ધારાવાહિક:- ચાલો, ફરવા જઈએ. સ્થળ:- માંગી-તુંગી તીર્થ ક્ષેત્ર મહારાષ્ટ્ર લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આ જગ્યા ખૂબ જ જૂની છે જેમાં બે ઢોળાવ છે માંગી-તુંગી એ એકાંત પર્વતની બે ખીણ, છે જેનું નામ બે બહેનો માંગી અને તુંગીના નામ પરથી રાખવામાં આવ્યું છે. માંગી 4343 ફૂટની ઊંચાઈએ છે અને તુંગી સમુદ્રની સપાટીથી 4366 ફૂટ છે. અમે માંગી ઢોળાવ પર 6 અને તુંગી ઢોળાવ પર 2 બકલ્સ શોધી શકીએ છીએ. પદ્માસન અને કાયોતસર્ગમાં તીર્થંકરોના 600 જૈન ચિત્રો છે. આવા વિવિધ ચિહ્નો પર કોતરણી સ્પષ્ટ નથી. અહીં આદિનાથ અને શાંતિનાથ ગુફાઓમાં પથ્થર પર અસંખ્ય કોતરણીઓ સંસ્કૃત ભાષામાં કરવામાં આવી છે.
ઓરોવિલ
લેખ:- ઓરોવિલ - સ્થળની મુલાકાત લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નમસ્તે મિત્રો. આ કોરોનાકાળમાં ઘરમાં બેસીને બધાં કંટાળી ગયા ને? ચાલો આજે ફરવા લઈ જાઉં. પણ જોજો પાછળથી ફરિયાદ નહીં કરતાં કે આવું કેવું ફરવાનું? ઘરમાં જ બેઠા બેઠા તે કોઈ ફરતું હશે? ફરાય. ચાલો હું ફેરવું. આજે આપણે જઈશું ઓરોવિલની મુલાકાતે. તમને થશે આ વળી ઓરોવિલ શું છે? આ એ જગ્યા છે જ્યાં કોરોનાકાળમાં ગુજરાતનાં આરોગ્ય સચિવ રહી ચૂકેલા જયંતિ રવિની હાલમાં જ નિયુક્તિ થઈ છે. તમિલનાડુમાં આવેલ ઓરોવિલ ફાઉન્ડેશનનાં સેક્રેટરી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. તો ચાલો, ઓરોવિલ જઈએ. ? તમિલનાડુમાં આવેલ અરવિંદ આશ્રમની નજીક જ ...Read More
રાજગુંધા ઘાટી
લેખ :- રાજગુંધા ઘાટી (ખીણ)નો પ્રવાસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની જ્યારે સુંદર પહાડોની વચ્ચે ફરવા જવાનું મન થાય હિમાચલ પ્રદેશ જ મગજમાં આવે છે. લોકો હિમાચલ પણ ખુબ ફરવા જાય છે. કેટલાક લોકો સિમલા અને મનાલી જાય છે તો કેટલાક અહીંના ગામડા અને નગરોમાં ફરવા જાય છે. જ્યારે કોઈ જગ્યા વધુ પ્રખ્યાત થઈ જાય ત્યારે તે પોતાનું કુદરતી આકર્ષણ ગુમાવી બેસે છે. પછી ત્યાં જવાનું વધારે મન થતું નથી. આવું થાય ત્યારે નવી જગ્યાની શોધ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં એવી ઘણી જગ્યા છે જેને હજુ લોકો સુધી પહોંચતા વાર લાગશે. આથી જ આ જગ્યાઓનું કુદરતી સૌંદર્ય હજુ ...Read More
વરૂડી માતા
લેખ:- વરૂડી માતા ધામ, જામનગર લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ચાલો આજે જઈએ એક નવી જગ્યાએ. જામનગર જીલ્લાનાં કાલાવડ ખૂબ જ નાનું એવું ધુળસીયા ગામ આવેલું છે, જ્યાં આઈ શ્રી વરૂડીમાનું દિવ્યમંદિર આવેલું છે. આ મંદિર કાલાવડથી 12 કિલોમીટર અને જામનગરથી 36 કિલોમીટર દૂર આવેલું છે. આઈ વરૂડીમાની પ્રાગટ્ય કથા પણ એક રહસ્યકથા જેવી છે. કચ્છમાં આવેલ ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંખડા ચારણે દર વર્ષે પગપાળા હિંગળાજમાતાનાં મંદિરમાં જવાનો નિયમ બનાવ્યો હતો. આ મંદિર સિંધ પ્રાંતમાં એટલે કે આજના પાકિસ્તાનમાં આવેલું છે. ચારણ તેમની કુળદેવી આઈ હિંગળાજ માતાના દર્શને ગયા હતા. તે વખતે એવું કહેવાય ...Read More
