ભાવ ભીનાં હૈયાં

(632)
  • 137.7k
  • 17
  • 106k

" હેલો..! અભિલાષા...! તારે તો આવવાનું જ છે મારા દીકરાના લગ્નમાં..કંકોત્રી તો આપી જ છે પણ વ્યકિતગતરૂપથી હું તને આમંત્રણ આપું છું...!" " અરે મેમ..! મેરેજ દીવમાં છે..ચાર દિવસ મારાથી કેમનું અવાય..? હું મેરેજ પછી તમને ઘરે જ મળી જઈશ." " ના...એટલે ના...તારા લીધે તો મારી દીકરીને આટલો સરસ છોકરો મલ્યો છે..! તારે તો આવવું જ પડશે. આવવા જવાની.. ત્યાં રોકાવવાની.. બધી જ વ્યવસ્થા કરી દીધી છે.તું નહીં આવે તો મને નહીં ગમે હો..!" " અરે.. મેં કંઈ કર્યું નથી.. બસ મનગમતા સાથને એક કરવાનો પ્રયત્ન કર્યો છે.બે પ્રેમી પંખીડાંનો મેળાપ કરાવ્યો છે. હું ટ્રાય કરું છું. મેળ પડશે તો..આવીશ.."

Full Novel

1

ભાવ ભીનાં હૈયાં - 1

" હેલો..! અભિલાષા...! તારે તો આવવાનું જ છે મારા દીકરાના લગ્નમાં..કંકોત્રી તો આપી જ છે પણ વ્યકિતગતરૂપથી હું તને આપું છું...!" " અરે મેમ..! મેરેજ દીવમાં છે..ચાર દિવસ મારાથી કેમનું અવાય..? હું મેરેજ પછી તમને ઘરે જ મળી જઈશ." " ના...એટલે ના...તારા લીધે તો મારી દીકરીને આટલો સરસ છોકરો મલ્યો છે..! તારે તો આવવું જ પડશે. આવવા જવાની.. ત્યાં રોકાવવાની.. બધી જ વ્યવસ્થા કરી દીધી છે.તું નહીં આવે તો મને નહીં ગમે હો..!" " અરે.. મેં કંઈ કર્યું નથી.. બસ મનગમતા સાથને એક કરવાનો પ્રયત્ન કર્યો છે.બે પ્રેમી પંખીડાંનો મેળાપ કરાવ્યો છે. હું ટ્રાય કરું છું. મેળ પડશે તો..આવીશ.." ...Read More

2

ભાવ ભીનાં હૈયાં - 2

એટલામાં તેનો મોબાઈલ રણક્યો. " હૅલો..મમ્મા..પ્લીઝ જલ્દીથી ઘરે આવો ને..!" " કેમ શુ થયું..?" " તમે ઘરે આવો..ખબર પડી આટલું બોલી આમીને ફોન મૂકી દીધો. અભિલાષાનો જીવ અધ્ધર થઈ ગયો.શું થયું હશે..? કેમ જલ્દી બોલાવી..? વગેરે વિચારોથી ઘેરાયેલી અભિલાષાએ જલ્દીથી ઘરે પહોંચવા ગાડીની સ્પીડ વધારી. અભિલાષા ઝડપથી ઘરે પહોંચી. આમીન, જેનિફર, શુભમ, રિશી,ખુશી પાંચેય ઘરના આંગણે ટોળું વળીને બેઠા હતા.અમીન સોળેક વર્ષનો હશે,જેનિફર પંદર..શુભમ ચૌદ વર્ષનો..રિશી સાત વર્ષનો અને ખુશી નવ વર્ષની હશે લગભગ. અભિલાષા દોડતી તેઓની પાસે ગઈ ને જોયું તો..પાંચેય બચ્ચાઓની વચ્ચે એક કૂતરાંનું બચ્ચું દૂધ પી રહ્યું હતું. તેના કાન પાસે મલમ પટ્ટી કરેલી હતી. થોડી ...Read More

3

ભાવ ભીનાં હૈયાં - 3

અભિલાષા ધબકતા હૃદયે હોટેલમાં પ્રવેશી. તેણે ખાતરી કરવા પાછળ વળીને ફરી હોટેલનું નામ વાંચ્યું... "મુસ્કાન...! શાશંક પણ આ જ આટલું બોલતા તો તેના ધબકારા ફરી વધી ગયા. " મને કેમ એવું લાગે છે કે તે આટલાંમાં જ ક્યાંક છે..? એ અહીં દિવ માં થોડી હોય..? તો ક્યાં હોય..? એ પણ મને ક્યાં કંઈ ખબર છે..? તેને શોધવાના મારા બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે..? જે હોય તે પણ આજ ખબર નહીં કેમ મારુ દિલ કહે છે કે તે આટલામાં જ કયાંક છે..!" ઘણા વર્ષો પછી તે શશાંકની હાજરી મહેસુસ કરતી હતી. આખા ...Read More

4

ભાવ ભીનાં હૈયાં - 4

* * * * * કોલેજનો પહેલો દિવસ હતો. સુલોચના મેમ સ્ટુડન્ટસની એટેન્ડન્સ ભરતા હતા. અભિલાષાના કોઈ ફ્રેન્ડ્સ આ નહોતાં. આથી તે છેલ્લેથી બીજી બેંચ પર એકલી જ બેઠી હતી. " અભિલાષા ઠાકર...!" "પ્રેઝન્ટ મૅમ..!" " શશાંક રાવલ...! શશાંક રાવલ..!" મૅમ એ બીજીવાર મોટેથી શશાંકનું નામ લીધું. કલાસમાં શાંતિ હતી..મતલબ તે સ્ટુડન્ટ કલાસમાં નહોતો. મૅમ બીજું નામ બોલવા જ જતા હતા ત્યાં... " શશાંક રાવલ..પ્રેઝન્ટ મૅમ..!" દોડતો એક સ્ટુડન્ટ આવ્યો. ને પોતાની સ્પીડ પર અચાનક બ્રેક મારી ઊભાં રહી બોલ્યો. બધાની નજર તેની પર હતી. ખાસ કરીને ગર્લ્સની..! તેની કલાસમાં એન્ટ્રી..તેનો બિન્દાસ્ત અંદાજ...તેનું ડેશિંગ લૂક અને હેન્ડસમ ચહેરો જોઈ ...Read More

5

ભાવ ભીનાં હૈયાં - 5

" આ લોકો ટાઇમ પાસ કરવા જ કોલેજમાં આવતા હોય છે. કોઈનું સ્ટડીમાં ધ્યાન નથી...પણ હું આ બધું કેમ છું..? હું કેમ તેઓને નોટિસ કરું છું..? મારે એ બધામાં નથી પડવું..મારે મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવાનું છે. આ બધામાં પડીશ તો તે હું ક્યારેય નહીં કરી શકું..!" આટલું વિચારી તેણે ભણવામાં ફોકસ કર્યું. થોડી વાર રહી ફરી તેનું ધ્યાન શશાંકની બેન્ચ પર ગયું. " કેટલો મસ્તીખોર છે..? ઓલ્વેઝ હસતો રહે છે..તે આટલો ચિલ્ કેવી રીતે રહી શકે..? હું તો ક્યારેય આટલી ખુશ નથી રહી શકતી..?" અભિલાષાએ જેમ તેમ કરી દિવસ પૂરો કર્યો. ત્રીજા દિવસે પણ અભિલાષાની એજ હાલત થઈ. ...Read More

