આત્મા નો પ્રેમ️

(19)
  • 32.2k
  • 2
  • 18.1k

નમસ્કાર વાચક મિત્રો કવિતા વાંચીને એવું જ લાગ્યું હશે કે કોઈ સાંજ વિશે પ્રેમી અને પ્રેમિકાની વાત કરવા આવી હશે એક આત્માના પ્રેમ જે જીવાત્માને થયો છે તેના વિશે લખવા આવી છું પ્રેતાતમાં એટલે કે મૃત્યુ પછી કોઈ માણસનો ભાસ થાય એ તો સ્વાભાવિક છે પણ હયાત માણસનો જીવાત્માને ભાસ થાય ભાસ તો સહી પણ પ્રેમ થાય એ કંઈક અલગ જ વસ્તુ છે એવી જ આ નવલકથામાં વાત લઈને આવી છું ... વાર્તાની નાયિકા "હેતુની "આસપાસ જ દુનિયા ફરે છે અને એ પણ અલગારી. એક પુરુષોની દુનિયામાં જજુમતી સ્ત્રી અને તેનો પ્રેમ એ આ નવલકથામાં વર્ણવા આવી છ

1

આત્મા નો પ્રેમ️ - 1

સુરજ દોડીયો ક્ષિતિજને પહેલે પાર. જાણે કોઈ પ્રેમી દોડે પ્રેમી કા પાસ. કેસર વર્ણી કાયા સજેલી ધરતી.. કોઈ પ્રિયની વાટ પર રહેતી... અજંપો ભરી નજરો ને મારતી... નમસ્કાર વાચક મિત્રો કવિતા વાંચીને એવું જ લાગ્યું હશે કે કોઈ સાંજ વિશે પ્રેમી અને પ્રેમિકાની વાત કરવા આવી હશે એક આત્માના પ્રેમ જે જીવાત્માને થયો છે તેના વિશે લખવા આવી છું પ્રેતાતમાં એટલે કે મૃત્યુ પછી કોઈ માણસનો ભાસ થાય એ તો સ્વાભાવિક છે પણ હયાત માણસનો જીવાત્માને ભાસ થાય ભાસ તો સહી પણ પ્રેમ થાય એ કંઈક અલગ જ વસ્તુ છે એવી જ આ નવલકથામાં વાત લઈને આવી છું ... ...Read More

2

આત્મા નો પ્રેમ️ - 2

આગળ આપણે જોયું હેતુ વિશે થોડું જાણીએ. હેતુ એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે જોબ કરતી હતી પ્રોફેસર તો પણ પોતાનું એમ ફીલ પૂરું કરતી ને સાથે જે પિરિયડ લેવા માટે તેને કહેવામાં આવે તે લઈ અને તેમાંથી પોતાની કમાણી કરતી હતી રોજ સવારે 6:00 થી 7 યોગા ક્લાસ સાત થી આઠ એરોબિક ક્લાસ ચલાવતી હતી. પોતે ઇન્ડિપેન્ડન્સ હતી પણ વિચારો બધાની માન્યતા પ્રમાણે હોય છે એ તો એવું માનતી કે સ્ત્રીએ ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ રહેવું જોઈએ અને તે પોતાનું ઘર ચલાવવા માટે આટલી જ મહેનત કરતી હતી હેતુનું સૌથી બેસ્ટ અને સૌથી જિંદગીનું મહામૂલું એટલે તેની મા એની મા ...Read More

3

આત્મા નો પ્રેમ️ - 3

નિયતિ હેતુની બેસ્ટ ફ્રેન્ડ જ્યાં પણ જવું હોય ત્યાં બંને સાથે જ હતા અને દિલની દરેક વાત નિયતિ પાસે કરતી હતી નિયતિ પણ પોતાની દરેક વાત હેતુને કહેતી બંને બહેનપણીઓનો પ્રેમ જ કંઈક અલગ હતો પણ હેતુ છે ને થોડી બીકણ હતી જ્યારે નિયતિ એકદમ ખુલ્લા દિલની કોઈને પણ જવાબ આપવા માટે ક્યારેય નિયતિ એ વિચાર્યું જ નથી મન પડે એવો જવાબ નિયતિ આપી દેતી કોઈને મારવા હોય તો પણ નિયતિ જરાય ખચકાતી નહીં પણ નિયતિને સપોર્ટ હતો તેના પપ્પા અને તેના ભાઈ હર્ષિલ બંને એટલા મજબૂત અને બંનેનો કોન્ટેક સૌથી વધારે એટલે નિયતિ ઉપર ઉની આંચ પણ ન ...Read More

