નવલકથા સાટા -પેટા એ ગ્રામ્ય વિસ્તારોમાં વર અને કન્યા નાં સાટા -પેટા ના સામાજિક રિવાજ ઉપર પ્રકાશ પાડતી કથા છે આજથી 30 વર્ષ પહેલા આ નવલકથા લખી ત્યારે મને એમ હતું કે આનાથી કંઈક પરિવર્તન આવશે પરંતુ હજુ આજે પણ કંઈ ફરક પડ્યો નથી . વધારામાં જે સમાજોમાં છૂટા સગપણ થતા હતા તે સમાજમાં પણ હવે આ રિવાજ ઘર કરી ગયો છે .આ કથામાં આ રિવાજ નો ભોગ બનનાર યુવક યુવતીઓની મન સ્થિતિ અને તે પરિસ્થિતિ માંથી ઉદભવતા પ્રશ્નો અને તેનું પરિણામ તે તરફ અંગૂલી નિર્દેશ કરવાની કોશિશ કરી છે. સાથે સાથે જીવા ભોપા અને ભાણજી પાવળિયા ના શ્રધ્ધા નામે લોકોની પાસે થી પોતાનું ધાર્યું કરવા રચતા પેંતરા.તેમના સામ્રાજ્યને તોડવા વિદ્રોહ કરતો સાત ચોપડી ભણેલો શામજી. મેળામાં ધણીઓને જોવાની હોશ પૂરી કરી ને આવેલી મંગુ અને રાધા. તો કથામાં ક્યાંક હાંફતા - હાંફતા છતાં બધાની સાથે પરાણે દોડતા પ્રેમજી ડોસાના ,ના-ના બેયને પકડીને જીવતાંજ બાળવા છે. તો જ મારો જીવ ઠરશે ,ના ઉદગારો પણ દેખાશે અને આવી પરિસ્થિતિમાંથી ફૂટતો સ્નેહ સંબંધ ,બે પ્રેમીઓની પ્રેમ કહાની આ બધાને વણવાની કોશિશ કરી છે .વિવેચન કરવાનું બધું વાચકો ઉપર છોડી દઈ વિરમું છું .
Full Novel
સાટા - પેટા - 1
પ્રસ્તાવના નવલકથા સાટા -પેટા એ ગ્રામ્ય વિસ્તારોમાં વર અને કન્યા નાં સાટા -પેટા ના સામાજિક રિવાજ ઉપર પ્રકાશ પાડતી છે આજથી 30 વર્ષ પહેલા આ નવલકથા લખી ત્યારે મને એમ હતું કે આનાથી કંઈક પરિવર્તન આવશે પરંતુ હજુ આજે પણ કંઈ ફરક પડ્યો નથી . વધારામાં જે સમાજોમાં છૂટા સગપણ થતા હતા તે સમાજમાં પણ હવે આ રિવાજ ઘર કરી ગયો છે .આ કથામાં આ રિવાજ નો ભોગ બનનાર યુવક યુવતીઓની મન સ્થિતિ અને તે પરિસ્થિતિ માંથી ઉદભવતા પ્રશ્નો અને તેનું પરિણામ તે તરફ અંગૂલી નિર્દેશ કરવાની કોશિશ કરી છે. સાથે સાથે જીવા ભોપા અને ભાણજી પાવળિયા ના શ્રધ્ધા ...Read More
સાટા - પેટા - 2
... ભાગનાર... જામતરી ... ના દેરા.. આવજો... હો....ઓ... ,આવ આવ માડી ,..આવ .આજ તો તારો દાડો છે આવ. જીવો ધૂપ કરતાં કરતાં બોલ્યા . ધ્યાનમાં મગ્ન બેઠેલા શિવા ભોપા ના ઢીંચણ ધીમા- ધીમા ધ્રુજવા લાગ્યા. બે-પાંચ ક્ષણો વીતી ત્યાં તો શિવા ભોપાએ મોટા અવાજે હાકાટો કર્યો. ને તે ઝડપથી ધુણવા લાગ્યા .શિવા ભોપા ને માતા આવ્યાં હતાં.ઝડપથી ધૂણવાથી શિવા ભોપા ના માથા ઉપર થી ફાળિયું નીચે પડી ગયું .શિવા ભોપાયે ધૂણતા-ધૂણતા નીચે પડી ગયેલ ફાળિયું હાથમાં લઈને પહોળું કરીને માથા ઉપર ઓઢી લીધું અને શી...સ..શી...સ..એમ નાક અને ...Read More
