચવામાં મદદ કરી. રાજાએ છતની બહાર ડોકાચિયું કરી જોયું. બહારનું દ્રશ્ય જોઈ રાજાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયાં. રાજાના હાવભાવ જોઈ ચારેય એકબીજા સામે જોવા લાગ્યાં. "શું થયું રાજાજી...? બહાર નુમ્બાસા ના સૈનિકો છે ?" ...Read More
ખજાનો - 42
" તમારી વાત તો સાચી છે. તો આપણે હવે કોની રાહ જોઈએ છીએ ?" સુશ્રુતે પૂછ્યું. " પેલો દીપડો પરથી ઉતરે તેની...!" લિઝાએ જવાબ આપ્યો. દીપડો કોઈ સૈનિકને પોતાનો શિકાર બનાવે તેની સૌ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કોટડીનો દરવાજો ખુલ્યો. એ જ સમયે દીપડાએ એક સૈનિક પર તરાપ મારી.આ જ ઘડીનો લાભ લઇ પાંચેય ફટાફટ બહાર નીકળી ગયા અને તેમને ઉપયોગમાં લીધેલ નિસરણી પણ બહાર ખેંચી લીધી. કોટડીમાં આવેલો માણસ જોઈ ગયો કે કેદીઓ ભાગી ગયા. તેણે પાંચેયને પકડવાનો પ્રયત્ન કર્યો પણ સાવ નિષ્ફળ રહ્યો. બહારની બાજુ દીપડાના હુમલાને કારણે સૈનિકોમાં ભાગદોડ મચી ગઇ હતી. એ દરમિયાન ચારેય ...Read More
ખજાનો - 43
આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાની યોજના બનાવે છે, પણ સાપોથી છુટકારો મેળવતાં તેઓએ દીપડાનો કરવો પડ્યો. રાજાની સૂઝબૂઝથી પાંચેય ગુપ્ત સુરંગ સુધી પહોંચી જાય છે. અને સુશ્રુતને ભોજન મળતાં તેનાં જીવને રાહત મળે છે. હવે આગળ....) " મારી મદદ...? મારી શુ મદદ જોઈતી હતી..? તમે લોકોએ મને કોટડીમાંથી બહાર કાઢ્યો છે. હું તમારો ઋણી છું. હું વચન આપું છું કે કોઈપણ ભોગે હું તમને મદદ કરીશ. પણ એ પહેલાં મારે કંઈ પણ કરીને મારી રાજ ગાદી પરથી નુમ્બાસાને હટાવવો પડશે." રાજાએ રૂઆબથી કહ્યું. "આપની મદદ વિના અમે મારા ડેડને આદિવાસીઓની કેદમાંથી છોડાવી શકશું નહીં. ...Read More
ખજાનો - 44
" ઓહ..! તો તમે ભારતથી આવ્યાં છો..! ગ્રેટ..! ભારતીયોની હિંમત અને બહાદુરીના ઘણાં કિસ્સાઓ મારા કાને પડ્યાં છે. ખાસ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે કરેલા સત્યાગ્રહો અને આંદોલનોના...! શું નામ હતું તે માનવીનું...? હા, ગાંધી..ગાંધીજી..! સત્ય અને અહિંસાના આગ્રહી..!" રાજાએ કહ્યું. " શું વાત છે..! તમે અમારા બાપુને ઓળખો છો ?" સુશ્રુતે પૂછ્યું. " હા, કેમ નહિ..? એ મહાપુરુષને કોણ નથી ઓળખતું..? તેઓને હું નહિ આખી દુનિયા ઓળખે છે. તમે નસીબદાર છો કે ભારત દેશના તમે નાગરિક છો...પછી આગળ બોલો લિઝા..?" રાજાએ મલકાઈને કહ્યું. "વેપાર અર્થે મારા ડેડ અને ડેવિડ અંકલને સામોલિયા, નાઇરોબિ, ટાંઝાનિયા,મોઝામ્બિક તેમજ ઝાંઝીબાર વારંવાર જવાનું થતું. ...Read More
ખજાનો - 45
(આપણે જોયું કે સોમાલિયાના રાજા નુમ્બાસા પાસેથી રાજગાદી પાછી મેળવવાનું વિચારતા. લિઝા હીરા અને સોનાના ખજાના વિશે તેમજ પોતાના ગયેલા પિતા વિશે રાજાને જણાવે છે. હવે આગળ...) " મારા ડેડ ત્યાં સુધી પહોંચી ગયા હતા.તેઓ દક્ષિણ આફ્રિકામાં ખરેખર સોના અને હીરાનો ખજાનો છે કે નહીં..? તે જાણવા અને ખજાનો શોધવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. પરંતુ ત્યાંના ખૂંખાર અને ખતરનાક આદિવાસીઓ એ તેમને કેદમાં કરી લીધા.તેમાંથી ડેવિડ અંકલ તો ત્યાંથી છૂટીને ઘરે આવી ગયા પણ મારા ડેડ હજુય ત્યાં જ ફસાયેલા છે.આથી તેઓને છોડાવવા હું નીકળી હતી. જૉની મારો કઝિન અને ડેવિડ અંકલનો સન છે. હર્ષિત અને સુશ્રુત મારા મિત્રો ...Read More
ખજાનો - 46
" આપને પણ તેઓની યાદ આવતી હશે ને..? જ્યારે પોતાના માણસો આપણાથી દૂર થઈ જાય છે ત્યારે કેવી દુઃખની અનુભવાય છે તે મારાથી વધારે સારી રીતે કોણ જાણી શકે..? રાજાજી..! હું આપની તકલીફ.. સમસ્યાને સમજી શકુ છું. મને વિશ્વાસ છે, આપણે બધાએ આપણા પ્લાન મુજબ આ કાર્યને સફળ કરી શકીશું. આપ જરૂરથી આપના પરિવારને મળી શકશો. જરૂરથી રાજગાદી પણ પાછી મેળવી શકશો અને હું મારા ડેડની પાછા લાવી શકીશ." આટલું બોલતા લિઝાની આંખોમાં પાણી આવી ગયા." જરૂરથી...આપણે સફળ થઈશું..!" કહી જૉનીએ લિઝાના માથે હાથ ફેરવ્યો અને તેને ભેટી પડ્યો. સુશ્રુત અને હર્ષિત પણ ઈમોશનલ થઈ ગયા અને તેઓને ભેટી ...Read More
ખજાનો - 47
