બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું

(133)
  • 91.8k
  • 13
  • 48k

આ સમગ્ર વાર્તા કલ્પનાશક્તિ પર આધારિત છે. વર્તમાન સમય સાથે તેને કઈ લેવાદેવા નથી. વળી કોઈનાં મનમાં પ્રશ્ન પણ થાય કે બ્રહ્મરાક્ષસ નામની તો સિરિયલ પણ આવતી. હા જાણું છું પણ મારી આ નોવેલ અને તે સિરિયલની કથાવસ્તુ વચ્ચે દિન રાતનો ફરક છે. ફક્ત ટાઇટલ તેનાં નામનું છે બાકી એક પણ અંશ તેમાંથી મે કોપી કરેલો નથી. સ્વતંત્ર પણે મારા વિચારો જ આલેખ્યા છે!

Full Novel

1

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 1

આ સમગ્ર વાર્તા કલ્પનાશક્તિ પર આધારિત છે. વર્તમાન સમય સાથે તેને કઈ લેવાદેવા નથી. વળી કોઈનાં મનમાં પ્રશ્ન પણ કે બ્રહ્મરાક્ષસ નામની તો સિરિયલ પણ આવતી. હા જાણું છું પણ મારી આ નોવેલ અને તે સિરિયલની કથાવસ્તુ વચ્ચે દિન રાતનો ફરક છે. ફક્ત ટાઇટલ તેનાં નામનું છે બાકી એક પણ અંશ તેમાંથી મે કોપી કરેલો નથી. સ્વતંત્ર પણે મારા વિચારો જ આલેખ્યા છે!બ્રહ્મરાક્ષસ : તાંડવ એક મોતનું : ૧આ ભયંકર કાળી રાત, કાળાડિમાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ, જંગલમાંથી આવી રહેલા પ્રાણીઓના એ આક્રંદ કરતા સ્વર જાણે જંગલમાં કાળો કહેર વર્તાઈ રહ્યો હોય. જંગલની વચ્ચેથી પસાર થતો આ પાક્કો રસ્તો એકદમ ...Read More

2

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 2

બ્રહ્મરાક્ષસ દેવ ઉપર હુમલો કરવા આવતો જ હતો ત્યાંજ....“ओम काली महाकालीकालीके परमेश्वरीअसुरो का नाश देवी,हे महाकाली नमो नमः ।”પવિત્ર શબ્દો બ્રહ્મરાક્ષસ ના કાને અથડાય છે. અવાજની દિશામાં દેવે માથું ફેરવ્યું ત્યાતો દેવની આંખો પહોળી થઈ ગઈ. એજ વૃદ્ધ દાદા જેમણે તેમને આ રસ્તે આવવા માટે રોક્યા હતા. ગામ લોકોને લઈને તે બ્રહ્મરાક્ષસ થી દેવને બચાવવા માટે આવી રહ્યા હતા.પણ આ વખતે શ્લોકના શબ્દો તેનું કંઈપણ ના બગાડી શક્યા કેમ કે પૂજાનું તાજુ લોહી પીવાથી તેમાં અપાર શક્તિઓ આવી ગઈ હતી. ગુસ્સામાં આવી જઈને તેણે દેવને પોતાના પગના પંજા વડે બરાબરની ઝાપટ મારી દેવ લથડિયાં ખાઈ ગયો. લથડિયાં ખાતો ખાતો ...Read More

3

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 3

“હેલ્લો..! વિરમસિંહ ?” સામેથી એક વ્યકિતએ પ્રશ્ન કર્યો. “હા..! હું વિરમસિંહ બોલું.” સામેના વ્યક્તિને જવાબ આપતા વિરમસિંહએ કહ્યું. સામેથી જવાબ મળ્યો એ સાંભળીને વિરમસિંહનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. તેમનાં હાથમાંથી ફોન પડી ગયો. “શું થયું? કોનો ફોન હતો? તમે કેમ આટલા ગભરાયેલા લાગો છો?”એકી સાથે કેટલાય પ્રશ્નો નંદિની પૂછી ઉઠી. “સમય આવી ગયો છે. એ બાવીશ વર્ષોથી કરેલા સંઘર્ષ નો. એ અમરાપુર ના રહેવાસીઓને રૂબરૂ કરાવવાનો.” વિરમસિંહ પોતાના જીભ પરથી કાબુ ગુમાવી બેઠા. “તમે આ બધું શું કહો છો? કોણ અમરાપુર વાસી?” નંદિની ના આટલા શબ્દો સાંભળતાજ વિરમસિંહ ભાનમાં આવ્યા. “ઉતાવળે મારાથી ના બોલવાનું બોલાઈ ગયું છે. ...Read More

4

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 4

ગાડી ચાલુ કરીને વિરમસિંહ ગામ તરફ આગળ વધ્યાં. ત્યાંજ કાલિંદી ની આંખો સમક્ષ એક ખુબજ ઘટાદાર વૃક્ષ દેખાણું. ગાડી વૃક્ષની નજીક આવીને અચાનક બંદ થઈ ગઈ. જાણે તે વૃક્ષેજ ગાડીને રોકી દઈ કાલિંદીને કઈક કહેવા માંગતુ હોય. અંધારું છવાઈ ગયું હતું તો પણ કાલિંદી એ વૃક્ષ ને જોઈ શકતી હતી.તેને કઈક યાદ આવ્યું. “આ વૃક્ષ તો મે ક્યાંક જોયેલું હોય એવું લાગે છે.” કાલિંદી એ પોતાના મગજ ઉપર ભાર દેતા કહ્યું. કાલિંદી એ પોતાની સાથે લાવેલી નાની પેટી યાદ આવી, પણ તે પાછળ ની ડીક્કી માં સામાન સાથે પેક હતી એટલે તેને શોધવી મુશ્કેલ હતી. કાલિંદીને અચાનક કઈક યાદ ...Read More

