તો શું થયું કે...

(7)
  • 5k
  • 0
  • 2.3k

તો શું થયું કે કોઈ સવારે સવાર ન થયું? તો શું થયું કે રાતનું સ્વપ્ન યાદગાર ન થયું?’ અચલા રીક્ષામાં ગોઠવાઈ. રેડીયોમાં ધીમા સ્વરે રેલાતા ગીતના શબ્દોને અચલા આંખો બંધ કરી માણી રહી હતી. ‘પ્લીઝ, થોડું વોલ્યુમ વધારાજોને.’ રીક્ષાચાલકે અચરજ સાથે વોલ્યુમ થોડું વધાર્યું, પણ જુના હિન્દી ગીતોની શોખીન અચલાને હજુ ધીમું સંભળાઈ રહ્યું હોવાથી ખચકાટ સાથે કહ્યું, ‘મને જુના ગીતો ખૂબ ગમે છે એટલે તમને... પ્લીઝ, હજુ થોડુંક...’ આ વખતે કોઇપણ જાતના હિચકિચાટ વિના રીક્ષા ચાલકે વોલ્યુમ વધાર્યું. અચલા મનમાં જ ગીતોના શબ્દો ગણગણવા લાગી.

1

તો શું થયું કે... - ભાગ 1

‘તો શું થયું કે કોઈ સવારે સવાર ન થયું? તો શું થયું કે રાતનું સ્વપ્ન યાદગાર ન થયું?’ અચલા ગોઠવાઈ. રેડીયોમાં ધીમા સ્વરે રેલાતા ગીતના શબ્દોને અચલા આંખો બંધ કરી માણી રહી હતી. ‘પ્લીઝ, થોડું વોલ્યુમ વધારાજોને.’ રીક્ષાચાલકે અચરજ સાથે વોલ્યુમ થોડું વધાર્યું, પણ જુના હિન્દી ગીતોની શોખીન અચલાને હજુ ધીમું સંભળાઈ રહ્યું હોવાથી ખચકાટ સાથે કહ્યું, ‘મને જુના ગીતો ખૂબ ગમે છે એટલે તમને... પ્લીઝ, હજુ થોડુંક...’ આ વખતે કોઇપણ જાતના હિચકિચાટ વિના રીક્ષા ચાલકે વોલ્યુમ વધાર્યું. અચલા મનમાં જ ગીતોના શબ્દો ગણગણવા લાગી. એક નવું ગીત શરૂ થયું. “તેરા સાથ હૈ તો મુઝે ક્યાં કમી હૈ અંધેરો ...Read More

2

તો શું થયું કે... - ભાગ 2

‘તો શું થયું કે કોઈ સવારે સવાર ન થયું? તો શું થયું કે રાતનું સ્વપ્ન યાદગાર ન થયું?’ (ભાગ 2) માબાપને જાણ થઈ અને કોલમાં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, ‘તે જાતે જ તારી જિંદગીનો મહત્વપૂર્ણ નિર્ણય લઇ લીધો છે તો સાથે એ પણ નિર્ણય લઇ લેજે કે પિયરનો ઉંબરો ક્યારેય નહી ચડું. એટલું જ નહી તારો અને અમારો નાતો પણ અહિયાં પૂરો. તું અમારા માટે મરી ગઈ...’ અચલાને તે સમયે પીડા તો થઇ, પણ અભયના પ્રેમમાં બધું વિસરી ગઈ. એકાદ વર્ષ તો હસીખુશીથી પસાર થઇ ગયું. થોડા મહિનામાં અચલાના સાસુએ આડકતરી રીતે દીકરા આગળ દાદી બનવાની ઈચ્છા વ્યક્ત ...Read More