( આપણે જોયું કે રાજાએ નુમ્બાસાને માત આપવા કોઈ પ્લાન બનાવ્યો છે. તે મુજબ ચારેય મિત્રોએ વેશભૂષા ધારણ કરી છે. બસ રાજાની વેશભૂષા બાકી રહી હતી. હવે આગળ...) " રાજાજી....! અમે બધા અમારા કોસ્ચ્યુમમાં રેડી થઈ ગયા છીએ. આપને કેટલી વાર છે...?" જોનીએ કહ્યું. " હું પણ બસ રેડી જ છું. આ આવ્યો..!" કહેતા રાજા બહાર આવ્યા. "ઓ માય ગોડ..! તમે તો ઓળખાતા જ નથી. મારા કરતાં પણ વધારે બ્યુટીફૂલ લાગો છો, મુખ્ય સેવિકાના વેશમાં..! અમેઝિંગ" લિઝાએ કહ્યું. "અરે મને તો એવું જ લાગ્યું કે રાજાની જગ્યાએ આ સ્ત્રી કોણ આવી? ખરેખર હું તમને ઓળખી જ ના શક્યો. સુશ્રુતે ...Read More
ખજાનો - 48
જોની અને હર્ષિત ઓલ ધ બેસ્ટ કહીને સુરંગના બીજા માર્ગેથી બહાર નીકળવા ચાલતા થયા, જ્યારે રાજા, લિઝા અને સુશ્રુત ઓલ ધ બેસ્ટ બોલીને, મહેલના રાણી કક્ષ તરફના માર્ગ તરફ ચાલતા થયા. " સુશ્રુત તને ખબર છે ને તારે શું કરવાનું છે" " જી મહારાજ મને બરાબર ખબર છે મારે શું કરવાનું છે નિશ્ચિત રહો." " તારા ભોળા સ્વભાવને કારણે મને ડર છે કે તું ક્યાંય ગફલત ન ખાઈ જાય અને તારો જીવ જોખમમાં ન મુકાઈ જાય." " રાજાજી...! સુશ્રુત ભોળો છે, પણ ખૂબ સમજદાર છે. તેના રૂપ અને વાતોને કારણે તેને સામાન્ય ન માનો. મને વિશ્વાસ છે મારો દોસ્ત ...Read More
ખજાનો - 49
" હા, તું સૌથી પહેલાં તેને મૂર્છિત કરવાની સોય તેને ભોંકી દેજે. જેથી કરીને તેની તાકાત ઓછી થાય." " ખબર છે મારે શું કરવાનું છે.વન...ટુ..થ્રિ..ગો...!" કહેતા સુશ્રુતે લિઝાનો હાથ પકડી સુરંગનો દ્વાર ખોલીને કક્ષમાં પ્રવેશ કર્યો. અચાનક કોઈને આમ આવતાં જોઈને નુમ્બાસા ચોંકી ઉઠ્યો. તે બળવાને તુરંત જ મ્યાનમાંથી તલવાર કાઢી અને લિઝા તથા સુશ્રુત કંઈ પણ કરે તે પહેલાં તો નુમ્બાસાએ લિઝાનો હાથ ખેંચીને તેની ગરદન પર તલવાર ધરી દીધી. સુશ્રુતનું આવેશ ભર્યું પગલું લિઝાના જીવનું જોખમ બની ગયું. " પ્લીઝ..પ્લીઝ..! લિઝાને છોડી દો..! તેણે કંઈ નથી કર્યું " ચિંતાતુર સુશ્રુતે કહ્યું. " કોણ છો તમે બન્ને ? ...Read More
ખજાનો - 50
"તારી વાત તો સાચી છે લિઝા..! પરંતુ આને હું હમણાં નહીં મારી શકું,કેમકે જો તેની લૂટારુ ટોળકીને એ વાતની પડી ગઈ કે આપણે તેને કેદ કર્યો છે કેમ મારી નાખ્યો છે તો તેઓની ટોળકી વધારે ઉગ્ર બનશે અને આપણા જ રાજ્યના નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરી મુકશે. આથી તેને મારી નાખવો મને યોગ્ય નથી લાગતું." "પણ મહારાજ..! આપણે તેને મારીને ઠેકાણે કરી દઈએ અને કોઈને કંઈ ખબર જ ન પડે તો કેમનું રહેશે ?" સુશ્રુતે મલકાઈને કહ્યું. "તેરે ન મારવાનું બીજું કારણ એ પણ છે કે મારે માત્ર નુમ્બાસાને નહીં, આખી ટોળકીને ખતમ કરવી છે તેની આખી ચેનલને ખતમ ...Read More
ખજાનો - 51
"સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે સુરંગમાં પૂર્યા બાદ તેઓને દર સાત કલાકે ફરી બેભાન થવાનું ઇન્જેક્શન આપવાનું જો તેઓ તન મનથી જાગ્રત થઈ ગયા તો આપણા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે." લિઝાએ કહ્યું. " લિઝા તારી વાત એકદમ સાચી છે. ઠીક છે તો ચલો આપણે આપણા મિશનને સફળ બનાવીએ." સુશ્રુતે કહ્યું. રાજા અને લિઝા છુપા વેશમાં એક એક કરીને નુમ્બાસાના આદમીઓને બેભાન કરતાં અને સુશ્રુત તેઓને પકડી પકડીને સુરંગમાં લઈ જતો. જૉની અને હર્ષિત દરિયા કિનારે બસ પહોંચવા જ આવ્યાં હતાં. ચાલીને બન્ને થાકી ગયા હતા અને ભૂખ્યા પણ થયાં હતાં. "આપણે કિનારે તો પહોંચી ...Read More
ખજાનો - 52
"ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...! સિ પાઈરેટ્સ નુમ્બાસાનો હુકુમ છે કે કોઈપણ જહાજ આપણી નજરથી છૂટવું ન દરેક જહાજને લૂંટીને બધો જ ખજાનો લઈ લેવાનો રહેશે. તથા તેનો હિસાબ કિતાબ પણ નુમ્બાસાને આપવાનો રહેશે. બીજો સંદેશ એ છે કે અહીં જે સાત નંબરનું જહાજ પડ્યું છે. તે જહાજને કોઈ સ્પર્શ નહીં કરે. તેમણે કહ્યું છે કે આ જહાજ તેઓ માટે ખાસ છે. આથી તેઓ ના આદેશ મુજબ અહીં કોઈ જ ફેરફાર કે શોધખોળ થશે નહીં. જેટલા પણ સિપાહીઓ જહાજમાં છે તેઓ બધા જ બહાર નીકળી જાય અને જહાજ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તેને રાખવામાં આવે. ...Read More
