કોણ હતી એ ?

(29)
  • 35.8k
  • 8
  • 20.9k

( એક હોરર સીરીઝ ની સફળતા બાદ ફરી એક લાંબા અંતરાલ બાદ એક નવી હોરર વાર્તા લખવાની કોશિશ કરી છે. આશા છે કે " ભૂતિયો બગીચો " ની જેમ આ વાર્તા ને પણ પ્રેમ ને પ્રતિસાદ મળશે. રાત નો ભયાનક સન્નાટો ને હાડકા ધ્રુજાવી નાખે એવી ટાઢ, દૂર થી તમરા નો અવાજ, ભેંકાર રસ્તો અને એ રસ્તા પર બાઈક લઈ ને સ્પીડ માં જતા મયંક અને રવિરાજ. અમદાવાદ થી નડિયાદ ના રસ્તે જતા બંને, જલ્દી ઘર પોહોંચવાની ઉતાવળ માં પૂર જડપે બાઈક મારતા જતા હતા. કાતિલ ઠંડી એવી હતી કે આખા ઢંકાયેલા બંને ધ્રુજતા હતા. ને એમાં બાઈક ની સ્પીડ ને ઠંડો પવન બંને ને પછતાવો કરવા પર મજબૂર કરતા હતા. " સાલું, ખોટું અત્યારે નીકળ્યા, સવારે નીકળ્યા હોત તો સારું હતું. " બંને ના મન માં એક જ વિચાર હતો.

Full Novel

1

કોણ હતી એ ? - 1

( એક હોરર સીરીઝ ની સફળતા બાદ ફરી એક લાંબા અંતરાલ બાદ એક નવી હોરર વાર્તા લખવાની કોશિશ કરી આશા છે કે " ભૂતિયો બગીચો " ની જેમ આ વાર્તા ને પણ પ્રેમ ને પ્રતિસાદ મળશે.રાત નો ભયાનક સન્નાટો ને હાડકા ધ્રુજાવી નાખે એવી ટાઢ, દૂર થી તમરા નો અવાજ, ભેંકાર રસ્તો અને એ રસ્તા પર બાઈક લઈ ને સ્પીડ માં જતા મયંક અને રવિરાજ.અમદાવાદ થી નડિયાદ ના રસ્તે જતા બંને, જલ્દી ઘર પોહોંચવાની ઉતાવળ માં પૂર જડપે બાઈક મારતા જતા હતા. કાતિલ ઠંડી એવી હતી કે આખા ઢંકાયેલા બંને ધ્રુજતા હતા. ને એમાં બાઈક ની સ્પીડ ને ઠંડો ...Read More

2

કોણ હતી એ ? - 2

( ગયા ભાગ માં આપણે જોયું કે, રવિ અને મયંક ને એક છોકરી રસ્તા માં મળે છે અને તે ને લિફ્ટ આપે છે.... હવે આગળ ) " તમે ક્યાં જોબ કરો છો? " રવિ એ પૂછ્યું. રવિ ને તો વાત કરવી હતી પણ રવિ નો ધીમો અવાજ તે છોકરી ને સંભળાતો ન હતો. રવિ એ બાઈક ઉભી રાખી અને મયંક ને કહ્યું, " તું ચલાવી લે ને બાઈક મારા હાથ ઠરી ગયા. " મયંક એ બાઈક નું હેન્ડલ સંભાળ્યું. રવિ પાછળ બેસી ગયો. " તો ક્યાં નૌકરી કરો છો તમે ? " રવિ એ પૂછ્યું. " અહીંયા એસ.જી હાઇવે ...Read More

