Khajano Magazine

(370)
  • 188.2k
  • 70
  • 58.6k

બાળપણથી જ આપણને ખજાનો શબ્દનું ઘેલું લાગ્યું હોય છે. ચાર-પાંચ મિત્રોની ટોળકી હોય, એકાદ નક્શો હોય, મસમોટું વહાણ હોય ને એક ભેદી ટાપુ હોય. અને એ ટાપુ પર દાટેલો હોય એક ખજાનો જે હીરા-મોતીથી અને બીજા અન્ય કિંમતી ઝવેરાતોથી ખદબદતો હોય. નાયક અને એના સાથીઓ ભારે હાડમારીઓ વેઠીને ટાપુ પર પહોંચે, દુશ્મનો સાથે લડીને વિજયી બને, ચાંચિયાઓ Pirates નો સામનો કરવાનો હોય ને ખજાનો ‘ઘર ભેગો’ કરે ને પછી ખાધું, પીધું ને રાજ કર્યું. ખરું ને ? ઉપરનું વર્ણન વાંચીને વાચકો કિશોરોના લાડલા જૂલે વર્નને અને એવા બે-ચાર લેખકોને યાદ કરે તો નવાઈ નહીં. ટ્રેઝર હન્ટિંગ Treasure Hunting

New Episodes : : Every Monday, Tuesday, Wednesday, Thursday & Friday

1

સાહસિકો ઝંખતા ખોવાયેલા સાચુકલા ખજાના : ભાગ ૧

બાળપણથી જ આપણને ખજાનો શબ્દનું ઘેલું લાગ્યું હોય છે. ચાર-પાંચ મિત્રોની ટોળકી હોય, એકાદ નક્શો હોય, મસમોટું વહાણ હોય એક ભેદી ટાપુ હોય. અને એ ટાપુ પર દાટેલો હોય એક ખજાનો જે હીરા-મોતીથી અને બીજા અન્ય કિંમતી ઝવેરાતોથી ખદબદતો હોય. નાયક અને એના સાથીઓ ભારે હાડમારીઓ વેઠીને ટાપુ પર પહોંચે, દુશ્મનો સાથે લડીને વિજયી બને, ચાંચિયાઓ Pirates નો સામનો કરવાનો હોય ને ખજાનો ‘ઘર ભેગો’ કરે ને પછી ખાધું, પીધું ને રાજ કર્યું. ખરું ને ? ઉપરનું વર્ણન વાંચીને વાચકો કિશોરોના લાડલા જૂલે વર્નને અને એવા બે-ચાર લેખકોને યાદ કરે તો નવાઈ નહીં. ટ્રેઝર હન્ટિંગ Treasure Hunting ...Read More

2

ડ્યુઅલ કેમેરાફોનની સમજવા જેવી ટેક્નોલોજી

મોબાઇલ ફોનમાં ડ્યુઅલ કેમેરાને સામાન્ય લોકોએ સ્વીકાર્યું કારણ,કે હાઈ બજેટ DSLR ખરીદવા મધ્યમ વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે. આ મોબાઇલમાં ડ્યુઅલ કેમેરા હોવાથી મોબાઇલનો મોબાઇલ અને કેમેરાનો કેમેરો થઈ જાય. તેથી એક બજેટમાં ફોટોગ્રાફીનો શોખ પણ પૂરો કરી શકાય અને સારો એવો સ્માર્ટફોન પણ હોય. મુખ્ય રૂપથી આ ફોટોગ્રાફીના શોખએ ભારે સરાહના કરી આ ડ્યુઅલ કેમેરા સિસ્ટમની. સામાન્ય રીતે તો ડ્યુઅલ કેમેરા આંખની જેમ વર્તે છે. જે રીતે આપણી આંખોની સિસ્ટમ છે એ જ રીતે ડ્યુઅલ કેમેરાની સિસ્ટમ છે. ડ્યુઅલ કેમેરા મોબાઇલમાં ૨ લેન્સ આવેલા હોય છે. જે પૈકી એક લેન્સ સામાન્ય વસ્તુનો ચિત્ર લેવામાં મદદ રૂપ થાય છે. ...Read More

3

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની મર્યાદાઓ

હા, હવે કોઈકને યાદ આવશે કે અરે ! આ તો પેલા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક (પ્રકૃતિવિદ કે જીવ વિજ્ઞાની) ડાર્વિનની ખોજ ! અરે હા, એજ સફેદ દાઢી વાળા - વૃદ્ધ માણસ કે જે યુવાનીમાં ફરવા માટે વિદેશ ગયા હતા અને ત્યાં પણ પોતાની તીક્ષ્ણ બુદ્ધિની મદદથી અનેક જાતિ-ઉપજાતિઓનું અવલોકન કરી આવ્યા. સમય જતાં એક અદભુત સિદ્ધાંત જગત સમક્ષ મુક્યો : જે સિદ્ધાંત આજે 'ઉત્ક્રાંતિવાદ'નામે ઓળખાય છે ! બરોબર ને ? જો કે, ચાર્લ્સ ડાર્વિન વિશે ઘણા બધાને આટલાથી વધુ ખબર હોતી નથી. પણ આજે એમના વિશે અચાનક વાતો શું કામ કરવાની ? કેમ, આ વસ્તુ રસપ્રદ નથી ? અરે, આનાથી વધુ કોઈ INTERESTING ટોપિક ના હોઈ શકે ! ...Read More

