હિમાચલનો પ્રવાસ

(29)
  • 26.2k
  • 2
  • 13k

કોઈ પણ યાત્રા કે પ્રવાસનું આયોજન થાય તેમાં પૂર્વતૈયારી ખુબજ મહત્વનું અંગ છે. કારણકે ઘણા દિવસ અને હજારો કિલોમીટરની યાત્રા કરવી સહેલી નથી હોતી અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની પૂર્વતૈયારી અને માહિતી એકત્ર કર્યા વગર કરવામાં આવે તો મુશ્કેલીઓ નો પાર નથી રહેતો અને એનાથી ઊલટું એવરેસ્ટ અવરોહણ પણ સંપૂર્ણ પૂર્વતૈયારી અને માહિતી લઈને કરવામાં આવે તો શક્ય બની જાય છે. અત્યારના સમયમાં વાહનવ્યવહાર, સારા રોડ રસ્તા, રેલ્વે અને હવાઈ સેવાને કારણે આવી લાંબી યાત્રા કરવી ઘણી સરળ અને સુખરૂપ થઇ ગઈ છે. પહેલાના સમયમાં જે યાત્રાઓ થતી એ પગપાળા જ થતી, છતાં લોકો એને હોંશે હોંશે કરતા. જે કોઈ મિત્રએ કાકા કાલેલકર સાહેબ લેખિત “હિમાલયનો પ્રવાસ” પુસ્તક વાંચ્યું હોય તો એમાં પગપાળા યાત્રાનો સંપૂર્ણ ચિતાર આપ્યો છે. એમાં આવતી મુશ્કેલી અને આવતા નિજાનંદની પણ ઘણી વાતો સામેલ કરી છે. જો કે હું આવી કોઈ પગપાળા યાત્રા વિષે લખવાનો નથી આ વખતે હું એવી યાત્રા વિષે લખીશ કે જે અત્યારના સમયમાં અમલમાં છે. જેથી કરીને કોઈકને યાત્રા અને એમાં આપેલ માહિતી ઉપયોગી સાબિત થઇ શકે.

1

હિમાચલનો પ્રવાસ - 1

હિમાચલનો પ્રવાસ - 1 (પૂર્વતૈયારી)કોઈ પણ યાત્રા કે પ્રવાસનું આયોજન થાય તેમાં પૂર્વતૈયારી ખુબજ મહત્વનું અંગ છે. કારણકે ઘણા અને હજારો કિલોમીટરની યાત્રા કરવી સહેલી નથી હોતી અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની પૂર્વતૈયારી અને માહિતી એકત્ર કર્યા વગર કરવામાં આવે તો મુશ્કેલીઓ નો પાર નથી રહેતો અને એનાથી ઊલટું એવરેસ્ટ અવરોહણ પણ સંપૂર્ણ પૂર્વતૈયારી અને માહિતી લઈને કરવામાં આવે તો શક્ય બની જાય છે. અત્યારના સમયમાં વાહનવ્યવહાર, સારા રોડ રસ્તા, રેલ્વે અને હવાઈ સેવાને કારણે આવી લાંબી યાત્રા કરવી ઘણી સરળ અને સુખરૂપ થઇ ગઈ છે. પહેલાના સમયમાં જે યાત્રાઓ થતી એ પગપાળા જ થતી, છતાં લોકો એને ...Read More

2

હિમાચલનો પ્રવાસ - 2

હિમાચલનો પ્રવાસ - 2 (પુર્વ તૈયારી)#હિમાચલનો_પ્રવાસઅગાઉની પોસ્ટમાં જે વાત થઇ તે જેતે વિસ્તારમાં પ્રવાસ આયોજનની માટેની જનરલ વાતો થઇ હું ફક્ત મારી હિમાચલ યાત્રાને લઈને વધુ વિગતો આપીશ. હિમાચલ પ્રદેશમાં ફરવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન અને હવાઈમથક ચંડીગઢ છે જેથી અમારી પ્રવાસની તારીખ નક્કી થઇ તુરંત અમે ત્યાં સુધીની અમારી રેલ્વેની ટીકીટ બુક કરી લીધી. આ એટલા માટે જરૂરી છે કે છેલ્લી ઘડીએ રેલ્વેની ટીકીટ સરળતાથી મળતી નથી. હવે અમારે આગળનો પ્રવાસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એટલેકે હિમાચલ સરકારની બસમાં જવાનું વિચારતા હતા અને જેતે વિસ્તારના લોકલ ફરવા માટે બાઈક કે ટેક્સી ભાડે કરવાનું વિચારેલ, એ મુજબ અને સંપૂર્ણ ખર્ચની ગણતરી ...Read More