સોન ભંડાર ગુફા
લેખ:- સોન ભંડાર ગુફા વિશેની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારત દેશમાં અનેક રહસ્યમય સ્થળો છે, જે વિજ્ઞાન પણ આજે કોયડો સમાન છે. આ કોયડામાં સોન ભંડારનો કોયડો પણ છે, જે બિહારના નાલંદા જિલ્લાનાં રાજગીરમાં સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થળ પર સોનાનો ભંડાર છે, અને આથી જ આ જગ્યા 'સોન ભંડાર' તરીકે ઓળખાય છે. આ ભંડાર હર્યક વંશના સંસ્થાપક બિંબિસારની પત્નીએ છૂપાવ્યો હતો. આજ સુધી કોઈ પણ વ્યક્તિ આ ખજાના સુધી પહોંચી શકી નથી. ઈતિહાસકારોનાં કહેવા પ્રમાણે હર્યક વંશનાં સંસ્થાપક બિંબિસારને સોના-ચાંદીપ્રત્યે ખૂબ લગાવ હતો. આ માટે તેઓ સોનું અને સોનાનાં ઘરેણાં એકઠાં કરતા ...Read More
જટોલી શિવ મંદિર
લેખ:- જટોલી શિવ મંદિર વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણા દેશમાં રહસ્યમય મંદિરોની કમી નથી. ક્યાંક મંદિર હવામાં ઝૂલતા પર ટકેલું છે તો ક્યાંક ગરમ પહાડ પર પણ એસી જેવી હવા ઉડે છે. એટલે કે, આશ્ચર્યજનક મંદિરોની સારી સૂચિ છે. અહીં હું એવા જ એક અનોખા શિવ મંદિર વિશે જણાવી રહી છું, જે 39 વર્ષમાં પૂર્ણ થયું હતું. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે ભોલે બાબા પોતે આ સ્થાન પર આવ્યા હતા. તો ચાલો જાણીએ આ મંદિર વિશે વિગતવાર….જો કોઈ પ્રવાસી પહાડીની ટોચ પર આવેલું ભવ્ય અને અદભૂત મંદિર જોવા માંગે છે, તો જટોલી શિવ મંદિર એ ...Read More
સીલેન્ડ - દુનિયાનો સૌથી નાનો દેશ
લેખ:- દુનિયાનાં સૌથી નાનાં દેશ સીલેન્ડની સફરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવિશ્વમાં એક બાજુ રશિયા.બ્રાઝિલ, ઓસ્ટ્રલિયા, અમેરિકા અને ભારત જેવા દેશો છે તો બીજી બાજુ નાના દેશોની પણ એક અનોખી દુનિયા છે. તમને થશે કે આ પાછું શું નવું લાવી? તમને હમણાં વેકેશન હોવાથી ઝારખંડ તો ફેરવી લાવી! હવે આજે તમને લઈ જાઉં છું દુનિયાનાં સૌથી નાનાં દેશની સફરે. હા, બરાબર વાંચ્યું, સૌથી નાનાં દેશની સફરે. આ દેશનું નામ છે - સીલેન્ડ. ચાલો જઈએ એની સફરે, જેની સંપૂર્ણ માહિતી ઈન્ટરનેટ પરથી લીધી છે.નવાઈની વાત એ છે કે સીલેન્ડ નામના દેશની વસ્તી માત્ર 27 લોકોની છે. આનું કુલ ક્ષેત્રફળ દૂરથી ટેનિસ ...Read More
