દિલની ચાવી, પ્યાર લાવી

(3)
  • 5.6k
  • 0
  • 2.5k

"મારી સામું તો જો.." રીનાએ પરાગના ચહેરાને પ્યારથી પકડીને પોતાની તરફ કરી દીધો. "જો, એવું જરૂરી તો નહી ને કે હું હોઉં તો જ તારી લાઇફમાં મજા હોય?! આપને આખી જિંદગી સાથે તો ના જ રહી શકીએ ને!" એના શબ્દોમાં લાચારી ભારોભાર છલકાઈ રહી હતી. "જો, તું આ શહેર છોડીને એક દિવસ પણ ગઈ છે.." ઉનાળામાં આકાશ વધારે જ ખૂબસૂરત થઈ જાય છે અને હવાઓ નશીલી, પણ આ બંને તો અલગ જ નશામાં હતા! કેફેની કોફી જાણે કે એક નશો એમને આપી રહી હતી. "હું તારી સાથે કોઈ પણ સંબંધ જ નહી રાખું.." પરાગે ગુસ્સામાં કહ્યું. "અચ્છા, અને એક દિવસ જ્યારે હું હંમેશા.." એનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ પરાગે એણે એક ઝાપટ ફટકારી. "જા, તું મારી સાથે વાત જ ના કર.. હવે તારે દૂર જવું છે એટલે.. કોઈ વાંધો નહિ.. ખુશ રહેજે.." પરાગ રીતસર રડી જ ગયો હતો એણે એ જગ્યા છોડવી એટલું જ જરૂરી થઈ ગયું હતું જેટલું કોઈ પાણીએ વહેવાનું.

Full Novel

1

દિલની ચાવી, પ્યાર લાવી - 1

"મારી સામું તો જો.." રીનાએ પરાગના ચહેરાને પ્યારથી પકડીને પોતાની તરફ કરી દીધો."જો, એવું જરૂરી તો નહી ને કે હોઉં તો જ તારી લાઇફમાં મજા હોય?! આપને આખી જિંદગી સાથે તો ના જ રહી શકીએ ને!" એના શબ્દોમાં લાચારી ભારોભાર છલકાઈ રહી હતી."જો, તું આ શહેર છોડીને એક દિવસ પણ ગઈ છે.." ઉનાળામાં આકાશ વધારે જ ખૂબસૂરત થઈ જાય છે અને હવાઓ નશીલી, પણ આ બંને તો અલગ જ નશામાં હતા! કેફેની કોફી જાણે કે એક નશો એમને આપી રહી હતી."હું તારી સાથે કોઈ પણ સંબંધ જ નહી રાખું.." પરાગે ગુસ્સામાં કહ્યું."અચ્છા, અને એક દિવસ જ્યારે હું હંમેશા.." એનું ...Read More

2

દિલની ચાવી, પ્યાર લાવી - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

કહાની અબ તક: રીના પરાગને મજાક કરે છે કે બંને એ અલગ થવું પડશે તો પરાગ નારાજ થાય છે. દિવસે જ્યારે બંને હોટેલમાં હોય છે ત્યારે રીના સીધે સીધું જ પરાગને લગ્ન માટે પૂછે છે! પરાગ એકદમ જ હેબતાઈ જ જાય છે, પણ હા, એ લગ્ન માટે મંજૂરી આપે છે. વધુમાં રીના એને એમ પણ કહે છે કે એના ભૂતકાળ વિશે પરાગને તો બધું ખબર જ છે, તો શું તેમ છત્તાં લગ્ન શક્ય છે?!હવે આગળ: હોટેલમાં તો આંસુઓ રીનાએ રોકી લીધા હતાં પણ ગાર્ડનમાં તો એને ખુદને પરાગ પર ઢાળી દીધી હતી. આંસુઓ એ પણ રસ્તો શોધી લીધો હતો.રીનાને ...Read More