ત્રિભેટે

(59)
  • 42.8k
  • 3
  • 19.6k

વાચક મિત્રો મારી ત્રણ ધારાવાહિક સથવારો... સફર અને પ્રેમનો વહેમ આપને ગમી. હવે લઈને આવી રહી છું એક નવી જ કથાવસ્તું સાથે નવી વાર્તા લઈને ત્રણ દોસ્ત અને એનાં જીવનનાં આરોહ અવરોહની કથા. નયન, સુમિત અને કવન નયનને એરપોર્ટ પર બહાર આવીને જોયું, એકપણ પરિચિત ચહેરો ન દેખાયો.એણે પોતાનાં ટોમ ફોર્ડનાં સનગ્લાસીસ કાઢીને આજુબાજુ નજર ફેરવી, પછી અર્નશો ની વૉચમાં જોયું બરાબર સમયસર જ પહોચ્યો હતો. એની આંખોમાં નિરાશા વધારે ઘેરી બની.એ માની નહોતો શકતો કે એનાં બંને જીગરી એને મળવા લેવાં નહોતાં આવ્યાં.એ આવવાનો છે એવી ખબર હોય ને લેવાં ન આવે... એ થોડીવાર ઉભો રહ્યો.પુરા સાત વર્ષે આ ધરતી પર પગ મુક્યો હતો. પહેલાં એ જ્યારે આવતો એની લક્ઝરી એની બ્રાન્ડ જોઈને લોકો અંજાઈ જતાં, આજે કોઈને એની સામે જોવાની ફુરસદ કે પરવાહ નહોતી.પહેલાં કદમે જ જાણે વતનની ધરતી બદલાઈ ગઈ.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

ત્રિભેટે - 1

વાચકમિત્રો મારી નવી નવલકથા ત્રીભેટે પ્રતિલિપિ પર પ્રકાશિત થાય છે એનું પહેલું પ્રકરણત્રિભેટે વાચક મિત્રો મારી ત્રણ ધારાવાહિક સથવારો...સફર પ્રેમનો વહેમ આપને ગમી. હવે લઈને આવી રહી છું એક નવી જ કથાવસ્તું સાથે નવી વાર્તા લઈનેત્રણ દોસ્ત અને એનાં જીવનનાં આરોહ અવરોહની કથા.નયન, સુમિત અને કવનનયનને એરપોર્ટ પર બહાર આવીને જોયું, એકપણ પરિચિત ચહેરો ન દેખાયો.એણે પોતાનાં ટોમ ફોર્ડનાં સનગ્લાસીસ કાઢીને આજુબાજુ નજર ફેરવી, પછી અર્નશો ની વૉચમાં જોયું બરાબર સમયસર જ પહોચ્યો હતો.એની આંખોમાં નિરાશા વધારે ઘેરી બની.એ માની નહોતો શકતો કે એનાં બંને જીગરી એને મળવા લેવાં નહોતાં આવ્યાં.એ આવવાનો છે એવી ખબર હોય ને લેવાં ન ...Read More

2

ત્રિભેટે - 2

પ્રકરણ 2કવન ફોન મુકતા બબડ્યો" જરૂર એકલો હોશે, આવવા દેની એટલી ચોપડાવાં, બોવ પૈહાનું અભિમાન ચડેલું તે...,," પ્રકૃતિ એ દોર્યું, આપણે વીડીયો બનાવતાં હતાં. પ્રકૃતિએ કેમેરા ઓન કર્યો અને એણે બોલવાનું ચાલું કર્યું." આ આંબાને ભેટ આંબો કહેવાય એ હું સૌરાષ્ટ્રથી લાવ્યો છુ..એની કેસર કેરી બહું મીઠી હોય..બે આંબા વચ્ચે પંદર ફુટનું અંતર...." એણે બધી માહિતી આપી.પીસ્તાલીસ મિનિટનો વીડીયો બનાવ્યો.કવન અને પ્રકૃતિ બંને વલસાડ પાસે પોતાનું મોટું ફાર્મહાઉસ ધરાવતાં હતાં અને ઓર્ગેનિક ફાર્મીગ કરતાં.બંને પર્યાવરણ પ્રેમીએ લાખોની સોફ્ટવેર જોબ છોડીને ઓર્ગેનિક ફાર્મીગ ચાલું કર્યું.પોતે શીખતાં અને સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર બીજાને શીખવતાં.એમનાં લાખો ફોલોઅર્સ એમનાં વીડીયો અને પ્રોડક્ટ્સની રાહ ...Read More