4

આત્મા નો પ્રેમ️ - 4

નિયતિ પોતાના ઘરે જતી રહી બપોરના બરોબર અઢી ના ટકોરે નિયતિ હેતુના ઘરે આવી હેતુનો રોજનો ડ્રેસ એટલે બ્લુ અને વાઈટ કુરતો હેતુ પહેરીને નીચે ઉતરી વાળ એમનેમ બાંધી લીધા હતા હેતુ ક્યારેય વાળ ઓળાવતી નહીં. નિયતિએ હેતુને જોઈને કહ્યું અરે આ શું પહેર્યું છે આપણે કોઈ શોક સભામાં જાઈએ છે તો વાઈટ કલરનો કુરતો પહેરીને આવી છે અત્યારે આપણે પિક્ચર જોવા જવાનું છે તો કોઈ મસ્ત કપડાં પહેરીને આવ....હેતુ એ કહ્યું હું તો આજ કપડાં પહેરીને આવવાની છું તારે મારી સાથે પિક્ચર જોવા આવવું હોય તો આવ હું કપડાં બદલવાની નથી.... હેતુ એટલું બોલી અને સોફા ઉપર બેસી ...Read More

5

આત્મા નો પ્રેમ️ - 5

પિક્ચર શરૂ થયું એને એકાદ કલાકમાં પિક્ચરના દ્રશ્યો જોઈએ અને બધા રાડા રાડ બોલાવતા હતા એમાં બાજુ બેસેલા છોકરા નિયતિને એક ધક્કો લાગી ગયો અરે નિયતિ તેની સાથે ઝઘડવા લાગી શાબ્દિક ટપા ટપી થી તો વાત પતી નહીં પછી નિયતિ એ હાથ ઉપાડ્યો અને હેતુ ખૂબ જ ગભરાઈ ગઈ આવી સિચ્યુએશનમાં તે નિયતિને કઈ રીતે હેન્ડલ કરવી તેને સમજમાં આવતી જ નહોતી કારણ નિયતિ એકદમ ખુખાર બની ગઈ હતી અને પેલા છોકરાને જોર જોરથી મારવા લાગી પિક્ચર બંધ થઈ ગયું અને આજુબાજુવાળા તેમને છોડાવવા ખૂબ જ પ્રયત્નો કરવા લાગ્યા પણ નિયતિ તે છોકરા ને મુકવા તૈયાર જ નહોતી અને ...Read More

6

આત્મા નો પ્રેમ️ - 6

બીજે દિવસે બપોરે નિયતિ હેતુના ઘરે આવી. અલકા માસી હેતુ ક્યાં છે?જોને કોલેજથી આવીને સવારની પોતાના રૂમમાં બેઠી છે આવી જ નથી આજે તો જમવાનું પણ જમી નથી ખબર નહિ શું થયું છે આમ તો છે ને કાલે તમે લોકો પિક્ચર જોઈને આવ્યા પછીનો તેનો મૂડ અપસેટ છે પણ મને કહેતી નથી કે શું થયું છે? સારુ માસી તમે થાળી તૈયાર કરો આજે મારી બેનપણી ને હું જમાડીશ એટલું કહી નિયતિ ઉપર આવી ત્યારે હેતુ પોતાની બુક્સ માં કઈ લખી રહી હતી અને મોબાઇલમાં મેસેજ વાંચી રહી હતી.. નિયતિએ કહ્યું આજે મેડમ કેમ જમ્યા નહીં? નીચે જ તમારી ફરિયાદ ...Read More

