પ્રણય ચતુષ્કોણ

(650)
  • 57.6k
  • 80
  • 25.4k

જૂન મહિનાનો એન્ડ, સવારના 8 વાગ્યે વાદળ છાયું વાતાવરણ, મુંબઈની કડવીબાઈ કોલેજમાં વિદ્યાર્થીઓની અવર-જવર આજે વધારે હતી કેમકે સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ બધી સ્ટ્રીમનું રિઝલ્ટ આવી જતા આજથી ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ થતી હતી. બધા નવા વિદ્યાર્થીઓને ફર્સ્ટ ટાઈમ કોલેજ જવા માટે એક અલગ જ ઉત્સુકતા હોય છે જે 6 મહિના જેટલા ટાઈમમાં ઓસરી જતી હોય છે અને પછી બંક ચાલુ થાય છે. પરંતુ આ તો કડવી બાઈ કોલેજ, અહીં બધા સ્ટુડન્ટ્સને 80 હાજરી અનિવાર્ય છે, નહીં તો એ સ્ટુડન્ટ એક્ઝામ માંથી ડિટેઇન થઈ જાય છે.કોલેજના કેેમ્પસમાં અલગ અલગ જગ્યાએ છોકરા-છોકરીઓના ટોળા ઉભા છે અને ગેેટ માંથી

Full Novel

1

પ્રણય ચતુષ્કોણ.

જૂન મહિનાનો એન્ડ, સવારના 8 વાગ્યે વાદળ છાયું વાતાવરણ, મુંબઈની કડવીબાઈ કોલેજમાં વિદ્યાર્થીઓની અવર-જવર આજે વધારે હતી કેમકે સાયન્સ, અને આર્ટસ એમ બધી સ્ટ્રીમનું રિઝલ્ટ આવી જતા આજથી ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ થતી હતી. બધા નવા વિદ્યાર્થીઓને ફર્સ્ટ ટાઈમ કોલેજ જવા માટે એક અલગ જ ઉત્સુકતા હોય છે જે 6 મહિના જેટલા ટાઈમમાં ઓસરી જતી હોય છે અને પછી બંક ચાલુ થાય છે. પરંતુ આ તો કડવી બાઈ કોલેજ, અહીં બધા સ્ટુડન્ટ્સને 80 હાજરી અનિવાર્ય છે, નહીં તો એ સ્ટુડન્ટ એક્ઝામ માંથી ડિટેઇન થઈ જાય છે.કોલેજના કેેમ્પસમાં અલગ અલગ જગ્યાએ છોકરા-છોકરીઓના ટોળા ઉભા છે અને ગેેટ માંથી ...Read More

2

પ્રણય ચતુષ્કોણ - 2

સવારના 6 વાગ્યા છે. દહીંસરમાં સ્ટેશન નજીકની ચાલમાં અવર - જવર શરૂ થઈ ગઇ છે. લોકલ ટ્રેનનો અવાજ પિયાની ઉડાડે છે. પિયા માટે આ શહેર, આ લાઈફ-સ્ટાઇલ બધું નવું છે. પિયા ઝડપથી ફ્રેશ થવા જાય છે પણ આ તો મુંબઈની ચાલ ત્યાંતો સવારે નાહવા-ધોવા પણ લાઈનમાં ઉભું રહેવું પડે. પિયાએ લાઈન જોતા જ એક નિસાસો નાખ્યો અને વિચાર્યું કે આવતી કાલથી 5.30 વાગ્યે ઉઠવું પડશે. ફ્રેશ થયા પછી પિયા ફટાફટ શ્રી- નાથજીની મૂર્તિના દર્શન કરે છે અને સ્ટેશન તરફ જવા નીકળે છે.હજી તો એ રોડક્રોસ કરેત્યાંં જધોધમાર વરસાદ ચાલુ થયો. પિયા હજી કંઈ વિચારે એ પહેલાં તો એ પલળી ...Read More

3

પ્રણય ચતુષ્કોણ - 3

પિયા માહીને બચાવવા માટે એક પ્લાન કરે છે અને અચાનક જમીન પર પડવાનું નાટક કરે છે , ' oh How dare you to push me? કોલેજમાં કોઈ નવી છોકરી સાથે આમ બીહેવ કરાય? તું મને ઓળખતો નથી, હું પણ આ વાતનો બદલો લઈશ' આમ કહી બાજુમાં ઉભેલા છોકરાને તતડાવી નાખે છે , અને મેદાનમાં જમા થયેલી બધી ભીડનું ધ્યાન એ તરફ આકર્ષિત થાય છે. આ વચ્ચે પિયા માહી ને તકનો લાભ ઉઠાવવા ઈશારો કરે છે. માહી એ સમજી જાય છે અને ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. આમ પિયા પોતાનું મિશન પાર પાડવામાં સફળ રહે છે. એ પોતાના કપડાં વ્યવસ્થિત ...Read More