3

ત્રિભેટે - 4

પ્રકરણ 4વીસ વર્ષ પહેલાં**********************************વડોદરાની એમ .એસ યુનિવર્સિટીમાં ત્રિપુટીએ ઈન્જીન્યરીંગમાં એડમીશન લીધું કવનને એ જમાનામાં ટોપ ગણાતાં આઈ.ટી ફેકલ્ટીમાં , નયનને કોમ્પ્યુટરમાં અને સુમિતને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં જે લીસ્ટમાં થર્ડ હતી. આજ કારણે એ બંને એ પણ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં એડમિશન લીધું. પોતાના ગામ ગંગાપુર થી વલસાડની પ્રખ્યાત સ્કુલમાં ભણવા અને ઈન્જીન્યરીંગ માં એડમીશન લેવા વાળા પણ એ પ્રથમ.નયન બોલકો, પૈસાપાત્ર ખેડૂત પરિવારનું ફરજંદ , એની વાક્ચતુરાઈ આંજી નાખે તેવી.કવન શાંત , સૌમ્ય લાગણીશીલ , વાંકડીયા વાળ , માંજરી આંખો ..ગૌર રંગ.મિત્રો સાથે ખૂબ ખીલતો પણ નવાં મિત્રો બનાવવા અને લોકોમાં ભળવાનો ખચકાટ.સુમિત કસરતી બાંધાનો , દ્ઢ નિર્ણય શક્તિ વાળો, ...Read More

4

ત્રિભેટે - 5

પ્રકરણ 5અકસ્માતનાં કારણે દિશાનાં ગાલ પર આંખ નીચે એક ઉંડો ઘા થઈ ગયો, જેનું નિશાન રહી ગયું અને પગમાં ખોડ.નયનને ખાસ લાગ્યું નહોતું પરંતું દિશાની સંભાળમાં વ્યસ્ત એને પાછી મેથ્સમાં એટી કેટી મળી.દિશા કોલેજ આવતી થઈ એટલે એણે અભ્યાસમાં મન પરોવ્યું , એનાં બંને દોસ્ત ટોપર, કવનની મેથ્સમાં માસ્ટરી એટલે એ ત્રણ નયનનાં મેથ્સને મજબુત બનાવવામાં લાગી ગયાં.દિશાને મનમાં એવું લાગતું કે નયન ખોડનાં લીધે એની અવગણનાં કરે છે.એક જિંદાદીલ છોકરી નિરાશાની ગર્તામાંધકેલાઈ ગઈ એણે મિત્રો સાથે ભળવાનું ઓછું કરી દીધું.સુમિતને આ વાત ધયાનમાં આવી એણેએકાદવાર નયનને ટકોર કરી પરંતું અત્યારે એનું જનુન મેથ્સ હતું.બંને વચ્ચે વાતચીત સાવ ઓછી ...Read More

5

ત્રિભેટે - 3

પ્રકરણ 3કુલ્ફી ખાતાં ખાતાં સ્નેહા કંઈ પુછે તો એ હં...હા એમ જ જવાબ આપતો હતો.સ્નેહા એ પુછ્યું " કંઈ છો?""હં...ના ના. એ તો કાલે અમે કવન પાસે જવાનું...તો..." સુમિત થોડો અચકાયો એને એમ હતું સ્નેહા ગુસ્સે થશે..." ડોન્ટ વરી એ તો નયન આવવાનો મેસેજ આવ્યો ત્યારનું મે માની જ લીધું કે હવે રજા કેન્સલ..."સુમિતને ઉંઘ ન જ આવી એ સ્નેહાને ખલેલ ન પહોંચે એમ હળવેથી ઉઠીને બહાર આવ્યો.એણે પોતાનાં માટે કોફી બનાવી. પાછો ફોટો ચકાસ્યો આ...અજીબ સીમ્બોલ. ..કંઈક અગમ્ય ઈશારો કરતું હતું.અને નંબર પ્લેટનાં એ સ્પેશિયલ નંબર...નક્કી આ નયને કંઈ નવું કાંડ કર્યું હશે. એ કેટલાં કાંડ કરશે સાલ્લો...એણે ...Read More

