ધંધાની વાત

(6)
  • 18.2k
  • 3
  • 8.8k

સપના જોવાની હિંમત કરે તેના માટે આખી દુનિયા જીતવા માટે પડી છે.” સમુદ્રના તળિયે છીપમાંના મોતી સમાન કિંમતી શબ્દો ગુજરાતના વ્યાપારી ખમીરને સમગ્ર દુનિયા સમક્ષ ઉજાગર કરનાર ધીરૂભાઈ હીરાચંદભાઈ અંબાણીનાં છે. “આપત્તિ એ કોઈ અવરોધ નહિ, પણ એક અવસર, એક તક છે. આપત્તિ એ જ તમને શીખવા મજબૂર કરે છે કે કઈ રીતે ડૂબકી મારીને બહાર નીકળવું, કઈ રીતે તેના પર છવાઈ જવું અને કેવી રીતે અવરોધોને દૂર કરવા. કોઈ પણ પીછેહઠમાં ભવિષ્યમાં એક કદમ આગળ વધવા માટેનો અંતઃવિરામ હોય છે. તમારા પ્રયાસોમાં તમે ચઢીયાતા બનો અને વધુ સખત પરિશ્રમ કરો તે માટે જ કપરો કાળ નિર્માયેલો હોય છે.” – ધીરૂભાઈ અંબાણી

Full Novel

1

ધંધાની વાત - ભાગ 1

Stories of Indian Businessman - લેખક - કંદર્પ પટેલ ધીરૂભાઈ અંબાણી ‘રિલાયન્સ’ - એક ‘વિશ્વાસ’ “સપના જોવાની હિંમત તેના માટે આખી દુનિયા જીતવા માટે પડી છે.” સમુદ્રના તળિયે છીપમાંના મોતી સમાન કિંમતી શબ્દો ગુજરાતના વ્યાપારી ખમીરને સમગ્ર દુનિયા સમક્ષ ઉજાગર કરનાર ધીરૂભાઈ હીરાચંદભાઈ અંબાણીનાં છે. “આપત્તિ એ કોઈ અવરોધ નહિ, પણ એક અવસર, એક તક છે. આપત્તિ એ જ તમને શીખવા મજબૂર કરે છે કે કઈ રીતે ડૂબકી મારીને બહાર નીકળવું, કઈ રીતે તેના પર છવાઈ જવું અને કેવી રીતે અવરોધોને દૂર કરવા. કોઈ પણ પીછેહઠમાં ભવિષ્યમાં એક કદમ આગળ વધવા માટેનો અંતઃવિરામ હોય છે. તમારા પ્રયાસોમાં તમે ...Read More

2

ધંધાની વાત - ભાગ 2

અઝીમ પ્રેમજી ‘અઝીમ’-ઓ-શાહ : ‘વિપ્રો’ પ્રશ્ન: “વિપ્રોને ટોપ ૧૦ના સ્થાને કઈ રીતે પહોચવું જોઈએ?” “લક્ષ્યાંકોની કોઈ તંગી નથી. ટોપ ટોપ થ્રી, ટોપ વન. – જીવન એક સતત ચાલતી દોડ છે. અહી દોડ જીતી ગયા પછી ઇનામ આપવામાં આવતું નથી પણ દોડ દોડવાનો અનુભવ એ જ સૌથી મોટું અને મહાન ઇનામ છે.” – અઝીમ પ્રેમજી રોજ સવારે સાડા ચાર વાગ્યે ભારતની અગ્રગણ્ય કંપનીની ફરજો એક વ્યક્તિની રોજ રાહ જોતી હોય છે. આ કંપની તેમના માટે ખોરાક, શ્વાસ અને જીવન છે. અઠવાડિયાના માત્ર ૪૦ કલાક કામ કરવાના નિયમોની આલોચના કરીને પોતે રોજની ૧૪ કલાક કંપની માટે ફાળવે છે. તેમની સાદા ડેકોરેશન ...Read More

3

ધંધાની વાત - ભાગ 3

કુમાર મંગલમ્ બિરલા ‘સ્માર્ટ મેનેજર’ ભારતનું ચોથા નંબરનું સૌથી મોટું કંપની ગ્રુપ હાઉસ એટલે ‘આદિત્ય બિરલા ગ્રુપ’. પાંચ-પાંચ પેઢીઓની પરિણામ આજે દેખાઈ આવે છે. ગ્રાસિમ, હિન્દાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, આદિત્ય બિરલા નુવો, આઈડિયા સેલ્યુલર, બિરલા એન.જી.કે (ઇન્સ્યુલેટર્સ) અને બિરલા સન લાઈફ. આ દરેક કંપનીઓના ચેરમેન એટલે કુમાર મંગલમ બિરલા. ભારતની સૌથી સફળ ‘કોંગ્લોમિરેટસ’ કંપનીઓમાંની એક એટલે આદિત્ય બિરલા ગ્રુપ. જે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, ઈજીપ્ત, કેનેડા, ચાઈના, લાઓસ, યુ.એસ.એ., યુ.કે અને ઓસ્ટ્રેલીયામાં સફળતાપૂર્વક બિઝનેસ ચલાવી રહ્યું છે. આદિત્ય બિરલા ગ્રુપને બિઝનેસમાં ‘એડવાન્સ બુસ્ટર’ તરીકેનું કાર્ય કર્યું હોય તો તે વ્યક્તિ એટલે કુમાર મંગલમ બિરલા. શિવનારાયણ બિરલા – બલદેવદાસ બિરલા – ...Read More