4

વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર : ભાગ - ૧

માણસ આદિકાળથી પોતાની આસપાસના વાતાવરણના દ્રશ્યોને જોઈને મુગ્ધ થતો આવ્યો છે. વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ પોતાની આસપાસના વાતાવરણને દ્રશ્યોમાં સાચવી રાખવા ફોટોગ્રાફી અને તેના પરથી ચલચિત્ર(Motion Pictures)ની શોધ કરી. પોતે રચેલી વાર્તાઓને પોતાની નજર સામે ભજવાતી જોવા માટે તેણે ફિલ્મો બનાવી. ધીરે ધીરે ફિલ્મો લોકમાનસ પર અસર કરનારું અને લોકોના વિચારોમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવનારું સબળ માધ્યમ બની ગયું. ભારતમાં વિશ્વની સૌથી વધુ અલગ અલગ ભાષાની ફિલ્મો બને છે. કમનસીબે આપણી ફિલ્મોની ગુણવતા એટલી સારી નથી હોતી. ઈરાન જેવા રૂઢિચુસ્ત દેશ અને દ.કોરિયા જેવા નાના દેશની ફિલ્મો આપણી ફિલ્મો કરતા ગુણવતામાં વધુ સારી હોય છે. ...Read More

5

રાણી કર્ણાવતી : ઇતિહાસમાં ભૂલાયેલી વીરાંગનાના જૌહરની સત્યકથા : ભાગ - ૧

એ ઘોડેસવાર મેવાડનો સંદેશવાહક હતો. અલબત્ત, અત્યારે તે મેવાડની એકમાત્ર જીવાદોરી હતો. પોતાની જવાબદારીનું તેને સારી રીતે ભાન હતું, જ કેટલાંય કલાકોથી આરામ કર્યા વગર તે સતત મુસાફરી કરી રહ્યો હતો. મેવાડનાં રાણી કર્ણાવતીએ લખાવેલો સંદેશો અને સાથે આપેલો એક સંપેતરો તેને મોગલ બાદશાહ હુમાયુ સુધી પહોંચાડવાનો હતો, જેમ બને તેમ જલ્દી ! લાંબી મુસાફરી પછી આખરે દૂરથી હવામાં ફરફરતો લીલો ધ્વજ દેખાયો. એ ધ્વજ મોગલ સામ્રાજ્યનો હતો. જેમ-જેમ અંતર ઘટતું ગયું તેમ-તેમ ઘોડેસવારની આશાઓ વધતી ગઈ. ધ્વજની લીલી પૃષ્ઠભૂમિમાં મોગલોનાં શૌર્ય અને નવા, મહાન સામ્રાજ્યનો ઉદય દર્શાવતી સિંહ અને ઉગતા સૂર્યની આકૃતિઓ વધુ સ્પષ્ટ થઇ. મોગલ છાવણી આવી પહોંચી. ...Read More

6

રાણી કર્ણાવતી : ઇતિહાસમાં ભૂલાયેલી વીરાંગનાના જૌહરની સત્યકથા : ભાગ - ૨

...રાણા સાંગા પછી તેમના બીજા નંબરના પુત્ર રતનસિંહ બીજાનો રાજ્યાભિષેક થયો (રાણા સાંગાના સૌથી જ્યેષ્ઠ પુત્રનું નામ ભોજરાજ હતું, ૧૫૨૬માં અવસાન થયું હતું. તેમના પત્ની એટલે મીરાંબાઈ- હા, ભક્તિ આંદોલનનાં અગ્રણી એવાં કૃષ્ણદીવાની મીરાંબાઈ !) રતનસિંહ બીજાની સત્તા પણ લાંબો સમય ન ટકી શકી. ઇસવીસન ૧૫૩૧માં યુદ્ધ મોરચે તેમનું અવસાન થયું. રાણા સાંગાના ત્રીજા પુત્ર વિક્રમાદીત્યની તાજપોશી કરવામાં આવી એ સમયે તેમની ઉંમર માંડ ૧૪ વર્ષ હતી. મિજાજ મરચાંની ધૂણીને પણ શરમાવે એવો, અને વર્તન... રહેવા દો, વધુ નથી કહેવું. (મીરાંબાઈનું અપમાન કરીને તેમને વિષ પીવા માટે મજબૂર કરનાર રાણા વિક્રમાદિત્ય જ હતાં એવું ઇતિહાસકારો માને છે.) રાણી કર્ણાવતીની ...Read More

7

પ્રવાહ સાથે પ્રીત...

છેલ્લા બે દિવસથી સતત વરસતો વરસાદ બંધ થવાનું નામ નોહતો લેતો. સર્વત્ર પાણી ફરી વળ્યું હતું. પવનના ભયાનક સુસવાટાઓથી ધરાશાયી થઈ ગયા હતાં. ઘરોમાં પુરાયેલા લોકોના જીવ ફફડી રહ્યા હતાં. કઠણ છાતીના લોકો માટે પણ ઘરની ભાર નીકળવું મુશ્કેલ હતું. ઈન્દ્રદેવ જાણે મહાપ્રકોપ વરસાવી રહ્યા હોય તેમ અનરાધાર વરસી રહ્યા હતાં. બીચારા નિર્ધાર બનેલા કેટલાંય લોકો જ્યાં ત્યાં ફસાયેલા હતાં. નદીઓ ગાંડીતૂર બની વહેતી હતી. દરિયાકિનારે ત્રણ નંબરનું સિગ્નલ ભયની ઘંટડી વગાડી રહ્યું હતું. સમયસુચકતા વાપરી માછીમારો એ પોતાની બોટોને કિનારે લંગારી દીધી. આ ભયાનક વાતાવરણમાં માછીમારી કરવું અસંભવ જેવું જ હતું. દરિયાની ખાડીમાંથી જાણે ઘોડાપુર ઊમટી પડ્યા હતાં. ...Read More