6

ત્રિભેટે - 6

પ્રકરણ 6પછીનાં બે ત્રણ દિવસ હોસ્ટેલની રેકી કરવામાં ગયાં. આખા દિવસમાં કેટલાં કેટલાં બહારનાં માણસો આવે.એક કામ માટે એક માણસ આવે કે અલગ અલગ. જાણે પ્રોજેક્ટ હોય એમ કવને બધી માહિતી નોંધી..દુધવાળો :રોજ એ જ સવારેમાળી: સવાર સાંજ: અલગ અલગ .....આ બધામાં એનું ધ્યાન ગયું કે પ્લમ્બર અને ઇલેક્ટ્રીસીયન ની આ જુનાં બિલ્ડીંગમાં બહું જરૂર પડતી અને દર વખતે અલગ અલગ. બસ પછી શું એક ઇલેક્ટ્રીસીયન અને એક પ્લમ્બર સાથે એક આસિસ્ટન્ટ. છતાં એ ગયાં તો ચોકીદાર બીડી લેવાં જાય ત્યારે.પુછીને જાય અને ચોકીદાર મેડમને જગાડી પુછે તો. આ જો પકડાઈ તો કહેવાનાં બહાનાં હતાં.પછીની પંદર વીસ મિનિટમાં એ ...Read More

7

ત્રિભેટે - 7

કવનનું મોઢું ગુસ્સા અને નિરાશાથી લાલ થઈ ગયું.એ ઝડપી ચાલે હોસ્ટેલ તરફ ભાગ્યો..દિશાની વાત સાંભળી એનું મગજ ફાટતું હતું.સુમિત પાછળ દોરવાયો.કવને રૂમનો દરવાજો ખોલી ને ટેબલ પર બેઠેલાં નયનને એક તમાચો ઠોકી દીધો. નયન એમ જ બેસી રહ્યો એને ખ્યાલ હતો કે એનાં નિર્ણયની જાણ થશે એટલે એનાં મિત્રો નારાજ થશે." અમે તને નાનપણથી ઓળખીએ છતાં ઓળખવામાં થાપ ખાઈ ગયાં."...કવનની આંખમાંથી એક આસું સરી પડ્યું."આ માટે તું ત્રણ ચાર દિવસની ગામ ગયો તો શું કાકા કાઢીને દિશા વીશે ખબર છે? આ હું કરવાનો ? તને કંઈ ભાન છે" સુમિતનો ગુસ્સો પણ ઉભરાયો. કવને જ્યારે એમ કીધું કે તું ઈર્ષ્યામાં ...Read More

8

ત્રિભેટે - 8

પ્રકરણ 8એ ધડાકો એ પાંચ લોકોનાં દિલમાં ગુંજતો રહ્યો આજ સુધી...દિશાની અણધારી વિદાય, પરીક્ષા અને જુદાઈ.. છ એક મહિના પાંચમાંથી એકેય મિત્ર એ એકબીજાનો કોન્ટેક્ટ ના કર્યો સ્નેહા , સુમિતનાં લગ્ન હતાં, કવન અને પ્રકૃતિએ કોર્ટ મેરેજ કરી લીધાં હતાં સાદાઈમાં માનતાં એ બંને પણ યુ.એસની એમની પ્લેસમેન્ટમાં જોઈન થવાં જવાનાં હતાં.નયન લગ્ન કરી ચુક્યો હતો, જેથી વીઝા પ્રોસેસ ચાલું થઈ જાય.લગ્ન ફાઈનલ પછી હતાં પરંતું આ ઘટનાનો પ્રચંડ આઘાત , જે એણે એકલાએ જીરવવાનો હતો , એ શારિરીક રૂપે બહાર આવ્યો. વારે વારે તાવ, ઇન્ફેક્શન.તે સાવ નંખાઈ ગયો.એટલે એનાં પપ્પાએ લગ્ન પાછાં ઠેલ્યાં.અને જમીન જાયદાદ વેચી સૂરત રહેવાં ...Read More

