ધીમો ઝરમરતો વરસાદ એક સરખી રીતે લયબદ્ધ વરસી રહ્યો હતો. એમાં પલળીને આવતી હવાની લહર પણ એકદમ શીતળ બનીને લોપાનાં શરીરને સ્પર્શી રહી. આમતેમ ફરફરતી વાળની લટોને પવન સાથે ગમ્મત કરતી અટકાવી પોતાના કાન પાછળ સમેટીને મૂકી દીધી. મુંબઈની દિશા તરફ ભાગી રહેલી ગાડી આજે જાણે સ્પર્ધામાં ઊતરી હતી. પોતાની ગતિને એ લોપાનાં વિચારોની ગતિ પાસે હારતી કેમ જોઈ શકે? રાજકોટ શહેર હવે પોતાની નજરથી ધીમે-ધીમે ઓઝલ થઈ રહ્યું હતું. એ નાની હતી ત્યારથી જ એને આ રંગીલા શહેર તરફ ખૂબ લગાવ હતો. જ્યારે પણ એને વેકેશનમાં મામાની ઘરે જૂનાગઢ જવું પડતું ત્યારે તેને અજીબ બેચેની મહેસૂસ થતી. બસની બારીમાંથી બહાર તાકી રહેતી એની આંખો શહેરની હદ પૂરી થતાં જ ઉદાસ બની જતી.

1

શોધ પ્રતિશોધ.. - ભાગ 1

શોધ-પ્રતિશોધ..ભાગ-1ધીમો ઝરમરતો વરસાદ એક સરખી રીતે લયબદ્ધ વરસી રહ્યો હતો. એમાં પલળીને આવતી હવાની લહર પણ એકદમ શીતળ બનીને શરીરને સ્પર્શી રહી. આમતેમ ફરફરતી વાળની લટોને પવન સાથે ગમ્મત કરતી અટકાવી પોતાના કાન પાછળ સમેટીને મૂકી દીધી. મુંબઈની દિશા તરફ ભાગી રહેલી ગાડી આજે જાણે સ્પર્ધામાં ઊતરી હતી. પોતાની ગતિને એ લોપાનાં વિચારોની ગતિ પાસે હારતી કેમ જોઈ શકે?રાજકોટ શહેર હવે પોતાની નજરથી ધીમે-ધીમે ઓઝલ થઈ રહ્યું હતું. એ નાની હતી ત્યારથી જ એને આ રંગીલા શહેર તરફ ખૂબ લગાવ હતો. જ્યારે પણ એને વેકેશનમાં મામાની ઘરે જૂનાગઢ જવું પડતું ત્યારે તેને અજીબ બેચેની મહેસૂસ થતી. બસની બારીમાંથી બહાર ...Read More

2

શોધ પ્રતિશોધ.. - ભાગ 2

શોધ-પ્રતિશોધ ભાગ 2આમ તો દુરંતો એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ બે જ મુખ્ય જંક્શન લે પણ વચ્ચે કોઈ ક્રોસિંગ ટ્રેન ઊભી હતી. લોપાએ અત્યાર સુધીનો સમય વિચાર તંદ્રામાં કાઢી નાખ્યો. હવે એને પાણીની તરસ લાગી. ભૂખ તો જ્યારથી અચલા કોમામાં સરી ત્યારથી એની સ્થિત પરિસ્થિતિ નીચે ક્યાંક ગુમ થઈ ગઈ હતી. બસ બે ટાઇમ કશુંક ખાઈ લેતી. સ્વાદની તમા વગર જ."મમ્મા, આજ બટાટાપૌંઆ હોને...પ્લીઝ મારી ડાહી મોમ...""તને જાતે પણ આવડે છે ને દીકુ..પછી કાલ સવારે સાસરે જઈશ તો કોણ બનાવીને ખવડાવશે?""ઓહ...મમ્મી ડાર્લિંગ...સો સિમ્પલ...હું તને મૂકીને ક્યાંય જઈશ જ નહીં..!""એવું થતું હોત કે એવું મેં વિચાર્યુ હોત તો તું મારી ...Read More

3

શોધ પ્રતિશોધ.. - ભાગ 3

(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા મુંબઈ જવા નીકળે છે. એની સાથે કોઈ દગાબાજી થઈ છે, એ વ્યક્તિને શોધવા જઈ રહી છે. રસ્તામાં તેને કેટલીક સુખદ તો કેટલીક દુઃખદ સ્મૃતિઓ ઘેરી વળે છે. હવે આગળ...)થોડીવાર આંખો બંધ રાખી લોપા એમ જ વિચારોને દૂર કરવા મથતી રહી. યાદ આખરે કેમ માણસ જેટલો તેનાથી દૂર ભાગે એટલી જ વધારે એ માણસને ઘેરી વળતી હશે! કાશ કે માણસનાં દિમાગમાંથી કોઈ ડિલીટ બટન દબાવી દેવાથી બધું સાફ થઈ જતું હોત! એમ હોય તો લોપા સૌથી પહેલાં માની ડાયરીને મગજમાંથી બહાર ફેંકી દેત. એ સાથે આ કશી કશ્મકશ ન રહેત. ન એની અંદર એ ...Read More

