એક પંજાબી છોકરી

(141)
  • 97.7k
  • 0
  • 55k

આ વાર્તા છે પંજાબના હોશિયાર પુરમાં રહેતી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી એક સુંદર મજાની છોકરીની છે,જેનું નામ સોનાલી હતું.સોનાલીની આંખો ખૂબ જ તેજસ્વી અને બદામ આકારની હતી તેની આંખોમાં એક અલગ જ મસ્તી હતી,તેના હોઠ એકદમ ગુલાબની પાંદડી જેવા ગુલાબી અને નાજુક હતા.તેના વાળ ખૂબ જ મોટા,ચમકદાર અને એકદમ રેશ્મી સીધા હતા.તેના કાન એકદમ સસલાં જેવા અને નાક નાનું અને સુંદર આકારનું હતું.તેના નેણ હંમેશા આંખોની સાથે ફરી કંઇક કહી જતા.તેનો ચહેરો એકદમ ગોળ અને ખૂબ જ સુંદર મજાનો હતો.તે આશરે પાંચેક વર્ષની એક નાની બાળા હતી. સોનાલીના ઘરમાં તેના મમ્મી,પપ્પા,દાદા,દાદી અને એક વર્ષનો ભાઈ હતો તેનું નામ વીર હતું.

Full Novel

1

એક પંજાબી છોકરી - 1

આ વાર્તા છે પંજાબના હોશિયાર પુરમાં રહેતી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી એક સુંદર મજાની છોકરીની છે,જેનું નામ સોનાલી હતું.સોનાલીની આંખો જ તેજસ્વી અને બદામ આકારની હતી તેની આંખોમાં એક અલગ જ મસ્તી હતી,તેના હોઠ એકદમ ગુલાબની પાંદડી જેવા ગુલાબી અને નાજુક હતા.તેના વાળ ખૂબ જ મોટા,ચમકદાર અને એકદમ રેશ્મી સીધા હતા.તેના કાન એકદમ સસલાં જેવા અને નાક નાનું અને સુંદર આકારનું હતું.તેના નેણ હંમેશા આંખોની સાથે ફરી કંઇક કહી જતા.તેનો ચહેરો એકદમ ગોળ અને ખૂબ જ સુંદર મજાનો હતો.તે આશરે પાંચેક વર્ષની એક નાની બાળા હતી. સોનાલીના ઘરમાં તેના મમ્મી,પપ્પા,દાદા,દાદી અને એક વર્ષનો ભાઈ હતો તેનું નામ વીર હતું.તે ખૂબ ...Read More

2

એક પંજાબી છોકરી - 2

હવે વીર અને સોનાલી તેમની મજાક,મસ્તી અને અપાર પ્રેમને સાથે રાખી થોડા મોટા થાય છે એટલે કે વીર પાંચ અને સોનાલી નવ વર્ષની થાય છે તે સમયે સોનાલીના ઘરની બાજુમાં એક નવા પાડોશી રહેવા માટે આવે છે જે લોકો મૂળ જલંધરના છે અને તે પણ બ્રાહ્મણ પરિવારના હોવાથી આવતાની સાથે જ એકબીજા સાથે હળી મળી જાય છે.તે ઘરમાં એક દસ વર્ષનો છોકરો સોહમ તેના મમ્મી પપ્પા હોય છે.તે લોકો પહેલી વખત સોનાલીના ઘરે આવે છે.તેમાં સોહમના મમ્મી દેખાવમાં એક નવવધુ જેવા શણગાર સજેલા,હાઇટમાં આશરે છ ફૂટ ઊંચા, એકદમ લાંબા અને કાળા વાળ,આંખો મોટી અને ચમકદાર અને તેમાં અલગ ખુશી, ...Read More

3

એક પંજાબી છોકરી - 3

સોનાલીનો પરિવાર અને સોહમનો પરિવાર ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેસી જમે છે.સોહમના મમ્મી કહે છે દીદી હું તમારી સાથે બેસીશ.તે સોનાલીના મમ્મીને દીદી કહી બોલાવે છે અને તે બંને બધા જમી લે તે પછી જમવા બેસે છે સોનાલી, સોહમ અને વીર પણ તેમના મમ્મીની સાથે જ જમે છે.વીર હવે થોડો મોટો થયો હોવાથી થોડું થોડું જમી લે છે.તેને સ્યુલ ખૂબ પસંદ છે તેથી તે ખાય છે.તેના મમ્મી તેને જમાડવાનું કહે છે પણ તે જાતે જ જમવાની જીદ પકડે છે અને જાતે જ બધું જમે છે. ત્યારપછી સોનાલીના મમ્મી અને સોહમના મમ્મી વાસણનું અને રસોડાનું કામ પતાવી દે છે,ત્યાંથી સોહમના ...Read More

4

એક પંજાબી છોકરી - 4

સોહમના મમ્મીએ ખૂબ પ્રેમથી કહ્યું,એટલે સોનાલીના મમ્મી હા કહી દે છે અને ફોન મૂકી તેમના સાસુને પણ આ વાત છે.સોહમના મમ્મી વીર અને સોનાલીને પૂછે છે, "બતાવો પૂતરજી તુસી કી ખાના પસંદ કરોગે."સોનાલી કહે છે આંટી કંઈ પણ બનાવી દો અમે ગમે તે ખાય લેશું પછી તે પાછા વીરને પૂછે છે,તો વીર કહે છે કોફતા,ત્યારે સોનાલી તેને ખીજાતા કહે છે વીર આંટી જે પ્રેમથી બનાવી આપે તે જમી લેજે,તો આંટી તેને વચ્ચે જ ટોકતા કહે છે સોનાલી બેટા એમાં શું થયું?તમને ભાવતું બનાવી આપું તો જમવાની વધુ મજા આવે.સોહમને પણ કોફતા ખૂબ ભાવે છે એટલે આજે કોફતાનું શાક અને ...Read More

5

એક પંજાબી છોકરી - 5

હવે આ ફેમસ કપલ એટલે હીર અને રાંઝા ની વાત કરવામાં આવી છે આની સ્ટોરી ખૂબ જ ફેમસ છે તેમને યોગ્ય પાત્રો ગોતવા તે સ્કૂલના સ્ટાફ મેમ્બર ને ખૂબ જ અઘરું લાગે છે પણ તેઓ વારાફરતી એક એક લોકોના ઓડિશન લે છે.એમ કરતાં આજનો સ્કૂલનો દિવસ પૂરો થઈ જાય છે પણ સર, ટીચર ને આ સ્ટોરી માટે નું કોઈ જ પરફેક્ટ પાત્ર મળતું નથી.બધા બાળકો છૂટી જાય છે અને સોહમ,સોનાલી અને વીર પણ ઘરે આવે છે સોનાલી ઘરે આવી મમ્મીને કહે છે કે મમ્મી અમારી શાળામાં નેશનલ લેવલે નાટકનું આયોજન થવા જઈ રહ્યું છે અને સર અને મેમ બધા ...Read More

6

એક પંજાબી છોકરી - 6

સોનાલી ખૂબ સુંદર રીતે પોતાનું ઓડિશન આપે છે તે પોતાની આદાઓથી બધા જ લોકોને ખુશ કરી દે છે સોનાલીની વાણી અને લાગણીભર્યો સ્વભાવ હીર ના પાત્ર માટે ઉતમ સાબિત થાય છે. હવે રાંઝાના પાત્ર માટે યોગ્ય પાત્ર શોધવાની વાત આવે છે તે માટે બધા ક્લાસમાંથી બધા બોયઝનું ઓડીશન એક પછી એક લેવાય છે પણ રાંઝાના પાત્ર મુજબનું કોઈ જ પાત્ર મળતું નથી અને છેલ્લે સોહમનો ક્લાસ બાકી રહે અને અને એક પછી એક બધાના ઓડીશન લેવાય જાય છે અને અંતે સોહમ બાકી રહે છે અત્યાર સુધીમાં કોઈ જ પાત્ર મળયું નથી.બધા ઉદાસ થઈ જાય છે. અંતમાં સોહમ ઓડીશન આપવા ...Read More

7

એક પંજાબી છોકરી - 7

સોનાલીના મમ્મી તેમના સાસુને પૂછે છે તમને શું થયું? તમે કેમ ઉદાસ છો? સોનાલીના દાદી કહે છે.શું સોહમ અને વચ્ચે કંઇક છે? ત્યારે સોનાલીના મમ્મી કહે છે મને નથી લાગતું હજી સુધી કે એમના વચ્ચે કંઇક છે એવું.સોનાલીને તો પ્રેમ એટલે શું ? તેની પણ સમજ નથી તમે ચિંતા ના કરો બીજી કંઈ નહીં હોય અને હોય તો પણ વાંધો શો છે? સોહમ બધી રીતે સારો છે.સુંદર છે,સુશીલ છે,પ્રેમાળ છે,ગુણવાન છે.સોનાલીના દાદી કહે છે હા એ બધું તો સાચું પણ ખબર નહીં કેમ સોનાલી અને સોહમ ની જોડી વિશે સાંભળી મને જરા પણ ખુશી ના થઈ.ત્યાં સોનાલી અને વીર ...Read More

