આ રચના સંપૂર્ણ કાલ્પનિક તથા મૌલિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. ********************** તા. ૧૬મી ઑગસ્ટ ૨૦૨૨ આજે મન કાબૂમાં નથી. વારંવાર ખંખેરવા છતાં એનાં જ વિચારોએ પાણીનાં વમળની સ્મૃતિપટ પર ઘૂમરાયા કરે છે ને મારા અસ્તિત્વને તાણી જવાની ચેષ્ટા કરે છે. કેટલું વિચિત્ર ને કે પાંચ કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયો મળીને પણ એક ભટકતાં મન પર કાબૂ નથી મેળવી શકતી! એને કેમ સમજાવું કે, દુનિયાની ભૂગોળમાં બે એવાં સમુદ્ર છે જે એકમેકને મળીને પણ નથી મળતાં, તરલ હોવાં છતાં નથી ભળતાં. આપણું પણ એવું જ છે ને! એકબીજાની સાથે છીએ પણ ક્યાં એક છીએ! બંનેનું વ્યક્તિત્વ એકદમ ભિન્ન, રહેણીકરણી પણ અલગ, સ્વભાવ પણ વિપરીત કહી શકાય. એવામાં આપણે બે, બે મટી એક બની જશું એવી આશા તો ઠગારી જ ને! એ પણ ત્યારે જ્યારે ખબર હોય કે મારો કોઈ હક જ નથી. પણ હક તો વસ્તુઓ પર હોય, વ્યક્તિ પર તો પ્રેમ હોય ને! એવી દલીલો કોઈકવાર આ પાગલ મન કરી બેસે છે. એ તરંગીને ક્યાં કોઈ સીમા!!!! કાશ! હું મારા મનની વાત એને જણાવી શકું પણ એ અહીં ક્યાં છે કે એવું કંઈ વિચારી પણ શકું!

1

સીમાંકન - 1

આ રચના સંપૂર્ણ કાલ્પનિક તથા મૌલિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. ********************** તા. ઑગસ્ટ ૨૦૨૨ આજે મન કાબૂમાં નથી. વારંવાર ખંખેરવા છતાં એનાં જ વિચારોએ પાણીનાં વમળની સ્મૃતિપટ પર ઘૂમરાયા કરે છે ને મારા અસ્તિત્વને તાણી જવાની ચેષ્ટા કરે છે. કેટલું વિચિત્ર ને કે પાંચ કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયો મળીને પણ એક ભટકતાં મન પર કાબૂ નથી મેળવી શકતી! એને કેમ સમજાવું કે, દુનિયાની ભૂગોળમાં બે એવાં સમુદ્ર છે જે એકમેકને મળીને પણ નથી મળતાં, તરલ હોવાં છતાં નથી ભળતાં. આપણું પણ એવું જ છે ને! એકબીજાની સાથે છીએ પણ ક્યાં એક છીએ! બંનેનું ...Read More

2

સીમાંકન - 2

(ઇશાન થોડો ગુસ્સે થયો એટલે ત્રિજ્યા ઘરની બહાર જતી રહી.) હવે આગળ, આશરે એકાદ કલાક પછી એટલે કે પાંચેક ત્રિજ્યા પાછી ફરી તો ઇશાન બેઠકખંડમાં આંટા મારી રહ્યો હતો. ત્રિજ્યાને જોઇ એ તરત જ આગળ આવ્યો, "ક્યાં ગયાં હતાં? એક તો મમ્મી પણ નથી, કહીને ન જવાય. મને કેટલું ટેન્શન થઈ ગયું. એક તો મમ્મીનું ટેન્શન, બીજું આર્યાનું ટેન્શન.... એ ઓછું હોય એમ હવે તમે પણ ટેન્શન આપવા માંડ્યા. હેં...?" "હેં???" એણે ડાઇનિંગ ટેબલ પર શાકભાજીની બેગ મૂકતાં પ્રશ્નાર્થ કર્યો. પછી ઇશાનની સામે ઉભી રહી આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, "મારે તમને કહીને જવું જોઈએ તમે એવું બોલ્યાં?" "હા... એ ...Read More

