વ્હાઈટ ડવ

(3.1k)
  • 101k
  • 357
  • 74.1k

પ્રકરણ ૧કાવ્યા હજી ઉઠી જ હતી. ચા પીતા પીતા એને છાપુ વાંચવાની ટેવ હતી. ચાતો ટેબલ ઉપર તૈયાર પડી હતી પણ છાપુ હજી આવ્યું ન હતું. કાવ્યાએ એના ઘરની બહાર આવેલા નાનકડાં બગીચામાં એક લટાર મારી. ઘણી વખત છાપુ અહી પડેલું મળી જતું. આજે છાપુ તો ના મળ્યું, પણ એને ઘરમાં પાછા દાખલ થતાં દરવાજા પાછળ એક કવર પડેલું દેખાયું. એ કદાચ કાલે આવ્યું હશે અને કોઈનું એની પર ધ્યાન નહિ ગયું હોય.કાવ્યાએ કવર ઉઠાવી લીધું અને ટેબલ પાસે આવીને બેઠી. ચા ઠંડી થઇ ગઇ હતી. એણે એક સાથે બધી ચા ગળા નીચે ઉતારી દીધી. હોઠના ખૂણા એના નાઈટડ્રેસની બાય

Full Novel

1

વ્હાઈટ ડવ ૧

પ્રકરણ ૧કાવ્યા હજી ઉઠી જ હતી. ચા પીતા પીતા એને છાપુ વાંચવાની ટેવ હતી. ચાતો ટેબલ ઉપર તૈયાર પડી પણ છાપુ હજી આવ્યું ન હતું. કાવ્યાએ એના ઘરની બહાર આવેલા નાનકડાં બગીચામાં એક લટાર મારી. ઘણી વખત છાપુ અહી પડેલું મળી જતું. આજે છાપુ તો ના મળ્યું, પણ એને ઘરમાં પાછા દાખલ થતાં દરવાજા પાછળ એક કવર પડેલું દેખાયું. એ કદાચ કાલે આવ્યું હશે અને કોઈનું એની પર ધ્યાન નહિ ગયું હોય.કાવ્યાએ કવર ઉઠાવી લીધું અને ટેબલ પાસે આવીને બેઠી. ચા ઠંડી થઇ ગઇ હતી. એણે એક સાથે બધી ચા ગળા નીચે ઉતારી દીધી. હોઠના ખૂણા એના નાઈટડ્રેસની બાય ...Read More

2

વ્હાઇટ ડવ ૨

પ્રકરણ ૨ કાવ્યાએ એના મામાને મળીને બધી વાત કરી. સવારે એને મળેલા કવર અને પછી મમ્મીએ કહેલી બધી વાતની મામા નીતિરાજભાઇ સાથે ચર્ચા કરીને છેલ્લે એ લોકો વલસાડ જવા તૈયાર થયા. નીતિરાજભાઇને હાલ ઑફિસમાં જરૂરી કામ હોવાથી રજા મળે એમ ન હતું પણ, જેવી રજા મંજુર થશે એવ ...Read More

3

વ્હાઇટ ડવ ૩

વ્હાઈટ ડવ ૩ મા-દીકરી બંને થાકેલા હતા. બંને એકબીજાનો હાથ પકડીને સૂઈ ગયા. રાત શાંતિથી વીતી ગઈ...સવારે કાવ્યા સમયસર ગઈ હતી. ફટાફટ તૈયાર થઈને એ નીચે આવી રહી હતી ત્યારે પ્રભુને કોઈ યુવક સાથે વાત કરતો જોઇ એ સીડીમાં ઊભી રહી ગઈ. પ્રભુ એ યુવકને રૂપિયા આપ્યા અને એ યુવાન રૂપિયા લઇને ચાલી ગયો. જાણે કંઈ જોયું જ ન હોય એમ કાવ્યા ધીરેથી નીચે આવી.“તમે જાગી ગયા બેન? હું ચા નાસ્તો લાવું. બા આપની જ રાહ જોતા હતા.” પ્રભુએ આત્મીયતાથી કહ્યું.“મમ્મી ક્યાં છે?” કાવ્યાએ સવાલનો જવાબ આપવાને બદલે સામો સવાલ કર્યો.“બા મંદિરની સફાઈ કરી રહ્યા છે.” “ઠીક છે. હું ...Read More