6

ભાવ ભીનાં હૈયાં - 6

" ઓય અભિ..શુ થયું..?" શશાંકએ હસીને કહ્યું. " કંઈ નહીં..પણ તું અહીં ક્યાંથી આવ્યો..? તારો કલાસરૂમ તો..!" અભિલાષા બોલતા અટકી ગઈ. " તને શું લાગે..? મારાથી દૂર ભાગીશ તો હું તારાથી દૂર થઈ જઈશ..? નામુંકિન..અશક્ય..!" શશાંકએ કહ્યું. " હું તારાથી દૂર નથી ભાગતી..હું.હું તારાથી દૂર કેમ ભાગુ..? આપણે એકબીજાને ઓળખતા પણ નથી.. તો દૂર ભાગવાનો સવાલ જ નથી..!" " તો તે કલાસરૂમ કેમ બદલ્યો..?" " બસ એમ જ.. મને ત્યાં નહોતું ફાવતું એટલે..!" " તો મને અહીં જોઈ તું ચોંકી ગઈ કેમ..? તારા હાવભાવ પરથી મને એવું લાગે કે તને મારુ અહીં હોવું બિલકુલ પસંદ નથી.!" " હા, નથી ...Read More

7

ભાવ ભીનાં હૈયાં - 7

" અભિલાષા..! ચાલ..લંચ લેવા માટે..! અહીં એકલી બેસીને શું કરે છે..?" સુલોચનામેમ શોધતાં શોધતાં આવ્યા. પોતાના નામની બૂમ સાંભળીને તેના ખોવાયેલ ભૂતકાળમાંથી બહાર આવી. " અરે મૅમ તમે..? હું તો બસ એમ જ બેઠી હતી. દરિયાકિનારાનું ખુશનુમા વાતાવરણ મને બહુ આકર્ષે છે..! બાકી બધાએ જમી લીધું..?" " નાં..હમણાં જ શરૂ થયું લંચ..! કીર્તિ તને શોધતી હતી.. તે સાંજના સંગીતના પ્રોગ્રામમાં કઈ જવેલરી પહેરવી તે બાબતે કન્ફ્યુઝ છે. તું લંચ કરી તેની પાસે રહેજે..!" " હા, મૅમ..! સાંજે તમે જોતા રહી જશો તેવી રેડી કરીશ.. મારી સખી ને..!" અભિલાષાએ હસીને કહ્યું. અભિલાષા અને કીર્તિ સુલોચના મૅમના કારણે જ ગાઢ મિત્રો ...Read More

8

ભાવ ભીનાં હૈયાં - 8

" હું..?" અભિલાષાએ ઈશારો કરતા પૂછ્યું. " ના..અભિષેક..અભિષેક..! ઉભો રે..!" અનિરુદ્ધ અભિલાષા આગળથી દોડતો અભિષેક પાસે ગયો. " શશાંક કેમ નથી આવતો..? તને ખબર છે..?" અનિરુદ્ધએ અભિષેક પૂછ્યું. અભિલાષા આ બન્નેની વાતો સાંભળતી હતી. " હા, મારી વાતનું તેને એટલું ખોટું લાગી ગયું છે કે તે કોલેજ આવતો જ બંધ થઈ ગયો છે." મનમાં જ અભિલાષા વિચારવા લાગી. " ના..યાર..મેં એનો કોન્ટેક્ટ કરવાનો બે ત્રણ વખત ટ્રાય કરેલો પણ તેનો સંપર્ક થયો નહોતો. મને ખબર નથી.. તે કેમ નથી આવતો..!" અભિષેકએ કહ્યું. " તેનો અકસ્માત થયો હતો ચાર દિવસ પહેલાં.. મરતા મરતા બચ્યો છે પણ તેની હાલત બહુ ક્રિટિકલ ...Read More

9

ભાવ ભીનાં હૈયાં - 9

અભિલાષાએ નક્કી તો કર્યું કે તે શશાંકના ચહેરા પર સ્માઇલ લાવશે. પણ કેવી રીતે..? તે અભિલાષાને સમજાતું ન હતું. શશાંકના ચહેરા પર સ્માઈલ તો લાવવા ઈચ્છતી હતી પણ છૂપી રીતે. તે શશાંકને ખુશ કરવા ઈચ્છતી હતી પરંતુ શશાંકની જાણ બહાર. આજ અભિલાષા કોલેજ જવા માટે થોડી વહેલી નીકળી. કોલેજ જવાના રસ્તામાં જ હોસ્પિટલ આવતી હતી. તેણે એક બુકે બનાવડાવ્યો અને તેમાં કંઈક લખીને ચિઠ્ઠી મૂકી દીધી. તે લઈ સીધી હોસ્પિટલમાં ગઈ.નર્સ દ્વારા તેણે તે બુકે શશાંક સુધી પહોંચાડ્યો. " બુકે..? મારા માટે..? કોણે મોકલ્યો બુકે..?" શશાંકએ નર્સને પૂછ્યું. " કોઈ છોકરી હતી. નામ નથી કીધું." નર્સે વળતો જવાબ આપ્યો. ...Read More

10

ભાવ ભીનાં હૈયાં - 10

અભિલાષાએ હવે શશાંક પર ધ્યાન ન આપવાનો ઢોંગ શરૂ કર્યો.બે દિવસ તેને શશાંક પાસે જવાના પ્રયત્નો છોડી દીધા. હવે મૂંઝાયો. " આ તો સાલું ઊલટું થઈ ગયું. અભિ તો હવે મારાથી દૂર જવા લાગી. ના..ના..શશાંક..! અભિને હું મારાથી દૂર ક્યારેય નહીં કરું.તે જાતે જ મારી પાસે આવશે.હવે જો અભિ તું શશાંકનો કમાલ..!" શશાંક મનમાં જ બબળવા લાગ્યો. બન્નેના કલાસરૂમ અલગ હતા. છતાં શશાંક અભિલાષાના કલાસરૂમમાં લેક્ચર ભરવા ગયો. અભિલાષાનું ખાસ ધ્યાન પડે તે રીતે તે પોતાની ખાસ ફ્રેન્ડ સ્મિતા પાસે બેસી ગયો અને થઠ્ઠા મસ્કરી કરવા લાગ્યો. અભિલાષા બન્નેને જોતી અને ખૂબ વ્યાકુળ થઈ જતી. આમ ને આમ બે ...Read More

11

ભાવ ભીનાં હૈયાં - 11

" ઓકે મૅમ..! કીર્તિ સૂઈ ગઈ..?" " હા, તે થાકી હતી તો સૂઈ ગઈ. પણ તારા હાથ કેમ મહેંદી છે..? તે મહેંદી કેમ નથી મુકાવી..?" " અરે બસ એમ જ..! મને ખાસ ઈચ્છા નહોતી." " એવું થોડી ચાલે..? લગ્નમાં મહેંદી તો હોવી જ જોઈએ ને..!હું મૂકી આપું મહેંદી..!" " નો..ઇટ્સ ઓકે મૅમ..ચાલશે.મારે નથી મુકવી મહેંદી..!" " સારું..જા સૂઈ જા હવે..! તું પણ થાકી ગઈ હશે." અભિલાષા મહેંદી લઈ તેના ઉપરના રૂમમાં જતી હતી ત્યાં જ કોઈ યુવાન મોબાઈલમાં વાતો કરતો ઝડપથી પગથિયાં ઉતરી રહ્યો હતો ને ઉતાવળમાં તે અભિલાષાને ભટકાઈ પડ્યો. અભિલાષાના હાથમાંથી મહેંદીનો વાટકો છૂટી તેના ડ્રેસ પર ...Read More

