શાપુળજી નો બંગલો

(12)
  • 18.3k
  • 4
  • 9.8k

કાળી ડીબાંગ રાત આજે કાળા વાદળો થી ધેરાયેલી હતી. સર્ સર્ વહેતી હવા તેને વધારે ભયાવહ બનાવતી હતી. અંધારું થાય તેની પહેલા જ તે જગ્યા ના લોકો ઘર ના અંદર જઈને બેસી ગયા હતા. કોઇની પણ એટલી હિંમત ન હતી કે તે લોકો ઘરની બહાર નીકળી શકે. જેવો જ રસ્તો અને આસપાસ ની જગ્યા સમસાન થઈ આઠથી દસ માણસો હાથમાં બંદૂક લઈને પાંચ માણસોને પોતાની સાથે લઈ જવા લાગ્યા.તે પાંચ લોકોના ચહેરા ઉપર કાળા રંગનું કપડું બાંધવામાં આવ્યો હતો જેનાથી તે લોકોનો ચહેરો છુપાયેલો હતો. તે પાંચ માણસોના હાથ પાછળના તરફ બંધાયેલા હતા. હાથની સાથે સાથે તે લોકોના એક એક પગ એકબીજાથી બંધાયેલા હતા. જેનાથી તે લોકો ભાગી ન શકે. આસપાસ ખૂબ જ અંધારું હતું એટલે કોઈના પણ ચેહરા દેખાતા ન હતા. સૌથી આગળ ચાલવા વાલા માણસ પાસે બંદૂકની સાથે સાથે એક ફાનસ પણ હતી. તેના અજવાળાને લીધે તે આગળ વધી રહ્યો હતો અને બાકીના માણસો તેના પાછળ પાછળ ચાલી રહ્યા હતા. થોડીવાર ચાલ્યા પછી તે લોકો એક મોટા બંગલાના પાસે આવીને ઊભા રહી ગયા. બંગલાનો મોટો ગેટ ત્યાં ઉભેલા માણસે ખોલી દીધો. તે લોખંડ થી બનેલો મોટો ગેટ મોટા અવાજના સાથે ખુલી ગયો. તે લોકો તે બંગલા ની અંદર ચાલ્યા ગયા.

1

શાપુળજી નો બંગલો - 1

"કાળી ડીબાંગ રાત આજે કાળા વાદળો થી ધેરાયેલી હતી. સર્ સર્ વહેતી હવા તેને વધારે ભયાવહ બનાવતી હતી. અંધારું તેની પહેલા જ તે જગ્યા ના લોકો ઘર ના અંદર જઈને બેસી ગયા હતા. કોઇની પણ એટલી હિંમત ન હતી કે તે લોકો ઘરની બહાર નીકળી શકે.જેવો જ રસ્તો અને આસપાસ ની જગ્યા સમસાન થઈ આઠથી દસ માણસો હાથમાં બંદૂક લઈને પાંચ માણસોને પોતાની સાથે લઈ જવા લાગ્યા.તે પાંચ લોકોના ચહેરા ઉપર કાળા રંગનું કપડું બાંધવામાં આવ્યો હતો જેનાથી તે લોકોનો ચહેરો છુપાયેલો હતો. તે પાંચ માણસોના હાથ પાછળના તરફ બંધાયેલા હતા. હાથની સાથે સાથે તે લોકોના એક એક પગ ...Read More

2

શાપુળજી નો બંગલો - 2 - (મૂર્તિજાપુર નો બંગલો)

મહારાષ્ટ્રમાં આવેલો એક નાનકડો તાલુકો મૂર્તિજાપુર, ખૂબ જ નાનકડો અને સારો એવો વિકસિત. રેલ્વે સ્ટેશન ખૂબ મોટું નથી પણ હતું અત્યારે રાતનો આઠ વાગ્યાનો સમય હતો અને ખૂબ સામાન્ય હતી. સ્ટેશનમાં એકલદોકલ ચા પાણીના સ્ટોલ ખુલ્લા હતા બાકી બહુ દેખાતું કંઈ ન હતું.ત્યાં જ એક ટ્રેન આવીને ત્યાં ફક્ત પાંચ મિનિટ માટે રોકાઈ હતી. જેમાંથી ફક્ત એક જ માણસ બહાર આવ્યો જેના હાથમાં થોડો ઘણો સામાન પણ હતો. તે માણસો પોતાના આજુબાજુ જોયું અને ત્યાં લાગેલી એક ચા ની સ્ટોલ પાસે આવીને ઉભો રહી ગયો.તે માણસે પોતાનો સામાન જેમાં એક સૂટકેસ અને એક બેગ હતી તેની નીચે રાખ્યું અને ...Read More

