દિન વિશેષતા

(42)
  • 52.7k
  • 1
  • 21k

ગણિત વિષયનું નામ પડે અને ભલભલા લોકોનું મગજ કામ કરતું બંધ થઈ જાય, બરાબર ને? ઘણાં બધાં લોકો તો એમ જ વિચારે કે આ કોનું નામ લઈ લીધું? પણ તમને ખબર છે કે આપણાં જીવનમાં ડગલે ને પગલે આપણે ગણિતનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પૈસા ગણવા, ઉંમર નક્કી કરવી, સમય જોવો, તારીખ જોવી.... બધે જ ગણિત છે. વાસ્તવિક જીવનમાં ગણિત ક્યાં વપરાય છે એ જાણવું હોય તો ગણિતના પાઠ્યપુસ્તકમાં આવતાં વ્યવહારિક દાખલાઓ વાંચવા. એ દાખલાઓ બીજું કંઈ નથી પણ જે તે ગાણિતિક મુદ્દો જીવનમાં કેવી રીતે વપરાય છે એ દર્શાવે છે.

1

ગુજરાત સ્થાપના

લેખ:- ગુજરાત સ્થાપનાલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસૌ પ્રથમ તો સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ. ગુજરાતી હોવાનો ગર્વ લેવાની સાથે ગુજરાત નિર્માણ વિશે પણ જાણવું એટલું જ જરુરી છે. ચાલો તમને સૌને ભૂતકાળમાં લઈ જાઉં અને કેવી રીતે ગુજરાત બન્યું એ જાણીએ. બ્રિટિશ શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ ભાગ મોટા ભાગે બૉમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. 1937માં તેને બ્રિટિશ ભારતમાં ઉમેરવામાં આવ્યું. ભારતની આઝાદી પછી ભાષાવાર રાજ્યોની માંગ કરવામાં આવી ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 17 જૂન 1947નાં રોજ એક સમિતિ રચી. આ સમિતિમાં અલહાબદ હાઈકોર્ટનાં નિવૃત્ત જજ એસ. કે. દાર, એક વકીલ જે. એન. લાલ અને નિવૃત્ત ભારતીય સનદી અધિકારી પન્નાલાલ ...Read More

2

ઓઝોન દિવસ

લેખ:- ઓઝોન વિશેની માહિતી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ધરતી પર જીવન માટે જરૂરી છે ઓઝોનનું આવરણ અને જો ગાબડા પડે તો ચામડીનું કેન્સર અને આંખોના મોતિયા જેવી સમસ્યાઓ આવે છે. સૂર્યનાં પારજાંબલી કિરણોથી આપણી રક્ષા ઓઝોન વાયુ કરે છે. ઓઝોન આપણા વાતાવરણમાં રહેલો વાયુ છે. જે ઑક્સિજન વાયુનો એક પ્રકાર છે. ઑક્સિજનનાં બે પરમાણુઓ ભેગા થાય તો ઑક્સિજન વાયુ બને જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, જે આપણી શ્વસનક્રિયા માટે જરૂરી બને છે. જયારે ઑક્સિજનનાં ત્રણ પરમાણુ ભેગા થાય તેને ઓઝોન કહેવાય. ઓઝોન ગ્રીક શબ્દ છે. તેનો અર્થ થાય ‘સુંઘવુ.’ તેની શોધ ઈ. સ. 1839માં ક્રિશ્ચિયન ફેડરિક શ્યોનબાઈને કરેલી. ...Read More

3

આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ

લેખ:- આંતરરાષ્ટ્રીય શિક્ષકદિન લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગયા મહિને જ આપણે ગુરૂઓની વંદના કરતો તહેવાર એટલે કે શિક્ષકદિન ઉજવી માત્ર ભારતમાં જ નહીં આખા વિશ્વનાં લોકો પોતાનાં શિક્ષકોને માન આપવા માટે કોઈ એક દિવસ નક્કી કરી શિક્ષકદિન તરીકે ઉજવે છે. ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં માનમાં શિક્ષક દિવસ મનાવાય છે. એ જ રીતે દુનિયાના જુદા-જુદા દેશોમાં જુદા-જુદા દિવસે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ આજ રોજ એટલે કે 5 ઓક્ટોબરનાં રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા ઈ. સ. 1994માં આ દિવસ મનાવવાની શરૂઆત કરાઈ હતી. દર વર્ષે જુદી જુદી થીમ ઉપર આ દિવસની આંતરરાષ્ટ્રીય ...Read More

4

વિશ્વ બિંદી (ચાંદલા) દિવસ

લેખ:- વિશ્વ બિંદી(ચાંદલા) દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આખા વિશ્વમાં 7 ઓક્ટોબર એટલે વિશ્વ ચાંદલા કે બિંદી યુગોથી બિંદી હિન્દુ ધર્મનું અભિન્ન અંગ છે. બિંદીના સાચા વૈદિક મૂલ્ય અને મહત્વને સમજવાનો સમય આવી ગયો છે. વિશ્વ બિંદી દિવસ એવો દિવસ છે જ્યાં વિશ્વભરના તમામ હિંદુઓ બિંદી/તિલક પહેરવાની આ પ્રાચીન પરંપરાને ઓળખે છે, અને આજની પેઢીને એનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિશ્વભરની હિંદુ મહિલાઓ હંમેશા તેમની 6-મીટર લાંબી સાડીઓ અને તેને પહેરવાની વિવિધ પદ્ધતિઓ દ્વારા ઓળખાય છે, જે તેઓ આખા વર્ષ દરમિયાન પહેરે છે. જો કે રંગ, પેટર્ન અને ફેબ્રિક પણ પ્રસંગ, હવામાન અને સંજોગો પ્રમાણે અલગ-અલગ હોય ...Read More