8

ફેશનની ABCD

‘ખજાનો’ના આ પહેલા અંકમાં ‘ફેશન ફંડા’માં જાણો ફેશનની અમુક બેઝિક વાતો. રોજબરોજના જીવનમાં કામ લાગશે ! ફેશનનો કક્કો નહીં, બી, સી, ડી, એફ… વસ્ત્ર પરિધાન કે પછી પોશાક ધારણ કરવાની ઢબ કે શૈલી, એટલે ફેશન. ગુજરાતીમાં ફેશન શબ્દનો સરળ અર્થ કાઢવાનો પ્રયત્ન કરીએ તો મજા આવે એવું નથી. આપણે તો ફેશન શબ્દને જ જાણે પોતાનો કરી મૂક્યો એમ છૂટથી વાપરીએ છીએ. હેં ને? જો કે ફેશન એ ફક્ત વસ્ત્રસજ્જા પૂરતું સીમિત ક્યાં છે? ઉપયોગમાં લેવાતી લગભગ હરેક પ્રચલિત વસ્તુ કે બાબતને ફેશન શબ્દ સાથે જોડી શકાય છે. એ દરેક બાબત જે સામાન્ય જીવન સાથે સંકળાયેલ છે એનો સીધો સંબંધ ...Read More

9

કારગિલની મુસાફરીએ

કારગિલ ! નામ તો સુના હી હોગા. હા, ૧૯૯૯માં ભરતોય સેનાએ ખૂંખાર યુદ્ધ ખેલી, બહાદુરીની મિસાલ કાયમ કરી એ અનેક નરબંકા અફસરો-જવાનો માતૃભૂમિ ખાતર જ્યાં ખપી ગયાં એ કારગિલ ! ‘ખજાનો’ના લેખિકાએ વેકેશન દરમિયાન ત્યાંની રૂબરૂ મુલાકાત લીધી હતી, ત્યારે તેમને થયેલાં અનુભવોને તેમણે અહીં લેખમાં તાદ્દશ કરવાનો પ્રયત્ન કર્યો છે. કારગિલની લડાઈ ! આપણાં સૌ માટે ગર્વની લડાઈ ! કઈ રીતે આપણાં નરબંકાઓએ દુશ્મનોના દાંત ખાટાં કરેલાં, એ યાદ કરવાનું યુદ્ધ ! આ યુદ્ધભૂમિની સાક્ષી બનવા હું પહોંચી, કારગિલ વોર મેમોરિયલ. એ જગ્યાને આપણે કારગિલ સમજીએ છીએ, પણ ખરેખર તો એ કારગિલથી પહેલા આવેલા ...Read More

10

સસ્તું મેળવવાની માનસિકતા

‘સસ્તું મેળવવાની માનસિકતા’ એક પ્રેરક પ્રસંગ છે, જે સાચી ઘટના પર બનેલું છે. આપણાં રોજિંદા જીવનમાં પણ બનતી ઘટના સાદી જ છે, પણ વિચારતાં કરી મૂકે એવી છે. થોડા દિવસો પહેલાની આ વાત છે. હું મારા મિત્ર નીરવના ઘરે તેને મળવા માટે ગયો હતો. નીરવ રાજકોટ હોસ્ટેલમ ...Read More

11

સ્ટિફન હોકિંગ - ૨ : કેટલાંક રસપ્રદ તથ્યો

સ્ટિફન હોકિંગ ! હા, હા એ જ વૈજ્ઞાનિક જે કેટલાય વર્ષોથી વ્હીલચેર પર જ બેસીને એક અસાધ્ય બીમારીના માઠા ભોગવી રહ્યા હતા. હા, એ જ બ્રિટિશ વૈજ્ઞાનિક કે જેના બહુ ઉમદા ટી.વી. શો જેમ કે ‘બિગ-બેંગ થિયરી’ ને આપણે બહુ રસપૂર્વક નિહાળી ચૂક્યા છીએ. હા, એ જ સ્ટિફન હોકિંગ ! તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો પાછલા લેખમાં આપી ગયા. હવે જાણીએ તેમના વિશે થોડા તથ્યો અને તેમણે કરેલી કેટલીક ભવિષ્યવાણીઓ વિશે. > કેટલાક facts એમના જીવન વિશે... આમ તો એમનું આખું જીવન બહુ જ રોમાંચક રહ્યું છે, પણ તેમ છતાંય કેટલીક વાતો એમના વિશે જાણ્યા વગર ન રહી ...Read More

12

સ્ટિફન હોકિંગ - ૩: કેટલીક ભવિષ્યવાણીઓ

સ્ટિફન વિશે આગલા બે લેખોમાં આટલું બધું જાણ્યા પછી તેઓ જેમના કારણે ઓળખાય છે એ તેમની ભવિષ્યની આગાહીઓ વિશે જાણવું જ પડે. એમની બહુ વિવાદાસ્પદ નિવડેલી ભવિષ્યવાણીઓ વગર એમના પર લખાયેલું ઓછું જ રહેવાનું ! તો આ રહી તે ભવિષ્યવાણીઓ. સ્ટીફન હોકિંગની ભવિષ્યવાણીઓ : 1. “આવનારા સમયમાં પૃથ્વી પર થનારી દુર્ઘટનાઓને નિવારવું બહુ મુશ્કેલ થઈ પડશે, કમસે કમ આવનારા 100વર્ષોમાં તો નહીં જ. હા, એનાથી બચવાનો એક ઉપાય એ હોઈ શકે કે આપણે પૃથ્વી પર જ ઉપાયો ન શોધતાં અવકાશમાં બીજી જગ્યાએ પણ પ્રયત્નો ચાલુ કરી દઈએ !” ( આ વાત તેમણે જુદા જુદા સ્વરૂપે અલગ ...Read More

