હું અને અમે

(76)
  • 93.5k
  • 6
  • 53.6k

પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઉભેલી અને સામેના ઘરના એક રૂમની તરફ જોતી રાધિકા પોતાની યાદોમાં ઘેરાઈને ઉભેલી હતી. "કહેવાય છે કે આપણે લોકો એક એવી ગોળ દુનિયા માં રહીયે છીએ જ્યાં આપણે સતત કોઈ ને કોઈ ના સંપર્ક માં આવીયે અને એનાથી અલગ થયા પછી એજ વ્યક્તિ અને આપણને ફરી થી ક્યાંક ને ક્યાંક ભેગા થઇ જતા હોઈએ. મારું નામ રાધિકા છે. રાધિકા ચમનભાઈ પટેલ. સાત વર્ષ થયા છે મારા લગ્ન ને, હું મારા હસબન્ડ જોડે અહીં સુરત માં નવા ઘરમાં લગભગ સાતેક વર્ષ થી રહું છું. તે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને મલ્ટિનેશન કંપની માં કામ કરે છે. ઊંચો પગાર છે અને સાથે ભથ્થું પણ એટલું જ મળે છે. પૈસા બાબતે કોઈ ચિંતા નથી. ઘરનું ઘર છે અને બે ગાડી.

Full Novel

1

હું અને અમે - પ્રકરણ 1

પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઉભેલી અને સામેના ઘરના એક રૂમની તરફ જોતી રાધિકા પોતાની યાદોમાં ઘેરાઈને ઉભેલી હતી. કહેવાય છે આપણે લોકો એક એવી ગોળ દુનિયા માં રહીયે છીએ જ્યાં આપણે સતત કોઈ ને કોઈ ના સંપર્ક માં આવીયે અને એનાથી અલગ થયા પછી એજ વ્યક્તિ અને આપણને ફરી થી ક્યાંક ને ક્યાંક ભેગા થઇ જતા હોઈએ. મારું નામ રાધિકા છે. રાધિકા ચમનભાઈ પટેલ. સાત વર્ષ થયા છે મારા લગ્ન ને, હું મારા હસબન્ડ જોડે અહીં સુરત માં નવા ઘરમાં લગભગ સાતેક વર્ષ થી રહું છું. તે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને મલ્ટિનેશન કંપની માં કામ કરે છ ...Read More

2

હું અને અમે - પ્રકરણ 2

વહેલી સવાર માં એક રીક્ષા આવી ને સોસાયટીના ગેટ પાસે ઉભી રહી અને તેમાંથી એક વીસેક વર્ષ નો યુવાન સામાન લઈને નીચે ઉતર્યો. "કેટલાં થયા ?" તેણે રીક્ષા વાળાને પૂછ્યું. મધુર અને શાંત સ્વર. એવું લાગતું જાણે કોઈ દસ બાર વરસનો કુમળો બાળક બોલતો હોય. તેના સ્વાભાવમાં એક અનોખો આનંદ અને ભિન્નતા હતી. જોનારને એમ લાગે કે કોઈ સાધારણ અને નિઃસ્વાર્થ માનવી તેની સામે ઉભો છે. વિશાળ હૃદય અને ખુલ્લા મનનો ઉદાર તે સહજ પણ કોઈને દા' ન આપે તેવો હોંશિયાર હતો. બોલવામાં તેની વાક્પટુતાને કોઈ પામી શકે તેમ નહિ. જો કે જરૂર વગરન ...Read More

3

હું અને અમે - પ્રકરણ 3

રોજે સવારમાં રાકેશ ને જોગિંગ પર જતા અને આવતાં જોવો એ હવે કોમન થઇ ગયેલું. પણ રાકેશ જે કાંઈ તેને બરોબર મનમાં બેસારી દેતો. એક દિવસ તે વહેલી સવારમાં આવતો હતો ત્યારે હર્ષ રસ્તા માં જ ઉભેલો. પોતાની બાઈક લૂછતાં તેણે રાકેશને ગુડ મોર્નિંગ કહ્યુ અને તેની સાથે વાતો કરવા લાગ્યો. " શું કરો છો તમે?" હર્ષે પૂછ્યું. "હું ડિજિટલ માર્કેટિન્ગ માં ઇન્ટર્નશિપ કરું છું." એટલે હર્ષ ને થોડું આશ્વર્ય થયું. હર્ષ પણ ભણેલો અને સાયન્સ ક્ષેત્રે માહિર હતો તે પહેલીવાર રાકેશને મળેલો, એટલે તેણે આશ્વર્યથી પૂછ્યું," ડિજિટલ માર્કેટિંગમાં ?" "હા, મેઈન નથી ...પણ છે." "તો આગળ?" "આગળ ડિજિટલ ...Read More

4

હું અને અમે - પ્રકરણ 4

રાકેશ અચંબિત થઈ પેલા માણસ સામે જુઈ રહ્યો. તેણે એક હાથ આગળ કરી કહ્યુ, "મેરા નામ સાજીદ હૈ, સાજીદ રાકેશે પણ હાથ મિલાવ્યો અને આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછ્યો, " જી મૈને આપકો પહેચાના નહિ, આપ...?" "આજ સુબહ તુમને જો પ્રેઝન્ટેશન દિયા ઉસકે બારેમે સૂના અભી મૈને, ચલો બૈઠ કે કુછ બાત કરતે હૈ." તેણે જાણે કોઈ ઓફર આપી હોય તેમ વાત કરવા માટે રાકેશને તેની સાથે વાત કરવા પૂછ્યું. તે હજુ થોડો આશ્વર્યચકિત ઉભો હતો. હાથમાં રહેલી ફાઈલ સામે જોઈ તે બોલ્યો. "પણ આ.." તે વાત પૂરી કરે તે પહેલા તેના હાથમાંથી ફાઇલની કોપી લઈ લીધી. "અરે છોડો યાર." ...Read More