ખજાનો - 53
"જોકે હમણાં તેઓ બેભાન છે ત્યાં સુધી બહુ વાંધો નહીં આવે પણ, આપણે જૉની અને હર્ષિતની શું સ્થિતિ છે જાણવું રહ્યું." રાજાએ બંનેની ચિંતા વ્યક્ત કરતા કહ્યું. "તો તેઓની ખબર કેવી રીતે મેળવીશું ?" સુશ્રુત બોલ્યો. "મને લાગે છે કે સૌથી પહેલા આપણે મહેલમાં રહેલ રાજ્યના માણસોને ભેગા કરીને એક મીટીંગ કરવી જોઈએ અને રાજ્યમાં ક્યાંય પણ જો નુમ્બાસાનો કોઈ માણસ હોય તો તેને પકડી લાવે, તેવો આદેશ આપવો જોઈએ. વાત રહી દરિયા કિનારે રહેલ સૈનિકોની તો સૌથી પહેલા મારા સૈનિકો જે બંદી બનેલાં છે તેઓને છોડાવી દઈએ, જેથી કરીને તેઓની સહાયથી નુમ્બાસાના સૈનિકોને પકડી શકાય. પછી વિચારીએ કે ...Read More
ખજાનો - 54
"અને મહારાજ આપની પાસે સૂક્ષ્મ અને ગુપ્ત હથિયારોનો ખજાનો છે. થોડાક એવાં હથિયારો અમને પણ આપો, જેનાથી મુશ્કેલીના સમયમાં અમારું સ્વરક્ષણ કરી શકીએ." સુશ્રુતે કહ્યું. સુશ્રુતની વાત સાંભળી રાજા હસી પડ્યા. "ચિંતા નહિ કરો મિત્ર..! તમારી સાથે હું જે બે માણસોને મોકલવા જઈ રહ્યો છું તેઓ ખૂબ અનુભવી છે. ઉત્તર આફ્રિકાથી દક્ષિણ આફ્રિકા સુધીના દરેક રસ્તાઓ, માર્ગો તેમજ કયા સ્થળે કેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તે દરેક બાબતોનાં તેઓ જાણકાર છે. તેઓની સાથે ખોરાકનો જથ્થો, સૂક્ષ્મ અને ગુપ્ત હથિયારોનો જથ્થો તેમજ ઔષધો નો જથ્થો સાથે મોકલવામાં આવશે." સુશ્રુતના ખભે હાથ મુકતા રાજાએ કહ્યું. "આ સિવાય તમારે કોઈ ...Read More
ખજાનો - 55
"અરે અમારા મહારાજની તો વાત જ ના થાય...! માત્ર તેઓ ગજબના માણસ નથી,ખૂબ દયાળુ અને ખુદાના માણસ છે. બસ માલિક સૌને મળે." 60/65 વર્ષની ઉંમરનો વ્યક્તિ કે જેને રાજાએ ચારે મિત્ર સાથે મોકલ્યા હતા. તે માણસે કહ્યું. તેના ચહેરા પર કરચલીઓ થઈ ગઈ હતી. તેનો પહેરવેશ સામાન્ય હતો. માથા પર એક કપડું બાંધી હતું. પગમાં સામાન્ય મોજડી હતી. કપડાં ખૂલતા હતા. તેમની સાથે એક પેટી હતી, જેમાં કેટલીક ઔષધિ ભરી હતી. તેમનું વર્તન વ્યવહાર જોઈને એવું લાગતું હતું કે તેઓ એક મિનિટ પણ એક સ્થળે શાંતિથી બેસી શકતા નહોતા. તેઓની શ્રવણ શક્તિ ગજબની હતી આજુબાજુ થયેલ સામાન્ય અને નાનામાં ...Read More
ખજાનો - 56
"બહુ સરસ..! આપ બંને વિષય જાણીને ખૂબ ખુશી થઈ. આપ બંનેએ ખૂબ સારી રીતે એકબીજાનો પરિચય આપ્યો. કદાચ આપ અમારી સાથે મોકલીને રાજાએ અમારી ઘણી મોટી મદદ કરી છે. આપ બંને અમારી સાથે છો, તો લાગી રહ્યું છે કે મારા ડેડ સુધી પહોંચવું હવે વધારે મુશ્કેલ નહીં બને. આપ અમારી સાથે આવ્યા છો. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર...!" લિઝાએ કહ્યું. "અમારા માલિકનો હુકમ સર આંખો પર...! તેઓના મારા પર ઘણા ઉપકાર છે. અને આપની મદદની સાથે જો ખજાનો મેળવીને અમે રાજાને આપીશું. તો અમારા રાજ્યના લોકોનું પણ ભલું થશે અને આ કામ કરતા મને ખૂબ આનંદ થશે..!" અબ્દુલ્લાહીએ ...Read More
ખજાનો - 57
"તમે ચારેય મને મારા ભાણેજ ઈબતીહાજની જેમ મામા કહી શકો છો. તમે હિન્દુસ્તાની છો. મારી બહેનના નિકાહ પણ હિન્દુસ્તાનમાં થયાં હતા. એ હીસાબથી પણ હું તમારો મામો થાઉં..!" કહી અબ્દુલ્લાહી હસી પડ્યાં. ચારથી ભલા છ. છએ જણાની દરિયાઈ મુસાફરી શરૂ થઈ ગઈ હતી. અબ્દુલ્લાહી મામા પોતાના અનુભવોને રમુજી અંદાજમાં કહીને પાંચે બાળકોને ખૂબ હસાવતા હતા. આમને આમ છ દિવસ નીકળી ગયા. મામા ભત્રીજો ચારેય સાહસી બાળકોના સ્વભાવ અને રૂચીથી પરિચિત થઈ ગયા. જ્યારે લિઝા,હર્ષિત,જોની અને સુશ્રુત પણ અબ્દુલ્લાહી મામા અને ઈબતીહાજ સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા હતા. સાંજનો સમય હતો. દૂર દૂર સુધી સમુદ્ર જ દેખાતો હતો. ...Read More
ખજાનો - 58
"વૉટ...? તને ખબર નથી કે કોણ તારી ગર્લફ્રેન્ડ બનવાનું છે..? તારી ગર્લફ્રેન્ડ બની જ નથી... કોઈ છે જ નહીં... તેના માટે તેં પાયલ શા માટે ખરીદી..?" હર્ષિતની વાત સાંભળી નવાઈ પામતા લિઝાએ પૂછ્યું. "બસ.. એટલે જ કે ક્યાંક રસ્તામાં કોઈ મળી જાય, સારી એવી રૂપાળી... બહાદુર... સાહસી... તારા જેવી... છોકરી અને અચાનક મને પ્રપોઝ કરી લે તો...? તો તરત જ તેના પગમાં પાયલ પહેરાવી તેના પ્રપોઝલને એક્સેપ્ટ કરતા ફાવેને..? બસ એટલે જ... !"ફરી લિઝાની આંખોમાં જોઈ હર્ષિતે હસીને કહ્યું. "મારા જેવી...? તો.. તને.. મારા જેવી છોકરી પસંદ છે એમ..?" "ના...ના...એટલે સેમ ટુ સેમ તારા જેવી તો ભગવાને નહીં બનાવી ...Read More
