મારો શું વાંક ?.

(8)
  • 8.9k
  • 2
  • 4.2k

કેમ છો મિત્રો મજામાં ને ... હું આજે સમાજની એક એવી કડવી વાત લઈને આવી છું કે જો તે સમાજની બાબત હોય તો સૌ કોઈ ટીકા કરે પણ પણ પોતાના ઘરમાં તે બાબતને કોઈ અપનાવતું નથી ... એવી જ વાત છે મારા પાડોશમાં રહેતી મારી એક સહેલી કનિકાની... તે ખૂબ જ હોશિયાર તેમ જ મેડિકલ સ્ટુડન્ટ હતી. તેને બીએસસી એમએસસી કર્યું.. હવે આગળ તે પીએચડી કરવાનું વિચારી રહી હતી... છેલ્લા ઘણા સમયથી કનિકા આદિત્ય નામના એક છોકરાના પ્રેમમાં હતી .. જોકે બન્ને જણ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પણ તેમના પરિવાર આ સંબંધ માટે રાજી ન હતા.. તેથી અચાનક તે લોકો એ ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા... હવે આદિત્યનો પરિવાર આ સંબંધ માટે રાજી ના હતો. પણ પોતાના સંતાનની ખુશી આગળ તેનો પરિવાર થોડો મજબૂર થઈ ગયો.

Full Novel

1

મારો શું વાંક ? - ભાગ 1

કેમ છો મિત્રો મજામાં ને ...હું આજે સમાજની એક એવી કડવી વાત લઈને આવી છું કે જો તે સમાજની હોય તો સૌ કોઈ ટીકા કરે પણ પણ પોતાના ઘરમાં તે બાબતને કોઈ અપનાવતું નથી ...એવી જ વાત છે મારા પાડોશમાં રહેતી મારી એક સહેલી કનિકાની...તે ખૂબ જ હોશિયાર તેમ જ મેડિકલ સ્ટુડન્ટ હતી. તેને બીએસસી એમએસસી કર્યું.. હવે આગળ તે પીએચડી કરવાનું વિચારી રહી હતી... છેલ્લા ઘણા સમયથી કનિકા આદિત્ય નામના એક છોકરાના પ્રેમમાં હતી .. જોકે બન્ને જણ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.પણ તેમના પરિવાર આ સંબંધ માટે રાજી ન હતા..તેથી અચાનક તે લોક ...Read More

2

મારો શું વાંક ? - ભાગ 2

મિત્રો આપ સહુએ આગળના ભાગમાં વાંચ્યું કે કનિકા હોટેલમાં પોતાની મેરેજ એનિવર્સરી આદિત્ય સાથેકપલ ડાન્સ કરતા કરતા બેભાન થઈ છે...આદિત્ય અચાનક જ ગભરાઇને કનિ કનિ કરીને બૂમો પાડવા માગે છે.. પણ કનિકાના તરફથી કોઈ પ્રતિક્રિયા ન જણાતા આદિત્ય કનિકાને ઉઠાવીને હોસ્પિટલ લઈ જાય છે.. ડોક્ટર કનિકાનું ચેક અપ કરતા હોય છે, અને એક તરફ આદિત્ય ખૂબ ચિંતામાં હોય છે તે વિચારવા લાગે છે કે અચાનક જ કનિને શું થઈ ગયું હશે.?શું તેને drinkના કારણે આમ થયું હશે ?પણ કનિ એ બે-ચાર ઘૂંટ જ પીધા હતા શું એટલામાં તબિયત બગડી શકે ? એટલામા ...Read More

3

મારો શું વાંક ? - ભાગ3

{ આગળના ભાગમાં આપે વાંચ્યું વેદિકાની ગોદ ભરાઈના પ્રસંગમાં અચાનક કોઈ છોકરી આવી ચડે છે જે કહી રહી હોય વેદિકા ભાભીની ગોદ ભરાઈ કનિકા ભાભી જ કરશે.હવે વાંચો આગળ.... }ઘરના બધા જ તેમજ મહેમાનો પણ પાછળ ફરીને જોવે છે તો કનિકાની નળંદ કાવ્યા આવી ગઈ હોય છે. કનિકાની સાસુ કાવ્યાને જોઈને કહે છે .મમ્મી : કાવ્યા તું બેટા અચાનક કઈ રીતે આવી ? ના કોઈ સમાચાર ના કોઈ ફોન અચાનક જ..?કાવ્યા : મમ્મી હું તો તમને લોકોને અચાનક અાવીને સરપ્રાઈઝ આપવા માગતી હતી. પણ અહીંયા આવીને જોવું છું તો હું પોતે જ સરપ્રાઈઝ થઈ ગઈ. કનિકા કાવ્યાને કહી રહી ...Read More