અનહદ પ્રેમ

(37)
  • 26.2k
  • 3
  • 14.4k

નમસ્કાર વાચક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું ફરી એક વાર તમારા માટે એક લવ સ્ટોરી લઈને આવી છું. આશા છે કે આપ સૌ મારી આ વાર્તાને પણ એટલો જ પ્રેમ આપશો જેટલો પ્રેમ મારી બીજી બધી નવલકથાને મળ્યો છે. રોમાંચથી ભરપૂર એક અલગ જ વાર્તાની સફરમાં હું તમને લઈ જઈ રહી છું. આશા છે કે વાર્તાની અંત સુધી આ સફરમાં મને તમારો સાથ મળી રહેશે. આ એક અનોખી જ પ્રેમ કહાની છે. આ એક એવા પ્રેમી યુગલની વાર્તા છે જે શરીરથી નહિ પણ આત્માથી જોડાયેલા છે. એક ઓનલાઇન એપ્લિકેશન્સ થી થયેલી મુલાકાત પહેલા તો દોસ્તી અને પછી બંને વચ્ચે પ્રેમ ક્યારે અંકુરિત થયો એ ખબર જ ના પડી. તો ચાલો માણીએ એક અનોખી પ્રેમ કહાની. આ નવલકથાના પાત્રો અને વાર્તા કાલ્પનિક છે વાસ્તવિક જીવનમાં તેનો કોઈ સંબંધ નથી. અને હા કોઈ ભૂલચૂક થતી હોય તો કહેતા રહેજો. તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. તમારા પ્રતિભાવ મને વધુ ને વધુ સારું લખવામાં મદદ કરશે. તો ચાલો માણીએ એક અનોખી પ્રેમ કહાનીની સફર..

Full Novel

1

અનહદ પ્રેમ - 1

અનહદ પ્રેમ પાર્ટ -1 નમસ્કાર વાચક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું ફરી એક વાર તમારા માટે લવ સ્ટોરી લઈને આવી છું. આશા છે કે આપ સૌ મારી આ વાર્તાને પણ એટલો જ પ્રેમ આપશો જેટલો પ્રેમ મારી બીજી બધી નવલકથાને મળ્યો છે. રોમાંચથી ભરપૂર એક અલગ જ વાર્તાની સફરમાં હું તમને લઈ જઈ રહી છું. આશા છે કે વાર્તાની અંત સુધી આ સફરમાં મને તમારો સાથ મળી રહેશે. આ એક અનોખી જ પ્રેમ કહાની છે. આ એક એવા પ્રેમી યુગલની વાર્તા છે જે શરીરથી નહિ પણ આત્માથી જોડાયેલા છે. એક ઓનલાઇન એપ્લિકેશન્સ થી થયેલી મુલાકાત પહેલા ...Read More

2

અનહદ પ્રેમ - 2

અનહદ પ્રેમ Part 2 મોહિત આકાશમાં ઘેરાયેલા વાદળોને નિહાળતો કઈક યાદ આવી ગયું હોય તેમ મલકાય છે. અને વિચારે " કે કાશ મારી મિષ્ટી અહીંયા હોત તો કેવી મજા આવત. આ વરસતા વાદળ, ભીની માટીની મહેક રોમે રોમ રોમાંચક બનાવી દે છે. એમાં પણ હું ને મીષ્ટી ,મારા હાથોમાં મિષ્ટિનો હાથ હોય આહા કેટલું સુકુન છે એ પળમાં!, જેમ વરસાદની બુંદો ધરતી પર પડતાં જ માટીની મહેક પ્રસરી જાય છે એમ હું પણ મિષ્ટીની લાગણીના સ્પર્શથી મહેકી ઉઠું છું. આ વરસાદ પણ ગજબ છે જ્યારે પણ આવે ને ત્યારે મિષ્ટીની યાદ સાથે લઈને જ આવે છે. એટલામાં પાસે આવેલી ...Read More

3

અનહદ પ્રેમ - 3

અનહદ પ્રેમ Part-3 વિજયની વાત સાંભળીને મોહિતના ચહેરા પર નિરાશા છવાય ગઈ. પરંતુ થોડીવાર કઈક ઊંડો વિચાર કરીને નિસાસો બોલ્યો" હા ખબર છે મને કે હું અને મિષ્ટી આ જન્મમાં તો એક થઈ શકવાના જ નથી. પણ મિષ્ટી મને નહિ મળે એ વિચારીને હું એને પ્રેમ કરવાનું બંધ કરી દવ તો એને પ્રેમ થોડો કેહવાય. પ્રેમમાં પામવાનો કોઈ મોહ હોતો જ નથી. અને મારો અને મિષ્ટીનો સબંધ કઈક અલગ જ છે. મિષ્ટી સાથે ભલે હું શરીરથી નથી મળી શકતો પણ અમારું આત્માનું મિલન તો ક્યારનું થઈ ગયું છે. રાધા કૃષ્ણ ની જેમ શરીર ભલે અલગ છે પણ અમારી આત્મા ...Read More

