લલિતા

(128)
  • 54.2k
  • 12
  • 28.6k

જો હેંગર જેવી દેખાઈ છે તે છોકરી છે. જોઈ લે ગમે તો આગળ વાત વધારીએ' આવા શબ્દો જો આજે કોઈ છોકરી માટે વપરાય તો તેને જોવા આવેલો છોકરો તરત લગ્ન માટે ના પાડીને ચાલવા માંડે પણ આ શબ્દો આજના નથી પણ ૪૦ વર્ષ પહેલાંનાં છે. છોકરીનું નામ છે લલિતા. અને તેના માટે જેણે આવા શબ્દો વાપર્યા તે તેના નજીકના સગા હતા એટલું જ નહીં પણ લગ્ન કરાવવા માટે વચ્ચે પણ તેઓ જ પડ્યાં હતાં બોલો... લલિતા ની વાત ક્યાંથી શરૂ કરીએ તે જ સમજ નથી પડતી. અંતરિયાળ ગામમાં જન્મેલી. ઝાઝા ભાઈ બહેન અને ખેતી કરીને માંડ ઘર ચલાવતાં તેના પિતા અને મોટો ભાઈ. પણ ત્યારે ખર્ચા ઓછા અને બચત વધારે રહેતી એટલે વાંધો આવતો નહીં. પહેલાંના સમયમાં બાળકો મોટેભાગે સગા સંબંધીઓની ત્યાં જ મોટા થતાં. એટલે લલિતાનું પણ એવું થયું. લલિતાએ પ્રાથમિક અને સેકેન્ડરી શિક્ષણ ગામની નજીક આવેલી શાળામાં લીધું અને પછી આગળ નોકરી કરવા માટે મુંબઈ આવી. ગામમાં મોટી થયેલી લલિતાને મુંબઈ ની લાઈફ, ફૅશન, નખરાં અને લોકોના ટોન્ટિંગ વિશે કશું જ ખબર નહીં. એકદમ નાદાન. કોઈપણ સરળતાથી મૂર્ખ બનાવી જાય એટલી ભોળી. એકદમ સિમ્પલ.

1

લલિતા - ભાગ 1

લલિતા ભાગ 1'જો હેંગર જેવી દેખાઈ છે તે છોકરી છે. જોઈ લે ગમે તો આગળ વાત વધારીએ' આવા શબ્દો આજે કોઈ છોકરી માટે વપરાય તો તેને જોવા આવેલો છોકરો તરત લગ્ન માટે ના પાડીને ચાલવા માંડે પણ આ શબ્દો આજના નથી પણ ૪૦ વર્ષ પહેલાંનાં છે. છોકરીનું નામ છે લલિતા. અને તેના માટે જેણે આવા શબ્દો વાપર્યા તે તેના નજીકના સગા હતા એટલું જ નહીં પણ લગ્ન કરાવવા માટે વચ્ચે પણ તેઓ જ પડ્યાં હતાં બોલો... લલિતા ની વાત ક્યાંથી શરૂ કરીએ તે જ સમજ નથી પડતી. અંતરિયાળ ગામમાં જન્મેલી. ઝાઝા ભાઈ બહેન અને ખેતી કરીને માંડ ઘર ચલાવતાં ...Read More

2

લલિતા - ભાગ 2

અર્જુનની નજર પેલી સાવ ગરીબની ગાય જેવી દેખાતી લલિતા ઉપર પડે છે પહેલાં તો દૂરથી જોતાં વેંત જ અર્જુન છે કે 'હું ના પાડી દઉં. આ તો સાવ સિમ્પલ અને ઓલ્ડ ફૅશન છે. છોકરાને જોવા આવવાનાં હોય ત્યારે આવી રીતે કોણ તૈયાર થઈને આવે! જવા દે, છોકરીને મળીને અને વાત કરીને ના પાડીશ તો છોકરીની આબરૂ જશે. તેના કરતાં અત્યારે અહીંથી જ બહાનું આપીને નીકળી જાઉં તે જ બરાબર રહેશે.' આટલું વિચારીને અર્જુન તેના ભાઈને વાત કરવા જ જાઈ છે ત્યાં તેના ભાભી કરુણા બોલી ઉઠે છે, ' અર્જુન ભાઈ, જલ્દી કરો. ઘરે મમ્મી અને પપ્પા તમારાં પાછા આવવાની ...Read More