8

એક પંજાબી છોકરી - 8

સોહમના મમ્મી સોહમ અને સોનાલી માટે કંઇક સરપ્રાઈઝ લઈને આવે છે.સોનાલીને અને સોહમને જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે સોહમના મમ્મી એવું તે શું લઈને આવ્યા છે.સોહમથી હવે રહેવાતું નથી એટલે તે કહે છે, કહો ને મમ્મી તમે શું લાવ્યા છો? સોહમના મમ્મી પહેલા સોનાલીને એનું સરપ્રાઈઝ આપે છે સોનાલી તે ગિફ્ટ ખોલે છે તો તેમાં હીરના પાત્ર માટે પહેરવાનો પોશાક હોય છે અને તેની મેચિંગ જવેલરી અને જે જે વસ્તુની જરૂર પડે તે બધું જ હોય છે.સોનાલી તો આ જોઈ ખૂબ જ ખુશ થઈ જાય છે અને હવે સોહમને એમનમ જ અંદાજ આવી જાય છે કે એના માટે ...Read More

9

એક પંજાબી છોકરી - 9

સોહમના પપ્પા થોડા દિવસ રોકવવાના હોવાથી હીર અને રાંઝા નું એટલે કે સોહમ અને સોનાલી નું નાટક જોઈ શકશે.બધા લે છે અને પછી સોનાલીનો પરિવાર એના ઘરે જાય છે. સોનાલી ખૂબ જ થાકી ગઈ હોવાથી સૂઈ જાય છે અને સવારે સ્કૂલે જાય છે.આજે સ્કૂલમાં સોહમ અને સોનાલી એ સાથે પ્રેક્ટિસ કરવાની હોય છે તેથી પ્રાથૅના પછી તે બંને પ્રેક્ટિસ માટે જાય છે અને તે બંને એકમેકની આંખમાં આંખ પરોવીને ડાન્સ કરે છે આ જોતાં જ સર મેમ ખુશ થઇ જાય છે કે તેમને એક ઉત્તમ પાત્રને આ નાટક માટે પસંદ કર્યા છે.સોહમ અને સોનાલી ઘરે આવે છે અને જમીને ...Read More

10

એક પંજાબી છોકરી - 10

લાસ્ટમાં સરે કહ્યું હતું કે આ નાટક કરવા માટે આપણે લોકોએ બહાર જવાનું છે અને પછી સરે કહ્યું ક્યાં છે તે પહેલાં ફિક્સ નહોતું એટલે તમને આગાઉ જાણ કરવામાં આવી નથી. હવે ફાઈનલ થઈ ગયું છે કે આપણે નાટક માટે મુંબઈ જવાનું છે.તો બધા મુંબઈ જવા માટેની તૈયારી કરી લ્યો.આ સાંભળી સોનાલી તો એકદમ જ ચોકી ઉઠે છે અને ચાલુ ક્લાસમાં જ બધા વચ્ચે જોરથી બોલી પડે છે.શું મુંબઈ જવાનું છે?તેની એક ફ્રેન્ડ તેને હચમચાવીને કહે છે શું થયું તને સોનાલી? કેમ તું આમ એકદમ જ ચોકી ઉઠી? ત્યારે સોનાલી હોશમાં આવે છે અને પોતાની ચારે તરફ જોવે છે, ...Read More

11

એક પંજાબી છોકરી - 11

સોનાલી સોહમને ગુડ નાઈટ કહીને તરત એના ગ્રુપમાં મેસેજ જોવે છે અને તેમાં એવું કહેલું હોય છે કે નાટક બધા સ્ટુડન્ટ્સ એ ત્રણ દિવસ આગાઉ જવાનું છે અને તેમના પેરન્ટ્સ માત્ર એક જ દિવસ નાટકના દિવસે ત્યાં આવી શકશે.આ વાંચી સોનાલી ફરી પાછી સેડ થઈ જાય છે અને સોહમ પણ ગ્રુપમાં આ મેસેજ જુએ છે અને ફરી પાછો સોનાલીને મેસેજ કરે છે કે સોનાલી તું ચિંતા ના કરતી તારા પેરન્ટ્સ તને ના નહીં કહે, આપણી સાથે સર મેમ તો હશે જ ને ! સોનાલી સોહમનો મેસેજ જુએ છે પણ કોઈ જવાબ આપતી નથી.તે આખી રાત સૂઈ શકતી નથી.સવારે તે ...Read More

12

એક પંજાબી છોકરી - 12

સોહમ સોનાલીને એકધારું જોયા કરતો હતો તેથી ગુસ્સે થઈ સોનાલી એ સોહમને જોરથી પેટમાં માર્યું.સોહમ ચીસ પાડી ઉઠયો, પછી શું છે યાર?તું આજે એટલી સુંદર લાગે છે કે હું તારા ચહેરા પરથી નજર હટાવી જ ના શક્યો.સોનાલી કહે છે એટલે તો તારી નજર હટાવી મેં અને તને ડ્રીમમાંથી બહાર લઈ આવી.સોહમ હસતાં હસતાં કહે છે તું સેરની છો સોનાલી.તને પટાવવી કોઈ પણ બોયઝ માટે બહુ મુશ્કેલ છે.સોનાલી બોલે છે બસ બસ મજાક છોડ, ચાલ આપણે કંઇક નાસ્તો કરીએ મને બહુ ભૂખ લાગી છે.આટલા વખતની દોસ્તીમાં સોનાલીએ પહેલી વાર સોહમ સાથે આવી મસ્તી કરી હતી અને આજે તો તેને સોહમને ...Read More

13

એક પંજાબી છોકરી - 13

સોનાલી જેવા નાટક માટેના કપડાં હાથમાં લે છે,તે રડવા લાગે છે.તે આજુબાજુ બધે જ જુએ છે પણ તેને ક્યાંય દેખાતું નથી.ઘણીવાર થઈ તો પણ સોનાલી આવી નહીં તેથી સોનાલીના મમ્મી તેના ચેન્જિંગ રૂમમાં આવે છે.તો સોનાલી ખૂબ રડતી હોય છે સોનાલીના મમ્મી તેની પાસે દોડી આવે છે ને પૂછે છે શું થયું બેટા? તું કેમ આમ રડે છે.સોનાલી પોતાના પહેરવાના કપડાં બતાવે છે.તે જોઈ સોનાલીના મમ્મી પૂછે છે.આ કેવી રીતે ફાટી ગયા.તું પહેરવા ગઈ અને ફાટ્યા હોય તેવું તો લાગતું નથી.સોનાલી રડતા રડતા જ બોલે છે.મમ્મી હું અહીં કપડાં રાખી તમને મળવા આવી હતી અને પાછી આવી તો મારા ...Read More

14

એક પંજાબી છોકરી - 14

રાંઝા ઝાડ નીચે બેસી બાંસુરી વગાડતો.આ બધું સોહમ હવે એક્શન સાથે પ્રસ્તુત કરે છે.તે પણ બાંસુરી પકડીને બેઠો છે પાછળથી મ્યુઝિક વાગે છે સ્ટોરી આગળ વધે છે રાંઝાને એક પીર બાબા મળે છે અને તે રાંઝાના દુઃખને સમજી જાય છે તેથી તે રાંઝાને હીર પાસે મોકલે છે. હવે હીરની એન્ટ્રી પડવાની હોય છે જેમાં સોનાલીની જરૂર પડશે.સોહમ ખૂબ જ ચિંતામાં હતો અને તે મનોમન વિચાર કરતો હતો કે સોનાલીને હિરનો પોશાક મળ્યો હશે?શું થયું હશે?નાટક અધવચ્ચે આવી અટકી ગયું હતું,કારણ કે હવે હીર વિના તે આગળ ચાલે તેમ નહોતું પણ સોનાલી ક્યાંય દેખાતી નહોતી.પાંચ મિનિટ બાદ અચાનક સફેદ લાઈટ ...Read More