7

આત્મા નો પ્રેમ️ - 7

નિયતિ હેતુ સાથે વાતો કરતી કરતી હેતુને જમાડી દે છે પછી હેતુ નિયતિના ગળે લગાડતા કહે છે તને ખબર ને નિયતિ મારી સાથે કેવું બનેલું છે મેં તને વાત કરેલી જ હતી કોલેજના બીજા વર્ષમાં પહેલા છોકરાએ મારા માટે નસ કાપી નાખ્યો અને મારે જ તેને દવાખાને લઈ જવું પડ્યું હતું.. તેણે મને અગાઉથી પ્રપોઝ કરેલું હતું. મેં તેને ના પાડેલી હતી એ છતાં પણ તે મારો પીછો છોડતો ન હતો અને બરોબર પરીક્ષાના સમયે જ લગભગ બીજા પેપરની આસપાસ તે મારી પાછળ પડ્યો હું હજુ ઘરે પહોંચતી જ હતી ત્યાં રસ્તામાં જ તેણે મને આંતરિ અને કહ્યું આઇ ...Read More

8

આત્મા નો પ્રેમ️ - 8

નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આપણે જીવનમાં રહીએ તો કોઈ માણસ આપણને જ ના દે. ડરવાની વાત નથી કારણ વગરનો કોઈ ઝઘડો કરવાની જરૂર જ નહોતી તારે સનીદેવલ બનવાની ક્યાં જરૂર હતી એ રાડું પાડતો તો સિસોટી વગાડતો હતો એ એના મોથી દરેક કાર્ય કરતો હતો તું વચ્ચે એમનેમ જ પડી અને પાછળ મારી રામ પ્યારી લઈને પણ નીકળી...અચ્છા એટલે ગુસ્સે થઈ હતી. મારી બહેનપણી આવી ડરપોક હોય એ તો મને જરાય ન પોસાય આવી કેમ છો નિયતિ બોલી. ચાલ ચાલ હવે હું ઘરે જાવ છું અને હા કાલે ડિબેટ છે યાદ ...Read More

9

આત્મા નો પ્રેમ️ - 9

હેતુને આવી ચર્ચાઓ જરાય ના ગમે તેણે વિચાર્યું વહેલી રજા લઈને ઘરે જતી રહું પણ કોલેજના હેડ સવાણી સરે હેતુ તારે તો ખાસ બેસવું જોઈએ આમાંથી તો નવું શીખવા મળે ક્લાસમાં નવા ટોપીક પર ચર્ચા કરી શકીએ.્્ હેતુ કશું બોલી ના શકી પણ મન મારી હોલની છેલ્લી બેચ પર જઈ બેસી ગઈ. ત્યાં નીલીમાબેન આવી હેતુને કહે પાછળ કેમ બેઠી છે? ચાલ આગળ સ્ટેજ પર બેસ ....હેતુ કહે હું અહીં જ સારી છું. નીલિમા બેને કહ્યું સારું બેસ ને નીલીમાબેન સ્ટેજ ઉપર જઈને બેસી ગયા .થોડીવારમાં તો આખો હોલ ભરાઈ ગયો છતાં પણ થોડા બહાર ઉભા હતા.... શરૂઆતનું પ્રવચન ...Read More

10

આત્મા નો પ્રેમ️ - 10

નિયતિ સ્ટેજ પર ચડીને ચોક ડસ્ટર ફેકતી હતી. હેતુ તેનો હાથ પકડી સ્ટેજ ઉપરથી નીચે ઉતારીને કહે ચાલ તો નિયતિ કહે કેવી મજા આવે છે.. તું જાને હું આવું થોડીવારમાં...હેતુ એ કહ્યું ચાલ કયું ને ચાલ હવે ઘરે જવું છે... નિયતિ મોં બગાડતી તેની પાછળ પાછળ ચાલવા લાગી...હેતુ જમીને બપોરે પોતાના રૂમમાં બેઠી બેઠી કવિતા લખતી હતી. ક્વોટા એપ પર ત્યાં એક મેસેજ આવ્યો hi હેતુ એ મેસેજ ઇગ્નોર કર્યો કારણ ઘણા મેસેજ આવતા હોય છે આવી રીતે.... પણ હેતુને અખિલેશ ની નજર દેખાતી હતી ને તે નજરનો ઇરાદો ........ હેતુ થોડીવાર માટે હલબ ...Read More