3

શાપુળજી નો બંગલો - 3 - ઠક્ ઠક્ ઠક્

અભય બંગલા ના અંદર જવા માટે ખૂબ જ તત્પર હતો. કારણ કે જે બધું કંઈ તેને સાંભળ્યું હતું તે એક કહાની તરીકે જોતો હતો અને તેના પાછળનું રહસ્ય જાણવાના પાછળથી ખૂબ જ આતુર હતો. પરંતુ અત્યારે હવે રાત થવાનો સમય હતો થોડીવારમાં જ અંધારું થઈ જશે અને હજી તે બંગલા ના અંદર લાઈટની કોઈ સુવિધા કરવામાં આવી ન હતી.અભયનું મન તો ન હતું પણ અત્યારે તો તેને આ ઘરમાં જ રાત્રા કરવી પડશે એટલે તે ફળિયામાં બેસીને તે મંગલાના તરફ એકટસે જોઈ રહ્યો હતો. તે બહાર હતો એટલી વારમાં જ તેના કાનમાં એક અવાજ આવ્યો." સાહેબ હજી ઘણી વેળ(સમય) ...Read More

4

શાપુળજી નો બંગલો - 4 - ૩૩૦ નો સમય

" ઠક્ ઠક્ ઠક્." અભય દરવાજાના પાસે પહોંચી ગયો હતો અને જેવો તેને દરવાજાને ખોલવા માટે પોતાનો હાથ લબાવ્યો કોઈએ તેના ખભા ઉપર હાથ રાખ્યો. અભય એ જ્યારે પાછળ વળી ને જોયું તો ત્યાં દેવાસીસ ઉભો હતો. દેવાસીસ અત્યારે ખૂબ જ ડરેલો દેખાઈ રહ્યો હતો. તેની આંખોમાંથી બીકના મારે આંસુ નીકળી રહ્યા હતા અને માથામાંથી પરસેવાના ટીપા નીચે પડી રહ્યા હતા. તેના હાથ અને પગ સુખા પાંદડા ની જેમ થરથર કાપી રહ્યા હતા. તેને આટલો રહેલો જોઈને અભયને થોડી નવાઈ લાગી એટલે તેણે પૂછ્યું. " એવું તે શું થઈ ગયું છે કે તમે આટલા ડરી રહ્યા છો દેવાસીસ?" દેવાસીસ ...Read More

5

શાપુળજી નો બંગલો - 5 - નવી ફેન

અત્યારે અભય ઘરની બહાર હતો અને તેના ખાટલાના સાથે ગુંદરની જેમ ચોંટી ગયો હતો. જ્યારે તેની નજર તે બંગલાની ના કિનારે બેઠેલા બે પ્રેમી યુગલો ઉપર પડી તો તે ખૂબ જ હેરાન રહી ગયો. પણ જ્યારે તે છોકરી પોતાની ડોક અભયના તરફ કરી તો અભયના મોંમાંથી એક ચીખ નીકળી ગઈ અને તે પલંગથી નીચે પડી ગયો.અભય હાફતા હાફતા પોતાના જગ્યાએથી ઊભો થયો તો તે તો અત્યારે તેના બેડરૂમના અંદર હતો. તેણે પોતાના આજુબાજુ નજર ફેરવી ને જોયું તો તેને વિશ્વાસ થઈ ગયું કે તે અત્યારે ઘરની અંદર જ છે. તેણે પોતાની આંખો બંધ કરી અને યાદ કરવાનો પ્રયત્ન કરવા ...Read More

6

શાપુળજી નો બંગલો - 6 - બંગલા ની અંદર

સુનંદા પોતાના જગ્યાએથી ઊભી થઈ ગઈ કારણ કે તે અત્યારે અમિત ની ડેટ બોડી પાસે ઊભી હતી. અમિત એટલી દીવાલ સાથે ટકરાયો હતો કે તેના માથાનો પાછળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થઈ ગયો હતો. ત્યાંથી ખૂન પાણીની જેમ નીકળી રહ્યું હતું અને તેના પગમાંથી એક હાડકું બહાર દેખાઈ રહ્યું હતું.સુનંદા બીક ના માર્યા આજુબાજુ જોવા લાગી.તે જોર જોરથી અવાજ લઈને પોતાના મદદ માટે બોલાવવાનો પ્રયત્ન કરવા લાગી પણ આવતી વખતે જ તેણે જોયું હતું કે તે હવેલી ની આજુબાજુ તો કોઈ હતું જ નહીં. હવેલી મોટી જગ્યાની એકદમ બચોવચ હતી અને તે જગ્યાને આજુબાજુ બાઉન્ડ્રી બાંધેલી હતી જેનાથી હવેલીના ...Read More