15

એક પંજાબી છોકરી - 15

રાજાએ રાંઝાને ચોર સમજી પકડી લીધો.રાંઝા એ રાજાને બધી સત્ય હકીકત કહી અને તેને પ્રેમની પરીક્ષા આપવા માટે આગ હાથ રાખી દીધો.આ જોઈ રાજાએ હીરના પિતાને આદેશ આપ્યો કે તે હીરના લગ્ન રાંઝા સાથે કરી આપો.રાજાના ડરથી હીરના પિતા માની ગયા પણ તેના કાકા કૈદો એ તેમના લગ્ન રોકવા માટે હીરને જમવામાં ઝેર આપી દીધું તે ખાઈ હીર થોડી વારમાં જ મુત્યુ પામી,આ ખબર રાંઝાને મળી તે દોડતો હીર પાસે પહોંચી ગયો પણ ત્યાં તો ખૂબ મોડું થઈ ગયું હતું ને હીર મુત્યુ પામી.આ દુઃખ રાંઝાથી સહન ન થતાં તેને પણ ઝેરવાળું ભોજન ખાઈ લીધું અને થોડી જ વારમાં ...Read More

16

એક પંજાબી છોકરી - 16

સોનાલી ઢોકળા ખાતા ખાતા તેમના મમ્મીને કહે છે જોયું મમ્મી આ એકદમ ગુજરાત જેવા જ ટેસ્ટી છે. તેમના મમ્મી સોનાલી બંને ગુજરાતમાં રહેતા ત્યારે આ ઢોકળા ખૂબ ખાતા હતા,ત્યાંથી આવ્યા પછી તેમને આજે આ ઢોકળા મન ભરીને ખાધા હતા.હવે બધા લોકોએ મસ્ત મજાનો ગરમ ગરમ નાસ્તો ભરપેટ ખાઈ લીધો હતો અને હવે આજના આ સુંદર નાટકમાં કઈ શાળા વિજેતા રહી તેનું નામ જાહેર થયું.આ નાટકનું આયોજન કરાવનાર જે વ્યક્તિ હતા તે પાંચ રાજ્યના હેડ હતા.તેમને સ્ટેજ ઉપર જઈ માઇકમાં બોલવાનું શરૂ કર્યું.તેઓ કહે છે સૌ પ્રથમ તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અહીં આવી આપનો કિંમતી સમય અમને બધાને ...Read More

17

એક પંજાબી છોકરી - 17

સોહમ અને સોનાલી સાથે તેમની પૂરી ફેમીલી હોટલમાં પહોંચે છે,ત્યાં આખી હોટલ બુક કરેલી હતી અને તેને સુંદર રીતે કરવામાં આવી હતી. સોહમ અને સોનાલીની ફેવરિટ ડિશ રાખવામાં આવી હતી.સોહમને પીઝા અને છોલે ભટુરે પસંદ છે તો તેના માટે આ ડીશ હતી અને સોનાલીને ઢોસા,ઈડલી સંભાર પસંદ છે તો તેના માટે તે ડીશ રાખવામાં આવી હતી અને આ સિવાય મુંબઈમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોવાથી અહીં ખૂબ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન મળી જાય તેથી ગુજરાતી મેનૂમાં ફાફડા ગાંઠિયા,થેપલા,સૂકી ભાજી, દહીં આ વસ્તુ પણ સ્પેશિયલ ઓર્ડર આપી બનાવડાવી હતી.આ સોનાલી અને સોહમ માટેનું સરપ્રાઈઝ હતું.આ બધું જોઈ તે બંને ખૂબ જ ખુશ ...Read More

18

એક પંજાબી છોકરી - 18

સોહમ તૈયાર થઈને સોનાલીના ઘરે પહોંચે છે અને તે જુએ છે કે ગાર્ડનને ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું.સોનાલી થોડી વારમાં મસ્ત મજાના નવા કપડાં પહેરીને ત્યાં આવે છે. તે પણ ગાર્ડનનું ડેકોરેશન જુએ છે બંને ને ખૂબ અજીબ લાગે છે કે શું સરપ્રાઈઝ હશે? સોહમ અને સોનાલી થોડી વાર વાતો કરે છે ત્યાં તેમના ઘણા બધા મિત્રો આવી જાય છે આ જોઈ બંને ખુબ જ ખુશ થઈ જાય છે.આ એક બહુ મોટું સરપ્રાઈઝ હતું.તે બધા સોહમ અને સોનાલી માટે અલગ અલગ ગિફ્ટ લઈને આવે છે સાથે નાટકમાં સારા પરફોર્મન્સ બદલ તેમને અભિનંદન પણ કહે છે.આ આયોજન સોહમ અને ...Read More

19

એક પંજાબી છોકરી - 19

સર કહે છે સોહમ અને સોનાલી એ આપણી શાળાનું જ નહીં પરંતુ સમગ્ર પંજાબનું નામ બધે જ રોશન કરી છે તો આપણી પણ ફરજ બને છે કે આપણે તે બંનેનું દિલથી સમ્માન કરી, તેમને કંઇક પુરસ્કાર આપી તેમની અથાગ મહેનતને બિરદાવીએ.આપણી શાળા તરફથી હું સોહમ અને સોનાલીને પંદર હજાર રૂપિયા અને સાથે સાથે મેડલ આપું છું, તો સોહમ અને સોનાલી સ્ટેજ પર આવી આ પુરસ્કાર સ્વીકારે તેવી વિનંતી.સોહમ અને સોનાલી સ્ટેજ પર જાય છે અને સતત તાળીઓના ગડગડાટથી તેમને નવાજવામાં આવે છે. તે બંને પંદર હજાર રૂપિયા અને મેડલ લઈને તેમના પ્રિન્સિપલને પ્રણામ કરી તેમના આશીર્વાદ લે છે.પછી બધા ...Read More

20

એક પંજાબી છોકરી - 20

સોનાલી થોડી વાર થઈ તો પણ બહાર આવી નહીં.તેથી તેના દાદી તેના રૂમમાં ગયા.સોનાલી પોતાનું હોમવર્ક કરતી હતી.દાદી એ કહ્યું બેટા તું હજી પણ અમારા બધાથી નારાજ છે. આજે પહેલી વખત તું આમ ગુસ્સે થઈ નાસ્તો કર્યા વિના કૉલેજ ગઈ છો.બેટા તું તારી જગ્યા પર એકદમ સાચી છો પણ અમે લોકો તારા પ્રેમમાં એ ભૂલી ગયા કે તું હવે જ સાચા અર્થમાં સમજદાર થઈ ગઈ છો.ત્યાં સોનાલીના મમ્મી આવીને કહે છે હા સોનાલી અમે બધા તારા પ્રેમમાં એ ભૂલી ગયા કે તું કૉલેજમાં આવી ગઈ.અમારે તારી સાથે આવું વર્તન નહોતું કરવું પણ અમને ખબર જ ના રહી કે અમારી ...Read More

21

એક પંજાબી છોકરી - 21

સોનાલીના દાદુ પણ માને છે કે સોનાલી સાથેનો તેમનો વ્યવહાર જરા પણ ઉતમ નહોતો. તે ખૂબ સારી અને સમજદાર છે. તેને આમ બંધનમાં બાંધી ના દેવી જોઈએ.તેથી તો તેમને સોનાલીને એક સરપ્રાઈઝ આપવાની વાત કરી.સોનાલીના દાદુ સોનાલી અને તેના પપ્પાને લઈને બહાર ગયા પણ ક્યાં જાય છે ? શા માટે? તે કોઈને કહ્યું નહીં કેમ કે તે સોનાલીના ચહેરા પર પહેલા જેવી જ ખુશી જોવા માંગતા હતા. જે તેમની ફેમિલીના અજીબ વર્તનથી ક્યાંક ખોવાઈ ગઈ હતી.સોનાલીના દાદુ સોનાલી અને તેના પપ્પાને એક શો રૂમમાં લઈ ગયા જે સ્કૂટીનો શો રૂમ હતો.સોનાલી ત્યાં જઈને પણ સમજી ન શકી કે તેના ...Read More

22

એક પંજાબી છોકરી - 22

સોનાલી સાથે જેવો તે ટકરાયો અને તેને મજાકના મૂડમાં ગોગલ્સ થોડા નીચા કરી સોનાલીને આંખ મારી.સોનાલીને આવા છોકરાઓથી ખૂબ નફરત હતી. તેથી સોનાલીએ ગુસ્સામાં આવી પેલાને એક ખેંચીને થપ્પડ મારી દીધી. સોનાલીના થપ્પડની ગુંજ એટલી જોરદાર હતી કે આજુબાજુના બધા લોકો જોવા લાગ્યા અને પેલાના ગાલ પર સોનાલીના પંજાની છાપ દેખાવા લાગી.પેલો ગુસ્સામાં કહેવા લાગ્યો,તું શું ખુદને હિરોઈન સમજે છે? કોઈ તારી સાથે ખરાબ વ્યવહાર નહોતો કર્યો જો તું આ રીતે ગુસ્સામાં આવી ગઈ. મેં તને ટચ પણ નથી કર્યું.સોનાલી કહે છે તે આંખ કેમ મારી? હું કંઈ એવી છોકરી નથી કે તું મને પટાવી લઈશ.આ વાત સોહમને સોનાલીની ...Read More

