એક નાનકડો બાળક જેનું નામ ભોલુ. ખૂબ જ તોફાની અને હોશિયાર પણ ખરો. ભણવું તો એને ગમે નહી પણ નવું નવું જાણવાનો એને બહુ જ શોખ. નિશાળમાંથી લેશન આપે તો તો એના મોતિયા જ મરી જાય. મમ્મી લેશન કરવાનું કહે ત્યારે તો એનું મોઢું રડું રડું થાય. મમ્મીને એનું આવું મો જોઇને દયા આવી જાય. મમ્મી વિચારે આ ભોલુ જો ભણશે નહી તો એનું શું થશે? પણ મમ્મીને એ ખબર નહોતી કે એને ખાલી લખવું જ નથી ગમતું બાકી એ હતો તો એકદમ હોશિયાર. નિશાળમાં કોઈ પણ શિક્ષક ભણાવતા હોય ત્યારે એનું ધ્યાન એકચિત્તે ભણવામાં જ હોય. બીજા બાળકોને તો કડાચ કંટાળો આવે પણ ભોલુને નહિ. એટલે જ એને તરત જ બધું આવડી જાય. જો ન સમજાય તો શિક્ષકોને પૂછી પૂછીને તેમનું માથું પકવી નાખે. શિક્ષકો પણ ખુશ થાય કે આવો છોકરો જરુર આપણું નામ ઉચુ કરશે.
એક અનોખી સાહસ યાત્રા - 1. શિક્ષકની પ્રેરણા
એક નાનકડો બાળક જેનું નામ ભોલુ. ખૂબ જ તોફાની અને હોશિયાર પણ ખરો. ભણવું તો એને ગમે નહી પણ નવું જાણવાનો એને બહુ જ શોખ. નિશાળમાંથી લેશન આપે તો તો એના મોતિયા જ મરી જાય. મમ્મી લેશન કરવાનું કહે ત્યારે તો એનું મોઢું રડું રડું થાય. મમ્મીને એનું આવું મો જોઇને દયા આવી જાય. મમ્મી વિચારે આ ભોલુ જો ભણશે નહી તો એનું શું થશે? પણ મમ્મીને એ ખબર નહોતી કે એને ખાલી લખવું જ નથી ગમતું બાકી એ હતો તો એકદમ હોશિયાર. નિશાળમાં કોઈ પણ શિક્ષક ભણાવતા હોય ત્યારે એનું ધ્યાન એકચિત્તે ભણવામાં જ હોય. બીજા બાળકોને તો ...Read More
એક અનોખી સાહસ યાત્રા - 2 - ભોલુની સફર
આજે ભોલુને સ્કુલમાં રજા હતી. સવાર સવારમાં તૈયાર થઈને બહાર ફરવા નીકળવાનો પ્રોગ્રામ નક્કી કરીને રાખ્યો હતો. આજે એને જ ફરવાની ઇછ્હાં હતી અને કઈક નવુ જાણવાની જિજ્ઞાસા હતી. સવારમાં તૈયાર થઈને મમ્મીને કહે, “મા હું બહાર રામવા જાઉં છું.” આટલું કહીને ભાઈ તો નીકળી પડ્યા. ભોલુંનું ગામની જંગલના છેવાડે હતું. ગામથી થોડે દૂર જંગલ તરફ જાવ તો ઘટાદાર જંગલ શરુ થતું હતું જ્યાં વિવિધ જાતના પ્રાણીઓ અને પક્ષીઓનો વસવાટ હતો. રખડતા રખડતા ભોલુ તો જંગલ તરફ આગળ વધવા લાગ્યો. આમ તો એ મિત્રો સાથે ઘણી વાર જંગલમાં ફરવા જતો પણ થોડે દૂર સુધી જ જતો. પણ આજે તો ...Read More
એક અનોખી સાહસ યાત્રા - 3 - અદભૂત જગ્યા
અત્યાર સુધીમાં આપણે જોયું કે ભોલુ જંગલમાં વડાના ઝાડ નીચે ઉઠ્યો ત્યારે રાત થવા આવી હતી અને એ ઘરે લાગ્યો ત્યાં એ ભૂલો પડી ગયો અને એક નાનો હાથી એને પોતાની પીઠ ઉપર બેસાડીને એક અજાણી જગ્યાએ લઇ ગયો જ્યાંથી એક ડોલ્ફિન એને સરોવરની અંદર લઇ ગઈ અને ત્યાં એક મહેલના દરવાજા આગળ આવીને ઉભી રહી. દરવાજો એની મેળાયે ખુલી ગયો અને બંને અંદર દાખલ થયા. હવે આગળ જોઈએ.ડોલ્ફિન અને ભોલુ બંને મહેલમાં દાખલ થયા એટલે તરત જ દરવાજો બંધ થઈ ગયો અને ડોલ્ફિન પોતાનું રૂપ બદલીને એક નાનકડી કાર બની ગઈ અને એનો રેડીઓ એની મેળાએ જ વાગવા ...Read More