સાટા - પેટા - 3
ધૂનમાં જ કનુભા ઘોડા ને રેવાલ ચાલે સીમ તરફ દોડાવી રહ્યો હતો .રસ્તામાં જ સામે જીવા ભોપા ને આવતા તેણે ઘોડાનું ચોકડુ ખેંચી, ઘોડાની ચાલ ધીમી કરી ."એ રામ... રામ..! નાના દરબાર, રામ ..રામ..! ભોપાએ થોડા અંતરેથી જ બૂમ પાડી . "રામ.. રામ..!ભોપાબા ,રામ..રામ ...!અત્યાર ના પોર માં કેણી કોર થી વળ્યા ? પાસે આવતા જ કનુભા ઘોડા ઉપરથી નીચે ઉતરતાં બોલ્યો. "ગયો તો હતો વાડીવાળા ખેતરે ..! ને એક ક્ષણ રહીને ભોપાએ આગળ ઉમેર્યું ."આજ માતાએ સવારમાં શુકનમાં જ કીધું હતું, કે' નક્કી આજે નાના દરબાર નો ભેટો થશે જ..! "એમ, કેમ કંઈ ખાસ કામ હતું ? ભોપા ...Read More
સાટા - પેટા - 4
અને સ્ત્રી, પ્રકૃતિના નિયમને આધીન ,પોતાના રૂપ, રંગ અને દેખાવ ક્યારે બદલી લે ,તેની માનવીને ખબરેય રહેતી નથી .વૈશાખ ખાવા ધાતો સૂકોભઠ વેરાન વગડો, અષાઢનું એકાદ ભારે ઝાપટું આવે, ને શ્રાવણનાં સરવડા ચાલુ થાય કે તરત જ લીલુડા રંગની ચાદર ઓઢીને ધરતી એવી સજીધજી જાય, કે આપણને ખબર પણ ન પડે કે આ એ જ બે મહિના પહેલા ખાવા ધાતો વેરાન વગડો જ છે . એવી જ રીતે ચૌદમા વર્ષમાં બાલિકા લાગતી સ્ત્રી પંદરમા વર્ષમાં પ્રવેશતાં જ પોતાનું રૂપ બદલવાનું ચાલુ કરે. તેના હરવા -ફરવા, ઉઠવા- બેસવા અને બોલવા- ચાલવામાં અચાનક નું પરિવર્તન આવી જાય. બચપણમાં બિન્દાસ અને બે ...Read More
સાટા - પેટા - 5
ડેકલાનો ડફતુતુ...ઉ... ડફતુતુ ...ઉ...!અવાજ રાત્રીની શાંતિનો ભંગ કરી રહ્યો હતો. ભાણજી પાવળિયો ડેકલુ વગાડી રહ્યો હતો. જીવો ભોપો ધૂણી હતા. આજુબાજુ કેટલાંક પુરુષો અને સ્ત્રીઓ ટોળે વળીને બેઠાં હતાં .આજે પ્રેમજીએ માતાનો પાટ મંડાવ્યો હોવાથી ફક્ત તેમના વાસનાં જ માણસો ભેગાં થયાં હતાં .બિચારી બે- ખબર રાધા ,આજે તેનું ભવિષ્ય નક્કી થવાનું હતું .તે પણ ટોળામાં થોડો દૂર બધાના ભેગી બેઠી હતી.ભોપાએ કેટલીક વખત ધૂણતા -ધૂણતા વેણ- વધાવો જોયો.ને પછી ગંભીર મોં કરીને ઘેરા સાદે બોલ્યા . 'પ્રેમજી, એ પ્રેમજી..! 'બોલ માડી બોલ, શો હુકમ છે ?' જીવા ભોપા ના પગમાં ફાળિયું નાખીને પ્રેમજી ડોસો નમી પડ્યા. ' મા ...Read More