23

એક પંજાબી છોકરી - 23

સોહમની કોઈ જ વાત સાંભળ્યા વિના જ તેના મમ્મીએ તેને થપ્પડ મારી દીધી.સોનાલી સોહમ પાસે ગઈ અને સોહમને કહ્યું,"હો તો મેનુ માફ કર દેના યારા"આજ મારા લીધે પહેલીવાર આંટીએ તારા ઉપર હાથ ઉપાડ્યો છે. સોહમ કંઈ કહે તે પહેલાં તેના મમ્મી કહે છે. ના સોનાલી તારા લીધે નહીં. તને ખબર છે ?સોહમ આજે કૉલેજમાં કોઈ સાથે લડાઈ કરીને આવ્યો છે? સોનાલી કહે છે હા આંટી હું જાણું છું પણ તમે નથી જાણતા કે સોહમ એ શા માટે લડાઈ કરી? સોહમના મમ્મી સોનાલીને પૂછે છે એવું શું કારણ હોય શકે કે સોહમને કોઈ સાથે લડવું પડે અને કોઈ કારણ હોય ...Read More

24

એક પંજાબી છોકરી - 24

સોહમ પ્રિન્સિપલ સરની ઓફિસમાં હતો અને સર તેને પૂછતાં હતા કે કાલે શું થયું હતું પણ સોનાલીની બદનામી થશે સોહમને લાગતું હતું તેથી સોહમ સરને કંઈ જ ન જવાબ આપતો નથી.સર વારંવાર પૂછે છે એટલે અંતે સોહમ કહે છે સર મેં પેલા સાથે એમનેમ જ લડાઈ કરી હતી.તે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે વાતો કરતો હતો.તે મને જરા પણ ન ગમ્યું તેથી મેં પેલા સાથે લડાઈ કરી બધી ભૂલ મારી હતી. સોનાલી બહાર ઊભી રહી આ બધું સાંભળતી હતી. ત્યાં સોહમના મમ્મીએ પણ બધું સાંભળી લીધું તેને સોહમ પર ગર્વ થયો કે સોહમ સોનાલીને કેટલો પ્રેમ કરે છે.તેના ઉપર કંઈ ...Read More

25

એક પંજાબી છોકરી - 25

સોનાલીએ ચીસ પાડી પણ સોનાલીનો અવાજ કોઈ સુધી પહોંચ્યો નહીં.સોનાલી જેવી કૉલેજના ગેટની બહાર નીકળી તેને નવ દસ બાઇકવાળા ક્લાસ લોકોએ ઘેરી લીધી. એમનાથી ડરીને સોનાલી એ ચીસ પાડી,પણ બધા ક્લાસરૂમમાં હતા.ત્યાંના ક્લાસરૂમ એવા હતા કે અંદરનો અવાજ બહાર ના જાય અને બહારનો અવાજ અંદર ના આવી શકે.સોનાલી એકદમ સુંદર હતી એટલે આ લોકો ઘણા દિવસથી સોનાલીને પકડવાનો પ્રયત્ન કરતા હતા પણ સોનાલી સોહમ સાથે જતી હોવાથી મોકો મળતો નહોતો અને આજે તેમને સારો એવો અવસર મળી ગયો.સોનાલી આખી પરસેવાથી રેબઝેબ થઈ ગઈ.તેને ખૂબ જ ડર લાગતો હતો પેલા લોકો સોનાલીની ફરતી બાજુ બાઇક ફેરવતા હતા ને તેને પાસે ...Read More

26

એક પંજાબી છોકરી - 26

સોહમને સમજાય છે કે મયંક વિશેના તેના અને સોનાલીના વિચારો ખોટા હતા.મયંક એક સારો છોકરો છે.આજે તેને સોનાલી માટે કર્યું છે તેનો આ ઋણ હું કઈ રીતે ચૂકવી શકીશ? સોહમ મનોમન આવા વિચાર કરતો હતો ત્યાં ડોકટર આવે છે અને કહે છે મયંકને બહુ ઊંડો ઘા નથી લાગ્યો તેથી તેમને રજા આપી દેવામાં આવે છે પછી સોહમ,સોનાલી અને મયંક કોલેજે જાય છે. ત્યાં બીજા સ્ટુડન્ટ્સ ને સ્ટાફ તો ત્યાંથી જતા રહ્યા પણ પ્રિન્સિપલ સર ત્યાં જ રહીને સોહમ,સોનાલી અને મયંકની રાહ જોતા હતા.જેવા તે લોકો પહોંચ્યા તરત પ્રિન્સિપલ સરે પૂછ્યું,શું થયું હતું? કેમ મયંક અને સોનાલી તમે બંને હોસ્પિટલે ...Read More

27

એક પંજાબી છોકરી - 27

સોનાલી અને સોહમ વાત કરતા હતા ત્યાં જ પાછળથી સોનાલીના મમ્મી બોલે છે,શું કહે છે સોહમ ? સોહમ અને બંને એકદમ જ ડરી જાય છે.સોનાલીના મમ્મી કહે છે કોને અને શેની ભનક નથી પડવા દેવાની.સોહમ વાતને ફેરવી નાખે છે અને કહે છે આંટી મારા મમ્મી પપ્પાની હમણાં એનીવર્સરી આવે છે,તો હું તેમને સરપ્રાઈઝ આપવા ઈચ્છું છું એટલે સોનાલીની થોડી હેલ્પ લીધી પણ સોનાલીને જણાવું છું કે મમ્મીને આ વાતની ભનક પણ ન લાગવી જોઈએ નહીં તો સરપ્રાઈઝ ખરાબ થઈ જશે.સોહમ એટલી સાવચેતીથી વાતને ફેરવી નાખે છે કે સોનાલીના મમ્મી તે વાતને માની લે છે અને સોનાલી પણ સોહમની વાતમાં ...Read More

28

એક પંજાબી છોકરી - 28

સોનાલી અને મયંક ક્લાસમાં એક સાથે જાય છે બધા તે બંનેને જોતા જ રહી જાય છે.મયંક સોનાલીની સાથે એક બેંચમાં બેસે છે.સોનાલી ને મયંકની દોસ્તી થઈ ગઈ.આખો ક્લાસ અંદરો અંદર વાતો કરે છે,ત્યાં પ્રિન્સિપલ સર ક્લાસમાં આવે છે બધા એકદમ ચૂપ થઈ જાય છે.સર કહે છે છે આપણી કૉલેજમાં ટૂંક સમયમાં ડાન્સ કોમ્પિટીશન થવા જઈ રહ્યું છે જેમાં મયંક,સોહમ ને સોનાલી એકસાથે ડાન્સ કરશે.મયંકને નવી સજા કરવામાં આવી છે કે તે સોહમ ને સોનાલીની આજુબાજુ જ રહેશે.સરની આ વાત સાંભળી બધાને સમજાય છે કે સોનાલી,સોહમ ને મયંક કેમ સાથે ને સાથે રહે છે.સર એટલું સાવચેતીથી ખોટું બોલ્યા કે બધાએ ...Read More

29

એક પંજાબી છોકરી - 29

સોહમ અને સોનાલી કુશલના સવાલનો શો જવાબ આપે તે સમજી શકતા નથી તેથી સોહમ કહે છે કુશલ હું મયંકને જરૂરથી પૂછીશ કે તેને કોણીમાં શું થયું છે પછી તને જણાવીશ. આ વાતની અમને પણ કોઈ જાણ નથી.કુશલ કહે છે સારું દોસ્ત.આટલું કહી તે ચાલ્યો જાય છે સોનાલીને આજે મયંક માટે ખૂબ જ માન થાય છે કે સોનાલી પર આચ ન આવે તેથી આજે મયંકે પોતાનું દર્દ પોતાની મા થી પણ છૂપાવી લીધું.કુશલ ના ગયા પછી સોહમ અને સોનાલી પણ ઘરે જવા માટે નીકળે છે ત્યાં જ રસ્તામાં પ્રિન્સિપલ સરનો ફોન આવે છે સોહમના ફોન પર ને સર જણાવે છે ...Read More