5

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 5

“દુર્લભસિંહ છોડી દે ભૈરવી ને નહિતર આનું પરિણામ ખુબજ ખરાબ આવશે. મે તને પહેલા પણ કીધું હતું કે મારી થી દુર રહેજે પણ તું ના માન્યો હવે પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જા. ત્યાંજ પાછળથી એક તીર આવ્યું ભૈરવી ની એકાએક ચીસ નીકળી પડી રક્ષિત.........” “પાપા.... કાલિંદી ઊંઘ માંથી અચાનક ઉઠી ગઈ. તેણીએ એટલી જોર થી બુમ પાડી કે બાજુમાં ઊંઘેલી શ્રેયા જાગી ગઇ અને બાજુના ઓરડામાં સૂતેલા તેના મમ્મી પપ્પા પણ જાગી ગયા. “આ તો આપણી લાડલીનો અવાજ હતો.” કાલિંદી નો અવાજ સંભળાતા જ ઊંઘ માંથી ઉઠેલી નંદિની એ કહ્યું. “હા, પણ આમ અચાનક કાલિંદી એ બુમ પાડી ...Read More

6

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 6

“શાયદ ઓરડામાં હશે હું બોલાવી આવું.” કાલિંદી એ કહ્યું. “ના તું અને શ્રેયા નાસ્તો કરો હું બોલાવી આવું.” વિરમસિંહ ઓરડા તરફ આગળ વધ્યાં. “આજે તો હું નંદિની ને સચ્ચાઈ કહી જ દઉં. આજે નહિ તો કાલે તેને ખબર તો પડવાની જ છે જેટલી વહેલા ખબર પડે તેટલું સારું.. મનમાં હિંમત રાખીને વિરમસિંહ ઓરડામાં પ્રવેશ્યા ત્યાં તો નંદિની ની હાલત જોઈને વિરમસિંહ ની આંખો પહોળી થઈ ગઈ. “નંદિની........” “આતો પપ્પા નો અવાજ હતો.” વિરમસિંહે એટલી જોરથી બૂમ પાડી કે બહાર નાસ્તો કરી રહેલી કાલિંદી અને શ્રેયા અચાનક નંદિની ના ઓરડા તરફ ભાગ્યાં. મમ્મી... મમ્મી શું થયું ? કાલિંદી બહારથી જ ...Read More

7

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 7

વિરમસિંહ પોતાના ઓરડામાં જડીબુટ્ટી લઈને જાય છે. પોતાના બંને હાથો વડે તે જડીબુટ્ટી ને પીસીને નંદિની ના નાક આગળ જડીબુટ્ટી ની એટલી બધી તીવ્ર તીખી સુગંધ આવતી હતી કે વિરમસિંહ નું નાક બળવા લાગ્યું. વિરમસિંહે પલંગ ની બાજુ માં રહેલા ટેબલ ઉપર જડીબુટ્ટી ને મૂકી ને બહાર પાણી લેવા ગયા. નંદિની ભાન માં આવશે તો હું શું જવાબ આપીશ ? કાલિંદી અને ભૈરવી નું રહસ્ય તેની સામે તો આવી ગયું પણ હવે આગળ શું થશે ? મનમાં કેટલાય વિચારોની માયાજાળ સાથે વિરમસિંહ ઓરડા માંથી બહાર આવ્યા. રસોડામાંથી પાણી લઈને બહાર આવ્યા ત્યાંજ એક અવાજ સંભલાણ્યો......“ કાલિંદી........” મૂર્છિત હાલત માંથી ...Read More

8

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 8

વિરમસિંહ ને ગામમાં વૈદ્ય ના ઘરે પહોંચતા ખબર પડી કે જડીબુટ્ટી તેમની પાસે હાજર ના હોવાથી કાલિંદી અને શ્રેયા જડીબુટ્ટી લેવા ગયા છે. હવે તો વિરમસિંહ ની ચિંતા ખુબજ વધી રહી હતી અને ઉપરથી એ અઘોરી દાદા ની કહેલી વાત... “ ના તેમને જવા દો. મા કાળી નો સંદેશો આવ્યો છે તેમને. કાલિંદી ખુદ તેના રહસ્ય તરફ જવા માંગે છે તેને ના રોકશો.” આ શબ્દો વિરમસિંહને યાદ આવ્યાં હવે તો તેને પાક્કી ખાત્રી થઈ ગઈ કે કઈક તો અનહોની થવાની છે.વિરમસિંહ વૈદ્ય ના ઘરની બહાર નીકળ્યા ત્યાંજ તેની નજર સમક્ષ નંદિની ઊભી હતી. “નંદિની તું અહીંયા ?” વિરમસિંહે નવાઈ ...Read More

9

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 9

"મારી દે ધક્કો એને એ મારી દુશ્મન છે...” સતત શ્રેયા ના કાને અથડાતાં આ શબ્દો કાલિંદી માટે એક નવો ખતરો લઈને આવી રહ્યા હતા. શ્રેયા હવે કાલિંદીની નજીક પહોંચી ગઈ ફરી તેને એજ શબ્દો સંભળાયા“ મારી દે ધક્કો એને એ મારી દુશ્મન છે..” શ્રેયા એ પોતાનો હાથ લંબાવ્યો કાલિંદી ને ધક્કો મારવા. જોરથી ધકકો મારવા જતી જ હતી ત્યાં.....“આઅઅઅઅઅ..... ”ભયંકર ચીસ પડી.........“શ્રેયા.... ”કાલિંદી ના છેલ્લા શબ્દો હજી જંગલ માં ગુંજી રહ્યા હતા.....શ્રેયા ની ચીસ સાંભળીને કાલિંદી એ પાછળની તરફ જોયું. તો શ્રેયા ની આસપાસ ભસ્મ ઉડી રહી હતી અને શ્રેયા પોતાના શરીર ને કોઈ સળગાવી રહ્યું હોય એવી રીતે ...Read More

