મારી આ વાર્તા ના પાત્રો, નામ, સ્થળ બધું કાલ્પનિક છે એને હકીકત સાથે કંઈપણ સંબંધ નથી. " સૂચિતાએ આંખો ખોલી અને ચારેતરફ જોયું, બ્લુ રંગની દીવાલો, બાજુમાં ટેબલ પર એક ફૂલદાની અને એ ફૂલદાનીમાં પીળાં રંગના અને સફેદ રંગના ફૂલનો ગુચ્છો ગોઠવેલો. ફુલદાનીની બાજુમાં થોડી મેડિસિન, પાણીનો ગ્લાસ અને એક પલંગ જેના પર સૂચિતા હજુ સૂતી હતી. સૂચિતાએ પલંગ પર બેસવાની કોશિશ કરી પરંતુ શરીરમાં અશક્તિ અને માથું એકદમ ભારે લાગતું હતું એટલે તે બેસવા માટે નિ:સહાય બની પડી રહી; ત્યાં જ રૂમમાં એક નર્સ આવી નર્સે પૂછ્યું. અત્યારે કેમ લાગે છે ? સૂચિતાએ કહ્યું માથું એકદમ ભારે લાગે છે અને અશક્તિનો અનુભવ થાય છે; પરંતુ હું અહીં કઈ રીતે આવી ? નર્સ કંઈપણ જવાબ આપ્યાં વગર જતી રહી અને સૂચિતા વિચારમગ્ન બની ગઈ. એ કઈ રીતે અહીં પહોંચી ? એ એની આજુબાજુ જોવા લાગી.એનો મોબાઈલ શોધ્યો પણ મોબાઈલ ના મળ્યો.

1

કોણ ? - 1

" સૂચિતાએ આંખો ખોલી અને ચારેતરફ જોયું, બ્લુ રંગની દીવાલો, બાજુમાં ટેબલ પર એક ફૂલદાની અને એ ફૂલદાનીમાં પીળાં અને સફેદ રંગના ફૂલનો ગુચ્છો ગોઠવેલો. ફુલદાનીની બાજુમાં થોડી મેડિસિન, પાણીનો ગ્લાસ અને એક પલંગ જેના પર સૂચિતા હજુ સૂતી હતી. સૂચિતાએ પલંગ પર બેસવાની કોશિશ કરી પરંતુ શરીરમાં અશક્તિ અને માથું એકદમ ભારે લાગતું હતું એટલે તે બેસવા માટે નિ:સહાય બની પડી રહી; ત્યાં જ રૂમમાં એક નર્સ આવી નર્સે પૂછ્યું. અત્યારે કેમ લાગે છે ? સૂચિતાએ કહ્યું માથું એકદમ ભારે લાગે છે અને અશક્તિનો અનુભવ થાય છે; પરંતુ હું અહીં કઈ રીતે આવી ? નર્સ કંઈપણ જવાબ આપ્યાં ...Read More