4

અનહદ પ્રેમ - 4

અનહદ પ્રેમપાર્ટ - 4 વિજય પોતાના મોબાઈલની સ્ક્રીન પર જોવે છે તો દિશાનો કોલ હોય છે. વિજય મોહિતથી થોડો જઈને દિશાનો ફોન ઉપાડે છે અને કહે છે." હા દિશા બોલ, શું કામ છે?".." અરે વિજય આ મોહિત ક્યાં છે? નથી મારા કોલ ઉપાડતો કે નથી. મારા મેસેજ જોતો. હું ક્યારની એને કોનેટેક્ટ કરવાની કોશિશ કરું છે. પણ ખબર નહિ એ કંઈ દુનિયામાં ગાયબ છે." દિશા ખૂબ જ ચિંતિત સ્વરે બોલી.." તારો મોહિત મજનું બનીને લેલા લેલા કરતો ફરે છે." વિજયે વ્યંગ કરતા કહ્યું..." શું હું કઈ સમજી નહિ. વિજય તું શું કહેવા માંગે છે? " દિશા આશ્ચર્ય ભાવથી બોલી.."અરે ...Read More

5

અનહદ પ્રેમ - 5

અનહદ પ્રેમ પાર્ટ - 5 " આરવી શાહ. તેના ચહેરા પર એટલી માસૂમિયત છલકતી હતી કે મે એ રીલ જોયા જ કરી. તેની પાણીદાર આંખોમાં ગજબનું તેજ હતું. દેખાવે રૂપાળી અને આકર્ષક બાંધો. અને હોઠ તો જાણે ગુલાબની પાંખડીઓ જ જોઈલો. તેના સહેજ કથ્થઈ રંગના પાતળા વાળ અને આંખોમાંનું કાજળ તેના ચહેરાને વધુ સુંદર બનાવતું હતું. દિલને ઠંડક આપી જાય એવું તો મોહક સ્મિત હતું. કાળાશનો એક ડાઘ પણ તેના હદયને લાગ્યો ન હોય તેવો સ્વરછ અને વહાલ ઉપજાવે તેવો તેનો ચહેરો હતો. તેના ચહેરા પર નિખાલસતા અને નિર્ભયતા નું તેજ હતું. વળી તેના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ છલકતો ...Read More

6

અનહદ પ્રેમ - 6

અનહદ પ્રેમપાર્ટ - 6 પછી તો ઘણી વાર સુધી રાહ જોઈ કે કોઈ રીપ્લાય આવે. પરંતુ કોઈ રીપ્લાય ના એટલે અંતે થાકીને વિચાર્યું કે કદાચ કોઈ કામમાં વ્યસ્ત હશે. હું પણ એ દિવસે ઓફિસના કામ થી ખુબજ થાકી ગયો હતો. એટલે વિચાર્યું કે હવે નેટ ઓફ કરીને સુઈ જાવ. હું નેટ ઓફ કરવા જઈ રહ્યો હતો જ ત્યાં જ તેનો રીપ્લાય આવ્યો."એ મારી ડોટર છે"મેં ફટાફટ તેનો મેસેજ ઓપન કરીને સીન કર્યો અને તરત સામે મેસેજ કર્યો "અરે વાહ માનવામાં નથી આવતું કે તમારે આટલી ક્યુટ ડોટર પણ છે. કેટલા વર્ષની છે તમારી ડોટર?" મે આશ્ચર્ય ભાવથી પૂછ્યું.." હા ...Read More

7

અનહદ પ્રેમ - 7

અનહદ પ્રેમ પાર્ટ - 7 એ ભલે મને તું કહીને બોલાવતી પરંતુ મેં ક્યારેય મારી મર્યાદા નહોતી ઓળંગી. હું તેને તમે કહીને આદરથી જ બોલાવતો હતો. એના રડવાનો અવાજ મારા દિલમાં ખુપી રહ્યો હતો. મેં તેને ફરી પૂછ્યું "આરવી શું થયું છે? મને કહો તો ખરી?" સામેથી ફક્ત રડવાનો જ અવાજ આવ્યો. હું થોડીવાર મૌન રહી સાંભળતો રહ્યો. મારાથી તેનું રડવાનું સહન ન થયું એટલે મે કોલ કટ કરી નાખ્યો. મને એક અજીબ બેચેની મહેસુસ થઈ રહી હતી. એટલે મે ફરી કોલ કર્યો. તેને જરા સ્વસ્થ થઈને ફોન ઉડ્યો અને કહ્યું." હા મોહિત બોલ શું કામ હતું?.." પહેલા એ ...Read More

8

અનહદ પ્રેમ - 8

અનહદ પ્રેમ Part- 8 અર્પિતા સાથે વાત થયા પછી આરવી વધુ ચિંતામાં રહેવા લાગી. અનેક વિચારોથી ગહેરાવા લાગી. ફરી મને મેસેજથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. " હલો મોહિત, ક્યાં છે તું?, તારી તબિયત તો સારી છેને?, કેમ મેસેજનો જવાબ નથી આપતો?, કઈ થયું છે?" આરવી એ મેસેજમાં ધડાધડ પ્રશ્નનો વરસાદ કરી દીધો. આ વખતે મે તેના મેસેજ સીન કર્યા ખરા પણ કોઈ જવાબ ન આપ્યો. એટલે આરવી એકદમ ગુસ્સામાં બોલી," ઓહ તું મારા મેસેજ જોવે છે પણ જવાબ નથી આપતો. મતલબ તું મને ઇગનોર કરે છે. જો એ મોહિતયા દસ મિનિટમાં તારો મેસેજ નાં આવ્યોને તો હું તને બ્લોક ...Read More