3

લલિતા - ભાગ 3

અર્જુન અને લલિતા જે સમાજમાંથી આવતાં હતાં એમાં ભણતર અને નોકરીનું મહત્વ ઘણું હતું. દરેક ભણેલી છોકરીઓ નોકરી તો જ હતી. આ સાથે તેઓને ઘરનું દરેક કામ પણ આવડવું જોઈએ એવી શરતો મુકાતી. પૈસાદારની છોકરીઓ હોય તો તેઓ પિયરથી સાથે એક કામવાળી પણ લઈ આવતી હતી. પણ ત્યારે દરેક માતા પિતાની એવી યથાશક્તિ નહતી. અર્જુને લલિતાને પહેલો પ્રશ્ન કરે છે 'તમે ક્યાં નોકરી કરો છો?' લલિતા થોડા ગભરાયેલા અને શરમભર્યા ધીમા અવાજે જવાબ આપે છે, ' હા, હું સેમી ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. અને કાયમી થઈ ગઈ છું. અને મારો પગાર ₹ ૫૦૦ છે.'અર્જુનને ન પૂછેલા સવાલોનો જવાબ પણ ...Read More

4

લલિતા - ભાગ 4

અર્જુનના પિતા ખૂબ જ ગરમ મિજાજના હતાં. તેમનું મગજ એટલું ગરમ રહેતું કે જ્યારે તેઓ ગુસ્સે થતાં તો તેમની એવી લાલચોળ થઈ જતી જાણે અંગારા વર્ષવાના હોય. અર્જુન નાનપણથી એકદમ બિનદાસ્ત, મજાકિયો પણ ઓછા બોલો હતો. તેને ઘરમાં રહેવા કરતાં મિત્રો સાથે રહેવાનું, મનગમતી પ્રવૃત્તિ કરવાની અને નવું નવું શીખવાનો શોખ હતો. પણ તેમના પિતાને એવું હતું કે જો અર્જુન આવી બધી પ્રવૃત્તિમાં વળગાયેલો રહેશે તો કરીયર નહીં બની શકે. બીજી તરફ અર્જુનનો મોટો ભાઈ મહેશ તેનાથી એકદમ વિરુદ્ધ હતો તે ભણવામાં હોશિયાર, બહાર કરતાં ઘરમાં જ વધુ સમય પસાર કરનાર, મર્યાદિત મિત્રો ધરાવનાર અને પપ્પા જેમ કહે તેમ ...Read More

5

લલિતા - ભાગ 5

દરવાજો ખોલતાંની સાથે સામે પ્રકાશભાઈ ઉભેલા દેખાય છે."અરે, તમે.. શું થયું? અચાનક..." મહેશને તે સમયે શું કહેવું તે ખબર નહીં.હજી થોડા સમય પહેલાં જ તો મળ્યાં હતાં અને આવી રીતે અચાનક પ્રકાશભાઈનું આગમન કોઈને સમજાતું નહતું. અને તે સમયે છોકરીવાળા વગર કારણસર એમ જ છોકરાવાળા ને ત્યાં દોડી જતાં નહીં.જ્યંતીભાઈ આગળ આવે છે "શું થયું પ્રકાશ? અંદર આવ." પ્રકાશ ભાઈ જ્યંતીભાઈના ફુઈનો છોકરો થતો હતો. એટલે તેમની વચ્ચે સબંધ સારો હતો. પણ અત્યારે તો છોકરીવાળા તરફથી જ ગણાતો હતો.પ્રકાશભાઈ જાણે પૂછવાની જ રાહ જોતા હોય તેમ "અમને છોકરો પસંદ છે અને લલિતાને પણ તમે ક્યાર સુધીમાં જવાબ આપશો? "પ્રકાશભાઈના ...Read More

6

લલિતા - ભાગ 6

અર્જુનનો જવાબ સાંભળીને ઘરમાં તો આનંદો થઈ ગયો....જ્યંતીભાઈ અને ઇન્દુબેનને હતું કે અર્જુન આ વખતે પણ ના જ પાડશે.ઘરનું ખુશખુશાલ થઈ જતાં અર્જુનની નાની બહેન ભામિની અંદરથી ગોળ પાપડીનો ડબ્બો લઈને દોડી આવી. ભામિની અર્જુનથી દસ વર્ષ અને મહેશથી 14 વર્ષ નાની હતી. ભામિની અર્જુનને ખૂબ લાડકી હતી. નાનપણથી ભામિની થોડી ડરપોક હતી. અહીં સુધી તેના મિત્રો સુધ્ધાથી ડરીને રહેતી હતી. પણ અર્જુને તેને હિંમતવાળી બનાવી હતી. જ્યારે તે ડરતી ત્યારે અર્જુન એને ટોકતો અને તેને સમજાવતો કે જો સાસરામાં તારા સસરા આ જ્યંતીભાઈ જેવા આવશે તો તું શું કરીશ? એટલે તું ડરવાનું બંધ કર અને બિનદાસ્ત થઈ જા ...Read More