7

શાપુળજી નો બંગલો - 7 - રેવા નો રૂમ

અભય અત્યારે બંગલાની અંદર આવી ગયો હતો અને જે વસ્તુ તેને અંદર જોઈ તે જોઈને તો ખૂબ જ હેરાન ગયો.અત્યારે તે બંગલાના મેન હોલમાં ઉભો હતો અને તે મેન હોલ બિલકુલ તેઓ જ હતો જેવું તેને આજે સવારે થોડી વખત પહેલા સપનામાં જોયું હતું.બિલકુલ તેના જ જેવો કલર હતો જેવો તેણે સપનામાં જોયો હતો. એટલું જ નહીં ત્યાં ફર્નિચર જે ખૂબ જૂનું લાગતું હતું તે પણ તેવું જ હતું. અભય આગળ કંઈ સમજી શકે તેની પહેલા જ તેની નજર એકદમ સામેની ભીંત ઉપર ગઈ.સામેની ભીત ધૂળના થરના નીચે ઢંકાઈ ગઈ હતી. દિવાલ દેખાવમાં તો બિલકુલ એવી જ હતી જેવી ...Read More

8

શાપુળજી નો બંગલો - 8 - હાર અને વીંટી

અભય અત્યારે બંગલા ના અંદર આવી ગયો હતો અને સૌથી પહેલા તેને બેઠક રૂમને જોયું. અભયને ત્યાંની દિવાલમાં લાલ સ્પાઇરલને જોઈને થોડી નવાઈ લાગી કારણ કે આજે સવારે તો તેને તેની એક ફેન ક્રિપા એ સુનંદા ની કહાની મોકલી હતી તેમાં પણ આવા જ લાલ રંગના સ્પાઇડર ની વાત થઈ હતી. પણ અભય ને ક્યાંક ને ક્યાંક એ વાતનો વિશ્વાસ હતો કે જે બધી અફવાઓ આ બંગલાના વિશે ફેલાયેલી છે તે બધી ખોટી છે. તે ઉપર સુવા માટે રૂમ જોવા ગયો. બંગલાની હાલત એક ખંઢેર જેવી થઈ ગઈ હતી. બંગલાની અવસ્થા તો ઘણી સારી હતી બસ તેમાં સાફ-સફાઈ ની ...Read More

9

શાપુળજી નો બંગલો - 9 - વિંટી નો માલિક

અભય અત્યારે બંગલાની અંદર હતો અને તેના હાથમાં એક વીંટી હતી. ડાયમંડ ની વીટી હતું જેના ઉપર નાના-નાના ડાયમંડથી બનાવેલું હતું અને તેના અંદર એક તરફ એ અને બીજી તરફ એસ લખ્યું હતું. તે વીંટી ને જોઈને અભયને મનમાં એક મિનિટ માટે વિચાર આવી ગયો કે શું આવે તે જ કહાનીમાં બતાવેલી વીંટી હતી જે જે તેની એક ફેન ક્રિપા એ મોકલી હતી? પણ એવું થવું તો અસંભવ હતું કારણ કે તે તો એક સામાન્ય કહાની હતી અને આ‌ વીંટી તો તેના હાથમાં હતી. અભય પોતાના હાથમાં વીંટી ને પકડીને આ બધું વિચારી રહ્યો હતો કે તેનો ફોન વાગવા ...Read More

10

શાપુળજી નો બંગલો - 10 - વિંટી નું રહસ્ય

અભય અત્યારે દેવાસીસ ના ઘરે બેસેલો હતો અને અભય ના હાથમાં તે વીંટી હતી જે તેને બંગલા ના અંદરથી હતી. તે વીંટી ને જોઈને દેવાસીસ એ તેને કહ્યું." સાહેબ તમારા હાથમાં અમિત ની વીંટી ક્યાંથી આવી?"અમિત નું નામ સાંભળીને અભય હેરાન થઈ ગયો. અમિત અને સુનંદા ની વાર્તા તો ફક્ત એક સીધી સાદી વાર્તા હતી જે તેની એક નવી ફેન ક્રિપા એ તેને મોકલાવી હતી. જો સાચે જ એવું હોય તો પછી દેવાસીસ ને તેના વિશે કેવી રીતે ખબર પડી?અભય પોતાના જગ્યાએથી ઊભો થયો અને દેવાસીસ પાસે જઈને તે વીંટીને તેની સામે સરખી રીતે દેખાડવા લાગ્યો. તે વીંટી ને ...Read More