સાનિધ્યની આંખમાંથી સતત આશું નિતરતા હતાં , આ દેશની ઠંડીથી થીજી ગયેલી લાગણીઓ ચાર ચાર વર્ષ પછી પીગળી હતી.એનાં હાથમાં પકડેલાં ફોનની સ્ક્રીન પર આશું ખર્યા, સ્ક્રીન પર રાખેલો ચહેરો જાણે તોય અમૃત વરસાવતો હતો. વીકએન્ડ અને હેવી સ્નોફોલ , મોટી વીન્ડોમાંથી દુર સુધી દેખાતી સફેદી એને ગુંગળાવતી.બધાં એન .આર આઈ વર્ષે બે વર્ષે યાયાવર પક્ષીની જેમ દેશમાં ઉડી જતાં શિયાળામાં, પોતે જ છાતી પર પથ્થર રાખીને જીવતો. થોડો સ્વસ્થ થયાં પછી પોતાની બ્લેક કોફીનો મગ લઈ એણે થોડીવાર કંઈક વિચાર્યુંને તરત જ પહેલી ફ્લાઇટની ટીકીટ બુક કરાવી. ટોરેન્ટો થી દિલ્હી નોનસ્ટોપ , દિલ્હી થી અમદાવાદ .ડેવીસવીલે થી ટોરેન્ટોનાં નાના અંતર માટે પણ એણે રાઈડ બુક કરી.એણે મનોમન ગણતરી મારી "કાલ સવારની ફ્લાઇટ મને ઘરે પહોંચતા કમસેકમ બે દિવસ લાગશે સરપ્રાઇઝ યોગ્ય નથી, પા રાહ જોતાં હશે મારાં આવવાની, મેસેજ કરી દઉં ." એણે ફોન લીધો મેસેજ કરતાં પાછું વોઈસનોટ ઓન થયું. પપ્પાને સહેજ અસ્વસ્થ અવાજ" સની બેટાં તારી મમ્મીને હાર્ટ અટેક આવ્યો છે.બહું ચિંતા જેવું નથી બાકી બધું બરાબર છે બસ તાણ....અમને ખબર છે તું નારાજ નથી પણ ગીલ્ટનાં કારણે નથી વાત કરતો.એકવાર આવી જા બેટાં તારી મમ્મા માટે તું જ દવા..."

1

સફર - 1

ભાગ 1વાચકમિત્રો મારી નવલકથા સથવારો ...સંબંધો ભાગ્યનાંઆપ સહુંને ગમી...હવે તેનો ભાગ 2 આવી રહ્યો છે....સફર સ્વરૂપે ...આશા છે તેને એવો જ પ્રતિસાદ મળશે..*************************************સફર ભાગ 1************************************* સાનિધ્યની આંખમાંથી સતત આશું નિતરતા હતાં , આ દેશની ઠંડીથી થીજી ગયેલી લાગણીઓ ચાર ચાર વર્ષ પછી પીગળી હતી.એનાં હાથમાં પકડેલાં ફોનની સ્ક્રીન પર આશું ખર્યા, સ્ક્રીન પર રાખેલો ચહેરો જાણે તોય અમૃત વરસાવતો હતો. વીકએન્ડ અને હેવી સ્નોફોલ , મોટી વીન્ડોમાંથી દુર સુધી દેખાતી સફેદી એને ગુંગળાવતી.બધાં એન .આર આઈ વર્ષે બે વર્ષે યાયાવર પક્ષીની જેમ દેશમાં ઉડી જતાંશિયાળામાં, પોતે જ છાતી પર પથ્થર રાખીને જીવતો.થોડો સ્વસ્થ થયાં પછી પોતાની બ્લેક કોફીનો મગ ...Read More

2

સફર - 2

જેટલેગ અને તંદ્રામાં સાનિધ્ય ભૂતકાળની ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હતો.અમદાવાદની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજનો પહેલો દિવસ.એજ દિવસે દિલમાં દસ્તક દઈ વાવાઝોડા જેવી છોકરી પાંખી.નિખાલસ , સ્પષ્ટવકતા ને નિર્દોષ.ફ્રેશર્સ પાર્ટીમાં સાનિધ્યની કવિતા પર ઓળઘોળ.એકાદ મહિનામાં તો મનન અને તેની નાનપણની જોડી ત્રિપુટી બની ગઈ ને સાનિધ્ય સની. વણલખ્યાં વણબોલ્યાં કરારમાં બંને એક તાંતણે બંધાઈ ગયાં.મા- પા થી કંઈ ન છુપાવતાં સાનિધ્યનાં ઘરમાં પણ પાંખી એક સભ્ય તરીકે ઉમેરાઈ ગઈ. એકબીજાની આદત,ચાર વર્ષમાં કેટલી યાદો, પીકનીક, પ્રોજેક્ટની દોડધામ કે કલ્ચરલ ફેસ્ટિવલ.દરેક જગ્યાં એ આ કપલ ફેમસ.ક્યારેક ઘરે આવી હોયણત્યારે થોડી જીદ્દી, થોડી નાસમજ પાંખીને સની સાથે ઝગડી જોઈ માને ક્યારેક ચિંતા થતી....છેલ્લાં ...Read More