5

હું અને અમે - પ્રકરણ 5

રાકેશે હિમ્મત કરી રાધિકા માટે એક સવાલોનું લિસ્ટ તૈય્યાર કરી નાખ્યું. વિશાલે લિસ્ટ જોયું અને સલાહ આપી, "ઓ ભાઈ..., આ લિસ્ટ તો લખ્યું છે, પણ આમાં તો ખાલી સવાલો જ છે. તે બીજું કશું લખાણ ના કર્યું?" તેના હાથમાંથી પેપર લઈ રાકેશે જવાબ આપ્યો. " અલ્યા એવું કશું ના હોય. " ઠીક છે છોડ, હવે એ બોલ ક્યારે આપે છે?" "આપી દઈશ." રાકેશે નમ્રતા થી જવાબ આપ્યો. " આજે જ આપી દેને?" "આજે?" "હા. અમસ્તા ભી આજે પૂનમનો દિવસ છે." "તો?" રાકેશ જાણે કશું જાણતો જ ના હોય તેમ બોલ્યો. "તો? આપીદે... મુલાયમ મુલાયમ ફૂલ મુન કી રાત, ઔર ...Read More

6

હું અને અમે - પ્રકરણ 6

ઉપરની રૂમમાં બંધ રાધિકા રડતી આંખો સાથે માત્ર વિચાર જ કરતી રહી ગઈ, કે તે લોકોની વચ્ચે જઈને સમજાવે. જોર જોરથી દરવાજો ખખડાવ્યો, વનિતાએ દરવાજો ખોલ્યો પણ તેણે રાધિકાને નીચે જતા અટકાવી અને એક થપ્પડ મારી ત્યાંજ ઘરમાં બેસારી દીધી. નીચે લલ્લુકાકાએ રાકેશને ધુતકાર્યો ને તે ઘર છોડી ચાલતો થયો. તેના મોં માંથી લોહી વહેતુ હતું ને હાથ પગ દર્દને માર્યે કથળતા હતા. જેવો જ તે જવા લાગ્યો લોકો તેને તીરછી અને ગુસ્સાની નજરે જોવા લાગેલા ને મનમાં બબડવા લાગેલા. પાછળથી આવતા અવાજ તરફ તેના કાન હતા ને પાછળ મહેશ અને હકુકાકાનો કાર્તિક બોલતા હતા, "જોઈ છે તારી જાતને? ...Read More

7

હું અને અમે - પ્રકરણ 7

સોફા પર પડેલા ફોનની રિંગ વાગી અને મહેશે ફોન ઉઠાવ્યો, "હા ફઈ બોલો.""મહેશ અમે આવીયે છીએ મહેમાનને લઈને" ફઈએ પર જવાબ આપ્યો."હા આવો, અમે ઘરે જ છીએ." કહી તેણે ફોન મૂકતા ઘરે જાણ કરી કે "રાધિકાને જોવા માટે મહેમાન આવે છે" અને અમિતાને કહ્યું કે "તેને તૈય્યાર રાખજે હું મહેમાન માટે નાસ્તાની વ્યવસ્થા કરું છું."મન ના હોવા છતાં રાધિકા અમિતાના એકવાર કહેવાથી તૈય્યાર થઈ ગઈ. રાધિકા હવે પોતાના મનને સમજાવી બેઠી કે રાકેશને ભૂલી જવો અને એક કારણ આ પણ હતું કે લગન માટે મન હોય કે ના હોય અમિતાના એકવાર કહેવા પર તે તૈય્યાર થઈ ગઈ. લોકોમાં બે ...Read More

8

હું અને અમે - પ્રકરણ 8

રાત્રીના લગભગ અગિયાર વાગેલા અને તેવા સમયે હિતેશ પોતાની બાઈક લઈ તાપી નદી પર ના બ્રિજ પર આવ્યો. આવી બાઈકનું સ્ટેન્ડ ચડાવ્યું અને બાજુમાં સાગર અને રાકેશ ઉભા હતા ત્યાં જઈ ઉભો રહ્યો."કેમ આજે મોડું?" સાગરે પૂછ્યું."આજે જરા મોડું થઇ ગયું. પપ્પાને જરા એક કામ હતું. કામ પતાવી અહીં આવ્યો." તેણે બાઈકની બાજુમાં લટકતી એક બેગમાંથી ત્રણ સોડા કાઢી."આ કેમ લાવ્યો?" રાકેશે પૂછ્યું.તો કહે "આજે જ માર્કેટમાં આવી છે. માર્કેટિંગ કરવા માટે અમારા પાર્લરમાં આપી, થયું તમને પણ ચખાડું.""હાં.. પેલું ટ્રાયલ અમારા પર કરવાનું એમ?" સાગરે હસતા પૂછ્યું. ત્રણેય હસ્યાં ને સોડા પીયને સાગરે ઘરે જવાનો આગ્રહ કર્યો. રાકેશે ...Read More

9

હું અને અમે - પ્રકરણ 9

મોડી રાતે ઘરની બાલ્કનીમાં એક ફોટો હાથમાં લઈ રાકેશ ઊભો હતો. " શું વાત છે?" પાછળથી આવી રાકેશના ખભા હાથ મુકતા સાગરે પૂછ્યું અને પોતાના પરિવારનો ફેમિલી ફોટો જોતા રાકેશે જવાબ આપ્યો " કંઈ નઈ." " તો અહીં કેમ ઉભો છે?" "મારે તમને એક વાત કહેવી 'તી." "બોલ. શું કહેવું છે?" "જીજુ! હું કાલે વડોદરા જઈ રહ્યો છું." "વડોદરા?!" આશ્વર્ય સાથે તેણે રાકેશને પૂછ્યું. "હા" "કેમ અચાનક? ઓલ ઓકે?" "ના, ચિંતા કરવાની જરૂર નથી. બધું બરાબર જ છે. હું કામ માટે જાઉં છું." થોડી ક્ષણ પછી તેણે ફોટો બાજુમાં મુક્યો અને સાગર સામે જોયું. " દીદી? " "એ સુઈ ...Read More