12

ભાવ ભીનાં હૈયાં - 12

" અરે કંઈ કામ કરેલું નથી તેનો મતલબ હું નહિ કરી શકું કોઈ કામ..? હું ધીમે ધીમે બધું જ શીખી લઈશ. તું ચિંતા ન કર." કીર્તિએ કહ્યું. " ધેટ્સ અ સ્પિરિટ ડિયર..! અમારી કીર્તિ બધું જ કરી શકે એવી છે. તે ભલે નાજુક રહી.. પણ તેના ઇરાદાઓ મક્કમ છે." અભિલાષાએ કીર્તિના ખભે શાબાશી આપતા કહ્યું. "અભિલાષા..બે મિનિટ સાઇડમાં આવતો.. માટે તને કઈક કહેવું છે.!" અભયે અભિલાષાને થોડે દુર લઈ જઈ કહ્યું. " હા, બોલ શુ કહેવુ છે તારે..?" " અભિલાષા.. તું નથી જાણતી. મૉમ કીર્તિને બિલકુલ પસંદ નથી કરતા.. તેઓ આજ ફોઈને કહેતા હતા કે કીર્તિ આ ઘરમાં વધુ ...Read More

13

ભાવ ભીનાં હૈયાં - 13

અભયનો સવાલ સાંભળી અભિલાષા થોડી મલકાઈ અને દરિયા સામે જોવા લાગી. " બહુ લાંબી સ્ટોરી છે. પછી ક્યારેક કહીશ. તમારા બંનેના મેરેજ છે. અત્યારે બંને સુઈ જાઓ. સવારે વહેલા ઉઠવાનું છે." અભિલાષાએ કહ્યું. " ના યાર પ્લીઝ...મારે સાંભળવી છે. મારે જાણવું છે કે તારુ સિંગલ રહેવા પાછળનું રહસ્ય શું છે..?" અભયએ કહ્યું. " પણ સવારે વહેલા ઉઠવાનું છે ને..! સમજો યાર.. ઉજાગરો થશે..! અત્યારે સુઈ જાવ પછી ક્યારેક હું જરુરથી કહીશ." અભિલાષાએ વળતો જવાબ આપ્યો. " ના અભિલાષા..! મારી ને અભયની બહુ ઈચ્છા છે. પ્લીઝ... પ્લીઝ... યાર કહેને..!” કીર્તિએ ફોર્સ કરતા કહ્યું. " ઠીક છે કહું છું સાંભળો..!" અભિએ ...Read More

14

ભાવ ભીનાં હૈયાં - 14

મને એમ કે તેને ખબર નહિ પડે. પણ શશાંક બહુ હોશિયાર હતો, તેને પહેલા દિવસે બુકે મોકલ્યો ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે તે બુકે મોકલનાર હું જ હતી. " આ વાતની તને ખબર ક્યારે પડી..? તને ખબર પડી ત્યારે તો તારો સાવ પોપટ બની ગયો હશે કે..!" કીર્તિએ હસીને કહ્યું. સાંભળો..! જ્યારે શશાંક કોલેજ આવતો થયો ત્યારે હું તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી.પણ તે ભાવ ખાવા લાગ્યો. જ્યારે મેં તેની સાથે વાત કરવાનું બંધ કર્યું તો મને જેલસી ફીલ કરાવવા તેની કોઈ ફ્રેન્ડ સાથે મસ્તી કરવા લાગ્યો. ત્યારે મારો તેની સાથે બહુ મોટો ઝગડો થયો હતો. ...Read More

15

ભાવ ભીનાં હૈયાં - 15

શશાંકની વાતો, તેનો વ્યવહાર તથા લાગણીસભર ચહેરાથી હું પણ પ્રભાવિત થઈ ગઈ હતી. તે હંમેશા પ્રેમ અંગેના વિવાદમાં મારાથી જતો. તેમ છતાં મેં સ્પષ્ટ તો નહોતું જ કહેલું કે હું પણ તેને ખૂબ ચાહતી હતી, પણ તેને વિશ્વાસ હતો કે હું તેને ચાહું છું. " શશાંક..! એક વાત પૂછું..? તું સ્વભાવે કુલ, દેખાવે ડેશિંગ અને પૈસેટકે અમીર છે. તો તને મારા જેવી શાંત,સરળ અને સામાન્ય ઘરની છોકરી કેવીરીતે પસંદ આવી..?" એક દિવસ મેં તેને પૂછી જ લીધું. " બેટા...! એમાં એવું છે ને કે જ્યારે માણસને પ્રેમ થાય ને ત્યારે બાકીની બધી વસ્તુ કે બાબતો ગૌણ બની જાય છે. ...Read More

16

ભાવ ભીનાં હૈયાં - 16

" મને ખબર છે.. તો પણ તારા મોઢે મારે સાંભળવું છે યાર..!" મારી પાછળ ભાગતા ભાગતા તેણે કહ્યું. " ક્યારેક..અત્યારે નહિ..!" " એક દિવસ તું સામે ચાલીને આવીશ અને મને કહીશ કે આઈ લવ યુ શશી..!" "ઓહ..આટલો બધો કોન્ફિડન્સ..! હું રાહ જોઇશ તે દિવસનો..!" મેં હસીને કહ્યું. તે પણ મારી સામે જોઈ હસવા લાગ્યો. થોડી વાર અમે બન્ને એકબીજાને આમ જ જોતા રહ્યા ને હસતાં રહ્યા. " તે બિચારા શશીને કેટલો બધો તડપાવ્યો યાર..! હું હોત તો ફટાકથી બોલી દેત આઈ લવ યુ .!" કીર્તિએ કહ્યું. " હા, હો..મને કહી દીધું હતું તેમ..ફટાક..થી..! પણ અભિ પછી તેં તેને આઈ ...Read More

17

ભાવ ભીનાં હૈયાં - 17

" ના, એવું નહોતું થયું... સાંભળો..! શશાંક મારી આદત બની ગયો હતો. હું એક દિવસ પણ તેની સાથે વાત વગર નહોતી રહી શકતી. જ્યારે શશાંક સાથે ચાર દિવસ મારે વાત ન થઈ. તેના વગર જાણે હું કંઈ નથી..એવું મને લાગ્યું. મારો તેના પરનો વિશ્વાસ તો ડગ્યો નહોતો પણ મને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તે મારી જિંદગીનો અનમોલ હીસ્સો બની ગયો હતો. તે ચાર દિવસ મને ચાર વર્ષ જેવાં લાગ્યાં." " કેમ..? કેમ શશાંકએ તારી સાથે ચાર દિવસ વાત ન કરી..?" કીર્તિએ પૂછયું. " ચોથા દિવસે છેક રાત્રે તેનો મેસેજ આવ્યો. તે પણ ચાર દિવસથી મારી સાથે વાત ...Read More

18

ભાવ ભીનાં હૈયાં - 18

" પછી અમે બંને એકબીજાને મળતાં રહતાં. સાથે જમવા જતાં. શશિને નવી નવી ડિસ ટેસ્ટ કરવાનો બહુ શોખ હતો, જ્યારે પણ તેને ખબર પડે કે જે તે રેસ્ટોરન્ટની ડિસ સારી અને ફેમસ છે, તે મને લઈને ઉપડી જતો. તેના ખાવાના શોખને લીધે તેનું વજન પણ ઘણું વધી ગયું હતું. એક દિવસ ગાર્ડનમાં અમે ફરતાં હતા, ત્યાં ઠેસ આવતાં હું પડી ગઈ. મારા પગે થોડું વાગ્યું અને કમર દુખવા લાગી. હું ત્યાં જ બેસી ગઈ." " મારાથી હવે એક ડગલું પણ નહીં ચલાય યાર..મને પગે અને કમરમાં બહુ જ દુખે છે.." મેં કહ્યું. " કંઈ વાંધો નહીં..હું છું ને..હું ઊંચકીને ...Read More