10

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 10

"નાની સાચું જ કહેતા હતા. મે તેમની વાતનો ક્યારેય વિશ્વાસ ના કર્યો. અમરાપુર માં બનેલી એ ઘટના શાયદ સત્ય અને આજે મે જોયું એના પરથી તો તે ઘટના સત્ય જ લાગે છે. એ છોકરી નો પડછાયો...” શિવમ પોતાના મનમાં વિચારોનું વંટોળ ઉભુ કરે છે ત્યાંજ ભયંકર.......ત્યાંજ ભયંકર પવન ફૂકાવા લાગ્યો. અચાનક ધરતી કાંપવા લાગી. પવન એટલો જોરદાર ફૂંકાતો હતો જેનાથી આજુબાજુ ધૂળના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. કશું પણ દેખાવું શક્ય નહોતું. ચારેબાજુ બાજુ ફક્ત ધૂળ જ દેખાઈ રહી હતી. હજુ બધાં સમજે કે આ શું થઈ રહ્યું છે એ પેલા જ એક ખુબજ ભયંકર જંગલી જાનવર ની ત્રાડ ...Read More

11

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 11

એ રાતે બનેલી ઘટના હજુ સુધી વિરમસિંહ ભૂલ્યા નથી. અને સમય તેને ભુલવા પણ નથી દેતો. એ માસૂમ બાળક દુનિયામાં આવીને પોતાની આંખો ખોલો તે પેલા જ....... વિરમસિંહ ની આંખો માંથી આંસુઓ ટપકવા માંડ્યાં.જેમ જેમ આંખોમાં ના આંસુ નીચે પડે છે તેમ તેમ મંદિરનો પ્રવેશદ્વાર નજીક આવતો જાય છે. ***********આખરે બધાં પહોંચી ગયા એ મંદિરના પ્રવેશદ્વાર પાસે જ્યાં મંદિરમા નજર સામે વિશાળ મહાકાળીમા ની મૂર્તિ સ્થાપિત હતી. બધાજ મંદિરમાં પ્રવેશ્યા. એક એવું રહસ્ય છુપાયેલું છે આ મંદિરમાં જે ફક્ત ને ફક્ત વિરમસિંહ જ જાણે છે. નંદિની તો અર્ધું જ સત્ય જાણે છે. શિવમ અને કાલિંદી તો આ રહસ્ય થી ...Read More

12

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 12

વિરમસિંહ નંદિની ને કંઈ પણ સમજાવે એ પેલા નંદિની પાછે પગે પાછળની તરફ ખસવા લાગી. નંદિનીને એક જોરદાર ઝાટકો હતો. એ આઘાત સહન ના કરી શકી. અને ત્યાંથી મંદિરના પગથીયા ઝડપથી ઉતારવા ગઈ ત્યાંજ એ ગર્ભવતી નંદિની નો પગ લપસ્યો.“ આઅઅઅઅ... ”“ નંદિની..."એ એક સાથે બે ચીસ એ ભૈરવી અને રક્ષિતને ધ્રુજાવી દીધા.....“ નંદિની...” વિચારોમાં ખોવાઈ ગયેલા વિરમસિંહના મો માંથી એક ચીસ આખા મંદિરમાં ફરી વળી.બહાર ચાલી રહેલી ભયંકર હવાઓ પણ એકદમ શાંત થઈને થંભી ગઈ. એ ભયંકર વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. ધીમે ધીમે એ વાતાવરણ હલકું બનીને ઠંડુ પડી ગયું.“ પપ્પા... શું થયું અચાનક કેમ તમે મમ્મીનું નામ ...Read More

13

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 13

બધાજ ધીમે ધીમે મંદિરના પગથીયા ઉતરી ગયા. ત્યાંજ સામેથી અઘોરી તથા ગામના લોકો આવી રહ્યા હતા. કાલિંદી અને તેમના સહીસલામત જોઈને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો.વૃદ્ધ અઘોરીની નજર અચાનક એ તરફ ગઈ. એ કાલિંદીના પરિવાર સાથે રહેલો એ અજાણ્યો વ્યક્તિ તેનું વ્યક્તિત્વ અઘોરીને તેના તરફ ખીંચતું હતું.શિવમની ગોળ ગોળ આંખો અઘોરીને કોઈકની યાદ અપાવતી હતી. શિવમના ચહેરાનું તેજ પણ એ યાદ આવેલી વ્યક્તિના ચહેરા સાથે મેળ ખાતું હતું. અઘોરી તો એકીટસે શિવમ સામે જોઈ રહ્યો.આમ અઘોરી શિવમ સામે એકી નજરે જોતા જોઇને. ત્યાં ઉભેલા બધાં મુંઝવણમાં પડી ગયા.“ આ શિવમ છે તેમનાં કારણે જ આજે હું અને મારો પરિવાર ...Read More