13

ડિજિટલ ચાંચિયાગીરીથી બચાવતી ટેક્નોલીજી - ટુ સ્ટેપ વેરિફિકેશન

હાલમાં તમે સમાચારોમાં અને સોશિયલ મીડિયા પર ઘણું વાંચ્યું હશે કે ‘સોસીયલ ઈન્ફોર્મેશન લીક થઈ’... ‘હેકર્સ ત્રાટકયા સોશિયલ એકાઉન્ટ વગેરે, તો જ્યારે આવું થાય ત્યારે તમારા એકાઉન્ટને કઈ રીતે ફુલપ્રુફ સુરક્ષિત કરવું જાણો છો? નહીં? ચિંતા નહિ! આપણે આ વખતે મેળવીશું ‘ટેક્નોજગત’માં બહુ ઉપયોગી એવા ‘ડબલ લોક’ એટલે કે ‘ટુ-સ્ટેપ-વેરિફિકેશન’ની માહિતી. ટુ-સ્ટેપ-વેરિફિકેશન એ ડબલ લોક સમું કાર્ય કરે છે. અત્યારના સમયમાં સોશિયલ મીડિયા સમાજનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે. સોશિયલ મીડિયામાં આપણું ‘વ્હોટ્સએપ’ પણ હોય, ‘ઇન્સ્ટાગ્રામ’ હોય કે પછી ‘જી-મેલ’, તેમાં રહેલી તમારી માહિતી બહુ કિંમતી હોય છે. જો આ માહિતી કોઈ બીજી વ્યક્તિ મેળવી લે ...Read More

14

માનવ તવારીખનું સૌથી દિલધડક કમાન્ડો મિશન - ઓપરેશન ચેરીઅટ: ૧

અહીં પ્રસ્તુત થવા જઈ રહેલી કથા એવા જાંબાઝોની છે, જેમણે પોતાની માતૃભૂમિની રક્ષા ખાતર મોતને પડીકે બાંધીને, દુશ્મનને ખુલ્લંખુલ્લાં હતા. વાત બીજા વિશ્વયુદ્ધની છે. ફ્રાન્સના સેન્ટ નઝાઇર નામના બંદરીય શહેરમાં આવેલી, જર્મન સૈનિકો દ્વારા જડબેસલાક રીતે સુરક્ષિત એક વિશાળ ગોદીને ઉડાડવાનું કપરું કામ બ્રિટીશ કમાન્ડો સૈનિકોના ભાગે આવે છે. સફળતાની શકયતા ન્યુનત્તમ, છતાં નિષ્ફળ જવાની જરા પણ છૂટ નહીં. સવાલ લશ્કરી શાખનો છે; માતૃભૂમિનો છે અને અંતે અસ્તિત્વનો પણ ખરો, તેથી જીવ ગુમાવીને પણ વિજયપતાકા લહેરાવવાનું સાહસ; ખરેખર તો દુ:સાહસ, બ્રિટીશ કમાન્ડો સૈનિકો કઈ રીતે કરે છે એ જોવું અત્યંત રસપ્રદ અને રોમાંચક બની રહેશે. એ લાખોમાં એક ગણાતાં ...Read More

15

ભગવાનનું ઘર - કેરેલા!

કેરેલા - ભગવાનનું ઘર ! “કશ્મીર મૈ, તુ કન્યાકુમારી... નોર્થ-સાઉથ કી દેખો કટ ગઈ દૂરી હી સારી...” હં... યાદ આવ્યું આ ગાયનનું બેકગ્રાઉન્ડ ? આજે આપણે રખડપટ્ટી કરવા જઈશું ‘ભગવાનના ઘર’ કેરેલાની. ભારતના એકમાત્ર 100% સાક્ષર રાજ્ય કેરેલાની ! આમ તો હું ફરવાની ગજબ શોખીન, પણ કાશ્મીરનો બરફ, કલકત્તાની કારીગરી, ગુજરાતનો દરિયા કિનારો અને ઉંટીની હવાઓ માણી લીધાં પછી કેરેલાથી બહુ વધારે આશા નહોતી. બસ, એક આનંદ નવી જગ્યા જોવાનો ! એરનાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા પછી આમ તો ઘણાં બધાં મૂવિઝ અને ગીતો યાદ કરી લીધાં - ‘જીયા જલે જાન જલે’ના શાહરુખ-પ્રિટી નજર આવ્યાં અને ...Read More

16

વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર: ભાગ-૫

ફરી એક વાર આપ સૌનું સ્વાગત છે. આપણી પચાસ ફિલ્મોની સફર ધીરે ધીરે તેના અંતિમ પડાવ પર આવી પહોંચી આપણે સૌ ‘આઈ.એમ.ડી.બી.(IMDb)’ સાઈટ પરની ટોપ ચાલીસ ફિલ્મોની સફર ખેડીને અંતે પ્રથમ દસ ફિલ્મો સુધી પહોંચી ગયા છીએ. તમે આ લાંબા લિસ્ટમાંથી કેટલી ફિલ્મો જોઈ ? ચાલો ત્યારે પ્રથમ દસ ફિલ્મોની સફરે… 10. ફાઈટ ક્લબ (Fight Club) (1999): આક્રોશ અને ગાંડપણ વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. આક્રોશ ક્યારે ગાંડપણનું સ્વરૂપ પકડી લે તે કહી ન શકાય. આપણે હાલના સમયમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન આ વાત અનુભવી જ છે. લોકોનો આક્રોશ દેશની સંપત્તિને નુકશાન પહોંચાડવાના ...Read More