4

વ્હાઇટ ડવ ૪

પ્રકરણ ૪ (કાવ્યા એની મમ્મી માધવીબેન સાથે વલસાડની એમની હોસ્પિટલ વ્હાઈટ ડવમાં આવે છે જયાં માનસિક રોગીઓની સારવાર કરાતી છે. આ હોસ્પિટલ સાથે કેટલીક રહસ્યમય ઘટનાઓ જોડાયેલી હોય છે કાવ્યા એ વિશે જાણવા માંગતી હોય છે. હોસ્પિટલમાં કામ કરતો ડૉક્ટર શશાંક એને અજીબ લાગે છે, શકમંદ લાગે છે. શશાંક માધવીબેન સાથે હવેલીએ ગયો એ જાણીને કાવ્યાને ગુસ્સો આવે છે....) “છોડીદો મને....હું કઉં છું છોડો...મને!” નીચે લોબીમાં એક સત્તર અઢાર વર્ષની છોકરી ચીસાચીસ કરી પોતાને છોડાવવા પ્રયત્ન કરતી હતી. એના સગા, હોસ્પિટલની એક આયા અને એક નર્સ એને પરાણે ખેંચીને અંદર લાવતા હતા.કાવ્યાનું ધ્યાન આ શોરબકોર તરફ ગયું. પહેલી ...Read More

5

વ્હાઇટ ડવ ૫

વ્હાઈટ ડવ - ૫કાવ્યા અને શશાંક વ્હાઈટ ડવ હોસ્પિટલેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે એમની જાણ બહાર એમની પાછલી પર કોઈ નાની બાળકીનો આત્મા આવીને બેઠેલો હતો જે એમની સાથે જ હવેલી તરફ પ્રયાણ કરી રહ્યો હતો... કાવ્યા ગાડીમાંથી નીચે ઉતરી એની સાથે જ પેલી દસ બાર વરસની છોકરી પણ નીચે ઉતરી હતી. કાવ્યા સીધી અંદર ગઇ હતી શશાંક ગાડી પાર્ક કરવા રોકાયેલો.“આવી ગઈ બેટા. બહુ વાર લગાડી. બધું બરાબર તો છેને?” કાવ્યાને જોતાજ એની મમ્મીએ પૂછ્યું, “શશાંક ક્યાં છે? એ પણ સાથે આવ્યો છે ને?”કાવ્યાને એની મમ્મીનાં મોંઢે શશાંકનું નામ ના ગમ્યું. એ કંઈ બોલી ...Read More

6

વ્હાઇટ ડવ ૬

વ્હાઈટ ડવ - ૬ (કાવ્યાની સાથે હોસ્પિટલેથી ઘરે આવેલો આત્મા એની જુડવા બહેન દિવ્યાનો છે એ જાણી કાવ્યાને ખૂબ થયું. એ આત્માથી ડરીને કાવ્યા રાત્રે મમ્મી સાથે સૂઈ ગયેલી. બીજે દિવસે પૂજારીની વાતો સાંભળી કાવ્યા વધું ગૂંચવણમાં પડી ગઈ...)કાવ્યા કંઈ સમજી નહિ. પાપ વધી જાય ત્યારે એને અટકાવવા ભગવાન સ્વયં આવશે કે પછી એ કોઈને મોકલશે... કોને? કોણ? કોણ આવશે? કોણ બચાવશે વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલ ને?થોડું વિચાર્યા બાદ કાવ્યાએ પુજારી પાસે જઈને જરાક અચકાઈને કાવ્યાએ કહ્યું, “પુજારીજી મારે આપની સાથે થોડી વાત કરવી છે. થોડી ખાનગી છે.” ખાનગી શબ્દ એ એકદમ ધીરેથી ફક્ત હોઠ ફફડાવીને બોલી.“અવશ્ય! મંદિરનો ચોક ...Read More