4

પ્રણય ચતુષ્કોણ - 4

કરણ , માહી અને પિયાને રાજ ગેંગ ઘેરી વળે છે અને પહેલા સારા માહીને કહે છે, આજે તું બચી પણ ડાન્સ તો તારે કરવો જ પડશે. Just wait and watch. મિલન કારણને કહે છે કેમ અલ્યા ?? આજે એક છોકરીના સાથથી તને અમારો સામનો કરવાની હિંમત આવી ? એને શુ કહેવાય ખબર છે ? બાયલો....હા..હા...હા... અને આખી ગેંગ જોર જોર થી હસે છે.... અને રાજ પિયાને કહે છે તો મિસ. પિયા પરીખ, માન ગયે તુમકો..પહેલી વાર કોઈએ મને છેતર્યો છે..ભુલિશ નહીં હું....I think તું ગુજરાતથી આવી છો તો તને ત્યાં પાછી ન મોકલું તો મારું નામ પણ રાજ નહીં...એમ ...Read More

5

પ્રણય ચતુષ્કોણ - 5

આજે પણ સવારમાં વાદળ છાયું વાતાવરણ છે. આજે પિયા અડધી કલાક વહેલી ઉઠી તૈયાર થઈ જાય છે. ચા - કરે છે અને સ્ટેશન જવા નીકળે છે. અહીં રાજ પણ તૈયાર થાય છે અને પોતાની કારમાં બેસીને કોલેજ જવા નીકળે છે. પિયા પારલેના સ્ટેશનમાં ઉતરી અને ચાલીને જ કોલેજ જાય છે, અને રાજ પણ કોલેજ પાસે પહોંચવા જ આવે છે. એ દૂરથી જ પિયાને આવતા જુએ છે અને ગાડી રોકી દે છે. વિચારે છે કે પિયાને હેરાન કરવાનો આનાથી સારો મોકો નહીં મળે અને ફરી કાર સ્ટાર્ટ કરે છે. પિયા રોડ ક્રોસ કરી અને ચાલવા લગે છે અને પાછળ રાજની ...Read More

6

પ્રણય ચતુષ્કોણ - 6

સૂરજના આઈડિયા પ્રમાણે માહી અને પિયા એક છત્રી અને એક રેઇનકોટ ખરીદીને કોલેજ પહોંચે છે પણ એ લોકો બ્રેક આવવામાં લેટ હતા અને લેક્ચર હતો પ્રોફેસર મહેતાનો. આમતો કોઈ પ્રોફેસર એટલા કડક ન હતા પણ પ્રોફેસર મેહતા હિટલર ટાઈપ હતા માટે એને માહી અને પિયાને કલાસમાં આવવા ન દીધા અને બંને એ એક લેક્ચર કલાસની બહાર ઉભું રહેવું પડયું.મક્કમ હૃદયની પિયા કે જે રાજ જેવા રાજનો પણ સામનો કરવા સક્ષમ છે એ માત્ર 5 મિનિટ બહાર ઉભી રહીને રડવા લાગે છે. માહી એને શાંત કરવા માટે એનું રડવાનું કારણ પૂછે છે તો પિયા કહે છે કે નાનપણથી આજ સુધી ...Read More

7

પ્રણય ચતુષ્કોણ - 7

પિયા, પોતાના નિશ્ચય પ્રમાણે સવારમાં જ કોલેજ પહોંચી પહેલા પ્રિન્સીપાલને મળવા જાય છે અને પોતે એક campaign ચાલુ કરવા છે એ જણાવે છે. પ્રિન્સિપાલ તેની વાત સાંભળી અને ખુશ થાય છે પણ કહે છે, " your idea and initiative is really good but I don't think so the students will support you.. but you may try for the same. Every saturday assembly is arranged. On this saturday you may announce for the same. " પિયા thanks કહી અને ખુશ થતી ત્યાંથી નીકળે છે. અવની તેને પ્રિન્સિપાલ કેબિન માંથી બહાર નીકળતા જુએ છે અને આખા ગ્રુપમાં એવી વાત ફેલાવે છે ...Read More

