એક હતી સંધ્યા

(435)
  • 36k
  • 41
  • 15.1k

પ્રકરણ- 3 હું બાળકી મટી યુવતી બની રહી હતી મારી સામે જે સ્ત્રી બેઠી હતી તે એક HIV પોઝિટિવ હતી, તેના ભૂતકાળમાં સેક્સ એડિક્ટ હતી, અને ખુદ પીડિત પણ હતી. જીવવા માટે તેના પાસે લાંબો સમય ના હતો. છતા મારી સાથે નોર્મલ બિહેવ કરી રહી હતી જયારે હકીકતમાં એ નોર્મલ તો ક્યારે પણ હતી જ નહિ! પણ તેનું વ્યક્તિત્વ જાજરમાન હતું. જો તેણે તેના જીવનને યોગ્ય દિશા આપી હોત તો બનવાજોગ છે કે તે એવા પદ પર પહોંચી આપણા જેવા સામાન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હોત! આ હું એટલા માટે કહું છું કે મે તેના વિચાર, વાણી, વર્તનને આ ચાર

Full Novel

1

એક હતી સંધ્યા - 3

પ્રકરણ- 3 હું બાળકી મટી યુવતી બની રહી હતી મારી સામે જે સ્ત્રી બેઠી હતી તે એક HIV હતી, તેના ભૂતકાળમાં સેક્સ એડિક્ટ હતી, અને ખુદ પીડિત પણ હતી. જીવવા માટે તેના પાસે લાંબો સમય ના હતો. છતા મારી સાથે નોર્મલ બિહેવ કરી રહી હતી જયારે હકીકતમાં એ નોર્મલ તો ક્યારે પણ હતી જ નહિ! પણ તેનું વ્યક્તિત્વ જાજરમાન હતું. જો તેણે તેના જીવનને યોગ્ય દિશા આપી હોત તો બનવાજોગ છે કે તે એવા પદ પર પહોંચી આપણા જેવા સામાન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હોત! આ હું એટલા માટે કહું છું કે મે તેના વિચાર, વાણી, વર્તનને આ ચાર ...Read More

2

એક હતી સંધ્યા.

(સત્ય ઘટના પર આધારિત) અહીં જે ઘટનાનું વર્ણન છે તેને વાંચતા કદાચ વાચકની આંખ શરમથી ઝુકી જશે એવા શબ્દપ્રયોગ કરવા પડ્યા છે કદાચ વાચક આ સ્ટોરીને વિકૃતિનું આલેખન પણ માની બેસે, પરંતુ આ સ્ટોરીને પ્રામાણિક રહેવા મારે ના છૂટકે નિમ્ન પ્રકારના શબ્દપ્રયોગ કરવા પડ્યા છે જે માટે હું અગાઉથી જ વાચક સમક્ષ માફી ચાહું છું. શહાદત હસન મંટોના શબ્દોમાં કહું તો 'હું કોણ આ સભ્ય સમાજને વાઘા પહેરાવવાવાળો જે પહેલાથીજ નગ્ન છે.' આ સ્ટોરીના કેન્દ્રમાં જે વ્યક્તિ છે અથવા કહુતો જે આ સ્ટોરીનું આધારબિંદુ છે તે આજે હયાત નથી. એઈડ્સની બીમારી સામે લાંબો સમય ઝઝૂમી તેણીએ હાલમાંજ આ ફાની ...Read More