9

અનહદ પ્રેમ - 9

અનહદ પ્રેમ પાર્ટ - 9 આરવી ને આમ અચાનક ઓફ્લાઈન થતા જોઈને હું મૂંઝાયો મને થયું કદાચ મારા આઇ યુ નો મેસેજ જોઈને એ મારા પર ગુસ્સે થઈ ગઈ હસે. એટલે મે ફરી મેસેજ કર્યો." આઈ લવ યૂ એઝ અ ફ્રેન્ડ".. આરવી એ તરત મેસેજ જોયો અને હસવા વાળું ઈમોજી મોકલી દીધું. અને તરત ગુડ નાઈટ કહીં દીધું. મે તરત મેસેજ કર્યો." એક વાત કહું"" હવે શું કહેવું છે? બોલ જલ્દી મારે સૂઈ જવું છે. કાલે સવારે વહેલા ઊઠવાનું છે. તમારી જેમ નથી સાહેબ કે નવ નવ વાગ્યા સુધી પથારીમાં પડ્યા રહીએ." આરવી એ મને ટોન્ટ મારતાં કહ્યું... મે ...Read More

10

અનહદ પ્રેમ - 10

અનહદ પ્રેમ પાર્ટ - 10" હા હા બધું કહીશ તને પણ અત્યારે તો મારું મોઢું ખાવામાં વ્યસ્ત છે. પેટના જોર જોરથી બૂમ પાડીને કહે છે. કે ચુપ ચાપ ખાવા માંડ. એટલે મિસ્ટર વિજય થોડી ધીરજ રાખો આજે જ બધું જાણી લેવું છે. તમારે?" મોહિતે હસતા હસતા આગળ શું થયું એ જાણવા માટે થનગની રહેલા અરમાન પર પાણી ફેરવતા કહ્યું .. વિજય બેઘડી મોહિત સામે આક્રોશ ભરી નજરે જોતો રહ્યો. મોહિતને તો લાગ્યું કે હમણાં વિજય તેની પર આકરા શબ્દોનો પ્રહાર કરશે.પણ તે તો પોતાની જાત પર સંયમ રાખીને ચૂપચાપ જમવા લાગ્યો. મોહિત વિજયને નાનપણથી ઓળખતો હતો. વિજયને જેટલું જલ્દી ...Read More

11

અનહદ પ્રેમ - 11

અનહદ પ્રેમ પાર્ટ - 11 "જો મિષ્ટી સોરી મારાથી આવેશમાં આવીને આવું થઈ ગયું બાકી હું મારી મર્યાદા જાણું મિષ્ટી સોરી પ્લીઝ" મે મિષ્ટીને માફ કરી દેવા વિનંતી કરી પણ મિષ્ટીનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો હતો. " મારે કશું નથી સંભાળવું તું મને હાલને હાલ મારા ઘરે મૂકી જાય છે કે હું જાતે જતી રહું" મિષ્ટીનાં અવાજમાં કંપન હતું. તેના આંખો માંથી આંસુની ધારા વહી રહી હતી. મિષ્ટી સડસડાટ રિવરફરન્ટની બહાર નીકળી ગઈ. હું પણ તેની પાછળ પાછળ તેને મનાવવા દોરાઈ ગયો." મિષ્ટી પલીઝ તું રડ નહિ હું તારા આંખોમાં આંસુ નહિ જોઈ શકું . મને સમજાવાનો એક ...Read More

12

અનહદ પ્રેમ - 12 (છેલ્લો ભાગ)

અનહદ પ્રેમ પાર્ટ - 12 મે માંડ માંડ રૂપાલીને મિષ્ટીને માનવવા માટે કનવેન્સ કરી. રૂપાલી મિષ્ટીની ખાસમાં ખાસ ફ્રેન્ડ એટલે કદાચ રૂપાલાની વાત મિષ્ટી માનશે. એ વિચારીને મે જરા હાશકારો અનુભવ્યો. રૂપાલી એ પણ મારા તરફથી મિષ્ટીને મનાવવાનો વાયદો આપ્યો. અને કહ્યું. " હું મારા બનતા બધા પર્યત કરીશ આરવી ને મનાવવાના પણ તમારે એક પ્રોમિસ આપવું પડશે મને." શું પ્રોમિસ? મે જરા કુતુહલતાથી પૂછ્યું..." એ જ કે આજ પછી તમે એને આ બાબતે હેરાન નહીં કરો. તમારા કારણે એની આંખમાં કોઈ આંસુ નાં આવવા જોઈએ" રૂપાલી એ મને પ્રોમિસ લેવડાવતા કહ્યું..." અરે તમે નિશ્ચિત રહો. હું એની આંખમાં ...Read More