ઈશ્કવાલા Love

(913)
  • 44.5k
  • 257
  • 20.2k

KD એક ફીમેલ સિંગરની શોધમાં હોય છે. એવું નહોતું કે એને ફીમેલ સિંગર મળતી નહોતી. પણ KDને જે સ્વર અને સૂર જોઈતો હતો તેવો સ્વર અને સૂર એને મળ્યો નહોતો.

Full Novel

1

ઈશ્કવાલા Love - ભાગ ૧

KD એક ફીમેલ સિંગરની શોધમાં હોય છે. એવું નહોતું કે એને ફીમેલ સિંગર મળતી નહોતી. પણ KDને જે સ્વર સૂર જોઈતો હતો તેવો સ્વર અને સૂર એને મળ્યો નહોતો. ...Read More

2

ઈશ્કવાલા Love - ભાગ ૨

કોલેજ જતા રસ્તામાં એક છોકરા સાથે કેયાનો ઝઘડો થાય છે. ...Read More

3

ઈશ્કવાલા Love - ભાગ ૩

બીજા દિવસે કેયા અને પ્રિયા બંન્ને કોલેજમાં આવે છે. કેયાને KD નું બાઈક નજરે પડે છે.કેયા મનમાં જ કહે " શું સમજે છે પોતાની જાતને? મારી પાસે Sorry બોલાવડાવે છે. હવે જો એના બાઈકની હું શું હાલત કરું છું." એમ વિચારી બાઈકની હેડ લાઈટ તોડી નાંખે છે અને બાઈકનું પંક્ચર પણ કરી દે છે.પ્રિયા:- "શું કરે છે યાર? ચાલ કોઈ જશે તો?"કેયા:- "કોઈ નહિ જોય અને જોય તો પણ શું?કેયા કોઈથી ડરતી નથી."કેયાને બાઈકની આ હાલત કરતા વિકી અને રૉય જોઈ ગયા અને જઈને KDને કહ્યું.KD ને ખૂબ ગુસ્સો આવ્યો.કેયા ક્લાસમાં આવે છે. KD કંઈ કહેવા જાય એ પહેલાં ...Read More

4

ઈશ્કવાલા Love - ભાગ ૪

ગઈકાલે હોટેલમાં જે ઘટના બની તે ફોન કરીને સઘળી હકીકત પ્રિયા કેયાને જણાવે છે. બીજા દિવસે કોલેજમાં કેયા KD શોધતી શોધતી આવતી હોય છે. KD અને એના બે મિત્રો રૉય અને વિકી સાથે સામેના રિહર્સલ રૂમમાં હોય છે. કેયાની નજર KD પર પડે છે. KDની નજર કેયા પર પડે છે. ટૂંકુ ટીશર્ટ અને ટૂંકુ સ્કર્ટ પહેરી કેયાને જોતા જ KD ને ગુસ્સો આવે છે. અને ગઈકાલે જે ઘટના બની તે યાદ આવે છે. કેયા જેવી KD પાસે આવીને કંઈક કહે છે એ પહેલાં તો કેયાના ગાલે KDના હાથની એક થપ્પડ પડે છે.KD:- "આ થપ્પડની જરૂર હતી. ખૂબ લાડકોડમાં મમ્મી ...Read More

5

ઈશ્કવાલા Love - ભાગ ૫

સવારે ૧૦:૦૦ વાગે કેયા કોલેજ પહોંચી ગઈ. રૉય,વિકી અને KD પહેલેથી જ રિહર્સલ કરી રહ્યા હતા.કેયા:- Hey guys morning Very good morning વિકી અને રૉય બોલ્યા.KD:- તું અહી શું કરે છે? કેયા:- તને જ મળવા આવી છું. KD:- શું કહ્યું? કેયા:- I mean કે હું પણ સિંગર છું. તો મને પણ એક ચાન્સ જોઈએ છે. KD:- તું અને સિંગર..!! સંગીત કોને કહેવાય એ તને ખબર પણ છે કે નહિ? રૉય:- જ્યારે એ કહે છે કે એ સિંગર છે તો એકવાર એને ચાન્સ આપવામાં શું વાંધો છે. KD:- મને જે સૂર અને સ્વર જોઈએ છે તે આ છોકરી નહિ ગાઈ શકે. વિકી:- અરે KD એક વાર એનો સ્વર ...Read More

6

ઈશ્કવાલા Love - ભાગ ૬

કેયા અને KDની દરરોજ મેસેજથી વાત થતી રહેતી. એક નજર,એક ફોન, એક મેસેજ, એક શબ્દ...બધું જ ખાસ બની જાય જ્યારે ગમતી વ્યક્તિ ધબકારા સાથે સંકળાય છે. એક દિવસ પ્રિયા, કેયા, રૉય અને વિકી કેન્ટીનમાં નાસ્તો કરતા કરતા ચર્ચા કરી રહ્યા હતા કે શું કરીએ તો KDના મનની વાત જાણી શકાય.પ્રિયા:- તું શ્યોર છે કે એ તને પ્રેમ કરે છે? કેયા:- હા....એ મને પ્રેમ ન કરતે તો મારી આટલી બધી ચિંતા ન કરતે. રૉય:- હા કદાચ બની શકે. કારણ કે તું જ એ છોકરી છે જેની એને તલાશ હતી. કેયા:- તારા કહેવાનો મતલબ શું છે? રૉય:- એણે કોઈ હોટેલમાં એક છોકરીનો અવાજ સાંભળ્યો ...Read More