3

એક હતી સંધ્યા - 2

પ્રકરણ-2 એક વેશ્યાથી પણ હું તુચ્છ હતી રાત્રીના એક વાગી ચુક્યો હતો. હમીરસરના કાંઠે બેન્ચ પર હું અને મારો મિત્ર શૌનક બેઠા હતા. રાત્રીના હમીરસર તળાવનું પાણી શાંત થઈ ગયું હતું, ભુજ શહેર પણ શાંત પડી ગયું હતું, અશાંત હતું તો બસ મારું મન. તળાવમાંથી આવતી પવનની લહેરખીઓ ઠંડીમાં વધારો કરતી હતી. દિવસભરતો હમીરસર કાંઠે માણસોનો મેળાવડો જામ્યો હોય, સામેજ મ્યુઝિયમમાં પણ પ્રવાસીઓની ખાસ્સી ચહલ-પહલ રહેતી હોય પણ રાત્રે તો અહીં સ્મશાનવત શાંતિ છવાઈ જતી. શૌનકના માતા-પિતા નહતા તેમજ મારી જેમ સીંગલ હોય ઘરે તેની મોડીરાત સુધી રાહ જોવાવાળું કોઈ જ નહતું. અને હું પણ મારા પરિવારથી દૂર ...Read More

4

એક હતી સંધ્યા - 4

પ્રકરણ- 4 હું મારી ખૂદની જ કેદમાં જકડાઈ હું સંધ્યાબેનને સાંભળી રહ્યો હતો. જયારે તેણે પોતાની વાત શરુ કરી મેં ધાર્યું હતું કે તેની સાથે બાળવયમાં જે પ્રકારે શારીરિક છેડછાડ થઇ તેનું પરિણામ કરૂણ આવ્યું હશે. પણ મારી ધારણા ઠગારી નીવડી, તેમની આપવીતીમાં મને હજુ સુધી કરૂણરસ ના જણાયો, ઉલ્ટાનું તેના અંકલ દ્વારા થઇ રહેલા અડપલાં ખુદ તેઓને પસંદ હતા. હું તેમના સારા કે ખરાબ કેરેક્ટરને જજ નથી કરતો કેમકે તેમની વય જ એટલી ના હતી કે સારા-નસરાનું તેમને ભાન હોય. સંધ્યાબેન ની વાત આગળ ચલાવું છું. રાકેશ અંકલની હરકતો મને ગમવા લાગી. હું તેઓને લગભગ પ્રેમ જ કરવા ...Read More

5

એક હતી સંધ્યા - 5

પ્રકરણ- ૫ હું,આકાશ અને શિમલા વર્ષ ૧૯૯૦, ૩૧ ડિસેમ્બરની રાત જયારે આખી દુનિયા નવા વર્ષને વધાવવા થનગનતી હતી ત્યારે અને આકાશ દુનિયાને ભૂલી એકબીજામાં સમાવવા, એકબીજાને પામવા મથી રહ્યા હતા. છેવટે બે શરીર એક થઇ ગયા. શિમલાની આ ઠંડી રાત મારા જીવનમાં નવો અહેસાસ લઇ આવી. શિમલામાં સ્નોફોલ ચાલી રહ્યો હતો કાતિલ ઠંડીથી બચવા એકબીજાના શરીરની ગરમી સિવાય અમારા પાસે કોઈજ વિકલ્પ રહ્યો ના હતો. બધુંજ જાણે કોઈ ફિલ્મની વાર્તા જેવું ઘટી ગયું. નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટી ચાલી રહી હતી. માઉન્ટેન પર વસેલા શિમલા શહેરમાં ફાઈવસ્ટાર કહી શકાય તેવી કોઈજ હોટેલ ના ...Read More

6

એક હતી સંધ્યા - 6

પ્રકરણ- ૬ પરિવારથી હું તરછોડાઈ વર્ષોબાદ ફરી એવીજ સાંજ આવી જયારે મારો પૂરો પરિવાર મારા કારણે શરમ અનુભવી રહ્યો કઢંગી હાલતમાં એક યુવાન સાથે હું હોટેલમાંથી પકડાઈ જતા શહેરભરમાં મારી બદનામી થઇ ચુકી. કદાચ પપ્પા હવે જીવનભર ગર્વભેર નહિ રહી શકે એવું મને પ્રતીત થઇ રહ્યું હતું. મમ્મી-પપ્પા, શ્રુતિ સૌના મોં બંધ હતા, ઘણું જ કહેવું હતું છતાં કોઈ કશું બોલી રહ્યા ના હતા. પપ્પાના ચહેરા પર મેં ફરી એ જ લાચારી જોઈ જે વર્ષો પહેલા રાકેશ અંકલના બનાવ વખતે જોવા મળી હતી. મમ્મીના ચહેરા પર ગુસ્સો હતો તો શ્રુતિની આંખોમાં મારા પ્રત્યે ...Read More