17

અજાણ્યા દાદાનો પત્ર

અજાણ્યા દાદાનો પત્ર જાન્યુઆરી મહિનાનો એ ત્રીજો રવિવાર હતો. શિયાળાની ઠંડીના દિવસો હતા. સવારે પૂર્વ દિશામાંથી સૂરજ વાદળોમાંથી ધીરે ધીરે બહાર આવી આકાશમાં ચારે તરફ પોતાની સોનેરી રોશની પાથરી રહ્યો હતો. ઘરની બાજુના બગીચામાં આવેલા લીંબડાના ઝાડ પર સવારના ઠંડા પહોરમાં કોયલ મીઠા ટહુકા કરી રહી હતી. રવિવારનો દિવસ હતો એટલે ઘરમાં પણ સૌ કોઈ મોડા ઊઠવાનું વિચારીને સુતા પડ્યા હતા. પરંતુ દાદીમા ઘરની બાજુમાં આવેલા બગીચામાંથી લાવેલા સરસ મજાનાં તાજાં ખીલેલાં રંગબેરંગી ફૂલોનો હાર બનાવી ભગવાનને અર્પણ કરીને મંદિરનો શણગાર કરી રહ્યાં હતાં અને ઠાકોરજીની પૂજા કરવાની તૈયારી કરી રહ્યાં હતાં. સમય ધીરે ધીરે પસાર થતો ...Read More

18

દરિયાઈ વાર્તા - દરિયાદિલી

દરિયાદિલી ---------- ખીમજીએ સુરધાનમાં લાકડાં તો મૂક્યાં, પણ સળગતાં હતાં. હજી હમણાં જ એક ઈર્ષાળુ મોજાંએ લાકડાં ભીંજવી નાંખ્યા હતાં. તેણે મહામહેનતે લાકડાં સળગાવવાનો પ્રયત્ન કર્યો. કેરોસીનની એક પિચકારી તે લાકડાં પર કરી. ભીંજાયેલા હાથે તેમાં સળગતી દીવાસળી ફેંકી ત્યાં ભડકો થયો ન થયો ને ઓલવાઈ ગયો. જેમતેમ કરી તેણે ચાની કીટલી ચડાવી. વહેતા પવનને હથેળી વડે રોકવા વ્યર્થ કોશિશ પણ કરી જોઈ. પણ ભીંજાયેલા લાકડાં કોઈ હિસાબે સળગતા ન હતાં. ધુમાડો ઊઠ્યો. તે આંખમાં પેસી જતાં થોડી બળતરા પણ થઈ. તે અથાગપણે ચા ઉકાળવા મથામણ કરતો રહ્યો. મોજાંની એકાદ પછડાટથી વહાણ ધ્રૂજ્યું. એવામાં ચાની કીટલી તેણે ...Read More

19

ઓપરેશન ચેરિયટ : ભાગ ૨

(ગતાંકથી આગળ...) 18 માર્ચ, 1942 ના, એટલે કે હુમલાના બરાબર દસ દિવસ અગાઉ લેફ્ટ. કર્નલ ન્યુમાને પહેલીવાર તેના સૈનિકોને વિશે વિગતવાર માહિતી આપી. દરેકને તેનો રોલ સમજાવી દેવામાં આવ્યો અને આખરી વારનું રીહર્સલ કરાવવામાં આવ્યું. નક્કી થયેલો ફાઇનલ પ્લાન કંઈક આવો હતો. વળાવિયાં જહાજો સાથે નીકળેલો કાફલો સેન્ટ નઝાઇર પોર્ટ તરફ હંકારે. ખુલ્લા સમુદ્રમાં આવીને વળાવિયાં જહાજો અને સબમરીન થોભી જાય અને બાકીનો કાફલો જર્મન ધ્વજ લહેરાવતો આગળ વધે. સેન્ટ નઝાઇર પોર્ટમાં દાખલ થઈને તેઓ પોતપોતાને ફાળવાયેલ લક્ષ્ય તરફ આગળ વધે. જર્મનોનું ધ્યાન ભટકાવવા બ્રિટનનું 'રોયલ એરફોર્સ' એ દરમિયાન શહેર પર હવાઈ આક્રમણ શરૂ કરી દે. જર્મનો બ્રિટીશ વિમાનોના ...Read More

20

આઝાદીની ચળવળ વખતે નિર્માણ પામેલા અને ત્રિરંગાના પૂર્વજ ધ્વજ કેવા હતા? - ટૂંકો ઈતિહાસ

નોલેજ સ્ટેશન આઝાદીની ચળવળ વખતે નિર્માણ પામેલા અને ત્રિરંગાના પૂર્વજ ધ્વજ કેવા હતા ? ટૂંકો ને ટચ ઇતિહાસ ● પરમ દેસાઈ ભારતનો છેલ્લો નિર્માણ પામેલો ધ્વજ, એટલે કે ત્રિરંગો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ થી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ સુધી બ્રિટિશ આધિપત્ય હેઠળના semi-independent/અર્ધ સ્વતંત્ર ભારતનો ધ્વજ અને ત્યાર બાદ, ૨૭મી જાન્યુઆરી, ૧૯૫૦ થી આજ સુધી fully-independent/સંપૂર્ણ સ્વતંત્ર અને લોકતાંત્રિક ભારતનો રાષ્ટ્રધ્વજ રહ્યો છે. કોઈ પણ સ્વતંત્ર દેશને પોતાની સ્વતંત્રતા રજૂ કરતો પોતાનો એક અલગ ધ્વજ હોય છે, એ અનુસાર આપણે પણ કેસરી, સફેદ અને લીલા પટ્ટાની વચ્ચે ૨૪ આરા ધરાવતા અશોકચક્રવાળા ધ્વજને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે અર્ધ-સ્વતંત્રતા મળ્યાના ૨૪ ...Read More