3

સફર - 3

" મનન આપણે કાલે પાછું અમદાવાદ ડીનરમાં જવું છે".મનન જતો હતો ત્યારે સનીએ કહ્યું. " કેમ , હવે એનીપાછળ નહીં જવા દઉં." મનન ગુસ્સાથી બોલ્યો.સનીનાં હોઠ પર સ્મિત આવી ગયું પોતાનો મિત્ર કેટલું વહાલ કરે છે ,એ વિચારીને." અરે ગાંડા તે મને સહેજે ઉદાસ જોયો છે, કાલથી?" કાલે એને મળ્યાં પછી એની જગ્યાં કાયમ માટે ખાલી થઈ ગઈ.મને સમજાયું હુંકેટલો અણસમજું હતો." સની એ કીધું " મારે તો એક્ઝીબીઝનનાં આર્ટીસ્ટનૈ જોવા જાણવાં જવું છે." વળી નજર સામે એ કાળાં વાળ લહેરાયાં. અને એ આંખો..કોઈ ચિંતા કે ફિકર ન હતી તોય , ઉંઘ આવતી નહતી.કેમ એનાં વિશે જાણવાની આટલી તાલાવેલી ...Read More

4

સફર - 5

પેરીસ ઉતરીને બાર્બીઝોન જતાં અમોઘાને પહેલીવાર વિચાર આવ્યો હું કેટલી ભાગ્યશાળી છું." સીટી ઓફ લવ" અને "સીટી ઓફ પેઈન્ટર્સ બંને સાથે કનેક્ટેડ. એણે માને ક્હ્યું " મારું જીવન બધાથી અલગ છે પણ અનોખું મને જે અલગ અલગ સ્થળ, લોકો અને સંસ્કૃતિનો વારસો મળ્યો તે ભાગ્યે જ કોઈ ને મળે. " સાકરમા બોલ્યાં " કોઈ ગમી જાય ત્યારે આખી દુનિયામાં સંધુય સારું સારું લાગે, હું રાજી છું તે તારા મનને છુટું તો મેલ્યું" એણે માને ક્હ્યું " મારાં માટે તમે સાવ દુનિયાનાં બીજા છેડે , સહુંથી અલગ જીવો છો તમને એકલું નથી લાગતું." દિકરી તું આવી ત્યાં સુધી હું એકલી ...Read More

5

સફર - 4

પોતાની ટેડ ટોક માટે અમોઘાં નોંધ ટપકાવતી હતી" આ જિંદગી તમારી છે તમારાં માટે છે, એનાં પર જો કોઈ હક છે તો તમારાં મા- બાપનો,કોઈનાં માટે એ જિંદગી ખોટા રસ્તે ચડાવવાનો તમને હક..." હુંફાળા સ્પર્શે તે અટકી "હવે કેટલીવાર જાગવું ચાલ સુઈ જા, અમઘાએ કોમળતાં થી એ હાથ પકડ્યાં " મા કાલની ટોક રીલેશનશીપ પર છે એમાં શું બોલવું એ મને કેમ સુઝે તમે મદદ કરો." ...મને એવી ગતાગમ નો પડે હો..સાકરમાં બોલ્યાં" "તમે મને સલાહ આપવી હોય તો શું આપો?" અમોઘા એ એમને કાઉચ પર દોરી જતાં પુછ્યું. પછી એમનાં પગ પાસે બેસી ગઈ . સાકરમાને થોડી નવાઈ ...Read More

6

સફર - 6

એક દીર્ઘ આલિંગન પછી જ્યારે બંને છુટા પડ્યાં ત્યારે ..બંનેની આંખો હસ્તી હતી.એકબીજાને જાણ્યું સમજ્યાં વિના એક નાતો જોડાઈ લીમડા, જ્હોન કે સાનિધ્યનાં ટીમ મેમ્બર્સને એ લોકોએ એકબીજાનો પરિચય ન આપવો પડ્યો.બંને એ ઘણું કહેવું હતું થોડાં ખુલાસા , માફી પણ બંને એટલાં સહજ હતાં જાણે ચિરપરિચિત કે કોઈ પણ ખુલાસાનું સ્થાન જ ન રહ્યું. બે દિવસમાં એફીલ ટાવર અને ઓછાં જાણીતાં ઘણાં સ્થળો ફર્યાં. પેરિસ વોક વે પર ફોટો ખેંચતા અમોઘા થોડી ભાવુક થઈ ગઈ " શું આપણે કાયમ સાથે રહેશું? રહી શકશું?" સાનિધ્ય એ એનો હાથ પકડીને કીધું " તને હજી એવું નથી લાગતું કે આપણે સાથે ...Read More