7

લલિતા - ભાગ 7

ઘરના વડીલ કોઈ નિર્ણય લેઈ ત્યારે કોઈની ક્યાં તાકાત રહેતી તેનો વિરોધ કરવાની. જ્યંતિભાઈ ગુસ્સાની સાથે ચોખ્ખા શબ્દોમાં અર્જુન લલિતાના લગ્ન માટે ના પાડી દીધી. જ્યંતિભાઈ તો ગુસ્સામાં જે બોલવાનું હતું તે બોલી ગયાં પણ તેના શબ્દોનો ત્યાં હાજર લોકોનાં ઉપર કેવી અસર કરશે તે વિચાર્યું નહીં. જ્યંતિભાઈનો અવાજ એટલો મોટો હતો કે આખા ઘરમાં ફરી વળ્યો. ઇન્દુબેન, કરુણા અને બા રસોડાની બહાર ઘસી આવ્યા પણ જ્યાં લગ્નની ચર્ચા ચાલી રહી હતી તે ખન્ડની અંદર પ્રવેશવાની હિંમત ન કરી શક્યા. તો બીજી તરફ એક રૂમની અંદર બેસેલા અર્જુન, મહેશ અને ભામિની પણ પપ્પાનો અવાજ સાંભળીને અવાચક થઈ ગયાં. અર્જુન ...Read More

8

લલિતા - ભાગ 8

જ્યંતિભાઈ મોટાભાઈની સામે ગોઠવેલા સોફા ઉપર બેસી ગયાં. જ્યંતિભાઈનો ઉચાટ અને ગુસ્સો ભલે હળવો થયો હતો પરંતુ મનમાં ને તેમને બસ એક જ વિચાર ફરી ફરીને આવતો હતો કે હું જ્યારે મારી બેનોને પરણાવતો હતો ત્યારે કેમ કોઈને મારા ઉપર દયા દાખવી ન હતી. આજે જ્યારે હું છોકરાવાળાના પક્ષે છું ત્યારે લોકો મારી પાસે વાંકડો ઓછો અથવા નહીં માગું એવી અપેક્ષા રાખે છે.વાંકડો એટલે કે દહેજ એ સાવ ખોટી અને અયોગ્ય બાબત છે પણ તે સમયે વાંકડો તેઓના સમાજમાં ફરજિયાત હતો અને જો કોઈ ઘર વાંકડો ન માંગે તો એમ સમજવામાં આવતું કે છોકરામાં કંઈ ખામી છે.તો બીજી બાજુ, ...Read More

9

લલિતા - ભાગ 9

મુંબઈ જેવા મોટા શહેરમાં ભણેલા હોય, મોર્ડન મિત્રો હોય અને જેણે જાહોજલાલીથી બીજાનાં લગ્ન જોયા હોય તેને પણ સ્વાભાવિક પોતાનાં લગ્ન એવી જ રીતે થાય એવી ઈચ્છા હોય છે. અર્જુનને પણ એવું જ હતું. તેને તેના ગામની સુવિધા, રસ્તા અને સૌથી મુખ્ય વાત દરેકના સ્વભાવની જાણ હતી એટલે તેને ગામમાં પોતાનાં લગ્ન લેવાઈ તે જરાપણ પસંદ ન હતું. પણ જ્યંતિભાઈ તો ગામમાં લગ્ન લેવા માટે તૈયાર થઈ ગયાં હતાં તે પણ અર્જુનને વિશ્વાસમાં લીધા વગર.અર્જુન ચિડાઈને કહે છે, "પપ્પા, ગામમાં મારે લગ્ન નથી કરવા. હા પાડવા પહેલાં મને પૂછો તો ખરા?""કેમ? લગ્નનો ખર્ચ તું કરવાનો છે કે મારે તને ...Read More