9

ત્રિભેટે - 9

પ્રકરણ 9નાસ્તો કરતાં કરતાં સુમિત ચમચી થી પૌઆ સાથે રમતો હતો. એ ખોવાયેલો ખોવાયેલો લાગતો હતો. " શું થયું? જોઉં છું બે ત્રણ દિવસથી તું વારેવારે વિચારે ચડી જાય છે..? આજે મમ્મીની ડોક્ટર પાસે અપોઈન્ટમેન્ટ છે એટલે ગામથી આવવાનાં છે..યાદ છે ને?" સ્નેહાએ પુછ્યું" હા હા તમે લોકો જઈ આવો મને એવાં ફંક્શનમાં ન ગમે..મારે સાંજે આવતાં મોડું થશે." સુમિતે પોતાનાં બેધ્યાનપણાં માં જ જવાબ આપ્યો... અરે !સ્નેહા એ થોડો અવાજ ઉંચો કર્યો." મમ્મીને ડોક્ટર પાસે લઈ જવાનાં છે જનાબ યાદ આવ્યું" હા. હ.... સુમિતે કહ્યું.સ્નેહાએ પરિસ્થિતી હળવી કરવાં ટકોર કરી, " મમ્મી કીધું એટલે તું મારાં મમ્મી સમજ્યો ...Read More

10

ત્રિભેટે - 10

પ્રકરણ 10મારા લગ્ન જ શરતી હતાં, એણે કબુલાત કરતાં કહ્યું" મને દિશા સામે એનાં પરિવાર સામે કાયમ મારું સ્ટેટસ લાગતું, બસ એમાંથી જ આ અમેરિકન બનવાનું ખ્વાબ , ઝનુંન ..જન્મ્યું. "એની નિખાલસ કબૂલાત સાંભળી કવનને સારું લાગ્યું " ચાલો એ ખુદની ભીતરતો ઝાંકતો થયો.".."અમને જો ખબર હોત તો તને ચોક્કસ રોકતે..પણ તે દોસ્તોને સાવ બાયપાસ કરી દીધાં"..કવનને ઠેસ પહોંચી.." અલા તમે મારી વાત સાંભળો તો ને , મેં દિશાને કહ્યું તુંતે દિવસે...." એણે ગળું ખંખેરીને વાત આગળ ધપાવી." ખ્યાતિ અહીં જ મોટી થઈ એ પુરી આઝાદ ખ્યાલની પણ એનાં મમ્મી પપ્પાને ભારતનો લગાવ , ખ્યાતિને એની પસંદનાંછોકરાં સાથે લગ્ન ...Read More

11

ત્રિભેટે - 11

પ્રકરણ 11 વર્તમાન સુમિતનાં ફોનની રીંગ વાગી રહી હતી.....એની તંદ્રા તુટી એણે ફટાફટ ફોન સાઈલન્ટ કર્યો અને હળવેથી ઉઠીને આવ્યો. એણે ફોનની કલોક જોઈ સવારમાં પાંચ વાગ્યાં હતાં, ઉપરા છપરી બે કોલ હતાં, નયન અને કવન બંનેનાં..બેય..અત્યારે! પછી યાદ આવ્યું પે' લો ફોટો મોકલ્યો તો એટલે જ હશે..કવનનો તો આ ઉઠવાનો સમય અને નયનને જૅટ લેગનાં કારણે ઉંઘ નહીં આવતી હોય. એણે પહેલાં કવનને કોલ કર્યો , એ નહીં તો ચિંતામાં અને ઉચાટમાં રહે..એ જરૂર નયન આવ્યો એટલે જ ફોન .ચેક કર્યાં કરતો હશે બાકી સવારમાં ફોન લે નહીં. વળી એનો જ કોલ " આ હવે ક્યાં કાંડનું એક ...Read More

12

ત્રિભેટે - 12

પ્રકરણ 12અંધારું ઉતરી આવ્યું હતું.ખામોશી અને અંધારું , કારમાં એક બોઝીલ વાતાવરણ બની ગયું.કોઈ પીછો કરતું ન લાગ્યું એટલે નચિંત થઈ ગયો, એ લોકો વલસાડની બહાર નીકળી એક પેટ્રોલપંપ પર ઉભા રહ્યાં. ...ત્યાં સુમિતનું ધ્યાન કેલેસ્ટિયલ બ્લું કાર પર પડ્યું તેની પાછળ પેલું સીમ્બોલ હતું.એણે નજર ઝીણી કરી પણ કાળા સનગાર્ડનાં કારણે કારમાં કોણ બેઠું તે દેખાયું નહીં. કાર સ્ટાર્ટ કર્યા પછી જરા આગળ જઈ જમણી બાજું વળ્યા પછી એણે નયનને કાર વીષે કહ્યું અને પેલાં સિમ્બોલની વાત કરી..નયન ચીડાયો. " યુ નો વોટ , યુ નીડ કાઉન્સેલીંગ હજારો ગાડીઓમાં એક જેવાં સીમ્બોલ્સ હોય."પછી જરાં શાંત પડીને કહ્યું " ...Read More