ખજાનો - 59
એવામાં અચાનક જ જહાજમાં આંચકો લાગ્યો. બધા જ મિત્રો અચાનક આંચકો લાગવાથી પોતાના સ્થળેથી ખસી ગયા. બચાવ માટે તેઓએ કોઈના કોઈ વસ્તુ પકડી લીધી. અચાનક લાગેલા આંચકાથી આશ્ચર્યચકિત થઈ ગયેલ દરેક જણ જહાજના એન્જિન રૂમ તરફ દોડ્યા. " જોની શું થયું...?" લિઝા, હર્ષિત અને સુશ્રુત ત્રણેએ એકસાથે એક જ પ્રશ્ન જૉની સામે જોઈ કર્યો. " હું પણ એ જ વિચારું છું કે અચાનક આવો આંચકો કેવી રીતે લાગ્યો..? અંધારું છે એટલે સબમરીનમાં સ્પષ્ટ દેખાતું નથી." જૉનીએ મિત્રો સામે જોઈને કહ્યું. " મારો અનુભવ કરી રહ્યો છે કે કોઈ વિશાળકાય દરિયાઈ જીવ આપણા જહાજને ટકરાયું હોવું જોઈએ." અબ્દુલ્લાહીએ ઊંડો વિચાર ...Read More
ખજાનો - 60
"ભાઈ...! તેં તો ગજબ કરી લીધો. આટલી બધી શાર્કને એક સાથે જોઈ મારો તો જીવ અધ્ધર થઈ ગયો હતો. માત્ર 10/15 મિનિટમાં જ તેં તો આટલી વિશાળકાય અને આટલી મોટી શાર્કને શાંત પાડી દીધી. એવું તો શું હતું તારી આ નાનકડી સોયમાં...?" આશ્ચર્ય સાથે હર્ષિતે પૂછ્યું. "હર્ષિત સાચું કહી રહ્યો છે. તેં તો કમાલ કરી દીધો. અમે તો વિચારી પણ નહોતા શકતા કે હવે શું કરીશું..? કેવી રીતે આટલી બધી શાર્કથી બચીશું..? જ્યારે તેં તો દસ-પંદર મિનિટમાં જ બધી શાર્કને શાંત પાડી દીધી. પરંતુ ભાઈ મને ડરે છે કે આ શાર્કના જીવને કોઈ નુકસાન તો નહીં થાય ને...? કેમકે ...Read More
ખજાનો - 61
"વાત તારી બરાબર છે, પરંતુ મને કંઈક અજીબ ફીલિંગ થઈ રહી છે.મને અંદરથી એવું થાય છે કે આપણે કિનારા ચાલ્યા જવું જોઈએ. કિનારો બહુ દૂર નથી તો આજની રાત ત્યાં રોકાઈ જવામાં શું હર્જ છે...?" અબ્દુલ્લાહીએ કહ્યું. એવામાં જહાજના નીચેના ભાગમાંથી કંઈક અવાજ આવ્યો. આ સાંભળી બધા જ મિત્રો જહાજની નીચેના ભાગ તરફ ગયા અને ત્યાં જઈ બધાએ જે દ્રશ્ય જોયું તે જોઈ બધાં ચોકી ગયા. જહાજના નીચેના ભાગમાં એક બાજુ એન્જિન અને બીજી બાજુ ખાલી પડેલ જગ્યામાં અનાજનો કોઠાર હતો. બે-ત્રણ મહિના સુધી ચાલે તેટલું અનાજ તેમજ ડ્રાયફ્રુટ ભરેલા હતા. અનાજની બાજુની દિવાલ પાસે એક તિરાડ પડી હતી. ...Read More
ખજાનો - 62
"જો પાંચેક મિનિટ પણ લેટ થશે તો જહાજ ડૂબી જશે..! લિઝા...! તું ફટાફટ સેફટી ટ્યુબ ઉપર લઈ જાવ અને આવશ્યક અને જરૂરી સામાન છે તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને પેક કરી રાખ. ઈમરજન્સીમાં ક્યારેય પણ આપણે ટ્યુબ મારફતે દરિયામાં કુદવાનું થઈ શકે છે." હર્ષિતની વાત સાંભળી તરત જ લિઝા અને સુશ્રુત સેફટીટ્યુબ ઉપર લઈ ગયા. સાથે જરૂરી સામાન પ્લાસ્ટિકની બેગમાં પેક કરવા લાગ્યા. જોની અને અબ્દુલ્લાહીજી એન્જિનમાં હતા. તેઓ બની શકે તેટલું ઝડપથી જહાજને કિનારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાં અચાનક જહાજની ઝડપ ધીમી થવા લાગી. જોની પ્રયત્ન પૂર્વક જહાજની સ્પીડ વધારી રહ્યો હતો. પરંતુ તેને સમજાતું ન ...Read More
ખજાનો - 63
એવામાં અબ્દુલ્લાહી જહાજ પરથી નીચે ઉતર્યા અને આજુબાજુ નજર ફેરવી બોલ્યા," હજુ જોખમ ટળ્યું નથી...! એક નવી જ મુસીબતનો કરવા તૈયાર થઈ જાઓ...!" અબ્દુલ્લાહીની વાત સાંભળી પાંચેય મિત્રો બેઠા થઈ ગયા અને એક સાથે બોલ્યા, " શું...?" "એકવાર ઊભા થઈ પાછળની બાજુએ જુઓ. આપણે ભૂમિ ખંડના કિનારે નહીં પરંતુ દરિયાના જ કિનારાથી દૂર એક નિર્જન અને અજાણ્યા ટાપુ પર આવી ગયા છીએ." અબ્દુલ્લાહિજીએ કહ્યું. પાંચેય યુવાનો ઊભા થઈ પાછળની બાજુ જોવા લાગ્યા. દરિયાના પવનની ગતિ દરિયાથી ટાપુ તરફની હતી. આથી યુવાનોના કપડા અને વાળ ટાપુની દિશા તરફ લહેરાઈ રહ્યા હતા. લિઝા પાછળથી ઉડી રહેલા પોતાના વાળને વારંવાર સરખા કરી ...Read More
ખજાનો - 64
"તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્યો..!" ગંભીરતાથી વિચાર કરતી લિઝાએ કહ્યું. " કયા કારણે થઈ શકે...?" વિચાર કરતી લિઝા હાડપિંજર પાસે બેઠી અને તેની આજુબાજુએથી આંગળી વડે રેતી દૂર કરવા લાગી. રેતી દૂર કરતા તેને જોયું કે હાડપિંજર માનવનું જ છે જેટલા ભાગમાં હાડપિંજર રેતી સાથે ઢંકાયેલું હતું તે રેતી અને દરિયાના ખારા પાણીને કારણે ઓગળી ગયું હતું. પરંતુ ઉપરનો ભાગ એકદમ સલામત થતો. હાડપિંજર પર સ્ક્રેચીઝ અને કયાંક ક્યાંક કાણાં પડી ગયા હતા. " અબ્દુલ્લાહીમામુ...! આ હાડપિંજરને જોતા તો એવું લાગી રહ્યું છે કે કોઈ માણસ દરિયા કિનારાની ઠંડી રેતીમાં આરામથી ...Read More
ખજાનો - 65
"એક મિનિટ..! આ હાડપિંજર પરના સ્ક્રેચીઝ તો પક્ષીઓની ચાંચના છે અને છિદ્રો..છિદ્રો રેતીમાં રહેલ ક્ષારનાં કારણે પડ્યા છે. આ તો...!" હાડપિંજરનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરતા જૉની બોલતા બોલતા અટકી ગયો. " જોની શું બોલતા બોલતા અટકી કેમ ગયો? હાડપિંજર તો શું...?" એકીટ હશે હાડપિંજરના દરેક ભાગ ઉપર હાથ તેમજ પોતાની તીક્ષ્ણ નજર ફેરવતા જોનીના હાવ ભાવ જોઈ હર્ષિતે જોનીને પૂછ્યું. " એકાદ મહિના પહેલા જ મૃત્યુ પામેલ વ્યક્તિનું આ હાડપિંજર છે. તેના રંગ અને સ્ટ્રક્ચર ઉપરથી હું કહી શકું છું કે જે તે વ્યક્તિ તંદુરસ્ત હોવો જોઈએ." ખૂબ જ ઝીણવટ ભર્યો અભ્યાસ કરતા જોનીએ કહ્યું. "મતલબ આ વ્યક્તિ અકાળે ...Read More
ખજાનો - 66
"અરે એમાં આભાર શાનો..? આપણે સૌ મિત્ર છીએ. એક ચોક્કસ હેતુ સાથે આપણે આ ખતરનાક સફરે નીકળ્યા છીએ. આપણા અંદર કંઈક ને કંઈક સૂઝબુઝ અને વિશિષ્ટ તાકાત છે. બસ આ જ તાકાત અને અનુભવો સાથે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાનું છે. માઈકલ અંકલને સલામત ઘરે પાછા લાવવાના છે. તેમજ સોમાલીયાના રાજા ને ખજાનો બતાવી તેની ગરીબ પ્રજાને સમૃદ્ધ બનાવવાની છે. બસ આ બંને લક્ષ્ય શાંતિ અને સલામતી સાથે પૂર્ણ થાય એવી જ પ્રભુને તો મારી પ્રાર્થના છે." જોનીએ કહ્યું. "આપણા લક્ષ્ય મોટા છે અને હંમેશા મોટા લક્ષ્ય સુધી પહોંચવા માટે અડચણો તો આવવાની જ. લક્ષ્ય શુદ્ધ સુધી પહોંચવાનો માર્ગ ...Read More
ખજાનો - 67
"હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો ? એવું તો એમાં શું હતું ?" હર્ષિત સામે જોઈ સવાલ કર્યો. લિઝાએ પૂછેલા સવાલને સાંભળીને હર્ષિત લિઝા સામે જોઇને મલકાયો. થોડીવાર માટે તે લિઝાની સામે જ જોઈ રહ્યો. " સામે શું જુએ છે ? બોલ ને..એ કાગળમાં એવું તો શું હતું જેને તું સંતાડતો હતો..?" "કંઈ નહીં..!" કહેતા હર્ષિતે નકારમાં હસીને પોતાનું મોઢું હલાવ્યું. " ના કહેવું હોય તો કંઈ નહીં..! હું ફોર્સ નહિ કરું...! પણ.." લિઝા બોલતા બોલતા અટકી ગઈ. " પણ..પણ શું લિઝા..?" " કંઈ નહીં..સમય આવ્યે સમજાઈ જશે " લિઝાએ કટાક્ષમાં હસીને હર્ષિતને વળતો જવાબ આપ્યો. ...Read More
ખજાનો - 68
"મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે તેઓ દેશને આઝાદી અપાવવા માટે ઝઝૂમી રહેલા સ્વાતંત્ર સેનાનીઓની કરવામાં તેઓ ગર્વ અનુભવતા હતા. તેઓ બહુ જ નીડર અને બહાદુર હતા." પોતાના દાદાજી ઉપર ગર્વ અનુભવતા સુશ્રુતે કહ્યું. "એટલે જ ..! સુશ્રુત તારામાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવાનો ગુણ વિકસ્યો છે. દાદાજીનો વારસો તેં જાળવી રાખ્યો હો બાપુ... !" હસીને જોનીએ કહ્યું. "વાત એકદમ સાચી કહી...જોની.. સુશ્રુતે ખરેખર તેના દાદાજીનો વારસો જાળવી રાખ્યો છે. તેની રસોઈ એક મોટા સેફ કરતા કંઈ ઊણી નથી હોતી. તેના હાથનું ભોજન ખાવાનો અનુભવ તો કોઈ ફાઈવસ્ટાર હોટલમાં ખાતા હોય તેવો આવે છે. તેં તારા દાદાજી ...Read More
ખજાનો - 69
"ભારતને લૂંટી ગયા પછી પણ તેમનું પેટ ન ભરાયુ..! હજુ પણ અંગ્રેજોએ વિશ્વના ઘણા દેશો ઉપર પોતાનો કબજો જમાવ્યો મહાસત્તા બનવાની લાલસા માણસ પાસે કેટલા ક્રૂર અને હિંસાત્મક કાર્ય કરાવે છે તે ખુદ માણસને પણ ખબર હોતી નથી." સુશ્રુત બોલ્યો. "તારી વાત સો ટકા સાચી સુશ્રુત..! પરંતુ હવે આપણે કરવું શું..? ઝાંઝીબાર ટાપુ આવવા થયો છે. ત્યાં રોકાવું છે કે પછી થોડીવાર માટે હોલ્ડ થઈ આગળ નીકળી જવું છે..?" જોની એ અબ્દુલ્લાજીને પૂછ્યું. "અંગ્રેજો તેમની ગુલામ પ્રજા સાથે ખરાબ વ્યવહાર કરતા હશે. પરંતુ વ્યાપારીઓ અને પરદેશીઓ સાથેનો તેમનો વ્યવહાર તો ઉચિત હોવો જોઈએ. કેમ કે તો જ તેઓ પોતાના ...Read More