30

એક પંજાબી છોકરી - 30

સોહમ ને સોનાલીના આવા શબ્દોથી ખૂબ જ આઘાત લાગે છે પણ તે સોનાલીને કંઈ જ કહેતો નથી.હોસ્પિટલે જતી વખતે સોહમથી નારાજ થઈ પાછળ બેસી જાય છે અને મયંક સોહમ સાથે આગળ બેસે છે.હોસ્પિટલે જઈ ડોક્ટર કહે છે મયંક હવે તમે એકદમ ઠીક છો.મયંકની કોણીનો પાટો પણ છૂટી જાય છે.સોનાલી એકદમ ખુશ થઈ મયંકને ગળે વળગી પડે છે.મયંક તો કૉલેજના પહેલા દિવસથી જ સોનાલી માટે પાગલ હતો.તેને તો સોનાલીના ભાવો ખૂબ જ ગમતા પણ તે આ વાત સોનાલીને કરતો નથી કેમ કે આજ સુધી તો સોનાલી મયંકને નફરત જ કરતી હતી.મયંક પહેલા સોનાલીનો બહુ સારો મિત્ર બનવા ઈચ્છે છે અને ...Read More

31

એક પંજાબી છોકરી - 31

સોનાલી એકદમ ઝડપથી મયંક પાસેથી જતી રહે છે તેનો ઘરે પહોંચવાનો સમય થઈ ગયો હતો,પણ તે પહેલાં સોહમના ઘરે છે ત્યાં જઈને સોહમના મમ્મીને પૂછે છે કે આંટી સોહમ ક્યાં છે ? તો તેના મમ્મી કહે છે સોહમ હજી કૉલેજેથી આવ્યો નથી. તું કેમ આવી ગઈ બેટા ? સોહમ તારી સાથે ન આવ્યો ?તો સોનાલી થોડી વાર માટે કંઈ જ બોલતી નથી પછી કહે છે આંટી તમે મારી ઘરે કહી આવો કે મારે જરૂરી કામથી કૉલેજે જવું પડ્યું.હું હમણાં આવું છું સોહમને લઈને એટલું કહી સોનાલી સ્કૂટી લઈ કૉલેજે જતી રહે છે,ત્યાં જઈને બધી બાજુ ગોતે છે પણ સોહમ ...Read More

32

એક પંજાબી છોકરી - 32

સોહમ,સોનાલી અને મયંક ત્રણેય સરના કહ્યા અનુસાર સાથે ડાન્સ કરે છે જેમાં સોનાલી વચ્ચે રહે છે અને સોહમ ને તેની બંને બાજુ ઊભા રહે છે. તેઓ બધા અલગ અલગ રાજ્યના લોકનૃત્યને રજૂ કરે છે.જેમાં સૌ પ્રથમ તેઓ પંજાબના હોવાથી પંજાબી સોંગ પર ભાંગડા ડાન્સ કર્યો તે સોંગ હતું...ओ.. एक्को हील दे नाल में कट्टेया एक साल वे मैनु कदेय ता लई जेया कर तू शॉपिंग मॉल वे मेरे नाल दियाँ सब पार्लर साज दियाँ रेहंदियाँ हाये हाई लाइट करा दे मेरे काले वाल वे वे कीथो सज़ा तेरे लयी सारे सूट पुरानेआ हाये पुरानेआ मैनु लहंगा.. मैनु लहंगा ले ...Read More

33

એક પંજાબી છોકરી - 33

આ કોમ્પિટિશનનું પરિણામ જાહેર કરવા માટે પ્રિન્સિપલ સર સ્ટેજ ઉપર આવે છે.સર નામ જાહેર કરતા પહેલા તેમનો પરિચય કંઇક પ્રમાણે આપે છે...બહુ ફેમસ થયા તેઓ હીર ને રાંઝા બની.બહુ નાની ઉમરમાં મળ્યાં જેમને ખૂબ મની.તે ત્રણેયની જોડી લાગે છે સહુને બહુ ફની.તેમની સુંદર મજાની દોસ્તીથી બન્યા તે ધની.તેમને સાંભળી લાગે કે તેની વાણીમાં છે હની.આજ ડાન્સ માટે આવ્યા છે જે ખૂબ બની ઠની.આટલો પરિચય આપતા જ બધા સ્ટુડન્ટ્સ સમજી જાય છે કે આ સોહમ,સોનાલી ને મયંક વિશે વાત કરવામાં આવે છે તેથી બધા જોર જોરથી તાળીઓ પાડી આ ત્રણેયનું નામ લે છે.સર પણ બોલી પડે છે કે બધા સમજી ...Read More

34

એક પંજાબી છોકરી - 34

સોહમના મમ્મી સોનાલીને કંઇક પૂછવા જતા હતા ત્યાં બોલતા બોલતા અટકી ગયા કારણ કે મયંકના મમ્મી અચાનક તેમની પાસે જાય છે અને તેમને પૂછવા લાગે છે કે તમે સોહમના મમ્મી છો ને? સોહમના મમ્મી કહે છે હા બોલો ને કંઈ કામ હતું? તો મયંકના મમ્મી કહે છે સોહમ ખૂબ સારો ને ડાહ્યો છોકરો છે અવારનવાર તે મયંકને લેવા ને છોડવા ઘરે આવતો હોય છે. સોનાલી મયંકના મમ્મીની વાત સાંભળે છે અને એકદમ જ ડરી જાય છે કે ક્યાંક મયંકના મમ્મી મારું નામ ન લઈ લે.તે મનોમન વિચારે છે કે મયંકના મમ્મીને ગમે તેમ કરીને સોહમના મમ્મી સાથે વાત કરતા ...Read More

35

એક પંજાબી છોકરી - 35

સોહમના મમ્મી કહે છે હા તમે બંને સાવ શાંત નદી જેવા છો. તમે થોડા મજાક મસ્તી કરો.સોહમ કહે છે બસ પણ કરો હવે સોનાલી બોર થઈ જશે તમારી વાતોથી.આ શબ્દ સાંભળી સોનાલીને ખૂબ જ ગુસ્સો આવે છે તે કહે છે કેમ સોહમ શું હું આંટીને આજે પહેલી જ વખત મળી છું?તો આંટીની મજાકને હું સિરિયસ લઈ લઉં.તે મને સાવ એવી સમજી છે કે હું મારી મા સમાન આંટીથી નારાજ થઈ જાઉં.તો તને કહી દઉં હું તારા જેવી જરા પણ નથી.તું વર્ષો પહેલાંની મારી એક ભૂલની સજા મને આજ સુધી આપતો આવ્યો છે.સોહમ વચ્ચે બોલવાની કોશિશ કરે છે પણ સોનાલી ...Read More

36

એક પંજાબી છોકરી - 36

સોહમના મમ્મી સોહમ પાસે આવે છે તો સોહમ એમનેમ ઉદાસ ચહેરે બેઠો હતો.તેના મમ્મી તેની પાસે આવી બેસે છે કહે છે,"તેનું પતા હૈ ના મૈં તેનું ઐસે ઉદાસ નહીં વેખ શકતી." સોહમ તેના મમ્મીના ખોળામાં માથું મૂકીને સુવે છે.તેના મમ્મી તેના માથામાં હાથ ફેરવતા ફેરવતા કહે છે જે થયું તેને ભૂલી જા અને સોનાલી પાસે જઈને તેની માફી માગી લે.તે જોયું ને આજ સોનાલી કેટલી ઉદાસ હતી.સોહમ કહે છે મમ્મી સોનાલીને જ્યારે મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે મેં તેને સાવ એકલી છોડી દીધી.સોનાલીનું ગુસ્સે થવું યોગ્ય જ હતું. સોહમના મમ્મી સોહમને સમજાવતા કહે છે હા બેટા તે ભૂલ ...Read More

37

એક પંજાબી છોકરી - 37

સોનાલી મયંકનો પ્રેમ જોઈ ખુશ થાય છે અને તે મયંકને કહે છે સાચે જ તું ખૂબ સારો છે યાર.તે મને ખૂબ જ સપોર્ટ કરી છે.તે પાછી મયંકને હગ કરી લે છે.મયંકનું મન તો નથી થતું સોનાલીથી દૂર થવાનું પણ તે અહીં રોકાઈ ના શકે તેથી ત્યાંથી જાય છે અને સોનાલીને કહે છે સુઈ જજે કંઈ પણ ચિંતા કર્યા વિના હું બધું સારું કરી દઈશ.બહુ જલ્દી તું પહેલાની જેમ જ સોહમ સાથે મજાક મસ્તી કરતી થઈ જઈશ.સોનાલી કહે છે હા મયંક તું જા મારી ચિંતા ન કર.સોનાલીને આવી હાલતમાં છોડીને જવાનું મન ન હોવા છતાં મયંકને જવું પડે છે.તે આવ્યો ...Read More

