ખરો જીવન સંગાથ

(46)
  • 17.4k
  • 4
  • 9.3k

અમાસની અડધી રાતે એકાએક ઘરનું અનેક વાર બારણું ખખડ્યું, (ઘરમાં એકલી રહેતી ઝીલના ઘરે બહુ ઓછા લોકો આવતા જતાં પણ આમ અડધી રાતે...) અત્યારે કોણ હશે? ગભરાહટ સાથે બોલતા ઝીલ બારણાં તરફ ધીમે પગલે વધી રહી ને મનમાં હનુમાન ચાલીસા ગણગણતી હતી. ઝીલે પોતાની સલામતી માટે હાથમાં લાકડી પણ લઈ લીધી અને પછી બારણાં પાસે આવીને હિંમત ભેગી કરીને બોલી...કોણ છે બહાર ? અત્યારે શું કામ છે? જે પણ હોય તે કાલ સવારે આવજો.. હું અત્યારે બારણું ઉઘાડવાની નથી. અરે ઝીલ જલદી બારણું ઉઘાડને હું આવી ઠંડીમાં બહાર જ બરફ બની જઈશ, બહાર તો જો કેટલી ઠંડી છે...બહારથી કોઈ યુવાન બોલ્યો. અવાજ ઓળખાતા ઝીલે બારણું ઉઘાડ્યું અને બોલી... શું છે શિવા? અત્યારે પણ મને શાંતિથી ઊંઘવા નથી દેતો ને તારાથી એક કોલ નથી કરાતો કે હું આવવાનો છું....તે મને કેટલી ડરાવી મૂકી... કંઈ ભાન જ નથી..

Full Novel

1

ખરો જીવન સંગાથ - 1

અમાસની અડધી રાતે એકાએક ઘરનું અનેક વાર બારણું ખખડ્યું, (ઘરમાં એકલી રહેતી ઝીલના ઘરે બહુ ઓછા લોકો આવતા જતાં આમ અડધી રાતે...) અત્યારે કોણ હશે? ગભરાહટ સાથે બોલતા ઝીલ બારણાં તરફ ધીમે પગલે વધી રહી ને મનમાં હનુમાન ચાલીસા ગણગણતી હતી. ઝીલે પોતાની સલામતી માટે હાથમાં લાકડી પણ લઈ લીધી અને પછી બારણાં પાસે આવીને હિંમત ભેગી કરીને બોલી...કોણ છે બહાર ? અત્યારે શું કામ છે? જે પણ હોય તે કાલ સવારે આવજો.. હું અત્યારે બારણું ઉઘાડવાની નથી. અરે ઝીલ જલદી બારણું ઉઘાડને હું આવી ઠંડીમાં બહાર જ બરફ બની જઈશ, બહાર તો જો કેટલી ઠંડી છે...બહારથી કોઈ યુવાન ...Read More

2

ખરો જીવન સંગાથ - 2

વીતી ગયેલી વાત.... અમાસની અંધારી રાતે એકલી રહેતી ઝીલના ઘરના બારણાં પર ટકોરા થાય છે... ઝીલ ગભરાહટમા સલામતી માટે લઈને બારણાં પાસે આવીને પુછે છે કે કોણ છે ને બહારથી શિવાનો અવાજ આવતા તે ઘરની અંદર આવે છે અને બંને વચ્ચે થોડી રોકઝોક થાય છે ઝીલ શિવાને અડધી રાતે આવવાનું કારણ પૂછે છે... હવે આગળ... આમ તો આપણે હંમેશા લડતા રહીએ છીએ પણ...ઝીલ.. શિવા અચકાતા બોલ્યો.. પણ શું શિવા..? શું થયું છે..?તું ગભરાય છે શા માટે અને એ પણ મારાથી.. આ વાત હજમ નથી થઈ રહી હો.. ચાલ હવે બોલ.. તું મને ડરાવ નહિ અને બધું ઠીક તો છે ...Read More

3

ખરો જીવન સંગાથ - 3

વીતી ગયેલી વાત.. અડધી રાતે શિવા ઝીલના ઘરે આવે છે બંને વચ્ચે થોડી રોકઝોક થાય છે ને શિવાને ઝીલ ઘરે આવવાનું કારણ પુછે છે ને શિવા હિંમત ભેગી કરી ફરી વાર લગ્ન કરવાનો પ્રસ્તાવ ઝીલ સમક્ષ મૂકે છે...હવે આગળ ઝીલ શિવાને જતાં બે ઘડી જોઈ રહી પછી બારણું બંધ કરી ફરી પોતાના બેડ પર જઈને આડી પડી ને વિચારવા લાગે છે.... આ શિવા પણ ને...મને ચકરાવે ચડાવામા જાણે phd થઈ ગયો છે... જરાય બદલાયો નથી, પહેલા જેવો જ... મને હેરાન કર્યા કરે છે... પણ એ હંમેશા સાથે છે મારી...એ વાતની તો અવગણના શક્ય જ નથી. સાથે સાથે તેને પોતાના ...Read More