19

ભાવ ભીનાં હૈયાં - 19

બે યુવાન હૈયાંઓ લગ્નના બંધને બંધાઈને હમેશા માટે એકમેકના થવાના સપનાઓ સેવવા લાગેલા. હું ઉત્સાહ ને ઉત્સાહમાં ઘરે ગઈ. પપ્પા કયાંક જવાની તૈયારી કરી મારી રાહ જોઇને જ બેઠા હતા. " ઓહ..આવી ગઈ બેટા..! બસ તારી જ રાહ જોતો હતો. વિચાર્યું તું આવે પછી નીકળું." મને જોઈ પપ્પાએ કહ્યું. " અત્યારે ખરાં બપોરે ક્યાં ઉપડ્યા તમે..? " મેં પૂછ્યું. " જરૂરી કામથી સૌરાષ્ટ્ર જાઉં છું. આવતીકાલે રાત સુધીમાં આવી જઇશ. તું સમયથી જમી લેજે અને તારું ધ્યાન રાખજે." નાની અમથી બેગને ખભે કરી તેઓ નીકળ્યા. " સાચવીને જજો પપ્પા અને તમે તમારો મોબાઈલ લીધો..?" મેં પૂછ્યું. " હા, દીકરા..! ...Read More

20

ભાવ ભીનાં હૈયાં - 20

શશિ : તેઓએ તારો ફોટો જોઈ એવું કહ્યું કે.. હું : હા, બોલને શશિ : "આટલી સુંદર છોકરીને તું પટાવી લાવ્યો..?" એવું પપ્પા કહેતા હતા. " સાદા કપડાંમાં પણ તે આટલી સુંદર લાગે છે..! શશિ તારી દુલ્હન બનશે ત્યારે તે કેટલી સુંદર લાગશે ?" આવું મમ્મી કહેતી હતી. હું : ઓહ માય ગોડ..! મતલબ તેઓ આપણા લગ્ન માટે માની ગયા..! શશિનો મેસેજ વાંચી હું તો ઉછળવા જ લાગી. મારી ખુશીનો પાર નહોતો. બસ હવે મારા પપ્પાની મંજૂરી લેવાની હતી. મને વિશ્વાસ હતો કે તેઓ મારા અને શશિના લગ્ન માટે જરૂરથી માની જશે. કેમ કે શશિ સારો છોકરો હોવાની સાથે ...Read More

21

ભાવ ભીનાં હૈયાં - 21

તે રાત્રે લગ્નના સોનેરી સપનાઓ સેવી અમે બન્ને સુઈ ગયા. બન્નેને વિશ્વાસ હતો કે તેઓની પ્રેમ કહાની અધૂરી નહિ “પછી શું થયું.? તારા પપ્પા લગ્ન માટે માની ગયા..?” અભયે પૂછ્યું. “બાકીની વાત પછી કહીશ. તું જો તો કેટલા વાગ્યા..? બે વાગવા આવ્યા છે, આવતીકાલે તમારા લગ્ન છે. મને લાગે છે હવે આપણે સુઈ જવું જોઈએ.” અભિલાષાએ ઉભા થતા કહ્યું. “બેસ ને યાર..! આગળ બોલને..!શું થયું..?અમારે જાણવું છે.” કીર્તિએ અભિલાષાનો હાથ પકડી નીચે બેસાડતા કહ્યું. “આજ તો મેં નક્કી કર્યું છે. પ્રેમની પરિભાષા બરાબર ન સમજી લઉં ત્યાં સુધી લગ્ન કરીશ નહીં. મને લાગે છે કે પ્રેમની સંકલ્પનાને બરાબર સમજવા ...Read More

22

ભાવ ભીનાં હૈયાં - 22

“હરગોવનના દિકરા પ્રિતમ સાથે તારું પાકું કરીને આવ્યો છું. જોકે પાક્કું તો તું અને પ્રીતમ નાના હતા ત્યારે જ દીધું હતું. બસ અત્યારે તો હું ખાસ પ્રીતમને મળવા ગયો હતો. તેને જોઈ મારા દિલને ટાઢક વળી. વર્ષો પહેલા નક્કી કરેલ સગપણ એકદમ બરાબર છે. પ્રીતમ તારા જેવડો જ છે. રંગે, રૂપે અને સ્વભાવે ખૂબ સારો છે. તેને એરફોર્સમાં ખૂબ સારા પગારવાળી જોબ મળી છે. સંસ્કારી પણ એટલો જ છે. તેને જોઈ થયું કે હરગોવનના ઘરે મારી દીકરી ખૂબ ખુશ રહેશે. આજ પ્રીતમને મળીને મારી તારા પ્રત્યેની સઘળી ચિંતા દૂર થઇ. દીકરા આજ તું નહિ માને કે હું કેટલો ખુશ ...Read More

23

ભાવ ભીનાં હૈયાં - 23

"તે રાતે મેં શશાંક સાથે વાત જ નહોતી કરી.મેં મારો મોબાઈલ જ સ્વિટચઓફ કરી દીધેલો. મને સમજાતું નહોતું કે આ વાત શશિને કેવીરીતે કહીશ...? હું દુવિધામાં મુકાઈ ગઈ હતી. એક બાજુ શશાંક કે જેને હું ખુબજ પ્રેમ કરતી હતી ને બીજી બાજુ મારા પપ્પા કે જેઓ મને જીવથી પણ વધુ વ્હાલા હતાં. જો શશિને પામવાનો પ્રયત્ન કરું તો પપ્પાનું વચન..તેઓએ ગોરધનકાકાને આપેલ વેણ ફોગટ જાય ને પપ્પાનું સ્વમાન ગવાય. તેઓને હું દુઃખી ન જોઈ શકું. બીજી બાજુ પપ્પાની ઈચ્છા મુજબ પ્રીતમ સાથે લગ્નગ્રંથિથી જોડાઉ તો મારે શશિને ભૂલવો પડે, જે ક્યારેય શક્ય નહોતું." અભિલાષાએ કહ્યું. " ઓહ.. ગોડ..! પછી ...Read More

24

ભાવ ભીનાં હૈયાં - 24

“અરે તને થયું છે શું..? આજ તું મારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે ?” “પપ્પાને ખબર પડશે તો પ્લીઝ તુ જા..!” કહેતાં મેં બારી બંધ કરી દીધી. શશિ એકીટશે,અનિમેષ નજરે મને જોઈ રહ્યો હતો. બંધ બારીના ટેકે હું થોડીવાર એમ જ ઊભી રહી ગઈ. શશિનો વિચાર આવતાં જ મારી આંખો ભરાઈ ગઈ. તેની શું હાલત થતી હશે તે હું સારીરીતે જાણતી હતી કેમ કે તેનાં જેવી જ મારી પણ હાલત હતી. “શું થયું દીકરા..! બારી પાસે કેમ ઉભી છે ?” આંખોના ચશ્મા નીચે કરી પપ્પાએ મારી સામે જોતા કહ્યું. “બારીમાંથી આવતી હવાને કારણે મંદિરનો દીવો જોલા ખાતો હતો ...Read More

25

ભાવ ભીનાં હૈયાં - 26

" ગુસ્સે ન થાઓ મારા પર..! હવે લગ્ન કરવાનું નક્કી કરી જ દીધું છે તો ખુશી ખુશી લગ્ન કરો ભગવાને આટલી સરસ જિંદગી આપી છે તો તેની કદર કરો અને ખુશીથી જીવો.!" શશિકલાએ મને કહ્યું. " ઓકે..! હું આવું છું તૈયાર થઈ..જઈએ શોપિંગ કરવાં." હું તૈયાર થઈને બહાર આવી તો ઘર આંગણે રીક્ષા આવીને ઉભી હતી. મને થોડી નવાઈ લાગી. પણ પછી હું કંઈ પણ બોલ્યા વિના રીક્ષામાં ગોઠવાઈ. અમે કપડાંની દુકાને ગયા. " મને કંઈ સમજાતું નહોતું કે હું શા માટે શોપિંગ કરું..? કેમકે હું શશિ ને ચાહતી હતી. પણ તે તો વગર કંઈ કહ્યે મારાથી દૂર થઈ ...Read More

