સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત ..

(16)
  • 21.7k
  • 3
  • 11.3k

આજે મારે ટ્રેનમાં જવામા થોડું મોડું થઈ જવાંનું હતું એ વાતની મને ચોક્કસ ખાતરી હતી .. કારણ કે , આજ સવારનો સુરજ પણ જાણે મને ઉઠાડવા માંગતો ન હતો .. સવારની એ ઠંડી આછી ઝાકળ જાણે મને ઉઠીને તૈયાર થવાં માટે અવરોધતી હતી ... હા , આજે ઊઠવામાં થોડું મોડું થઈ ગયું હતુ . મારા રોજિંદા કામના બોજ માંથી બે અઠવાડિયા માટે મેં છુટ્ટી લીધી હતી . એક પહાડી કુદરતી સફર કરવાંનું મેં નક્કી કર્યું હતું . શિયાળાની સીઝન ચાલું થઈ ચુકી હતી .. સ્વસ્થ વાતાવરણ ચારે બાજુ મહેકી રહ્યું હતું .. મારી ટ્રેન સાડા નવની હતી .. સુરતથી મનાલીનો મારો સફર હતો . હું ઉતાવળે તૈયાર થતી હતી . સફર મેં એકલાં કરવાનું જ નક્કી કર્યું હતું એટલે કોઈની રાહ મારે જોવાની ન હતી .

Full Novel

1

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 1

ભાગ - ૧ આજે મારે ટ્રેનમાં જવામા થોડું મોડું થઈ જવાંનું હતું એ વાતની મને ચોક્કસ ખાતરી હતી .. કે , આજ સવારનો સુરજ પણ જાણે મને ઉઠાડવા માંગતો ન હતો .. સવારની એ ઠંડી આછી ઝાકળ જાણે મને ઉઠીને તૈયાર થવાં માટે અવરોધતી હતી ... હા , આજે ઊઠવામાં થોડું મોડું થઈ ગયું હતુ . મારા રોજિંદા કામના બોજ માંથી બે અઠવાડિયા માટે મેં છુટ્ટી લીધી હતી . એક પહાડી કુદરતી સફર કરવાંનું મેં નક્કી કર્યું હતું . શિયાળાની સીઝન ચાલું થઈ ચુકી હતી .. સ્વસ્થ વાતાવરણ ચારે બાજુ મહેકી રહ્યું હતું .. મારી ટ્રેન સાડા નવની હતી ...Read More

2

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 2

ભાગ : ૨ " ઉફ્ફ યાર આ છોકરો અહીં પણ .... હા અને હોય પણ કેમ નહીં તે પણ જ રોકાયો છે ... તેનો પણ પુરો અધિકાર છે અહીં બ્રેક ફાસ્ટ કરવાનો હું પણ સાવ બેફિઝુલ ..... " - મનમાંને મનમાં વાત કરતી હું મારો બ્રેક ફાસ્ટ પતાવા લાગી . અહીંથી મને ટુરિઝમ બસ લેવાં આવવાંની હતી . આ બસ મને અહીના બધાં નામચીન સ્થળોની મુલાકાત કરાવવાની હતી . અહીં ઘણા મુસાફરો છેક સુધી આ જ બસમાં મારી સાથે સફર કરવાના હતાં . આ બસનું બુકિંગ બધાં પેસેન્જરો એ ઓનલાઇન અગાઉથી જ કરવું પડે છે . એનું એક ફિક્સ ...Read More

3

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 3

ભાગ - ૩ અમે સુલાંગ વેલી જવાં માટે હવે રવાના થઈ ગયાં હતાં . બધાંના ચહેરા પર ટુરનો ઉત્સાહ જ જતો હતો અને એક જ બસમાં મુસાફરી કરવાની હોવાથી બધાંનો સંપર્ક પણ એક બીજા સાથે થવાં લાગ્યો હતો . ઉપરથી વાતાવરણ એટલું સ્વસ્થ હતું કે થાક લાગવાનો કોઈ સંજોગ જ ન હતો . બસમાં ગીતો ગાવાનું ચાલું થયું . અંતાક્ષરી બહુ જોશથી રમાતી હતી . મેં પણ એમાં થોડી ભાગીદારી લીધી . ખુબ સરસ રીતે અમે ગીતો ગાયાં . એટલાંમાં અમે અમારાં સ્થળે પહોંચી ગયાં . પ્રશાંતએ ફરી મારું બેગ મારાં હાથ માંથી લઈ પોતાનાં ઘંભે મૂકી દીધો . ...Read More