8

પ્રણય ચતુષ્કોણ - 8

સવારે 7.30 વાગ્યે રાજ ઉઠે છે અને direct ફ્રેશ થવા જાય છે. Reebok નું રેડ t-shirt, સાથે બ્લુ ડેનિમ, sunglass, reebok ના sports shoes અને fogનું deo લગાવીને એ તૈયાર થઈને નીચે આવે છે. રામુકાકા જે એના ઘરઘાટી છે એમને રાજ માટે પ્રોટીન shake તૈયાર રાખ્યું હોય છે. રાજ પ્રોટીન shake પી ને તેની sports car લઈને નીકળી જાય છે. રાજનો આ જ નિત્યક્રમ. એના મમ્મી અને પપ્પા બંને આખો દિવસ પોતાના માં જ busy હોય. ઘણી વાર તો એવું પણ બનતું કે આખા દિવસમાં ક્યારેય ત્રણ જણા એકબીજાને મળ્યા જ ન હોય. મહિને એકાદ વાર ત્રણેય dining table ...Read More

9

પ્રણય ચતુષ્કોણ - 9

રવિવારનો દિવસ છે. આજે થોડી નિરાંત હોવાથી પિયા 8 વાગ્યે ઉઠે છે અને પહેલા ઘરે ફોન કરીને મમ્મી પપ્પા વાત કરે છે. પછી ફ્રેશ થઈ ચા-નાસ્તો કરે છે. 10 વાગ્યે કોલેજ પહોંચવાનું હોવાથી આરામથી રેડી થઈ જવા નીકળે છે. આજે પિયા ચાલમાં જે મળે છે તેની સાથે hi hello કરતી જાય છે, બાકી તો કોઈ દિવસ એને ટાઇમ જ ન મળતો. એ 10 વાગ્યે કોલેજ પહોંચે છે અને રાહ જુએ છે બધાની. 10.15 વાગ્યે માહી આવે છે અને 10.30 સુધીમાં તો ઘણા બધા students આવી જાય છે. પિયાએ ધાર્યું ન હતું એટલો response મળ્યો. એના seniors પણ ઘણાં આવ્યા ...Read More

10

પ્રણય ચતુષ્કોણ - 10

પિયા મૂંઝવણ અનુભવે છે. પણ માહિના પપ્પા તરત જ પિયાના પપ્પાને ફોન કરે છે અને બધી વાત કરે છે. પપ્પાને બધી વાત સાચી લાગે છે પણ એ વિચારવા માટે થોડો ટાઇમ માંગે છે. રસિકભાઈ ફોન મૂકીને સ્મિતાબહેનને બધી વાત કરે છે. સ્મિતા બહેન પણ રસિકભાઈને સમજાવે છે કે મુંબઇ જેવા ગામમાં એકલી રહેવા કરતા પિયા કોઈ ફેમિલી સાથે રહે તો એ વધારે સારું. અને આપણે જ જતા આવીએ અને જોતા આવીએ કે એ માણસો કેવા છે શું છે? રસિકભાઈને આ વાત બરાબર લાગી. એ બંનેની તત્કાલની ટીકીટ કરાવે છે.રાજને પિયાનો કોલેજ આવવાનો રસ્તો ખબર હોય છે માટે એ જાણી ...Read More

11

પ્રણય ચતુષ્કોણ - 11

આ વાર્તા કોલેજના મિત્રોની છે જેમાં રાજ , મિલન, પિયા અને માહી મુખ્ય પાત્રો છે. રાજ અને મિલન કોલેજ પોતાનીધાક જમાવીને રહે છે..પિયા નામની છોકરી એ જ કોલેજમાં એડમિશન લઈને ધીરે ધીરે એમને બધી વાતોમાં હરાવે છે. રાજનું ગ્રુપ અને રાજ એમની સાથે બદલો લેવા થનગની રહ્યા છે. પિયાની આવડત જોઈ રાજને તેના માટે સોફ્ટ કોર્નર છે પણ બદલાની ભાવના યથાવત છે. માહી ગભરુ છોકરીને પિયા રાજ ગ્રૂપના કહેરથી બચાવે છે અને બંને સારા ફ્રેન્ડ્સ બની જાય છે. દિવસે ને દિવસે રાજને પિયા માટે ફીલિંગ્સ વધતી જાય છે....અને એક દિવસ પિયા કોલેજ નથી આવતી..તો રાજ ની શુ હાલત થાય ...Read More