10

હું અને અમે - પ્રકરણ 10

સવારમાં રાકેશ અને સાજીદ બંને મોહનના ઘરે જતા હતા. "જબ તક મેં ના કહું કુછ મત બોલના." રાકેશ સામે સાજીદ બોલ્યો તો તેણે આશ્વર્ય સાથે તેની સામે જોયું. "અરે ઐસે મત દેખો. મુજે પાતા હૈ તુમ હોંશિયાર હો, લેકિન પહેલે મેં બાત કરૂંગા." રાકેશ કશું ના બોલ્યો અને બેફિકરાઈથી કારની બહાર જોવા લાગ્યો."ઠીક હૈ?" તેણે ફરી પૂછ્યું."હા હા યાર.""મૈને પહેલી બાર જૈસા તુમકો દેખા થા ઉસસે કુછ બદલે સે લગ રહે હો.""વોહ દેખના આપકા કામ નહિ હૈ." તેણે એકદમ તોછડાઈથી જવાબ આપ્યો."અબ તો તુમ બિલકુલ બદલે હુયે હો, મિયાં!" સાજીદે હળવી હસી સાથે વાત કરતાં પોતાની કાર મોહનસાહેબ ના ...Read More

11

હું અને અમે - પ્રકરણ 11

સવારના લગભગ દસેક વાગ્યે નીરવ અને તેની પત્ની મનાલી બન્ને બહાર જઈ રહ્યા હતા. તેવામાં રસિલા કાકી અને અમિતા પોતાના ઘરના ઓટલા પર બેસીને વાતો કરતા હતા. નીરવ અને મનાલીને જોઈને અમિતા મોટા અવાજે રસિલા કાકીને કહેવા લાગી, "બઉ સરસ સાસરિયું મળ્યું છે રાધિકાને. પૈસે ટકે કોઈ તાણ નથી. ગાડિયું માં ફરે છે રાધિકા." તો સામે રસીલાએ પણ જવાબ આપ્યો, "નસીબદાર છે તમારી રાધિકા..." તે બંને સમજી ગયા કે અમિતા અને કાકી તેઓને સંભળાવી રહ્યા છે. છતાં બંને ચૂપ થઈ પોતાના કામે બહાર જતા રહ્યા. વિનોદને જાણ થતાં જ તેણે રસીલાને એકલી બોલાવી અને ખખડાવી નાંખી. પણ તેને કોઈ ...Read More

12

હું અને અમે - પ્રકરણ 12

જ્યારે જ્યારે લલ્લુકાકા કે તેના ઘરમાંથી કોઈ બહાર જતું તો મહેશ અને અમિતા બેમાંથી કોઈ પણ તેને સંભળાવ્યા વિના રહે. તે કાં તો મયુર અને તેના પરિવાર તથા તે કેટલો મોટો માણસ છે અથવા રાકેશ નું નામ લીધા વિના તેના વિશે ખરાબ બોલે. લલ્લુ કાકા હવે આ બધાથી ત્રાસી ચૂક્યા હતા અને તેના ઘરમાં પણ કોઈ જો તેનું નામ લે તો તે ગુસ્સે ભરાઈ જતા. સામેના મકાનમાં લગ્નની તૈયારી ચાલી રહી હતી. વિવિધ પ્રકારની લાઈટો મૂકવામાં આવી. આખી શેરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. મંડપ શણગારવામાં આવી રહ્યો હતો અને એ મંડપની ચારેય બાજુ ગોઠવેલી લાઈટ તે દુલ્હનના ...Read More

13

હું અને અમે - પ્રકરણ 13

વિદાય લઈને રાકેશ પોતાની મિટિંગ માટે નીકળી ગયો. એકલા ફરતા રાકેશના મનમાં ભાઈ અને ભાભીના સ્નેહે નવો ઉત્સાહ અને ભરી દીધા. તેના ચેહરા પર ખુશી હતી અને એ ખુશી દેખાઈ તેવી હતી. કારમાં બેસતાની સાથે જ અહમ અને ડ્રાઈવર બંને રાકેશના ચેહરાને વાંચી શકતા હતા અને તેને પહેલી વાર આટલો ખુશ જોઈ તે બંને પણ ખુશ થતા અને મનમાં હરખાયા કરતા." તમારા ચેહરા પર આટલી ખુશી આજ પહેલીવાર જોઉં છું સર." અહમે કહ્યું." હા, ભાઈ અને ભાભીને આટલા સમય પછી મળ્યો છું."" તમે ક્યારેય તમારા પરિવારથી આટલા દૂર નથી રહ્યા?" અહમે સહજતાથી સવાલ પૂછી લીધો અને તેના મનમાં એકાએક ...Read More

14

હું અને અમે - પ્રકરણ 14

હર્ષોલ્લાસ સાથે મયુરની જાન માંડવે આવી પહોંચી અને લગ્નની વિધિ શરૂ થઈ. સૌ કોઈના ચેહરા પર આનંદ હતો. નવીન ખુશી દંપતીને પણ એટલી જ હતી. બેન્ડ અને ફટાકડાનો એવો અવાજ આવતો કે બીજું કશું સંભળાતુ પણ ના હતું. એક મેકના હાથમાં હાથ સોંપી બંને એકબીજાના થવા આતુર હતા. શેરીની ચોમેર લાડકડીના નવા પદની શરણાઈઓ સંભળાતી હતી અને જોત જોતામાં સૌની પ્રિય પારકી બની નવે ઘેર ચાલી. રડતી તેના પરિવારની આંખોમાં હરખ પણ અપાર હતો કે સઘળું કાર્ય સંપન્ન થયુ.ધીરુભાઈની આંખોમાં દીકરાને પરણાવવાનું અનોખું તેજ પુરાયું હતું. ક્રિશા પોતાના ભાઈ અને આવેલા નવા ભાભીને લઈ ઘરમાં પ્રવેશવા આતુર બની. દરવાજે ...Read More