3

હિમાચલનો પ્રવાસ - 3

હિમાચલનો પ્રવાસ - 3 (પ્રયાણ - રેલવે સ્ટેશનની વાતો)તારીખ - 8 ડિસેમ્બર, 2022#હિમાચલનો_પ્રવાસ વેરાવળ જવા માટેની બસમાં બેસી ગયો, યાત્રાની તાલાવેલી હતી એ યાત્રા હવે ખરેખર શરૂ થઈ ગઈ હતી. યાત્રાના પ્રારંભ બાબતે હું ખુબજ ખુશનસીબ છું કારણકે ઘરે થી યાત્રા શરૂ કરું એટલે રસ્તામાં સૌપ્રથમ દૂરથી સોમનાથ દાદાના દર્શન અને આર્શીવાદ સાંપડે, આગળ જતાં ભાલકાતીર્થ પાસેથી પસાર થતા જ દ્વારિકનાથ શ્રી કૃષ્ણ ભગવાનના પણ દર્શન થાય આમ યાત્રાની શરૂઆત સાથેજ મન પાવન થઈ જાય. સમયસર હું રેલવે સ્ટેશન પહોંચી ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે અમદાવાદ જવા માટે વેરાવળ - અમદાવાદ, સોમનાથ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર - 1 ઉપર ઉભી ઉભી ...Read More

4

હિમાચલનો પ્રવાસ - 4

હિમાચલનો પ્રવાસ - 4 (પ્રયાણ - સફર છુક છુક ગાડીની)તારીખ : 09.12.2022ગાતંકમાં જોયું કે સવારે વહેલા આવી સાબરમતી BG મિત્ર નિર્મલ સાથે જૂની યાદોને વાગોળી.જુના એપિસોડ માટે #હિમાચલનોપ્રવાસ લખીને શોધવું.મિત્ર આંનદ 9:00 વાગ્યા આસપાસ પહોંચી ગયો. ત્યારબાદ અમે વેઇટિંગ રૂમની સામે આવેલ પગથિયાં ચડીને પુલ થી પ્લેટફોર્મ - 2 તરફ પ્રયાણ કર્યું. કારણકે અમારી સફરની સાથી ટ્રેન : 19411 - દોલતપુર ચોક એક્સપ્રેસ ત્યાં અમારી રાહ જોઈ રહી હતી. જેવા પ્રતિક્ષાખંડની બહાર નીકળ્યા કે મિત્ર નિર્મલની ટ્રોલી બેગનું ટાયર નીકળી ગયું. સફરની શરૂઆતમાં જ નાનકડું વિઘ્ન આવી ગયું, હવે બાબાજીને (નિર્મલનું હુલામડું નામ બાબાજી છે, નિર્મલ બાબા) આ બેગ ...Read More

5

હિમાચલનો પ્રવાસ - 5

હિમાચલનો પ્રવાસ - 5 (પહાડોમાં પ્રવેશ)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે અમદવાદથી અમારી સફર છુક છુક શરુ કરી...સવારના ૬:૦૦ વાગી ચુક્યા છે. ટ્રેન અંબાલા કેંટ સ્ટેશન પર પહોચી ચુકી છે. આ સ્ટેશન હરિયાણાનું જાણીતું અને મોટું સ્ટેશન છે. સ્ટેશન પર ટ્રેન પહોંચતા જાહેરાત અને અન્ય છોરબકોર થી નીંદર ઉડી ગઈ છે. અમારી ટ્રેન લગભગ ૨૫ મિનીટ જેટલી વહેલી છે જેથી અમારે અહી રાહ જોવાની રહે છે. અંબાલા જાણીતું અને મોટું સ્ટેશન છે. ઘણા ખરા યાત્રીઓ અહી ઉતરી રહ્યા છે. છેવટે અમે ઉત્તર ભારતમાં પહોચી ગયા છીએ. સાથે સાથે ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ ...Read More

6

હિમાચલનો પ્રવાસ - 6

હિમાચલનો પ્રવાસ - 6 (સફર પહાડોની)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે સમયસર ચંદીગઢ પહોંચી ગયા અને પર્વતોની વચ્ચે સફરની શરૂઆત કરી.અલક મલકની વાતો કરતા કરતા અને હિમાલયના પહાડોની સુંદરતા માણતા માણતા અમારી સફર ૧૨ વાગ્યા આજુ બાજુ બિલાસપુર પહોચી ચુકી છે. અહી બિલાસપુર શહેર માંથી પસાર થતા હળવો હળવો ટ્રાફિક જોવા મળ્યો. હિમાચલનું એવું સુંદર શહેર છે કે જ્યાં શહેરની સાથે સાથે પહાડોની પ્રકૃતિ પણ છે. બિલાસપુર થી ૨૦ કિલોમીટર આગળ જતા બરમાના પાસે ACC સિમેન્ટની એક વિશાળ ફેક્ટરી આવે છે. આટલા ઊંચા પર્વતોની વચ્ચે જવલ્લે જોવા મળે એવડી મોટી ઔધોગિક વસાહત છે. ૨૦૨૦ માં જયારે ...Read More