26

ભાવ ભીનાં હૈયાં - 25

" પછી શું થયું અભિ..? તું શશિને ભૂલી ગઈ ? તેં પ્રીતમને લગ્ન માટે ના કેવીરીતે કહી..? તારા પિતાનું રીએક્સન હતું ?" અભયે વધુ જાણવાની ઉત્સુકતા બતાવી. " ત્યારબાદ ક્યારેય શશિ સાથે મારી વાત ન થઈ. તેને હું ભૂલી જાઉં તે તો અશક્ય હતું. પણ પપ્પાની વાતનું માન જાળવવા મારે પ્રીતમ સાથે લગ્ન કરવા જરૂરી હતા. થોડા જ દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ." " લગ્નના લગભગ પંદર દિવસ બાકી હતા ને ઘરમાં મારા પપ્પાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. ઘરમાં તૈયારી કરવાવાળા અમે બે જ પ્રાણી. એમાંય મને પ્રીતમ સાથે લગ્ન કરવામાં સહેજે રસ નહોતો. આથી બસ પપ્પા કહે ...Read More

27

ભાવ ભીનાં હૈયાં - 27

" પછી શું થયું અભિલાષા ? તારા લગ્નની બધી તૈયારી શશિકલાએ કરાવી..? તારા પ્રિતમ સાથે લગ્ન થયા કે નહીં અભય અને કીર્તિ જાણવાની ઉત્સુકતાથી અભિલાષાને સવાલ પર સવાલ પૂછે જતાં હતાં. મારા લગ્ન માટે શશિકલા સાથે હું માત્ર શોપિંગ કરવા જ ગઈ હતી. બાકીની બધી તૈયારી શશિકલા અને મારાં પપ્પાએ કરેલી. લગ્ન કરવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી. માત્ર પપ્પાની ખુશી માટે જ હું લગ્ન માટે તૈયાર થઈ હતી. તેમ છતાં રોજ હું શશીની રાહ જોતી. કયાંક શશિને ખબર પડે અને તે આવી જાય. પણ તે ન આવ્યો. આખરે લગ્નનો તે દિવસ આવી જ ગયો જેનો મને ડર હતો. ...Read More

28

ભાવ ભીનાં હૈયાં - 28

આ બધું જોઈ મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ બધું શશિએ જ કરેલું છે. બાકી પ્રિતમ સાથે મારી કોઈ વાત જ નહોતી થઈ. આ બધું જોઈ મને એક આશા બંધાઈ કે પિંક શેરવાનીમાં શશાંક જ બેઠો છે. આ એક માત્ર વિચારથી મારી ખુશીનો પાર ન રહ્યો. મારા ઉદાસ ને ગમગીન ચહેરા પર મુસ્કાન જોઈ મારા પપ્પા મારી સામે જોઈ હસવા લાગ્યાં. કન્યા પધરાવો સાવધાન..! પંડિતજીના આ વાક્યની રાહ જોતી જ હતી. હું ઉતાવળે પગલે મંડપમાં પહોંચી. એકબીજાને હાર પહેરાવી અમે ખુરશીમાં બેઠા. પંડિતજી મંત્રોચ્ચાર કરે જતાં હતાં. " ઓય..! તેં મને કીધું નહિ કે તું અહીં આવી ગયો ...Read More

29

ભાવ ભીનાં હૈયાં - 29

" સૉરી પપ્પા, મને એમ હતું કે મારાં અને હર્ષિનાં સંબંધને તમે કે આપણો સમાજ નહિ સ્વીકારે. લગ્ન પહેલાં વાત કરીશ તો આપ તેને નહિ જ સ્વીકારો. આથી હું હર્ષિને છોડીને અહીં આવી ગયો. મને માફ કરી દો." પ્રિતમ પછતાવો કરતો બોલ્યો. " માફી તો તને ત્યારે મળશે જ્યારે તું આ યુવતીને સહર્ષ સ્વીકારી તેની સાથે લગ્ન કરીશ. " તે યુવતીનો હાથ પ્રિતમના હાથમાં મુકતા મેં કહ્યું. " દીકરા..! આ તું શું કરી રહી છે. તારા અને પ્રિતમના લગ્ન થવાના હતા ને તું આ યુવતી ને..!" " પપ્પા હું બરાબર કરી રહી છું. આ ગર્ભવતી યુવતીના નિસાસા લઈ હું ...Read More

30

ભાવ ભીનાં હૈયાં - 30

" અભય..! બસ હો..! આ વધુ થાય છે. શશાંક સિવાય મેં ક્યારેય કોઈનો વિચાર પણ નથી કર્યો. મને ભગવાન પૂરો ભરોસો છે કે તેમને પ્રિતમ સાથે મારા લગ્ન અટકાવ્યા છે તો જરૂર તેણે શશિ સાથે મારા લગ્નની વ્યવસ્થા કરી જ હશે.!" " ગજબ છે યાર તું..! સાત વર્ષ થઈ ગયા શશિના ગયે, હજુ તેની રાહ જોઈ બેઠી છે..!" કીર્તિએ કહ્યું. " બસ, બસ..! છોડો એ બધી વાતો. અભય હવે તું ઘેર જા. ત્રણ વાગી ગયા છે. પાંચ વાગે હલ્દીની રસમ છે. કીર્તિ તું પણ તારા રૂમમાં જઈ થોડીવાર સૂઈ જા." ત્રણેય ધાબેથી છુટા પડ્યાં. અભિલાષા તેના રૂમમાં ગઈ. સાત ...Read More

31

ભાવ ભીનાં હૈયાં - 31

" આ બાઉલ લઈ ફટાફટ તમે હૉલમાં પહોંચો. હું પણ આવું જ છું." હોટેલનાં માણસને બાઉલ લઈ હૉલમાં મોકલી શશાંક જેવો અવાજ આવતો હતો તે રૂમ તરફ ગઈ. તેનું મન કહેતું હતું કે શશાંક તેની આજુબાજુ જ છે. મૉમોઝની વાત કરનારનો અવાજ પણ શશાંક જેવો જ લાગતો હતો. આથી તે રૂમના દરવાજા પાસે જઈ કાન સરવા કરી કંઇક સાંભળવાની કોશિશ કરી રહી હતી. તેનું પૂરું ધ્યાન રૂમમાંથી કોઈ અવાજ આવે તો તે સાંભળવામાં હતું. ત્યાં અચાનક અભિલાષાની પાછળથી અવાજ આવ્યો. " એક્સકયુઝ મી..! મૅમ..!" પાછળથી કોઈનો અવાજ આવતા અભિલાષા ચોંકીને ગભરાઈ ગઈ અને ઉતાવળે તે પાછી પડી. તેની બિલકુલ ...Read More

32

ભાવ ભીનાં હૈયાં - 33

" હું એ કેમ ભૂલી ગયો કે અભિલાષા મેરિડ છે અને તેનાં તો બાળકો પણ છે. મારે લાગણીવશ થઈ પાસે નહોતું આવવું જોઈતું." આમ, વિચારી શશાંક રૂમની બહાર જવા જતો હતો ત્યાં જ અભિલાષા બોલી, " શશિ..! તેં મારા સવાલનો જવાબ ન આપ્યો. આટલા વર્ષોથી ક્યાં ગાયબ થઈ ગયો હતો ?" " તારા તો લગ્ન થવાનાં હતા. પછી મારું તારાં જીવનમાં શું કામ ? આથી તારાથી દૂર જવું જ યોગ્ય લાગ્યું." " પણ તેં એક પણ વાર આપણાં લગ્ન માટે પ્રયત્ન ન કર્યો ? એવું કેમ ? તને ખબર છે તે દિવસે તેં મને મળવા બોલાવેલી ? તે દિવસે ...Read More