15

હું અને અમે - પ્રકરણ 15

પોતાની સહેલી સાથે વાતો કરતી રાધિકાના ફોનમાં રિંગ વાગી અને તેણે ફોન ઊંચક્યો. "હા મયુર, શું થયું?""અરે રાધિકા મેં જાણ કરવા માટે ફોન કર્યો છે.""શું જાણ કરવની છે?""મારે મુંબઈ જવું પડશે. શું છે કે બૉસે અચાનક ત્યાં મિટિંગ બોલાવી છે અને ત્યાંનું પણ ઘણું કામ મારે કરવાનું થયું છે. એટલે ત્યાં આગળ બધું જાણી કારવી, મિટિંગ પતાવી હું બે દિવસમાં આવી જઈશ.""ઠીક છે, તો. બીજું શું!" કહી તેણે ફોન મુક્યો. આ બાજુ મયુરે મુંબઈ રાકેશ પાસે જવાની તૈય્યારી કરી અને શ્વેતા સાથે તેની ગાડીમાં ચાલતો થયો.ગાડીમાં બેઠેલાં મયુરના ચેહરાને જોઈ શ્વેતાએ પૂછ્યું; " આશ્વર્ય થાય છે તમને જોઈને. રાકેશને ...Read More

16

હું અને અમે - પ્રકરણ 16

વહેલી સવારે શેરીની ખટપટ શરૂ થઈ ગઈ. રસીલા પોતાના ઘરના વાડામાં બેસીને કપડાં ધોઈ રહી હતી તો સામે હર્ષ બાઇક સાફ કરી રહ્યો હતો. રમેશના મકાનમાંથી તેના બંને ભાઈ ચંદ્રેશ અને મુકેશ પોતાના કામે જવા નીચે ઉતાર્યા. તેવામાં એક ગાડી શેરીની વચ્ચો-વચ્ચ આવીને ઊભી રહી. બધા તે ગાડી જોઈ દંગ રહી ગયા. આટલી મોંઘીદાટ ગાડી! કોની હશે? એટલામાં અંદરથી મયુર બહાર આવ્યો અને જઈ સીધો રસીલાને મળ્યો. તેના ખબર-અંતર પૂછી તે રાધિકાના ઘરમાં ગયો. બહાર બધા વિચારમાં પડી ગયા કે હજુ થોડા સમય પહેલા તો ગાડી બદલાવેલી અને અત્યારે પાછી નવી ગાડી!થોડીવાર પછી નીરવ અને ગીતા બન્ને બહાર જઈ ...Read More

17

હું અને અમે - પ્રકરણ 17

પોતાની રૂમમાંથી સામાન લઈને નીકળી રાકેશ નીચે આવ્યો અને ગીતાએ ફરી રસ્તો રોકી લીધો અને કહેવા લાગ્યો, "બેટા એક હજુ વિચાર કરીલે." "મમ્મી!" "તારે જવું છે, તો જા. તે નિર્ણય તો લઈ જ લીધો છે. પણ ઘરે તો તારે આજે અવવું જ રહ્યું." તેણે પોતાના મમ્મીની આંખોમાં પ્રેમ અને પોતાના માટેની તરસ જોઈ. તે વિચારમાં પડી ગયો. તેણે ગીતાની દરેક દલીલનો જવાબ આપ્યો. તેણે કહેલી દરેક વાતને નકારી પોતે લીધેલા નિર્ણય પર અડગ બન્યો. છતાં આ સમયે તેની આંખોની જે માંગ હતી તેનો જવાબ તેની પાસે નહોતો. પાછળથી અહમ બીજો સામાન લઈને આવ્યો અને પૂછવા લાગ્યો, "સર, ચાલો." "તું ...Read More

18

હું અને અમે - પ્રકરણ 18

નીરવ રાત્રે તરસના માર્યે પોતાની રૂમમાં રાખેલ જગને તપાસી રહ્યો હતો. ખાલી જગ જોઈ તે રસોડા તરફ ચાલ્યો. બહાર તેણે જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો. તે ઘરમાં તપાસવા લાગ્યો, તો ખબર પડી કે રાકેશ પોતાની પથારીમાં નથી. તે સમજી ગયો અને બહાર નીકળી અગાસીમાં ગયો. રાકેશ ત્યાં વિચાર મગ્ન થઈ બેઠો હતો. તે તેની બાજુમાં જઈને બેસી ગયો. "તમે હજુ જાગો છો?" રાકેશે સવાલ કર્યો. "આ સવાલ તો મારે તને પૂછવો જોઈએ." એક ઊંડો શ્વાસ લઈ અને છોડતા તે બોલ્યો: "હા બસ એમ જ." "એમ જ?" "ફોન આવ્યો 'તો કમ્પનીમાંથી. કોઈને ડિસ્ટર્બ ના ...Read More

19

હું અને અમે - પ્રકરણ 19

સવારના પોરમાં ગીતા રાકેશના માથામાં તેલ માલીશ કરતી હતી. નીરવ રસોડામાં કામ કરતી મનાલી પાસેથી ચાનો કપ લઈ તેની આવીને બેસતા બોલ્યો, "ઓહો! હેડ મસાજ. શું વાત છે. તને યાદ છે તું નાનો હતો ત્યારે બાજુવાળા અમરશિકાકાને જોઈ હેડ મસાજ કરવાની જીદ્દ કરતો." એટલે જૂની યાદોને તાજી કરતા ગીતાએ કહ્યું, " હું ગમે તેવા કામમાં હોઉંને તો તે કામ છોડીને મારે આને તેલ માલિશ કરવી જ પડતી." એટલામાં મનાલી પણ ચાનો કપ લઈ બાજુમાં આવીને બેસી ગઈ. "હા હા. એને તેલ માલિશ ના કે'વાય. તમને ખબર છે ભાભી, હું જ્યારે એમ કે'તો કે હેડ મસાજ કરી દ્યો. ત્યારે આમ ...Read More