7

વ્હાઇટ ડવ ૭

( પુજારીજીની વાત મુજબ બંને બહેનો સંદૂકમાં પુરાયેલી હતી. ઘરમાં ઘૂસી આવેલા બે ગુંડાઓએ એ સંદૂક બહારથી બંધ કર્યો નીચે ઉતરી ગયા...) બંને બહેનો ડરથી કાંપી રહી હતી. એમાંની એક રડી રહી હતી અને બીજી એનું મોં દબાવી એને શાંત રહેવાનો ઈશારો કરતી હતી. પેલા બે જણા અહીં આવેલા અને આ મોટો પટારો જોતા એમણે એ ખોલવાનો ભરપૂર પ્રયાસ કરેલો. પટારાનું ઢાંકણ જરીકે હલ્યું પણ ન હતું. એમણે ઘણી ધમકી પણ આપેલી, બહાર આવી જવા માટે. પછી કંટાળીને પટારાનું ઢાંકણું બહારથી બંધ કરીને ચાલ્યા ગયેલા...એક છોકરી ડરની મારી રડવા લાગેલી. એના ધ્રુસકાઓનો અવાજ દબાવવા બીજી છોકરીએ એનું મોઢું પોતાના ...Read More

8

વ્હાઇટ ડવ ૮

( પૂજારી પાસેથી વ્હાઈટ ડવ હોસ્પિટલ જે જગાએ ઊભી છે એનો ઇતિહાસ જાણીને આવેલી કાવ્યા બહાર ત્યાં શશાંકને ઉભેલો ચોંકી જાય છે...) તું અહીં ઊભો ઊભો શું કરે છે?” કાવ્યાએ પૂજારીની ઓરડીમાંથી બહાર આવતા જ પૂછ્યું. “તારી રાહ જોતો હતો. શું વાતો કરી આટલી બધી વાર. ત્યાં માધવી કેટલી પરેશાન છે તારી ચિંતામાં.” શશાંક ક્યારનોય અહીં આવી વાતો સાંભળતો હતો એ છુપાવી એણે બીજીજ વાત કરી.“કેટલીવાર કહું મારી મમ્મીને આમ નામથી ન બોલાવ.” કાવ્યાએ ખોટો ગુસ્સો કરીને વાત બદલી અને ગાડી તરફ ચાલતી પકડી.ઓરડી તરફ એક નજર નાખી શશાંક પણ કાવ્યાની પાછળ ગયો. એના મગજમાં કંઈક ચાલી રહ્યું હતું. ...Read More

9

વ્હાઇટ ડવ ૯

કાવ્યા એના રૂમમાં જતી રહી. એ હજી કાંપી રહી હતી. દિવ્યાના આત્મા સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે...શશાંક હતો. સાંજે હોસ્પિટલ રાઉન્ડ લઈને આવ્યો ત્યારથી ચૂપ હતો. રાતના ભોજન સમયે પણ એ ચૂપ રહ્યો. આજ પહેલીવાર એવું બન્યું હશે કે એ જમતી વખતે ખપ પૂરતી જ વાત કરતો હોય!એને જોઈને કાવ્યાને હસવું પણ આવતું હતું અને દુઃખ પણ થતું હતું. હવે કાવ્યાને લાગ્યું કે પહેલી નજરે જ એ શશાંકના પ્રેમમાં પડી ચૂકી હતી. આજ સુંધી એ જે પુરુષની કલ્પના કરતી આવી હતી એના જીવનસાથી તરીકે એ આજ હતો. શરૂઆતમાં એને મમ્મી સાથે વધારે ખુલીને વાત કરતો જોયો ત્યારે ...Read More

10

વ્હાઇટ ડવ 10

( દિવ્યા ફરીથી કાવ્યા સાથે વાત કરે છે. આ વખતે એ સિસ્ટર માર્થાનું નામ લે છે. કાવ્યા એને સિસ્ટર પૂછે છે પણ દિવ્યા કંઈ કહ્યા વિના ચાલી જાય છે. શશાંકના કહેવા પર કાવ્યા એની મમ્મીને દિવ્યા વિશે પૂછે છે...) માધવીબેન દિવ્યા વિશે બીજી વાતો કહેતા ગયા અને કાવ્યાને કંઇક યાદ આવી રહ્યું... કાવ્યા મને બચાવ... કાવ્યા... મારી મદદ કર આવું ઘણી વખત એણે સપનામાં સાંભળ્યું હતું. હા, એક ધૂંધળી છાયા જેવી જે છોકરી એના સપનામાં આવતી હતી એ, એ પોતે નહીં દિવ્યા હતી. એની જુડવા બહેન દિવ્યા. વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પિટલ, જે એના સપનામાં આવતી હતી એ અત્યારની જૂની ...Read More

