અહો! અહો! જ્ઞાની પુરુષ

(3)
  • 9.4k
  • 0
  • 4k

મોક્ષ અતિ અતિ સુલભ છે પણ ‘જ્ઞાની પુરુષ’ નો ભેટો થવો અતિ અતિ દુર્લભ છે! અને તેની ઓળખાણ પડવી એ તો અતિ અતિ સો વખત દુર્લભ, દુર્લભ, દુર્લભ છે! ‘પરમ સત્ય જાણવાના કામી’ને જ્ઞાની પુરુષનું વર્ણન, ઓળખાણ શી રીતે પડે? શી રીતે ઓળખાય? જ્ઞાની પુરુષની ઓળખાણ એકમાત્ર તેમની વીતરાગ વાણી ઉપરથી થઈ શકે. બીજું કોઈ સાધન આ કાળમાં નથી. પૂર્વેના કાળમાં તો લોકો એટલા બધા ડેવલપ થયેલા હતા, કે જ્ઞાનીની આંખ જોઈને તે વીતરાગતા ઓળખી જાય. જ્ઞાની પુરુષ સમયમાત્ર વીતરાગતા વિહોણા ના હોય !

1

અહો! અહો! જ્ઞાની પુરુષ - Part 1

મોક્ષ અતિ અતિ સુલભ છે પણ ‘જ્ઞાની પુરુષ’ નો ભેટો થવો અતિ અતિ દુર્લભ છે! અને તેની ઓળખાણ પડવી તો અતિ અતિ સો વખત દુર્લભ, દુર્લભ, દુર્લભ છે!‘પરમ સત્ય જાણવાના કામી’ને જ્ઞાની પુરુષનું વર્ણન, ઓળખાણ શી રીતે પડે? શી રીતે ઓળખાય?જ્ઞાની પુરુષની ઓળખાણ એકમાત્ર તેમની વીતરાગ વાણી ઉપરથી થઈ શકે. બીજું કોઈ સાધન આ કાળમાં નથી. પૂર્વેના કાળમાં તો લોકો એટલા બધા ડેવલપ થયેલા હતા, કે જ્ઞાનીની આંખ જોઈને તે વીતરાગતા ઓળખી જાય. જ્ઞાની પુરુષ સમયમાત્ર વીતરાગતા વિહોણા ના હોય !બાકી, જ્ઞાની પુરુષને એમના ગુણોથી ઓળખવા જોઈએ. પણ એમન ...Read More

2

અહો! અહો! જ્ઞાની પુરુષ - Part 2

જ્ઞાની પુરુષની દશા અટપટી હોય. સામાન્ય મનુષ્યથી કળાય તેમ ન હોય. જ્ઞાની પુરુષને આશ્રમનો શ્રમ ના હોય, ધજા ના પંથ કે વાડો ના હોય, ભગવું કે સફેદ વસ્ત્ર ના હોય, સીધાસાદા વેશમાં ફરતા હોય, તે સામાન્ય જીવને શી રીતે ઓળખાણ પડે? છતાંય એમને ઓળખવા માટે ભૂલથાપ ના ખાઈ જવાય એટલા માટે શાસ્ત્રો કહે છે, કે જ્ઞાની પુરુષ તો તે જ કે જે નિશદિન આત્માના જ ઉપયોગમાં રહે, તેમની વાણી અનુભવમાં આવે તેવી હોય, તેમને અંતરંગ સ્પૃહા ના હોય, ગર્વ કે ગૌરવતા ના હોય, જગતમાં કોઈ ચીજના તે ભિખારી ના હોય! માનના, વિષયોના, લક્ષ્મીના કે ...Read More