10

લલિતા - ભાગ 10

"બા તમે જ અર્જુનને માથે ચઢાવીને રાખેલો છે જુઓ તમારા અર્જુનના સંસ્કાર પિતાની સામે કેવા શબ્દોનો ઉપયોગ કરે છે કેવી રીતે વાત કરે છે અને જરા એ પણ જુઓ કે વહુ આવશે પછી તે ઘરમાં કેટલો ખર્ચ આપી શકશે?" જ્યંતિભાઈનો ગુસ્સો હજી ઉતરવાનું નામ લઈ રહ્યો નહતો. જો અર્જુન સામે હોત તો હજી બીજી લોફો મારી દીધો હોત.બા જ્યંતિભાઈનાં હાથ જોરથી પકડીને તેને કહે છે, "જ્યંતિ, અર્જુનના સંસ્કારની તો આપણે પછી વાત કરીએ પણ તારા સંસ્કાર ક્યાં ગયાં? થોડા દિવસમાં જે છોકરાના લગ્ન થવાનાં છે તેને તું બધાંની વચ્ચે તમાચો મારી દેઈ છે તેને કેવા સંસ્કાર કહેવાય. જો અર્જુનમાં ...Read More

11

લલિતા - ભાગ 11

વેવાઈ પક્ષના મુખ્ય વ્યક્તિના સ્વભાવની સાથે પરિચિત થયાં બાદ લલિતાના મોટાભાઈ ચિંતિત થઈ રહ્યાં હતાં. જે ઘરમાં પોતાની સાવ ગાય જેવી બહેન જવાની છે તે ઘરનાં મુખ્ય વડાનો આવો કપરો સ્વભાવ છે તેવા ઘરમાં લલિતા કેવી રીતે રહી શકશે તે ચિંતા તેમને સતત થયાં કરતી હતી.બાપુજી ઉંમરલાયક હતાં તેમજ આટલી બધી છોકરીઓને પરણાવીને તેઓ સાવ ઘસાઈ ગયાં હતાં તેવામાં પોતાની હૈયા વરાળ બાપુજી સમક્ષ કાઢવી પણ શક્ય નહતું. મોટાભાઈએ વિચાર્યું કે કોઈને પણ પોતાની મનની ચિંતા કહેવાને બદલે હું લલિતાને જ સત્ય જણાવી દઉં તો સારું રહેશે કેમ કે તેણે જ ત્યાં રહેવાનું છે જો લગ્ન બાદ સ્વભાવની જાણ ...Read More

12

લલિતા - ભાગ 12

'અરે...અર્જુન કુમાર તમે! આવો આવો' પ્રકાશભાઈ અર્જુને ઘરના દરવાજેથી આવકારે છે. 'તમારે અચાનક આવવાનું થયું... મતલબ કોઈ સાથે સંદેશો હોત તો સારું થયું હોત. અમે તમારા સ્વાગતની તૈયારી કરી શક્યા હોત... કંઈ વાંધો નહીં હું પાણી લઈ આવું''અરે ના ના... હું ઘરેથી જ આવ્યો છું. મારે તમારી પરમિશન જોઈતી હતી.' અર્જુન થોડી શરમ સાથે સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરતાં આગળ કહે છે. 'હવે મારા અને લલિતાના લગ્ન થવાનાં છે એટલે અમે એકબીજાને વધુ સારી રીતે જાણી અને સમજી શકીએ તે માટે હું લલિતાને બહાર લઈ જવા માંગુ છું. મતલબ કે મારા મિત્રોએ મને પૂછ્યા વિના જ આવતી કાલની ...Read More

13

લલિતા - ભાગ 13

બા એ કિધેલી વાત લલિતાના ગળે ઉતરી હોય તેમ તે બીજે દિવસે સવારે ઉઠીને તેના બેન અને બનેવી પાસે છે અને કહે છે કે 'તમે એમને ત્યાં ના પાડવા માટે નહીં જતાં. હું તેમની સાથે ફિલ્મ જોવા જવા માટે તૈયાર છું' 'કાલ સુધી તો ગભરાયેલી હતી અને ના પાડતી હતી તો અચાનક શું થઈ ગયું?' પ્રકાશભાઈ આતુરતા પૂર્વક તેને પ્રશ્ન પૂછે છે.લલિતા કહે છે, ' બસ મેં આખી રાત બહુ વિચાર કર્યો કે મારા આવા વર્તનથી એમનું દિલ દુભાશે અને આવી રીતે સીધી ના પાડી દેવાથી સારું પણ નહીં લાગશે.''જો લલિતા તું પાકું વિચારીને કહે નહીંતર પછી મારે નિચાજોણું ...Read More