5

વિશ્વ વાઘ દિવસ

લેખ:- વિશ્વ વાઘ દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની વાઘ એક રોયલ અને મોભાદાર પ્રાણી છે. વાઘ ઈકોસિસ્ટમની હેલ્થ ડાયવર્સિટીને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાઘ ઉચ્ચકોટીનો શિકારી જે પોષણશૃંખલા પર સૌથી ઉપર આવે છે. વાઘ જંગલના તૃણાહારી પ્રાણીઓની વસ્તી જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપે છે, જેથી વનસ્પતિ પર આધારિત પ્રાણીઓ અને વનસ્પતિનું સંતુલન જળવાઈ રહે છે. વનોના નિકંદનને કારણે આવાસમાં ઘટાડો, શિકાર, વાઘના શરીરના અંગોનો ગેરકાયદેસર વેપાર વાઘની વસ્તીના ઘટાડા પાછળના મુખ્ય પરિબળો છે. દુર્ભાગ્યની વાત છે કે, હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક છે. તેથી વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 જુલાઈના રોજ ...Read More

6

વિશ્વ રેડિયો દિવસ

લેખ:- વિશ્વ રેડિયો દિવસની માહિતી. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવાય છે. યુનેસ્કોએ 13 વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો હતો. રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના 67માં સત્ર દરમિયાન 13મી ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. આ દિવસે વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે આંતરરાષ્ટ્રીય પ્રસારણ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી કાર્યોમાં રેડિયોની ભૂમિકા અદભૂત રહી છે. જેને લોકો સમક્ષ લઈ જવા સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી ...Read More

7

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

લેખ:- આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઈ. સ.૧૯૯૯નાં નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે. એમએચઆરડી ૨૧ ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરશે. યુનેસ્કોએ વિવિધ દેશોમાં ૭૦૦૦થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે, જેનો ઉપયોગ વાંચવા, લખવા અને બોલવા માટે થતો હોવાનું ...Read More

8

એપ્રિલ ફૂલ્સ ડે

લેખ:- એપ્રિલ ફૂલ દિવસનો ઈતિહાસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની એપ્રિલ 1 ના રોજ એપ્રિલ ફૂલ્સ ડે એ એક એવો છે જ્યાં આપણામાંના ઘણા પોતાની સૌથી સર્જનાત્મક બાજુઓને બહાર કાઢે છે, આ બધું આનંદી - ક્યારેક ટોચ પર - આપણી આસપાસના લોકોને બગાડવાનો પ્રયાસ કરે છે. આપણે આ કેમ કરીએ છીએ અને તે ક્યાંથી શરૂ થયું? સારું, આશ્ચર્યજનક રીતે ઇતિહાસકારો દ્વારા કોઈ નક્કર નિષ્કર્ષ નથી. અમે નીચેની શક્યતાઓનું અન્વેષણ કરીશું, પરંતુ તેમ છતાં, દરેક વસંતઋતુમાં આપણે બધાએ સૌથી કપટી અને શેતાની, છતાં સલામત અને રમતિયાળ ટીખળોની યોજના બનાવવા માટે અમારી ટીખળની કેપ્સ પહેરીએ છીએ, જેના વિશે આપણે વિચારી શકીએ છીએ, ...Read More

9

હિંદી દિવસ વિશેની માહિતિ

લેખ:- હિંદી દિવસ વિશેની માહિતિલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ત્રીજા સ્થાને હિંદી ભાષા છે. પ્રથમ પર અંગ્રેજી ભાષા અને બીજા સ્થાન પર ચાઈનીઝ ભાષા આવે છે. ભારતની રાષ્ટ્રભાષા તરીકે પહેલી પસંદગી સંસ્કૃત ભાષાની થયેલી હતી. પરંતુ એનો વ્યાપ ખૂબ જ ઓછો હતો. ઘણાં ઓછાં લોકો આ ભાષા બોલતાં હતાં અને સમજતાં હતાં, લગભગ એક ટકા જેટલાં. કરવામાં આવેલ સર્વે અનુસાર ભારતમાં હિંદી ભાષા સમજનાર લોકો વધુ હતાં. ભારતના હિંદી લેખકો અને કવિઓ હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલીશરણ ગુપ્ત, શેઠ ગોવિંદ દાસ અને બિયોહર રાજેન્દ્ર સિમ્હાના પ્રયાસોને કારણે ભારતની બંધારણ સભા દ્વારા ભારતીય પ્રજાસત્તાકની બે ...Read More