મોઆઈ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની જમીન પરનો એક નાનો ભાગ, વીસમી સદીના પ્રારંભિક ગાળામાં ચિલી પ્રદેશ, દક્ષિણ અમેરિકન ખંડના કિમી દૂર આવેલું છે. નજીકના ટાપુ ગ્રુપ - 2075 કિમી પૂર્વમાં છે. તે અનુમાન છે કે સૌથી દૂરસ્થ એક છે ઇસ્ટર આઇલેન્ડ. ત્યાં વસવાટ કરવો મુશ્કેલ નથી. સંસ્કૃતિ rapaniyskoy આ અનન્ય સ્મારક વિસ્તાર 163,6 km વર્ગનો છે. ઐતિહાસિક માહિતી:- ચોક્કસપણે ખબર પૂરતી નથી જ્યાં ઇસ્ટર આઇલેન્ડ. તેની વાર્તામાં કોઈ ઓછી સ્થાન કરતાં રસપ્રદ છે. ઇસ્ટર આઇલેન્ડ ક્યાં છે? "ક્યાં છે ઇસ્ટર આઇલેન્ડ?" - ઘણા રસ મુદ્દો. સ્થાન પરદેશી અને દંતકથાઓ અને માન્યતાઓ સમૂહ માં લપેટી છે. જોકે, ત્યાં જવાનું ખૂબ ...Read More
હરિશ્ચંદ્રેશ્વર મંદિર
લેખ:- ધાર્મિક સ્થળ હરિશ્ચંદ્રેશ્વર મંદિરની મુલાકાતલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઘણાં સમયથી ક્યાંક ફરવા નથી લઈ ગઈ બધાંને. તો થયું ચાલો આજે લઈ જાઉં. આ એક અધ્યાત્મિક સ્થળ છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. તમને ફરવાની મજા આવશે. ચાલો જઈએ ત્યાં. આમ પણ આવતી કાલથી પવિત્ર શ્રાવણ મહિનો શરુથાય છે તો મહાદેવનું એક મંદિર જોઈ લઇએ. હરિશ્ચંદ્રગઢની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે જે માલશેજ ઘાટ, કોથલે ગામ સાથે જોડાયેલી છે અને તેણે આસપાસના પ્રદેશની રક્ષા અને નિયંત્રણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હરિશ્ચંદ્રેશ્વર મંદિર:- તે તેના પાયાથી લગભગ 16 મીટર ઊંચું છે. અહીં થોડી ગુફાઓ અને પાણીની ટાંકીઓ છે. મંગલ ગંગા નદી મંદિરની નજીક ...Read More
માંગી તુંગી તીર્થસ્થાન
ધારાવાહિક:- ચાલો, ફરવા જઈએ. સ્થળ:- માંગી-તુંગી તીર્થ ક્ષેત્ર મહારાષ્ટ્ર લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આ જગ્યા ખૂબ જ જૂની જેમાં બે ઢોળાવ છે માંગી-તુંગી એ એકાંત પર્વતની બે ખીણ, છે જેનું નામ બે બહેનો માંગી અને તુંગીના નામ પરથી રાખવામાં આવ્યું છે. માંગી 4343 ફૂટની ઊંચાઈએ છે અને તુંગી સમુદ્રની સપાટીથી 4366 ફૂટ છે. અમે માંગી ઢોળાવ પર 6 અને તુંગી ઢોળાવ પર 2 બકલ્સ શોધી શકીએ છીએ. પદ્માસન અને કાયોતસર્ગમાં તીર્થંકરોના 600 જૈન ચિત્રો છે. આવા વિવિધ ચિહ્નો પર કોતરણી સ્પષ્ટ નથી. અહીં આદિનાથ અને શાંતિનાથ ગુફાઓમાં પથ્થર પર અસંખ્ય કોતરણીઓ સંસ્કૃત ભાષામાં કરવામાં આવી છે, જો કે ...Read More
પદમડુંગરી
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- પદમડુંગરીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીએક દિવસીય પ્રવાસનો પ્રોગ્રામ કર્યો હોય અને પદમડુંગરી ન જઈએ એ કેમ ચાલે? એક અત્યંત સુંદર અને એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત ફરવાનું સ્થળ. ત્યાં મજા તો આવશે પણ ભૂલથી ય પ્લાસ્ટિકની વસ્તુઓ નહીં લઈ જવાની નહીં તો બહાર મૂકવી પડશે.