7

ઈશ્કવાલા Love - ભાગ ૭

तुम्हे पता है...करीब आयी तो बाहो में बिखर जाऊँगीतुम्हे पता है...पुकारोगे मुझे तो रुक नहीं पाऊँगीतुम्हे पता है...मोहब्बत है...तुम्हे और मुझे भीतुम्हे पता है...मेरा सब हाल...मेरा करार तुमसे है...तुम्हे पता है...अधूरी रही है चाहत अपनीफिर क्यों नहीं समझतेमुझसे तुम हो तो...मैं भी तो तुमसे ही हूँ..!!! કોલેજની લોબીમાં ઉભી ઉભી કેયા બહાર વરસતા વરસાદને જોઈ રહી અને વિચારી રહી હતી કે KD કેમ સમજતો નથી કે હું એને મનોમન ચાહુ છું. થોડીવાર રહી રૉય અને વિકી નીકળી ગયા. ઑ હેલો ડ્રામેબાઝ..શું વિચારી રહી છે? KDએ કેયાની સામે ચપટી વગાડતા કહ્યું. કેયા:- કંઈ નહિ. બસ એમજ અને મારું નામ ડ્રામેબાઝ નથી ...Read More

8

ઈશ્કવાલા Love - ભાગ ૮

એક દિવસ કેયાને ઘરે મૂકી આવીને KD બાઈક સ્ટાર્ટ કરતો હતો કે ત્યાં જ રતિલાલભાઈ આવ્યા. KDને કહ્યું કે જો કૃણાલ કેયા સાથે મિત્ર બનીને રહીશ તો મને વાંધો નથી પરંતુ..... કેયા ખૂબ લાડકોડમાં ઉછરી છે. કેયાને હાઈફાઈ લાઈફ સ્ટાઈલની આદત છે અને તું એની જરૂરિયાત પૂરી નહિ કરી શકે. શાનમાં સમજી જાય તો તારા માટે સારું છે નહિ તો......તું સમજી જ ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. તું સમજદાર છોકરો છે.""જી અંકલ તમે શું કહેવા માંગો છો તે હું સમજી ગયો." એમ કહી KD ત્યાંથી નીકળી જાય છે. KD કેયાને પ્રેમ કરતો હતો. ...Read More

9

ઈશ્કવાલા Love - ભાગ ૯

કેયા નાસ્તો કરી પછી શાંતિથી બેસી ટીવી જોતી હોય છે. મમ્મી પપ્પા કેયા પાસે આવે છે અને કેયાને કહે કે "બેટા તારા માટે એક છોકરો પસંદ કર્યો છે. તારા એની સાથે લગ્ન કરાવવા માંગીએ છીએ." આ સાંભળતા જ કેયાના પગ તળેથી જમીન સરકી જાય છે.કેયા:- "પપ્પા હું KDને પ્રેમ કરું છું."રતિલાલભાઈ:- "પણ KD તારી સાથે લગ્ન કરવા તૈયાર છે?"કેયા:- "એ મારી સાથે લગ્ન કરશે."રતિલાલભાઈ:- "OK હું તને એક દિવસનો સમય આપુ છું. મને પરમ દિવસે સવારે જવાબ જોઈએ."કેયા:- ''OK"કેયા KDને ફોન કરે છે.કેયા:- "KD મારે તને મુળવું છે. અર્જન્ટલી."KD:- "કાલે સાંજે મળીયે.""આજે જ મળીયે. અત્યારે જ. ...Read More

10

ઈશ્કવાલા Love - ભાગ ૧૦

कितनी कशिश है..इस मोहब्बत में..लोग रोते हैं,,फिर भी करते हैं। કેયા હવે ઉદાસ રહેવા લાગી હતી. હંમેશા વિચારોમાં ખોવાયેલી લાગી.दहकते भी हैं और जलते भी हैं,मगर रोशन है इन्हीं से दुनिया मेरी,तेरे जख्म जो इस दिल में रहते हैं। ગઈકાલની કેયા સાથેની છેલ્લી મુલાકાત વાગોળતો KD બેઠો હતો. વારંવાર એની નજર મોબાઈલ પર જતી. KDને એ પળ યાદ આવી ગઈ જ્યારે કેયાએ પહેલી વખત મેસેજ કર્યો હતો. KDને ડિસ્ટર્બ થવું નહોતું ગમતું છતાં પણ કેયા એને દરરોજ મેસેજ કરી ડિસ્ટર્બ કર્યા જ કરતી....આજે કેયાનો એક પણ મેસેજ ન આવ્યો અને KD ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો. Automatically KDની આંખમાંથી ...Read More