20

હું અને અમે - પ્રકરણ 20

મુંબઈમાં રાકેશના પ્રેઝન્ટેશન પર આવી રહેલી લોકોની અભિવ્યક્તિથી સ્પષ્ટ થતું હતું કે રાકેશના કમ્પની પ્રતિના વિચાર સ્પષ્ટ છે. મિટિંગ પછી રાકેશ પોતાની કેબીન તરફ જઈ રહ્યો હતો. તેવામાં મયુર પાછળથી દોડતો આવ્યો અને તેને સાદ કરવા લાગ્યો, "સર... સર! એક્સ્ક્યુઝમી સર. પ્લીઝ..." તેણે પાછળ ફરીને જોયું, "મિસ્ટર મયુર, શું વાત છે?" "સર થોડી પર્સનલ વાત કરવી છે, મંજૂરી મળશે?" "હા, બોલોને." "ગઈ વખતે તમે જે સજેશન આપ્યું તે ખરેખર કામ કરી ગયું. એક્ચ્યુલી, હું ઘણા સમયથી વિચારતો હતો કે રાધિકા મારા પર વધારે ધ્યાન આપે પણ એવું ન્હોતું થતું. ગઈ વખતે આ જ ઓફિસમાં આપણે જ્યારે મળ્યા ત્યારે તમે ...Read More

21

હું અને અમે - પ્રકરણ 21

રાકેશની બેગ અંદર મુકતા તેણે કહ્યું,"ઓકે તો હવે બધું સેટ છે. તમે ફ્રેશ થઈને નીચે આવો પછી આપણે નાસ્તો ઓફિસે જઈએ." એ બહાર જતો રહ્યો. બહાર આવી જોયું તો રાધિકા ઉદાસ થઈને ત્યાંજ ઉભેલી. તેણે રાધિકા સાથે વાત પણ ના કરી અને પોતાની રૂમ તરફ જતો રહ્યો. દાદર ચડતા બોલ્યો, "નાહીને આવું છું." તેના મનમાં શું ચાલે છે તે પરિસ્થિતિને સમજવી આ સમયે થોડી અઘરી હતી. તેનો ખુલાસો તો જ્યારે તે તેના મોઢે કરશે ત્યારે જ સમજાશે. તે ફરી પાછી રસોઈ ઘરમાં જઈને કામે વળગી ગઈ. "આ મોહન અત્યારમાં ક્યાં ચાલ્યો ગયો છે?" તેણે શારદાને પૂછ્યું. "શું બેનીબા! તમને ...Read More

22

હું અને અમે - પ્રકરણ 22

ઓફિસમાં પોતાની કેબિનમાં બેઠા બેઠા મયુરને વિચાર આવ્યો કે "રાકેશ વિશે જો કોઈને બધી જ જાણ હોય તો તે મેડમ છે. પણ તેને કઈ રીતે કશું પૂછી શકાય? હા, પણ અહમને બધી ખબર હશે. તે તો દિન રાત રાકેશ સરની સાથે રહે છે."અહમ ઓફિસના કેન્ટીનમાં બેઠેલો, એવે સમયે તેને શોધતા આવેલો મયુર તેને એકલા જોઈ તેની પાસે ગયો."હું અહીં બેસું?""અરે મયુર સર! આ કાંઈ પૂછવાની વાત છે? તમે તો મારા કરતા સિનિયર છો. બેસો બેસો."મયુરે બેસતાં પૂછ્યું, "કેમ આજે એકલો બેઠો છે? રોજે તો કોઈને કોઈ સાથે હોય જ છે.""હું રાકેશ સરની સાથે આવેલો. પણ એ મને છોડીને શ્વેતા ...Read More

23

હું અને અમે - પ્રકરણ 23

રાધિકા અને મયુર વચ્ચે ફરીથી પહેલા જેવા સંબંધ શરુ થઈ રહ્યા હતા. રાધિકા પુરેપુરો પ્રયત્ન કરી રહી હતી કે રાકેશથી વેગળી રહે અને મયુરની નજીક. સાંજે મયુર પોતાની રૂમમાં કોઈ નોટ તૈય્યાર કરી રહ્યો હતો. રાધિકાએ ઉપર પોતાના રૂમમાં જતી વેળાએ જોયું કે રાકેશ બેઠક રૂમમાં કશીક તૈય્યારી કરી રહ્યો છે. ઉપર આવીને જોયું તો મયુર પણ ફાઈલો બનાવવામાં વ્યસ્ત હતો. પાછળથી આવીને તેણે મયુરને ડરાવાનો પ્રયત્ન કર્યો. "હા..ઉ" તે થોડો જસકી ગયો. "રાધુ, શું તું પણ! સાવ નાના છોકરાં જેવું કરે છે." "ડરી ગયાને?" "તો શું." "આજે રવિવાર છે." "ઓહો... એવું! સારું થયું તે યાદ અપાવ્યું. મને તો ...Read More