3

કોણ હતી એ ? - 3

( નમસ્કાર, આશા છે કે તમને આ વાર્તા ની શરૂઆત ગમી હશે. આ વાર્તા માં મે રોમાંચ,હોરર, અને મિસ્ટ્રી સમન્વય કરવાની કોશિશ કરી છે. પાછલી મારી વાર્તા જે પ્રકરણ માં હતી તેનાથી થોડી અલગ વાર્તા લખવાનો વિચાર કર્યો. મારી આ વાર્તા ના તમામ પાત્રો સંપૂર્ણ પણે કાલ્પનિક છે. જેનું અસલ જીવન થી કોઈ જ લેવા દેવા નથી. આ પાત્રો તરીકે પ્રસિદ્ધ થયેલા નામ સાથે પણ અસલી જિંદગી ને કોઈ લેવા દેવા નથી. જેની ખાતરી હું પહેલા જ કરી દેવા માંગું છું. પાછલી મારી વાર્તા ને સારો પ્રતિસાદ મળ્યો. વિચાર્યું નતું કે આગળ કોઈ નવી વાર્તા લખીશ, પણ બધાના પ્રોત્સાહન ...Read More

4

કોણ હતી એ ? - 4

( આગળ જોયું કે રવિ ને એક ચિઠ્ઠી મળે છે. અને એક એક્સિડન્ટ ના ન્યૂઝ માં સંજના ની મોત ખબર મળે છે. હવે જોઈએ શુ રાઝ છે .... ) " હું કહેતો હતો તને. આમ રાત ના કોઈ ને લિફ્ટ ના અપાય. કોણ હોય,શું હોય, એય હાઇવે પર, પણ તું છોકરી જોઈ નથી ને બધું ભૂલી જાય છે. હવે ફસાયા ને બંને." મયંક ને ગુસ્સો આવતા રવિ પર ખિજાઈ રહ્યો હતો. " આ છોકરી મરી ગઈ છે. તો રાતે એ આપણી સાથે કેવી રીતે આવી? ક્યાંક એ આપણે ને મળ્યા પછી પણ મરી ગઈ હોય!!! આપણી સાથે તો તે ...Read More

5

કોણ હતી એ ? - 5

( પાછળ જોયું કે રવિ એ લોહી ની ઉલ્ટી કરી છે. અરીસા માં કોઈ ની આકૃતિ દેખાય છે. હવે ) રવિ ની તબિયત બગડતી જતી હતી. લોહી ની ઉલ્ટી કરી કરી તેનું શરીર સાવ ફિકુ પડી ગયું હતું. મયંક ચિંતા માં આવી ગયો હતો. તેણે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી આ ગુત્થી સુલજાવી જ પડશે. નહિ તો ક્યાંક રવિ નો જીવ જોખમ માં મુકાઈ જશે. રવિ અત્યારે સૂતો હતો. રાત જેમ તેમ વીતી હતી. સવારનો ૧૧ નો સમય થયો હતો. અચાનક રવિ એ આંખ ખોલી અને એકધારું જોઈ રહ્યો. મયંક એ જોયું કે રવિ જાગ્યો છે. ...Read More

6

કોણ હતી એ ? - 6

( રવિ અને મયંક ને સંજના વિશે માહિતી મળે છે.... હવે આગળ ) રવિ અને મયંક નડિયાદ બસ સ્ટેન્ડ આવીને ઊભા રહી જાય છે. મયંક એના મોબાઈલ માં એડ્રેસ વાંચે છે. ૪, સંતરામ સોસાયટી, બસ સ્ટેન્ડ પાસે, નડિયાદ. મયંક ગૂગલ મેપ માં સંતરામ સોસાયટી સર્ચ કરે છે. બંને ઘર શોધતા શોધતા સંતરામ સોસાયટી પોહોંચે છે. ૪, નંબર ના ઘર પાસે જઈ બાઈક ઊભી રાખે છે. બંગલો બંધ દેખાઈ રહ્યો હતો. આગળ એક મોટો જાંપો હતો. રવિ અને મયંક અંદર દાખલ થયા. જાંપો ખુલ્લો હતો. અંદર દાખલ થઈ મયંક એ બેલ વગાડી. કોઈ એ દરવાજો ખોલ્યો નહિ. મયંક એ ફરી ...Read More