સાટા - પેટા - 6
મેળે થી આવ્યા બાદ આજે પ્રથમ વખત બંને સહેલીઓ રાધા અને મંગુ એકલી જ વગડામાં ચાર લેવા ગઈ હતી. એ પોતપોતાના વિચારોમાં જ રસ્તો પૂરો કર્યો. અને પછી ખેતરમાં ગયા પછી ચાર લેતાં લેતાં મંગુ જ વાત થઈ શરૂઆત કરી.' રાધા, મેળે થી આવ્યાં ત્યારથી તું આમ ઢીલીઢસ કેમ રહે છે ?' 'તુંય શું, મારી બુન. બધુંય જાણે છે ને,પાછી મારા મોઢે કેવડાવે છે ?'રાધા બોલી. ' એમ તો મારે પણ કયું સુખ ઉભરાય રહ્યું છે ?' પણ એમાં આપણે શું કરી હકં ?' માંગુએ નાડ પારખી હોય તેમ બોલી . 'કરી તો શું શકવાનાં હતાં ?' પણ હે ...Read More
સાટા - પેટા - 7
સૂરજ ઊગીને આભમાં રાશવા એક ચડ્યો હતો. રંગપુર અને નેસડા ગામના સીમાડા વચ્ચે આવેલા ખેતરમાં, ઊંચા,ધટાદાર અને ધેધૂર વડની ઉપર ચડીને એક યુવાન, લાંબી.... લાંબી નજરે કાંઈક જોઈ રહ્યો હતો.'કેમ હજુ સુધી આવી નહીં હોય?' કે પછી બીજા ખેતરે તો જવાનું નહીં થયું હોય ને ?' કે પછી ક્યાંક ગામગોઠ તો નહીં ગયી હોય ને ?' કે પછી અચાનક નું બીજું કોઈ કામ તો માથે આવી નહીં પડ્યું હોય ને ?' વગેરે જાત જાતના સવાલો તેના મનમાં ઊઠતા હતા. પરંતુ બીજી જ પળે તેનો માંહ્યલો પોકારી ઊઠ્યો.'ગમે તે ભોગે, તે આવશે તો ખરીજ !'પરંતુ આજનું ટાણું (સમય) થઈ ગયું ...Read More
સાટા - પેટા - 8
સવારે રાધા ને મંગુ બેય સખીઓ પાણીનાં બેડા ભરીને ઘર તરફ આવી રહી હતી. ઘણા દિવસે આજે બંનેને સથવારો હતો. ભરેલ બેડે મંગુએ આગળ- પાછળ નજર દોડાવી લીધી. ને હળવેક રહીને બોલી 'રાધા !'. ' હા....આ...!' 'મનેખ શું વાતો કરે છે, ખબર છે ?'માણસની ખાસિયત છે કે સામેનાને ,પોતાને કોઈ વાત કહી હોય તો, તે બીજા માણસોના નામે ચડાવીને કહે છે . 'શું વાતો કરે છે ?' રાધા એ જ ટાઢા કાળજે ક્હ્યું . 'તારી ને એની , કાંક'લપ-છપની વાત --'ને વાક્ય કાપીને મંગુ રાધાના મોં સામે જોઈ રહી. ' એની એટલે ?'રાધા એ મંગુ તરફ ધારદાર નજર કરી. ...Read More
સાટા - પેટા - 9
એકબીજાને મળવાનું જાણે કે હવે બંધારણ થઈ ગયું હતું . બંને દરરોજ શામજીના વડવાળા ખેતરે મળતાં ને આખો દિવસ ગોષ્ટિમાં મગ્ન રહેતાં બંનેનાં શરીર ભલે અલગ હતાં પરંતુ આત્મા તો એક થઈ ગયો હતો, એવા બંનેના જીવ મળી ગયા હતા .કે હવે તો એ બંને નહોતાં પશામજીનીરવા કરતાં સમાજની, કે નહોતાં પરવા કરતાં ઘરવાળાની ,જાણે કે તેમની સમસ્ત દુનિયા એ બે જણ જ હતાં .એવી જ એક બપોરે ખેતરના વડ નીચે દુનિયા થી બેખબર હોય તેમ રાધા શામજીના ખોળામાં માથું ઢાળીને સુતી હતી. ને કોઈક અલૌકિક વિચાર સૃષ્ટિમાં ખોવાઈ ગઈ હતી. શામજીના હાથ રાધાના કાળા ભમ્મર કેશ સાથે રમત ...Read More