24

હું અને અમે - પ્રકરણ 24

રાધિકાના મનમાં શું ચાલે છે તે સમજવું મુશ્કેલ હતું. છતાં મયુરે એમ વિચારીને કે "હવે તેને ખબર તો પડી ગઈ છે કે રાકેશ તેનો ફ્રેન્ડ નહિ પણ સી.ઈ.ઓ. છે અને એના માટે હું કામ કરુ છું. તે સર પર વધારે ગુસ્સે નહીં થાય કે કદાચ તેની સાથે વાત પણ કરવા લાગશે." એ મનોમન વિચારતો હતો કે પરિસ્થિતિ સુધરશે.મોડીરાત્રે બંને બહાર હોટલમાં જમીને ઘેર આવ્યા, આવીને જોયું તો શારદા બેઠક ખંડમાં બેઠેલી."શું થયું શારદાકાકી?" રાધિકાએ પૂછ્યું."રાકેશ સાહેબ હજુ નથી આવ્યા. તમારી પાસે તો ઘરની બીજી ચાવી છે પણ એની પાસે નથી. આવે એટલે દરવાજો ખોલવો પડશેને!""સર હજુ નથી આવ્યા!?" મયુરને ...Read More

25

હું અને અમે - પ્રકરણ 25

આખી રાત રાધિકાને નિંદર ના આવી. તેને બધી વાતો વારાફરતી યાદ આવવા લાગી. મયુરનું એમ કહેવું કે બેન્ક એકાઉન્ટ છે, એટીએમ કાર્ડ કામ નથી કરતું. પોતાની એનિવર્સરીનાં દિવસે રાકેશ પાસેથી પૈસા લેવા, પોતાના ઘેર આવ્યો ત્યારે કહેવું કે ' આ ગાડી મારી નહિ પણ મારા બોસની છે.' અત્યાર સુધી જયારે પણ તેણે તેના બોસનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે દરેક વખતે તેણે આડા-અવળા જવાબ આપેલા. આ તમામ વસ્તુઓ તેને આંખો સામે આવતી રહી. ફોનમાં મયુરે જણાવ્યું કે સર પોતાનું કામ પતાવી નીકળી ગયા છે. દસ વાગ્યા આજુ-બાજુ રાકેશ સર પહોંચી જશે. સવારે તે એકલી બેઠી હતી અને દરવાજા તરફ ...Read More

26

હું અને અમે - પ્રકરણ 26

રાધિકાને મયુર છેલ્લા સાત વર્ષથી જોઈ રહ્યો હતો. તે અલગ લગતી હતી. એના સમ્બન્ધમાં પણ પહેલા કરતા થોડી ભિન્નતા મયુરને અંદેશો હતો કે રાકેશના ગયા પછી રાધિકા પણ બદલાયેલી લાગે છે. મયુરનો દેખાવ પણ પહેલાથી અલગ પડી ગયો. હવે તે યુવાનમાંથી એક પુરુષ લાગતો હતો. ચહેરાએ ચશ્મા સાથે ઓળખ કરી લીધેલી. ભૂતકાળની તમામ વસ્તુઓ ફરી ગઈ. મયુર એટલા પૈસા કમાઈ ચુક્યો કે હવે તેને પોતાનું બધું પાછું મળી ગયેલું. પણ હજુ તે રાકેશના આપેલા ઘરમાં જ રહેતા હતા. કરણ કે તેઓની ઓળખ હવે એ ઘરથી જ બની ગયેલી. "અરે આજની તો વાત જ જવા દ્યો કુમાર." ઘરમાં આવેલા ફઈએ ...Read More

27

હું અને અમે - પ્રકરણ 27

રાધિકાને મનાવવાનાં પ્રયત્ન કરી છેવટે મયુર પાછો રાકેશના ઘેર ગયો. દરેક લોકો હાજર હતા. સાફ-સફાઈ પછી રાકેશના ઘરનો નજારો ગયો અને એમાં પણ આજે ઘરને વિવિધ ફૂલ અને લાઈટોના ઠાઠથી શણગારવામાં આવેલું. તેનો નજારો જ અલગ હતો. રાકેશના નવા ઘરમાં વધારે ભિન્નતા નહોતી. સામે રાકેશનું કે હાલ મયુરનું અને તેની સામે રાકેશનું ઘર એક સરખા જ લગતા હતા. જે અલગ હતું તે એટલું જ કે એકને તેણે પોતાના વિચારોથી બનાવેલું, પોતાની લાગણી અને પોતાના પરિવારના વિચારોને ધ્યાનમાં લઈને આકાર આપેલો જેમાં આજે રાધિકા રહે છે. ને બીજું તેણે માત્ર પોતાનું કહેવા માટે બનાવેલું. છતાં તેનું ભવ્ય ઘર જેની સામે ...Read More

28

હું અને અમે - પ્રકરણ 28

મુખેથી નમણી અને વાણીથી મીઠ્ઠી એવી અવની સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચતી હતી. સૌ તેનાથી વાતો કરવા અને તેના વધારેમાં વધારે જાણવા ઈચ્છા કરતા હતા. અવનીના હાથનું જમ્યા પછી પલ્લવી તો તેનો છેડો મુકવા તૈય્યાર જ ન હતી. ડિનર પછી બધા રાકેશના ગાર્ડનમાં પોત-પોતાની રીતે ટહેલતા હતા. રાકેશે સૌને કહી દીધું કે અવની કોણ છે? પણ તેણે અર્ધસત્ય જ કહ્યું. તેનો ભૂતકાળ તેણે ન જણાવ્યો.હકીકતમાં અવની એક પછતાયેલી કે પછી તરછોડાયેલી છોકરી હતી. એક નાનકડાં ગામમાં રહેતી અવનીને કોઈ સાથે મન મેળ થયો અને તેણે તેના પર બંધ આંખે વિશ્વાસ કર્યો. લગભગ એકાદ વર્ષ પહેલા અવની એક પુરુષના પ્રેમમાં ...Read More