7

હિમાચલનો પ્રવાસ - 7

હિમાચલનો પ્રવાસ - 7 (પહાડોની રોમાંચક યાત્રા)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે મંડી-મનાલી હાઇવે બ્લોક હોવાથી કંડી કટોલા વાળા સિંગલ પટ્ટી અને દુર્ગમ રસ્તા પર સફરની શરૂઆત કરી. આ રસ્તાને મંડી બજોરા માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.મંડીથી ઉપરની તરફ આ રસ્તા ઉપર અમે ચડાણ શરૂ કર્યું. ધીમે ધીમે અમે એક ડુંગરની ફરતે ફરતે ઘુમરા લેતા લેતા ઉપર ચડી રહ્યા છીએ. શરૂઆતનો રસ્તો એક દમ નવો બન્યો હોય એવો દેખાઈ રહ્યો છે. ઉપરાંત આ રસ્તો થોડો પહોળો પણ છે જેથી સરળતા થી બે વાહન આમને સમને આવી શકે છે. જોઈએ તો શરૂઆત સારી રહી છે હવે અંત ...Read More

8

હિમાચલનો પ્રવાસ - 8

હિમાચલનો પ્રવાસ - 8 (મનાલીની વાદીઓમાં)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે કુલ્લુ પાસે ઢાબામાં ચા ની માણી....અમે કુલુ ઢાબા પર વધુ ના રોકાતા, અમારી સફર મનાલી તરફ શરૂ કરી. હવે અમારું હિમાલયમાં હંગામી મંજિલ અને ઠેકાણું મનાલી જ હતું. લગભગ દોઢેક કલાકની સફર બાદ અમે 7.30 વાગ્યા આજુ બાજુ અમારી હોટેલ પર પહોંચી ગયા. અમારી હોટેલ મનાલી થી બહાર નાગર રોડ પર આવેલી હતી. હોટેલ પર પહોંચ્યા બાદ ત્યાંની ચેક ઇનની પ્રક્રિયા પતાવી અને રૂમ પર ગયા. અમે લગભગ 48 કલાકની સફર બાદ મનાલી પહોંચ્યા હતા. છતાંય ચહેરા પર થાક કરતા હિમાલયમાં પહોંચવાનો આંનદ વધુ છલકાઈ ...Read More

9

હિમાચલનો પ્રવાસ - 9

હિમાચલનો પ્રવાસ - 9 (મનાલીમાં ભ્રમણ)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે મનાલી પહોંચ્યા બાદ, રજનીનો વૈભવ અને મનાલી વિશે પ્રાથમિક માહિતી જોઈ. હવે ગતાંક થી આગળ...તારીખ : 11 ડિસેમ્બર, 2022અહીંનું વાતવરણ શુદ્ધ અને સ્ફૂર્તિ વાળું હોવાથી સવારમાં વહેલાંજ નીંદર ઉડી ગઈ. પરંતુ આવી ગુલાબી ઠંડી હોય તો રજાઈ માંથી બહાર નીકળવાની આળસ પણ થાય, છતાં સમયસર ફ્રેશ થઈ ગયા. નીચે પગથિયાં ઉતરીને સવારના નાસ્તા માટે જતી વખતે સામેની તરફ કાચની બારી માંથી પ્રકૃતિ નો ખુબજ સુંદર નજારો જોયો. જેને વધુ સારી રીતે જોવા માટે હવે પગથિયાં ઉતરવાને બદલે ચડીને ઉપર છત તરફ જવા પ્રયાણ કર્યું. છત ...Read More