સાટા - પેટા - 10
દિવસમાં તો આખા રંગપુરના યુવા વર્ગમાં વાત ફેલાઈ ગઈ કે રાધા ને ' કાંક' છે . કનુભા પાસે વાત ત્યારે પ્રથમ તો તે હેબતાઈ ગયો. તે વિચારી રહ્યો. પોતે જેના માટે રાત- દિવસ તડપતો હતો એ રાધા શું ખરેખર આવી હલકટ હતી ?' પોતે જેને અબોટ,ઉઘડતી કળી માનતો હતો એ કોઈનું સુંઘાયેલું ,નકામું થયેલું ફૂલ હતું ? સારું થયું તે પોતાને કોઈ મોકો ન મળ્યો. નહીં તો સાલી કોકનું પાપ પોતાના માથે ઓઢાડી દેતને. તે મનોમન રાજી પણ થયો . 'લેતી જા રાધાડી ! બહુ ગુમાન હતું ને તારી જાત ઉપર .આખરે તો એ બે પૈસાના શામજીડાએજ પટાવી દીધી ...Read More
સાટા - પેટા - 11
અને શામજી કંઈ પણ બોલ્યા વિના ધૂળિયા રસ્તે ઝડપથી પંથ કાપી રહ્યાં હતાં .શામજીની પગની મોજડીનો ચડાક ...ચડાક...અવાજ તમરાના સાથે ભળવાની કોશિશ કરતો હતો .જ્યારે રાધા તો ઘેરથી અડવાણા પગે જ આવી હતી. ગામ ખાસ્સું એક ગાઉ જેટલું પાછળ રહી ગયું હતું.શોપો પડવાની તૈયારી હોવાથી કોઈ વટે માર્ગો પણ સામે બળવાની બીક ઓછી હતી. રાધા એ ઓઢણીને કસકસાવીને કમરે બાંધી દીધી હતી. પાસેની નાની પોટલી પણ તેમાં બાંધી લીધી હતી. તે અડધી ચાલતાં તો અડધી દોડતાં પણ શામજી થી બે ડગલાં આગળ જ ચાલતી હતી .તેની અત્યારની સ્ફૂર્તિ કોઈ પુરુષને પણ શરમાવે તેવી હતી .અને બંને કોઈ ચર્ચા વગર ...Read More
સાટા - પેટા - 12
ઉગતાં ની સાથે જ આખા રંગપુરમાં વાત ફેલાઈ ગઈ કે રાધા ને લઈ ને શામજી ભાગી ગયો છે. 'હે....? હોય.... ક્યારે..?' એક જણ કહેતો હતો. 'આજે રાતે.વાળુ ટાંણે.'બીજો જણ જવાબ આપતો હતો. 'પણ રાતે વાળું ટાંણે તો બધાંયે શામજી ને ગરબી એ જોયો હતો.તો પછી ભાગ્યા કયા ટાંણે ?' ત્રીજો જણ કહેતો હતો. 'એ તો રામ જાણે.પણ ભાગી ગયાં છે,એ વાત સો ટકા સાચી.' બીજો માણસ વાત ને અનુમોદન આપતો હતો. રંગપુર ગામમાં કોઈ છોકરો, છોકરી ને લઈ ને ભાગી ગયો હોય તેવો આ પ્રથમ બનાવ હતો.તેથી ગામમાં ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો.આખી રાતનો ઉજાગરો , અને આઠ ગાઉં ચાલવાનો ...Read More