11

વ્હાઇટ ડવ ૧૧

(કાવ્યાએ શશાંક સાથે મળીને વ્હાઈટ ડવ હોસ્પિટલમાં થતી આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયત્નો શરૂ કર્યા છે. જે અંગ્રેજ પાસેથી જમીન ખરીદીદેલી એ અંગ્રેજની એના પરિવાર સહિતની એક તસવીર હોસ્પિટલમાં હતી જે સિસ્ટર માર્થા એના ઘરે લઈ ગઈ છે, આ ઉપરાંત સિસ્ટર માર્થા સીધી રીતે હોસપિટલમાં થતી આત્મહત્યા સાથે જોડાયેલી છે એવું કાવ્યા સપનામાં જુએ છે. કાવ્યા સિસ્ટર માર્થાના ઘરે જવા તૈયાર થાય છે.....) વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં વિલ્સન હિલની તળેટીમાં થોડે અંદરની બાજુએ વ્હાઈટ ડવ હોસ્પિટલ આવેલી હતી. વિલ્સન હીલ પર માર્થાનું ઘર આવેલું હતું. કાવ્યાની સાથે સિસ્ટર માર્થા શશાંકની ખુલ્લી જીપમાં બેસીને વિલ્સન હીલ પર ચઢાણ કરી રહ્યાં ...Read More

12

વ્હાઇટ ડવ ૧૨

ચૂડેલથી બચીને ભાગેલા કાવ્યા અને શશાંક હવેલીના દરવાજામાં પ્રવેશી ગયા ત્યારે કાવ્યા ડરની મારી શશાંકને બાજી પડી. ધીમો ધીમો ચાલુ હતો એટલે શશાંકના મોં ઉપર ફેંકાયેલું પેલું ગંદુ, લીલું પ્રવાહી તો ધોવાઇ ગયેલું પણ એની વાસ હજી આવતી હતી. “બોવ જ ગંદી સ્મેલ છે. તું નહાઈને જમવા આવજે.” કાવ્યાએ જાતેજ અળગા થઈ જતાં કહ્યું. એણે એનું નાક એક હાથ વડે પકડી રાખેલું.બંને અંદર ગયા. માધવીબેન સવારના બંનેની ચિંતા કરતાં હતા. છતાં એમણે તરત બોલવાનું ટાળ્યું. એ લોકો ફ્રેશ થઈને નીચે જમવા આવ્યા કે તરત માધવીબેન બોલ્યા, “કંઇક વાસ આવે છે!” “એ વાસ મારામાંથી જ આવે છે. બે વાર સાબુ ...Read More

13

વ્હાઇટ ડવ ૧૩

પોતાના ફોનને પીગળતો જોઈને કાવ્યા આવાચક થઈ ગઈ હતી. કાળાજાદુ વિશે એણે સાંભળ્યું હતું, વાંચ્યું હતું પણ નજરે આજ જોયું હતું. “ઓહ ગોડ! હું તને એજ કહેવા જતો હતો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર બહું ભરોશો નહીં કરવો.” શશાંક કાવ્યાને સાંત્વના આપતાં બોલ્યો, “પાંડવગુફા જવાનું સહેલું નહિ જ હોય. તું હવેલી પર જ રહેજે હું એકલો ત્યાં જઈ આવીશ.” “કેમ? તને કોઈ વરદાન મળેલું છે, કે પછી એ અઘોરીઓ તારા કુંટુંબીજનો છે?” કાવ્યા ચીઢ કરીને બોલી.“વરદાન તો નથી મળ્યું પણ ઘણી ચુડેલ સાથે પનારો પડ્યો છે એટલે હવે એની સાથે ડીલ કરવાની ફાવટ આવી ગઈ છે.” શશાંક હસી પડ્યો.કાવ્યાએ એના ...Read More