14

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 14

દાદા તમે શું કહેવા માંગો છો, સ્પષ્ટ શબ્દોમાં કહો..!" અઘોરીની ગોળ ગોળ વાતો શિવમના મગજમાં બેસતી નથી.અઘોરી એ પોતાના રહેલી થેલી શિવમના હાથમાં આપી. શિવમે જેવી એ થેલી ખોલી તો તેના હોશ ઉડી ગયા..........શિવમે એ ધ્રૂજતાં હાથે થેલી ખોલી. થેલી ખોલીને અંદર નજર કરી તો શિવમના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ.એ ક્યારેય હિંમત ના હારવા વાળો શિવમ આજે અંદરથી હારી ગયો. શિવમ જ્યાં ઊભો હતો ત્યાંજ જમીન ઉપર બેસી પડ્યો.*******“ અરે શ્રેયા આ શું...? આમ અચાનક નીચે કેમ બેસી ગઈ." જંગલથી ગામ તરફ આવતા અધ્ધ વચ્ચે જ શ્રેયા જમીન ઉપર બેસી ગઈ. તેને જોઈને કાલિંદી એ શ્રેયાને કહ્યું.“ બસ હવે ...Read More

15

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 15

દાદા તમે મને જાણો છો...?? મારા પરિવારને જાણો છો..??" શિવમે પૂછ્યું.“ બેટા, તારા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ હું યોગ્ય આપીશ. પણ અત્યારે તું મારી સાથે ચાલ."“ પણ ક્યાં...." શિવમે કહ્યું.“ રહસ્યોને શોધવા." અઘોરી એ કહ્યું.“ રહસ્યોને શોધવા...?? શિવમે પ્રશ્ન કર્યો.“ હા, રહસ્યો...!અનેક રહસ્યો છુપાયેલા છે આ ગામમાં." અઘોરી એ ચાલતાં ચાલતાં કહ્યું.“ પણ એ રહસ્યોથી મારા ભાઈ - ભાભીને શું લેવા દેવા...!"“ બ્રહ્મરાક્ષક...." અઘોરી એ કહ્યું.“ બ્રહ્મરાક્ષસ...??? એ કોણ છે ?" શિવમે પ્રશ્ન કર્યો.“ બ્રહ્મરાક્ષસ આ એજ શૈતાન છે જેણે કેટલાય લોકોના જીવ લીધાં છે. કેટલાયના હસતાં રમતાં પરિવારને વિખેરી નાખ્યા છે. છેલ્લા વીસ વર્ષથી એ શૈતાને અમરાપુરની શાંતિને ...Read More

16

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 16

"શ્રેયા શું થયું કેમ આમ તેમ પડખાં ફેરવે છે ઊંઘ નથી આવતી?" શ્રેયાને પથારીમાં વારે વારે પડખાં ફેરવતી જોઈને એ કહ્યું.“ ઊંઘ તો તને પણ નથી આવતી ને ત્યારેજ હજુ સુધી જાગતી છે. શું હું જાણી શકું તેનું કારણ..?" શ્રેયા એ કાલિંદી ને વળતો જવાબ આપતા પ્રશ્ન કર્યો.શ્રેયાના એ પ્રશ્ને કાલિંદીના મનને ચકડોળે ચડાવી દીધું. કાલિંદી એ શિવમની આંખોમાં જે દુઃખ જોયું હતું એજ દુઃખના કારણે કાલિંદીને ઊંઘ નહોતી આવતી.“ કાલિંદી એક વાત કહું..? " પથારીમાં ઊંઘ ના આવતી હોવાથી શ્રેયાએ કાલિંદીને કહ્યું.“ હા બોલને. "“ મારા મનમાં એક પ્રશ્ન છે. હું તને જણાવવા માંગુ છું પણ..." શ્રેયા બોલતાં ...Read More

17

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 17

હવે તો કાલિંદી પણ જાણવા માંગતી હતી કે આખરે આ ગામનું છુપુ રહસ્ય છે શું...! અને તે રહસ્ય થી પરિવારને શું લેવાદેવા. કઈક તો એવું હશે જ ને ત્યારેજ તો વિરમસિંહ આટલી રાત્રે અહીં આવ્યા છે.“ તો સાંભળ......." આટલું કહીને અઘોરી દાદા ભૂતકાળના રહસ્યને સવિસ્તાર શિવમ તથા વિરમસિંહની સામે ખોલી રહ્યા હતા. કાલિંદી આ બધું એકી ધ્યાને સાંભળી રહી હતી.************બાવીશ વર્ષ પહેલાંની આ વાત છે..........અંબરસિંહને સંતાનમાં બે પુત્રો હતાં. મોટાં પુત્રનું નામ અમરસિંહ જેમના નામ પરથી જ આ ગામનું નામ પડ્યું છે અમરાપુર. અને અમરસિંહ થી નાના તેમનાં ભાઇનું નામ હતું રાવસિંહ. અંબરસિંહના અવસાન બાદ ગામ તથા હવેલીની જવાબદારી ...Read More

18

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 18

“ માનસિંહ ભાઇસા તમને ભૈરવીદેવી બોલાવે છે." રાજેશ્વરી શયનખંડમાં પ્રવેશતા જ બોલ્યાં.રાજેશ્વરીના શબ્દો સાંભળીને અમરસિંહે પોતાની વાત અધૂરી જ દીધી.રાજેશ્વરીના શબ્દો સાંભળતાં જ બકુલાદેવીને એ જ્યોતિષે કરેલી ભવિષ્યવાણી યાદ આવી ગઈ. અને તેઓ થોડા સમય પહેલા બનેલી ઘટનામાં સરી પડ્યાં...“ કુંડળીમાં ખૂબ જ મોટો દોષ છે. આ લગ્ન તમારા કુળનો વિનાશ આરંભી શકે છે." માનસિંહ અને ભૈરવીદેવીની કુંડળી મેળવતાં જ્યોતિષે કહ્યું.જ્યોતિષની વાત સાંભળીને બકુલાદેવી અને અમરસિંહ ત્યાંને ત્યાં જ થંભી ગયા. જે લગ્ન તેઓ તેમના પુત્રની ખુશી ખાતર કરે છે એજ લગ્ન તેમના કુળનો વિનાશ કરશે આ જાણીને બકુલાદેવીને વધુ ઊંડો આઘાત લાગ્યો.“ પણ જ્યોતિષજી કઈક તો ઉપાય હશે ...Read More