4

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 4

ભાગ - ૪ હવે અમે હોટેલ પહોંચી ગયાં હતાં . આજે અમે બંનેએ સાથે હોટેલમા જ ડિનર લીધું . મને આજના મારા લીધેલાં તમામ ફોટો બતાવ્યાં . ઘણી સારી ફોટોગ્રાફી હતી પ્રશાંત ની .... જોકે તે એનો એક સાઈડનો શોખ હતો. ડિનર લીધાં પછી અમે થોડી વાર નાઇટ વોક પર જવાનું નક્કી કર્યું . ઠંડી ઘણી હતી . મફલર અને કોટ પહેરી ધુવાડા કાઢતાં અમે નાઇટ વોક કરવાં નીકળી ગયાં . અડધી કલાક જેવું ચાલ્યા ત્યાં આગળ ચાની ટકરી આવી . અમે નક્કી કર્યું કે અહીં ચા પીને પછી પાછા હોટેલ તરફ રવાના થશું ..... હવે મને પ્રશાંત થી ...Read More

5

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 5

ભાગ - ૫ મને થોડું હસવું આવ્યું . હું મારી ચા પીવા લાગી ..... અને ખરેખર ચા ઠંડી થઈ હતી ... ચા પુરી કરી અમે ફરી ચાલવાનું ચાલુ કર્યું . હવે મને ખુબ નિંદર આવી હતી અને સવારે વહેલાં પણ ઉઠવાનું હતું ..... બંને હોટેલ પહોંચ્યા . અને ગુડ નાઈટ કહી પોત - પોતાની રૂમમાં જતાં રહ્યાં . બીજો દિવસ થયો . સવારે હું તૈયાર થઈ ફટાફટ રૂમની બહાર આવી . ..... મને ખુબ ભુખ લાગી હતી એટલે મેં પ્રશાંતનો દરવાજો ખટખટાવ્યો ... ડોર બેલ પણ માર્યો ... મેં વિચાર્યું એક સાથે બસમાં જવાનું છે તો અમે સાથે બ્રેક ...Read More

6

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 6

ભાગ - ૬ હું તરત તેનાં હસમુખી મિજાજથી બોલાયેલા શબ્દોને ઓળખી ગઈ . અને ચોંકી ગઈ . હું ચોંકીને " પ્રશાંત , તું ..... ???? ક્યાં જતો રહ્યો હતો .... ??? કેટલો ડોર બેલ માર્યો પણ મને થયું ખોલતો કેમ નથી ... પછી અંતે બસ આવી ગઈ એટલે એકલાં જ સફર કરવાનું લખ્યું છે તેવાં વિચારથી બેસી ગઈ બસમાં ..... " પ્રશાંત ડુપ્લીકેટ દાઢી કાઢતાં : " તું ડરી ગઈ હતીને કે આ કોણ અપરિચિત તારી બાજુમાં આવી બોલવા લાગ્યું ..... ????? " હું મોટો નિસાસો નાખીને : " હા , તો .... " પ્રશાંત હસતાં હસતાં : " ...Read More

7

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 7

ભાગ - ૭ મારા વર્ણન કરેલાં દરેક સ્થળની માહિતી તેણે વાંચી .. , આ માહિતી ઉપરાંત તેણે મને એ પણ બીજી માહિતી જે મેં ક્યારેય નોટ પણ નહતી કરી .... મેં તો શું , કોઈ સાધારણ માણસની નજર આવી નાની - નાની વાતમાં પડે જ નહીં ..... મને આ માણસ સાધારણ લાગતો જ ન હતો . હવે હું થોડી સચેત થઈને રહેવા લાગી . એનાં કામ પર દરેક હરક્ત પર આડકતરી રીતે નજર રાખવા લાગી ... હવે મને મારાં સફર કરતાં , આ મનાલી ની ટ્રીપ કરતાં , આ માણસમાં વધુ રસ પડવા લાગ્યો હતો . તેની આ રહસ્યમય ...Read More