29

હું અને અમે - પ્રકરણ 29

અવની રાકેશની બહેન છે એ વાત બધાને ખબર પડી. રાત્રે અવની સાથે મોડે સુધી વાતો કર્યા પછી ઘેર જતા દરેકે ગુડ નાઈટ અને સ્વીટ ડ્રિમ્સ કહ્યું. તો અવની અને રાકેશ પણ ઘરના મુખ્ય દરવાજે બધાને વિદાય આપવા આવી ગયા. દરવાજે ઉભા રહી સૌ અલગ પડી રહ્યા હતા. અહમ અને પલ્લવી ગયા, મયુરે ગુડ નાઈટ કહ્યું અને અંતે વારો શ્વેતાનો આવ્યો. આડી અવળી નજર કરતા તેણે રાકેશને કહ્યું, "ઠીક છે તો... અં!... ગુડ નાઈટ એન્ડ..." અવની તેને વિચારતા જોઈ બોલી, "એન્ડ?" તો શ્વેતાએ કહ્યું, "અં... એન્ડ, કાલે મળીયે..." અવની બોલી, " કાલે તો સન્ડે છેને, હોલી ડે." શ્વેતાએ કહ્યું, "હા ...Read More

30

હું અને અમે - પ્રકરણ 30

આજે અવનીને મન થયું કે પોતાના હાથે કૈંક બનાવે. આમેય મુંબઈથી આવ્યા ત્યારથી અવનીએ માત્ર પહેલા દિવસે સાંજે જ એ પછી તો મોહન જ પોતાના હાથની રસોઈ જમાડતો. રજાનો દિવસ હતો અને શ્વેતા તેઓના હાલચાલ પૂછવા માટે આવેલી. અવનીએ બાલ્કનીમાંથી નીચે જોયું તો ભાઈ અને શ્વેતા બંને નીચે ગાર્ડનમાં ઝૂલા પર બેસીને વાતો કરતા હતા. તેને યાદ આવ્યું, ભાઈને સાંજના સમયે ઝૂલા પર બેસીને કોફી પીવી કે પછી કોઈ હળવો નાસ્તો કરવો ખુબ ગમે છે. તે ફટાફટ નીચે ગઈ અને મોહન સાથે મળીને ઘણા સમય પછી પોતાના હાથનો નાસ્તો ભાઈને કરાવવા તડામાર કરવા લાગી.મોહન તેને વારે વારે કહેતો, "હળું, ...Read More

31

હું અને અમે - પ્રકરણ 31

આખી રાત બહાર હોલમાં સોફા પર સુઈ રહેલા રાકેશના ફોનમાં ફોન આવ્યો અને સવારે ફોનની રિંગ સાંભળી તેણે ભાનમાં ફોન ઊંચક્યો. "ઠીક છે હું હમણાં આવું છું." કહી તેણે ફોન મુક્યો અને પોતાના મોઢા પર હાથ ફેરવતો તે સ્વસ્થ થતો ત્યાંજ બેઠેલો હતો. મહાપ્રયત્ને પોતાની આંખો ખોલતો તે પોતાની રૂમમાં ચાલ્યો ગયો.સાંજે રાધિકાએ કરેલી વાત પોતાના ભાઈને કરવી કે ના કરવી, અવની હજુ એ જ વિચાર કરતી હતી. શું કહેવું? અને કેવી રીતે તેને વાત કરવી? આખરે મક્કમ મને તેણે વિચાર કરી લીધો કે તે પોતાના ભાઈને બધી વાત કરે અને આ મુદ્દાનો કોઈ હલ કાઢે. રાકેશ તૈય્યાર થઈને ...Read More

32

હું અને અમે - પ્રકરણ 32

રાધિકા ગોઠણભેર જમીન પર બેસી ગઈ અને રુદનની કોઈ સીમા નહિ. તેના મનમાં એવું તે શું આવ્યું કે બધી ઘેરાયેલી રાધિકા રડતા રડતા જોરથી બોલી ઉઠી, "ઉભા રહો ફઈ, અવની રાકેશની બહેન છે." અત્યાર સુધી રાકેશની વાતો છુપાવતી રાધિકા પાસે કોઈ રસ્તો ના રહ્યો અને એના મુખેથી રાકેશનું નામ નીકળી ગયું. એનું નામ સાંભળતા જ પરિવારના બધા લોકો આશ્વર્યમાં મુકાય ગયા અને ફઈના ડગલાં થોભાઈ ગયા.રાકેશનું નામ બોલવાની કિંમત રાધિકા જાણતી હતી અને એટલે જ પોતાના બંને હાથ પોતાના મોં પર મૂકી દીધા. આઠ વર્ષનો વસવસો તેના હૃદયમાં ભરેલો હતો જે આજે તેની આંખમાંથી આંસુ બની ગાંડી મેઘની જેમ ...Read More

33

હું અને અમે - પ્રકરણ 33

રાતે રાધિકાના ઘરમાં પણ શાંતિ નહોતી. હકુકાકા અને મહેશ બંને ભેગા થઈને વિચારી રહ્યા હતા કે આ મુદ્દાનું હવે કરવું? તેઓની પ્રથા એવી કે સ્ત્રીએ કોઈ પણ વિષયમાં વધારે ડહાપણ નહિ કરવું. ઘરના બધા લોકો હાજર હતા અને હકુ ચિંતામાં આમ-તેમ ચક્કર લગાવતો હતો. કાર્તિક તેની સાથે ન આવ્યો એ વાતથી ચિડાઈને તે પોતાની પત્ની વર્ષા પર બધો ગુસ્સો ઉતારતો હતો. "ઘરમાં હું તો ન્હોતો રહેતો પણ મારી ગેર હાજરીમાં આવા સંસ્કાર આપ્યા છે તે તારા દીકરાને? જોયું... જોયુંને તે? પેલી બે કોડીની છોડી હાટુ થઈને તે રાધિકાના ઘેર રહ્યો. હું સાદ કરું છું તો સામુય નથી જોતો."ફઈ તેને ...Read More