સાટા - પેટા - 13
નીકળ્યા પછી શામજી મુંબઈ જવું કે પછી બીજે ક્યાંય જવું તેની દીર્ધામાં પડ્યો હતો. એક વિચાર તો તેને પોતે જઈને રાધા માટે મનમાં વિચારેલી યોજના અમલમાં મુકવાનો આવ્યો .પરંતુ રાધાના ભોળા ને નિર્દોષ ચહેરાને તેનો જોતાં જ તેનો વિચાર ફરી ગયો. તે વિચારવા લાગ્યો પોતે મરવાની ઘડીયો ગણતો હતો .એવા કપરા સમયે પોતાને ,માતાની મમતા, પત્ની નો પ્રેમ ,અને બહેનનું હેત ત્રણે એક સાથે આપનાર આવી અપ્સરા જેવી રૂપાળી સ્ત્રીને તરછોડીને પોતે કયા ભવ સુખી થશે ?' ને એને મુંબઈ જઈને વેચવાની માત્ર મનમાં યોજના જ બનાવી હતી, એમાં ભગવાને તેને એની આટલી મોટી સજા આપી. તો ખરેખર પોતે ...Read More
સાટા - પેટા - 14
આગળ વધતી મારુતિ 'કલ્પના -હાઉસ' આગળ આવીને અટકી. તેમાંથી એક અત્યંત દેખાવડો, મોહક વ્યક્તિત્વ વાળો, ફેશનેબલ વસ્ત્રોમાં સજ્જ યુવાન .ને કલ્પના-હાઉસ બંગલામાં આગળ વધ્યો .તેની ચાલ ઝડપી અને છટાદાર હતી. લોન વટાવીને તે અંદર પ્રવેશતા જ ટહુક્યો. ' હલ્લો ...ડેડી ! હેલ્લો...મમ્મી ! ગુડ ન્યુઝ ! ને તે મમ્મી ને જોવા વિશાળ દીવાનખંડમાં આજુ-બાજુ નજર દોડાવવા લાગ્યો .સોફા ઉપર બેઠેલા પ્રીતમદાસે અખબાર એક બાજુ કર્યું. ને પુત્ર નરેન્દ્રને ખુશ -ખુશાલ જોઈને બૂમ પાડી . 'કલ્પના ! ઓ કલ્પના ? આંહીં આવતો .આપણો સન નરેન્દ્ર કંઈક ગુડ ન્યુઝ આપવા માંગે છે.' એ.. આ આવી.' કહેતાં કલ્પના ઉપરના મજલે થી પગથિયાં ...Read More
સાટા - પેટા - 15 (છેલ્લો ભાગ)
કોલેજના વિશાળ પટાગણમાં ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો હતો .તેને જાતજાતના સુશોભિત તોરણો અને પુષ્પ ગુચ્છ થી શણગારવામાં આવ્યો હતો. જાહેર રસ્તાઓ ઉપર રંગબેરંગી તોરણો સજાવી દેવામાં આવ્યાં હતાં .મંડપની અંદર જ દક્ષિણમાં એટલો જ વિશાળ ને ભવ્ય મંચ ગોઠવવામાં આવ્યો હતો. જે ત્રણ ફૂટ જેટલો જમીનથી ઊંચો હતો. તેના ઉપર ડનલોપનો ગાદલાં અને સોફાઓ ગોઠવવામાં આવ્યા હતા મંચની બંને બાજુ આધુનિક અને સુશોભિત રજવાડી ઘાટની ખુરશીઓ ગોઠવામાં આવી હતી .જેના ઉપર આજના શુભ પ્રસંગે લવ-મેરેજ દ્વારા એકબીજા સાથે લગ્નગ્રંથીથી જોડાનાર યુવક યુવતીઓ આભૂષણો અને નવાં વસ્ત્રોમાં સજ્જ થઈ નવા ઉત્સાહ અને તાજગી સાથે બેઠાં હતાં . મંચ ઉપર મધ્યમાં ...Read More