4

શોધ પ્રતિશોધ.. - ભાગ 4

(આગળનાં ભાગમાં આપણે જોયું કે ટ્રેનમાં લોપાની મુલાકાત વિવાન નામનાં એક વકીલાતની પ્રેક્ટિસ કરતા યુવાન સાથે થાય છે. સ્વભાવે સાલસ એવાં આ યુવાન સાથે વાત કરીને લોપાને માનસિક શાતા મળે છે. લોપાના મનમસ્તિષ્ક પર હજુ અચલાની ડાયરી છવાયેલ છે. હવે આગળ...)"લોપા, બેટા મને માફ કર. હું મજબૂર હતી દીકરા, એ સમય મારો ન હતો. હું નબળી પડી ગઈ બેટા! માફ કર....માફ કર...." કરતી અચલા બેભાન થઈ ઢળી પડી. લોપા એને ઊઠાડવા મથતી રહી પણ અચલાનું શરીર નિશ્ચેતન થઈ ગયું. "નહીં....મમા...નહીં...."કરતી લોપા હીબકે ચઢી ગઈ ને બરાબર એ જ સમયે પાછળ શું છૂટી ગયું? એની પરવાહ વગર ભાગતી ટ્રેનને પણ ...Read More

5

શોધ પ્રતિશોધ.. - ભાગ 5

ગયા ભાગમાં આપણે જોયું કે વિવાન લોપાને વધારે કંઈ પૂછે તે પહેલા લોપા સૂઈ જાય છે અને લોપા ઉઠે વિવાન! આમ બંને વચ્ચે વાતચીતનો દોર સંધાતો નથી. એ દરમિયાન લોપાએ અચલાની ડાયરી વાંચવાનું શરૂ કર્યું . એક પછી એક પલટાતાં પાના સાથે જાણે લોપા પણ પલટતી હતી. 7/10/96પૃથ્વી અને એની વાતો. ઓહ ભગવાન, શું જાદુ હશે આ માણસમાં! મને ખરેખર એ સમજાતું નથી. એ આ દુનિયાથી એકદમ અલગ છે. એ કદી સ્પષ્ટ શબ્દોએ કશું વ્યક્ત નથી કરતો પણ એનાં સુચક વર્તનથી હું મારા ગમતા શબ્દો મેળવી લઉં છું. આજે એણે કહ્યું, "અચુ, કાલે રાતે તે આકાશમાં ચંદ્ર જોયો હતો? ...Read More

6

શોધ પ્રતિશોધ.. - ભાગ 6

Part 6...(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા અચલાની ડાયરી વાંચતા અનેક મિશ્ર ભાવોથી ઘેરાઈ વળે છે. ડાયરી એક વાત કરે છે કે અચલા પૃથ્વીને અનહદ પ્રેમ કરતી. એટલુંજ નહીં પણ લોપા પૃથ્વીની જ દીકરી હતી. તો શા માટે અચલાએ વિકાસ સાથે લગ્ન કર્યાં? એ જાણવા લોપાને અચલાની ડાયરી વાંચવી રહી અને આપને આ ભાગ.)ડાયરીનાં પાનેપાને માત્ર અચલાની લાગણીઓ હતી. ક્યાંક તે ખળખળ વહેતી નદી હતી. તો ક્યાંક તે ઘૂઘવતો સમંદર હતી. ક્યાંક તે ચંચલ હરણી હતી. તો ક્યાંક સ્થિત પણ તેજસ્વી ધ્રુવ તારક જેવી હતી. અચલાનું આ દરેક ધસમસતી લાગણીઓથી સજેલું સ્વરૂપ લોપા માટે નવીન વાત હતી. કેમકે તેણે ...Read More

7

શોધ પ્રતિશોધ.. - ભાગ 7

Part 7(ગયા ભાગમાં આપણે જોયું કે લોપાનાં મનમાં સતત કશ્મકશ ચાલતી રહે છે. ઉંઘ તેની આંખોમાંથી ગાયબ છે કેમકે અચલાની પૃથ્વી તરફની લાગણીઓથી ભરી છે. તો વળી અચલાની કઝિન શિખા પણ કોઈ આકાશનાં પ્રેમમાં પડી છે. શિખાનાં મૃત્યુનું કારણ, અચલાને પૃથ્વીએ આપેલ દગાનું કારણ લોપા ડાયરી પરથી જાણી શકશે કે કેમ? હવે આગળ...) લોપા સામે આજ દિન સુધી મા એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી, પતિ તથા સંતાનને સમર્પિત જીવન જીવનાર આદર્શ સ્ત્રી હતી. ડાયરીમાં છતું થતું આ યુવાન અચલાનું સ્વરૂપ તેના માટે કલ્પનાતીત વાત હતી. પોતે ક્યારેક કૌટુંબિક બાબતે કોઈ સવાલ પૂછે તો અચલા તેનાં જેમ બને તેમ ટૂંકા જવાબ ...Read More