19

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 19

બકુલાદેવી માનસિંહના હસતાં ચહેરાને જોઈને બધાં દુઃખો ને ભૂલી ગયા. અને ખુશી ખુશી તેમના લગ્નની શુભેરછાઓ સાથે અનહદ પ્રેમ આર્શિવાદ આપ્યાં. આજે આખી હવેલી ખુશીમાં નાચી રહી હતી.બધાએ માનસિંહ અને ભૈરવીને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું. માનસિંહ આજે ખૂબ જ હર્ષ અનુભવી રહ્યા છે. જે ભૈરવી સાથે તેઓ જીવનસાથી બનીને તેમની સાથે રહેવા માંગતા હતા આજે તેમનું એ સ્વપ્ન પૂરું થયું. બધાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.“ અમારા માટે વધારી કે નહિ મીઠાઈ." હવેલીમાં પ્રવેશતાં જ વિરમસિંહ બોલ્યાં.માનસિંહે બહારના દરવાજા તરફ નજર કરી તો ત્યાં વિરમસિંહ અને તેમના પત્ની નંદિની આવી રહ્યા હતાં.“ આવો આવો... મિત્ર. બહુ વહેલા ...Read More

20

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 20

“ તમારી વાતો પૂરી થઈ ગઈ હોય તો અહીં આવશો...! બધાં સાથે મળીને ભોજન ગ્રહણ કરી લઈએ. " અમરસિંહે તથા વિરમસિંહ ને બોલાવતા કહ્યું.બધાજ ભેગા થઈને ભોજન કરવા બેઠાં હતાં ત્યાંજ દુર્લભરાજ શરાબના નશામાં ધૂત થઈને ત્યાં આવી પહોંચ્યો.“ હંમેશા મારી સાથે જ અન્યાય થાય છે. બધુજ ઝુંટવી લીધું મારી પાસેથી. બધો જ પ્રેમ માનસિંહને અને મારા ભાગે ફક્ત નફરત આવું કેમ. અને આજે તો ભૈરવીને પણ......" દુર્લભરાજ નશાની હાલતમાં હતા એટલે તેઓ શું કહે છે કોઈને કંઈ સમજણમાં ના આવ્યું અને પોતાનું વાક્ય પૂરું કરે એ પેલા જ જમીન પર ઢળી પડ્યા.“ આને અહીંથી લઇ જાવ." અમરસિંહ એકદમ ...Read More

21

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 21

“ માતૃશ્રી તમારો ચહેરો આજે ફરીથી મને ઉદાસ નજર આવી રહ્યો છે. એ દિવસે તો તમે વાતને ટાળી દીધી પરંતુ આજે તો હું જાણીને જ રહીશ. શું તમે તમારી સમસ્યા તમારા લાડલા માનસિંહ ને નઈ જણાવો...!" માનસિંહે ઉદાસ બેઠેલા તેમના માતૃશ્રી કહ્યું.“ બેટા, તો સાંભળ....... બકુલાદેવીએ બોલવાનું શરૂ કર્યું........“ તું તો જાણે જ છે, દુર્લભરાજ ના ખરાબ વર્તનના કારણે તારા પિતાશ્રી હંમેશા તેના ઉપર ગુસ્સો કરતા આવ્યા છે અને કાલે મહેમાનોની સામે જે રીતે તે શરાબની હાલતમાં આવ્યો તેના લીધે તો આજે વધુ ગુસ્સામાં તારા પિતાશ્રી છે. મને બસ એજ ચિંતા સતાવે છે કે તારા પિતાશ્રી ગુસ્સામાં દુર્લભરાજને ક્યાંય ...Read More

22

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 22

વાતાવરણ ધીમે ધીમે ગંભીર બની રહ્યું હતું એટલે ગુરૂમાં એ બધાને પોત પોતાના ઘરે જવાની આજીજી કરી...“ બસ આજે ઘણું કાલે આગળના શ્લોકોનું પારાયણ કરશું.”“ પણ ગુરૂમા હું તો... ”ભૈરવી આજે કોઈ કારણ સર મોડી પડી હતી એટલે ગુરૂમાનો આમ અહીંથી જવાનો આદેશ સાંભળીને બોલી. ભૈરવી ને અઘ્ધ વચ્ચે રોકતા જ ગુરૂમા એ કહ્યું...“ નંદિની તને આજના શ્લોકોની માહિતી આપી દેશે."અચાનક ભૈરવી નું ધ્યાન નંદિની ની બાજુમાં બેઠેલી રાજેશ્વરી તરફ ગયું.“ રાજેશ્વરી તમારી તબિયત ખરાબ છે એવું મને જાણવા મળ્યું હતું...!" ભૈરવી એ નવાઈ સાથે રાજેશ્વરી ને પૂછ્યું.( આજે સવારમાં જ્યારે ભૈરવી અને માનસિંહ મંદિરે આવી રહ્યાં હતાં, ત્યારે ...Read More