7

સફર - 7

સાનિધ્યની આંખનાં ખુણે સહેજ ભીનાં થયાં. ..સાકરમાની વાત જેમ જેમ સાંભળતો એમ આ સ્ત્રીનાં ત્યાગ , બલિદાન સાહસ પીડા અલગ અલગ ભાવો એ અનુભવતો હતો.તોય એ કહેતી વખતે મા તો જાણે સાપેક્ષ ભાવે કોઈ બીજાની વાત કહેતાં હોય એવી રીતે કહેતાં હતાં.એમની સ્થિતપ્રગ્નતા જોઈ એને માન ઉપજ્યું. વહી ગયેલાં વર્ષો કે ભોગવેલી પીડાનું દર્દ કે અફસોસ કંઈ નહીં.એ વાત કરતાં હતાં ત્યારે એમની આંખ મીચેલી હતી, અમોઘા ક્યારની એમની વાત સાંભળતી હતી ચૂપચાપ..એમને હાથ લંબાવીને એને બોલાવી" અહીંયા આવ છોડી..મારી પાસે બહું વખત નથી..મારી ઈચ્છા છે હું છેલ્લીવાર માસ્તરાણીને મળી લઉં ને મારી રાખ છેને તું મારાં ખેતર બચ્યાં ...Read More

8

સફર - 8

આ બાજું અમોઘા જતી રહી અને સાકરમાંની તબિયત વધારે બગડતી ગઈ. હવે હ્રદય?અને ફેફસાની આજુબાજુ પાણી ભરાવા લાગ્યું. એમની માટે હોસ્પિટલમાં દાખલ કર્યાં.એમની સાથે સાથે અશ્ર્વિનીબહેનને અમોઘાની પણ એટલી જ ચિંતા.એટલે તબિયત થોડી ખરાબ છે..એટલું જ જણાવતાં અને અમોઘાનાં વિડીયોકોલ કોઈ ને કોઈ બહાને ટાળતાં. છેલ્લે સાકરમાંનાં હ્દયે જવાબ દઈ દીધો. એમણે અશ્ર્વિનીબહેનને અમોઘાનાં મનની વાત અને એમની છેલ્લી ઈચ્છા કે અમોઘા અને સાનિધ્ય બંને મળીને એનાં અસ્થિ વિસર્જન કરે.".ક્યાં ઈ મે સનીને કંઈ દીધુ છે."ઘણાં દિવસથી સાનિધ્યનો કોલ નહોતો અને અમોઘાનો ચહેરો વાંચતા તો એમને આવડતું જ .એટલે જતાં જતાં પણ બંને ભેગા થાય તેવી ગોઠવણ એમણે કરી.અમોઘા ...Read More

9

સફર - 9

સાનિધ્યએ કેટલી અલગ અલગ યોજનાઓ બનાવી".આ વખતે સીધું લગ્ન માટે જ પ્રપોઝ કરી દઉં એટલે અમોઘાને મારાથી દુર જવાનો જ ન મળે.એની બધી નારાજગી દૂર કરી દઈશ.એને ઈવેન્ટની એડમાં વ્હીલચેર જોઈ હતી એટલે વળી વિચાર આવ્યો અમોઘા પણ...તોય એને હું અહેસાસ નહીંથવા દઉં.એણે મનનને પુછ્યું " કેવી રીતે પ્રપોઝ કરું?" મનને કટાક્ષમાંકહ્યું " વ્હીલચેરમાં બેસીને." " આમ તો સારો આઈડિયા છે પણ એને લાગશે કે હું એની મજાક ઉડાઉ છું કે સહાનુભુતિ દર્શાવું છું." " તું જેટલી જલ્દી સ્વિકારી લે એટલું સારું એ જ તારી ભાભી બનશે, આપણી દોસ્તી ખાતર" સાનિધ્યએ કહ્યું.સાનિધ્યએ આંખ બંધ કરી " કાશ સાકરમા હોત ...Read More

10

સફર - 10

રડીને મન સાવ શાંત થઈ ગયું.કાઉચ પર બેઠાં બેઠાં જ અમોઘા ઉંઘમાં સરી ગઈ." ઉંઘમાં પણ એનાં તંગ કપાળ જોઈને એનાં તાણનો અંદાજ આવતો હતો."એની અધખુલ્લી આંખોમાંથી એની કીકીઓ ફરતી હતી. જ્યારે એ સુતી હતી ત્યારે, સાનિધ્ય મલ્ટિપલ સ્ક્લેરોસીસનાં રેર કેસીસ હીલીંગ અલ્ટરનેટ થેરાપી વિશે સર્ચ કરતો હતો. ન્યુરોનસ્ટીમ્યુલેશન થઈ એકાદ કેસમાં અવાજ પાછો આવે એવું વાંચી ને એનાથી જોરથી બોલાઈ ગયું "યસ"..અમોઘા ઝબકીને જાગી ગઈ. સાનિધ્યએ એનો હાથ સહલાવ્યો અને પોતે બનાવડાવેલું ઘરચોળું એની સામે ધર્યું.આપણાં લગ્નનું પહેલું સુકન ઘરચોળું.મમ્મી તો નથી એટલે મે એમનાં તરફથી બનાવડાવ્યું.અમોઘા એનો પાલવ અને એમ્બ્રોડરી જોઈ દંગ રહી ગઈ. એનાં ચહેરા પરનો ...Read More