એક અનોખી સાહસ યાત્રા - 4 - અદ્રશ્ય ગ્રહ
હજુ તો રાતના બાર વાગ્યા પણ નહોતા ત્યાં એની ઊંઘ ઉડી ગઈ. ભોલુએ ઘડિયાળમાં જોયું તો હજુ બાર વાગવામાં મીનીટની વાર હતી. એ ફટાફટ ઉભો થયો અને પલંગમાંથી નીચે ઉતાર્યો કે તરત જ એને બહારથી મોટા મોટા અવાજ આવવા લાગ્યા. એ અવાજો ઘણા બધા લોકો બોલતા હોય તેવો હતો. જાણે કોઈનો જયઘોષ બોલાતો હોય તેવું લાગતું હતું. ભોલુ તો તરત જ બહાર નીકળ્યો અને એણે જે જોયું તે જોઇને એકદમ સ્તબ્ધ થઇ ગયો. એણે જોયું કે જે સભાખંડમાં બધી જ બેઠક ઉપર કોઈ ને કોઈ મૂર્તિ હતી તે બધી જ અત્યારે જાણે એમનામાં જીવ આવી ગયો હોય તેમ હાલતી ...Read More
એક અનોખી સાહસ યાત્રા - 5 - અદભૂત શક્તિ
ભોલુ માં બે શક્તિઓના આવવાથી તેનું મન પ્રફુલ્લિત હતું. રાજકુમારી સાથે વાત કર્યા બાદ ભોલુ એ તરત જ પૂતાની ઉપયોગ કરીને પોતાના ગામનું આહ્વાહન કર્યું કે તરત જ તે પોતાના ગામના દરવાજા પાસે પહોચી ગયો. તેને તરત જ પોતાની બીજી શક્તિનો ઉપયોગ કરીને પોતાને અદ્રશ્ય બનાવી દીધો જેથી તેને કોઈ જોઈ ન શકે. એ તરત પોતાના ઘર તરફ જવા લાગ્યો. અત્યારે રાતના એકાદ વાગવા આવ્યો હતો છતાં આખું ગામ જાને જાગતું હોય એવું લાગતું હતું અને બધા જાને કોઈને શોધતા હોય તેવું લાગતું હતું.ભોલુંને ચિંતા થવા લાગી કે નક્કી આ બધા લોકો મને જ શોધે છે. તેને પોતાના ઘરે ...Read More
એક અનોખી સાહસ યાત્રા - 6 - જુડવા ભોલું
બીજા દિવસે સવારે ભોલુ તો વહેલો વહેલો તૈયાર થઇ ગયો અને સૌથી પહેલા શાળાએ પહોચી ગયો. ધીમે ધીમે બધા શાળાએ આવવા લાગ્યા અને જેટલા પણ શિક્ષકો આવે તેને ભોલુ પૂછી લેતો કે પેલા સાહેબ આવ્યા કે નહિ. બધા એક જ જવાબ આપતા, થોડી રાહ જો. આવી જશે. છેવટે બપોરે ૧૨.૦૦ વાગ્યે એ સાહેબ આવ્યા અને રીઝલ્ટ જાહેર કર્યું. બધાને ખબર જ હતી કે ભોલુનો જ આવશે. સાહેબે આખરે રીઝલ્ટ જાહેર કર્યું અને ભોલુ સૌથી વધુ માર્કસ સાથે પહેલા નંબરે આવ્યો હતો. તેથી સાહેબે એને રૂ. ૧૦૦૦ નો ચેક અને સાંજે વિજ્ઞાન મેળા માટે દિલ્હી જવા માટે તૈયાર રહેવા જણાવ્યું. ...Read More
એક અનોખી સાહસ યાત્રા - 7 - જાદુઈ લોકો
અદભુત શક્તિ ની મદદથી અને જુડવા ભોલુની મદદથી આપણો ભોલુ રાજકુમારીનું કામ કરવા માટે તૈયાર થઈ ગયો. રાજકુમારીએ ભોલુ કહ્યું સૌ પ્રથમ તારે તને આપવામાં આવેલ શક્તિનો ઉપયોગ કરીને પહેલા અદૃશ્ય થવાનું છે અને ત્યારબાદ અમારા ગ્રહ ઉપર જવાનું છે. ત્યાં જઈને સૌ પહેલા હું તને જે નકશો આપું છું એ પ્રમાણે આગળ વધીને અમારી એક ખાનગી જગ્યાએ પહોંચવાનું છે એ જગ્યા પહાડ ઉપર આવેલી છે પરંતુ ત્યાં પહોંચવા માટે શક્તિનો ઉપયોગ કરવાનો નથી કારણ કે એ ત્યાં કામ નહીં કરે. ત્યાં પહોંચવા માટે ચાર કિલોમીટર જેવું ચાલીને જવું પડશે અને ત્યાં ત્યાં જવામાં રસ્તામાં બની શકે કે તારી ...Read More