3

સીમાંકન - 3

બહારથી આવતાં તીવ્ર અવાજથી ત્રિજ્યા બેઠકખંડમાં આવી તો આર્યા અને ઇશાન વચ્ચે કોઈક બાબતે ઘર્ષણ ચાલી રહ્યું હતું. "આ ક્યાં સુધી ચાલશે ઇશાન? હું ઘરે શું કહું? તું એને ક્યારે છોડીશ? છોડીશ કે પછી માત્ર વાયદા જ છે!?" "આર્યા... તને મારા પર ભરોસો નથી? "હતો પણ હવે ડગી ગયો છે વિશ્વાસ." "આર્યા.... પ્લીઝ આવું ન બોલ. હું પ્રેમ કરું છું તને. હું તને ક્યારેય દગો નહીં આપું." "હું પણ એ જ સમજતી હતી કે તું મને માત્ર મને પ્રેમ કરે છે પણ હવે.... હવે લાગે છે મારા ઘરનાં જે કહે તે જ સત્ય છે." "શું કહે છે એ લોકો?" ...Read More

4

સીમાંકન - 4

ફોન રણક્યો અને ત્રિજ્યા નાં હોંશ ઉડી ગયા. શું કરવું એ એની સમજમાં જ ન આવ્યું. ફોનની સ્ક્રીન પર હતું "મમ્મીજી". એ એટલી ગભરાઈ ગઈ કે એને એ પણ ન સમજાયુ કે માત્ર ફોન આવ્યો છે મમ્મીજી જાતે નથી આવી ગયા. હાંફળી ફાંફળી એ બહાર દોડી આવી."ઈશાન.... મમ્મીજી.""શું થયું મમ્મીને?""કંઈ નહીં... ખબર નહીં... ફોન આવે છે.""ફોન આવે છે તો ઉંચકીને વાત કરને.""હં...હાં... પણ શું કહું?""શું કહું એટલે? નોર્મલ વાત કર. આ શું કન્ફ્યુઝ થઈ છે આજે?""હા... કરું છું વાત.""રહેવા દે. આજે લાગતું નથી કે તું નોર્મલી વાત કરી શકીશ. લાવ હું વાત કરું છું.""હેલ્લો.... હા મમ્મી કેમ છો? અમે ...Read More

5

સીમાંકન - 5

નોંધ: કેટલાક વ્યક્તિગત કારણોસર પ્રકરણ નિશ્ચિત સમયાંતરે લખી નથી શકતી એ માટે દિલગીર છું. સર્વે વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર છુ ધૈર્ય રાખવા બદલ.--------------------------------"આજે મમ્મીજી આવવાનાં છે. ત્રિજ્યા નોર્મલ રહેજે." એ વાત એણે પોતાની જાતને લગભગ દસવાર મનોમન સમજાવી.ઈશાને બુક કરેલી ગાડી આવી ને ત્રિજ્યા મમ્મી જીને લઈ પણ આવી. આખા રસ્તે તો ખાસ કોઈ વાતચીત ન થઈ પરંતુ જમાનો જોયેલ સાસુમાએ ઘરે આવતાં જ ત્રિજ્યા ને પૂછી લીધું."ત્રિજ્યા બધું ઠીક છે ને?""હા મમ્મીજી. બધું બરાબર છે. જાતે જ જોઈ લો. મેં ઘરમાં બધું બરાબર રાખ્યું છે ને?!""હું ઘરની વાત નથી કરતી, તારી ને તારા વરની વાત કરું છું.""અમારી વચ્ચે! ...Read More

6

સીમાંકન - 6

ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજો ખોલ્યો તો ઈશાન સામે હતો.દરવાજો ખુલતાં જ ઈશાન મમ્મીનાં રૂમ લગભગ દોડી ગયો."મમ્મી" એમ કહી એ વળગી પડ્યો."મારો દિકરો" એમ કહી મમ્મીએ પણ એને આગોશમાં લઈ લીધો.મા-દિકરાનુ આ મિલન જોઈ ત્રિજ્યા પણ ક્ષણબર ભાવુક થઈ ગઈ."અરે ત્રિજ્યા! ત્યાં શું ઉભી છે? અહીં આવ તું પણ મને ઈશાન જેટલી જ વ્હાલી છે." ત્રિજ્યા પણ મમ્મી પાસે ગઈને એમને ભેટી પડી. "કાશ આ સત્ય હોય સપનું નહીં." ત્રિજ્યા વિચારી રહી."કાશ મમ્મી આર્યા ને પણ આટલો જ પ્રેમ કરે." ઈશાન ત્રિજ્યા ની જગ્યાએ આર્યાને રાખી વિચારી રહ્યો."આ બંને આ જ રીતે કે આથી ...Read More