10

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ

લેખ:- આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની જરા કલ્પના કરો! તમે ઘણું બધું બોલી રહ્યાં છો, સામેવાળી વ્યક્તિ સમજી જ નથી શકતી કે તમે શું બોલી રહ્યાં છો. તમે વારંવાર કશુંક સમજાવી રહ્યાં છો પણ કોઈ સમજતું જ નથી. પછી તમને ખબર પડે છે કે તમારો અવાજ જ નથી નીકળતો. તમે મુંગા છો. તમે કશું બોલી શકવા સક્ષમ નથી. શી હાલત થશે તમારી? હવે કેવી રીતે સમજાવી શકશો કે તમારે શું કહેવું છે? આવા લોકો માટે જ સાંકેતિક ભાષાની શોધ થઈ છે. સૌપ્રથમ વિશ્વ સાંકેતિક દિવસ 23 સપ્ટેમ્બર 2018નાં રોજ ઉજવાયો હતો. આ તારીખ એટલાં માટે ...Read More

11

દિન વિશેષતા - 1 - વિશ્વ ફિબોનાકી દિવસ

ધારાવાહિક:- દિન વિશેષતાભાગ 1:- વિશ્વ ફિબોનાકી દિવસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગણિત વિષયનું નામ પડે અને ભલભલા લોકોનું મગજ કામ બંધ થઈ જાય, બરાબર ને? ઘણાં બધાં લોકો તો એમ જ વિચારે કે આ કોનું નામ લઈ લીધું? પણ તમને ખબર છે કે આપણાં જીવનમાં ડગલે ને પગલે આપણે ગણિતનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પૈસા ગણવા, ઉંમર નક્કી કરવી, સમય જોવો, તારીખ જોવી.... બધે જ ગણિત છે. વાસ્તવિક જીવનમાં ગણિત ક્યાં વપરાય છે એ જાણવું હોય તો ગણિતના પાઠ્યપુસ્તકમાં આવતાં વ્યવહારિક દાખલાઓ વાંચવા. એ દાખલાઓ બીજું કંઈ નથી પણ જે તે ગાણિતિક મુદ્દો જીવનમાં કેવી રીતે વપરાય છે એ દર્શાવે ...Read More

12

વિશ્વ ટેલિવિઝન દિવસ

ધારાવાહિક:- દિન વિશેષતા દિન:- વિશ્વ ટેલિવિઝન દિવસ માહિતિ આપનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ઘરઘરમાં જોવા મળતું ટેલિવિઝન કોણે ન હોય? સામાન્ય દેખાતાં ઝુંપડામાં પણ ટેલિવિઝન હવે સામાન્ય થઈ ગયું છે. વિશ્વ ટેલિવિઝન દિવસ ટેલિવિઝનની શોધ અને તે આપણા રોજિંદા જીવનમાં ભજવે છે તે ભૂમિકાને ઓળખવા માટે ઉજવવામાં આવે છે. અમને મનોરંજનનો સ્ત્રોત આપવાથી માંડીને સેકન્ડોમાં બ્રેકિંગ ન્યૂઝ પહોંચાડવા સુધી, ટેલિવિઝન હવે અમારા જીવનનો અવિભાજ્ય ભાગ છે. OTT પ્લેટફોર્મનો ઉપયોગ વધવા છતાં, ટેલિવિઝન આપણા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ઘણા લોકોમાં ટીવી સાથે થોડા મનોરંજન સાથે તેમના દિવસનો અંત લાવવાની લાંબી પરંપરા રહી છે ચાલો જાણીએ આ ટેલિવિઝન એટલે કે ...Read More

13

વિશ્વ સંસ્કૃત દિવસ

ધારાવાહિક:- દિન વિશેષતાલેખ:- વિશ્વ સંસ્કૃત દિવસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસૌ પ્રથમ તો સૌ કોઈને રક્ષાબંધન નિમિત્તે શુભેચ્છાઓ. તમને થશે કેમ આ આટલી વહેલી શુભેચ્છા પાઠવે છે? રક્ષાબંધન વખતે સમય મળે ન મળે, એટલે અત્યારે જ લેખ મૂકી દઉં છું. સમય મળે તેમ તેમ વાંચજો. એમ સમજજો કે રક્ષાબંધનનાં દિવસે જ લખ્યો છે.રક્ષાબંધનની ઉજવણી શ્રાવણી પૂનમે થાય છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ આજનાં જ દિવસે 'વિશ્વ સંસ્કૃત દિવસ'ની પણ ઉજવણી થાય છે તે બહુ ઓછા લોકો જાણે છે.આજે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષા હોવાને કારણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ...Read More

14

વિશ્વ આદિવાસી દિવસ

ધારાવાહિક:- દિન વિશેષતાદિવસ:- વિશ્વ આદિવાસી દિવસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.આપણાં દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં થાય છે. પહેલાં આ જાતિમાં ભણતર લગભગ નહિવત હતું. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે. તેમ છતાં પણ અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.તેમ છતાં પણ તેમનામાં સાક્ષરતા દર ખાસ્સો વધ્યો છે. ૨૦૧૧ ની વસતિ ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતા દર ૬૨.૫% ...Read More