14

વ્હાઇટ ડવ ૧૪

કાવ્યાના જીવમાં હવે જીવ આવ્યો હતો, બાજુમાં ઊભેલા શશાંકને જોઇને...એ ચીસો પાડવા લાગી. કે તરતજ શશાંકે એનો હાથ કાવ્યાના પર મૂકી દીધો.“અવાજ નહિ કર” ધીરેથી બબડીને શશાંક કાવ્યાને લગભગ ખેંચીને ત્યાંથી દૂર લઈ ગયો. “એ આત્માઓ સૂઈ રહી હતી. એમને જગાડીને ખોટી આફત શું કરવા વહોરવાંની..? ક્યારે આપણે ભાગી જવું એ પણ ખબર હોવી જોઈએ...!” “પણ, આટલું ભયાનક દ્રશ્ય! મેં મારી જિંદગીમાં આવું કદી...આવી કલ્પના પણ નથી કરી...એ ઝાડ!!” કાવ્યા રડી પડી. “કમોન યાર! સારી વાત એ છે કે આપણે સેફ છીએ. ઓકે!” શશાંક એને દૂર લઈ ગયો...એ લોકો આગળ ઘણું ચાલ્યા છતાં ગાડી ના મળી. જે બાજુથી શશાંક ...Read More

15

વ્હાઇટ ડવ ૧૫

સિસ્ટર માર્થા લીનાને એના રૂમમાં છોડીને નીચે આવી. એની પાછળ જ ભરત ઠાકોર આવ્યો. એ બંને નીચે લોબીમાં ઊભેલા આકાશ અવસ્થી પાસે ગયા. “ડૉક્ટર આ ભરત મને કેવા સવાલ કરી રહ્યો છે? આખી હોસ્પિટલ જાણે છે કે લીના એની જાતે આત્મહત્યા કરવાની કોશિશ કરે છે. એને સાજી કરવા તો એના ઘરવાળા એને અહીં મૂકી ગયા છે.” સિસ્ટર માર્થા ભરત કંઈ કહે એ પહેલા જ બોલવા લાગી, “પેલા માળની પાળી પરથી પડીને મરી ના જવાય પણ હાથ પગ ભાંગે અને બહુ દુખે એ સમજાવવા હું એને પાળી પાસે લઈ ગયેલી.” “રાતના બે વાગે?” ભરતે હસીને કહ્યું.“હા રાતના બે વાગે! મને ...Read More

16

વ્હાઇટ ડવ ૧૬

થોડેક આગળ ગયા પછી કાવ્યાએ એક મોટી પહોળી ગુફા જોઈ. એમાં એક મશાલ લટકાવેલી હતી એમાંથી જ દૂર સુધી ઝાંખો પ્રકાશ આવતો હતો. આટલે આવ્યા પછી કાવ્યાની નજર ચારે બાજુ દિવ્યાને શોધી રહી. એ અહીં અંદર આવ્યા પછી ગાયબ થઈ ગઈ હતી. એક ખૂણામાંથી કોઈ પક્ષીનો ચિત્કાર સંભળાયો. કાવ્યાએ એ તરફ માથું ગુમાવ્યું. એ ચોંકી ગઈ. ત્યાં ગુફામાં એક ગોખલા જેવી જગ્યામાં એક ઘુવડ બેઠું હતું. એના પગ નીચે કોઈ નાનું પક્ષી તરફડી રહ્યું હતું. ઘુવડ એને નોચી નોચીને ખાઈ રહ્યું હતું. એ પક્ષીનું આક્રંદ ધીરે ધીરે શાંત થઈ બંધ થઈ ગયું...! હંમેશા માટે! કાવ્યાને લાગ્યું જાણે આ એજ ...Read More

17

વ્હાઇટ ડવ ૧૭

શશાંકની બાહોંમાંથી દૂર થઈ કાવ્યાએ કહ્યું, “જોને પપ્પાની હાલત કેવી છે. એ ઠીક તો હશેને?”શશાંક ગાડીની પાછલી સીટ તરફ અને ડો. રોયની પલ્સ ચેક કરી. એમની આંખો ખેંચીને ખોલી જોઈ એ લાલ હતી. “કંઇક નશીલી વસ્તુ અપાઈ છે એમને. એમની હાલત જોતા આપણે હાલ જ ડૉક્ટર પાસે જવું જોઈએ.” બંને ગાડીમાં બેઠા અને ગાડી આગળ ભગાવી. એ લોકો ક્યાં પહોંચ્યા હતા એ તો એમને ખબર ન હતી પણ કોઈ નાના શહેર જેવો એ એરિયા હતો. ત્યાંના મુખ્ય બઝાર જેવા વિસ્તારમાં ફરતા જ એક પ્રાઇવેટ હોસ્પિટલનું પાટિયું દેખાયું. ડૉ. રોયને ત્યાં લઈ ગયા. એ એક નાનકડી હોસ્પિટલ હતી. નસીબ ...Read More