33

ભાવ ભીનાં હૈયાં - 32

આમ, હલ્દીની વિધિ પૂરી થઈ. નાહી ધોઈને સૌ તૈયાર થવા લાગ્યા. અભિલાષા પણ તેના રૂમમાં આવી નાહી લીધું. તે લગ્ન માટે તૈયાર થવા અરીસા સામે ઊભી રહી. હેર ડ્રાયરથી પોતાના વાળ કોરાં કરી રહી હતી ત્યારે તેની નજર પોતાના જ હાથ પર પડી. તેના હાથ પર લાગેલી મહેંદીનો રંગ સવાર કરતાં વધુ ઘાટો લાગી રહ્યો હતો. " મારી સાથે આવું કેમ થાય છે ? અજાણતાં મહેંદી લાગી ગઈ ને આજ અજાણતાં જ હલ્દી પણ લાગી ગઈ." ત્યાં જ તેનાં મોબાઈલમાં રીંગ વાગી. " હેલો..! અભિલાષા સ્પીકિંગ..!" બિઝનેસ કૉલ હોવાથી અભિલાષા થોડી સભાન થઈ ગઈ. " હેલો મૅમ..! ગુડ મૉર્નિંગ..! ...Read More

34

ભાવ ભીનાં હૈયાં - 34

" જો હું આને છોડીને જવાનું સાચું કારણ જણાવી દઈશ તો તે વધુ હર્ટ થશે. આમ, પણ મારા કારણે બહુ દુઃખી થઈ છે. હું સાચું બોલીને ફરી તેને હર્ટ કરવા નથી માંગતો. નહિ, હવે નહિ તેને હવે હું હર્ટ કરવા નથી ઇચ્છતો. મારે અભિલાષા પ્રત્યેની લાગણીઓને છુપાવવી પડશે. તે માંડ તેના જીવનમાં સેટ થઈ છે. તેમાં મારા લીધે ભંગાણ ન જ થવું જોઈએ." શશાંક મનમાં જ વિચારતો ખોવાઇ ગયો હતો ને અભિલાષાએ તેને ઢંઢોળતાં તે ઝબકીને અભિ સામે જોવા લાગ્યો. " એ જ આંખો..એ જ ચહેરો..હા એ જ અભિ છે છતાં આજ તું પહેલાં કરતાં પણ વધુ સુંદર લાગી ...Read More

35

ભાવ ભીનાં હૈયાં - 35

“કીર્તિ તું આટલી ડરે છે કેમ ? આજ તારા લગ્ન છે તું તારા પ્રેમી અભય સાથે લગ્ન કરવા જઈ છે. તું ખુશ નસીબ છે કે તુ જેને પ્રેમ કરતી હતી તેની સાથે જ તારા લગ્ન થઈ રહ્યાં છે. તો ડરવાનું કઈ વાતનું ?” અભિલાષાએ સમજાવ્યું. “આજ મારી જિંદગીનો સૌથી મહત્વનો દિવસ છે. મારાથી કોઈ ભૂલ થઈ જશે તો..? લગ્ન કરવાનો અનુભવ મને નથી યાર..! પહેલી વાર લગ્ન કરી રહી છું ને એટલે ડર લાગે છે.” મજાક કરતા કરતા કીર્તિએ કહ્યું. તેની વાત સાંભળી અભિલાષા હસી પડી. “લગ્નનો અનુભવ તો દરેકને એક જ વાર થાય.. બીજી વાર થાય એ ખુશનસીબ ...Read More

36

ભાવ ભીનાં હૈયાં - 37

આટલું સાંભળી અભિલાષા શશાંક સામે જોઈ થોડી મલકાઈ અને ઉતાવળે પગલે હોટેલની બહાર નીકળી ગઈ. તેનાં રોકી રાખેલા આંસુ જેમ વહેવા લાગ્યાં. તેણે પોતાનો સામાન ટ્રાવેલમાં ગોઠવ્યો અને પોતાની જગ્યા પર બેઠી. ટ્રાવેલ ચાલુ થઈ ને તરત કોઈએ ટ્રાવેલને ઉભી રાખી. કોઈ ટ્રાવેલમાં ચડ્યું. " અભિલાષા મૅમ..!" પોતાના નામનો અવાજ સાંભળીને અભિલાષાએ પોતાના કેબિનમાંથી ડોકિયું કરી બહાર જોયું. " જી..હું છું..! શું કામ હતું ?" "મૅમ..! હોટેલ તરફથી તમને આ ગિફ્ટ ઑફર થઈ છે. માફ કરજો અમે તમને પહેલાં આપવાનું ભૂલી ગયા." આટલું બોલતા વેઇટરનાં કપડાંમાં સજ્જ તે છોકરાએ અભિલાષાના હાથમાં ગિફ્ટબોક્સ પકડાવી ફટાફટ નીચે ઉતરી ગયો. ટ્રાવેલમાં બેઠેલા ...Read More

37

ભાવ ભીનાં હૈયાં - 36

" આપણા બધા તો નીકળી ગયા. આ ટ્રાવેલમાં બીજા પેસેન્જર હશે. પણ એમાં તારી એક સીટ બુક કરાવી છે. તો તને અમારી સાથે જ લઈ જાત પણ સૉરી બેટા, ગાડીમાં જગ્યા નથી અને રસ્તો ખૂબ લાંબો હોવાથી તારે એકલાએ ટ્રાવેલમાં જવું પડશે." સુલોચનાએ કહ્યું. "ઇટ્સ ઓકે..! નો પ્રૉબ્લેમ..! હું હમણાં જ સામાન લઈ નીકળું છું. તમે પણ ગાડી લઈ નીકળી જાઓ." અભિલાષા બોલી. " તારા રૂમની ચાવી રિસેપ્સનિસ્ટને આપીને નીકળજે." કહી સુલોચના નીકળી ગયા. અભિલાષા પણ પોતાનો સમાન લઈને રૂમની બહાર નીકળી. ચાવી રિસેપ્સનિસ્ટને આપવા ગઈ. હજુય તેનું મન વ્યાકુળ હતું. તેને વિશ્વાસ નહોતો થતો કે શશાંક આટલો બધો ...Read More

38

ભાવ ભીનાં હૈયાં - 39

એ દરમિયાન તેને યાદ આવ્યું કે અભિના ફેમેલીને જાણ કરવી પડશે. શશાંકએ અભિલાષાનો મોબાઈલ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેનો તેને ન મળ્યો. આથી શશાંક ને જે નંબર પરથી અભિલાષાના એક્સિડન્ટના સમાચાર મળ્યા હતા તે નંબર પર કોલ કર્યો. કદાચ તે જ અભિલાષાનો નંબર હશે, એમ વિચાર્યું. " હેલો..! તમે મને અભિલાષાના અકસ્માતના સમાચાર આપ્યા હતા. હું તે બોલું છું. અભિલાષાનો મોબાઈલ તમારી પાસે છે ?" શશાંકએ કહ્યું. " ના ભાઈ ના..! હું તો આ ગામનો ખેડૂત છું. અકસ્માત થયો ત્યારે હું ત્યાં જ હતો. મેં જ એમ્બ્યુલન્સ બોલાવીને કેટલાક લોકોને હોસ્પિટલ ભેગા કરેલા." " તો તમારી પાસે મારો મોબાઈલ ...Read More