23

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 23

ભૈરવી શયનખંડની બહાર આવી તો એક જાણીતો ચહેરો તેની સામે ઉભો હતો. તેના ચહેરા ઉપર ખુશીની સાથો સાથ દુઃખ છલકાઈ રહ્યું હતું. જ્યારે એ વ્યકિતએ ભૈરવી ને શુરુઆત ની વાત જણાવી ત્યારે ભૈરવીના હોઠો હાસ્યથી મલકાઈ રહ્યા હતાં પરંતુ જ્યારે તેને સઘળી હકીકત જાણી તો તે ભાંગી પાડી.રાજેશ્વરીના ઘરની બાજુમાં રહેતા કાકા એ જ્યારે ભૈરવીને જણાવ્યું કે રાજેશ્વરી એ કાલે સાંજે પુત્રને જન્મ આપ્યો છે , એ સાંભળીને ભૈરવી ખૂબ જ ખુશ થઈ હતી જે તેના હાસ્યથી મલકાઈ રહેલા હોઠોથી સ્પષ્ટ પણે જાણી શકાતું હતું પરંતુ ભૈરવીના ચહેરા પરની ખુશી લાંબા સમય સુધી ટકી નહિ.“ રાજેશ્વરી કાલે રાતે જ ...Read More

24

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 24

બકુલા દેવીની નજર એકાએક બહાર પ્રવેશ દ્વાર પર પડી. કોઈ વ્યક્તિ લાંબો કાળો ધાબળો ઓઢીને હવેલી અંદર આવી રહ્યો બહારનું વાતાવરણ જોઈને કોઈ પણ હાલમાં ઘરની બહાર નીકળવાની હિંમત ના કરે તો આ બહાદુર વ્યક્તિ કોણ.......? બકુલાદેવીના મનમાં સહેજ પ્રશ્ન ઊભો થયો ત્યાં તો તે માણસ હવેલીમાં પ્રવેશી ચૂકયો હતો.એ વ્યક્તિ આવતાની સાથે જ બધાની સાથે ભોજન ગ્રહણ કરવા બેસી ગયો. બકુલાદેવીએ ફરી એ વ્યક્તિ તરફ નજર કરી પરંતુ તેનો ચહેરો એ લાંબા કાળા ધાબળામાં સમાયેલો હતો જેથી દેખાતો ન્હોતો.સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને અંધારું પણ ખૂબ જ ગાઢ બની રહ્યું હતું. બધા ગામલોકો જમી રહ્યા ...Read More

25

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 25

આ ધાબળા વાળો વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ રક્ષિત જ હતો ભૈરવીનો પ્રથમ પ્રેમ. રક્ષિત કઈ બોલે એ પેલા એક ભયંકર અટ્ટહાસ્ય હવેલીના પ્રવેશ દ્વાર તરફથી સંભળાયું. બધાનું ધ્યાન બકુલાદેવી તરફ હોવાથી કોઈએ પ્રવેશ દ્વાર તરફ ધ્યાન આપ્યું નહોતું પરંતુ અટ્ટહાસ્ય થતાંની સાથે જ બધાનું ધ્યાન તે તરફ ગયું.એક હાથમાં તલવાર અને બીજો હાથ હવામાં ખુશીથી આમતેમ ઝૂલી રહ્યો હતો. તલવારમાંથી તાજુ રક્ત ટપકી રહ્યું હતું જેનાથી લાગી આવતું હતું કે એજ તલવાર દ્વારા બકુલાદેવી પર હુમલો કરવામાં આવ્યો હશે. એક અટ્ટહાસ્યની સાથે બીજા ચાર ચહેરા હવેલીની અંદર પ્રવેશી ચૂક્યા હતા. હવેલીના પ્રજ્જવલિત મસાલોના સંપર્કમાં આવતાં જ તે ચહેરા ...Read More

26

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 26

“ આહ..." દર્દ ભરી ચીસ પડી.“ ભૈરવી..." રક્ષિતની આંખો પહોળી થઇ ગઈ.નંદિની તો આ ખૂંખાર દૃશ્ય જોઈએ ડરી જ ભૈરવીની નવજાત બાળકી નો રડવાનો અવાજ આવ્યો.“ મારી દીકરી...." ભૈરવીના છેલ્લા શબ્દો અહીંયા સુધી જ અટકી પડ્યા.“ નંદિની તમે શયનખંડમાં જાઓ અને મારી દીકરીને સંભાળો." રક્ષિતે ભૈરવીને ઈશારો આપતા કહ્યું.નંદિની શયનખંડ તરફ ભાગ્ય તેવા જ દુર્લભરાજના બે વ્યક્તિઓ તેને ઘેરી લીધી. રક્ષિત ત્યાં આવી પહોંચ્યો અને દુર્લભરાજના બંનેને વ્યક્તિઓને જમીનદોસ્ત કરી દીધા.ભૈરવીના મૃત્યુ બાદ રક્ષિતનો ક્રોધ જોઈને ક્ષણિક દુર્લભરાજ પણ ડઘાઈ ગયો. નંદિનીને શયનખંડમાં સહીસલામત મૂકીને પોતાની બાળકીનું મોં દૂરથી દેખીને શયનખંડનો દરવાજો બંદ કરી દિધો. નંદિની એ બાળકીને છાતી ...Read More