11

આત્મા નો પ્રેમ️ - 11

આગળ આપણે જોયું નિયતિને જોવા માટે છોકરો આવે છે તે ખૂબ જ ગભરાયેલી છે હેતુ તેને સાંત્વન આપે છે. કહે છે પણ તારે મારી સાથે રહેવું પડશે અને હા તારો પહેલો વાઈટ ડ્રેસ પહેરવો છે રેડ બાંધણીની ચુની વાળો.. હેતુ કહે સારું લઈ જા.. અને રાતે 8:00 વાગે આવી જજે હું ફોન કરીશ નિયતિ એ કહ્યું....હેતુ એ કહ્યું ચોક્કસ આવી જઈશ.... તારા જીવનનો મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવાનો છે અને હું ન આવું એવું ક્યારેય બને! હેતુ નિયતિનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું નિયતિ હું બહુ જ ખુશ છું કે તું તારી લાઇફમાં સેટ થઈ રહી છે અને હા તેને ...Read More

12

આત્મા નો પ્રેમ️ - 12

( આગળ આપણે જોયું કે નિયતિને જોવા માટે છોકરો જોવાં આવે છે ત્યારે બધા મહેમાનો હેતુને નિયતિ સમજીને એકધારા લાગે છે નિયતિના મમ્મી એ હેતુની ઓળખાણ આપી અને પછી નિયતિને બોલાવે છે નિયતિ બધાને ચા ના કપ આપે છે) થોડીવાર બધાએ આડાઅવળી વાત કરી અને રાહુલના મમ્મીએ કહ્યું નિયતિ ને રાહુલને એકબીજા સાથે એકાંતમાં વાત કરવી હોય તો....... હેતુ કહે છે હા હા માસી અને હેતુ રાહુલ ને નિયતિને અંદરના રૂમમાં લઈ જાય છે .રાહુલ એક મલ્ટી નેશનલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હોય છે. એકદમ સીધો સાદો છોકરો. તેના મમ્મી પપ્પાને એકનો એક લાડકો દીકરો છે... નિયતિ એ ...Read More

13

આત્મા નો પ્રેમ️ - 13

સગાઈ ની તૈયારી પુરજોશમાં ચાલુ હતી. હવે નિયતિનો વધુ સમય ખરીદી અને રાહુલ સાથે વાતો કરવામાં જતો હતો..હેતુ પણ હતી કે અત્યારે નિયતિ નો ગોલ્ડન ક્રિએટ હતો..પણ નિયતિ દિવસમાં એકવાર હેતુને મળવા જરૂર આવતી નેં આખા દિવસની વાતો કરતી..હેતુ પણ નિયતિથી બહુ ખુશ હતી કારણ કે નિયતિના ઘરે મહેમાનોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી અને નિયતિને પણ હેતુ વગર ચાલતું જ નહીં આખા દિવસમાં પોતે શું લાવી છે શું કર્યું છે રાહુલ સાથે કઈ વાત કરી છે દરેક વાત હેતુ આગળ શેર કરતી...હેતુ પોતાની કવિતા લખી અને એપ ઉપર અપલોડ કરે છે ત્યાં જ મેસેજ જોવે છે પછી ...Read More

14

આત્મા નો પ્રેમ️ - 14

યુવાની છોડી અને મેચ્યોરતાના આરે પહોંચી હેતુ બાળક જેવા નખરા જ નહોતા કર્યા જવાબદારીના ઢગલા નીચે ઉમર કરતા વહેલી બનેલી હેતુ હતી...હેતુ શાંતિથી અગાસી પર બેઠી હતી અને વિચારતી હતી કે મેં આ મેસેજનો રિપ્લાય આપીને કોઈ ભૂલ તો નથી કરીને.ત્યાં જ ફરીથી સ્ક્રીન ઉપર જય શ્રી કૃષ્ણ નો મેસેજ દેખાય છેહેતુ શું કરે છે તું...અલકાબેન ને પૂછ્યું કાંઈ નહીં માં બસ આ છોડ સુકાઈ ગયા છે તો કાઢીને નવા છોડ રોપું છું...હેતુના ઘરનો સૌથી ગમતો ભાગ એટલે આ બગીચો હેતુને બહુ જ ગમે હેતુને નાના બંગલામાં પાછળ નાનો એવો બગીચો હેતુ એ બનાવ્યો હતો જ્યારે હેતુ સાંજનો ...Read More