21

ફેશનની દુનિયામાં સુગંધનું મહત્વ

ફેશનની દુનિયામાં સુગંધનું મહત્વ અત્તર કહો કે પરફ્યુમ, સેન્ટ કે પછી આજના જમાનામાં પ્રચલિત ડિયોડ્રન્ટ. શરીરને સુગંધિત કરવાની પ્રથા ચાલી આવે છે. વ્યક્તિત્વ નિખારના કેટલાંય સંસાધનો હોય છે, પરંતુ આ એક એવું સત્વ છે જે દેખા દેતું નથી, પરંતુ એની હાજરી ચોક્કસ એ વ્યક્તિમાં પામી શકાય છે. ફેશન ફંડા સુગંધનો વૈભવ ફેશનની દુનિયામાં ઓછો ન આંકશો. તમે કોઈ પાર્ટીમાં કે મિટિંગમાં એ સ્થળ અને પ્રસંગને અનુરૂપ વસ્ત્રસજ્જા કરીને જ જાવ છો, ખરું ને ? તમે એવું તો કરશો જ નહીં કે ઓફિશિયલ મિટિંગમાં લાલચટ્ટાક ચમકિલા ચણિયાચોળી પહેરીને પહોંચી જાવ. જરા વિચિત્ર જ લાગે ને ? એ જ સાથે મેકઅપ પણ ...Read More

22

ઓસ્કારના 90 વર્ષ: 2018માં ઓસ્કારમાં પસંદગી પામેલી અને બાજી મારી ગયેલી ફિલ્મો

ચાલુ વર્ષે ‘ઓસ્કર’માં પસંદગી પામેલી અને બાજી મારી ગયેલી ફિલ્મો‘ઓસ્કર’ એવોર્ડ એ ફિલ્મો માટે બહુ માતબર એવોર્ડ ગણાય છે. નોમિનેટ થયેલી અને વિજેતા બનેલી ફિલ્મો અચૂક જોવી જ રહી. ચાલુ વર્ષે ‘ઓસ્કર’ને ૯૦ વર્ષ પૂરા થયા એ નિમિત્તે ‘ખજાનો’ રજૂ કરે છે ચાલુ વર્ષે પસંદગી પામેલી ફિલ્મોની ઝલક. ‘ઓસ્કર’ના ૯૦ વર્ષ નિમિત્તે ખાસ લેખમૂવી ગૉસિપ ગયા પાંચ અંકોમાં પાંચ હપ્તે રજૂ થયેલી ‘IMDb’ પરની શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણી યોગ્ય પ્રતિસાદ આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. એ લેખો વાંચીને જો તમને એ બધી ફિલ્મો જોવાનું મન થયું હોય તો એ મારી મહેનતની સફળતા ગણાશે. પ્રસ્તુત લેખ ચાલુ વર્ષ એટલે ...Read More

23

રંગીલો મ્હારો રાજસ્થાન : ભાગ ૧

“કેસરિયા બાલમ આઓ નિ, પધારો મ્હારે દેસ; નિ કેસરિયા બાલમ આઓ પધારો મ્હારે દેસ.” શામળાજી મંદિર રાજસ્થાન ફરવાનું નક્કી કર્યું ત્યારથી જ આ ગીત મગજમાં ઘુમ્મર લેવા માંડ્યું હતું. પાડોશી રાજ્ય હોવાને કારણે મેં નાની-નાની પાંચ રખડપટ્ટીઓ કરીને ફર્યું, પરંતુ તમને આજે એક જ વારમાં સંપૂર્ણ દર્શન કરાવવું શક્ય નહીં બને એટલે કેટલાક ભાગમાં આપણે રખડીશું. પણ આખું રાજસ્થાન રખડાવીશ એ નક્કી ! Ø પહેલું વહેલું શામળાજી : · ●એકતા દોશી● આમ તો બોર્ડર ઉપર આવેલું ગુજરાતનું સ્થળ છે, પણ મારા મતે તો રાજસ્થાન ત્યાંથી જ શરૂ થાય છે. અરવલ્લીની સુંદર પહાડીઓ વચ્ચે આવેલું અતિપ્રાચીન શામળા ...Read More

24

પોઝીટીવિટી : સંબંધનું મહત્વ

પોઝીટીવિટી ● ભાવિક ચૌહાણ (અંક નંબર : ૦૬) સંબંધનું મહત્વ મે એ પાંચમી તારીખ હતી. સાંજનો સમય હતો. મલયના પપ્પા તેમની નોકરીના સ્થળ પરથી ઘરે પરત આવીને ટીવીમાં સમાચાર જોઈ રહ્યા હતા, જ્યારે તેની મોટી બહેન શ્વેતા ટ્યુશન કરાવીને ફ્રી થઈ ગઈ હતી. મલયનાં મમ્મી મીનાબહેન રસોડામાં રસોઈ બનાવી રહ્યાં હતાં. ઘરનાં આંગણામાં હીંચકા પર મલય તેની નાની બહેન નેહા અને દાદી – એમ ત્રણેય સાથે બેઠાં બેઠાં અલક મલકની વાતો કરી રહ્યાં હતાં. તેનાં દાદી એમનાં સમયમાં જે ‘રામાયણ’ અને ‘મહાભારત’નાં પાત્રો ભજવતા નાટક ગામમાં આવતા તેના વિશે વાતો કરી રહ્યાં હતાં, તેમાં વળી નેહા ...Read More

25

ધ બોમ્બે ઓપેરા હાઉસ રોબરી : એક એવી લૂંટ, જેનો અપરાધી ચાર દાયકા પછી પણ ફરાર છે!

એક અજાણ્યું પ્રકરણ ● પ્રતીક ગોસ્વામી (અંક નંબર : ૦૬) ------------------------------------------------ મંગળવાર, 17 માર્ચ મુંબઈની હરહંમેશ વ્યસ્ત રહેતી સવાર એ મહાશય માટે રોજની જેમ જ આળસુ અને કામચોર હતી. 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિકનાં પાનાં ઉથલાવતો, કડક કોફીની ચુસ્કીઓ લેતો તે બાલ્કનીમાં આરામખુરશી પર બેઠો હતો. કામ પર જવાની કોઈ જલ્દી ન હતી. બેરોજગારને વળી કેવું કામ!? નવી નવી નોકરીઓ માટે અરજી કરી ઇન્ટરવ્યૂ આપવા સિવાય તે શરીરને બીજી કોઈ તસ્દી આપતો ન હતો. સામે પક્ષે ઇન્ટરવ્યૂઅર્સ પણ તેને શરૂઆતી તબક્કાઓમાં જ રિજેક્ટ કરીને વધુ પળોજણથી દૂર રાખતા હતા ! અખબારનું પાનું પલટાવતી વખતે અચાનક તેનું ધ્યાન એક ખૂણે ...Read More