ખજાનો - 70
ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરેલ હતાં. થોડીક દૂર નાની નાની નાવડીયો પણ હતી. વેપારી બંદર લોકોને અવરજવર પણ વધારે હતી. તેમાં કાળા અને ગોરા બંને પ્રકારના માણસો હતા. અબ્દુલ્લાહી સિવાય બાકીના પાંચેય જણ આ ટાપુ પર પહેલીવાર આવ્યા હતા. આથી જહાજમાંથી ઉતરીને અબ્દુલ્લાહી આગળ થયા અને પાછળ પાછળ બાકીના પાંચે મિત્રો ચાલતા થયા. લિઝા, જોની, હર્ષિત અને ઈબતીહાજ આજુબાજુના લોકો, તેઓનો વર્તન વ્યવહાર તેમજ ઝાંઝીબારના ટાપુઓનું અવલોકન કરી રહ્યા હતા. જ્યારે સુશ્રુત ડરનો માર્યો નીચે જોઈએ ચૂપચાપ ચાલી રહ્યો હતો. તેના મનમાં ડર હતો કે કોઈ મને સવાલ પૂછી લેશે તો..? હું તેનો યોગ્ય જવાબ ...Read More
ખજાનો - 71
"ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિત્ર છે. ઝાંઝીબારના સ્ટોન ટાઉનનો જ રહેવાસી છે. જ વેપાર અર્થે મારે અહીં ઘણી વાર આવવાનું થતું હોવાથી તે મારો ખાસ મિત્ર બની ગયો છે. તેનું નામ ચુકાસુ છે. તે કહી રહ્યો છે કે સ્ટોન ટાઉનમાં તેના ઘરે ચલો. તેનો દીકરો પ્રખ્યાત જાદુગર છે અને તેનું જાદુ જોવા આવવાનો આગ્રહ કરે છે. શું કરશું..? એક રાત રોકાઈ જઈશું..?" અબ્દુલ્લાહીજીએ દુકાનદારનો પરિચય આપી પાંચેયનું મંતવ્ય જાણવા કહ્યું. અબ્દુલ્લાહીની વાત સાંભળી પાંચે યુવાનો એકબીજાની સામે જોવા લાગ્યા. નવો પ્રદેશ... નવો વેશ...નવો દેશ... અને નવા રીતી રિવાજ...તેમજ સંસ્કૃતિ... વિશે જાણવાની ઉત્સુકતા ...Read More
ખજાનો - 72
"બાળકો...! અહીં આવી જાઓ..! આપણને સ્ટોન ટાઉન લઈ જવા માટે વૅન આવી ગઈ છે. ઝડપથી વેનમાં ગોઠવાઓ." પાંચે યુવાનોને પાસે બોલાવતા અબ્દુલ્લાહીએ કહ્યું. પાંચે જણા અબ્દુલ્લાહી પાસે આવ્યા અને એક એક કરીને બધાએ વૅનમાં ગોઠવાયા. ડ્રાઇવરે વેન ચાલુ કરી સ્ટોન ટાઉન તરફ પ્રયાણ કર્યું. કિનારાથી થોડે અંદર જતા સ્ટોન ટાઉન સીટી આવી ગઈ. સાવ અલગ લાગતા મકાનો.. સીટી અને પ્રદેશ જોઈ પાંચે યુવાનો નવાઈ પામતા હતા. "મામુ...! તમે તો ઘણી વખત આ સ્ટોન ટાઉન સિટીમાં આવ્યા છો થોડું ઘણું આ સિટી વિશે અમને જણાવો તો ખરા..! આ સુંદર અને અદભુત ઇમારતો ધરાવતી આ સીટીની હિસ્ટરી શું છે..? એ તો ...Read More
ખજાનો - 73
"હા અહીં ઘણી પ્રજા ગુજરાતમાંથી આવીને વસેલી છે. અને ઇન્ડિયામાં થયેલ સ્વાતંત્ર ચળવળ તેમજ આંદોલનો વિશે પણ ટીવી સમાચારમા હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં સમાચારો સાંભળ્યા હતા. હિન્દુસ્તાન પાસેથી પ્રેરણા લઈને અહીંની પ્રજા પણ આંદોલનો કરી, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાના પ્રયત્નો કરી રહી છે." ડ્રાઇવરે કહ્યું. " ઓહ ગ્રેટ હિન્દુસ્તાનની આઝાદી... હિન્દુસ્તાનમાં થયેલા આંદોલનો....! ખરેખર અન્ય દેશો માટે પ્રેરણા રૂપ બની જશે તે મેં ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. આજે વિદેશમાં મારા દેશની પ્રશંસા સાંભળતા મને ગર્વ થાય છે.અને મને ખૂબ જ આનંદ પણ થાય છે કે અન્ય દેશ મારા દેશ...મારા દેશના લોકો... પાસેથી પ્રેરણા લઈ વિકાસ અને પ્રગતિના સ્વપ્નો ...Read More
ખજાનો - 74
" તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખતા જ નથી. મિચાસું કોઈ સામાન્ય મેજિશિયન તે અહીંનો ખૂબ જ પ્રખ્યાત કહી શકાય તેવો અને સૌથી વધારે ફીઝ લેતો મેજિશિયન છે. તેનો મેજિક શો જોવા માટે વિશ્વના અન્ય દેશોમાંથી લોકો અહીં આવે છે. અંગ્રેજો મિચાસુના મેજીક શોના દિવાના છે. હા, તે ગુલામ પ્રજાનો દીકરો છે, પરંતુ તેણે પોતાના ટેલેન્ટથી અંગ્રેજોનું દિલ જીતી લીધું છે. તે અંગ્રેજો પાસેથી ખૂબ જ ઉચ્ચ પ્રકારની ફીઝ લઈને અંગ્રેજો માટે મેજિક શો કરે છે. આજે પણ અહીં જે મેજિક શો થવાનો છે તેમાંથી 80 % અંગ્રેજો જ હોવાના. 20% એવી પ્રજા ...Read More
ખજાનો - 75