38

એક પંજાબી છોકરી - 38

સોનાલી કૉલેજેથી સીધી જ સોહમની ઘરે જાય છે મયંક પણ તેની સાથે આવે છે સોનાલી સોહમને ઘણી વાર અવાજ બોલાવે છે,પણ સોહમ કંઈ જ જવાબ આપતો નથી. સોનાલી, મયંક અને સોહમના મમ્મી ચિંતામાં પડી જાય કે સોહમને શું થયું હશે?સોહમના મમ્મી કહે છે સવારમાં તો જવાબ આપતો હતો સોહમ અત્યારે શું થયું હશે? મયંક દરવાજો તોડવા માટે દરવાજાને પગેથી ધક્કો મારે છે બે ત્રણ વખત આવું કરે છે ત્યાં દરવાજો ખુલી જાય છે.પછી બધા જલ્દીથી અંદર જાય છે તો સોહમ બેભાન હાલતમાં હોય છે બધા ખૂબ ડરી જાય છે.મયંક ફટાફટ સોહમને તેડીને ગાડીમાં બેસાડે છે.સોનાલીને સોહમના મમ્મી સાથે બેસી ...Read More

39

એક પંજાબી છોકરી - 39

સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છે કે સોહમ બેભાન છે.તે હોસ્પિટલે પહોંચે ડૉકટર બહાર આવે છે અને કહે છે કે સોહમને આખી રાત તાવ હશે ને રાતથી બપોર સુધી તે તાવથી તપતો હોવાથી તાવ મગજમાં ચડી ગયો છે,તેથી બેભાન થઈ ગયો હતો.બધા પૂછે છે હવે સોહમને કેમ છે ડૉકટર? ડૉકટર કહે છે હોંશમાં આવે તો જ તે બચી શકશે ને બચવાના ચાન્સ બહુ ઓછા છે.સોહમના મમ્મી ખૂબ રડે છે ને સોનાલી તો ત્યાં ને ત્યાં બેભાન થઈ જાય છે.હોસ્પિટલના માણસો સોનાલીને બેડ પર સુવડાવે છે. ડૉકટર તેને ચેક કરીને કહે છે,આમને આઘાત ...Read More

40

એક પંજાબી છોકરી - 40

સોનાલી અવાજ દઈને બધા લોકોને કહે છે કે સોહમને હોંશ આવી ગયો છે અને ડૉકટર સાહેબને પણ બોલાવે છે.બધા સોહમને સાજો જોઇને ખૂબ જ ખુશ થઈ જાય છે. ડૉકટર સોહમને ચેક કરીને કહે છે,હવે તે એકદમ ફાઇન છે. સોહમના બચવાના કોઈ જ ચાન્સ નહોતા.ખબર નહીં આ ચમત્કાર કઇ રીતે થયો.સોહમ સોનાલી સામે જોઈ એક સ્માઇલ આપી આંખ મારે છે.સોનાલી શરમથી પાણી પાણી થઈ જાય છે.મયંક આ બધું જોઈ જાય છે,પણ તેને કંઈ જ સમજાતું નથી.થોડી જ વારમાં ડૉકટર સાહેબ સોહમને ઘરે જવાની પરમિશન આપી દે છે.અત્યારે તો સોનાલી સોહમની ચિંતા કરવામાં પડી હતી તેથી તેને મયંક યાદ આવતો નથી. ...Read More

41

એક પંજાબી છોકરી - 41

સોનાલી રૂમમાં જઈને વિચારે છે કે મયંકને મારા અને સોહમ વિશે જાણવાનો પૂરેપૂરો હક છે મારે તેને બધી વાત જોઈએ.સોનાલી બધું કહેવા માટે મયંકને કૉલ કરે છે પણ તે કૉલ ઉપાડતો નથી તેથી સોનાલી વિચારે છે કે રાત બહુ થઈ ગઈ છે તેથી મયંક સુઈ ગયો હશે એટલે કૉલ એટેન્ડ નહીં કર્યો હોય.તેને કાલે કૉલેજમાં રૂબરૂ મળીને વાત કરી લઈશ.આવું વિચારી તે સુઈ જાય છે. સોહમ એકલો બેસીને સોનાલીના જ વિચાર કરતો હતો. સોનાલી તેને આજે મળી ગઈ તે વિચારી વિચારીને ખુશ થતો હતો.તેની અને સોનાલીની અત્યાર સુધીની બધી જ જર્ની તેને એક પછી એક યાદ આવતી હતી.તેને સોનાલીની ...Read More

42

એક પંજાબી છોકરી - 42

મયંક ને સોનાલી વિચારોમાં ખોવાયેલા હતા અને સોહમ તેની ને સોનાલીની લવ લાઈફ વિશે વિચારતો હતો.આજે તેના માટે ખૂબ ખુશીનો દિવસ હતો.આમ બધા પોતપોતાના વિચારોમાં મશગૂલ હતા ત્યાં કૉલેજ આવી જાય છે અને ત્રણેય ક્લાસરૂમમાં જાય છે.સોહમ પોતાના ક્લાસમાં જવા જાય છે ત્યારે સોનાલી તેને રોકીને કહે છે તારું ધ્યાન રાખજે હજી તું પૂરી રીતે સાજો નથી થયો.મયંક સોહમ ને સોનાલીને સાથે જોઈ જલન અનુભવે છે પણ કંઈ બોલી નથી શકતો.તે બંને ક્લાસમાં જાય છે. સોનાલી મોકો શોધે છે મયંકને બધું સાચું કહેવા માટેનો પણ વારાફરતી બધા લેક્ચર ચાલુ જ રહે છે પછી બ્રેક આવી જાય છે.સોનાલી મયંકને કહે ...Read More

43

એક પંજાબી છોકરી - 43

પ્રિન્સિપલ સર અને સોનાલી બંને પોલીસ સ્ટેશનમાંથી સાથે જ નીકળે છે.સરને વારંવાર કૉલ આવ્યા કરતા હતા કારણ કે સર બધા જ જરૂરી કામો છોડીને અહીં આવ્યા હતા.સરને જવા માટે મોડું થતું હતું તો પણ તેને સોનાલીને કહ્યું કે,"મૈં તેનું ઘર વિચ છોડ જાવા." સોનાલી કહે છે ના ના સર તમે ચિંતા ન કરો હું એકલી જ ઘરે જતી રહીશ તમારે આમ પણ મારા લીધે ઘણું લેટ થઈ ગયું છે તમે જાઓ.સર કહે છે હમણાં મયંક આવતો જ હશે તેને સ્પેશ્યલ મને કૉલ કરીને કહ્યું હતું કે તે તને લેવા માટે આવશે સોહમને ઘરે છોડીને આવતો જ હશે.સોનાલી કહે છે ...Read More

44

એક પંજાબી છોકરી - 44

પેલો ગુંડો સોનાલી પર લાકડીથી વાર કરવા જાય છે.ગમે તેટલી હિંમત બતાવે પણ આખરે સોનાલી હતી તો એક નાજુક નાર ક્યાં સુધી ગુંડા સાથે લડાઈમાં જીતી શકે,તેથી તે લાકડીનો દંડો પેલા ગુંડા એ સોનાલીના માથા પર જોરથી માર્યો અને સોનાલી ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગઈ.પેલો ગુંડો ભાગી જાય તે પહેલાં સોહમ ને મયંક ત્યાં પહોંચી જાય છે અને પોલીસને જાણ કરી હોવાથી પોલીસ ઇન્સ્પેકટર પણ પહોંચી જાય છે પણ થોડા મોડા પડ્યા સોનાલીના માથામાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું સોહમ ને મયંક સીધા સોનાલી પાસે જ ગયા. સોહમ સોનાલીને આ હાલતમાં જોઈને સાવ તૂટી ગયો પણ મયંક ...Read More

45

એક પંજાબી છોકરી - 45

સોનાલીને હજી બ્લડની જરૂર છે આ વાત સોહમ ને મયંક સાંભળે છે પણ હવે સોનાલી માટે આ બ્લડ ક્યાંથી આવવું તે કોઈ સમજી નથી શકતું.સોહમ ડોકટરને કહે છે સર તમારે જેટલું બ્લડ જોઈ તેટલું મારા શરીરમાંથી લઈ લ્યો પણ મારી સોનાલીને બચાવી લ્યો.સોહમ જ્યારે મારી સોનાલી એવું બોલે છે ત્યારે મયંકને ખૂબ જ અજીબ લાગે છે પણ તેને પરિસ્થિતિ જોઈને સોહમને કંઈ પણ પૂછવું ઉચિત લાગતું નથી તેથી તે ચૂપ રહે છે.ડૉકટર કહે છે ના હવે તમારા શરીરમાંથી વધુ બ્લડ ન લઈ શકાય.તમારે બીજે ગમે ત્યાંથી બ્લડની સગવડ કરવી પડશે.સોહમ બેડમાંથી ઉભો થઇ જાય છે.મયંક તેને રોકવાની કોશિશ કરે ...Read More