8

શોધ પ્રતિશોધ.. - ભાગ 8

Part 8(ગયા ભાગમાં આપણે જોયું કે અચલા લોપાને શિખાનાં અપમૃત્યુ અંગે ટૂંકી વાત કરે છે. પૃથ્વીનાં જન્મદિવસે અચલા તેની આખો દિવસ રહેવાનું વચન આપે છે. શિખાનાં મૃત્યુનું કારણ અચલા જણાવતી નથી. શું આ બધી વાતોનો આખરી તાગ લોપા મેળવી શકશે? વિવાનનું ઊંઘમાંથી જાગવું એ લોપાની લાગણીઓને જગાડી શકશે? હવે આગળ...)વિવાન લોપાનો મર્મ સમજી ગયો કે પોતે સતત ઊંઘવાનું જ કામ કર્યું છે. તેણે મોબાઈલ કાઢી સમય જોયો. "ઓહહ..સવા પાંચ થઈ ગયાં? હવે તો બસ પોણી કલાક ને?""ના જી, થોડીવાર ગાડીનાં પૈડાંને પણ મારી જેમ ઊંઘ આવી ગયેલી. તેથી વીસ મિનિટ મોડી ચાલે છે. મુંબઈ સેન્ટ્રલ આવતાં કદાચ સવા છ ...Read More

9

શોધ પ્રતિશોધ.. - ભાગ 9

Part 9 (ગયા ભાગમાં આપણે જોયું કે લોપાએ જેમ કોરાનામાં પિતા ગુમાવ્યા તેમ વિવાને તેની મમ્મી. બંને વચ્ચે થોડી લાગણીનાં બીજ વવાય છે. વિવાન લોપાને પોતાનું કાર્ડ આપી મદદ માટેની તૈયારી બતાવે છે. બંને મુંબઈ પહોંચે છે. હવે આગળ...)લોપાએ કૉલ રિસીવ કર્યો તે દરમિયાન વિવાન એક તરફ ઊભો રહ્યો. લોપા બોલી,"જય શ્રીકૃષ્ણ, માસી. હું પહોંચી જ છું હજુ. હું તમને..."હીરામાસીએ તેની વાત કાપતા કહ્યું,"જો બેટા, તારી એક વાત મેં માની. તું શા માટે મુંબઈ જાય છે? તે ન પૂછ્યું. હવે એક વાત તારે મારી માનવી પડશે કે તને તેડવા મારી માસીની દીકરી બહેન જે કાંદિવલીમાં રહે છે, તે હમણાં ...Read More

10

શોધ પ્રતિશોધ.. - ભાગ 10

Part 10(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા હીરામાસીની બહેનનાં ઘરે કાંદિવલી રોકાવાનું નક્કી કરે છે. વિવાન અને તેની વચ્ચે બીજ વવાય ચૂક્યાં છે. નિયા તેડવા આવવાની હોવાથી લોપા સેન્ટ્રલથી કાંદિવલીની લોકલ ટ્રેનમાં બેસે છે. તે વખતે ફરી એક વાર પૃથ્વી ઠક્કર તેનાં દિમાગ પર હાવી બને છે. હવે આગળ..) લોપા એક પછી એક સ્ટેશન વટાવતી આખરે કાંદિવલી પહોંચે છે. વિવાનની સુચના અનુસાર તે મલાડ આવતાં જ ટ્રેનનાં દરવાજે પહોંચી જાય છે. ટ્રેન થોભતાં ઝડપથી નીચે ઉતરી તે આસપાસ નજર દોડાવે છે. તે નિયાને કૉલ કરવા મોબાઈલ હાથમાં લે છે, ત્યાં જ વિવાન કૉલિંગ ફ્લેશ થાય છે. જે જોઈને એક ...Read More

11

શોધ પ્રતિશોધ.. - ભાગ 11

Part 11(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા સુધાની ઘરે નિયા સાથે પહોંચે છે. જ્યાં તે બંનેનો લાગણીશીલ સ્વભાવ જોઈ ખૂબ સુકૂન મળે છે. એ દરમિયાન વિવાન કોઈ પગરવ વિના જ લોપાનાં જીવનમાં પ્રવેશે છે. બંને બીજા દિવસે કાફે પર મળવાનું નક્કી કરે છે. હવે આગળ)આગલી રાતની મુસાફરીનો થાક અને ઉજાગરો, વરસાદ પછીનું ઠંડુ વાતાવરણ, ભારે નાસ્તો તેમજ વિવાન, સુધામાસી તથા નિયાની અચાનક મળેલી લાગણીઓથી શાંત થયેલ લોપાનો ઉદ્વેગ, બસ આટલું કાફી હતું. લોપાએ એક સરસ ઊંઘ ખેંચી લીધી.અચાનક ઝબકીને જાગી તો બાર વાગી ગયાં હતાં. લોપાએ તે જ્યાં લખતી હતી તે ગૃપનાં મેસેજ ચેક કર્યાં. જે પ્લેટફોર્મ પર તે ...Read More