14

લલિતા - ભાગ 14

લલિતા એટલી શરમાળ હતી કે બે મિનિટ સુધી તો તે બહાર આવવામાં ખચકાટ અનુભવી રહી હતી. પ્રકાશભાઈએ ત્રીજી બૂમ અને અંદરથી બહેને રીતસરની તેને બહાર ધકેલી ત્યારે તે બહાર આવી. લલિતા બહાર તો આવી પણ હજી પણ તેની નજર નીચેની તરફ જ હતી. જે રીતે તે સ્કૂલમાં સાડી પહેરીને જતી હતી તે રીતે જ તેણે હમણાં સાડી પહેરેલી હતી. શરમના લીધે પોતાના પાલવને પણ ખભા ઉપર વીંટાળી લીધેલો હતો.અર્જુન ચપળ અને હોશિયાર હતો તે લલિતાને જોઈને તરત સમજી ગયો કે લલિતા તેની સાથે એકલી બહાર જવા માટે હજી માનસિક રીતે તૈયાર નથી. લલિતા ઘરના દરવાજે આવીને ઉભી રહે છે."લલિતા, ...Read More

15

લલિતા - ભાગ 15

શરમાળ, ગભરુ અને સાવ ભોળી એવી લલિતાના હાથ ઉપર અર્જુનને જેવો તેનો હાથ મુક્યો કે લલિતા ગભરાઈ ગઈ. અર્જુન મોટી કૉલેજ અને મોર્ડન મિત્રો સાથે રહ્યો હોય તે બિનદાસ્ત હતો પણ લલિતા માટે તો આ વસ્તુ વધારે પડતી મોર્ડન જેવી હતી. અર્જુન જાણતો હતો કે લલિતાને કમ્ફર્ટેબલ થતાં સમય લાગશે. ફિલ્મ પુરી થતાં અર્જુન લલિતાને તેના ઘરે મુકવા જાય છે. 'લલિતા રવિવારે બપોરે 3 વાગ્યે તું નીચે આવી જજે. આપણે જુહુ બીચ જશું.' અર્જુન લલિતાને ઘરના દરવાજે સુધી મુકતા કહે છે.લલિતા હા પાડે છે અને અર્જુન તેનાં ઘરે જાય છે. અર્જુન ઘરે પહોંચતા જ ખબર પડે છે કે તેની ...Read More

16

લલિતા - ભાગ 16

'આવક ઓછી અને ખર્ચા વધવા લાગ્યાં છે અમુક સભ્યોના. અહીં સુધી હવે તો હિસાબ પણ લખાવવામાં આવતો નથી. બોલો.' અર્જુને ટોણો મારીને કહી રહ્યાં હતાં.'તમે કોઈનો ગુસ્સો કોઈ ઉપર નહીં કાઢો. હવે સ્વભાવ પણ બદલો. તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું જ છે. હું લલિતાને લઈને બહાર જાઉં છું. અને રહી વાત ખર્ચા ની તો અમે પિક્ચર જોવા ગયાં હતાં. જેની ટીકીટ મને મારા મિત્રોએ કાઢીને આપી હતી એટલે તેનો હિસાબ લખાવ્યો નથી અને બીજું એ કે આજ સુધી મેં તમારી પાસે ક્યારે હાથ લંબાવ્યો નથી તમે મને ખિસ્સા ખર્ચ માટે જેટલા પૈસા આપો છો તેમાંથી જ હું બધું ચલાવી ...Read More

17

લલિતા - ભાગ 17

લલિતમાં ઘણાં બદલાવ લાવવા પડશે એ અર્જુન સમજી ગયો હતો. અને તે પણ જાણી ગયો હતો કે આ કામ સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી. લલિતાને મૂકીને અર્જુન ઘરે આવે છે. થોડા દિવસોમાં લગ્નના કાર્ડ છપાઈને આવી જાય છે. અર્જુન અમુક કાર્ડ લઈને તેના મિત્રો અને સહ કર્મચારીઓને આપવા જાય છે. પણ વચ્ચેના દિવસોમાં એ પણ આટલા અંદરના ગામ સુધી આવે કોણ? એટલે અર્જુને કોઈને વધુ આગ્રહ કર્યો નહીં. તે નિરાશ હતો કેમ કે દરેક જણને એવું હોય છે કે તેમના મિત્રો લગ્નમાં હાજર રહે પણ અર્જુન તે બાબતે લકી ન હતો.ઘરે આવીને અર્જુને પોતાની ઈચ્છા ઘરવાળાઓ સમક્ષ ...Read More