18

વ્હાઇટ ડવ ૧૯

શશાંકનો પગ બ્રેક ઉપર જોરથી દબાયો હતો. એક જોરદાર આંચકા સાથે ગાડી ઊભી રહેલી પણ એનાથીય મોટો આંચકો ગાડીના ઉપર આવીને પડેલો.. આકાશમાં ગાયબ થઈ ગયેલી કાવ્યા અચાનક આવીને ગાડીના બોનેટ ઉપર પટકાઈ હતી. ગાડી થોભાવી શશાંક અને ડૉક્ટર રોય નીચે કૂદી પડ્યા હતા. કાવ્યા બેહોશ હતી. શશાંકે એને ઉઠાવીને ગાડીની પાછલી સીટમાં સુવડાવી. “કાવ્યા! કાવ્યા બેટા!” ડૉક્ટર કાવ્યાના શરીરને ઢંઢોળી રહ્યા.“એને જલદી હોટેલ પર લઈ જવી પડશે.” શશાંક આટલું બોલીને ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો હતો. કાવ્યાની બાજુમાં ડૉક્ટર રોય ગોઠવાયા અને બધા હોટલ પહોંચ્યા. ત્યાંના સ્ટાફે એક ડૉક્ટર બોલાવી આપેલો. કાવ્યા ઠીક હતી. એ ફક્ત બેભાન હતી... ...Read More

19

વ્હાઇટ ડવ ૧૮

સાપુતારાના શિલ્પી રિસોર્ટમાં ડૉક્ટર રોય કાવ્યા અને શશાંક આગળ કાપાલીનો ભૂતકાળ, એનો ઇતિહાસ વર્ણવી રહ્યા હતા. કાપાલીનું શરીર બળી હતું. આત્મા સ્વરૂપે ફરતાં કાપાલીએ જ્યોર્જ વિલ્સનની મદદ કરી હતી. એની બે દીકરીઓને સંદુકમાં પુરાઈને મરવાની ફરજ પાડનાર એ બંને નરાધમો કાપાલીના લીધે જ સજા પામ્યા હતાં. એ બંનેનું શરીર સડી ગયેલું અને કીડાથી ખદબદતા દેહ સાથે તડપી તડપીને એ લોકોએ જીવ કાઢેલો. એ વખતે જ્યોર્જના શરીરમાં રહેલો કાપાલી એ લોકોને વારંવાર સામે દેખાતો હતો. એમને મરતી વખતે ખબર હતી કે આ ભયાનક સજા એમને કેમ મળી, કોણ આપી રહ્યું છે આ સજા! જ્યોર્જના જીવનનું એક માત્ર લક્ષ્ય પૂરું થઈ ...Read More

20

વ્હાઇટ ડવ, અંતિમ ભાગ

કાપાલી હજી જીવે છે. એ એક બુરી આત્મા છે પાછી શક્તિશાળી, આસાનીથી હાર નહિ જ માને. એણે વિચાર કર્યો ફરીથી જનમ લેવાનો અને એક નવા રૂપે પૃથ્વી પર ફરીથી અવતરવાનો...! માણસની કેટલીક મર્યાદા હોય છે! દેવો કે દાનવો જેટલા આપણે શક્તિશાળી નથી. એમના જેવું જાદુ કે સિધ્ધિ આપણી પાસે નથી. પણ એ મેળવવા માટે કેટલાક માણસો મંત્ર તંત્રનો આશરો લે છે અને ઘણી હદે સફળ પણ થાય છે! એ શક્તિઓ જો સારા કામ માટે વપરાય તો એ લાંબો સમય ટકી રહે છે અને જો ખરાબ કામમાં વપરાવા લાગે તો એનો અંત એક દિવસ નિશ્ચિત જ છે! કાપાલી એણે મેળવેલી ...Read More