મેઘના.

(15)
  • 11.7k
  • 4
  • 5.6k

નમસ્કાર, વાંચક મિત્રો મારી હિન્દીમાં ચાલતી નોવેલ ને આપ તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે પરંતુ કેટલાય સમય બાદ તેની સાથે ગુજરાતી ભાષામાં પણ કંઈક લખવાની ઈચ્છા થઈ.આથી,મનની આકાંક્ષા ને અધિકૃત થઈ તળપદી ભાષામાં એક નાની એવી કહાની આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.દરેક ગામ કે શહેરમાં તેમની રૂઢિ સાથે જોડાયેલી અનેક વાતો કે સંવાદો હોય છે,જેને હું આ કહાનીમાં ઢાળીને પોતાની ભોમનું વર્ણન કરી રહ્યો છું,જો તમને પસંદ આવે તો Rating આપી પોતાનો પ્રતિભાવ જણાવજો.

Full Novel

1

મેઘના - 1

સૌરાષ્ટ્ર ની ધરતી ને સરખી રીતે ધમરોળ્યા બાદ મેઘરાજાએ ઘડીક વિરામ લીધો હતો પણ વરસાદના અમુક છાંટાઓ એકંદરે હજુ ધરતી ને ભીંજવી રહ્યા હતા જેથી ધરતીની સુગંધ અને ભીની માટીની ઠંડક ચારો તરફ પ્રસરી ગઈ હતી. એવામાં સુરેન્દ્રનગર શહેરના મિલન સિનેમાનો છેલ્લો શો પૂરો થયા બાદ લોકો ધીરે-ધીરે થિયેટર ની બહાર નીકળી રહ્યા હતા.સાલ ૧૯૯૪......એ સમયમાં ટેલિવિઝન,રેડિયો અને સિનેમા મનોરંજન ના મુખ્ય સાધન હતાં અને આમ પણ એ સમયમાં બોલિવૂડ ફિલ્મો એ સિનેમાક્ષેત્રે લોકો ઉપર સારો એવો પ્રભાવ પાડ્યો હતો.બધા લોકોની સાથે નિલેશ,સંજય,કૌશલ અને રાઘવ નામના ચારેય મિત્રો થિયેટર ની બહાર નીકળી રહ્યા હતા.આમ,પણ રાતનો છેલ્લો શો હોવાના લીધે ...Read More

2

મેઘના - 2

નિલેશે બહુ જોર લગાડ્યું,ખૂબ મેહનત કરી પરંતુ તેનો પગ નીકળતો ન હતો જાણે કોઈએ તેનો પગ જકડી રાખ્યો હોય લાગતું હતું.સામેથી આવતી ટ્રેનની કંપારી રેલ્વે ટ્રેક થકી તે પોતાના શરીર પર અનુભવ કરી શકતો હતો,ટ્રેન હવે નિલેશની પાસે પહોંચી ગઈ હતી અને આ સાથે નિલેશે પણ પોતાનું મોત સ્વીકારી લીધું હતું પણ અચાનક એક.સ્ત્રી દોડીને નિલેશ પાસે પહોંચી અને તેના પગ વડે જોરથી આંચકો આપતાં નિલેશનો પગ મુક્ત થઈ ગયો અને આ સાથે તે બંને રેલ્વે ટ્રેકની ડાબી તરફ જઈ પડ્યા.ટ્રેન સડસડાટ કરતી બંનેની પાસેથી પસાર થઈ ગઈ અને નિલેશ આંખો મિચ્યાં વિના સ્તબ્ધ થઈ એ જ જોતો રહ્યો ...Read More

3

મેઘના - 3

નિલેશ કંઈ વાંધો નહીં તમે ચિંતા ના કરો એ તો ઠીક થઈ જશે પણ નિલેશ તેની વાત માન્યો અને કહ્યું, મેઘના મારે કંઈ સાંભળવું નથી દવાઓ ક્યાં રાખી છે? આ સાંભળી મેઘનાએ એક કબાટ તરફ ઈશારો કર્યો,જે જોઈ નિલેશ ઝડપથી એ કબાટમાંથી એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈ આવ્યો જેમાં રૂ, ઘાવનો મલમ,દવાઓ જેવી પ્રાથમિક સારવારની વસ્તુઓ હતી.નિલેશ જમીન પર બેસી મેઘનાનો પગ તેના સાથળ પર મૂકી દીધો,તેને ડબ્બો ખોલી એક રૂ લઈ તેના ઉપર થોડું ટિંચર લગાવી હળવા હાથે પગનો ઘાવ સાફ કરવા લાગ્યો,પીડાના લીધે મેઘનાએ તેની આંખો બંધ કરી લીધી પણ છતાં તેના મોઢામાંથી હલકો અવાજ નીકળી ગયો,ઘાવને સરખી રીતે ...Read More

4

મેઘના - 4

સ્ટેશન પર પહોંચતા રાઘવે જોયું તો સાડા નવ થઈ રહ્યા હતા,વરસાદને લીધે આજે વેહલી સવારથી જ બધી ટ્રેન અને ઉપરથી બંધ કરી દેવામાં આવી હતી,માત્ર ૩૦ Km ની અંદર ચાલતી એકાદ બે local train સિવાય કોઈ ટ્રેન ચાલતી ન હતી તેથી સ્ટેશન પર લોકોની અવજવર ઓછી હતી.રાઘવે દૂર નજર ફેરવી તો કિશન એક બાંકડા ઉપર ગજુભા સાથે બેઠો હતો ગજુભા નું આખું નામ ગજેન્દ્રસિંહ હતું તેમની ઉંમર ૭૦ વર્ષ હતી પણ આ ઉંમરે સારી કદ કાઠી અને શરીર ધરાવતા હોવાથી બધા તેમને ગજુભા કહેતા હતા ગજુભા મોટેભાગે રાત્રે અહીં જ બેસતા હોવાથી રાઘવની પણ એમની સાથે સારી એવી ઓળખાણ ...Read More