10

હિમાચલનો પ્રવાસ - 10

હિમાચલનો પ્રવાસ - 10 (વશિષ્ઠ ગામની મુલાકાત)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં વહેલી સવારમાં પ્રકૃતિનું પાન કરી વશિષ્ઠ ગામની આવ્યા.આજના એપિસોડમાં આપડે જાણીશું વશિષ્ઠ ગામના વિશેની પૌરાણિક માહિતી.પૌરાણિક કથા અનુસાર, વિશ્વામિત્ર ઋષિ દ્વારા વશિષ્ઠ ઋષિના પુત્રોની હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાને લઈને વશિષ્ઠ ઋષિ ખુબજ શોકમગ્ન થઇ ગયા. તેઓએ પોતાના પ્રાણ ત્યાગી દેવાનું નક્કી કર્યું. પ્રાણત્યાગ કરવા માટે તેઓએ વીપાસા નદી એટલે કે હાલની બિયાસ નદીમાં જળસમાધી લીધી. પરંતુ વિપાસા નદી એ વશિષ્ઠ ઋષિના પ્રાણ લેવાની ના પાડી દીધી. ત્યારબાદ વશિષ્ઠ ઋષિએ ત્યાં ગામની સ્થાપના કરી અને ત્યાં રહીને તપસ્યા કરવા લાગ્યા અને એમના નામ ઉપરથી આ ગામનું ...Read More

11

હિમાચલનો પ્રવાસ - 11

હિમાચલનો પ્રવાસ - 11 (જોગીની વોટરફોલની પગદંડીએ)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના ખંડમાં અમે વશિષ્ઠ ગામની બહાર નીકળીને જોગીની વોટર પગદંડી એ પગલાં માંડ્યા.જેમ જેમ ગામની બહાર નીકળ્યા તેમ આજુ બાજુનો પરિવેશ બદલાતો નજરે ચડી રહ્યો હતો. ગામની નાની ગલીઓને બદલે હવે હવે આજુ બાજુ વનરાજી નજરે પડી રહી છે. એકાદ મીટર પહોડી કાચી પાકી પગદંડી અમારી નજરે પડી રહી છે. ગામની બહાર નીકળતા જ અમારી ત્રિપુટીમાં એક સાથીદારનો ઉમેરો થયેલ છે. એક સુંદર મજાનો પહાડી કૂતરો અમારી આગળ આગળ ચાલી રહ્યો છે અને જાણે અમને કહી રહ્યો છે કે ભેરુ, જરાય મૂંઝાતા નહિ હું તમને રસ્તો દેખાડી દઇશ. તમે ...Read More

12

હિમાચલનો પ્રવાસ - 12

હિમાચલનો પ્રવાસ - 12 (જોગીની ધોધની ધારામાં)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના ખંડમાં અમે વન્ય પરિવેશની સુંદરતા માણતા માણતા જોગીની તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં સુંદર દેવદાર વૃક્ષનો સમૂહ આવ્યો હવે આગળ...દેવદાર વૃક્ષના સમૂહની બહાર નીકળતા જ સામે ઉત્તુંગ શિખરો દ્રશ્યમાન થઈ રહ્યા હતા. શિખરો રંગે કાળા મીંઢ અને એની ટોચ ઉપર હરિયાળા વૃક્ષ લહેરાઈ રહ્યા હતા. આ શિખરનો દેખાવ મંદિરની ટોચ જેવો લાગી રહ્યો હતો. સૌથી ઉપર ત્રણ ઊંચા શિખર દેખાઈ રહ્યા હતા, એની નીચે બે નાના ટેકરા અને પછી ઢોળાવ શરૂ થાય અને આ શિખરોના પોલાણની મધ્યે થી નીકળતી ધવલ રંગે વહેતી જલધારા નજરે પડી રહી હતી. દૂરથી ...Read More

13

હિમાચલનો પ્રવાસ - 13

હિમાચલનો પ્રવાસ - 13 (અંજની મહાદેવની પગદંડીએ)તારીખ : 11, ડિસેમ્બર 2022અગાઉના ખંડમાં અમે સુંદર વનરાજી વચ્ચે રમણીય જોગીની ધોધની જોઈ અને ત્યાંથી સોલાંગ વેલી પહોંચ્યા. હવે આગળ...સોલંગવેલીનું જે મેદાન આવે એના પહેલાજ અંજની મહાદેવ જવા માટેની ટ્રેક શરૂ થાય છે. ત્યાં એક ગેટ જેવું બનાવેલ છે જેની ઉપર અર્ધ વર્તુળબોર્ડ મારેલ છે એની ઉપર શ્રી શ્રી સંત શીરોમણી પ્રકાશપુરીજી મહારાજનું નામ લખેલ છે. એ જોતાં એવું લાગે છે કે ત્યાં તેઓનું પણ કોઈ સંસ્થાન હશે. અહીં થી અમે ભોલેબાબા અને બજરંગબલીની જય બોલી અમારી પદયાત્રાનો પ્રારંભ કર્યો. અહીં થી લગભગ 2.5 થી ત્રણ કિલોમીટરના અંતરે આ પવિત્ર સ્થળ આવેલુ ...Read More