'ગુમરાહ' અને 'અંધારી રાતના ઓછાયા' બાદ હું આજે આપની સમક્ષ એક નવી રહસ્યમય સફર લઈને આવી રહી છું. આ કથા છે કોઈ વ્યક્તિ ના જીવનના પાસાં ઓનાં પલટાતા રંગોની.... એક સારો માણસ કોઈ કારણોને લીધે એટલી હદ સુધી ખરાબ બને છે કે વાંચીને કમ કમાટી ઉદભવી જશે..તેમજ વાત છે એક ઉમદા સ્ત્રીની જે માનવતાને કેટલી હદે બચાવવા માટે પ્રયત્ન કરે છે તેમજ ડોક્ટર અને વકીલ જેવા લોકો પણ સાહસ ખેડી અને કટોકટીના સમયે સમાજને કેટલા મદદરૂપ થાય છે .તો આ રહસ્યો ભરપૂર છે તો રોમાંચ અને રહસ્યોને માણવા જોડાઈ જાવ આ સફરમાં....
આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 1
પ્રસ્તાવના:- નમસ્તે વાચક મિત્રો, 'ગુમરાહ' અને 'અંધારી રાતના ઓછાયા' બાદ હું આજે આપની સમક્ષ એક નવી રહસ્યમય સફર લઈને રહી છું. આ કથા છે કોઈ વ્યક્તિ ના જીવનના પાસાં ઓનાં પલટાતા રંગોની.... એક સારો માણસ કોઈ કારણોને લીધે એટલી હદ સુધી ખરાબ બને છે કે વાંચીને કમ કમાટી ઉદભવી જશે..તેમજ વાત છે એક ઉમદા સ્ત્રીની જે માનવતાને કેટલી હદે બચાવવા માટે પ્રયત્ન કરે છે તેમજ ડોક્ટર અને વકીલ જેવા લોકો પણ સાહસ ખેડી અને કટોકટીના સમયે સમાજને કેટલા મદદરૂપ થાય છે .તો આ રહસ્યો ભરપૂર છે તો રોમાંચ અને રહસ્યોને માણવા જોડાઈ જાવ આ સફરમાં.... આપના પ્રતિભાવ અને સૂચન ...Read More
આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 2
ગતાંકથી...... એના માટે જેલ શું ખોટી છે ?'એ શબ્દો સાંભળી ઇન્સ્પેક્ટર આ યુવાનનું ખુરાટી માનસ સમજ્યા હોય તેમ ચમક્યા જ પળે તેઓ સ્વસ્થ થતાં આગળ આવ્યા અને કાર્તિકના ખભે હાથ મુકતા બોલ્યા: ' કાર્તિક! હવે તું જઈ શકે છે. મારે પણ જમવા જવું છે. તારું ભવિષ્ય સુધારવા પ્રયત્ન કર એમ ઈચ્છું છું.' 'સલામ સાહેબ, આપની શુભ લાગણી બદલ આભારી છું .કહી ઓફિસની બહાર નીકળી ચાલતો થયો. હવે આગળ..... 'સલામ સાહેબ ,કહેતો કાર્તિક ઓફિસની બહાર નીકળી ચાલતો થયો ઇન્સ્પેક્ટર રસ્તા ઉપર પડતી બારી તરફ આવ્યા તેમણે કાર્તિકને રસ્તા ઉપર જતો જોયો,અને તરત જ ટેબલ પાસે જઈ બેલ વગાડી .બહાર બેઠેલ ...Read More
આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 3
ગતાંકથી.... વિજયે બેંકમાંથી ઉચાપત કરેલ દસ લાખ રૂપિયાની વાત કહી ઉપરાંત કાલ ને કાલ દસ લાખ બેંકમાં પહોંચતા કરી તેમ ન હતું તે પણ કહ્યું . પોતે મોટી ભૂલ કરી એમ કહેતા એ રડી પડયો.છેવટે બેંકમાં હિસાબ બાબતે કાલે જ તપાસ છે એટલે તે કેવો સપડાશે તેની પણ વાત કરી. વિજય ગમે તે વિચાર કર્યો હોય પણ તેણે પટાવાળાની ધમકીની વાત વિશાલ ને ન કરી . હવે આગળ..... વિજયની વાત સાંભળી વિશાલ ઘડીભર વિચારમાં પડી ગયો. છેવટે એ ભોળા દિલના માણસને પોતાના ભાઈ માટે બંધુપ્રેમ ઉછળી આવ્યો અને બોલ્યો :"વિજય ,તુ એ રૂપિયા લઈને અત્યારે ને અત્યારે રાતની બાર ...Read More
આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 4
ગતાંકથી... તે કાર્તિકની હિલચાલ જોઈ રહ્યો હતો .કાર્તિકે તુરંત જ પોતાના ખિસ્સામાંથી એક સિગારેટ કાઢી અને તે સળગાવવા લાગ્યો. વખતે જ પેલાએ પૂરું મોઢું પેપર માંથી બહાર કાઢ્યું. તે જોતાં જ કાર્તિક ચમક્યો :'ઓહ! આ તો બલવીર સિંહ!' હવે આગળ.... સુલતાનની ગેંગ નો એક નિયમ હતો તે ગેંગ નો ગમે તે સભ્યો જેલમાંથી છૂટીને આવે કે તે જ દિવસે તેણે સુલતાન પાસે હાજર થવું પડતું .તે નિયમ મુજબ કાર્તિકે આજે રાત્રે તો ત્યાં હાજર થવું જ જોઈએ. હાજર થનારે એક ખ્યાલ ખાસ રાખવાનો હતો તે ગેંગનું રહેઠાણ કોઈ પોલીસ નો માણસ કે બીજો કોઈ જોઈ ના જાય. એમાં જરા ...Read More
આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 5
ગતાંકથી.... કાર્તિક બિલાડીની જેમ ચૂપચાપ પગના અંગૂઠા ઉપર જરા પણ અવાજ વગર દોડ્યો. બલવીર સિંહ તેની ધૂનમાં ને ધૂનમાં જઈ રહ્યો હતો. લાખ જોઈ કાર્તિકે થોડુક અંતર રહેતા કોટના ખિસ્સામાંથી એક લાંબી છરી કાઢી, ચિતાની માફક કુદ્યો, અને પોતાના બધા જોરથી આખો છરો બલવીર સિંહની પીઠમાં ખોસી દીધો. હવે આગળ.... બલવીર સિંહ ગભરાટમાં રાડ પાડતા પહેલા તો નીચે પટકાયો નીચે પટકાતા જ કાર્તિકે બીજો ઘા ગરદન ઉપર કર્યો અને ત્યાર પછી એક- બે ઘા જુદા જુદા ભાગમાં કર્યા બલવીર સિંહ નો આત્મા ટક્કર જીલી ન શક્યો અને તે તેની ફરજ ઉપર બલી બની લાંબા પંથે ચાલી નીકળ્યો. કાર્તિક ને ...Read More