13

ત્રિભેટે - 13

પ્રકરણ 13 જમીને એ લોકો વાતે વળગ્યાં... રાજુનાં મનમાં લાલચ જાગી ચુકી હતી, એ રાહ જોતો હતોકે ક્યારે આ સુવા જાય! એ અવઢવમાં હતો કે જો એ લોકો સુવા જાય પછી જાઉં તો ફીંગરપ્રીન્ટ લોક કેમ ખોલવું અને જો કહીને જાય તો બહાર જ રહેવું પડે આખી રાત... .કવનનો નિયમ હતો રાતે કોઈનાં માટે ઘરનાં દરવાજા ખુલતાં નહીં. ત્યાં પાછો મેસેજ આવ્યો " અડધી કલાકમાં નહીં આવે તો ઓફર ગુમાવીશ".. એને વારંવાર ફોન ચેક કરતાં જોઈ કવને પુછ્યું " કંઈ ચિંતા જેવું છે?" " ના ના એક મિત્ર વલસાડ અવ્યો છે , તે મળવા બોલાવે છે." એણે જરાક અચકાઈને ...Read More

14

ત્રિભેટે - 14

પ્રકરણ 14પ્રકરણ 14રિવોલ્વર જોઈને ડરનાં માર્યા રાજુએ આંખ બંધ કરી લીધી. સામે ઉભેલા શખ્સે કરડા અવાજે કહ્યું કે હવે પાસે પાછાં ફરવાનો કોઈ જ રસ્તો નથી. જો તું મારી વાત નહીં માને તો એનું પરિણામ સારું નહીં આવે. તારે તારી વફાદારી કે તારી જિંદગી બેમાંથી એક પસંદ કરવાનું છે .રાજુનાં કપાળ પર પરસેવાની બુંદો જામી, જ્યાં સુધી કાર ચાલું થઈ અને જવાનો અવાજ ન આવ્યો ત્યાં સુધી આંખ બંધ કરીને એ એમ જ થી ઉભો રહ્યો.આંખ ખોલી તો એણે જોયું કે એના પગ પાસે એક બોક્સ પડેલું હતું, એણે એક બોક્સ ખોલ્યું તો એની અંદર એક ટાઈપ્ડ પત્ર નીકળ્યો ...Read More

15

ત્રિભેટે - 15

પ્રકરણ 15નયન ની તબિયત થોડી ખરાબ લાગતી હતી અને ખૂબ જ થાક લાગતો હતો . સુમિતે કહ્યું "ઘણા દિવસ ગયા છે એવું હોય તો ચાલો આપણે પાછા જતા રહીએ ".એણે નનૈયો ભણતા કહ્યું કે "આવો મોકો ફરી ક્યારે મળશે ખબર નહીં જિંદગીમાં પાછા ક્યારે આ રીતે આપણે ત્રણેય મળશું છેલ્લે સાત વર્ષ પહેલા ગયો ત્યારે તમને નારાજ કરીને ગયો હતો. તમને ફોન કરતો તોય એક ભાર રહેતો. તમને બંનેને અમેરિકામાં ખૂબ મીસ કર્યા.""મને તો આવું ઘણીવાર થાય છે એકાદ દિવસ આરામ કરીશ એટલે સારું થઈ જશે." ..કવને કહ્યું "સારું બોલતા નહિ આવડતું અમેરિકા રહીને તે શરીર અને મન બંને ...Read More