26

દરિયાઈ વાર્તા : ખારાં પાણીનું ખમીર (ભાગ ૧)

લહેરખી ● વિષ્ણુ ભાલિયા --------------------- ભરતીનાં પાણી જાણે ખાડીને કિનારે ઊભેલા સ્મશાનની સળગતી ચિતાને આંબવા જતાં હોય ઉતાવળાં ઊભરાતાં હતાં. ખાડીનો સાંકડો પટ હમણાં વીળના પાણીથી એકાએક મોટો લાગવા માંડ્યો હતો. દૂર દૂર પશ્ચિમમાં સ્થિત કામનાથ મંદિરના શિખર પરથી સરકતો લાલચટક સૂર્ય પોતાના ઘર તરફ જતો દેખાયો. પવન ડરીને સૂન બની, છૂપાઈ જવા લાગ્યો. સામે કિનારે ડાઘુઓ ચિતાની આસપાસ ગમગીન બની બેઠા હતા, જ્યારે આ કિનારે દરિયાના પાણીમાં અડધે સુધી ડૂબેલા વહાણને અસંખ્ય ખારવાઓ એક સાથે ઉપર ખેંચી રહ્યા હતા. ગોઠણભર પાણીમાં કતારબંધ બીડાયેલી તેમની મુઠ્ઠીઓ રાક્ષસી બળ કરતી હતી. પાણીથી ભરાયેલું વહાણ ધીરે ધીરે ઉપર ચઢતું જોઈ ...Read More

27

દરિયાઈ વાર્તા : ખારાં પાણીનું ખમીર (ભાગ ૨)

લહેરખી ● વિષ્ણુ ભાલિયા -------------------- “તમારે તવાર જે વા’ણ હતું, ઈ હવે કાં ગયું ? ડૂબી ગયું ?” શરીરમાં જાણે હજારો શૂળ એકસાથે ભોંકાયા હોય એવી વેદનાથી તેમની કાયા કંપતી મેં જોઈ. એકાદ હળવા આંચકા સાથે તેમણે મને માપી લીધો. તે નજરમાં દર્દ ઘૂંટાતું મને લાગ્યું. ત્યાં દરિયાનો કિનારો શોધતા આવેલા વીળનાં મોજાં પેલી હોડીને થપાટો મારીને જતાં રહ્યાં. “દરિયાની ને ખારવાની લડાઈ તો દીકરા હાઈલાસ કરે ! ઈમાં કો’ક દિ’ ખારવો જીતે ને કો’ક દિ’ આ દરિયો....” કહેતાં તેમણે સામે છાતી કાઢીને સૂતેલા સાગર તરફ ગર્વથી ઇશારો કર્યો. તેમના શબ્દોમાં રહેલી ગંભીરતાએ મને હલબલાવી મૂક્યો. તેમના અગોચર ભૂતકાળની ...Read More

28

AI સાથે આપણું ભવિષ્ય ઊજળું છે? - જવાબમાં પણ સવાલ છે! (ભાગ ૧)

કમ્પ્યુટર ટેક્નોલોજીમાં જેને Fifth Generation કહેવામાં આવે છે એ A.I./Artificial Intelligence ક્ષેત્રનો અત્યારે અવનવી રીતે વિકાસ થઈ રહ્યો છે. રોબોટ્સ દ્વારા માનવજીવન સુલભ થઈ રહ્યું છે ત્યારે આ A.I. શું છે અને તેની સાથે આપણું ભવિષ્ય ઊજળું છે કે કેમ ? આવો, જાણીએ. ----------------------------------------------------------------------------------------------- સાયન્સ ટૉક ● હર્ષ મહેતા ---------------------- આજે અંધારી રાત છે. ચારેય બાજુની શાંતિ એ વાતની પૂરક છે કે ચોક્કસ કંઈક થવાનું છે. આ ભયંકર વિમાસણ વચ્ચે ફક્ત એક માનવ હૃદય ધબકે છે - ફક્ત એક જ ! વચ્ચે વચ્ચે દૂર કંઈ કેટલાય યાંત્રિક અવાજો એ એકલા-અટૂલા પડેલા માનવને અંદરથી કોરીને ખાઈ રહ્યા છે. એ જાણે ...Read More

29

હાસ્યની રમઝટ બોલાવતી ૧૦ સર્વશ્રેષ્ઠ હિન્દી કોમેડી ફિલ્મો

મૂવીગૉસિપ - નરેન્દ્રસિંહ રાણા આમ તો આ આનંદ અને પર્વ ઉપર મેં હોલિવૂડની ૧૦ સર્વશ્રેષ્ઠ કૉમેડી ફિલ્મો વિશે લખવાનું વિચારેલું, પણ પછી અચાનક મેં સર્વશ્રેષ્ઠ હિન્દી કૉમેડી ફિલ્મોનું ઈન્ટરનેટ પરની વિવિધ સાઈટ્સનું લિસ્ટ વાંચ્યું. મારો વિચાર આપોઆપ બદલાઈ ગયો. હિન્દી કૉમેડી ફિલ્મો સાચે જ અંગ્રેજી કૉમેડી ફિલ્મો કરતાં વધુ સારી છે એવો મારો અભિપ્રાય બંધાયો. ફરી એકવાર મેં હિન્દી કૉમેડી ફિલ્મોના લિસ્ટ માટે IMDb/Internet Movie Database ના લિસ્ટ પર નજર દોડાવી. મારા લિસ્ટમાં અને એ લિસ્ટમાં સમાનતા દેખાઈ એટલે મેં એ લિસ્ટની ફિલ્મો પર લખવાનું નક્કી કર્યું. જો કે આ લિસ્ટમાં મેં મારી રીતે બે ફેરફાર કર્યા છે ...Read More

30

દિવાળી બોનસ!