27

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 27

બાવીશ વર્ષ પછી... હાલમાં....આખરે અઘોરી દાદાએ શિવમને અમરાપુરનુ બાવીશ વર્ષ જૂનું રહસ્ય જણાવી દીધું.“ એ દુષ્ટ દુર્લભરાજ જ બ્રહ્મરાક્ષક પરંતુ તે કેમ રાક્ષક બન્યો અને તેનો અંત કેવી રીતે લાવીશું." શિવમને બધું જ જલ્દી જાણી લેવું હતું તે પોતાના મોટા ભાઈ દેવ અને તેની પત્નીના મોતનો બદલો લેવા માંગતો હતો.“ બધાં જ સવાલોનો એક જ જવાબ છે; કાલિંદી." અઘોરી દાદાએ ટુંકમાં જવાબને પતાવતા કહ્યું.કાલિંદી જે જગ્યાએ ઉભી હતી ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ. તેને પોતાના કાનો ઉપર વિશ્વાસ નહોતો આવતો આખરે આવડી મોટી વાત એને બાવીશ વર્ષ પછી જો ખબર પડી. નંદિની અને વિરમસિંહની સાથે વિતાવેલ તેનું બાળપણ તેની ...Read More

28

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 28

“ હવે એ બ્રહ્મરાક્ષકનો અંત નિકટ છે હું તેને નહિ છોડું." શિવમે આવેશમાં આવતાં કહ્યું.“ બસ હવે બહુ થયું, એક પણ માસૂમનું મોત તે રાક્ષકના હાથે નહિ થાય." કાલિંદી એ શિવમના સાદમાં સાદ પુરાવતા કહ્યું.કાલિંદીના આ વાક્ય સાથે જ નંદિની કાલિંદીની પાસે ગઈ અને તેનો હાથ પકડી ટોળામાંથી બહાર નીકળી નિવાસ્થાન તરફ જવા લાગી.“ મમ્મી તું મને ક્યાં લઇ જાય છે." કાલિંદી એ કહ્યું.“ બસ તું ચાલ મારી સાથે." નંદિની એ કહ્યું.“ પણ મમ્મી ક્યાં જવું છે એતો કે, બધાં તો અહીજ જ છે ને." કાલિંદી એ કહ્યું.“ બસ હવે આપણે આ ગામમાં એક ક્ષણ પણ નહિ રોકાઈએ. હું ...Read More

29

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 29

ધડામ કરતો જોરથી દરવાજો બંદ થવાનો અવાજ આવ્યો. નંદિનીએ પોતાની જાતને ઓરડામાં બંદ કરી દીધી.“ નંદિની દરવાજો ખોલ. આમ ક્યાં સુધી ભાગીશ. કાલિંદી ને જે જાણવું હતું એ બધું જાણી લીધું છે. હાલમાં કાલિંદી ને સૌથી વધુ જરૂર તારી છે. આખરે એના જીવનનું મોટામાં મોટું સત્યની જાણ તેને થઈ છે." વિરમસિંહનું ઘણું કહેવા છતાં નંદિની નાહી તો કઈ બોલી કે નાહી દરવાજો ખૂલ્યો.તો આ બાજુ શિવમ કાલિંદીને પોતાના ઓરડામાં લઈને આવ્યો...“ મે કહ્યુ ને મારે કોઈની સાથે વાત નથી કરવી તો પછી મને અહીં લાવવાનો શું અર્થ..?" કાલિંદી એ ગુસ્સા સાથે શિવમ ને કહ્યું.“ પણ મારે તને ઘણું બધું ...Read More

30

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 30

વાતો વાતોમાં શિવમ અને કાલિંદી એ જગ્યાએ આવી પહોંચ્યા હતા જ્યાં અઘોરી દાદાએ તેમને કહ્યું હતું.“ શિવમ જો સામે... એજ વૃક્ષ છે ને જે દાદા એ કહ્યું હતું." કાલિંદી એ કહ્યું.“ ચાલ નજીક જઈને જોઈએ..."શિવમ અને કાલિંદી વૃક્ષની એકદમ નજીક ગયા.વૃક્ષને એકદમ નજીકથી જોતાં કાલિંદીની આંખો પહોળી થઇ ગઈ. તે વૃક્ષ એજ હતું જે તેને સપનામાં દેખાતું હતું.“ આ વૃક્ષ તો ગામના પાદરે પણ હતું...! હું અને મારો પરિવાર જે દિવસે ઉદયપુરથી અહીં અમરાપુર આવ્યા ત્યારે ગામના પાદરે પ્રવેશતાં જ મે જોયું હતું. તો અહીંયા કેવી રીતે...?" કાલિંદી વિચારમાં પડી ગઈ.“ શું...? તું ચોક્કસ છે એ બાબતે કે આ ...Read More

31

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 31

“ આતો હજુ શરૂઆત છે, આપણે એમજ હિંમત નહિ હારીએ. હે મા કાળી અમારી રક્ષા કરજે." શિવમે કહ્યું.ફરી એક ત્રાડ પાડી અને એ બ્રહ્મરાક્ષક શિવમ તથા કાલિંદી તરફ ઢળ્યો. પ્રથમ નજરમાં જોનારાના તો હોશ જ ઉડી જાય. એ રાક્ષક સામાન્ય જંગલી જાનવર કરતા કદમાં ખૂબ જ વિશાળ હતું તેના આખા શરીર ઉપર કાળી રુવાંટી હતી. શરીર અગ્નિના કારણે દાઝી ગયું હોય એવું લાગી રહ્યું હતું. શરીરમાં ઠેર ઠેર કાણાઓ હતા જ્યાંથી વરાળ જેવું કઈક બાષ્પીભવન સ્વરૂપે નીકળી રહ્યું હતું. જાણે તેના શરીરમાં કોઈએ આગ લગાવી હોય એ રીતે તેનું શરીર આગથી તપી રહ્યું હતું. રાક્ષકના મોંમાંથી લોહીની લાળો પડી ...Read More