46

એક પંજાબી છોકરી - 46

ડૉકટર બહાર આવીને કહે છે પેસેન્ટ હવે એકદમ ઠીક છે આ જાણીને બધાના જીવમાં જીવ આવે છે અને બધા ખુશ થઈ જાય છે.સોહમના પપ્પાને બ્લડ લેવા માટે સોનાલીની પાસેના એક રૂમમાં રાખવામાં આવ્યા હતા.મયંક તેમના માટે જ્યૂસ લઈને આવે છે.સોનાલીના પપ્પા કહે છે,"પૂતર યે મેનુ દે મેં ઉન્કો દે દૂંગા."મયંક તે જ્યૂસ સોનાલીના પપ્પાને આપી દે છે તે લઈને સોનાલીના પપ્પા અને દાદુ સોહમના પપ્પા પાસે જાય છે અને બે હાથ જોડી તેમનો આભાર માને છે.સોહમના પપ્પા કહે છે અરે આ તો મારી ફરજ હતી.સોનાલીને અમે પણ અમારી દીકરી જ માની છે.હવે બધા સોનાલી હોંશમાં આવે તેની રાહ જુએ ...Read More

47

એક પંજાબી છોકરી - 47

સર ફ્રી થઈને આવ્યા હતા એટલે થોડી વાર બેસીને સોનાલી ને સોહમ સાથે વાત કરે છે.વીર બહાર જઈને સર મોસબીનું જ્યૂસ લઈ આવે છે.સરને મન તો થાય છે કે સોનાલી સાથે શું બન્યું તે પૂછે પણ સોનાલી ક્યાંક તૂટી ન જાય તે ડરથી સર કંઈ જ પૂછી નથી શકતા. આમ પણ સોનાલી ખૂબ જ વિક લાગતી હતી તેને માથામાં બહુ ગહેરી ચોટ લાગી છે તેથી ડૉકટર એ બધાને કહી દીધું હતું કે આજે પેસન્ટને કોઈ કંઈ પૂછતા નહીં તેથી જ મયંક ને સોહમ પણ સોનાલી સાથે બનેલી ઘટનાની વાત કરવાના બદલે અત્યાર સુધી બનેલી સારી સારી બાબતોને જ યાદ ...Read More

48

એક પંજાબી છોકરી - 48

સોહમના મમ્મી સોનાલી પાસે જાય છે એટલે સોનાલીની બધી ફ્રેન્ડસ્ જતી રહે છે.સોનાલી,સોહમ ને મયંક સાથે જમે છે અને સોહમ ને મયંક પોતપોતાના ઘરે જતા રહે છે. સોહમના મમ્મી સોનાલી પાસે જ રાત રહે છે.સોનાલી તેમને પૂછે છે આંટી મમ્મી કેમ ન આવ્યા? સોહમના મમ્મી કહે છે હું પણ તારા મમ્મી જેવી જ છું ને! મારું મન હતું તારી પાસે રહેવાનું એટલે હું આવી ગઈ.બંને આમ વાતો કરતા કરતા સુઈ જાય છે.વહેલી સવારે સોહમ ને મયંક પહોંચી જાય છે. સોનાલીના મમ્મીને પણ સોનાલી પાસે આવવું હતું પણ પોલીસ ઇન્સ્પેકટર આવવાના હોવાથી ને તેમની તબિયત ખરાબ હોવાથી સોહમ તેમને કે ...Read More

49

એક પંજાબી છોકરી - 49

સોહમ વીરને સમજાવતા કહે છે વીર હું ને મયંક બંને સોનાલીને લવ કરીએ છીએ.પેલા સોનાલીને હતું કે તે મયંકને કરે છે એટલે તે અને મયંક એકબીજાની સાથે હતા પણ જ્યારે હું બીમાર પડ્યો ત્યારે સોનાલીને મારા માટેની ફિલિંગ સમજાણી અને તેને મને તે વાત જણાવી. જ્યારે હું હોસ્પિટલમાં જીંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહ્યો હતો ત્યારે સોનાલી એ મને કહ્યું અને હું હોંશમાં આવ્યો.મયંક ને સોનાલી એ અમારા બંને વચ્ચેના પ્રેમની વાત મયંકને આજે જણાવી પણ મયંકને આ વાત બહુ પહેલા સમજાય ગઈ હતી તેથી સોનાલીને મયંક માટે ખૂબ દુઃખ થયું કેમ કે મયંક સોનાલીને ખુશ જોવા માગે ...Read More

50

એક પંજાબી છોકરી - 50

સોહમ ને મયંક સોનાલીને એના ઘરે લઈને આવે છે સોનાલીના ઘરે આવવાની ખુશીમાં વીરને જગરાતા એટલે કે આખી રાત માતાજીના ભજનો ગાવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. પંજાબમાં ઘરે ઘરે જગરાતા નો પ્રોગ્રામ રખાય છે.સોનાલીની ફેમીલી એ પણ સગા વહાલા આડોશી પાડોશીને જમાડવાનું પણ રાખ્યું હતું.સોનાલી બહુ ભક્તિ ભાવ વાળી હતી તેથી તે ટ્રેડિશનલ પોશાક પહેરીને તૈયાર થઈ જાય છે.  સોહમ ને મયંક તો સોનાલીનો આ લુક જોઈને ખોવાઈ જાય છે. વીર તે બંને ને ચીડવતા કહે છે બસ કરો મારા દી ને તમારા બંનેની નજર લાગી જશે.તેના દાદી કહે છે,"હાયની મેરા પૂતર કિતના સોણા લગદા હૈ,તેનું મેરી હી નજર ...Read More

51

એક પંજાબી છોકરી - 51

ઘરના બધા સભ્યો વીરના આવવાની રાહ જોતા હતા.વીર આવ્યો એટલે તેના દાદુ તેને પૂછે છે તું ક્યાં હતો? વીર છે દાદુ હું બહાર ગયો હતો મારા ફ્રેન્ડ સાથે હોટલમાં જમવા.ઘરના સભ્યો આમ વીરને કહ્યા વિના બહાર જવા માટે ખીજાય છે. વીર દુઃખી થઈ માફી માગ્યા વગર જ તેના રૂમમાં ચાલ્યો જાય છે.સોનાલીને વીરની આ બાબત જરા પણ ગમતી નથી પણ વીર બહુ મોટો થઈ ગયો છે હવે તેના ઉપર ગુસ્સો કરવો ઠીક નથી એવું વિચારીને તે ચૂપ રહે છે.સોહમ ને સોનાલી નો કૉલ આવ્યો હતો તેથી તે અચાનક હોટલમાંથી ચાલ્યો ગયો પણ વીર કોઈ છોકરી સાથે હતો આ વાત ...Read More

52

એક પંજાબી છોકરી - 52

વીર અને વાણી થોડી વાર બીચ ઉપર ફર્યા અને એક નાળિયેર લઈને બંને એ સાથે પીધું.એકમેકની આંખમાં આંખ પરોવીને માટે ખોવાય ગયા બધું જ ભૂલી ગયા અને માત્ર એકબીજાના પ્રેમને જ મહેસૂસ કરવા લાગ્યા.થોડીવાર પછી બીચ ઉપરથી ઘરે જવા માટે નીકળે છે વીર વાણીને એના ઘરે ડ્રોપ કરીને પોતે પોતાના ઘરે જાય છે.વીર ઘરે આવે છે સોહમ છૂપાઈને વીરના ઘરે આવવાની જ રાહ જોતો હતો.વીર આજે ગુસ્સામાં હતો એટલે વાણી તેની સાથે સરખી વાત ન કરી શકી પણ વાણી ત્યાં આવી નહોંતી સોહમે તેને ત્યાં મોકલી હતી વીર જ્યારે પોતાનો ફોન છોડીને બહાર ગયો ત્યારે સોહમ એ વાણીને મેસેજ ...Read More

53

એક પંજાબી છોકરી - 53

સોહમ સૌ પ્રથમ વીરને એક હોટલમાં રાતના ડિનર માટે મળવા બોલાવે છે અને ત્યાં જમ્યા પહેલા સોહમ વીરને પૂછે કે વીર એક વાતનો સાચો સાચો જવાબ આપજે? વીર કહે છે,"હાજી વીર જી કયા ગલ પૂછની હૈ મેરે સે બિન્દાસ પૂછ લો જી." સોહમ કહે છે વીર તારા અને વાણી વચ્ચે શું છે? વીર થોડી વાર માટે સાવ ચૂપ થઈ જાય છે તેને બહુ આશ્ચર્ય થાય છે કે સોહમ ભાઈને કેમ ખબર પડી કે મારા અને વાણી વચ્ચે કંઇક છે? થોડી વાર વિચાર કરીને સોહમ કહે છે અમે બંને ખૂબ સારા મિત્ર છીએ.સોહમ ફરી પૂછે છે, માત્ર દોસ્તી જ છે ...Read More