પોઝિટીવીટી * ભાવિક ચૌહાણ --------------------------- “કહાં સે આયે હો ?” “યહાં, SRT કોલોની સે આયા હું, સાબ.” એણે જવાબ આપ્યો. “કહાં કામ કરતે હો ?” “SRT કંપની મેં કામ કરતાં હું, સાબ.” “તો અબ કહાં જાઓગે ?” સામેના માણસે ફરી પ્રશ્ન પૂછયો. “ઘર જાના હૈ, રાજસ્થાન. કોઈ ટ્રેન મિલેગી યહાં સે જાને કે લિયે ?” જવાબ આપીને તે છોકરાએ પ્રશ્ન પૂછ્યો. “આજ કે દિન મેં તો કોઈ ટ્રેન નહીં હૈ રાજસ્થાન જાને વાલી. તેરે કો ...Read More

31

To Do થી What to Do

બેલાશક ● પૂજન જાની-------------------- થોડા દિવસો ભુજમાં ‘બી.એ.પી.એસ.’ સંસ્થાના યુવાનોના પ્રિય એવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું વ્યાખ્યાન યોજાયું હતું. સ્વામીએ ઘણી બધી જીવનુપયોગી વાતો કહી હતી એમાં સૌથી વધારે જો મને કોઈ વાત સ્પર્શી ગઈ હોય તો એ – ‘પૃથ્વીને એકેય ખૂણો નથી, કરેલું પાછું જ આવવાનું !’, ‘વાવો તેવું લણો.’ ‘જૈસી કરની, વૈસી ભરની’ જેવી કહેવતો જેવી જ આ વાત થઈ કે ‘આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે.’ ન્યૂટનનો ગતિનો નિયમ પણ આ વાતને પુષ્ટિ આપે છે. આ વિચારો પર ભારતીય તત્વજ્ઞાન ...Read More

32

ધ ફાઈનલ સોલ્યુશન : પ્રકરણ - ૧

એક ભૂલાયેલું પ્રકરણ * પ્રતીક ગોસ્વામી----------------------------------- ...અને બે હજાર વરસ જૂની ઘટનાએ નાઝી યહૂદી નરસંહારનો પાયો નાખ્યો -------------------------------------------------------------- “...મારી ધાર્મિક વૃત્તિને જોઈને મારા પિતા મને ઘણીવાર સમજાવતા. પણ હું મારા માટે ગુરુ શોધવાની બાબતે મક્કમ હતો. અંતે મેં પેલા મોઇઝને મારો ધાર્મિક ગુરુ ગણી લીધો. એક સાંજે મોઇઝે મને પ્રાર્થના કરતી વખતે રડતા જોઈને પૂછ્યું, ‘તું પ્રાર્થના કરતી વખતે રડે કેમ છે?’ ‘મને ખબર નથી.’ મારો જવાબ હતો. મને સાચે જ ખબર નહોતી કે હું કેમ રડું છું. હું માત્ર એટલું જ જાણતો કે મારી અંદર એવું કશુંક ...Read More

33

દરિયાના દેશમાં

લહેરખી * વિષ્ણુ ભાલિયા ---------------------- દરિયાના દેશમાં -------------- ક્ષિતિજ પાછળથી કોઈ દરિયાને ઘકેલતું હોય એમ ઘૂમરી લેતાં ખારાં પાણી ખાડીમાં ચોમેર ફરી વળ્યાં. મહેતાસાહેબ વર્ગખંડની ઉઘાડી બારીમાંથી આ વીળનાં ઊભરાતાં પાણીને ઘડીભર અપલક તાકી રહ્યા. એ ખારા પાટ પરથી આવતી ખારી ખુશબો બારી પાસે આવીને થંભી જતી. દરરોજની જેમ આજે પણ મહેતાસાહેબે એ વિશાળ દરિયાને આંખોમાં ભરીને માણી લીધો. લહેરખી પેલો દોડતો દરિયો, પેલાં વહેતાં વહાણો, પેલા ખડતલ ખારવા અને પેલાં મગરૂબ મોજાં... આ બધું તેમને અલગ દુનિયામાં ખેંચી જતું. સાગરખેડુઓની એ રોમાંચક દુનિયામાં ડૂબકી દઈ બધું જાણવા - ...Read More

34

'વિવિધતામાં એકતા' જેવા ભારતની દિવાળીનું વૈવિધ્ય

નોલેજ-સ્ટેશન * પરમ દેસાઈ -------------------------- લાગલગાટ નવ દિવસ સુધી શ્રી રામ અને લંકાપતિ રાવણ વચ્ચે ચાલેલું યુદ્ધ વિક્રમસંવતની આસો સુદ દસમે પૂરું થાય છે. શ્રી રામના હાથે રાવણ હણાય છે અને સાથે જ બૂરાઈની પણ હાર થાય છે. ૧૪ વર્ષ સુધીના વનવાસનોય એમ અંત આવે છે ને શ્રી રામ સીતામાતાને લઈને લક્ષ્મણ તથા વાનરસેના સાથે ‘પુષ્પક’ વિમાનમાં અયોધ્યા પરત ફરવા નીકળી પડે છે. અયોધ્યામાં આસો વદ અમાસ/કારતક અમાસના દિવસે સૌનું આગમન થાય છે ત્યારે અયોધ્યા દુલ્હનની જેમ સજેલું છે અને ગામવાસીઓ હર્ષોલ્લાસ સાથે શ્રી રામ વગેરેનું સ્વાગત કરવા તૈયાર ...Read More