માય કન્ફેશન્સ

(5)
  • 6.4k
  • 0
  • 2.5k

મારી ઉંમર 54 વર્ષની છે. મારું નામ વસંત છે. સારો એવો ધંધો છે. જેમાંથી સારી એવી કમાઈ થઈ જાય છે. મારી પત્નીને ગુજર્યા 6 વર્ષ થયાં. મારે બે બાળકો છે ને બંને પોતપોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત છે. મારી સાથે થયેલી એક ઘટના આપ સૌ સામે રજૂ કરવા માંગુ છું જેથી જે મારી સાથે થયું તે કોઈ બીજા સાથે ન થાય. પત્નીના ગુજર્યાં પછી જીવન અધૂરું લાગતું હતું. જીવન કોઈનો સાથ માંગી રહ્યું હતું. દુકાનેથી પાછા આવી સૂતી વખતે સાથે વાત કરવા વાળું કોઈ ન હતું. આ મન હંમેશા મારી પત્નીને યાદ કરતું રહેતું હતું. એકલપણાથી કંટાળી મેં સ્માર્ટફોન ખરીદી લીધો ને તેને વાપરતા શીખી ગયો. મોબાઈલમાં ફેસબુક નખાવી લીધું, હવે મારો ટાઇમપાસ સારી રીતે થઈ જતો હતો. કોઈ વખત જૂના મિત્રો સાથે વાતચીત થઈ જતી હતી, તો નવા મિત્રો પણ મળતા હતા. ને મોબાઈલના સહારે જ દેશદુનિયામાં શું થઈ રહ્યું છે તે ખબર પડી જતી હતી. આમ જ મારા સારા દિવસો વિતતા હતા ને એક દિવસ...

1

માય કન્ફેશન્સ - 1

મારી ઉંમર 54 વર્ષની છે. મારું નામ વસંત છે. સારો એવો ધંધો છે. જેમાંથી સારી એવી કમાઈ થઈ જાય મારી પત્નીને ગુજર્યા 6 વર્ષ થયાં. મારે બે બાળકો છે ને બંને પોતપોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત છે. મારી સાથે થયેલી એક ઘટના આપ સૌ સામે રજૂ કરવા માંગુ છું જેથી જે મારી સાથે થયું તે કોઈ બીજા સાથે ન થાય.પત્નીના ગુજર્યાં પછી જીવન અધૂરું લાગતું હતું. જીવન કોઈનો સાથ માંગી રહ્યું હતું. દુકાનેથી પાછા આવી સૂતી વખતે સાથે વાત કરવા વાળું કોઈ ન હતું. આ મન હંમેશા મારી પત્નીને યાદ કરતું રહેતું હતું.એકલપણાથી કંટાળી મેં સ્માર્ટફોન ખરીદી લીધો ને તેને ...Read More

2

માય કન્ફેશન્સ - 2

મારું નામ ભૂમિ છે. મારી ઉંમર 38 વર્ષની છે. આજથી ચૌદ વર્ષ પહેલા મારા લગ્ન જીગ્નેશ સાથે થયા હતા. લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા હતા. મારા માતાપિતાએ મારી માટે છોકરો પસંદ કર્યો અને મારે તેની સાથે પરણી જવું પડ્યું. જીગ્નેશ બિલકુલ એવો નહતો જેવા પતિની મે આકાંક્ષાઓ રાખી હતી. મારો હસ્બેન્ડ તો એકદમ કુલ હોવો જોઈતો હતો. જીગ્નેશ સાવ સામાન્ય હતો. તેના કપડા પહેરવાની રીત તેની બોલવા ચાલવાની રીત સાવ સામાન્ય હતી. મારી અપેક્ષા પ્રમાણે જીગ્નેશ 1 ટકા પણ ઉણો ઉતરતો નહતો. તેની સાથે લગ્ન કરીને હું બંધાઈ ગઈ હતી. તેની સાથે રહીને હું બિલકુલ પણ ખુશ ન હતી. ...Read More