7

કોણ હતી એ ? - 7

( મયંક અને રવિ રહસ્ય નો પર્દાફાશ કરવા મથે છે. સંજના ના ઘર ના એડ્રેસ પર બીજું કોઈ નીકળે રવિ અને મયંક ને સીસીટીવી માં કોઈ બીજું વ્યક્તિ નજરે ચડે છે. બન્ને ઇન્સ્પેક્ટર અવિનાશ ની મદદ લેવાનું વિચારી રહ્યા છે ) રવિ ની અંદર ફરી આત્મા એ પ્રવેશ કર્યો હોવાથી રવિ નું શરીર દુઃખતું હતું. સવારે રવિ પથારી માં પીડા માં પડ્યો હતો. મયંક તેના માટે ચા લઈને આવે છે. મયંક તેને રાત ની વાત જણાવે છે. અને એ પણ જણાવે છે કે તે આત્મા તેના માટે જ આવી છે. અને તે ટેને મારી નાખવા પર તુલી છે. ' ...Read More

8

કોણ હતી એ ? - 8

( આગળ વાંચ્યું કે અવ્યુક્ત ના ઘરે, ઇન્સ્પેક્ટર અવિનાશ પોહોચે છે. અવ્યુક્ત, રાહી વિશે વાત કરે છે ... હવે રાઝ......) રવિ અને મયંક ઘરે હતા. રવિ ની તબિયત બગડતી જતી હતી. રોજ રાતે તે અસહ્ય પીડા થી બૂમો પાડતો હતો. પોલીસ સ્ટેશન ગયે તેમને બે દિવસ થઈ ચૂક્યા હતા. મયંક રવિ ની હાલત જોઈ ચિંતા માં આવી ગયો હતો. પણ તેને એક આશા પણ હતી, અને એક નિશ્ચય પણ હતો કે તે તેના મિત્ર ને કઈ નહિ થવા દે. મયંક ને થયું કે ઘણી શોધખોળ તો ઇન્સ્પેક્ટર અવિનાશ કરી જ લેશે. કદાચ એ પણ ખબર પડી જશે કે ન્યૂઝ ...Read More

9

કોણ હતી એ ? - 9

( રાહી ને ઇન્સ્પેક્ટર અવિનાશ એ અવ્યુક્ત ના ઘરે જ બેસાડી ઇનવેસ્તિગેશન ચાલુ કરી દીધી હતી. મયંક અને વિવેક આત્મા ને બોલવા ની જોર શોર માં તૈયારી કરી રહ્યા હતા. ) વિવેક એ કેવો મંત્રોચ્ચાર ચાલુ કર્યો કે એકદમ નીરવ શાંતિ રૂમ માં પ્રસરી ગઈ. હવન ચાલુ હોવા છતાં પણ વિવેક અને મયંક ને ઠંડી નો અનુભવ થઈ રહ્યો હતો. રવિ બેડ પર ઘસઘસાટ ઊંઘતો હતો. વિવેક એ મંત્રોચ્ચાર ચાલુ રાખ્યો. અચાનક રૂમ ની બધી વસ્તુઓ આમ તેમ ફંગોળાવા લાગી. અમુક વસ્તુ મયંક અને વિવેક ને વાગી, પણ બંને સહન કરવામાં સમર્થ હતા. અચાનક અંદર થી રવિ ની ચીસ ...Read More

10

કોણ હતી એ ? - 10 ( અંતિમ )

( સંજના ની મોત, તથા આત્માનો રાઝ ખુલી ચૂક્યો છે, પણ હજી તે ખબર નથી પડી કે જૈવલ શાહ શું કામ રહી જોડે મળી આ બધું કર્યું. અને દેવાંશી એ સંજના નું રૂપ લઈ મુલાકાત કેમ કરી. વાંચીએ આ અંતિમ ભાગમાં ) મયંક, રવિ અને વિવેક તથા ઇન્સ્પેક્ટર અવિનાશ કોન્સ્ટેબલ અને અવ્યુક્ત સાથે રાહી બધાનો જમાવડો અવ્યુક્ત ના ઘરે હતો. મુંબઈની બોરીવલી પોલીસનો ઇન્સ્પેક્ટર અવિનાશ પર કોલ આવ્યો કે તેમણે જૈવલ શાહ ને પકડી લીધો છે. જૈવલ શાહ તો આ બધાથી બેખબર ઘરમાં સૂતો હતો અને પોલીસે રેડ પડી તેને દબોચી લીધો. ઇન્સ્પેક્ટર અવિનાશ એ બોરીવલી પોલીસને વિનંતી કરી ...Read More