"તો ચલો.. ત્યાં જઈને આપણે કોઈક સુંદર મજાના ડ્રેસ રેન્ટ પર લઈને પહેરી લઈએ...! કેવો રહ્યો મારો આઈડિયા...?" હરખ સુશ્રુત બોલ્યો. " એકદમ સુપર્બ...!" લિઝાએ સુશ્રુતના બંને ગાલ ખેંચીને કહ્યું. ને પછી બધા તે દુકાન તરફ આગળ વધ્યા. બધાએ ફેન્સી ડ્રેસની શોપમાંથી પોતપોતાને યોગ્ય લાગતા સુંદર મજાના વસ્ત્રો ધારણ કરીને અંગ્રેજોની તે ભવ્ય ઈમારતમાં પ્રવેશ્યા જ્યાં ટૂંક સમયમાં જ મેજિક શો શરૂ થવાનો હતો. છએના ચહેરા પર ભવ્ય ઈમારતમાં પ્રવેશવાનો અદભુત આનંદ છવાયેલો હતો. "ભવ્યાતિભવ્ય મિચાસુનાં આજના આ મેજિક શૉમાં આપ સૌનું સ્વાગત છે. " કહેતા એક એન્કરે હોલમાં પધારેલા સૌનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યાં તો ફુલોની પાંદડીઓની વર્ષા ...Read More
ખજાનો - 76
બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ્રાઇવર ખુશ થઈ ગયો. " અબ્દુલ્લાહિજી...! ચુકાસુએ મને તમને લેવા માટે મોકલ્યો છે. તેમના ઘરે તમારા ડિનર અને રાત્રિરોકાણ માટેની સુવિધા કરવામાં આવી છે. ઝડપથી વેનમાં બેસો. હું તમને તેમના ઘરે પહોંચાડી દઉં...!" કહેતા ડ્રાઇવર વેનમાં બેઠો. બાકીના પણ ફટાફટ વેનમાં ગોઠવાઈ ગયા. રંગબેરંગી લાઈટોથી શોભતી સ્ટોન ટાઉન સિટીની ભવ્ય અને સુંદર ઇમારતોની રોનક રાત્રિ દરમિયાન કંઈક અલગ જ દેખાઈ રહી હતી. જોવા માટે મજબૂર કરતી તે ભવ્ય ઇમારતો સૌ કોઈનું દિલ જીતી લેતી હતી. " આટલી સુંદર સીટીને અંગ્રેજો કેવી રીતે છોડીને પાછા ચાલ્યા જાય..? ...Read More
ખજાનો - 77
" શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તાઈ રહી છે..? આપનો ચહેરો કોઈ સમસ્યાનો આપી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કહો ચુકાસુ..! શું થયું..?" પોતાના મિત્રનો ચહેરો વાંચતા, અબ્દુલ્લાહીજીએ ચુકાસુના ખભે હાથ મૂકી ચિંતાનું કારણ પૂછ્યું. "અહીંની પ્રજા અને આરબોએ મળીને અંગ્રેજોને કાયમ માટે આ દેશમાંથી ભગાડવા માટેનું મોટું આંદોલન છેડ્યું છે. ઝાંઝીબારના કિનારે વિશાળ પાયે અંગ્રેજોનો વેપાર થાય છે અંગ્રેજોની સત્તાને નબળી પાડવા માટેનું એક જ શસ્ત્ર છે, જે છે સમુદ્ર કિનારે થતો તેમનો વેપાર. આ જ કારણે આંદોલનકારીઓએ અંગ્રેજોના બધા જ જહાજ અને કોઠીઓ સળગાવવાનું શરૂ દીધું છે. આ સમાચાર અંગ્રેજો ...Read More
ખજાનો - 78
"રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગઈ છે પરંતુ તેઓ કંઈ એક્શન લે તે આપણે ઝાંઝીબારના કિનારા સુધી પહોંચી જવું પડશે. જો અંગ્રેજોએ આપણને રોક્યા તો કિનારા સુધી પહોંચવું મુશ્કેલ જ નહીં અશક્ય બની જશે. બની શકે તેઓ આપણી ધરપકડ કરીને જેલમાં પણ પૂરી દે. અંગ્રેજોના વર્તન વ્યવહારથી હું બખૂબી જાણીતો છું.અહીંની પ્રજાને અંગ્રેજોની ધરપકડથી જેલમાં પુરાઈ જવાનો ડર રહેતો નથી કેમ કે એકાદ અઠવાડિયા બાદ તો તેઓ છૂટી જવાના જ છે. તમારી ફિકર એટલે થાય છે કે તમે અહીંની પ્રજા નથી. ન કરે નારાયણ તમને કોઈને અંગ્રેજોની કેદ થાય તો તેમાંથી છૂટતા એકાદ ...Read More
ખજાનો - 79
ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયેલા પાંચે યુવાનો તેમજ અબ્દુલ્લાહીજી બંધ વૅનમાંથી જંગલમાંથી પસાર થતા માર્ગને જોઈ રહ્યા હતા. ઉબડ ખાબડ માર્ગમાંથી ડ્રાઇવર પોતાની વૅન ખૂબ ઝડપથી ચલાવી રહ્યો હતો. ફુલ સ્પીડે ચાલતી વૅનમાં અચાનક બ્રેક લાગતા ઝાટકો લાગ્યો અને વૅન ઉભી રહી ગઈ. અચાનક બ્રેક લગતા દરેકના મુખેથી એક જ સ્વર નીકળ્યો. "શું થયું...?" તેઓના જવાબ પર ડ્રાઇવર કઈ બોલી ન શક્યો.માત્ર સામે જોઈ ઈશારો કરવા લાગ્યો. ડ્રાઇવરના ઇશારાથી તરત દરેકે માર્ગ તરફ નજર કરી. વાઘ પરિવાર નિરાંતે ચાલતા ચાલતા માર્ગ ઓળંગી રહ્યા હતા. તેમાં ખૂંખાર વાઘ સૌથી આગળ હતો. વચ્ચે તેના ક્યુટ ક્યુટ લાગતા બિલાડી જેવા દેખાતા ...Read More
ખજાનો - 80
" સુશ્રુત..! રિલેક્સ...! મને બરાબર તપાસ કરવા દે, શું ખરેખર આ જ આપણું જહાજ છે કે કોઈ બીજાનું...? તું રાખ હિંમત ન હાર.." ગભરાયેલા સુશ્રુતના ખભે હાથ ફેરવતા, તેને આશ્વાસન આપતા જૉનીએ કહ્યું. સુશ્રુત આગળ એક ડગલું પણ ન ભરી શક્યો. જોની..., હર્ષિત અને ઈબતિહાજને લઈને જહાજ પાસે ગયો. " હર્ષિત...! જોની..! ભલે હું આ જહાજમાં તમારા કરતાં થોડો સમય વિતાવ્યો હશે, પરંતુ હું તેને ઓળખી શકું છું. આ જહાજ આપણું જ છે. સુશ્રુત બરાબર કહી રહ્યો હતો. આ જહાજ આપણું છે. હવે તે બિલકુલ સલામત રહયું નથી. લિઝાને શું જવાબ આપશું..?" જહાજનું બરાબર દૂરથી નિરીક્ષણ કરતાં ઈબતિહાજે હર્ષિત ...Read More