4

ધંધાની વાત - ભાગ 4

નારાયણ મૂર્તિ ‘ઇન્ફોસિસ’ – IT World “Love your job but never fall in love with your company because you know when company stops loving you.” “તમારી નોકરીને પ્રેમ કરો પરંતુ ક્યારેય પણ તમારી કંપનીના પ્રેમમાં નહિ પડો કારણ કે તમને ખબર પણ નહિ રહે કે ક્યારે કંપની તમને ચાહવાનું બંધ કરી દેશે...!” – નારાયણ મૂર્તિ આ વાક્ય બોલનાર વ્યક્તિ સહેજ અણછાજતી, અસહજ કે અવિશ્વસનીય લાગશે. પરંતુ આવું બોલવાની ફરજ કેમ પડી? એક પ્રશ્ન જોઈએ. રિપોર્ટર : મિસ્ટર મૂર્તિ, ઇન્ફોસિસમાં ૨૦૧૩માં તમે પાછા ફર્યા. જો કે, ઓગસ્ટ ૨૦૧૧માં તમે ઇન્ફોસિસ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. પાછા ફરવાનું કારણ શું? ઇન્ડિયન ...Read More

5

ધંધાની વાત - ભાગ 5

રતન ટાટા India’s ‘Ratan’: A Legacy “સ્લમડોગ મિલિયોનેર એ ઓસ્કાર વિજેતા ફિલ્મ છે. કેટલાયે લોકો એવું માને છે કે ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું છે. શું તમે સહમત છો?” “તે ફિલ્મ ભારતની સચ્ચાઈની આધાશીશી છે. તે ભારતનું પ્રતિબિંબ છે. આપણે દરેક રિયાલીટીને સ્વીકાર ન કરીને તેનાથી શરમ અનુભવવાનું કારણ શું છે? જો અંદરથી કોઈક અવાજ આપતું હોય તો તે સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહિ કે તેનાથી દુર ભાગવાનો અને આક્ષેપો મુકવાનો. શું આપણે કરીએ છીએ? નહિ. એ ખરેખર છે જેના બદલવાની જરૂર છે.” – રતન ટાટા પેઢીઓથી ચાલતા આવતા તપને ન્યાય આપીને એ જ તાપમાં ઉકળીને, ઠોકર સામે બાથ ...Read More

6

ધંધાની વાત - ભાગ 6

ગૌતમ અદાણી ‘The’ બિઝનેસમેન ૧. લાઈટ ઓફ લેમ્પ Business is all about risk taking and managing uncertainties and turbulence ગૌતમ અદાણી ગુજરાતના ખમીરવંતા ઔધ્યોગિક સાહસને એક નવી ક્ષિતિજની ઉંચાઈએ લઈ જીને બિઝનેસની છમ્ઝ્રડ્ઢને એક નવો કક્કો-બારાક્ષરી શીખવનાર ખોળિયું એટલે ગૌતમ અદાણી. વર્ષો પહેલા ધીરૂભાઈ અંબાણીની જેમ અલગ સફરે અલગ દ્રષ્ટિકોણ લઈને ધૂંધળાપણાને દુર કરી ક્લિઅર-કટ વિઝન સાથે બિઝનેસની ફિલોસોફીમાં આ તોખાર પોતાના રથને સાથે લઈને ઝપાટાભેર આગળ વધી રહ્યો છે. પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા કેટલાયે નવાસવા મુરતિયાઓ માટે ‘લર્નિંગ ગુરૂ’ બની રહે તેવો વ્યક્તિ. ટૂંકમાં ઘણું બધું સર કરીને ઈન્ડસ્ટ્રીઅલ ગ્રોથ સાથે સફળતાના શિખરો સુધી પહોંચનાર અગ્રણી ઉદ્યોગપતિ ...Read More

7

ધંધાની વાત - ભાગ 7 (છેલ્લો ભાગ)

લક્ષ્મી નારાયણ મિત્તલ ‘કોલ્ડ સ્ટીલ’ આર્સેલર મિત્તલ(ધ મેન વિથ એ મિશન) ‘મહત્વાકાંક્ષા ઉંચી રાખો, પરંતુ કદમ નાના માંડો.જીવનમાં ઈંટ ઈંટ મૂકાય તો જ આકાર ઘડાય.’ આ શબ્દો બ્રિટનમાં વસતા ભારતીય મૂળના બિઝનેસ ટાયકુન અને વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની ‘આર્સેલર મિત્તલ’ ના ચેરમેન અને સી.ઈ.ઓ લક્ષ્મી નારાયણ મિત્તલના છે. લેટ્‌સ હેવ અ લૂક ઓન ‘સ્ટીલ કિંગ’ લક્ષ્મી મિત્તલ ઓવરવ્યુ નામ - લક્ષ્મીનિવાસ મિત્તલ (લક્ષ્મી મિત્તલ) જન્મ - જૂન ૧૫, ૧૯૫૦ (સાદુલપુર, રાજસ્થાન) રહેઠાણ - લંડન, યુ.કે અભ્યાસ - સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કલકત્તા (બી.કોમ) કંપની - ‘આર્સેલર મિત્તલ’ પ્રથમ પગથી રાજસ્થાનના ધનાઢ્‌ય મારવાડી વ્યાપારી પરિવારમાં જન્મ. પિતા મોહનલાલનો નિપ્પોન ડેનરો ...Read More