39

ભાવ ભીનાં હૈયાં - 38

" આ તે કેવી વિમાસણ પ્રભુ..? મને અને શશિને એક કરવા જ નહોતા તો અમને મળાવ્યા જ કેમ..? અમારી પ્રેમ થયો જ કેમ ?" શશિની ચિઠ્ઠીને છાતીએ લગાવી અભિલાષાએ થોડું રડી લીધું. થોડીવાર થઈને તે સ્વસ્થ થઈ. બાજુમાં પડેલી કોલડ્રિન્કની બોટલ ખોલી તેને ગટગટાવી ગઈ. ત્યાં ટ્રાવેલ આંચકા સાથે ચાલુ થઈ. અભિલાષાએ શશાંકનો નંબર પોતાના મોબાઈલમાં સેવ કર્યો. તેને મેસેજ કરવો કે નહીં ? તે બાબતે હજુય અભિલાષા મૂંઝવણ અનુભવતી હતી. "શશિને કૉલ કરું..? જીવનસાથી ના સહી મિત્રો બનીને તો સાથે રહીએ..! પણ..ના ના..! મિત્ર બન્યાં પછી ભૂલથી અમે ફરી નજીક આવી ગયા ને મારાથી તેના પ્રત્યેની લાગણી વ્યક્ત ...Read More

40

ભાવ ભીનાં હૈયાં - 40

શશાંક વીલા મોઢે તેઓને જોતો જ રહી ગયો. તેને સમજાતું નહોતું કે હવે તે શું કરશે. કેટલાય દિવસે તેને મળી હતી. તેની વિદાય આવી રીતે થશે તે તેને સ્વપ્નમાયે વિચાર્યું નહોતું. થોડો સમય તે ત્યાં જ બેસી રહ્યો પછી કંઈક યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયોને રિસેપ્સનિસ્ટ પાસે ગયો. અભિલાષાના બીલ વિશે પૂછ્યું તો તેને જાણવા મળ્યું કે તેના બીલનું પેમેન્ટ થઈ ચૂક્યું છે. " મૅમ..! અભિલાષાને જે લોકો અહીંથી લઈ ગયા તેઓનો કોન્ટેક્ટ નંબર મને મળી શકશે..? પ્લીઝ..પ્લીઝ..મૅમ..! તમારાથી થઈ શકે તો પ્લીઝ મને તેનો કોન્ટેક્ટ નંબર આપોને..!" રીક્વેસ્ટ કરતાં શશાંકએ કહ્યું. શશાંકના આજીજીભર્યા શબ્દો સાંભળીને તે ...Read More

41

ભાવ ભીનાં હૈયાં - 41

" જી..! જાઉં છું..!" કહી શશાંકે ધીમેથી અભિલાષાનો હાથ છોડ્યો અને જતાં જતાં કહ્યું, " થોડી જ વારમાં આવું ચિંતા નહિ કર..! હું તારી સાથે જ છું." અભિલાષા શશાંકને જતો જોઇ જ રહી. ડોક્ટરે કેટલીક તપાસે કરી. રિપોર્ટ માટે બ્લડ લીધું. કેટલાક ઇન્જેક્શન આપ્યા ને આરામ કરવાનું કહી ચાલ્યા ગયા. રૂમની બહાર જઈને ડોક્ટરે પૂછ્યું, " પેશન્ટનાં હસબન્ડ ક્યાં ગયા..? " ડોકટર શશાંકને અભિલાષાનો હસબન્ડ સમજતા હતાં. ડોકટરની વાત સાંભળીને સૌ એક બીજા સામે જોવા લાગ્યા. " પેશન્ટનાં પેરેન્ટ કોણ છે ?" ડૉક્ટરે ફરી પૂછ્યું તો ત્યાં ઉભેલા બધા વૃદ્ધો આગળ આવ્યો અને બોલ્યા, " બોલો સાહેબ..! અમારી અભિલાષા ...Read More

42

ભાવ ભીનાં હૈયાં - 42

" દીકરા..! તુ ગઈ કાલનો ઊંગ્યો નથી. આજ તુ ઘરે જા, આરામ કર. તને પણ આરામની જરૂર છે. કંઈ જરૂર પડશે તો અમે તને જ બોલાવી લઈશું." દાદીના વ્હાલભર્યા શબ્દો આગળ તે યુવાન કંઈ ન બોલી શક્યો ને તે ત્યાંથી ચાલ્યો ગયો. સાંજ થઈ ગઈ હતી. અભિલાષા માત્ર આંખો ખોલી શશાંકને જોઇ રહેતી અને મનમાં મલકાતી. તેનામાં હજુ બોલવાની તાકાત નહોતી. વેઇટર પેશન્ટ માટે સાંજનું ભોજન આપી ગયો. દાદીએ હાથમાં થાળી લીધી ત્યાં જ શશાંક બોલ્યો, " દાદી.! તમને તો અભિલાષાને ખવડાવવાના ઘણા અવસર મળશે. પ્લીઝ..! આજે હું તેને મારા હાથે ખવડાવું ? દાદી પ્લીઝ ?" " હાથમાંથી હવે ...Read More

43

ભાવ ભીનાં હૈયાં - 43

" બાળકો તેનાં જ છે. જે તેના આસારે આવ્યું તેને સહર્ષ પોતાના બનાવી દીધાં. કોઈ બાળક તેને ભીખ માંગતું કોઈ કચરાના ડબ્બામાંથી મળ્યું. કોઈ અનાથ બાળક કામની શોધમાં તેની પાસે આવ્યું. કોઈ દુનિયાની આક્રમક નજરથી બચવા આવ્યું. તો કોઈ નિઃસહાયને અભિલાષાએ સહાય અર્થે પોતાની પાસે જ રાખી લીધું.આમ, આજે અભિલાષા પાસે નાના મોટા, જુદા જુદા ધર્મના, જુદી જુદી જાતિના પાંચ બાળકો છે. પહેલાં તો પાંચેયના સ્વભાવમાં રાત દિવસનું અંતર હતું. પણ અભિલાષાએ તેઓને એવા તે કેળવ્યા છે કે આજે પાંચેય ખુબ સંપીને રહે છે. અભિલાષાએ બધા બાળકોને પોતાના જ બાળકો હોય તેમ પ્રેમ અને ઘણા ભાવથી ઉછેર્યા છે. મને ...Read More

44

ભાવ ભીનાં હૈયાં - 44

" સોરી અંકલ..! પણ તમે આવું ન કરી શકો..! અભિને પૂછ્યાં વિના જ તેનાં લગ્ન ફિક્સ કરી લીધા..! આ છે. તે પુરેપુરી સ્વતંત્ર છે તેનાં જીવન સાથીની પસંદગી કરવા માટે. " " તેને કઈ સ્વતંત્રતા આપવી ને કઈ નહીં..! તે તારે નહીં મારે નક્કી કરવાનું છે." " હા, તમે તેનાં પિતા છો. પણ એનો મતલબ એ નહીં કે તેનાં જીવનના દરેક નિર્ણય તેને પૂછ્યાં વિના તમે જ લો..! એ હવે નાની બચ્ચી નથી. અંકલ..! તેને પણ હક છે તેની મરજીથી જીવવાનો..! એને જીવવા દો..! એને જબરદસ્તી કોઈ એવા બંધનમાં ન બાંધી દો કે આખી જિંદગી તેને અફસોસ રહે. તમારા ...Read More