16

ત્રિભેટે - 16

પ્રકરણ 16પ્રહર ..પ્રકરણ 16થોડાં નિષ્ફળ પ્રયાસો પછી સુમિત શાંત થઈ ગયો.એણે શક્ય એટલી આસપાસ નજર ઘુમાવી. આશરે હજારેક સ્ક્વેર જગ્યા હતી ,જગ્યાની ગંધ પરથી એવું લાગતું હતું કે આ જગ્યાનો બહુ ઓછો ઉપયોગ થતો હશે.સામેની બાજુ હાર બંધ મેટલનાં રેક ગોઠવેલાં હતાં. એમાં કંઈ અલગ જ ત્રિકોણાકાર પ્લાસ્ટિકના કેન ગોઠવેલા હતાં સામાન્ય રીતે હોય એના કરતાં એ કેનનો રંગ ઘાટો ગુલાબી હતો ઢાંકણાં નો રંગ ઘાટો લીલો હતો. ન એનાં પર કોઈ સ્ટીકર હતાં ન કોઈ માર્કિંગ...કે લેબલ...આ ગંધ માંટે કદાચ એ કેનનું કેમીકલ પણ જવાબદાર હશે...! એવું એની છઠ્ઠી ઈન્દ્રીય કહી રહી હતી.એણે ઉપર નજર કરી, ફાયર સેફટી ...Read More

17

ત્રિભેટે - 17

પ્રકરણ 17 જેવો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક શખ્સ અંદર આવ્યો.સુમિતે પોતાનાં હાથમાં કાઢીને રાખેલું પોતાનું ટીશર્ટ એના માથામાં દીધું ત્રણે મિત્રો પ્રથમ તો એના પર તૂટી પડ્યાં અને પ્રાગે તે અવાજ ન કરે એ માટે એનું મોઢું ટીશર્ટથી જ ટાઈટ બાંધી દીધું.થોડો ગુસ્સો ઓછો થયો પછી એ લોકોએ એને રસ્સી થી બાંધી દીધો અને પૂછપરછ કરવાં એનું મોઢું ખોલ્યું..એ કર ગરવાં લાગ્યો મહેરબાની કરી મને છોડી દો હું તમારા બધાં પૈસા પાછા આપી દઈશ.હવે ચોકવા નો વારો આ લોકોનો હતો પૂછપરછ કરતાં એ શખ્સે જણાવ્યું કે એ મોબાઇલ એડ પરથી પર્સનલ લોન લીધેલી જે ત્રણ ગણી ભરી દેવા ...Read More

18

ત્રિભેટે - 18

પ્રકરણ 18રિંગની લાઈટ બંધ થઈ એટલે પ્રાગે ઈશારાથી નયનને ત્યાંજ બેસવાનું કીધું...જયંત, જેને સવારે લાવ્યાં હતાં એને એની સામે અને પ્રહર ને પણ..સુમિત અને કવનને એ લોકો થી દુર બાથરૂમમાં લઈ ગયો... પછી કહ્યું " મને લાગે છે, એ લોકોએ નયનકાકાની એપલરીંગ ને એનાં ફોન સાથે કનેક્ટ કરી અને એમાં રેકોર્ડિંગ અને વીડીયો કેપ્ચર કરે છે"..એણે વધું માહિતી આપતાં કહ્યું.." આપણો ઘોંઘાટ સાંભળી એ થોડીવાર માટે બંધ થઈ..એટલે એણે આપણાં પર નજર રાખવાં કોઈને બેસાડ્યાં હશે..અને પોતે રીમોટલી સુચનાઓ આપતો હશે...કેમકે બોસ હાજર હોય તો આવી ચુક ન થવાં દે"સુમિતે પ્રાગની પીઠ થાબડી" આજની સ્માર્ટ જનરેશન" અને કવનને કહ્યું ...Read More

19

ત્રિભેટે - 19

પ્રકરણ 19 આ બાજું..રાજુ બે દિવસથી કવન ,પ્રકૃતિ એ બધાને કોલ કરતો હતો.. ન કોલ લાગતો હતો ન કોઈ આવતાં હતાં... એ લોકો પાછાં આવી જવાનાં હતાં પણ આવ્યાં નહીં. રાજુને ચિંતા પણ થઈ અને મનમાં અપરાધભાવ પણ જાગ્યો..ક્યાંક મારાં કારણે એ લોકો કોઈ મુસીબતમાં ન ફસાયાં હોય. એણે પોલિસસ્ટેશનમાં જાણ કરવાનું વિચાર્યું..એણે જ્યારે પોલીસને માહિતી આપી કે કવનની કારમાં જી.પી.એસ ટ્રેકર છે..એ લોકોએ તુરંત એને ટ્રેક કરવાની કાર્યવાહી કરી.આમ પણ આ એરિયામાં કવનની એક શાખ હતી..એનું ગુમ થવું એ ગંભીર બાબત હતી. કવનની ગાડી છેક સિલીગુડી ટ્રેસ થઈ. લોકલ પોલિસ સાથે રાજુ પણ જવાં તૈયાર થયો.... મીડિયામાં સમાચાર ...Read More