ખજાનો - 81
ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિંમત હારી જઈશું તો લિઝાને કેવી રીતે સંભાળી ઈશ્વરે આપણી પાસેથી જહાજને છીનવી લીધું છે. પરંતુ એનો મતલબ એ નથી કે માઈકલ અંકલ સુધી પહોંચવાનો બીજો કોઈ માર્ગ જ ન હોય. અત્યારે આપણે હિંમત અને ધીરજથી કામ લેવું પડશે. મને વિશ્વાસ છે જરૂરથી આપણે માઈકલ અંકલ સુધી પહોંચી શકીશું." બધાના આંસુ લુછતા જોનીએ દરેકને આશ્વાસન આપતા કહ્યું. હર્ષિત...સુશ્રુત અને ઈબતિહાજ પણ જૉનીની વાતથી સહમત થઈ હકારમાં મોઢું હલાવી અને મનોમન હિંમત રાખવાનો નિશ્ચય કર્યો. ચારેય યુવાનો વિલા મોઢે લીઝા અને અબ્દુલ્લાહી મામુ પાસે જવા નીકળ્યા. દૂરથી પોતાના ચારેય ...Read More
ખજાનો - 82
" રેડિયો પર મેં સમાચાર સાંભળ્યા હતા કે રહેણાક વિસ્તાર પાસેના તમામ બંદરો પર આંદોલનકારીઓએ આક્રમણ કર્યું છે અને સળગાવી દીધા છે. તેમજ અંગ્રેજો અને આંદોલનકારીઓ વચ્ચે પણ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. આપણે અહીં પણ વધારે સમય ન રોકાવવું જોઈએ. મારી સલાહ માનશો તો અહીંથી થોડે દૂર એક ફુમ્બા નામનું બંદર છે. જે રહેણાંક વિસ્તારથી દૂર છે ત્યાં તમને નાની બોટ જેવું કંઈક મળી જશે. પરંતુ તેનો માર્ગ જંગલમાંથી પસાર થાય છે. આથી આપણે સાવચેતી પૂર્વક ત્યા જવું પડશે. જો તમે કહેતા હોય તો હું તમને મારી વૅનમાં સવાર સુધીમાં પહોંચાડી દઉં. ત્યાં પહોંચતા સવાર પડી જશે.!" અબ્દુલ્લાહીજીની ...Read More
ખજાનો - 83
અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા. આજુબાજુ નજર ફેરવતા દરેકના ચહેરા પર જ પ્રશ્ન વર્તાઈ રહ્યો હતો કે,"ગાડીને શું થયું..?" ડ્રાઇવર પણ સમજી ન શક્યો કે," અચાનક ગાડીને શું થયું...?" ચારે બાજુ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા જંગલની વચ્ચોવચ ગાડી ઉભી રહી ગઈ હતી. અંધકારની સાથે જંગલની ભયાનકતા પણ એટલી હતી કે ગાડીની બહાર નીકળવાની કોઈની હિંમત થતી ન હતી. "ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું કે શું...?" હર્ષિતે પૂછ્યું. "પંચર તો નથી થયું ને...?" ઈબતિહાજ બોલ્યો. " કોઈ ટેક્નિકલ ખામી થઈ કે શું ભાઈ...?" જૉનીએ પૂછ્યું. એક સાથે સૌ પોતાના મનમાં ઉદ્દભવતાં પ્રશ્નો પૂછી ...Read More
ખજાનો - 84
જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વેરી ગુડ કહેવા લાગ્યા અને જોની સામે જોઈને કરવા લાગ્યા. ડ્રાઇવરે ગાડી સાફ કરવા માટેનો કપડાનો એક ટુકડો કાઢ્યો અને તે લાકડાના એક છેડે બરાબર બાંધી દીધો. પછી તરત જ જોનીએ તેને સળગાવ્યો. હવે પ્રકાશ વધી ગયો હતો.એક પછી એક મિત્ર ગાડીમાંથી બહાર આવી રહ્યા હતા. ઇબતિહાજને ઇમર્જન્સી હોવાથી તે દોડતો ગાડી પાછળ ચાલ્યો ગયો અને આંખો બંધ કરી હલકો થવા લાગ્યો. જોની,હર્ષિત, સુશ્રુત,લિઝા, ડ્રાઇવર અને અબ્દુલ્લાહી વેનમાંથી ઉતર્યા અને ગાડીની આગળની બાજુએ કે જ્યાં ખૂબ જ પાંદડા વેરાઈ ગયા હતા તેને સાફ કરીને વચ્ચે મશાલ ઉભી કરી. ...Read More
ખજાનો - 85
પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધને સમજાવતા સમજાવતા અબ્દુલ્લાહીજી તેને આશ્વાસન આપી રહ્યા અબ્દુલ્લાહીજીની વાત તો બરાબર છે પણ આ વિચિત્ર અવાજ ક્યાંથી આવ્યો ?"ડ્રાઇવર સામે હાથબત્તીથી પ્રકાશ આપતા હર્ષિતે પૂછ્યું."આ અવાજ મેલ રેડ કોલંબસ મંકીનો છે.""પણ મામુ...! મંકીનો અવાજ સાંભળીને ચિમ્પાન્જી એ દિશામાં કેમ ભાગ્યો..?" ઈબતિહાજે પૂછ્યું."ચિમ્પાન્જીને જોઈને રેડ કોલંબસ તેની પ્રજાતિને સાવચેત કરે છે કેમકે ચિમ્પાન્જી રેડ કોલંબસનો શિકાર કરવા માટે પ્રખ્યાત છે. રેડ કોલંબસ પોતાના વિશિષ્ટ અવાજથી સમગ્ર રેડ કોલંબસ પ્રજાતિને ચિમ્પાન્જીનાં આક્રમક હુમલા પહેલાં એલર્ટ કરે છે." અબ્દુલ્લાહીજીએ કહ્યું."ઓહ..રિયલી..?" નવાઈ સાથે સુશ્રુતે કહ્યું." અબ્દુલ્લાહીજી..! તમને એ ખબર છે કે ...Read More