32

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 32

“ તું ઠીક તો છે ને.." શિવમે પોતાના લોહીવાળા હાથને આગળ કરતા કાલિંદીને ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. શિવમ ના દ્વારા કાલિંદી ઉભી થઇ. શિવમ તથા કાલિંદીના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. બંનેનું રક્ત એકસાથે જમીન પર પડ્યું.જમીનને ચીરતી તેજ પ્રકાશની એક રોશની બહારની તરફ નીકળી. શિવમ અને કાલિંદી આંખો ફાડીને તે રોશની જોવા લાગ્યા પરંતુ રોશની એટલી બધી તેજ હતી કે તેમની આંખોને આંજી દીધી. થોડીવાર તો શિવમ અને કાલિંદીને શું થઈ રહ્યું છે એની ખબર ન પડી. પરંતુ ધીમે ધીમે તે રોજનીનું તેજ થોડું આછું થયું ત્યારે શિવમ અને કાલિંદી જે જગ્યાએથી જમીન માંથી રોશની નીકળતી હતી ત્યાં ...Read More

33

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 33

કાલિંદી ને હજુ સુધી ખબર નહોતી કે તેના હાથની મુઠ્ઠી બંદ છે અને એમાં છૂપાયેલું રહસ્ય છે. જે જાણવા બધાં કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા.કાલિંદી પોતાની જમણા હાથની મુઠ્ઠી ખોલવા જઈ રહી હતી બધાની નજર ત્યાં જ ચોંટી ગઈ. બધાની નજર ફક્ત ને ફક્ત કાલિંદીના હાથ તરફ હતી એટલામાં કાલિંદી એ પોતાની મુઠ્ઠી ખોલી. કાલિંદી દ્વારા ખુલાયેલી મુઠ્ઠીમાં એક નાનકડી ચાવી હતી. જે સોનેરી રંગથી રંગાયેલી હતી. તેમાંથી હવે રોશની આવતાં બંદ થઈ ગઈ હતી.“ ચાવી તો વળી કોઈ શસ્ત્ર છે જે રક્ષકનો અંત લાવી શકે."“ આ શું..! આપણે તો વિચાર્યું હતું કે કઈક એવું હશે જે ખરેખર ...Read More

34

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 34

બધું શું ઠીક કરવાનું છે? તું ક્યાં છે હાલ એટલું તો જણાવી દે?" શિવમની મમ્મીએ પૂછ્યું.શિવમ આગળ શું કહેવું શું ન કહેવું એ વિચારી રહ્યો હતો ત્યાં જ પાછળથી કોઈએ એકાએક તેના ખભા પર હાથ મૂક્યો. શિવમ અચાનક ચમકી ગયો અને તેનો ફોન હાથમાંથી પડી ગયો.“ ઓહ..! શિવમ તું તો ડરી ગયો." શિવમના હાથમાંથી એકાએક ફોન પડી જતાં કાલિંદી એ કહ્યું.“ કાલિંદી તું..!? તને આરામ કરવાનું કહ્યું હતું ને તું અહીંયા શું કરે છે." કાલિંદી ને પોતાની સમક્ષ જોતા જ શિવમે પૂછ્યું.“ એ તારા ફોનમાં એટલા કોલ કોના આવતાં હતાં એજ પૂછવા આવી હતી, અહીં તું ઉદાસ દેખાઈ રહ્યો ...Read More

35

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 35

શિવમ, કાલિંદી અને અઘોરી દાદાએ જંગલનો રસ્તો પકડ્યો. જતાં જતાં નંદિની અને વિરમસિંહની રજા લીધી. બસ હવે આજની રાત શૈતાનની આખરી રાત હતી.ગામની બહાર પગ મૂકવા ગયા ત્યાં વાતાવરણ એકાએક ભયંકર બની ગયું. જંગલની તરફથી તેજ હવાઓં ગામની તરફ વહેવા લાગી. કાનના પડદા ચિરી નાખે તેવો સૂસવાટા ભેર હવાનો અવાજ આવી રહ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. તેજ હવા અને એમાંય ધૂળના કારણે કંઈ દેખાઈ રહ્યું નહોતું.“ અઘોરી દાદા આ શું થઈ રહ્યું છે." શિવમે પોતાની આંખો આડે આવતી ધૂળને પોતાના હાથો વડે હટાવતાં કહ્યું.“ એ તો હું પણ નથી જાણતો. મારા ખ્યાલથી કાળી શૈતાની શક્તિ ગામ તરફ આવી ...Read More

36

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - અંતિમ ભાગ

“ પણ અઘોરી દાદા મારા મનમાં હજુ એક પ્રશ્ન છે..!" શિવમે કહ્યું.“ શિવમ હું જાણું છું તારે શું પૂછવું અઘોરી દાદાએ કહ્યું.“ દાદા તો મને જણાવો કે આખરે બ્રહ્માસ્ત્ર..." શિવમ હજુ બોલતો જ હતો ત્યાં....સ્વચ્છ વાતાવરણમાં પલટો આવી ગયો. કાળા ડિમાંગ વાદળોથી આકાશ આખું ઘનઘોર થઈ ગયું હતું. રાત વધુ ડરામણી થઈ ગઈ અને જંગલમાંથી પક્ષીઓનો અવાજ આવવા લાગ્યાં. ગામની હદની અંદર ઊભેલા લોકોની નજર જંગલની તરફથી આવી રહેલાં અવાજ તરફ મંડાણી. ધીમે ધીમે એ અવાજ વધુ ઘેરો અને ભયાનક બની રહ્યો હતો. અચાનક આંખોની સામે અસંખ્ય ચામાચીડિ ...Read More