20

ત્રિભેટે - 20

પ્રકરણ 20 નયન જાણે ઉંડા અંધારામાંથી બહાર આવતો હોય એમ એનાં પગમાં એક ઝટકો લાગ્યો..આજુબાજુનાં અવાજ એનાં કાનમાં પડવાં પણ સ્પષ્ટ કંઈ સમજી શકાતું નહોતું. કાનમાં પડતાં શબ્દો અસ્પષ્ટ અક્ષરો બની ગાયબ થઈ જતાં હતાં.ધીમો ગણગણાટ એનાં કાને પડ્યો." એક અઠવાડિયાં થી એ આઈ .સી.યુમાં છે , એની પત્નીને તો મેડીક્લેમ સિવાય કંઈ પડી નથી..ક્યાં સુધી અંકલ આંટી માટે તું રજા લઈશ?" શશશ....સ્નેહા મેં તને ઘણીવાર કહ્યું છે મારા મિત્રો મારો પરિવાર છે...હવે એક શબ્દ નહી." સુમિતે ધીમાં પણ મક્કમ અવાજે કહ્યું..નયન વિચારવા લાગ્યો " કાશ એ લોકોની વાત માની હોત અને બીજીવાર યુ.એસ ગયો ન હોત, તો આજે ...Read More

21

ત્રિભેટે - 21

કવને મેઈલ ખોલ્યો.. વ્હાલા મિત્રો , નારાજ પણ હશો અને ચિંતિત પણ.. ચિંતા ન કરો હું મારી મરજી થી છું. જિંદગીમાં ખુબ ભાગી લીધું .બહું ભુલો કરી.પૈસો પણ ખુબ કમાયો..સંબંધોનાં રંગ જોઈ લીધાં. બસ હવે ખુદની ખોજમાં જવું છે.જિંદગીનું લક્ષ્ય શું છે એ શોધવું છે. તમારી મૈત્રી અમુલ્ય છે.પાછો આવીશ જ્યારે મને મારાં સવાલોનાં જવાબ મળી જશે. મમ્મી -પપ્પાને મેં પત્ર લખી જાણ કરી દીધી છે.અલબત એ લોકોએ મારાં વિના જીવવાની આદત પાડી લીધી છે.એમને ?આરી પાસેથી કોઈ ઉમ્મીદ નથી. ચલો ત્યારે ફરી મળશું. કવન મેઈલ વાંચતો હતો એ દરમિયાન સુમિતને પણ મેઈલ આવ્યો.. ************************************ ફાર્મનું વાતાવરણ બોઝિલ થઈ ...Read More

22

ત્રિભેટે - 22

નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કંઈ નહીં મનમાં એક રિક્તતા હતી.એનું આ દુનિયા પરથી ઉઠી ગયું.મનમાં ઉઠેલાં સવાલો હવે વધારે તોફાન મચાવતાં હતાં. જ્યારે શરીર થાકી ગયું ત્યારે તે ત્યાંથી ઉઠ્યો. નયન જઈ રહ્યો હતો ત્યારે અચાનક એની સામે એક સાધુ આવી ગયા સંપૂર્ણ શ્વેત વસ્ત્રમાં સજ્જ,લાંબા સફેદ વાળ સફેદ દાઢી, કપાળ પર ચંદન નો મોટો ગોળ ચાંદલો .ગળામાં રુદ્રાક્ષની માળા અને ખભે એક ઝોળી અને અંધારામાં પણ આંજતું મુખ પરનું તેજ." સવાલોનાં જવાબ મળી ગયાં?"બાબા બોલ્યાં.નયન અવાચક ઉભો રહ્યો એમનાં અવાજમાં અજબ સંમોહન હતું.થોડી ક્ષણો એમ જ ઉભા રહ્યાં પછી , નયન જાણે ...Read More