54

એક પંજાબી છોકરી - 54

વીરની વાત સાંભળી સોનાલી કહે છે વીર હું તારી વાત માની લઉં છું પણ આપણી ફેમીલીને મનાવવી ખૂબ જ છે. સોહમ કહે છે સોનાલી તું ચિંતા ન કર.આપણે મળીને બધાને સમજાવી દઈશું.સોનાલી વીર માટે થોડી ચિંતામાં હતી પણ સોહમ સારી રીતે જાણતો હતો કે સોનાલીને કઈ રીતે મનાવવી તેથી તેને વાણીને પણ કૉફી શોપમાં બોલાવી હતી અને આ લોકોની વાત ચાલતી હતી ત્યાં વાણી આવી જાય છે.વીર પહેલી વખત તેને બોલાવતો નથી સોહમને આ જોઈને દુઃખ થાય છે એટલે તે કહે છે "વાણી આ જાઓ હમારે નાલ બેઠો, ઇનસે મિલો યે હૈ વીર કી પહેન."સોહમનું એકદમ પ્યોર પંજાબી સાંભળી ...Read More

55

એક પંજાબી છોકરી - 55

સોનાલી કહે છે અરે મમ્મી સોહમ મારાથી એક વર્ષ આગળ હતો હું બારમામાં હતી ત્યારે તે કૉલેજમાં આવી ગયો અને વાણી બારમાં ધોરણમાં મારી સાથે હતી તે પણ એક જ વર્ષ માટે તો સોહમ ને કઈ રીતે ખબર હોય વાણી વિશે.સોનાલીના મમ્મી સોનાલીની વાત માની જાય છે.સોહમના જીવમાં જીવ આવે છે તે મનોમન વિચારે છે માંડ બચ્યો.વાણી દરરોજ સોનાલીના ઘરે આવે છે અને ધીમે ધીમે તે બધાના દિલ જીતી લે છે.હવે સમય આવી ગયો હતો બધાને વીર અને વાણીના પ્રેમ વિશે કહેવાનો.સોહમ અને સોનાલી બંને વાત કરતા હતા.સોનાલી સોહમ ને કહે છે સોહમ મારી ફેમીલી હવે વાણીને ખૂબ જ ...Read More

56

એક પંજાબી છોકરી - 56

સોહમના દાદુ કંઈ જ બોલતા નથી.આ જોઈ સોનાલીના દાદી સમજી જાય છે કે તેમને આઘાત લાગ્યો છે તે કહે સોહમ સોનાલી શું તમે બંને આ ઘરના હેડ છો ? જો તમે જ બધું નક્કી કરી લેશો તો અમે શું કરશું? તમે બંને એ અને આ બંને એ બધા એ મળીને અમને દુઃખી કર્યા છે. દાદી વાણી સામે હાથ જોડીને ઊભા રહી જાય છે અને કહે છે, "અગર તું એક અચ્છી કુડી હૈ તો ઈસ ઘર દી ઔર મૂડ કે મત દેખ્યો." આ સાંભળી વાણી બે ડગલાં ખસી જાય છે અને માંડ પડતા પડતા ખુદને બચાવે છે તેની આંખમાંથી આંસુઓ ...Read More

57

એક પંજાબી છોકરી - 57

સોહમના પપ્પા આવીને વીરની હાલત વિશે જાણવા માટે ડૉકટરને મળે છે.ડૉકટર કહે છે વીરના મગજમાં તાવ ચડી ગયો છે તે અંદરથી જીવવાની ઈચ્છા ખોઈ બેઠો છે એટલે નવાણું ટકા તેમના બચવાના કોઈ જ ચાન્સ નથી.આ સાંભળી સોહમના પપ્પાને ખૂબ જ દુઃખ થાય છે પણ તે હિંમત રાખે છે અને આ વાત બીજા કોઈ સાથે શેર કરતા નથી.વીર વિશે જાણીને તે વીરના દાદુના ડૉકટરને મળે છે અને તે કહે છે કે ઉંમર અને ચિંતાના લીધે તેમને માયનોર એટેક આવ્યો હતો પણ હાલ તેઓ એકદમ સ્વસ્થ છે અને એક કલાકમાં તેમને અહીંથી રજા આપવામાં આવશે.વીરના મમ્મીને વીરની ચિંતા થતી હતી તેથી ...Read More

58

એક પંજાબી છોકરી - 59

વીરના પપ્પા વીરના મમ્મીને દૂર લઈ જાય છે એટલે મોકો જોઈ સોહમ ને સોનાલી વાણીને વીર પાસે લઈ જાય પાસે જઈને વાણીની આંખ છલકાઇ જાય છે પણ સોનાલી તેને ઇશારાથી ચૂપ રહેવા સમજાવે છે.વાણી પણ જાણતી હતી કે વીર સામે રડશે તો વીર દુઃખી થશે ભલે તે બેભાન હતો પણ બધું સમજી શકતો હતો.વાણી માંડ આંસુ ને રોકે છે અને વીર ને કહે છે વીર જો હું તારી પાસે આવી ગઈ અને હવે તારાથી ક્યારેય દૂર નહીં જાઉં.તારા મમ્મી પપ્પાએ આપણા સબંધને માની લીધો છે.વાણી આટલું માંડ બોલી શકી ત્યાં તેની આંખમાંથી આંસુઓ સરી પડ્યા પણ તેને આ વાતનો ...Read More

59

એક પંજાબી છોકરી - 58

વાણી એટલા બધા સવાલો એકસાથે કરી લે છે કે સોનાલીનો જવાબ આપવાનો પણ વારો આવતો નથી.વાણી કહે છે દી કંઇક તો બોલો.સોનાલી કહે છે વીરને કંઈ નથી થયું તે એકદમ સાજો છે.સોનાલી સાચું કહીને વાણીને દુઃખ આપવા નહોંતી ઈચ્છતી એટલે વાણીની સામે ખોટું બોલે છે પણ વાણીને મનોમન લાગે છે કે દી કંઇક તો છૂપાવે છે પણ તે કંઈ કહેતી નથી અને તેમના મમ્મીએ કૉલ કરીને જે કહ્યું હતું તે વાત જણાવી દે છે. સોનાલી વધુ ચિંતામાં આવી જાય છે તેની આંખ આંસુઓથી છલકાતી હતી પણ તે વાણીને આ વાતની ભનક લાગવા દેતી નથી.આ બાજુ સોનાલીના મમ્મી સોનાલીને કૉલ ...Read More

60

એક પંજાબી છોકરી - 60

વાણી તરફ નજર પડતાં વીરના મમ્મી બહુ ગુસ્સામાં આવી ગયા તે વાણી પાસે ગયા અને તેને કહ્યું તારી હિંમત રીતે થઈ અહીં આવવાની? વીરના મમ્મી ખૂબ જ ગુસ્સામાં હતા તેથી જ્યારે વાણી પર તેમને ગુસ્સો કરવાની શરૂઆત કરી ત્યારે વાણી વીરના પપ્પા તરફ બચાવ માટે નજર કરે છે પણ વીરના પપ્પા વીરના મમ્મીનાં ગુસ્સાથી ડરી જાય છે તેથી કંઈ જ બોલવાની હિંમત કરતા નથી.આ વાત સોહમના પપ્પા સમજી જાય છે તેથી તે વીરના મમ્મીને કહે છે," પેનજી તુસી શાંત હો જાઓ વાણી દાક્તરી કી પઢાઇ કર દી હૈ તો સાડે દાક્તરને ઉન્કો હમારે વીર દા ઈલાજ કરને દે વાસ્તે ...Read More

61

એક પંજાબી છોકરી - 61 (છેલ્લો ભાગ)

વીર ફરીથી બેભાન થઈ ગયો.વાણીમાં સોહમ અને સોનાલીને જોઇને હિંમત આવી ગઈ તેને જલ્દીથી વીરની આંખો અને હદય ચેક અને તેને ખબર પડી કે ત્રણ દિવસથી બેભાન હોવાથી વીરે કંઈ જ ખાધું પીધું નહોતું તેથી તેને હોંશ આવતાની સાથે જ ભૂખ ને તરસના લીધે ચક્કર આવી ગયા.વીરનો તાવ માટેનો ઈલાજ ચાલતો હતો અને ડૉકટરને વધુ પેશન્ટ હોવાથી વીરને ગ્લુકોઝનો બાટલો ચડાવવામાં આવ્યો નહોંતો.જોકે આ ડૉકટરની લાપરવાહી કહેવાય પણ હાલ વાણી જલ્દીથી નર્સ ને બોલાવી ગ્લુકોઝનો બાટલો ચડાવવાની વ્યવસ્થા કરે છે તેને હવે તેના હેડ ડૉકટર પર ભરોસો ન હોવાથી તે તેમને જાણ નથી કરતી અને ખુદ જ બધું હેન્ડલ ...Read More