પદમડુંગરી એ વ્યારા શહેરથી લગભગ 30 કિમી અને ઉનાઈ ગામથી 8 કિમી દૂર એક કેમ્પસાઈટ છે. તે અંબિકા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. ત્યાંનાં મુખ્ય આકર્ષણોમાં ટ્રેક્સ, પગદંડી, ટેકરીઓ ઉપર અને નીચે જવું, સૂર્યાસ્ત પ્રવૃત્તિ, અવલોકન ટાવર, આરામદાયક વૂડલેન્ડ્સ અને ઔષધિય વન્ય વિસ્તાર સૂચિત આકર્ષણો છે. રમણીય સ્થળમાં ઊંડા, ગાઢ, બહુમાળી ...Read More
કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ. સ્થળ:- કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની વેકેશન એટલે વિવિધ સ્થળોએ ફરવા ઈચ્છા પૂરી કરવાનું માધ્યમ. પણ હું તો કહું છું કે દૂર દૂર ફરવા જવું હોય તો વેકેશનની રાહ જોવી પડે! દરેક જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે એક દિવસીય પ્રવાસ માટે ખૂબ જ ઉપયોગી છે. આ સ્થળોનું કુદરતી સૌંદર્ય મનમોહક હોય છે. શનિ રવિની રજાઓમાં જો આવા એકાદ સ્થળની મુલાકાત લીધી હોય તો આખા અઠવાડિયાનો થાક ઉતારી નવો ઉત્સાહ મેળવી શકાય છે. જો તમે શહેરના પ્રદૂષિત વાતાવરણથી કંટાળી ગયા હોય અને શાંત જગ્યા પર જવાનું વિચારતા હોય કે ...Read More
રાણકી વાવ
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- રાણકી વાવ, પાટણલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક રાણકીવાવનો ઇતિહાસ, પ્રકાર, બંધાવી હતી, ક્યાં આવેલી છે, કેટલા માળની છે તેની કલા કોતરણી વિગેરે વિશે વિસ્તૃત માહિતી આ૫ણે આ લેખમાં મેળવીશુ. રાણકી વાવ અથવા રાણી કી વાવ(રાણીની વાવ) આ૫ણા જ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં મૂખ્ય મથક ૫ાટણ શહેરમાં આવેલી છે. આ એક એવી ઐતિહાસિક વાવ છે જેને જોવા માટે દેશ-વિદેશના હજારો પર્યટકો ઉમટી ૫ડે છે.રાણકી વાવનો ઇતિહાસ :-રાજા મહારાજાના સમયમાં કોઇ ખાસ અવસર કે વ્યકિતની યાદ માટે મહેલો, તળાવો, કુવા કે વાવ બંઘાવવાના કેટલાય ઐતિહાસિક દાખલાઓ તમે સાંભળ્યા હશે. આ રાણકી વાવનો ...Read More
હરિહર કિલ્લો, મહારાષ્ટ્ર
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- હરિહર કિલ્લો, મહારાષ્ટ્રલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીભારતમાં અનેક કિલ્લાઓ આવેલાં છે. જેમાંના ઘણાં કિલ્લાઓ રહસ્યથી છે, તો કેટલાંક ખજાનાથી ભરપૂર. કેટલાંક કિલ્લાઓ ભૂતનાં નિવાસસ્થાન સમાન બન્યાં છે, તો કેટલાંક કિલ્લાઓ ટ્રેકિંગ માટેનું સ્થળ બન્યાં છે. આવા જ એક કિલ્લા વિશે આપણે આ લેખમાં જોઈશું.આ કિલ્લો એટલે મહારાષ્ટ્રમાં આવેલ હરિહર કિલ્લો, જે પ્રવાસીઓ માટે ટ્રેકિંગ અને જોવાલાયક સ્થળોનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આ કિલ્લો હર્ષગઢ તરીકે પણ ઓળખાય છે. હરિહર કિલ્લોઈગતપુરીથી48 કિમી મહારાષ્ટ્ર ભારતનાં નાસિક જિલ્લાનાઘોટીથી40કિમી દૂરઆવેલો કિલ્લો છે. તે નાસિક જિલ્લામાં એક મહત્વપૂર્ણ કિલ્લો છે, અને ગોંડા ઘાટ દ્વારા વેપાર માર્ગને જોડવા માટે બનાવવામાં ...Read More