7

એક હતી સંધ્યા - 7

પ્રકરણ-7 નવા જીવનની શરૂઆત મારું નશીબ મારા સાથે કેવી-કેવી રમત રમી રહ્યું હતું ! મેં સ્વપ્નમાં નહોતું વિચાર્યું કે બહેનનો પતિ મારા પ્રેમમાં પાગલ બની જશે. જે દિવસે વિશ્વાસે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે મારે એક નિર્ણય લેવાનો હતો. મારા કારણે મારા પરિવારે પહેલાથી જ ઘણું દુઃખ ભોગવ્યું હતું, હું વધુ તેઓને દૂખી કરવા નહોતી માંગતી. મને એ પણ ખ્યાલ હતો કે વિશ્વાસ જેવો જીવનસાથી મને હવે આ જન્મારામાં તો નહિ જ મળે. પરંતુ મારી બહેનની ખુશીઓ ચગદોળી મારે મારા સ્વપ્નના મહેલો નહોતા બનાવવા. એ દિવસે મેં એક નિર્ણય કર્યો. રાત્રીના ...Read More

8

એક હતી સંધ્યા - 8

પ્રકરણ- ૮ હું એચઆઈવીગ્રસ્ત બની મારા જીવનમાં અનેક પુરુષો આવી ચાલ્યા ગયા અનેકોના નામ કે ચહેરા પણ યાદ નથી. પુરુષો સાથે સેક્સ માણ્યા બાદ મને ક્યારે પણ ખરાબ નથી લાગ્યું, ક્યારે પણ ગ્લાનિ નથી અનુભવી. પરંતુ યશ સાથેના સબંધો મારા મનને ડંખતા હતા. કામાવેગમાં મેં અને તેણે શરીર સુખ ભોગવ્યું પરંતુ રહી રહી મારું મન મને ધિક્કારવા લાગ્યું. યશ માત્ર ૧૪ વર્ષનો છોકરો હતો. તેની સાથે સેક્સ માણી મેં નૈતિક અપરાધ કર્યાની લાગણી મને ઘેરી વળી. આ વયના બાળકોને સેક્સનું જ્ઞાન પણ ના હોય તેવી ઉંમરમાં મેં તેણે મારું શરીર આપ્યું. અને આ કોઈ એક વખતની વાત ...Read More

9

એક હતી સંધ્યા - 9

પ્રકરણ- 9 આથમતી સંધ્યા એ દિવસે હું સંધ્યાબેનને મળી મારા રૂમ પર આવ્યો. મારા જીવનનો એક અલગજ પ્રકારનો રોચક પણ સાથે લઇ આવ્યો. પહેલા પણ હું એઇડ્સના દર્દીઓને મળેલો હતો પરંતુ તેઓના જીવનને ક્યારે પણ મેં આટલી નજીકથી જાણ્યું કે સમજ્યું ના હતું. દુનિયાના રંગમંચ પર આપણી આસપાસ અનેક પાત્રો જીવતા હોય છે પરંતુ આપણે કદી કોઈના જીવનમાં ડોકિયું કરતા નથી. એટલો સમય પણ હોતો નથી કારણ સૌ પોત-પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે, અન્યની તકલીફ કે પીડા સમજવાનો આપણી પાસે સમય જ ક્યાં છે? મારે સંધ્યાબેનની સ્ટોરી ન્યૂઝ પેપરમાં લખવાની તો ...Read More