પાર્ટી અને પ્રેમ

(10)
  • 11.4k
  • 0
  • 5.1k

ચિયર્સ.... (ઘણા બધા ગ્લાસ નો ધીમો અથડવાવાનો અવાજ)" ફાયનલી આજે 10 વર્ષ પછી ફરી આપડે બધા સાથે મળી ને 31st ની પાર્ટી ની મજા લઈએ છીએ." પ્રકાશ બોલ્યો.(ગ્લાસમાંથી વાઈન નો એક ઘૂંટ લઈ ને) "હા યાર, આ 10 વર્ષ માં 31st ની પાર્ટીઓ તો બહુ જ કરી પણ અહી બેઠેલા જે મિત્રો કમ પરિવાર બેઠો છે તેના વગર એકદમ ફિક્કી લાગતી હતી. પાર્ટીનો ખરો રંગ તો આજે ચડ્યો છે." ( એમ કહી ને ધર્મેશ વાઈન નો ગ્લાસ ખાલી કરી નાખે છે.)" અરે ધીમે ધીમે ધર્મેશ. બહુ વધારે ના પીતો નહિતર નિશા તો તને સંભાળવામાં જ રહેશે."

1

પાર્ટી અને પ્રેમ - 1

ચિયર્સ.... (ઘણા બધા ગ્લાસ નો ધીમો અથડવાવાનો અવાજ)" ફાયનલી આજે 10 વર્ષ પછી ફરી આપડે બધા સાથે મળી ને ની પાર્ટી ની મજા લઈએ છીએ." પ્રકાશ બોલ્યો.(ગ્લાસમાંથી વાઈન નો એક ઘૂંટ લઈ ને) "હા યાર, આ 10 વર્ષ માં 31st ની પાર્ટીઓ તો બહુ જ કરી પણ અહી બેઠેલા જે મિત્રો કમ પરિવાર બેઠો છે તેના વગર એકદમ ફિક્કી લાગતી હતી. પાર્ટીનો ખરો રંગ તો આજે ચડ્યો છે." ( એમ કહી ને ધર્મેશ વાઈન નો ગ્લાસ ખાલી કરી નાખે છે.)" અરે ધીમે ધીમે ધર્મેશ. બહુ વધારે ના પીતો નહિતર નિશા તો તને સંભાળવામાં જ રહેશે." એમ કહી ને કરિશ્મા ...Read More

2

પાર્ટી અને પ્રેમ - 2

"કાશ હું પણ કોઈ સાથે આવી રીતે ડાન્સ કરી શકત." સંકેત ની પાછળ થોડી દૂર 2 છોકરીઓ ઉભા ઉભા કરતી હતી. સાંજે એ પાછળ ફરી ને જોયું તો પ્રિયા અને ડિમ્પલ ઉભા હતા. તેઓના બીજા બધા મિત્રો પોતાના પતિ કે પત્ની અથવા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરતા હતા. બંને છોકરીઓ જોવામાં સંકેતની ઉમરની જ લાગતી હતી. સંકેત જોતા જ બંને ને ઓળખી ગયો. તે છોકરીઓ સંકેત ના જ ડિપાર્ટમેન્ટ માં કામ કરતી હતી પરંતુ સંકેત અને તેઓનું ક્યારેય બોલવાનું થતું નહિ. ડિમ્પલ અને પ્રિયા મોટા ભાગે પોતાના ફ્રેન્ડસર્કલ સાથે જ હોય અને આ બાજુ સંકેત પોતાના ફ્રેન્ડસર્કલ સાથે."કાશ ...Read More

3

પાર્ટી અને પ્રેમ - 3

31st ની પાર્ટીના 6 મહિના બાદ ડિમ્પલ ની પણ સગાઈ થઈ ગઈ. હવે થી તે ક્યાંય પણ આવે તો થનારા પતિ સાથે જ આવતી. આ બાજુ સંકેત અને પ્રિયા ને પણ એકબીજા સાથે લગાવ થવા લાગ્યો હતો. એક વિકેન્ડ પર બધા મિત્રો એ કેન્ડેલ નાઈટ ડિનર પર જવાનું નક્કી કર્યું. સંકેત એ પ્રિયા ને આ બાબતે પૂછ્યું. પ્રિયા એ પણ સહમતી આપી દીધી. "પ્રિયા, હું થોડો કામ માં ફસાયેલો છું. તો મારા થી તેને પીક કરવા નહિ આવી શકાય. હું તને હોટેલ નું લોકેશન મોકલું છું. તું તૈયાર થઈ ને રાત્રે એક્ઝેક્ટલી 9 વાગ્યે પહોચી જજે. બીજા બધા ત્યાં ...Read More

4

પાર્ટી અને પ્રેમ - 4

સામેનો નજારો જોઈ ને પ્રિયા તો શોક થઈ ગઈ. સંકેત હાથ માં વિંટીનું ખુલ્લું બોક્સ લઈ ને એક પગ બેઠો હતો. અને અચાનક જ જ્યાં ફક્ત પ્રિયા અને સંકેત હતા ત્યાં અત્યારે પ્રકાશ, ધર્મેશ, કરિશ્મા, નિશા, ડિમ્પલ અને તેનો પતિ બધા આવી ગયા હતા અને બંને ની સર્કલ માં ઉભા હતા. આ પળ ને સાચવી ને રાખવા માટે એક વીડિયોગ્રાફર પણ હતો. આટલું બધું જોઈ ને થોડી વાર તો પ્રિયા વિચારતી રહી કે આ બધું શું છે."હેલ્લો મેડમ, ક્યાં વિચારો માં ખોવાઈ ગયા? તમારું વિચારવાનું પૂરું થયું હોય તો હું કઈ કહું?" સંકેત બેઠા બેઠા જ બોલ્યો. પ્રિયા એ ...Read More