કામનાથ મહાદેવ મંદિર, રઢુ
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- કામનાથ મહાદેવ મંદિર, રઢુ.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આપણો દેશ અનેક ધર્મોનો સમુદાય છે. ઘણાં બધાં અને ઘણી બધી માન્યતાઓ, ઘણાં બધાં રિવાજો અને ઘણી બધી લોકવાયકાઓ. ક્યાંક ચમત્કાર તો ક્યાંક રહસ્ય. કોઈક રહસ્ય ઉકેલાયું તો કોઈક હજુય અકબંધ. કેટલાંક રહસ્યો આગળ માનવી માથું ટેકવે છે, તો કેટલાંક પર આંગળી ચીંધે છે. આવા જ એક રહસ્યમયી ચમત્કારિક એવા એક મંદિર વિશે આજે જાણીએ.આ રહસ્યમયી મંદિર ગુજરાતમાં આવેલું છે. આ મંદિર અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલ કામનાથ મહાદેવનું મંદિર છે. આ ગામ વાત્રક નદીને કાંઠે વસેલું છે. ત્યાંના રહીશોનું માનીએ તો આ એક ...Read More
બીલીમોરા
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બીલીમોરા.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.કુદરતના ખોળે, વનરાજીથી ભરપૂર, આહલાદક ગુલાબી ઠંડીથી તરબોળ વાતાવરણમાં રહેવાનું કોને ગમે? આવી જ એક જગ્યા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા નગર છે. તે અંબિકા નદીને કિનારે વસેલું શહેર છે.નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આ બીલીમોરા શહેર આવેલું છે. તેનો વિસ્તાર આશરે 9 ચો.કિમી. છે. શહેરનું નામ બીલી અને ઓરિયામોરા એમ બે ગામોના સંયોજનથી બન્યું છે. શહેરનો પશ્ચિમ વિસ્તાર બીલી ગામ અને પૂર્વ વિસ્તાર મોરા ગામ તરીકે ઓળખાતો. કાળક્રમે બંને ગામોને ભેગા કરી બીલીમોરા શહેરની સ્થાપના કરાઈ. દેશ આઝાદ થયો ત્યાં સુધી અહીં ગાયકવાડી શાસન હતું, જેની સાબિતી શહેરનાં સોનીવાડ વિસ્તારમાં ...Read More
બણભા ડુંગર
ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલતું હોય અને વનરાજી લીલીછમ હોય, એ સ્થાન આસ્થાનું કેન્દ્ર હોય તો એની મુલાકાત લેવાનું કોને ન ગમે? ગમે ને? તો ચાલો, આજે જઈએ એવી જ એક સુંદર મજાની જગ્યાએ ફરવા! આ સ્થળ એટલે બણભા ડુંગર.માંગરોળ તાલુકાના રટોટી, સણાધરા અને ઓગણીસા ગામની વચ્ચે બણભા ડુંગર આવેલો છે. આ ડુંગર સુરત જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે. બણભા ડુંગરની ટોચ ઉપર આદિવાસીઓનાં કુળદેવતા બણભાદાદા અને ગોવાલદેવનું પૌરાણિક દેવસ્થાન આવેલું છે. બણભા ડુંગર આદિવાસીઓનીનું શ્રદ્ધા કેન્દ્ર છે. આ વિસ્તારનાં આદિવાસીઓ દોવણુ વગાડી નાચગાન કરી બણભાદાદાની પૂજાઅર્ચના કરે છે.પાકની લણણી ...Read More