4

ખરો જીવન સંગાથ - 4

વીતી ગયેલી વાત... શિવા ઝીલને ફરી લગ્ન બંધને બંધાવા કહે છે ને ઝીલ પોતાનો જવાબ વિચારીને સવાર સુધીમાં આપવા છે.. ઝીલ પોતાના બેડ પર આડી પડીને ભુતકાળમાં બનેલી ઘટનાઓ યાદ કરે છે કે કેવી રીતે પોતાના અને શિવાના લગ્ન થયા હતા ને પછી અકસ્માતમાં પોતાના પરીવારને ગુમાવી બેઠી હતી ને પછીથી તે પોતાની સાસરીમાં જ રહેતી હતી અને એ પણ કે શિવાના મમ્મીને તે વહુ તરીકે પસંદ નહોતી... હવે આગળ...ઝીલ સ્વભાવે એકદમ કહ્યાગરી પણ બાળપણથી જ દરેક પળને મોજમજા ને આનંદથી જીવી લેવા ટેવાયેલી.. પણ એકાએક એના જીવનમાં સ્વજનોની વિદાયથી એ ઘણી ગુમસુમ રહેતી પણ સાસરીમાં શિવા સાથે એ ...Read More

5

ખરો જીવન સંગાથ - 5

વીતી ગયેલી વાત... ઝીલના ઘરે અડધી રાતે શિવા સમાજ સમક્ષ ફરી લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે.. ઝીલ આ પ્રસ્તાવ વિચારતા ભુતકાળમાં તેના બાળલગ્નન, પરીવારની અકસ્માતમાં અણધારી વિદાયથી શિવાના પરીવારનો સાથ જયાં તેને ખૂબ પ્રેમ અને હુંફ મળ્યા હતા ને ફક્ત ભણવામાં ધ્યાન આપવાનું સૂચન શિવાના મમ્મી તરફથી મળેલું.. શિવાના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કરવાનો નિણર્ય લઈને તે ઊંઘી જાય છે... હવે આગળ.... સવારના આઠ વાગ્યે ફરી બારણું ખખડ્યું. ઝીલ સફાળી જાગી સારું કે આજ રવિવાર છે નહિ તો આજે મારે હોસ્પિટલ જવામાં મોડું જ થઈ જાત એવું વિચારી જ રહી હતી કે ફરી જોરથી બારણું ખખડાવવતા શિવા બોલ્યો, એ કુંભકર્ણ ...Read More

6

ખરો જીવન સંગાથ - 6

વીતી ગયેલી વાત... શિવાના ફરી લગ્ન કરવાના પ્રસ્તાવથી ઝીલ ભુતકાળને વાગોળે છે પણ પોતાના પરીવારની વિદાય બાદ ઝીલ સાસરીમાં રહીને મોટી થઈ હતી. શિવા અને ઝીલના બાળલગ્ન બાબતની વિચારવા સુધ્ધાંની મનાઈ તેના મમ્મીએ ફરમાવેલી.. આમ છતાં શિવાના ફરી લગ્ન કરવાના પ્રસ્તાવથી ઝીલ સહમત થાય છે અને બંને લગ્ન કરવાના નિણૅયથી પોતાના મમ્મી પપ્પાને અવગત કરવા મકકમ છતાં તેઓને કેવી રીતે મનાવવા તે વિચારતા બાઈક પર નિકળી જાય છે.. હવે આગળ... મમ્મીએ બાઈકનો અવાજ સાંભળ્યો જેથી તેઓ બહાર આવતા ખીજાતા બોલ્યા... કયાં હતો શિવા આજે ખબર છે ને બહાર જવાનું છે... અરે ઝીલ તું અહીં અચાનક કેમ..? મમ્મી હું જ ...Read More

7

ખરો જીવન સંગાથ - 7

વીતી ગયેલી વાત... શિવા અને ઝીલ બાળલગ્ન બાદ સમાજ સમક્ષ ફરી વાર લગ્ન કરવા તૈયાર થાય છે અને આ શિવાના મમ્મી પપ્પા ને કહે છે. શિવાના મમ્મી તેમના લગ્નને લઈને ચિંતા તથા અવિશ્વાસ દશાૅવે છે, માટે શિવાના પપ્પા તેમની પરીક્ષા લેવાનો સુઝાવ આપે છે ને બંને પરીક્ષાની તૈયારી કરે છે... હવે આગળ. બહારનું વાતાવરણ પણ તંગ હતું શિવા અને ઝીલના મનની બેચેની એટલી વધતી જતી હતી કે બંને પગ વાળીને બેસવાને બદલે આખા હોલમાં ચકકર લગાવી રહ્યા હતા ને એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા કે બધું ઠીક થઈ જશે નહિ તો બંને મળીને આગળ શું કરશે એ પણ વિચારી ...Read More

8

ખરો જીવન સંગાથ - 8

વીતી ગયેલી વાત... ઝીલ અને શિવા બાળલગ્ન બાદ સમાજ સમક્ષ ફરી લગ્ન કરવાનું નક્કી કરે અને પોતાના મમ્મી પપ્પાને વાત જણાવે છે.. શિવાના મમ્મીને આ લગ્ન મંજૂર નથી કારણ શિવા અને ઝીલ એકબીજાને સાચે પ્રેમ કરે છે? એ પ્રશ્ર્ન મનમાં ઉદ્દભવે છે જેના નિરાકરણ માટે તેમના પ્રેમની પરીક્ષા લેવામાં આવે છે.. શિવાના મમ્મી પપ્પા બંનેને કોઈ બીજા જ પાત્રને મળાવે છે અને બંનેને તે પાત્ર ગમી ગયું છે તેવું જૂઠાણું ઝીલ અને શિવાને કહેવામાં આવે છે...હવે આગળ... શિવા આવતા વેત જ ગુસ્સાથી બોલ્યો ઝીલ કયાં છે તું...? બહાર આવ જલદી મારે કંઈક પુછવું છે..? ઝીલ તરત જ રુમમાંથી બહાર ...Read More