8

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 8

ભાગ - ૮ હેલ્લો વાચક મિત્રો , મને ખેદ છે કે બહુ સમય લીધો છે મેં આ ભાગ મુકવામાં માટે હું બધાંની દિલથી માફી માંગી રહી છુ . પણ આશા છે તમને આગળની સ્ટોરી વધુ રસપ્રદ બનાવશે .... તો ચાલો રાહ કોની છે આપડે જાણીએ શું હતું એ સિક્રેટ મિશન .... !!!! ******આપડે જોયું આગળનાં ભાગમાં કે મેઈન સર મિહિર શાહ હતાં . એનાં સિવાય , અન્ય સ્ટાફ : અરીજીત નિકુમ , શિવ પરમાર , વૈભવ કુટિલ . હું હસીને પ્રશાંત તરફ જોઈને બોલી : " મને લાગ્યુ જ કે તુ સાધારણ માણસ નથી . તે મને કહ્યું કે ...Read More

9

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 9

ભાગ - ૯ ક્રમશઃ ......મિહિર સર : " તો તું ગાયબ કેમ થઈ ગયો હતો .... ???? બોલ સાચું " તે માણસ થોડી વાર ચુપ જ રહે છે ... પોલીસ તેનાં પર લાઠીમાર કરે છે .. તે છતાં તે ચુપ જ રહે છે . થોડી વાર તે માર સહન કરી લે છે પણ પછી અચાનક જ ......તે માણસ ડરેલા અવાજમાં : " બોલુ છુ સર ... બોલુ છુ .... મારશો નહીં ... હું બધુ જ સાચે સાચુ કહુ છુ .... "મિહિર સર : " બોલ બધુ જ સાચું .... "તે માણસ અત્યંત કરુણ અવાજમાં : " સર આ ત્રણ ...Read More

10

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 10

ભાગ - ૧૦ક્રમશઃ ..... અને સૌથી વધુ ડર તો એ વાતનો હતો કે હવે તે ગુનેગાર વધુ સચેત થઈ હતો . બધાં હોટેલ પર બેઠાં હતાં . એટલામાં એક કૉલ લેનલાઈન પર આવ્યો . અને તે ફોન આ ક્રિમિનલનો જ હતો .... તેણે પોલીસની આખી ટીમને ચોખ્ખી ધમકી આપી કે ," તેઓ એનાં કામમાં દખલગીરી ન કરે જો હવે એવું થશે તો કોઈને પણ જીવ ગુમાવવો પડશે અને એનાં જવાબદાર તમે જ રહેશો ... " પણ આપણા દેશની પોલીસ ..... તેને પોતાનાં જીવની કોઈ પરવાહ ન હતી . તેઓનું બસ એક જ લક્ષ્ય હતું કે આ ક્રિમીનલને બહુ જલ્દી ...Read More

11

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 11 (છેલ્લો ભાગ)

ભાગ - ૧૧આગળના ભાગમાં આપડે જોયું કે પ્રશાંત આ આખા ખેલની પાછળ જવાબદાર હતો ..... શું પ્રશાંતને એનાં ગુનાની મળશે કે બધાંની જેમ મારે પણ એક અબળાની જેમ જિંદગી જીવવી પડશે ..... ???? ચાલો જાણીએ આ ભાગમાં ..... ******* પ્રશાંત જોર - જોરથી હસવા લાગ્યો . એક સમયે જેના પર મેં વિશ્વાસ મુક્યો હતો , તેનું આ રૂપ મને અચાનક રાક્ષસ જેવું , દાનવ જેવું લાગવા લાગ્યું હતું . છતાં મનમાં અફસોસ અને આશ્ચર્ય હતું ... તેણે સાંજે મને ડિનર આપવા ફરી દરવાજો ખોલ્યો ... મને ખવડાવવા માટે ઘણી કોશિશ કરી પણ મારી જીદ આગળ તે ગુસ્સે થઈ ગયો ...Read More