12

પ્રણય ચતુષ્કોણ - 12

જુહુની બીચ પાસેની હોટેલ રમાડામાં બધા ફ્રેન્ડ્સ ભેગા થાય છે. સારા રેડ સ્લીવલેસ એલાઈન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી છે, અને રાજને ગળે મળીને કહે છે રાજ thanks, thank you for this wonderful surprise. સવારે મને લાગ્યું તું મારો birthday ભૂલી ગયો, but You just made my day. I Love you so much..ત્યાંજ... વચ્ચે રાજનો ફોન રણકે છે , રાજ ફોન રિસિવ કરે છે અને અવાજ સાંભળીને એના ચહેરા પર ચમક આવી જાય છે અને એ વાત કરવા સાઈડમાં જતો રહે છે. "હેેલો રાજ, પિયા હિયર..I am sorry, હુંં તને કહેેેતા ભૂલી ગઈ હતી, આજે મારા મમ્મી અનેેે પપ્પા આવ્યા છે તો હુંં કોલેજ ...Read More

13

પ્રણય ચતુષ્કોણ - 13

કોલેજની પિકનિક થાય છે અને એ પણ પંચગીનીમાં. બધા હોંશભેર કોલેજ પિકનિકમાં પહોંચે છે...રાજ આ પીકનીકમાં જ એના દિલની પિયા સુધી પહોંચાડવા માંગે છે. આખો દિવસ ટ્રેકિંગ, ધમાલ- મસ્તી , અંતાક્ષરી અને ખાવા પીવાની મોજ મસ્તી કરીને...રાતે બધા campfire કરીને બેઠા છે અને ગપ્પા મારે છે...અચાનક જ પિયા ત્યાંથી ઉભી થઇ દૂર ચાલવા લાગે છે...રાજ પણ તકનો લાભ ઉઠાવીને એની પાછળ પાછળ જાય છે...કેમકે આખા દિવસમાં એને એવું એકાંત મળ્યું જ ન હતું કે એ પિયાને કાઈ કહી શકે. અંતાક્ષરીમાં એણે ઘણી વાર ગીતો થકી પોતાના દિલની વાત પિયાને જણાવવાનો પ્રયત્ન કર્યો પણ પિયાએ એ વાત notice જ ન ...Read More

14

પ્રણય ચતુષ્કોણ - 14

આખું ગ્રુપ કેન્ટીનમાં બેઠું હોય છે ત્યારે રાજ કહે છે, friends ફોર tomorrow I have arranged One party for all...so..be ready for great dhamaal. બધા આ વાત સાંભળી ખુશખુશાલ થઈ જાય છે ...અને ડ્રેસ કોડ અને...ઇવેન્ટ્સ ને એમ જાત જાતની વાતો કરવા લાગે છે..ઘરે પહોંચીને રાજ પિયાને ફોન કરીને કહે છે કે એને કાલે અનારકલી બનીને આવવાનુ છે અને રાજ સલીમ બનશે..એ બંને એક act કરશે પાર્ટીમાં અને કાલે જ એ દુનિયા સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરશે..આ વાત સાંભળી પિયાની ખુશીનો પાર નથી રહેતો. એ આખો દિવસ બજારમાં ફરીને અનારકલી બનવા માટેની શોપિંગ કરે છે. ઘરે આવીને બધુ trial કરે છે. ખૂબ જ excited હોય છે એ ...Read More

15

પ્રણય ચતુષ્કોણ - 15 - છેલ્લો ભાગ

લાલ ઘરચોળામાં સંગેમરમરની કાયા લઈને પિયા બેઠી છે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લેવા માટે રૂપાળા રાજ સાથે. માહી છે પિયાની બાજુમાં અને પિયા , માહી અને રાજનું ફેમિલી અને મિત્રો એમ 15 થી 20 જણા હાજર છે અને એક મંદિરમાં લગ્ન થઈ રહ્યા છે. લગ્નથી કોઈના મૂખ પર ખુશી નથી. બધા માત્ર એક ફરજ પુરી કરવા આવ્યા હોય એમ હાજરી પુરાવે છે. બધા રીતરિવાજ પુરા થયા અને કન્યા વિદાયનો સમય આવે છે. સ્મિતા બહેન અને રસિકભાઈ કરતા વધારે વિલાપ રમીલા બહેન અને અશોકભાઈ કરે છે કેમકે પિયા 3 વર્ષ એમની સાથે રહી હતી અને જેને પુત્રવધૂ બનાવી આખી જિંદગી પોતાના ...Read More