બહારવટિયો કાળુભા

(11)
  • 9.4k
  • 4
  • 4.3k

ગુજરાત ભુમી બહારવટિયા, સતી, સુરાઓ, સંતો, મહાત્માઓ અને યુગ પુરુષ ની ધરતી તરીકે ઓળખાય છે. ગુજરાતના દરેક ગામડાઓની ધરતી વીરોની વાતોને પોતાના પેટમાં સંઘરીને બેઠી છે. ગુજરાત પ્રાંતમાં ઘણા જ બહારવટિયાઓ થઈ ગયા, તેમાંનો એક બહારવટિયો એટલે "કાળુભા" બારડી વિસ્તારમાં આવેલ મોવાણ નામના ગામે એક લોહાણા શેઠને ત્યાં મજૂરી કરતો માણસ, જેણે સરકારની સામે બહારવટુ માંડ્યું હતું. કાળુભાઈ નું બારવટુ બારાડી, સોરઠ, હાલર, કાઠીયાવાડ વગેરે વિસ્તારમાં જાણીતું હતું. કચ્છના કોઈ ગામડેથી ભાગીને આવેલ એ કાળુભા બારાડીમા આશરો લે છે. ઘણા વર્ષો સુધી લોહાણા શેઠને ત્યાં ગોડાઉનમાં માલ ઉતારવા ચડાવવાનું કામ કરતો રહ્યો.

Full Novel

1

બહારવટિયો કાળુભા - 1

પ્રસ્તાવના, ગુજરાત ભુમી બહારવટિયા, સતી, સુરાઓ, સંતો, મહાત્માઓ અને યુગ પુરુષ ની ધરતી તરીકે ઓળખાય છે. ગુજરાતના દરેક ગામડાઓની વીરોની વાતોને પોતાના પેટમાં સંઘરીને બેઠી છે. ગુજરાત પ્રાંતમાં ઘણા જ બહારવટિયાઓ થઈ ગયા, તેમાંનો એક બહારવટિયો એટલે "કાળુભા"બારડી વિસ્તારમાં આવેલ મોવાણ નામના ગામે એક લોહાણા શેઠને ત્યાં મજૂરી કરતો માણસ, જેણે સરકારની સામે બહારવટુ માંડ્યું હતું. કાળુભાઈ નું બારવટુ બારાડી, સોરઠ, હાલર, કાઠીયાવાડ વગેરે વિસ્તારમાં જાણીતું હતું. કચ્છના કોઈ ગામડેથી ભાગીને આવેલ એ કાળુભા બારાડીમા આશરો લે છે. ઘણા વર્ષો સુધી લોહાણા શેઠને ત્યાં ગોડાઉનમાં માલ ઉતારવા ચડાવવાનું કામ કરતો રહ્યો. પણ...અચાનક કંઇક એવું થયું કે કાળુ મજૂર મટીને ...Read More

2

બહારવટિયો કાળુભા - 2

બહારવટિયો કાળુભા પ્રકરણ_૨મામદ પસાયતાને જોતાંજ કોન્સ્ટેબલ પોતાની બેઠક પરથી ઊભો થઈ ગયો અને મામદ સામે જોતા બોલ્યો.આવો... આવો.. પસાયતા.આટલી ધમણની માફક શ્વાસ ભરતાં તે બોલ્યો," મારે ફોજદાર સાબનું કામ છે."કોન્સ્ટેબલ પોતાની બંદૂકને ખંભે ભરાવતા મામદ પસાયતાની એકદમ બાજુમાં ગયો અને ધીમેથી બોલ્યો કોઈ બહારવટિયાની ખબર દેવાની છે? મામદ પસાયતે કોન્સ્ટેબલની આંખો માં જોયું અને હા માં માથુ હલાવ્યું, કોન્સ્ટેબલે નિખાલસ ભાવે અને બેફિકરાઈથી કહ્યું, મને કહીદો શું બાતમી આપવાની છે? આમ પણ અડધી રાતે ફોજદાર સાબને થોડા હેરાન કરાઈ. પણ... સાબ આ વાત ફક્ત ફોજદાર સાહેબ ને કહેવાની છે! મોટી મહેરબાની થાહે સાબ, જો મને ફોજદાર સાબ સુધી પહોંચાડો ...Read More

3

બહારવટિયો કાળુભા - 3

બહારવટિયો કાળુભા પ્રકરણ_૩ફોજદાર સાબ ભડાકથી ઊભા થઈ ગયા. " કોઈ નથી " મામદે ફોજદારને સાંત્વન આપ્યું. ચિંતાની કોઈ વાત એ જોવું જરૂરી છે! મોવાણમાં કોઇ બહારવટિયાની " જાહા ચીઠ્ઠી" આવી છે કે?નાં, સાબતો, તમે ક્યાં બહારવટિયાની બાતમી આપવા આવ્યા છો.?મામદ પસાયતાના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો." કા.... કાળુ... કાળુભાની."ફોજદાર એકદમથી ચોકી ઉઠતાં ઉભોજ થઈ ગયો. મામદના શબ્દો ફોજદારનાં કાનમાં બંદૂકની ગોળી જેવા લાગ્યા. તે સ્તબ્ધતા પૂર્વક મામદની સામે જોઈ રહ્યો, હવામાં જાણે વીજળીનો ધડાકો થયો હોય તેવી અસર મામદના શબ્દોથી પેદા થઈ. " બહારવટિયો કાળુભા" ફોજદારે ધ્યાનથી મામદની સામે જોયું તમને ખાતરી છે?"મામદને મનમાં ગુસ્સો આવી ગયો. તે સમસમીને બેસી ...Read More