34

હું અને અમે - પ્રકરણ 34

બીજી સાંજે અહમ ગાડી લઈને લલ્લુકાકાના પરિવારને લેવા માટે આવી પહોંચ્યો. પોતાની ઘડિયાર પહેરતા નિરવ બાલ્કનીમાંથી ડોકાયો. નીચે ગાડી ઉભી રહી અને અહમ બહાર આવ્યો. તેણે ઉપર નીરવ તરફ જોયું, તો તે ઘડિયાર પહેરી પોતાના શર્ટની કોલર સરખી કરતા અંદર જઈ માનલીને સાદ કરવા લાગ્યો, "અરે જલ્દી! કેટલી વાર છે હવે? ક્યારનો કહું છું કે મોડું થાય છે. પણ કોઈ દિવસ સમયસર તૈય્યાર જ નથી થતીને."તો રૂમમાં પોતાના દીકરાને તૈય્યાર કરી રહેલી મનાલી બોલી, "હું તો ક્યારની તૈય્યાર થઈ ગઈ છું. આ યેશુને તૈયાર કરું છું."એટલામાં નાનકડો યેશુ પણ પૂછવા લાગ્યો, "મમ્મી, આપણે ક્યાં જવાનું છે?""આપણે અંકલના ઘરે જવાનું ...Read More

35

હું અને અમે - પ્રકરણ 35

ઘરમાં લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે અને તૈય્યારી પૂર જોશમાં ચાલી રહી છે. સૌને અલગ અલગ કામ સોંપી દેવાયું સૌ પોત-પોતાના કામમાં માંડી વળ્યાં. સવાર સવારમાં અહમ કાર્ડવાળાને લઈને આવ્યો. બંને ચા પિતા પિતા એક પછી એક કાર્ડ જોઈ રહ્યા હતા. એમાંથી એક ગુલાબી રંગનું કાર્ડ ઊંચકી અહમ કહેવા લાગ્યો, "સર, આ જુઓતો. સરસ લાગે છેને!""ના. રહેવા દે. કોઈ એક સારું કાર્ડ પસંદ કર. એવું કે જેને બહારથી જોતા જ લોકોને ખબર પડે કે અવનીના લગ્નનું કાર્ડ છે." તેઓએ ઘણા કાર્ડ જોયા, છતાં એમાંથી એક પણ પસંદ ના થયું. કાર્ડવાળો તેને કહેવા લાગ્યો, "સર! આ અમારા સ્પેશ્યલ કાર્ડ છે. ...Read More

36

હું અને અમે - પ્રકરણ 36

રાકેશ સિગારેટ પીતો સોફા પર બેઠો હતો કે અવની કાર્તિકને લઈને અંદર આવી અને પાછળથી તેને હગ કરી કહેવા "લૂક બ્રો, વુજ કમિંગ!" તેણે પાછળ ફરીને જોયું તો કાર્તિક ઉભેલો."કાર્તિક! આવને... બેસ." તે બન્ને તેની પાસે આવીને સોફા પર બેઠા એટલે રાકેશ તેને પૂછવા લાગ્યો, "કેમ અચાનક કાર્તિક?""અવનીએ કહયું કોઈ કામ છે એટલે હું અહીં આવી ગયો.""શું થયું અવની?"તે બોલી; "ભાઈ, ભૂલી ગયાને! શ્વેતાએ ફોન કરેલો કે તે ડિઝાઇનરને લઈને આવે છે. એટલે મેં કાર્તિકને બોલાવી લીધો.""અચ્છા હા હા, સારું કર્યું. તમે બેસો હું આવું" કહેતો તે પાછળ શરાબખાનામાં જતો રહ્યો. અવની અને કાર્તિક બેઠા હતા એવામાં શ્વેતા એક ...Read More

37

હું અને અમે - પ્રકરણ 37

સવારની અખૂટ તૈયારી રાત્રીના સંગીત ફંકશનમાં દેખાય રહી હતી. ચારેય બાજુ ચમકાટ કરતી લાઈટ અને ઘરની સુંદર સજાવટ. એમાં રંગબેરંગી કપડાથી સજજ જન મેળો તેમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. અવનીને લલ્લુકાકાના રૂપમાં પોતાના પપ્પા તો ગીતા જેવી માં મળી ગયેલી. બે ભાઈ અને ભાભીનો પ્રેમ હતો. એ પોતાના પરિવારને યાદ કરતી આવી સાંજમાં પણ હરખાવાનું જાણે નાટક કરતી હોય એમ અંદરથી થોડી ઉદાસ હતી. તે ભલે બોલે કે ન બોલે પણ એનો ભાઈ તો એની રગ રગને ઓળખતો. સૌ કોઈ એના આ ફંકશનમા આનંદ માણી રહ્યા હતા. એની સામે જોતા રાકેશ તેની પાસે ગયો અને કહેવા લાગ્યો, "શું ...Read More

38

હું અને અમે - પ્રકરણ 38 (છેલ્લો ભાગ)

પોતાની બહેનને વિદાય આપી એટલે એના જતા જતા દરેક લોકો જતા રહ્યા. ઘરના દરેક સભ્યોને લઈને લલ્લુકાકા પણ પોતાને જતા રહ્યા. મોહનને તો પહેલાથી જ કહી દેવાયું હતું કે લગ્ન પછી તે ફરી મયુરના ઘરમાં જતો રહેશે. મયુર પણ રાધિકા સાથે પોતાના ઘેર ગયો અને વધ્યું તો બસ એટલું કે રાકેશ અને એની શરાબ. જોકે એક રીતે રાકેશે બહુ મોટી સફળતા મેળવી લીધી હતી. એક સાથે રહીને પણ વિરોધમાં ચાલતા મહેશ અને પોતાના પરિવારને સાથે બેસતા ઉઠતા કર્યા. કાર્તિકની આશાને ફોગટ ન જવા દીધી અને પોતાની બહેનને એક સુખી અને સારો સંસાર શરૂ કરાવ્યો. એના માટે આ બધામાંથી પસાર ...Read More