45

ભાવ ભીનાં હૈયાં - 45

" ઓહ..! બહુ ખોટું થયું. પણ તેમાં તમારો પણ વાંક નથી. હું તમારી હાલત સમજી શકું છું." " તો પ્લીઝ..! અભિને ભૂલી જા..તેનાથી દૂર ચાલ્યો જા..!" " પણ શું અભિ મને ભૂલી શકશે..? તે પ્રીતમને પ્રેમ આપી શકશે..?" " વાર લાગશે..! પણ સમય સાથે તે પણ ભૂલી જશે ને તું પણ એને ભૂલી જઈશ. બસ તેનાથી દૂર ચાલ્યો જા. તેને ક્યારેય ન મળતો. ન કોઈ સંપર્ક કરતો. તેનાં સુખી જીવન માટે તે જ યોગ્ય છે." " ઠીક છે. હું તેને હવે ક્યારેય નહીં મળું. પણ મારી શરત છે. તેનાં લગ્ન થાય ત્યાં સુધી હું તેની સાથે રહીશ.. શશાંકના રૂપમાં ...Read More

46

ભાવ ભીનાં હૈયાં - 46

આમને આમ, અડધી રાત સુધી શશાંક અને દાદીએ વાતો કરી. ઊંગવા જ જતાં હતાં ત્યારે દાદીને વળી સવાલ થયો. અભિના પિતાને તે વચન આપેલું આથી તું તેનાથી દૂર ચાલ્યો ગયો હતો. આ વાત અભિને કેમ નથી કહેવાની ?" " અરે મારી ભોળી દાદી..! હુ નથી ઈચ્છતો કે અભિલાષા તેનાં પિતાની મજબૂરી વિશે જાણે અને દુઃખી થાય તથા તેનો અધૂરો પ્રેમ રહેવા માટે પિતાને દોષી સમજે. તેનાં મનમાં હું ખોટો છું. હું તેને છોડીને ચાલ્યો ગયો છું. તે જ બરાબર છે. હું કંઈ પણ કરીને તેને મનાવી લઈશ. તેનાં સ્વર્ગસ્થ પિતાને સ્વર્ગમાં તેમજ અભિના દિલમાં શાંતિથી રહેવા દઈએ." " હા, ...Read More

47

ભાવ ભીનાં હૈયાં - 47

શશાંકના હાથમાંથી પોતાનો હાથ છોડાવી અભિલાષા ઊભી થઈ અને આકાશ તરફ ઈશારો કરતાં બોલી, " આસમાનમાં ઉડતાં પંખી દેખાય ? ઠંડી હોય કે ગરમી, પંખી ઉડવાનું છોડી દે છે ?" " નહીં..!" " સુરજ ક્યારેય ઉગવાનું છોડી દે છે ? " " કદી નહીં..!" " તો હું તને પ્રેમ કરવાનું કેવી રીતે છોડી દઉં..? " " મતલબ, તુ હજુય મને પ્રેમ કરે છે ?" " હજુય મતલબ શું ? મારું હૃદય તારા સિવાય કોઈને સ્વીકારી જ નથી શક્યું." " તો તું મારી સાથે લગ્ન કરીશ..! હવે પછી હું ક્યારેય તને એકલી છોડીને નહીં જાઉં..!" " મારી સાથે.. લગ્ન..! તું ...Read More

48

ભાવ ભીનાં હૈયાં - 48

" અરે પગલી..! એવું કાઈ જ ન હોય..! બનવાનું હતું તે બની ગયું. પણ ભવિષ્યમાં પણ એવું જ થશે જરૂરી નથી. હવે હું તને છોડીને ક્યારેય નહીં જાઉં..ઉપરથી યમરાજ આવશેને મને લેવા....તો પણ તેઓને ડરાવી ધમકાવીને પાછા મોકલીશ. તારું પહેલું કારણ મારા મતે વ્યાજબી નથી. આ તારો એક વ્હેમ છે જે તારો ભય બની ગયો છે. ચાલ, આ વાતને તુ ભૂલી જા અને ફટાફટ બીજું કારણ બતાવ..!" અભિલાષાની પાસે બેસીને તેના માથે હાથ ફેરવી શશાંકે તેને ઘણાં પ્રેમથી સમજાવતાં કહ્યું. અભિલાષા શશાંકની વાત સાંભળી થોડી મળાકાઈ ને પછી બોલી. " બીજું કારણ એ છે કે તુ મને લગ્ન કરીને ...Read More

49

ભાવ ભીનાં હૈયાં - 49

"યાદ છે..! પહેલીવાર આ ગીત તે મને મનાવવા ગાયું હતું..! ત્યારથી આ ગીત મારું ફેવરીટ બની ગયેલું..! " " કોલેજના દિવસોને તો હું ક્યારેય નથી ભુલ્યો. તને જોતાં જ મને તારાથી પ્રેમ થઈ ગયેલો...! દિલ ક્યાં કરે જબ કિસી કો..! કિસીસે પ્યાર હો જાયે..! " શશી ફરી ગીત ગાવા લાગ્યો. " પલ પલ દિલ કે પાસ..તુમ રહેતે હો..! જીવન મીઠી પ્યાસ..યે કહેતે હો..! પલ પલ દિલ કે પાસ..તુમ રહેતે હો..!" અભિ ગીત ગાવા લાગી. "હર શ્યામ આંખો પર..તેરા આંચાલ લહેરાએ..! હર રાત યાદો કી..બારાત લે આયે..! મેં સાન્સ લેતાં હુ..તેરી ખુશ્બુ આતી હૈ..! એક મહેકા મહેકાં સા પેગામ લાતી ...Read More

50

ભાવ ભીનાં હૈયાં - 50

" પ્લીઝ યાર..! દાદા સામે સાત ફેરા ફરી લઈએ. હું હવે વધુ સમય રાહ જોઈ શકું તેમ નથી..! હું મારી પત્ની બનાવવા આતુર છું. તું માની જાય તો આજે જ આપણે લગ્ન કરી લઈએ." શશાંકની વાત સાંભળીને અભિએ તેના માથે હાથ ફેરવી વ્હાલ કર્યું ને હકારમાં મોઢું હલાવ્યું. શશાંક રાજીનો રેડ થઈ ગયો. " અભિ..! તું અહીં માત્ર દસ મિનિટ બેસ. હું હમણાં જ આવું છું." કહેતો તે દોડ્યો બજાર તરફ. દસની પંદર મિનિટ થઈ ગઈ. પણ શશાંક ન આવ્યો. અભિલાષા મંદિરની બહાર આવીને દૂર દૂર સુધી જોવાં લાગી. પણ ક્યાંય શશાંક ન દેખાયો. સમય વીતતો જતો હતો. પણ ...Read More

51

ભાવ ભીનાં હૈયાં - 51 (છેલ્લો ભાગ)

" શાંત..! અભિ..શાંત..! મને કંઈ જ નથી થયું. ને તુ મારી આટલી ફિકર નહીં કર. હુ જો શું લાવ્યો તારા માટે..! જો આ ફૂલોની માલા..! આ કુમકુમ..તારી માંગ ભરવા અને આ તો જો તુ..મંગળસૂત્ર..! બોલને કેવું છે..? તને ગમ્યું ને..?" આટલું કહી શશીએ અભિની આંખો લૂંછી અને તેને ભેટી પડ્યો. અભિલાષા રિલેક્સ થઈ પછી પંડિતજીને બોલાવીને બંનેએ ગણેશજીના મંદિરમાં જ લગ્ન કર્યા. બન્ને વર્ષો બાદ બે પ્રેમી પંખીડાં લગ્નનાં અતૂટ બંધનમાં બંધાઈ ગયાં. વર્ષો પહેલાં જોયેલું સ્વપ્ન આજ પુરૂ થયું. ગણેશજી અને પંડિતજીના આશીર્વાદ લઈને બંને હવે ઘર તરફ જવા નીકળ્યાં. " શશી..! બહુ જ કકડીને ભૂખ લાગી છે. ...Read More